________________ 21 પ્રશ્નોત્તરી ઉત્તર : પ્રશસ્ત દ્વેષની સાથે મૈત્રીભાવના રહી શકે. પરંતુ અપ્રશસ્ત દ્વેષની સાથે ન રહી શકે. જેના ઉપર અપ્રશસ્ત દ્વેષ છે, તેના ઉપર મૈત્રીભાવના રાખવી મુશ્કેલ છે. પ્રશ્ન : પ્રશસ્ત-અપ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ શું છે ? તથા પ્રશસ્ત ષ સાથે મૈત્રીભાવના રહી શકે છે અને અપ્રશસ્ત ષ સાથે રહી શકતી નથી, તેનું કારણ શું છે ? ઉત્તર : પહેલાં પ્રશસ્ત-અપ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ સમજીશું. - પ્રશસ્ત નિમિત્તથી (અર્થાત્ આત્મહિતના લક્ષ્યથી-ગુણોને પામવા-ટકાવવાના લક્ષ્યથી - તારક આલંબનોની સુરક્ષાની ખેવનાથી) પ્રશસ્ત આલંબનોની (અર્થાત્ જિન-જિનમંદિર-ગુરુ-જિનાગમ વગેરે પ્રશસ્ત આલંબનો પ્રત્યેની) નિરૂપાધિક પ્રીતિથી (અર્થાત્ કોઈ અંગત સ્વાર્થ વિના-મારા આત્મકલ્યાણના કારણ છે-એવા નિઃસ્વાર્થ-નિર્દભભાવથી પેદા થયેલી પ્રીતિથી) પ્રશસ્ત આલંબનોના વિરોધી-નાશ કરનારા-નિંદક જીવો ઉપર જે દ્વેષ (અપ્રીતિ) થાય તેને પ્રશસ્ત દ્વેષ કહેવાય છે. અપ્રશસ્ત નિમિત્તથી (અંગત રાગ-દ્વેષથી-કષાયની આધીનતાથીસ્વાર્થ વગેરે અપ્રશસ્ત નિમિત્તથી) અપ્રશસ્ત આલંબન (ઘર-સ્ત્રીપરિવાર-પૈસા વગેરેની) સોપાધિક પ્રીતિથી (સ્વાર્થજન્ય પ્રીતિથી) અપ્રશસ્ત આલંબનોને નુકશાન પહોંચાડનારા જીવો પ્રત્યે જે દ્વેષ થાય, તેને અપ્રશસ્ત દ્વેષ કહેવાય છે. - અહીં યાદ રાખવું કે, જિન-ગુરુ આદિની સોપાધિક પ્રીતિથી કે ધાર્યું કરવાની કુવૃત્તિથી જે દ્વેષ થાય તે અપ્રશસ્ત હોય. કહેવાનો સાર એ છે કે - શ્રીજિન-ગુરુ તારક છે એટલે મારા. નહીં કે કુલાચારથી મને મળ્યા છે માટે મારા છે અથવા મેં પસંદ કર્યા છે માટે મારા છે, અથવા તો મારો સંસાર એમનાથી લીલોછમ રહે છે માટે મને ગમે છે - આવા ભાવથી જે પ્રીતિ થાય તે સોપાધિક છે અને એવી સોપાધિક પ્રીતિથી જે દ્વેષ થાય તે અપ્રશસ્ત હોય. તે જ રીતે આપણું