________________ 112 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તેજની હાજરી હોવા છતાં પણ ભમે છે. માટે હું આ જીવોને આ દુઃખમાંથી તે-તે જીવોની યોગ્યતા મુજબ તારૂં.” એ ભાવનાથી વરબોધિથી યુક્ત, કરુણાદિ ગુણોથી સંપન્ન, સદા પરાર્થવ્યસની એવા તે બુદ્ધિમાન જીવ, વધતા ઉદયપૂર્વક તે પ્રમાણે ચેષ્ટા કરે છે. અને તે તે રીતે બીજાનું કલ્યાણ કરવા દ્વારા શ્રેષ્ઠ પરોપકારનું સાધન, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. (44) સર્વ જીવોની સાથે મૈત્રી એ પ્રતિક્રમણ આવશ્યકનું એક પરમ અંગ છે એમ અહીં કહ્યું છે. खमोमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे। मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणइ // - હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને ખમાવે. મને કોઈના માટે પણ વૈર નથી. પરંતુ સર્વ જીવો ઉપર મૈત્રી છે. टि०- सर्वसत्त्वेषु मैत्रीभावं-परहितचिन्ता-लक्षणामुत्पादयति, ततो मैत्रीभावमुपगतश्चापि जीवः भावविशुद्धिः, रागद्वेषविगमरूपां कृत्वा निर्भयः इह लोकादिभयविकलो भवति अशेषभयहेत्वभावात् शेषं च कर्म क्षपयति // - શ્રી ૩ત્તરાધ્યયનવૃત્તિઃ પૃ.૬૮૬ પરહિત ચિંતાસ્વરૂપ સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ ઉત્પન્ન કરે છે અને મૈત્રીભાવને પામેલો જીવ, રાગદ્વેષનાં વિગમ-સ્વરૂપ, ભાવવિશુદ્ધિને પામીને આ લોક અને પરલોકના ભયથી રહિત બનીને નિર્ભય બને છે. ત્યારબાદ સંપૂર્ણભયનો અભાવ થવાથી બાકીના કર્મો પણ ખપાવી દે છે. (45) भावसामम्- आओवम्मेण सव्वसत्ताणं दुःखस्स अकरणं, अकरणं नाम परिहरणं, सामेण ताव जिन्हाइ-मधुरेणेत्यर्थः / अतः सव्वसत्तेसु महुरभावत्तणं भावसामं / - श्री आवश्यकचूर्णि-सामायिक व्याख्या पृ.६०६ ભાવસામ્ય એટલે મધુર પરિણામ વડે આત્મસમાન સર્વ સત્ત્વોને દુઃખ ન પમાડવું. અર્થાત્ દુઃખનો નાશ કરવો. (46) अनुकंपाप्रवणचित्तो जीवा सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वात् / - श्री आवश्यक-मलयगिरिवृत्ति-पृ.४६० અનુકંપાથી યુક્ત ચિત્તવાળો જીવ, શુભપરિણામવાળો થવાથી સામાયિકને પામે છે.