________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે. સર્વ જીવોના હિતનું ચિંતન કરવાનું છે. - પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. માધ્યશ્યભાવનાનો વિષય અવિનિત-બુદ્ધિવાળા પાપી જીવો છે અને - કરુણા ભાવનાનો વિષય શારીરિક અને માનસિક રીતે દુઃખી જીવો છે. મૈત્યાદિ ભાવના ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે H દસવિધ યતિધર્મ (દસ પ્રકારનો ધર્મ) એ કલ્પવૃક્ષ છે અને મૈત્ર્યાદિ ચાર ભાવના એના મૂળ છે. શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, “ધર્મદુમસ્થતા, મૂત્ન મૈચાવિભાવનાઃ | यैर्न ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः // 2-7 // " - મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ જાણવું. જે જીવોએ આ ચાર ભાવનાઓ જાણી નથી અને આ ચાર ભાવનાઓ અભ્યસ્ત કરી નથી - જીવનમાં ઉતારી નથી, તેઓને તે કલ્પવૃક્ષ સમાન ધર્મ મળવો અતિશય દુર્લભ છે. આથી ધર્મને પરિણામ પમાડવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓને યથાર્થપણે જાણવી જોઈએ અને જીવનમાં એ ચારે ભાવનાઓને અભ્યસ્ત કરવી જોઈએ. જીવનમાં ડગલે ને પગલે અનેક વ્યક્તિઓ નજર સામે આવવાની છે અને આપણા સાથે અનેક પ્રકારે જોડાવાની છે. તેવી અવસ્થામાં આપણે આપણા ચિત્તરત્નને દૂષિત ન કરવું હોય તો ચાર ભાવનાઓ અભ્યસ્ત કરી લેવી જોઈએ. અહીં ચારે ભાવનાની આંશિક રૂપરેખા જોઈ. એનું આંશિક સ્વરૂપ અને ધર્મજીવનમાં એની આવશ્યક્તા અંગે વિચારણા કરી. હવે ચારે ભાવના અંગે ક્રમશઃ વિસ્તારથી વિચારણા કરીશું.