SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ધાર્યું ન થાય અને દ્વેષ થાય તે પણ અપ્રશસ્ત જ છે. જેમકે- છોકરાને બે ત્રણ વાર કહેવા છતાં પૂજા કરવા ન જાય અને કમાન છટકે, એમાં ધાર્યું ન થવાના કારણે મન ઘવાયું છે, તેના કારણે દ્વેષ થયો છે, માટે તે અપ્રશસ્ત બને છે. - પ્રશસ્ત ષમાં વિવેક ચૂકાતો નથી. કારણ કે, એના કારણો પણ એકદમ પ્રશસ્ત છે અને વિવેક ચૂકાતો ન હોવાથી અન્યનું (જેના ઉપર દ્વેષ થયો છે તેનું) ખરાબ કરવાનું મન પણ થતું નથી. તેના કારણે પ્રશસ્તદ્વેષ અને હિતભાવના સ્વરૂપ મૈત્રીભાવના એક સાથે રહી શકે છે. - પ્રશસ્ત દ્વેષ થાય છે, તેમાં કોઈ સ્વાર્થ હોતો નથી અને અવિહડ નિરૂપાધિક પ્રીતિના કારણે પ્રશસ્ત દ્વેષ થયેલો હોય છે. તેના કારણે એ દ્વેષના આવેગો પણ તીવ્ર હોતા નથી, કે જેથી બીજાનું ખરાબ કરવાની ભાવના ઉભી થાય ! એમાં દ્વેષનો આવેગ હોતો નથી માટે પણ મૈત્રીભાવના જીવંત રહે છે. - અપ્રશસ્ત દ્વેષમાં વિવેક ચૂકાય છે. તેના કારણે બીજાનું ખરાબ કરવાની ભાવના પેદા થાય છે. તેથી તેની સાથે મૈત્રીભાવના ટકી ન શકે. પ્રશ્ન : હૈષ ક્યાં કરાય ને ક્યાં ન કરાય ? ઉત્તર : દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મનાં સાધન ઉપર રાગ થાય. અને તે સિવાયના સંસારના વ્યક્તિઓ-સાધનો ઉપર રાગ કરવાનો નથી. જે પાંચ ઉપર રાગ કરવાનો છે, તે રાગ ન થવા દેતા હોય, એ કારણો ઉપર પણ દ્વેષ કરવાનો છે. - બીજો એક વિવેક કરવાનો છે કે - - કુદેવ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુગુરુ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુધર્મ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે.
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy