Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004973/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 Cીરીની સહાય કલ્યાણની પણાને ભાગ-૧ ( 0 0 0 : વિવેચનકાર ? Jain Education Internat@IRIS Rye, SIGRIRIURE LR www.amelintary, org Jain Education Internati Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોત્યુ ણે સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય શીશીના સથવાર કલ્યાણની પુથારી (ભાગ-૧, પ્રથમ બે બત્રીશી) મહોપાધ્યાય શ્રીમદ્ દ્યશોવિજયજી મહારાજ રચિત દ્વાન્નિશ દ્વાર્નાિશિકા ગ્રન્થના આધારે લોકભોગ્ય વિવેચનકાર : શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિતુ-જયશેખરસૂરિ શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ 1 પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૬૩ મૂલ્ય : રૂા. ૩પ-૦૦ પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ નોંધ: જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને ગૃહસ્થોએ માલિકીમાં રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું. ભરત ગ્રાફિક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ international Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે... ના પ્રથમ ૧૪ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુકરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડીને શ્રાવક-શ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર શ્રી જે. મૂર્તિ. જૈન સંઘ, કુરારવિલેજ, મલાડ (ઇસ્ટ)ને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે..... દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ A Private & Personal Use Only www.jainelil gorg Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સર્વજ્ઞકથિત અને ગણધર ગુમ્મિત પદાર્થો અદ્ભૂત-અલૌકિકઅનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત ક્ષયોપશમ મળે. એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદ્ભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજે પુનઃ પુનઃ પ્રેરણા કરી...ને પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના પ્રથમ બે બત્રીશીના ૧૪ લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ. સા., શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના... પ્રભુશાસનની અનુપમ વાતોને સ૨ળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. 卐 વૈ. સુ. ૧, ૨૦૬૩, પાંચગની પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર શ્રી શ્વે. મૂર્તિ. જૈન સંઘ-કુરારવિલેજ શ્રી ધર્મસૂરિ માર્ગ, મલાડ (ઇસ્ટ) ફરી ફરી અભિનંદન ગુરુપાદપદ્મરેણુ અભયશેખર WWE. Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન જે આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ જો શ્રી જૈનશાસનની હિતકર વાતો સરળ ભાષામાં જાણવા મળી..સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ આ પુસ્તક વાંચશો... બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે. પછી ત્યાંના સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું...જો કોઈએ પોતે પોતાની પાસે | રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી. પ્રાપ્તિ (૧) પ્રકાશક સ્થાન (૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ (૩) મોક્ષરૂચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩, ફોન : (૦૨૬૧) ૨૪૩૦૩૪૨ (૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેન્શન રોડ, કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ cation International www.jain Page #6 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે, કલ્યાણની પગથારે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુને યાદ કરીને, કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આ. શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના સાતત્યપૂર્ણ પ્રેમાળ આગ્રહને અનુસરીને હું આ લેખમાળાનો પ્રારંભ કરી રહ્યો છું. શ્રી અર્જુ નમઃ તસ્મૈ શ્રીગુરવે નમઃ ૐ નમઃ મહાજનો યેન ગતઃ સ પન્થાઃ.... મહાજન જે માર્ગે ગયેલ હોય તે જ માર્ગ પાછળના અનુયાયીઓ માટે સફળ થનાર સરળ માર્ગ હોય છે. તાર્કિક શ્રેષ્ઠ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે બત્રીશ શ્લોકની બનેલી બત્રીશી રચી. અષ્ટક, ષોડશક, વિંશિકા અને પંચાશક જેઓના હાલ પણ ઉપલબ્ધ છે તે ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ બત્રીશી રચી હશે એવી કલ્પના અશક્ય નથી. કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે પણ બત્રીશીઓ રચી છે. સ્વનામધન્ય આ મહાજનોએ કંડારેલા આ માર્ગે ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ પદાર્પણ કરીને એક નહીં, બે નહીં... પણ પૂરી બત્રીશ બત્રીશીઓની હૃદયંગમ રચના કરી છે. ગ્રન્થના નામ મુજબ બત્રીશ પ્રકરણો... ને દરેક પ્રકરણમાં બત્રીશી-બત્રીશ મૂળ શ્લોકો છે, ન ન્યૂન ન અધિક. આમાં વળી એક વિશેષતા છે, દરેક પ્રકરણના છેલ્લા-બત્રીશમા શ્લોકમાં ‘પરમાનન્દ' શબ્દ વણાયેલો છે. આ મૂળગ્રન્થ પર પોતે જ તર્કગર્ભિત શૈલિથી એક વિવેચન Page #7 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સંસ્કૃત ભાષામાં લખ્યું છે, જેનું નામ છે - ‘તત્ત્વાર્થદીપિકા'. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જિજ્ઞાસુઓ આ મજાના ખજાનાથી વંચિત ન રહે એ માટે ગુજરાતી વિવેચન પણ આ ગ્રન્થનાં પ્રકાશિત થયા છે. છતાં તર્કશૈલિથી અપરિચિત અને ઊંડાણથી શાસ્ત્રીય પદાર્થોના અજાણ ભાવુકોને પણ કંઈક બોધ મળે એ માટે આ લેખમાળા છે. એટલે, ઉપર્યુક્ત મૂળ અને વિવેચન ગ્રન્થને અનુસરીને લખાણ કરવાનું હોવા છતાં એમાંના તર્કપૂર્ણ ચર્ચાવાળા અધિકારોને આ લેખમાળામાં લેવા નથી.. ને એ સિવાય પણ જે લેવા છે તે લોકભોગ્ય બની શકે એ રીતે - એટલા પ્રમાણમાં લેવા છે, તે જાણવું. ૨ જેની જાણકારી અનેક રીતે સ્વ-પરને હિતકર બની શકે એવા ઢગલાબંધ શાસ્ત્રીય પદાર્થો ગ્રન્થકારના મનમાં રમે છે. એમાંથી અનેક પદાર્થોનું નિરૂપણ કરવું છે. પણ પ્રારંભ શાનાથી કરવો ? ને ગ્રન્થકારે પસંદગીનો કળશ ઢોળ્યો 'દાન' પર. શા માટે ? એટલા માટે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાંથી ધર્મપુરુષાર્થ શેષ ત્રણ પુરુષાર્થોના કારણભૂત છે, ને તેથી જ એનો સૌ પ્રથમ ઉલ્લેખ છે. વળી, આ ધર્મ પણ દાન, શીલ, તપ અને ભાવ... આમ ચાર પ્રકારનો છે. એમાં દાન ધર્મ સૌ પ્રથમ છે. આશય એ છે કે આ ચારેય પ્રકારનો ધર્મ કરવા માટે અનુક્રમે ધન, ઇન્દ્રિય, દેહ અને મન પ્રત્યેનું આત્માનું અનાદિકાળથી જે આસક્તિનું વલણ છે, તેને બદલવું વિશેષરૂપે આવશ્યક હોય છે. વળી આ ચારમાં મન એ આત્માની સહુથી નજીક છે, શરીર, મનની અપેક્ષાએ કંઈક દૂર