________________ પ્રશ્નોત્તરી જ્યારે કલ્યાણમિત્રો મુંઝવણના સમયે, આપત્તિના કાળે, કટોકટીની પળોમાં, સાચું માર્ગદર્શન-પ્રેરણા આપીને ભવિષ્ય સુધારી આપતા હોય છે. આ વિષયમાં મહાસતી મદનરેખા આદિ અનેકના ઉદાહરણો નેત્રદીપક સમાન છે. પ્રશ્નઃ કલ્યાણમિત્ર કોણ બની શકે છે? ઉત્તર : કલ્યાણમિત્ર કોઈપણ બની શકે છે. જેની પાસે બીજાનું કલ્યાણ કરવાની સૂઝ છે અને હૈયામાં પરોપકાર ભાવ છે, એવી કોઈપણ વ્યક્તિ કલ્યાણમિત્ર બની શકે છે. - તીર્થંકર પરમાત્મા તો જગતના પરમ કલ્યાણમિત્ર છે જ. - પંચસૂત્ર ગ્રંથમાં સદ્ગુરુ ભગવંતને પરમ કલ્યાણમિત્ર કહ્યાં છે. - જે કોઈ જિનવચન અને જિનવચનાનુસારી ધર્મક્રિયાઓ સુધી પહોંચાડે, તે કલ્યાણમિત્ર કહેવાય છે. - માતા, પિતા, પુત્ર, પત્ની, સ્વજન, મિત્ર અને સ્વજન તથા તે સિવાયની અન્ય કોઈ પણ વ્યક્તિ પરસ્પર કલ્યાણમિત્ર બની શકે છે. - ચંડકૌશિક નાગ માટે શ્રીવીર પરમાત્મા કલ્યાણમિત્ર બન્યા હતા. - આર્યરક્ષિત માટે તેની માતા કલ્યાણમિત્ર બની હતી. - કાલસોરિકના પુત્ર સુલસને માટે શ્રીઅભયકુમાર મંત્રી કલ્યાણમિત્ર બન્યા હતા. - મદનરેખા પોતાના પતિ યુગબાહુની કલ્યાણમિત્ર બની હતી. - મયણા પોતાના પતિ શ્રીપાલની કલ્યાણમિત્ર બની હતી. - શ્રીઅનાથિમુનિ શ્રેણિક મહારાજાના કલ્યાણમિત્ર બન્યા હતા. - આમ જે કોઈ વ્યક્તિ કલ્યાણના માર્ગે પહોંચાડે, તે કલ્યાણમિત્ર કહેવાય છે. - ભરત મહારાજાએ પોતાને ચેતવવા માટે 10 શ્રાવકોની (કલ્યાણમિત્રોની) ગોઠવણ કરી હતી. તેઓ રાજ્યસિંહાસન ઉપર બેસે,