________________ પ્રકરણ-૩ પ્રમોદભાવના 79 - એ સાધુ ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચ મહાવ્રતોનો ભાર વહન કરે છે, પરિષદો અને ઉપસર્ગો આનંદથી સહન કરે છે, અનેક પ્રકારની તપશ્ચર્યા કરે છે અને બધાને મોક્ષમાર્ગમાં સહાય કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ગિરિકંદરામાં, સ્મશાનમાં, શૂન્યગૃહોમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ દસવિધ યતિધર્મનું યથોચિત સેવન કરે છે અને ઉપશમભાવમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે, મલિન ગાત્ર રાખે છે, તપથી કાયાનો કસ કાઢે છે અને અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરી તિતિક્ષાભાવનાને કેળવે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ઉપસર્ગ કરનારને પણ ક્ષમા આપે છે અને ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ સ્વાધ્યાયાદિ યોગોમાં રત રહે છે અને નિરંતર પરોપકાર કરવા તત્પર રહે છે." - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ દાન-શીલ-તપભાવધર્મનું નિરંતર સેવન કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ નિરંતર પ્રભુના મહોત્સવો રચે છે અને સદ્ગુરુની ભક્તિ કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શીલ-સદાચારનું પાલન કરે છે અને અણુવ્રતો-નિયમો-અભિગ્રહોને પાળે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શ્રાવક જીવનની પ્રતિક્રમણાદિ કરણીઓને ભાવપૂર્વક આરાધે છે અને પૌષધાદિ વ્રતોનું સેવન કરે છે. - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ દેવ-ગુરુની ઉત્તમ વૈયાવચ્ચ કરે છે અને હૈયામાં ધર્મનો રાગ ધારણ કરે છે. 1. અહીં શ્રીમુનિવરોની સાથે સાધ્વીજી ભગવંતોને પણ ગ્રહણ કરવાના છે.