________________ 76 ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન બહારથી સારી દેખાતી ક્રિયામાં કે કોઈપણ ગુણમાં તાત્વિકતા હોય, જિનાજ્ઞાનુસારિતા હોય, સન્માર્ગ સ્થિત વ્યક્તિ દ્વારા લેવાતી હોય, ત્યારે જ તેની અનુમોદના કરવી વિડિત છે. જે ક્રિયા કે ગુણ તાત્વિક નથી, જિનાજ્ઞાથી વિરુદ્ધ છે અને સેવનાર વ્યક્તિ સન્માર્ગસ્થિત નથી, તો તેવી ક્રિયા કે ગુણની જાહેરમાં અનુમોદના કરવાની ભગવાને ના પાડી છે. પ્રશ્નઃ ગુણ કે ક્રિયા તાત્વિક છે કે નહિ, તે કઈ રીતે ખબર પડે? ગુણ અને ગુણાભાસ વચ્ચેનો ભેદ શું છે? ઉત્તર : જે ગુણ કે ક્રિયા તાત્ત્વિક હોય, તે ગુણરૂપ છે અને જે તાત્ત્વિક ન હોય તે ગુણાભાસરૂપ છે. જેમાં જિનાજ્ઞાનું અનુસરણ હોય, જે દોષને દૂર કરવાના ઉદ્દેશથી આરાધાતું હોય, સંપૂર્ણ ગુણપ્રાપ્તિનું લક્ષ્ય હોય, અધ્યવસાયો પ્રશસ્ત હોય, વૃત્તિઓ નિર્મલ હોય, ઔચિત્યપૂર્ણ હોય અને પરપીડનનો અભાવ હોય, તે ગુણસેવન કે ક્રિયાસેવન તાત્વિક છે. આવા તાત્વિક ગુણ-ક્રિયાની અનુમોદના કરાય અને એની જાહેરમાં પ્રશંસા પણ કરાય. જે ગુણસેવન-ક્રિયાસેવન જિનાજ્ઞાથી વિરુદ્ધ હોય અને ભૌતિક આશંસાવાળું હોય તો તે તાત્ત્વિક નથી. પણ ગુણાભાસરૂપ છે. તેની અનુમોદના ક્યારેય ન કરાય. પ્રશ્ન : કોઈના દોષો જોવાનું મન કેમ થાય છે? ઉત્તર : હૈયાની તુચ્છતાના કારણે સારાઈ પચે નહિ ત્યારે અન્યના દોષો જોવાનું મન થાય છે. હૈયાની તુચ્છતા પોતાના લાખ દૂષણોને જોવા દેતી નથી અને અન્યના એક નાનકડા પણ દૂષણને જોવાનું અને ચુંથવાનું કામ કરે છે. પ્રશ્ન H અન્યના દોષ જોવાનું મન થાય ત્યારે શું કરવાનું? ઉત્તર : અન્યના દોષ જોતાં પહેલાં પોતાની જાત જોવી. જો આપણામાં દોષો ભરેલા હોય અને એનો સાચો અંદાજ આવી જાય તો દોષદર્શનની પ્રવૃત્તિ બંધ થયા વિના રહેશે નહિ. દવાખાને ગયેલો