છે. ઇન્દ્રિયો શરીર કરતાં પણ વધારે દૂર છે.. જ્યારે ધન, આ ત્રણ કરતાં આત્માથી સૌથી વધારે દૂર છે. એટલે જ, મન કરતાં શરીર પ્રત્યેનું વલણ બદલવું કંઈક સ૨ળ છે.. ને એના કરતાં પણ ક્રમશઃ ઇન્દ્રિય અને ધન પ્રત્યેનું વલણ બદલવું ઉત્તરોત્તર સરળ છે. આ અપેક્ષાએ એમ કહી શકાય છે કે દાનધર્મ સહુથી Page #8 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૧ સહેલો છે, શીલ ધર્મ એના કરતાં અઘરો છે, તપ ધર્મ એના કરતાંય અઘરો છે અને ભાવધર્મ સહુથી અઘરો છે. માટે દાનધર્મ સહુથી પ્રથમ છે. વળી, ઘણું ખરું જીવો સુપાત્રદાન કે અનુકંપાદાન દ્વારા ધર્મમાં પ્રવેશ પામે છે, જેમકે ધનાસાર્થવાહ, નયસાર, મેઘકુમારનો જીવ હાથી... વગેરે. માટે પણ દાનધર્મ સહુથી પ્રથમ છે. એટલે દાન ધર્મ એ શ્રેષ્ઠ મંગળ રૂપ છે. તેથી ગ્રન્થકાર સહુથી પ્રથમ આ દાનધર્મ પર પ્રકાશ પાથરનાર દાન બત્રીશીથી ગ્રન્થનો પ્રારંભ કરે છે. શંકા ‘દાન’ પરમમંગલરૂપ છે, એ તો સમજ્યા. પણ એટલા માત્રથી એને જ પ્રારંભમાં કહેવાની શી જરૂર ? - સમાધાન સારાં કામમાં સો વિઘન...' ગ્રન્થરચના તો એક અત્યંત સારું કાર્ય છે.. એ શી રીતે ? આ રીતે - જીવનું સંસાર ભ્રમણથી લઈને નાનું મોટું જે કાંઈ દુઃખ હોય છે એ બધાના મૂળમાં કર્મ છે... આ કર્મોનો નાશ કરનાર કોઈ અમોઘ સાધન હોય તો એ તપ છે. આ તપ બાર પ્રકારનો છે. પણ એમાં સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી' એવું જ્ઞાનીઓનું ટંકશાળી વચન છે. એટલે, ગ્રન્થરચના વગેરે રૂપ સ્વાધ્યાયથી ઢગલાબંધ પાપોનો નાશ થાય છે. માટે ગ્રન્થરચના વગેરે સારાં કાર્યરૂપ છે. એટલે એમાં સંભવિત વિઘ્નો આવા શુભકાર્યને ખોરંભે ન પાડી દે એ માટે પ્રારંભે મંગલ કરવું આવશ્યક હોય છે. શંકા - ગ્રન્થકારને કોઈ બિમારી આવી જાય અથવા અન્ય કોઈ ચિંતા આવી જાય તો ગ્રન્થરચના અટકી જાય.. એટલે આ બધું વિજ્ઞરૂપ કહેવાય એ બરાબર છે. પણ જ્યારે ગ્રન્થરચનાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તો આવું કોઈ વિષ્ર છે નહીં. એટલે જે હજુ ઉત્પન્ન જ થયું નથી, એનો મંગળ કરવાથી નાશ શી રીતે થઈ શકે? ૩ સમાધાન તમારી વાત સાચી છે. ગ્રન્થના પ્રારંભકાળે બિમારી વગેરે કશું નથી. છતાં, ભવિષ્યમાં બિમારી વગેરે જેનાથી - Page #9 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે થાય એવા પૂર્વે બાંધેલા અશુભકર્મો તો એ વખતે પણ હોય જ છે ને વાસ્તવિક વિઘ્ન પણ એ જ છે. કારણ કે એ હોય તો જ બહારથી બિમારી વગેરે કશા પણ દ્વારા ગ્રન્થરચનામાં વિઘ્ન આવે છે. આ પાપકર્મરૂપ વિપ્નનો નાશ કરવા માટે ગ્રન્થના પ્રારંભે શિષ્ટપુરુષો મંગળ કરતા હોય છે. વળી, આજ સુધીમાં આવા સેંકડો શિષ્ટપુરુષોએ વિના અપવાદ આ રીતે સ્વ-સ્વ ગ્રન્થપ્રારંભે મંગળ કર્યું હોવાથી, આ રીતે મંગળ કરવું એ એક શિષ્ટાચાર બન્યો છે. એટલે જ કોઈ વિશિષ્ટજ્ઞાની દ્વારા કદાચ નિર્ણય મળી જાય, કે “સ્વ-પરનું કલ્યાણ કરનારા તમારા આ પ્રસ્તુત કાર્યમાં તમને કોઈ વિઘ્ન આવવાનું નથી” તો પણ આ શિષ્ટાચારના પાલન માટે પણ મંગળ કરવું જ જોઈએ. કારણ કે શિષ્ટ પુરુષ જ એ છે કે જે પૂર્વપુરુષોના વચનોનું કે જગના સવ્યવહારોનું અનુશાસન માથે રાખે. એટલે જો પોતે મંગળ ન કરે તો તો શિષ્ટ પુરુષોમાંથી પોતાનો નંબર જ નીકળી જાય જે દુન્યવી મોટાં મોટાં નુકશાન કરતાં પણ ખૂબ જ મોટું નુકશાન છે. જેમના બધા જ વિપ્ન (અંતરાય) કર્મ ક્ષીણ થઈ ગયા છે એવા શ્રી તીર્થંકરદેવો પણ દેશનાના પ્રારંભે જો “નમો તિત્યસ્ત કહીને મંગળ કરે છે તો બીજા છદ્મસ્થ શિષ્ટપુરુષોએ તો વિચાર જ શું કરવાનો હોય ? અને આ વાત યોગ્ય પણ છે જ, કારણ કે મારે કોઈ વિપ્ન જ ન હોવાથી મંગળ કરવાનું કોઈ પ્રયોજન નથી” આ વાત ગ્રન્થકાર જાણે છે, ભવિષ્યમાં આવનારી પેઢીઓ તો જાણવાની નથી. એટલે એ અનુગામીઓ તો મંગળ નહીં કરેલું જાણી, “મંગળ ન કરીએ તો પણ ચાલે.” એવું સમજી મંગળ ન પણ કરે.. અને તો પછી મંગળ કરવાની એક કલ્યાણકારી પરંપરાનો વિચ્છેદ થઈ જાય. તથા, એ અનુગામીઓને વિપ્ન હોવાની પણ સંભાવના હોવાથી, વિપ્ન દ્વારા કલ્યાણકર કાર્ય અધૂરૂં પણ રહી જવાની શક્યતા - આવા Page #10 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૧ નુકશાનને ટાળવા માટે જ, માત્ર માનસિક નમસ્કારાદિથી (ભાવનમસ્કારાદિથી) જ મંગળ થઈ જવું શક્ય હોવા છતાં, ગ્રન્થકારો પોતાના શિષ્યો વગેરેને પણ એ કરવાનો ખ્યાલ આવે એ માટે, માત્ર માનસિક મંગળ ન કરી લેતાં, ગ્રન્થમાં જ મંગળને જોડી દે છે. એટલે નક્કી થાય છે કે જેમ વિધ્વંસ કરવાનું પ્રયોજન હોવાથી મંગળ ક૨વાનું હોય છે એમ શિષ્ટાચારનું પાલન થાય એ પ્રયોજનથી પણ એ ક૨વાનું જ હોય છે. અને જેઓ શિષ્ટ છે એમને તો, બીજું કોઈ પ્રયોજન ન હોય ત્યારે પણ આ શિષ્ટાચારનું પાલન થાય એ પ્રયોજન તો હોય જ છે. એટલે જ, અમુક ચોક્કસ વ્યક્તિને કે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં, વિવક્ષિત પ્રયોજન ન હોય તો પણ “મને આ આચરણની જરૂર નથી'' કે ‘હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ આચરણની જરૂર નથી' આ રીતે વિચારી શિષ્ટપુરુષ એ શિષ્ટાચારને ફગાવી શકે નહીં. ૫ એટલે જ બળાભિયોગની શંકા ન હોય ત્યારે પણ ઇચ્છાકાર કરવો જ જોઈએ એવું જ્ઞાનીઓ કહે છે. આશય એ છે કે સામાન્ય રીતે તો સાધુઓએ પોતાનું કામ અન્યને ભળાવવાનું હોતું નથી.. પણ એવું કોઈ પ્રબળ કારણ આવે તો પોતાનાથી નાના મહાત્માને ભળાવી શકાય છે. પણ એ વખતે તેઓ એ નાના મહાત્માને જો આ રીતે કહે કે “મારું આ કામ કરી આપો”, તો કદાચ એ નાના મહાત્માને મનમાં આવો વિચાર આવી શકે કે પોતે મોટા છે, માટે આજ્ઞા (ઑર્ડર) કરીને મારી પાસે કરાવે છે’’ અથવા ધાકધમકીથી કરાવે છે.” આવો વિચાર એમના મનમાં પીડા ઉપજાવે એ સ્પષ્ટ છે. નાના પણ મહાત્માને આવી પીડા ઉપજે એ, અંકેન્દ્રિય જીવોને પણ પીડા ન પહોંચે એની કાળજી રાખનારા સાધુ ભગવંતને શી રીતે પોષાય ? એટલે આવી આજ્ઞા-બળાભિયોગ (ધાકધમકી)ની શંકાથી થના૨ પીડાને ટાળવા માટે જ્ઞાનીઓએ આવો વિધિ બતાવ્યો છે કે Page #11 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નાના મહાત્માને પોતાનું કામ ભળાવતી વખતે ઈચ્છાકાર કરવો... અર્થાત્ “તમે મારું કામ તમારી ઇચ્છાપૂર્વક (ઈચ્છા હોય તો) કરી આપશો ?” આ રીતે ઇચ્છાકાર કરવામાં સામા મહાત્માને ઉપર જણાવેલી પીડા ઉપજે નહીં, એ સ્પષ્ટ જ છે. હવે, ક્યારેક એવું બને કે, એક મહાત્મા કારણવશા પોતાનું કામ બીજાને ભળાવવા ઇચ્છાકાર કરી રહ્યા છે, એ જોઈને કોઈ ત્રીજા મહાત્મા સામેથી એમની પાસે કામ માગે છે કે “તમારી ઇચ્છા હોય તો હું આ કામ કરી આપું.” આવા અવસરે આજ્ઞા-બળાભિયોગશંકાજન્ય પીડા થવાની સંભાવના જ ન હોવાથી એવી પીડાના પરિહારનું પ્રયોજન રહેતું નથી. તેમ છતાં, એ પ્રથમ મહાત્માએ એ ત્રીજા મહાત્માને ઈચ્છાકાર કરવો જ એમ જ્ઞાનીઓએ કહ્યું છે ને એ કરવા પાછળ “શિષ્ટાચારનું (મર્યાદાનું) પાલન કરવા માટે કરવો” આવું પ્રયોજન દેખાડ્યું છે. આમ નિશ્ચિત થયું કે કલ્યાણકારી કોઈ પણ કાર્યના