________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના જે હિતમતિમૈત્રી | અન્ય જીવોને વિશે હિતની મતિ રાખવી તે મૈત્રી છે. અર્થાત્ અન્ય જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તેને મૈત્રી ભાવના કહેવાય છે. જગતના સર્વ જીવોનું હિત થાઓ, કોઈનું પણ અહિત ન થાઓ, આવી હૈયાની સંભાવનાને મૈત્રી ભાવના કહેવાય છે. મૈત્રીભાવનાથી વાસિત ચિત્તવાળાની સર્વજીવો પ્રત્યે હિતબુદ્ધિ કેવી હોય, તે જણાવવાની સાથે મૈત્રીભાવનાનું સાચું સ્વરૂપ જણાવતાં શ્રી યોગશાસ્ત્ર માં કહ્યું છે કે, "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत कोऽपि दुःखितः / મુક્યતાં નવગ્રેષા, મતિમૈત્રી નિદાતે 4-228" - “જગતના કોઈપણ જીવો પાપ ન કરે, કોઈપણ જીવ દુઃખી ન થાય અને આખું ય વિશ્વ મુક્ત થાય-મોક્ષને પ્રાપ્ત કરે” - આવી બુદ્ધિને મૈત્રી કહેવાય છે. અર્થાત્ “જગતના સર્વ જીવો સુખી થાઓ, કોઈને પણ દુઃખ ન થાઓ, દુઃખના નિમિત્તભૂત પાપોથી સર્વ જીવો મુક્ત થાઓ અને એકાન્તિક તથા આત્મત્તિક સુખના ધામ એવા મોક્ષને સૌ જીવો પામો” - આવી નિર્દભ સર્વ જીવ વિષયક સદ્ભાવના હોવી એ મૈત્રીભાવના છે. જગતના સર્વે જીવો પ્રત્યેનો આ નિર્ભેળ-સ્વાર્થ વિહોણો વાત્સલ્યભાવ છે - અકૃત્રિમ સ્નેહનો પરિણામ છે. | સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં આવે અને તેમના પ્રત્યે વાત્સલ્ય પ્રગટે તો તેમના હિતની ચિંતા સ્વયમેવ પ્રગટે છે. જેનાથી મૈત્રીભાવના પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું કે, સર્વ જીવોનું આત્યંતિક હિત મોક્ષમાં છે. તેથી સર્વ જીવો મોક્ષમાં પહોંચે, તેમાં અંતરાય બનતા તેમના પાપકર્મો નાશ પામે અને પાપ કરવાની તેઓની વૃત્તિ નાશ પામે, આવી સંભાવના