________________ 33 પ્રશ્નોત્તરી છીએ કે અમદાવાદનો સૂબો અબુલફઝલ જ્યારે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાની ભૂતકાળમાં કરેલ કનડગત માટે માફી માંગે છે, ત્યારે પૂ.આચાર્ય ભગવંત કહે છે કે, “અમને તમારા માટે એ વખતે પણ ફરિયાદ નહોતી-દુર્ભાવ નહોતો અને આજે પણ નથી.” - આનું નામ વિશ્વવત્સલ્યતા કહેવાય. - વિશ્વવત્સલ્યતામાં પ્રભુશાસનની મર્યાદાઓ ચૂક્યા વિના વિશ્વકલ્યાણની ભાવનામાં ઓતપ્રોત રહેવાનું અને યોગ્ય જીવોનું કલ્યાણ કરવાનું આવે છે. શાસનની મર્યાદાઓને રફેદફે કરવાની વાત આવતી જ નથી. - ભાવના અને પ્રવૃત્તિ વચ્ચે તફાવત છે. પરમાત્માનો આત્મા પૂર્વના ત્રીજા ભવે “સવિજીવ શાસનરસી કરું' ની ભાવના ભાવીને આવે છે અને તીર્થકર બન્યા પછી ધર્મ આપવાની વાત આવી ત્યાં યોગ્ય જીવોને જ આપે છે અને અયોગ્યની બાદબાકી કરે છે. આથી સદ્ભાવના વ્યાપક હોય. પ્રવૃત્તિ યોગ્યમાં જ હોય - વ્યાપક ન હોય. વિશ્વવત્સલ્યતા ગુણને પચાવી જાણેલા શ્રી આદિનાથ પ્રભુના શિષ્યો મરીચિ સન્માર્ગમાં હતા ત્યારે તેમની સાથે ઉચિત વ્યવહાર કરતા હતા અને જ્યારે ઉન્માર્ગે ગયા એટલે ઉચિત વ્યવહારો બંધ કર્યા હતા. સદ્ભાવના તો એની એ જ જીવંત હતી. પરંતુ પ્રભુ આજ્ઞાના તંત્રની બહાર જઈને પ્રવૃત્તિ ન થાય એ એમની સમજ હતી. જેનશાસનના તમામ વ્યવહારો શાસ્ત્રનીતિ મુજબ ચાલે. સ્વતંત્રમતિથી ન ચાલે. આથી જ ભરત મહારાજાએ શ્રી આદિનાથ પ્રભુ પાસેથી મરીચિનું ભાવિમાં તીર્થંકર થવાનું સાંભળ્યું, ત્યારે તેમના ઉપર જબરજસ્ત અહોભાવ થયો છે. પરંતુ તેઓ પરિવ્રાજક વેષમાં હોવાથી, “હું તમારા પરિવ્રાજક વેશને નથી વંદતો પરંતુ ભાવિમાં તીર્થંકર થવાના છો એટલે વંદુ છું.” - એમ ખુલાસો કરીને પ્રદક્ષિણા આપે છે. આ જૈનશાસનની મર્યાદા છે. - સંઘર્ષ દશા કઈ રીતે ટળે ?