પ્રારંભે, સંભવિત વિપ્નના નાશ માટે અને શિષ્ટાચારના પાલન માટે મંગળ કરવું જોઈએ. એટલે ગ્રન્થકાર શ્રીયશોવિજયજી મહારાજ પણ, પરમમંગળરૂપ દાનધર્મનું સહુ પ્રથમ નિરૂપણ કરે છે. દાનના બે પ્રકાર છે – અનુકંપાદાન અને સુપાત્રદાન. અનુકંપાદાન ભૌતિક સમૃદ્ધિને આપનારું હોય છે ને સુપાત્રદાન મોક્ષ સંપત્તિને આપનારું હોય છે. જો કાળ, ભવિતવ્યતા વગેરે અનુકૂળ ન હોય તો અનુકંપાદાન સાંસારિક સુખ આપીને અટકી જાય છે. પણ જો કાળ વગેરે પાકી ગયા હોય તો અનુકંપાદાન એવું પુણ્ય બંધાવી આપે છે જેના પ્રભાવે માનવભવ, આર્યકુલ, જૈનધર્મ વગેરેની પ્રાપ્તિ દ્વારા આત્માનો અભ્યદય થાય છે જે ક્રમશઃ જીવને મોક્ષ સુધી પહોંચાડે છે. જેમકે મેઘકુમારનો જીવ હાથી. આગમમાં દાન માટે આવો જે વિધિ બતાવ્યો છે કે, “વિશેષ કારણ ન હોય તો સુપાત્રને શુદ્ધદાન આપવું, વિશેષ કારણ હોય તો અશુદ્ધ પણ અપાય, કુપાત્રને દાન ન Page #12 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૧ અપાય...” તે મોક્ષ માટે કરાતા દાન અંગે છે. અનુકંપાદાનનો તો શ્રીજિનેશ્વરદેવોએ ક્યાંય નિષેધ કર્યો નથી. આવું જે શાસ્ત્રમાં આવે છે એના પરથી પણ જણાય છે કે અનુકંપાદાન એ મોક્ષ માટે કરાતું દાન નથી, અથાત્ અનુકંપાદાન મોક્ષફળ માટે હોતું નથી. જ્યારે સુપાત્રદાન માટે શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે – સુપાત્રદાન બોધિપ્રાપ્તિ દ્વારા મોક્ષલક બને છે” એટલે જણાય છે કે સુપાત્રદાન મોક્ષ સુધીનાં ફળ આપનાર હોય છે. જે અનુકંપાને પાત્ર હોય એમને અનુકંપાદાન આપવું જોઈએ અને જે ભક્તિનું પાત્ર હોય એમને સુપાત્રદાન આપવું જોઈએ. આમાં વૈપરીત્ય કરનારને અતિચાર લાગે છે. આશય એ છે કે જે અનુકંપાનું પાત્ર છે એને સુપાત્ર માનવું (અર્થાત્ ભક્તિનું પાત્ર માનવું) અને જે સુપાત્ર છે એને અનુકંપાનું પાત્ર માનવું (અર્થાત્ દયા-દાન કરવા યોગ્ય માનવા) એ વિપરીત બુદ્ધિ છે, એનાથી અતિચાર લાગે છે. શંકા - અનુકંપાના પાત્ર એવા ભિખારી વગેરેને સુપાત્ર માનવામાં તો વિપરીત બુદ્ધિ હોવાથી અતિચાર લાગે એ સમજાય એવું છે. પણ સુપાત્રમાં અનુકંપાની પાત્રતા જોવી એ કાંઈ વિપરીત નથી. રોગ, ભૂખ, થાક વગેરેની પીડાથી દુઃખી થયેલા સાધુ ભગવંત પ્રત્યે “હું એમનું આ દુઃખ દૂર કરું” એવી દયા ઉભરાય તો એમાં ખોટું શું છે? સમાધાન - આ દયા ઉભરાય એમાં તો કશું ખોટું નથી... પણ, “હું દયા કરનારો ને તેઓ દયાપાત્ર.” એટલે “હું ઊંચો ને તેઓ હીન (નીચા)” આવી બુદ્ધિ જો પેદા થાય તો એ તો ખોટી છે જ. આશય એ છે કે સામાન્ય રીતે જેઓ દયાપાત્ર હોય છે તે ભિખારી, હોસ્પિટલના દર્દી વગેરે અંગે “આ બધા બિચારા છે” “આ બધા દુઃખી છે ને હું એમનો ઉદ્ધારક છું” આવી રીતે હીનપણાની બુદ્ધિ થતી જ હોય છે. આવું વારંવાર થવાથી, “જ્યાં જયાં દયાપાત્રતા Page #13 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય ત્યાં ત્યાં હીનપણું-બિચારાપણું હોય' એવો નિયમ ન હોવા છતાં, દયાપાત્રતાની સાથે બિચારાપણું જાણે કે જોડાઈ જાય છે. અને તેથી, સાધુ વગેરે સુપાત્રમાં પણ જ્યારે બિમારી વગેરેના કારણે દયાપાત્રતા જોવા મળે છે ત્યારે બિચારાપણાની બુદ્ધિ પણ આવી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. પણ વસ્તુતઃ એમનામાં હીનપણું હોતું તો નથી. માટે એ વિપરીતબુદ્ધિરૂપ હોવાથી અતિચાર લગાડનાર બને જ છે. જો કોઈ સાવધ રહે અને આવી બુદ્ધિ પેદા ન થવા દે, માત્ર દયા જ એના દિલમાં વિલસ્યા કરે, તો અતિચાર લાગતો નથી એ સમજાય એવું છે. એટલે જ, ‘આચાર્ય ભગવંત પર અનુકંપા કરવામાં આવે તો મહાભાગ્યશાળી એવો આખો ગચ્છ અનુકંપા કરાયેલો થાય છે’' આવુ અષ્ટક પ્રકરણ ગ્રન્થમાં જે કહ્યું છે એનાથી જણાય છે કે “આ આચાર્ય ભગવંત તો મારા કરતાં ઘણા મહાન છે, હું એમની આગળ કાંઈ નહીં’ આવી બુદ્ધિ અક્ષત રહેતી હોય, તો એમના પ્રત્યે પણ અનુકંપા હોવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન : ક્ષુધાની પીડા વગેરે કારણે જ સાધુઓને ગોચરી કરવાની હોય છે. એટલે સાધુ ભગવંત વહોરવા નીકળે તો શ્રાવકોને ‘‘તેઓને ભૂખની પીડા ઊભી થઈ છે'' આવો વિચાર આવવો શક્ય હોવાથી, પછી “તેઓની આ પીડા હું દૂર કરું' એવી અનુકંપા પણ પ્રાયઃ જાગે જ અને તેથી તેઓ સાધુને આહારાદિનું જે દાન કરશે તે અનુકંપાદાન રૂપ જ બનવાથી સુપાત્રદાન જેવું કશું રહે જ શી રીતે ? ઉત્તર ઃ તમારી વાત સાચી છે. પણ જેઓ ઉપર કહ્યા પ્રમાણે સુપાત્ર અંગે પણ અનુકંપાનો સંભવ માને છે તેઓના મતે અનુકંપાદાન અને સુપાત્રદાનની વ્યાખ્યા જુદા પ્રકારની છે. ‘“હું આમને આહારઔષધ વગેરેનું દાન કરું જેથી એમનું ભૂખ-રોગ વગેરેનું દુઃખ દૂર થાય'' આવી બુદ્ધિથી જે દાન અપાય તે અનુકંપાદાન છે. આ સાધુ ભગવંત સંયમી છે, તપસ્વી છે, ગુણિયલ છે. એમને આહારાદિનું દાન Page #14 -------------------------------------------------------------------------- ________________ - - બત્રીશી-૧, લેખાંક-૧ કરું તો મારામાં પણ સંયમ વગેરે ગુણો આવે.. મારું આત્મકલ્યાણ થાય. મારાં પાપોનો નાશ થાય.. આવી સ્વઉદ્ધારની બુદ્ધિથી સુપાત્રને જે દાન અપાય તે સુપાત્રદાન. એટલે સાધુભગવંતોને, એમના ભૂખ વગેરે દુઃખો જોઈને દ્રવીને, એ દુઃખ દૂર કરવાના ઉદ્દેશથી જો દાન અપાય તો એ અનુકંપાદાન બને. (હા, જો એ વખતે ભેગી હનપણાની બુદ્ધિ પણ આવે તો અતિચાર લાગે જ એ સ્પષ્ટ છે.) અને જો, સાધુ ભગવંતમાં રહેલા સંયમ વગેરે ગુણોને જોઈને, “આ ગુણો મારામાં પણ આવે એવા ઉદેશથી દાન અપાય તો એ સુપાત્રદાન બને. પ્રશ્નઃ પણ જેઓ સુપાત્ર અંગે ભક્તિ જ માને છે, અનુકંપા માનતા નથી, એમના મતે તો, અષ્ટક પ્રકરણમાં જે કહ્યું છે કે આચાર્ય ભગવંતની અનુકંપા કરવાથી મહાભાગ્યશાળી એવા આખા ગચ્છની અનુકંપા થાય છે” તે અસંગત જ ઠરી જશે ને ? ઉત્તર : ના, એ વખતે આ અનુકંપા શબ્દનો અર્થ દયાકરૂણા ન કરતાં “ભક્તિ કરવો. એટલે કે “આચાર્ય ભગવંતની ભક્તિ કરવાથી આખા ગચ્છની ભક્તિ થઈ જાય છે” એવો એ વાક્યનો અર્થ કરવો, તેથી કશી અસંગતિ રહેશે નહીં. પ્રશ્ન:પણ, આ રીતે “અનુકંપા” શબ્દનો અર્થ “ભક્તિ કરી શકાય? ઉત્તર : હા, કરી શકાય. સર્વશાસ્ત્રશિરોમણિ શ્રીકલ્પસૂત્રના ચોથા વ્યાખ્યાનમાં વપરાયેલા “અનુકંપા શબ્દનો “ભક્તિ અર્થ કરવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુ ત્રિશલામાતાની કુક્ષિમાં સ્થિર જે થઈ ગયા તે માટે માયાળુપણાઈ આવો શબ્દપ્રયોગ કર્યો છે. અર્થાત્ માતા પ્રત્યેની અનુકંપાથી પ્રભું સ્થિર થઈ ગયા. આમાં, માતા પ્રત્યે કાંઈ દયા ન હોય. પણ ભક્તિ હોય એ સ્પષ્ટ છે એટલે અનુકંપા' શબ્દનો અર્થ ભક્તિ કરવામાં આવે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ લેખાંક દુઃખિયારા જીવનો દુ:ખમાંથી | ઉદ્ધાર કરવો એ અનુકંપા છે, એ ગયા લેખમાં આપણે જોઈ ગયા. પ્રશ્ન : એક કિશોરને સંગ્રહણીનો રોગ થયેલો છે. દૂધ - દૂધપાક વગેરે ખાવાની વૈદે સ્પષ્ટ ના પાડી છે. ઘરમાં કોઈક પ્રસંગે જમણવારમાં દૂધપાક બનાવેલો છે. પણ મા ખાવા નથી