________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કથની-કરણીમાં વિસંવાદ હશે તો આપણા દ્વારા વિશ્વમેત્રીનો સંદેશો જગતમાં વ્યાપક તો નહીં જ બને. સાથે આપણું હૈયું પણ સદ્ભાવનાથી ભીંજાશે નહીં અને એ વિના વિશ્વમૈત્રીની વાતો અરણ્યરુદન બની જશે. - પૂર્વોક્ત પ્રશ્નમાં મહત્ત્વનો મુદ્દો સંઘર્ષનો છે. બધા જ સંઘર્ષ શોચનીય નથી હોતા. સ્વાર્થની દુર્ગધથી ભરેલા સંઘર્ષો અવશ્ય શોચનીય હોય છે અને સિદ્ધાંતની રક્ષા માટે થતા સંઘર્ષો તો સમ્યગ્દર્શનની શુદ્ધિનું પરમ સાધન છે. જગતના જીવોને સન્માર્ગમાં સ્થિર કરવા એ દર્શનાચાર છે અને દર્શનાચારના પાલનને (ભલે એ સંઘર્ષપૂર્ણ હોય, તો પણ એને) શોચનીય કહેવાની ભૂલ ન કરાય. દર્શનાચારનું પાલન એ દોષરૂપ નથી. પરંતુ ગુણરૂપ છે. જો એ દોષરૂપ હોય, તો પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞશ્રી, પૂ.હરિભદ્રસૂરિજી મહારાજા, પૂ. મહોપાધ્યાયશ્રીજી મહારાજા, પૂ. આત્મારામજી મહારાજા આદિએ સિદ્ધાંતરક્ષા માટે કરેલા સંઘર્ષો દોષરૂપ માનવા પડશે અને તેઓએ ભૂલ કરી એમ કહેવું પડશે. પણ એવી ગુસ્તાખી કોણ કરે ? જેમના થકી આપણે શુદ્ધ માર્ગ પામ્યા, એમને જ માર્ગભૂલેલા કહેવા જોગી ધૃષ્ટતા તો મહામિથ્યાત્વી જ કરી શકે ને ? - વર્તમાનના મોટા ભાગના સંઘર્ષોના મૂળમાં અમાપ મહત્ત્વાકાંક્ષા અને તીવ્ર કદાગ્રહો છે. આજે સંઘે સંઘે અને ગ્રુપે ગ્રુપે તથા તમામ મંડળો આદિ સંસ્થાપનાઓમાં ભરપૂર સંઘર્ષો ચાલે છે. તેમાં ક્યાં શાસ્ત્રીય મુદ્દાઓ છે ? તેમાં માત્ર મહત્ત્વાકાંક્ષા-કદાગ્રહને કારણે ઉભા થયેલા વૈષ-પ્રદ્વેષ-વૈર-ઈર્ષ્યાદિ પરિબળો જ કામ કરી રહ્યા છે. મૈત્રીભાવનાનું સાચું હાર્દ સમજાઈ જાય અને તેની અનિવાર્યતા સંવેદાઈ જાય તો ક્ષણવારમાં સંઘર્ષો શાંત થઈ જાય તેમ છે. આ માટે આપણા પૂર્વકાલિન મહાપુરુષોની ભવ્યભાવનાઓ ઉપર દષ્ટિપાત કરવાની જરૂર છે. તેઓશ્રીઓ શાસ્ત્રીય મુદ્દાઓ માટે ભરપૂર સંઘર્ષો કરવા છતાં ક્યાયે અંગત રાગદ્વેષમાં પડ્યા નથી. માન-અપમાન સહન કરી લીધા છે... અને સર્વની કલ્યાણભાવનામાં જ ઓતપ્રોત રહ્યા છે. પર્યુષણામાં આપણે સાંભળીએ