________________ 78 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન થાય તથા જ્ઞાનાદિ સંપત્તિ જ આત્માની સ્વકીય સંપત્તિ છે અને એની સાથે બંધાયેલો નાતો જ આત્મા માટે લાભદાયી છે, આ તાત્ત્વિક સમજણ જીવનમાં આવે છે, ત્યારે આપોઆપ ગુણનો પક્ષપાત પેદા થાય છે અને વૃદ્ધિવંત બને છે. પ્રશ્ન : આ ભાવનાના પરિભાવનની શૈલી શું છે ? ઉત્તર : નીચે મુજબ આ ભાવનાનું પરિશીલન કરી શકાય છે. પ્રમોદભાવનામાં પરિશીલનની શૈલી : - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓ “સવિજીવ શાસનરસીની ભાવના ભાવીને, તીર્થંકર પદવી પ્રાપ્ત કરી, જગત ઉપર ધર્મદેશના દ્વારા મહાન ઉપકાર કરે છે. - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓનો “માર્ગદર્શક ગુણ સૌ જીવોની માર્ગપ્રાપ્તિનું કારણ બને છે. તેઓની અનંત કરુણા અને પરાર્થવ્યસનીપણાને પણ ધન્ય છે. - એ તીર્થકરોને ધન્ય છે કે, જેઓનું જીવનકવન અનેક જીવોના તથાભવ્યત્વનો પરિપાક કરવાનું કારણ બને છે. - એ સિદ્ધભગવંતોને ધન્ય છે કે, જેઓએ અનંતગુણોની પ્રાપ્તિ કરી છે અને અવિનાશી સંપદા પ્રાપ્ત કરી છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચાચારનું સુંદર પાલન કરે છે અને જગતને એનો ઉપદેશ આપે છે તથા શિષ્યવર્ગનો યોગક્ષેમ કરે છે, જૈનશાસનની અપૂર્વ પ્રભાવના અને રક્ષા કરે છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પોતાના દ્વેષીઓઈર્ષાળુઓ પ્રત્યે પણ ક્ષમાભાવ ધારણ કરે છે. - એ ઉપાધ્યાય ભગવંતોને ધન્ય છે કે, જેઓ ગચ્છમાં રહેલા સાધુઓને આગમસૂત્રોનું પ્રદાન કરી એમના મોહ અંધકારનો નાશ કરે છે અને પરમ વિનયી બનાવે છે.