આપતી, માટે એ ઘણો દુઃખી થયેલો છે. એના દુઃખને દૂર કરવા માટે એનો મોટોભાઈ એને દૂધપાક આપે તો એ પણ શું અનુકંપા કહેવાશે? કારણકે આમાં પણ એનું દુઃખ દૂર કરવાની બુદ્ધિ છે ને એ દુઃખ દૂધપાક આપવાથી દૂર પણ થાય જ છે. ઉત્તર : ના, આને અનુકંપા તો નહીં જ કહેવાય, ઉપરથી અવિવેક કહેવાય, એ વાત કોઈપણ સુજ્ઞ સ્વીકારશે. પ્રશ્ન : પણ તમે જે વ્યાખ્યા આપી છે એને અનુસરીને તો આ અનુકંપા રૂપ બને જ છે ને ? ઉત્તર : હા, પણ એટલે જ એ વ્યાખ્યામાં સુધારો જરૂરી છે. જે દુઃખ નિવારવું છે એના કરતાં અધિક દુઃખ પેદા ન થઈ જાય એ રીતે એ દુઃખ નિવારવું એ અનુકંપા છે. એ કિશોરને તો દૂધપાકથી સંગ્રહણીનો રોગ વકરવાથી દુઃખ અનેક ગણું વધી જવાનું છે, માટે અનુકંપા રૂપ શી રીતે બને ? પ્રશ્ન પણ તો શું એ ટળવળતો હોય... રોતો હોય તો પણ એવું દુઃખ દૂર ન કરવું ? ઉત્તરઃ ના, એવું નહીં. એને માટે જે પથ્ય હોય એવું ભોજન આપીને એનું ભૂખનું દુઃખ દૂર કરવું જોઈએ. Page #16 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૨ પ્રશ્ન : પણ એને ભૂખનું દુ:ખ નથી. એને તો દૂધપાકનો આસ્વાદ જે કરવા મળતો નથી, એનું દુઃખ છે ને એ તો અન્ય ભોજનથી ક્યાં દૂર થવાનું છે ? ઉત્તર : જો ભૂખનું દુઃખ નથી, તો દૂધપાકનો આસ્વાદ જે કરવા મળતો નથી એની શારીરિક કોઈ પીડા હોતી નથી. એને જે દુઃખરૂપે અનુભવાઈ રહ્યું છે તે કોઈ પીડાનું દુઃખ નથી, પણ જીભના વિષયનો (દૂધપાકનો) પોતે જે ઉપયોગ નથી કરી શકતો - અર્થાત્ રસનેન્દ્રિયની આસક્તિને પોષવાનું પાપ પોતે જે નથી કરી શકતો - એનું છે. એટલે એને દૂધપાકનું દાન એ દુઃખ દૂર કરવાનું સાધન નથી. પણ પાપ કરવાની અનુકૂળતા કરી આપવાનું સાધન છે. પાપનું સાધન આપવું એને અનુકંપા શી રીતે કહી શકાય ? એને તો અધિકરણ દાન કહેવાય, જે દાતાને પણ અહિતકર બને. ૧૧ પ્રશ્ન : પણ ધારોકે દૂધપાકની આસક્તિ કાંઈ એવી છે નહીં. પણ ભૂખ અસહ્ય લાગી છે ને બીજી કોઈ વાનગી હાજર નથી તો તો એનું ભૂખનું દુ:ખ દૂર કરવા દૂધપાક જે અપાય તે અનુકંપા કહેવાય ને ? ઉત્તર ઃ ના, કારણકે ભૂખનું જેટલું દુઃખ દૂર થઈ રહ્યું છે એના કરતાં અનેક ગણું દુ:ખ સંગ્રહણીનો રોગ વકરવાનું પેદા થવાનું છે. માટે આ રીતે ભૂખનું દુઃખ દૂર કરવું એમાં અનુકંપા નથી. આમ, જે દુઃખનું નિવારણ કરવું છે, એ દુઃખ કરતાં અધિક દુઃખનું જેનાથી નિર્માણ ન થતું હોય એ રીતે એ દુઃખ નિવારવું એ અનુકંપા છે. આ વાત નિશ્ચિત થઈ. આમાં અધિક દુઃખના નિર્માણની જે વાત છે તે, અનુકંપા કરાતા દુખિયારા જીવની કે અન્ય જીવની.. કોઈની પણ હોય શકે છે. અર્થાત્ સ્વ કે પર... કોઈને પણ અધિક દુઃખના ભોગ બનવું પડતું Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય તો ત્યાં અનુકંપા નથી. એટલે સંગ્રહણીના દર્દીને દૂધપાક આપવામાં ખુદને જ તીવ્ર દુઃખના ભોગ બનવાનું છે, માટે દૂધપાક આપવો એ અનુકંપાદાન નથી, અને જાળ ન હોવાથી દુ:ખી થયેલા માછીમારને જાળ આપવામાં સેંકડો હજારો માછલીઓને જાન ગુમાવવાનું બહુ મોટું દુ:ખ આવી પડે છે, માટે માછીમારને જાળ આપવામાં અનુકંપાદાન નથી. પ્રશ્ન ઃ પણ એને જાળ જો આપવામાં ન આવે તો એ ને એનો પરિવાર ભૂખે મરી રહ્યો છે. તો એ મરવા દેવાનો ? ઉત્તર ઃ ના, એને બીજો અનવદ્ય અનિન્ય ધંધો બતાવી શકાય, શીખવાડી શકાય, આપી શકાય. આવા પ્રસંગો પૂર્વકાળમાં પણ બનેલા છે. પ્રશ્ન : પણ, “પરાપૂર્વથી આવેલો આ ધંધો છોડવા હું તૈયાર નથી, મારે તો આ ધંધો જ કરવો છે. મને જાળ અપાવી ઘો...'' આવું જ એ કહેતો હોય તો ? ઉત્તર ઃ આપણે એને હિંસાના દુષ્પરિણામો સમજાવવાનો પ્રયાસ કરવો. સમજે તો વાહ વાહ, નહીં સમજે તો ઉપેક્ષા ક૨વી. પ્રશ્ન : પણ, તો એ ને એનો પરિવાર ભૂખે મરવાનું દુઃખ તો ઊભું જ રહ્યું ને ? ઉત્તર ઃ હા, પણ એમાં આપણે શું કરી શકીએ ? એમ તો કોઈ યુવક અન્યની રૂપસુંદર પત્ની જોઈને મોહિત થઈ ગયો. ભોજનની અરુચિ થવી.. જ્વર (તાવ) આવવો... વગેરે વગેરે મોત સુધીની કામની ૧૦ અવસ્થાઓ હોય છે. એ યુવક પણ ક્રમશઃ આ ત્રાસદાયક અવસ્થાઓનો ભોગ બની રહ્યો છે. ‘બસ, મને એ (૫૨) સ્ત્રી લાવી આપો...’' આ જ એની હઠ છે... એ ન મળે તો ઉત્તરોત્તર વધુ ને વધુ દુ:ખી બનતો જાય છે. તો શું એને એ સ્ત્રી લાવી આપી શકાય? Page #18 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૨ ને એને અનુકંપા કહેવાય ? કે અવિવેક કહેવાય ? આવી પરિસ્થિતિમાં જેમ એ યુવકને પરસ્ત્રીગમનના દુષ્પરિણામો સમજાવી વારવાનો પ્રયાસ કરવાનો હોય, ને ન સમજે તો ઉપેક્ષા કરવાની હોય... એમ પ્રસ્તુમાં પણ સમજવું. એટલે નક્કી થયું કે અધિક દુઃખની ઉત્પત્તિ હોય ત્યાં અનુકંપા નથી. અધિક દુઃખ કોને કહેવાય ? એ પણ વિવેકપૂર્વક વિચારવાની વાત છે. માછીમા૨ને જાળ આપવાની વાતમાં તો, ૫-૭ માણસના ભૂખના દુઃખ કરતાં સેંકડો માછલીનું મોતનું દુઃખ અધિક છે એ સ્પષ્ટ છે જ. પણ એક પંચેન્દ્રિયની સામે હજારો એકેન્દ્રિયનો વિચાર હોય ત્યાં શું ? અર્થાત્ હજારો એકેન્દ્રિય જીવોની દયા ક૨વા માટે એક પંચેન્દ્રિય જીવની હિંસા કરવી પડતી હોય તો ત્યાં અનુકંપા કહેવાય કે નહીં ? તો આ પ્રશ્નનો ઉત્તર ‘ના' છે. ૧૩ આશય આ છે - શ્રી સૂયગડાંગજીમાં આર્દ્રકુમારમુનિની વાત આવે છે. તેઓ પ્રભુવીર પાસે આવી રહ્યા છે. માર્ગમાં હસ્તીતાપસો મળે છે. આ તાપસોની એવી માન્યતા છેકે રોજે રોજ અનાજ વગેરેના ઉપયોગ દ્વારા હજારો એકેન્દ્રિયજીવોની વિરાધના કરવાના બદલે એક કદાવર હાથીને મારી મહિનાઓ સુધી એના માંસથી ચલાવવું. જેથી એક જ જીવની હિંસા કરવી પડે, સામે હજારો જીવની દયા પાળી શકાય...'' એમની આવી માન્યતાને એકેન્દ્રિયજીવો પ્રત્યેની અનુકંપારૂપે કે સુંદરબુદ્ધિરૂપે જ્ઞાનીઓએ સ્વીકારી નથી. આમાં આવો આશય જાણવો જોઈએ કે પંચેન્દ્રિયજીવોને ચેતનાનો ખૂબ વિશિષ્ટ વિકાસ થયેલો હોય છે. જ્યારે એકેન્દ્રિયજીવને ચેતનાનો અત્યંત અલ્પ વિકાસ હોય છે. એટલે હજારો એકેન્દ્રિયજીવોના મોતના દુ:ખ કરતાં પણ એક પંચેન્દ્રિયજીવનું મોતનું દુઃખ અધિક હોય છે. માટે હજારો એકેન્દ્રિયના મોતના દુઃખને ટાળવા માટે એક પંચેન્દ્રિયન મોતનું દુઃખ પહોંચતું હોય તો અનુકંપા નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ બધામાં અનુકંપા નથી, તો અનુકંપા શામાં છે ? એ દર્શાવવા ગ્રંથકાર કહે છે કે શ્રાવકો જે જિનપૂજા વગેરે કરે છે, એમાં અનુકંપા રહેલી છે. ૧૪ પ્રશ્ન ઃ જિનપૂજા કરવામાં તો પાણીના પુષ્પ વગેરેના જીવોની વિરાધના થાય છે, તો એમાં અનુકંપા શી રીતે કહેવાય ? ઉત્તર : હા, જિનપૂજામાં થોડા પૃથ્વીકાય વગે૨ે જીવોની વિરાધના થાય છે, એ વાત સાચી છે, છતાં, ‘ભગવાન્ની આવી પૂજા દ્વારા મારા ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપક્ષમ થાઓ...'' એ થાય એટલે મને સર્વવિરતિ મળે ને હું છએ જીવનિકાયના જીવોની રક્ષા કરું. એમ પ્રભુની આવી પૂજા જોઈને, એની અનુમોદના કરીને અન્ય જીવો પણ પ્રતિબોધ પામો... એ પ્રતિબોધ પામીને સર્વવિરતિ જીવન સ્વીકારવા દ્વારા છએ જીવનિકાયના જીવોની રક્ષા કરો. ને એ રીતે એ જીવોનો