________________ પ્રકરણ-૩ પ્રમોદભાવના 77 રોગી પોતાના રોગને દૂર કરવા જાય છે, અન્યના રોગને જોવા જતો નથી. તેમ ભાવરોગી એવા આપણે પણ આપણો ભાવરોગ કાઢવા જિનમંદિરઉપાશ્રયમાં જવાનું છે, બીજાના દોષો જોવા નહિ. અન્યના દોષો જોવા નથી, પણ જોવાઈ જાય તો કર્મસ્થિતિનો વિચાર કરવાનો છે. કર્મ જીવોને કેવા કેવા પ્રકારે ક્યારે ક્યારે પડે છે, તેની વિચારણા કરવાની છે. વ્યક્તિ ખરાબ હોતી જ નથી. અશુભ કર્મનો ઉદય એને ખરાબ બનાવે છે. આથી કર્મના કારણે ઉભા થતા વિષય-કષાયના બંધનો અને એના કારણે પેદા થતી વિક્રિયાઓનો વિચાર કરી કોઈના પણ દોષ જોવા નહિ કે કોઈના પણ પ્રત્યે તિરસ્કાર કરવો નહિ. પ્રશ્ન : ગુણદષ્ટિ કેળવવા માટે શું કરવું જોઈએ? ઉત્તર : ગુણનું અર્થીપણું જાગે અને ગુણનો પક્ષપાત પેદા થાય ત્યારે જ ગુણદૃષ્ટિ કેળવાય છે. દર્શનમોહનીય કર્મની મંદતા વિના ગુણનું અર્થીપણું પેદા ન થાય. મોહનીય મંદ પડતાં આત્મચેતનાનું પ્રાગટ્ય થાય છે, ત્યારે ગુણની રમણીયતાનો સ્પર્શ થાય છે. એમાંથી ગુણનું અર્થીપણું પ્રગટ થાય છે. જે આંશિક ગુણો પ્રાપ્ત થયા હોય તેમાં શાંતિવિશ્રાંતિનો અનુભવ થાય અને અનાદિના દોષોની પીડાનો અનુભવ થાય ત્યારે ગુણનો પક્ષપાત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : ગુણનો પક્ષપાત વૃદ્ધિવંત ક્યારે બને ? ઉત્તરઃ અનાદિના રાગાદિ દોષોના કારણે જ આત્માની દુર્ગતિઓમાં રખડપટ્ટી થઈ છે, તેનું ભાન થાય, ત્યારે તે દોષો ખટકે છે અને તેનું ઉમૂલન કરવાનો પરિણામ પેદા થાય છે તથા ગુણો વિના આત્માની જે દુર્દશા થઈ છે, તેનો ચિતાર નજર સામે આવે ત્યારે ગુણોનું અર્થીપણું પેદા થાય છે અને એમાંથી ગુણનો પક્ષપાત પેદા થાય છે. વળી જિનવચનના સહારે, ધનાદિ સંપત્તિ આત્માની પોતાની નથી અને એનાથી આત્માને કોઈ લાભ પણ નથી, એવું તાત્ત્વિક જ્ઞાન પ્રાપ્ત