________________ 9 સાચા બોધ-શ્રદ્ધા-રૂચિને કેળવવામાં આવે છે, ત્યારે અસદ્ગતનો નાશ થાય છે. તેનાથી મિથ્યાત્વનો નાશ છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. હાલ અસદ્ગો અનેક વિષયમાં પ્રવર્તે છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓ અંગે પણ કેટકેટલીયે ભ્રમણાઓ પ્રવર્તે છે. વિરોધાભાસો વર્તે છે. તેના કારણોમાં અત્યારે આપણે ઉતરવું નથી. પરંતુ ચારે ભાવનાઓનું સાચું સ્વરૂપ અને ઉપલકદષ્ટિએ અન્ય શાસ્ત્રવચનો સાથે દેખાતા વિરોધાભાસોનું સમાધાન તથા વર્તમાનમાં ચાલી પડેલી ખોટી ભ્રમણાઓનું ઉમૂલન કરવું જરૂરી છે. તેથી ભાવનામૃત અને ભાવનામૃત- આ બે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનામૃતમ્ -1: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આ પુસ્તકમાં મૈત્રી-પ્રમોદ-કરુણા આ ત્રણ ભાવનાનું સ્વરૂપ વર્ણવ્યું છે અને તે તે ભાવનાના પરિશીલનની શૈલી બતાવવામાં આવી છે. વર્તમાનમાં પ્રવર્તમાન વિરોધાભાસો આદિની સમીક્ષા કરવામાં આવી છે. ભાવનામૃતમ્ - II : અનુકૂળ મધ્યસ્થભાવ-પ્રતિકૂળ મધ્યસ્થભાવ - આ પુસ્તકમાં મધ્યસ્થભાવનું સ્વરૂપ વર્ણવ્યું છે અને પરિશીલનની શૈલી બતાવવામાં આવી છે. અને કયો મધ્યસ્થભાવ મોક્ષસાધનામાં અનુકૂળ છે અને કયો પ્રતિકૂળ છે તેની ચર્ચા કરી છે. તથા વર્તમાનમાં પ્રવર્તમાન અનેક પ્રશ્નોના શાસ્ત્રાધારે જવાબો આપવામાં આવ્યા છે. તપાગચ્છાધિરાજશ્રીજીના સામ્રાજ્યવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રીસુનિતયશાશ્રીજી મ.ના સુશિષ્યા વિદુષી સાધ્વીવર્યા શ્રીશાનદર્શિતાશ્રીજી મહારાજે પ્રફશુદ્ધિનું કાર્ય કરીને ઉત્તમ શ્રુતભક્તિ કરી છે. હાર્દિક અનુમોદના. સૌ આરાધકો બાર + ચાર ભાવનાના સ્વરૂપને સમજીને પોતાના અંતઃકરણને ભાવનાથી વાસિત કરીને સઘળાયે ક્લેશોથી મુક્ત બની શાશ્વત સુખને શીધ્ર પ્રાપ્ત કરે એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. લિ. મુ. સંયમકીર્તિવિ. વે. વદ-૧૧, વિ.સં. 2074 શ્રીવિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન, તા-૧૧-૫-૨૦૧૮. શુક્રવાર ગોપીપુરા, સુભાષ ચોક, સુરત