અકાળમોતના દુઃખમાંથી ઉદ્ધાર થાઓ. પૂજા કરનારા શ્રાવકોની આવી ભાવના હોવાથી આમાં અનુકંપા રહેલી છે એ નિઃશંક છે. - પ્રશ્ન : શ્રાવકો પ્રભુની પૂજા જો આવી અનુકંપાની ભાવનાથી કરે છે તો તો આ જિનપૂજાને અનુકંપા અનુષ્ઠાન કહેવાશે, ભક્તિ અનુષ્ઠાન નહીં કહેવાય... ઉત્તર : અલબત્ત, શ્રાવકો શ્રીજિનેશ્વરદેવો પ્રત્યેની અનન્ય ભક્તિથી જિનપૂજા કરતા હોય છે, ને તેથી એ ભક્તિઅનુષ્ઠાન જ છે. તેમ છતાં, પંચલિંગી વગેરે ગ્રન્થાનુસાર એ અનુકંપાઅનુષ્ઠાન પણ છે જ. એ ગ્રન્થોનો આશય આવો છે કે શ્રીજિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિ માટે કરવામાં આવે છે. (શ્રી સિદ્ધાચલજીના સ્તવનમાં આવે છે ને કે - અષ્ટદ્રવ્યશું પૂજો ભાવે સમકીત મૂળ આધારા રે... ધન્યભાગ્ય હમારા...) અનુકંપા એ સમ્યક્ત્વનું લિંગ છે. એટલે, જિનપૂજા જીવોની અનુકંપા ક૨વા માટે કરવામાં આવે છે એવું કહેવામાં પણ કોઈ દોષ નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ . . . - બત્રીશી-૧, લેખાંક-૨ એક પાપભીરુ જીવ છે. સંસારમાં ડગલે ને પગલે જીવોની વિરાધના થયા કરે એનાથી ત્રાસી ગયો છે. ને તેથી નિષ્પાપ એવું સંયમજીવન ઝંખી રહ્યો છે. પણ, સંયમપ્રાપ્તિમાં કંઈકને કંઈક વિદન આવ્યા કરે છે. એટલે “ખૂબ પ્રભુની ભક્તિ કરું, જેથી બધાં વિઘ્નો દૂર થાય. સંયમની પ્રાપ્તિ થાય અને જીવોની વિરાધનાથી બચી શકું.” આવી બધી ભાવનાથી પ્રભુપૂજા કરે છે. તો આમાં અનુકંપા હોવી પણ જણાય જ છે. એટલે જિનપૂજા અનુકંપા અનુષ્ઠાન બની અને જ્યાં માત્ર ઉછળતી ભક્તિ જ છે ત્યાં જિનપૂજા એ ભક્તિ અનુષ્ઠાન.. આવો વિવેક આપણે કરી શકીએ છીએ. વાવડી, કૂવો, તળાવ, અન્નક્ષેત્ર વગેરે કરવામાં ઘણા જીવોનો આરંભ થવા દ્વારા થોડા જીવો પર ઉપકાર થાય છે. એટલે અલ્પજીવોનો દુઃખમાંથી ઉદ્ધાર થતો હોવા છતાં, એમાં અનુકંપા મનાયેલી નથી. પ્રશ્ન : અન્નક્ષેત્રમાં જે વાચકોને દાન આપવામાં આવે છે તેમાં ભક્તિ તો હોતી નથી. વળી એમાં અનુકંપા નથી એમ તમે કહો છો, માટે એ અનુકંપાદાન પણ નથી. તો પછી, એવા કોઈ કારણે જે દાનશાળા ચલાવવામાં આવે છે તે બંધ જ કરી દેવાનો અવસર ન આવે? ઉત્તર : ના આવી કારણિક દાનશાળામાં અનુકંપા અક્ષત હોવાથી એ અનુકંપા દાનરૂપ છે જ. ને તેથી એ બંધ કરી દેવાનો પ્રશ્ન ઊભો થતો નથી. પ્રશ્ન ઃ દાનશાળા ઊભી કરવામાં ને ચલાવવામાં પૃથ્વીકાયથી લઈને છએ જીવનિકાયનો ખૂબ આરંભ – સમારંભ થાય જ છે. પછી એમાં અનુકંપા શી રીતે ? ઉત્તર : શ્રી ઉપદેશમાળાગ્રન્થની ૨૬૮મી ગાથામાં કહ્યું છે Page #21 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કે “જે જીવ એક પણ દુઃખપીડિત જીવને જૈનધર્મ પમાડે છે તે સકળ લોકમાં અમારીની ઘોષણા કરે છે.” આ વાત યુક્તિ સંગત પણ છે જ. કારણકે જે આજે જૈનધર્મ પામ્યો, તે આગળ વધીને ક્રમશઃ સર્વવિરતિ પણ પામવાનો જ. અને સર્વવિરતિ એટલે જ સકળ લોકમાં રહેલા સર્વ જીવોને અભયદાનની ઘોષણા. ભૂકંપ, પુર, દુષ્કાળ વગેરે કારણે લોકો નિરાધાર બન્યા હોય.. ભૂખે ટળવળતા હોય.... એ વખતે જૈનો દાનશાળા ખોલે તો સહજ છે કે લોકો જૈનશાસનની પ્રશંસા કરે જ. “ઓહોહો... જૈનોની કેવી ઉદારતા. એમના જૈનધર્મે કેવી દયા એમને શીખવી છે. ધન્ય ધન્ય...” આવા દિલમાં અનુભવાતી અને શબ્દો દ્વારા બહાર આવતી પ્રશંસા એ ધર્મપ્રાપ્તિનું બીજ છે. આમાં પણ કારણ એ છે કે અનાદિકાળથી તો જીવ પાપનો જ રસિક હતો. પાપની જ પ્રીત ધરાવતો હતો, ને તેથી ધર્મથી બિલકુલ પરામુખ હતો.. હવે ધર્મની પ્રીતિ નિર્માણ થઈ એ એને ધર્મસન્મુખ કરે છે, જે કાળાન્તરે ધર્મની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેતી નથી. અલબત્ત આ કારણિક દાનશાળા વગેરેમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો આરંભ સમારંભ છે જ. છતાં એમાં જેટલા જીવોને જેવી પીડા પહોંચે છે એના કરતાં કાળાન્તરે સર્વજીવોને અભયદાન મળવારૂપે મરણ સુધીના દુઃખમાંથી જે ઉદ્ધાર થાય છે તે અધિક દુઃખમાંથી ઉદ્ધાર રૂપ હોવાથી “અનુકંપા હોવામાં કોઈ વાંધો નથી. એટલે જિનપૂજાને અંગે જેમ કહ્યું એમ કારણિક દાનશાળા - વાવડી વગેરે અંગે પણ, “આ કાર્યો દ્વારા અજૈનોના દિલમાં જૈનધર્મ માટે પ્રશંસા - પ્રીતિ નિર્માણ થાઓ, એના દ્વારા એમને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ ને પરિણામે એમના દ્વારા બધા જીવોને અભયદાન મળો” આવો શુભભાવ ભળવાથી એ અનુકંપારૂપ બને છે, હિતકર બને છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૨ પ્રશ્ન : શુભભાવ ભલે ને ભળ્યો... એટલા માત્રથી દાનશાળાદિની ક્રિયા થોડી બદલાઈ જાય છે ? જેથી એ અનુકંપાનું ફળ આપી શકે ? ઉત્તર : દાતાને જે ફળ મળે છે તેમાં દાનાદિ ક્રિયા ગૌણ હોય છે ને દાતાનો ભાવ જ મુખ્ય હોય છે, ક્રિયા ફળ પ્રત્યે ગૌણ હોય છે. એટલે જ જો એવો શુભભાવ ભળતો ન હોય તો જિનપૂજા વગેરે પણ નિશ્ચયનયના મતે અનુકંપાયુક્ત બનતા નથી. પ્રશ્ન : શાસ્ત્રોમાં તો પાત્ર ભેદે ફળભેદ કહ્યો છે. અર્થાત્ ફળ કેવું મળશે એના આધાર તરીકે કેવા પાત્રને એ અપાઈ રહ્યું છે, એને મુખ્ય કર્યું છે. શ્રજિનેશ્વરદેવો રતપાત્ર છે. એમને ચરણે જે ધરવામાં આવે છે તેનું ઉત્કૃષ્ટ ફળ મળે છે. એમ ગણધર ભગવંતો સુવર્ણપાત્ર છે. સાધુ - સાધ્વીજી ભગવંતો રજતપાત્ર છે અને શ્રાવક-શ્રાવિકા કાંસ્યપાત્ર છે. એટલે કે ગણધરભગવંતો વગેરેને આપેલા દાનનું ફળ; શ્રજિનેશ્વર દેવોને આપેલા દાનના ફળ કરતાં ઉત્તરોત્તર ઓછું - ઓછું મળે છે. ને દીન-હીનને આપેલા દાનનું તો આ બધા કરતાં સૌથી ઓછું ફળ મળે છે. આમાં દાતાના ભાવની તો કોઈ વાત કરી નથી ને તમે તો કહો છો કે ફળ મળવામાં દાતાનો ભાવ જ મુખ્ય છે.... આવું કેમ ? ઉત્તર : શ્રીજિનેશ્વરદેવ વગેરે રૂપ પાત્ર બદલાય તો દાનનું ફળ બદલાઈ જાય આવું જે શાસ્ત્રમાં કહ્યું છે તે વ્યવહારનયને અનુસરીને કહ્યું છે, “દાતાનો જેવો ભાવ એવું ફળ” એમ અમે ભાવભેદે ફળભેદ જે અહીં કહીએ છીએ તે નિશ્ચયનયને અનુસરીને કહીએ છીએ, માટે કોઈ વાંધો – વિરોધ નથી. નિશ્ચયનય તો એ જ કહે છે કે દાન લેનાર કોણ છે ? એ ગૌણ છે, દાતાનો ભાવ કેવો છે ? એ જ મુખ્ય છે. દાતાનો ભાવ જેટલો વધારે શુભ, એટલે એને મળનારું ફળ અધિક. