________________ 44 ભાવનામૃત: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હાવી ન થઈ શક્યા અને અંતે એના સકંજામાંથી છૂટીને તેઓ મોલે પહોંચી ગયા. . - અકલ્યાણ મિત્રો ખોટા રસ્તે-ઉન્માર્ગે ધકેલી દે છે. જ્યારે કલ્યાણમિત્રો ખોટા રસ્તેથી-ઉન્માર્ગથી પાછા વાળવાનું કામ કરી અનેક અનર્થોથી બચાવી લેવાનું કામ કરે છે. પર્યુષણાના અષ્ટાલિંકા વ્યાખ્યાનમાં કુમારનંદી અને નાગિલ શ્રાવકની વાત આવે છે. નાગિલ શ્રાવકાચારમાં અત્યંત દઢ છે. જ્યારે કુમારનંદી વિષયાનંદી છે. બંનેનો માર્ગ અલગ છે. છતાં ભવિતવ્યતાવશ બને વચ્ચે મિત્રતા છે. નાગિલશ્રાવક પોતાને કુમારનંદીનો રંગ ન લાગે તેની તકેદારી રાખે છે અને સાથે કુમારનંદીને તુચ્છક્ષણિક વિષયો પાછળ જીંદગી બરબાદ ન કરવાનું સમજાવે પણ છે. છતાં એ માનતો નથી અને અંતે હાસા-પ્રહાસા બે દેવીઓને પામવા અગ્નિમાં પડીને મરે છે અને તેમના પતિ દેવ તરીકે જન્મે છે. ત્યાં મહદ્ધિક દેવોની આગળ ઢોલ વગાડવા જેવા હલકા કામ કરવાના આવતાં વિલખો પડે છે. ત્યારે નાગિલ શ્રાવકનો દેવાત્મા એને ત્યાં પ્રતિબોધ પમાડે છે અને કર્મમળ હળવો થવાના કારણે કુમારનંદીનો આત્મા સત્રેરણા ઝીલીને માર્ગે આવે છે અને આત્મકલ્યાણ સાધે છે. એક સમયે કલ્યાણમિત્રની વાત ના માની તો અનર્થનો ભાગી બન્યો છે અને પછીથી કલ્યાણમિત્રની વાત માનવાથી એ સુખી બને છે. આથી એ વાત યાદ રાખવી કે, પુણ્યયોગે કલ્યાણમિત્ર મળ્યા પછી એની સત્વેરણાને ઝીલવામાં આવે તો જ અનર્થથી બચાય છે અને હિતના ભાગી બનાય છે. - અકલ્યાણમિત્રો જીવનમાં મુંઝવણના સમયે, આપત્તિના સમયે, કટોકટીના અવસરે ખોટું માર્ગદર્શન આપીને ઘણું મોટું નુકશાન કરી આપતા હોય છે. વિષયોને રવાડે ચઢાવીને બરબાદ કરતા હોય છે. અને કષાયની આગમાં ધકેલીને લાંબા ગાળાનું પુષ્કળ નુકશાન પહોંચાડતા હોય છે.