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : જો દાતાને તત્કાળ મળનારું પુણ્યબંધરૂપ ફળ, અને કાળાન્તરે મળનારું અભ્યદયરૂપ ફળ. આ બંને એના ભાવને અનુસાર જ ઓછું કે અધિક મળે છે તો વ્યવહારનય કેમ પાત્રને અનુસાર ફળ ઓછું વડું મળવાનું કહે છે ? ઉત્તર : સામાન્યથી દીન હનને આપવામાં જે ભાવ આવે એના કરતાં શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવામાં ઘણું ખરું ભાવ વધુ શુભ આવે જ છે.. એમ એના કરતાં પણ ઉત્તરોત્તર ગણધરભગવંતો કે શ્રીતીર્થકર ભગવંતોને દાન આપવામાં ભાવ વધુ ને વધુ ઉછાળા મારે જ છે. એટલે મોટે ભાગે શ્રીજિનેશ્વરદેવોને ચરણે ધરવાનું જ વધુ ફળ મળતું હોય છે. વળી, ભાવો તો અતીન્દ્રિય છે. વ્યવહારમાં જાણી શકાતા નથી. એટલે મોટાભાગની વાસ્તવિકતાને નજરમાં રાખીને વ્યવહારનય પાત્રભેદે ફળભેદ કહે છે તે જાણવું. પ્રશ્ન : શુભભાવ ભળે તો જ જિનપૂજા અનુકંપાયુક્ત બને છે, એમ તમે કહ્યું. વળી દાનશાળાદિ પણ એ રીતે જ અનુકંપાયુક્ત બને છે. તો, શ્રાવકો માટે જિનપૂજા એ રોજિંદુ કર્તવ્ય અને દાનશાળાદિ તો એવું પ્રબળ કારણ હોય તો જ કર્તવ્ય. આવો ભેદ કેમ ? ઉત્તર : એટલા માટે કે જિનપૂજામાં શુભભાવ ભળવો રોજ શક્ય છે. દાનશાળાદિમાં નહીં. જ્યારે સુકાળ હોય, લોકોને સહજ રીતે ભોજન – પાણી વગેરે સુલભ હોય. કોઈ ભૂખ્યું - તરસ્યું સૂતું ન હોય... આવા અવસરે કોઈ દાનશાળા ખોલે તો પણ “ઓહોહો... જૈનો કેવા દયાળુ છે...” વગેરે રૂપે જૈનેતરોને જૈનશાસનની અનુમોદના થાય, પરિણામે જૈન શાસનની ને સર્વવિરતિની પ્રાપ્તિ થાય... વગેરે સંભાવના લગભગ છે નહીં અને તેથી એવા અવસરે કરેલા દાનશાળા વગેરે અનુકંપાયુક્ત બની શકતા નથી. એ તો દુકાળ વગેરે કોઈપણ એવું કારણ હોય કે જેના કારણે લોકોને ભોજન - પાણીનાં ફાંફા હોય. ઘણાને ભૂખ્યા - તરસ્યાં સૂઈ રહેવાના દા'ડા પણ આવ્યા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯. બત્રીશી-૧, લેખાંક-૩ હોય... આવા અવસરે દાનશાળાદિ કરવામાં આવે તો ઉપરોક્ત સંભાવના શક્ય હોવાથી શુભભાવ આવી શકે છે. એટલે કહેવાય છે કે યોગ્ય અવસરે કરેલું નાનું પણ કાર્ય ઘણો ફાયદો કરાવે છે અને અવસર વિના કરેલું મોટું કામ પણ ફાયદો કરાવતું નથી, જેમકે વર્ષાકાળે એક નાનુશું બીજ પણ ફળે છે ને એ વિના એક કરોડ દાણા પણ નિષ્ફળ રહે છે. શ્રી વીરવિજર્ય મહારાજ શ્રી પાર્શ્વપ્રભુના સ્તવનમાં કહ્યું છે કેકાળ મોઘ અશન, શીતકાળે વચન, શ્રમે સુખાસન, રણે ઉદકદાયી, સુગુણનર, સાંભરે, વીસરે નવિ કદા, પાસજી તુ સદા છે સખાઈ, બારવ્રતની પૂજા અન્તર્ગત પૌષધવ્રતની પૂજામાં પણ કહ્યું છે કેમોઘ કાળે રે દાન દીયંતા શાબાશી ઘણી.... લેખાંક | - ગયા લેખમાં આ નક્કી થયું છે કે એવું પ્રબળ કારણ હોય ત્યારે ૩. જ દાનશાળા. વગેરે અનુકંપા અનુષ્ઠાન રૂપ બને છે. વળી આવા અનુષ્ઠાનમાં મુખ્ય ઉદેશ “અન્ય જીવોને બોધિપ્રાપ્તિ થાઓ=જૈન ધર્મની=સમ્યકત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ થાઓ' આવો હોવાથી આમાં દ્રવ્યઅનુકંપા ગૌણ હોય છે અને ભાવઅનુકંપા જ મુખ્ય હોય છે. વળી, બીજાઓને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ... આવો ઉદેશ બર તો જ આવે જો એમના દિલમાં જૈન ધર્મની પ્રીતિ – પ્રશંસા નિર્માણ થાય. સામાન્યથી, દાન લેનારને અને જોનારને, પ્રીતિ - Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨0 બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લાગણી એના પર પેદા થાય છે જે દાતા તરીકે પ્રતીત થાય. એટલે દાતા તરીકે “જૈન” પ્રતીત થવો જોઈએ. ‘ફલાણો ફલાણો શ્રાવક નહીં. અર્થાત્ “ફલાણાએ આવું દાન આપ્યું...” એમ પ્રશંસા થાય તો કાંઈ કોઈને બોધિપ્રાપ્તિ થતી નથી, પણ “જૈનોએ આવું દાન આપ્યું.' એમ પ્રશંસા થાય તો જ જૈનધર્મનું આકર્ષણ થવાથી બોધિપ્રાપ્તિ થાય છે. માટે, દાનશાળાદિ કરતી વખતે (પુર વગેરે આફતો વખતે રસોડું કરવાનું હોય. કામચલાઉ નિવાસ આપવાનો હોય કે રોકડ રકમ આપવાની હોય...... આ બધામાં) સ્વનામને દાતાએ ગૌણ કરવું જોઈએ ને “જૈનો આ કરી રહ્યા છે” એવી રીતે જ આ કરવું જોઈએ. ક્યારેક સ્વનામને ગૌણ કરવા છતાં જૈનધર્મની પ્રશંસા થવાની શક્યતા હોતી નથી. તેમ છતાં, મારી નજર સામે જીવો ભૂખ વગેરેના દુ:ખથી હેરાન થઈ રહ્યા છે, અને તોય છતી શક્તિએ હું કાંઈ નહીં કરું તો મારું દિલ કઠોર થઈ જશે. અને કઠોર બનેલું દિલ ધર્મ માટે અયોગ્ય છે. તેથી હું ધર્મ માટે અયોગ્ય ન બની જાઉં.... આવી ભાવનાથી પણ દાનશાળાદિ કરવા પડે. ક્યારેક અન્યધર્મીઓ પણ એવા દયા-દાનાદિ કરતા હોવાથી જૈનધર્મની કોઈ વિશેષરૂપે પ્રશંસા થવાની શક્યતા ન હોય તો પણ, જો આગેવાન જૈનો તેવા કાર્ય ન કરે તો જૈનધર્મની નિંદા વગેરે થવા દ્વારા લોકો બોધિદુર્લભ બનવાની શક્યતા નિર્માણ થાય. આવી પરિસ્થિતિમાં પણ “લોકો બોધિદુર્લભ ન બનો' એવા શુભ આશયથી દાનશાળાદિ કરવા પડે. આજકાલ જાહેરાતનો યુગ છે. અલબત્ત પોતાના નામની વાહવાહ, પ્રશંસા, જાહેરાતથી તો દૂર જ રહેવાનું છે. પણ જૈનધર્મની તો જેટલી વાહ-વાહ વધુ થાય એ ઇચ્છનીય જ છે. જેથી સામાન્ય પ્રજાના માનસમાં “જૈનો તો ખાલી મંદિરમાં ને ઓચ્છવ-મહોત્સવમાં જ ખર્ચા કરે છે, માનવો માટે કશું કરતા નથી” વગેરે માન્યતા દ્વારા જૈન ધર્મની નિંદા-અવહેલના ઘર ન કરી જાય. ને ઉપરથી “જૈનો પ્રજા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ બત્રીશી-૧, લેખાંક-૩ માટે પણ કેટલો ભોગ આપે છે -એમની ઉદારતાને ધન્ય છે...’ વગેરે લાગણી ઊભી થાય આ માટે લોકોપકારના આવાં જે કાંઈ કાર્યો કર્યા હોય તેના અખબાર વગેરેમાં યોગ્ય સમાચારો આપવા જોઈએ. સખાવતી કાર્ય ભલે ભારત દેશના કોઈ ખણે ખાંચરે-આંતરિયાળ પ્રદેશમાં કે આદિવાસી ક્ષેત્રમાં કર્યા હોય, એના સમાચાર મુંબઈ-અમદાવાદ વગેરે શહેરોના પ્રમુખ અખબારોમાં પણ આવવા જ જોઈએ. વળી ઉપર જણાવેલી ધર્મની નિંદા-અવહેલના મુખ્ય રીતે ભણેલો (એજ્યુકેટેડ) વર્ગ કરે છે ને કરાવે છે. આજકાલ એ વર્ગ અંગ્રેજી છાપાં વાંચતો ને એને વિશ્વસનીય માનતો બન્યો છે. માટે એવા અગ્રગણ્ય અંગ્રેજી છાપાઓમાં પણ સમાચાર ચમકે એવો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ. ક્યારેક અન્ય સંપ્રદાયવાળાઓએ કર્યું હોય છે થોડું ને છતાં પ્રચારના પ્રભાવે લોકમાનસમાં છવાઈ જાય છે. ને જૈનોએ કરોડો રૂપિયા ખર્ચવા છતાં, કાર્યકર્તાઓની યોગ્ય જાહેરાત કરવા અંગેની ઉપેક્ષાના કારણે જૈનધર્મની વાહવાહ થતી નથી. ને તેથી અજૈનોને બોધિબીજની પ્રાપ્તિથી વંચિત રાખવાનું થાય છે. એટલે આ બાબતમાં ‘“આપણે સત્કાર્ય કરવું... એને ગાવાની શી જરૂર છે ?’’ વગેરે માન્યતા એ મૂઢતા છે, ખર્ચેલા કરોડો રૂપિયાના મુખ્ય ફળથી વંચિત રાખનાર છે. જે સંસ્થાઓ-કાર્યકર્તા, જૈનસંઘોમાંથી – જૈનો પાસેથી લાખો – કરોડો રૂપિયા ઉઘરાવીને આંવા કાર્યો કરે છે, ને ઉપર મુજબ જાહેરાતમાં ઉપેક્ષા સેવે છે, તેઓ શ્રી જૈનધર્મના આ અપેક્ષાએ ગુનેગાર પણ કેમ ન કહેવાય ? એ વિચારવાની બાબત છે. પ્રશ્ન : શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે‘જખ્માવેણ કયા પુણ કિરિયા તબ્ભાવ વુદ્ઘિ કરી' અર્થાત્ જે ક્રિયા જે ભાવથી કરવામાં આવે છે તે ક્રિયા તે ભાવને વધારનારી બને છે. ભૂખ-રોગ વગેરે દુઃખમાંથી છૂટકારો થાય એવા આશયથી ભોજન વગેરેનું દાન અપાય છે તેમાં ‘એ જીવ સંસારમાંથી છૂટકારો પામી મોક્ષ સુખને પામે’ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ ર બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એવી ગણતરી મુખ્યરૂપે હોતી નથી, પણ માત્ર “તાત્કાલિક ભૂખના દુઃખવાળી અવસ્થામાંથી તૃપ્તિના પૌલિક સુખવાળી અવસ્થા પામે એવી જ ગણતરી હોય છે. તો એ પણ ધર્મરૂપ છે એવું કેવી રીતે જાણી શકાય? ઉત્તર : તમારી વાત સાચી છે. એટલે જ એ પણ ધર્મનું એક અંગ છે એવું સ્પષ્ટ કરવા માટે ભગવાન ચારિત્ર ધર્મની પ્રાપ્તિના અવસરે એક વર્ષ સુધી અનુકંપાદાન આપે છે. આશય એ છે કે પ્રભુએ લગ્નના અવસરે જો વાર્ષિકદાન આપ્યું હોત તો એ લગ્નક્રિયાના એક અંગ તરીકે પ્રસિદ્ધ થાત. રાજ્યપ્રાપ્તિના અવસરે આપ્યું હોત તો રાજ્યના અંગ તરીકે વિખ્યાત થાત. પણ પ્રભુએ તો ધર્મપ્રાપ્તિના અવસરે એ દાન આપ્યું. માટે એ ધર્મના અંગ તરીકે પ્રસિદ્ધિ થાય જ. કારણકે મહાપુરુષો (મોટા માણસો) જે ચીજના અવસરે જે કાંઈ કરે છે “એ તે ચીજનું એક અંગ છે' એમ સામાન્યજન સ્વીકારી લે છે. આ વાત લોક વ્યવહારમાં પણ જોવા મળે છે. ગામના એક પ્રતિષ્ઠિત આગેવાનની કન્યાના લગ્નનો પ્રસંગ હતો. જ્યારે વરરાજા ચૉરીમાં આવી રહ્યા હતા ત્યારે વરરાજાની આડેથી બિલાડી ઉતરી. આ બનાવને કન્યાની માતા કે જે એક દક્ષ સન્નારી હતા તેણે જોયો. બીજા કોઈની ખાસ નજર પડી નથી, તો મારે આ વાત જાહેર કરી લોકોમાં અપશુકનની શંકા શા માટે ઊભી કરવી ?” એમ વિચારી તેણે આ વાત કોઈને કહી નહીં. પણ પોતાના મનમાં અપશુકનની શંકારૂપ કીડો ડંખવા લાગ્યો. પુત્રીનું લગ્નજીવન કેવું જશે ? એની જાતજાતની ચિંતા થવા માંડી. એટલે એ અપશુકનને હણી નાખવાના નુસખારૂપે એ સાસુએ જમાઈનું નાક ખેંચ્યું. લોકોએ આ દશ્ય જોયું. સાસુ મૂર્ખ કે પાગલ નથી, પણ દક્ષ છે, બિલકુલ સ્વસ્થ છે. તેમજ અજાણપણે સહસા આ કામ કર્યું નથી. એવું લોકોના ખ્યાલમાં સહેજે આવી ગયું છે. એટલે લોકોએ કલ્પી લીધું કે આ નાક ખેંચવું એ પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૩ ૨૩ લગ્ન પ્રસંગનું એક અંગ છે. કહેવાય છે કે ‘‘સાસુએ જમાઈનું નાક ખેંચવું” એ બાબત લગ્નના એક અંગરૂપે ત્યારથી પ્રસિદ્ધ થઈ. એટલે નક્કી થયું કે અનુકંપાદાન પણ ધર્મનું એક અંગ છે, કારણ કે પ્રભુએ ધર્મના અવસરે એ આપ્યું છે. વળી પ્રભુ તો જેમ ગૃહસ્થો માટે, એમ સાધુઓ માટે... બધા માટે મહાન છે, અનુકરણીય છે... એટલે આ પણ નક્કી થાય છે કે ગૃહસ્થો કે સાધુઓ.... બધાએ પોતપોતાની ભૂમિકાનું ઔચિત્ય જાળવીને અનુકંપાદાન દેવું એ ધર્માંગ છે - શુભ આત્મપરિણામરૂપ ધર્મનું કારણ છે. પ્રશ્ન : તો શું સાધુએ પણ અનુકંપા દાન દેવું જોઈએ ? ઉત્તર : હા, એવું પ્રબળ કારણ ઉપસ્થિત થયું હોય તો સાધુપણ અનુકંપાદાન આપી શકે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષિત અવસ્થામાં વિશેષ પ્રકારની અનુકંપાથી પ્રેરાઈને બ્રાહ્મણને (અડધું) દેવદૃષ્ય આપ્યું હતું ને શ્રી આર્ય સુહસ્તિગિરિએ સંપ્રતિરાજાના જીવ ભિખારીને અનુકંપાદાન રૂપે ભોજન આપ્યું હતું ને ! - આમાં રહસ્ય આ છે કે - સામાન્યથી અસંયતને જે ભોજનાદિ આપવામાં આવે એનાથી પરિણામે એના અસંયમની જ વૃદ્ધિ થાય છે. એટલે બીજું કોઈ વિશેષ કારણ ન હોય ત્યારે મનમાં અસંયમની વૃદ્ધિ જ ડોકાયા કરે છે, બીજો કોઈ ભાવ આવી શકતો નથી. અસંયમની વૃદ્ધિ દેખાતી હોવા છતાં એની ધરાર ઉપેક્ષા કરીને સાધુ જો અસંયતને દાન આપે તો એ અધિકરણરૂપ બને, સાધુની દુર્ગતિના કારણરૂપ બને એ સ્પષ્ટ છે. પણ જ્યારે એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ત્યારે જો અનુકંપાદાન દેવામાં આવે તો એનાથી એ દાન લેના૨ અસંયતને બહુમાનાદિ થવા દ્વારા બોધિપ્રાપ્તિ વગેરે થાય છે. તેથી, સાધુના મનમાં, એના અસંયમની વૃદ્ધિનું દૃશ્ય દબાઈ જઈને એ અનુકંપા દ્વારા એને થનાર બોદ્ધિપ્રાપ્તિ વગેરેનું દૃશ્ય રમવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે માંડે છે. માટે આ રીતે કરાતું કારણિક અનુકંપાદાન નિર્દોષ રહે છે. એટલે શ્રોતાને બોધિપ્રાપ્તિ થાઓ... વગેરે ઉદેશથી થતા ઉપદેશદાનમાં જેમ સાધુને સ્વભૂમિકાના ઔચિત્યનું ઉલ્લંઘન નથી ને બોધિ પમાડવાનો વિશુદ્ધ આશય હોય છે, એમ પ્રસ્તુત અનુકંપાદાનમાં જાણવું. પ્રશ્ન : આશય વિશુદ્ધ હોય એટલા માત્રથી શું થઈ ગયું ? અસંયતને દાન દેવાની ક્રિયા તો એની એ જ રહેવાથી એ અધિકરણરૂપ કેમ ન બને ? ઉત્તર ઃ ના, ક્રિયા એની એ જ રહે છે એવું નથી. વિશુદ્ધ આશયવાળી ક્રિયા અને વિશુદ્ધ આશય વિનાની ક્રિયા આ બંને અલગ હોય છે. કોઈપણ વસ્તુને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ એ નય કહેવાય છે. આવા દૃષ્ટિકોણ મુખ્ય રીતે સાત હોવાથી મુખ્યમય પણ સાત છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. આમાંથી વ્યવહાર અને ઋજુસૂત્ર... આ બે નયનો પ્રસ્તુતમાં થોડો વિચાર કરીએ. ઘણુ ખરું જે લોકવ્યવહારને અનુસરનારો છે એવો દૃષ્ટિકોણ એ વ્યવહારનય કહેવાય છે. વર્તમાનમાં સ્વને ઉપયોગી બને એવી વસ્તુને જ તે તે વસ્તુ તરીકે જોનાર દૃષ્ટિકોણ એ ઋજુસૂત્રનય છે. આ બંને નયની દૃષ્ટિ કેવી કેવી રીતે જુદી પડે છે એ આપણે કેટલાંક દૃષ્ટાંતો દ્વારા સમજીએ. જો આ કરોડપતિ રમેશ રોડપતિ બની ગયો...” આવું વાક્ય વ્યવહારનયને માન્ય છે કારણ કે ભૂતકાલીન કરોડપતિપણું પણ એને માન્ય છે. ઋજુસૂત્ર રમેશનો કરોડપતિ તરીકે ઉલ્લેખ કરવા તૈયાર નથી, કારણ કે વર્તમાનમાં એ કરોડપતિ નથી. અર્થાત્ ઋજુસૂત્ર માત્ર વર્તમાનને જ નજરમાં લે છે, ભૂત-ભવિષ્યને નહીં. વર્તમાનમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બત્રીશી-૧, લેખાંક-૩ પણ બેંકમાં પડેલા કરોડ રૂપિયાને નજરમાં લઈને વ્યવહારનય, વ્યક્તિનો “શ્રીમંત' તરીકે ઉલ્લેખ કરે છે, પણ જુસૂત્ર કરતો નથી. એ તો કહે છે કે જે હાજર હોય એને જ હું માનું. તત્કાળ કંઈક પૈસાની જરૂર પડી ગઈ તો બેંકના પૈસા કામ નથી લાગતા.... ક્યાંક અચાનક કોઈક ચીજની અવશ્યકતા ઊભી થઈ ગઈ. દુકાનમાંથી એ ચીજ મળે પણ છે. પણ જેમ શેરીમાં પડેલા પથરાથી એ ચીજ ખરીદી શકાતી ન હોવાથી એને “પૈસા” નથી કહેવાતા, તો બેંકમાં રહેલા પૈસાથી પણ એ ખરીદી શકાતી ન હોવાથી એ, બેંકમાં પડેલા પૈસાને પણ “પૈસા” કેમ કહેવાય ? ને એ જો “પૈસા” નથી, તો એને નજરમાં રાખીને શ્રીમંતાઈ કઈ રીતે કહી શકાય ? ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે. હાજર સો હથિયાર.... આ બધા ઋજુસૂત્ર નયને માન્ય વાક્યો છે. વ્યવહારનય અને ઋજુસૂત્રનયની માન્યતામાં આવા ઘણા તફાવતો રહેલા છે. આવો જ એક તફાવત છે. વિશુદ્ધ આશયવાળી ક્રિયા અને વિશુદ્ધ આશય વિનાની ક્રિયા અંગે. વ્યવહારનય કહે છે કે આ બંને ક્રિયા એક જ છે, એમાં કોઈ તફાવત નથી. પ્રશ્નઃ જો ક્રિયા બદલાતી નથી તો ફળ કેમ બદલાઈ જાય છે? ઉત્તર : એને સાથ આપનારા (સહકારી કારણો) બદલાઈ જતા હોવાથી ફળ બદલાઈ જાય છે. જેમ કે, દંડ જો કુંભારના હાથમાં આવે તો કુંભાર એના દ્વારા ચાકડો ઘુમાવી ઘડો બનાવે છે (ઘટોત્પત્તિ કરે છે) અને જો કોઈ તોફાની છોકરાના હાથમાં આવે તો એ છોકરો એના દ્વારા પ્રહાર કરીને ઘડાનો નાશ (ઘટનાશ) કરી નાખે છે. આમાં દંડ કાંઈ બદલાઈ જતો નથી. દંડ એનો એ જ છે. ને છતાં સહકારીકારણ તરીકે જો કુંભાર મળે તો એનાથી ઘટોત્પત્તિ થાય ને સહકારી કારણ તરીકે જો છોકરો મળે તો એનાથી ઘટનાશ થાય. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથાર ઋજુસૂત્રનય એમ કહે છે કે જે ઘટનાશનું કારણ હોય તે ઘટોત્પત્તિનું કારણ બની શકે નહીં. નહીં તો દુનિયામાં કાર્યકારણભાવની બધી વ્યવસ્થા જ ડૂલ થઈ જાય. એટલે જે ઘટોત્પત્તિનું કારણ બને છે (ને જેને કુંભાર વગેરે સહકારી કારણો મળ્યા છે) એ દંડ કરતાં જે ઘટનાશનું કારણ બને છે અને જેને તોફાની છોકરો વગેરે સહકારી કારણો મળ્યાં છે) એ દંડ અલગ છે. એમ, પ્રસ્તુતમાં, જેમાં વિશુદ્ધ આશય ભળેલો નથી એવી દાનાદિ ક્રિયા કરતાં, જેમાં વિશુદ્ધ આશય ભળેલો છે એવી દાનાદિ ક્રિયા અલગ જ છે ને માટે એ અધિકરણરૂપ બનતી નથી જ. અર્થાત્ એનાથી, એને લેનાર અસંયતના અસંયમનું પોષણ થવારૂપ કોઈ અનર્થ તો થતો નથી, પણ ઉપરથી એ લાભ થાય છે કે આ કારણિક અનુકંપાદાનના પ્રભાવે એ દાન લેનાર જીવ બોધિપ્રાપ્તિ દ્વારા સમ્યક્વાદિ ગુણો પામે છે. પ્રશ્નઃ શ્રી દશવૈકાલિક સૂત્રની વિવિક્તચર્યા. નામની ચૂલિકામાં સાધુઓને ઉદેશીને કહ્યું છે કે “ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી” ને તમે તો આ વૈયાવચ્ચ કરવાનું કહી રહ્યા છો. કારણ કે ગૃહસ્થની ભૂખ દૂર કરવી વગેરે પણ એક પ્રકારની એની સેવા-વૈયાવચ્ચ જ છે ને ! ઉત્તર : દશવૈકાલિકસૂત્રની ચૂલિકામાં એ જે નિષેધ કર્યો છે તે ઔત્સર્ગિક છે. અર્થાતું, જ્યારે એવું કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થયું નથી તેવી સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને એ નિષેધ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રસ્તુતમાં એની સંમતિની જે વાત છે તે એવું કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થયું હોય ત્યારની છે. માટે એ આપવાદિક છે. ઔત્સર્ગિક વાત અપવાદની બાધક નથી હોતી. પણ અપવાદ જ ઉત્સર્ગનો બાધક હોય છે. આશય એ છે કે શ્રી તીર્થંકર ભગવંતોએ-શ્રી ગણધર દેવોએ સામાન્યથી પહેલાં સામાન્ય પરિસ્થિતિને અનુલક્ષીને શું કરવા જેવું છે એનું વિધાન અને શું કરવા જેવું નથી એનો નિષેધ કર્યો હોય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૩ ૨૭ આ ઔત્સર્ગિક વિધાન-નિષેધ કહેવાય છે. એ પછી, કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિને અનુલક્ષીને, આ વિધાન-નિષેધ કરતાં અલગ પ્રકારના વિધાન-નિષેધ પણ તેઓએ કરેલા જોવા મળે છે. આ અપવાદિક વિધાન-નિષેધ કહેવાય છે. એટલે આપવાદિક વિધાનાદિ ઔત્સર્ગિક વિધાનાદિને ઉપરવટ જઈને કરવામાં આવ્યા હોય છે એ જણાય છે. અર્થાત્ ઔત્સર્ગિક વિધાનાદિ વિદ્યમાન હોવા છતાં પરિસ્થિતિ જો વિશેષ પ્રકારની છે તો એનો નિષેધ પણ જિનાજ્ઞા જ છે. માટે ‘અપવાદ ઉત્સર્ગને બાધિત કરે છે' એમ કહેવાય છે. અથવા સામાન્યપરિસ્થિતિ કરતાં વિશેષ પરિસ્થિતિ એ બળવત્તર નિમિત્તરૂપ છે. એટલે સામાન્ય પરિસ્થિતિના કાયદારૂપ ઉત્સર્ગ કરતાં વિશેષ પરિસ્થિતિના કાયદારૂપ અપવાદ બળવત્તર છે અને તેથી એ ઉત્સર્ગને બાધિત કરે છે. માટે, ‘ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી' એવી ઔત્સર્ગિક વાત આ આપવાદિક અનુકંપાદાનનો બાધ કરતી નથી. સામાન્યથી કોઈ ગૃહસ્થ સાધુભગવંત પાસે આવે ને કહે કે ‘ગુરુદેવ ! મને બહુ પિત્ત થાય છે. અથવા સંડાસ થઈ ગયા છે..... વગેરે’ તો મહાત્મા કાંઈ એને દવા આપતા નથી કે દવાનું નામ સુદ્ધાં કહેતા નથી. પણ એ જ શ્રાવકે જો અઠ્ઠાઈ કે એવી કોઈ તપસ્યા કરી હોય ને આવી તકલીફની ફરિયાદ લઈને આવે તો સાધુ ભગવંતો એને અણાહારી દવાનું નામ સૂચવે છે કે ગૃહસ્થો થકી કોઈ એવી દવા ઉપાશ્રયમાં પડી હોય તો એને આપે પણ છે. આમાં આવી આપવાદિક અનુકંપા માની શકાય છે. આમાં, શ્રાવકે પોતાનું પચ્ચક્ખાણ ભાંગવું ન પડે, પોતાની રોજિંદી આવશ્યકાદિ ક્રિયાઓ ચૂકી જવી ન પડે, ભારે સંક્લેશ કે અસમાધિના ભોગ બનવું ન પડે, તપમાં સમાધિ ને શાતા જળવાઈ રહે, ને તેથી ભવિષ્યમાં પણ નવીનવી તપશ્ચર્યા કરવાનો ઉલ્લાસ બન્યો રહે-વધતો રહે..... આવો બધો વિશુદ્ધ આશય હોવો વિચારી શકાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : શ્રી સૂયગડાંગના પ્રથમશ્રુતસ્કંધના અગ્યારમા માર્ગ અધ્યયનની ૨૦મી ગાથામાં કહ્યું છે કે ‘(અસંયતને અપાતા) દાનની (સાધુઓએ) પ્રશંસા ન કરવી, કારણ કે એ પ્રશંસા કરવામાં એ દાનમાં થનારા પ્રાણીવધની અનુમોદના થાય છે. વળી, ‘દાન માટે ઘણો આરંભ-સમારંભ કરવો પડે છે' એમ વિચારી એનો નિષેધ પણ ન કરવો, કારણ કે એમ નિષેધ કરવામાં, એ દાન પર નભનારા જીવોની આજીવિકાનો ઉચ્છેદ થઈ જાય છે.' આમ, આ સૂત્રમાં અસંયતને અપાતા દાનની પ્રશંસાનો પણ નિષેધ કર્યો છે, તો એને દાન આપવાની તો વાત જ ક્યાં રહી ? ૨૮ ઉત્તર : કોઈપણ શાસ્ત્રવચનનો માત્ર શબ્દાર્થ ન પકડવો જોઈએ... પણ એનો ઐદંપર્યાર્થ પકડવો જોઈએ. તમે જે કહી રહ્યા છો એ માત્ર શબ્દાર્થ રૂપ છે. ને તેથી યોગ્ય નથી. નહીંતર તો, આમાં દાનની પ્રશંસા ને દાનનો નિષેધ આ બંને કરવા નહીં એવું જણાવ્યું હોવાથી એનો અર્થ એ થાય કે દાન અંગે કશું બોલવું જ નહીં. પણ આ અર્થ બરાબર તો નથી જ, કારણ કે દાન, શીલ, તપ અને ભાવ એ ચારેય પ્રકારના ધર્મના ઉપદેશ આપવાની વાત સઘળાં આસ્તિક શાસ્ત્રોમાં કરેલી છે. માટે શબ્દાર્થને છોડીને ઐદંપર્યાર્થ સુધી જવું જોઈએ....ને ઐદપર્યાર્થ આ છે કે...આગમમાં જે દાનનો નિષેધ કર્યો છે તેની પ્રશંસા નહીં ક૨વી... અને આગમમાં જે દાનનું વિધાન કર્યું છે, એની ના નહીં પાડવી, પ્રસ્તુતમાં, આપવાદિક અનુકંપાદાન પણ વિહિત તો છે જ. માટે એની પ્રશંસામાં કે એના વિધાનમાં કોઈ દોષ લાગતો નથી. अणुकंपापयाणेण रेहइ धम्मिअत्तणं । जगडुस्सेह दिट्टंतो, दुब्भिक्खे दाणदाइणो ।। Page #34 -------------------------------------------------------------------------- ________________ લેખાંક આપવાદિક અનુકંપાદાનના કેટલાક શંકા-સમાધાન ગયા લેખમાં આપણે જોયા... હજુ એક નવી શંકા ઊભી થાય છે. ૪ શંકા - શ્રી તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યયનના તેરમા સૂત્રમાં કહ્યું છે કે અનુકંપાદાનથી શાતાવેદનીય નામના પુણ્યકર્મનો બંધ થાય છે. પણ સાધુઓને પુણ્યબંધ ઇષ્ટ હોતો નથી. તેથી તેઓએ અપવાદપદે પણ અનુકંપાદાન શી રીતે દેવાય ? પ્રશ્ન : ‘સાધુઓને પુણ્યબંધ ઇષ્ટ હોતો નથી' આવું તમે શાના આધારે કહો છો ? - ઉત્તર ઃ સાધુઓને પ્રચ્છન્નપણે = ગુપ્ત રીતે ભોજન કરવાનું કહ્યું છે, એના આધારે અમે આ કહીએ છીએ. આશય એ છે કે પહેલાના કાળમાં સાધુઓ સાર્વજનિક ધર્મશાળા વગેરેમાં પણ ઉતરતા. આવા સ્થળમાં જો તેઓ જાહેરમાં જ ગોચરી વાપરવા બેસે તો એમને ભોજન કરતા જોઈને, ભૂખ્યા ભિખારી વગેરે ભોજનની માગણી કરે. સાધુઓ તો દયાળુ દિલવાળા હોય. એટલે એમનું ભૂખ વગેરેનું દુઃખ જોઈને દિલ દ્રવી જ જાય. પછી એમને આપ્યા વિના પોતે પણ શી રીતે ખાઈ શકે? કદાચ ઘણી પિઠ્ઠાઈ કરીને - દિલ પર પથરો મૂકીને તેઓને ન આપે અને બધું પોતે જ વાપરી જાય તો તે ભિખારીઓને દુઃખ થાય. ‘આ સાધુઓ અને એમનો ધર્મ કેવો નિર્દય છે કે અમે આટલા ભૂખ્યા છીએ તો પણ અમને કશું પરખાવતા નથી ને બધું પોતે જ સ્વાહા કરી જાય છે’ વગેરે રૂપે પીડા અહીં (=આ જન્મમાં) થાય અને જૈનશાસન પ્રત્યે દ્વેષ થવાના કારણે થયેલા પાપબંધથી પરલોકમાં દુર્ગતિ વગેરેની પીડા થાય. ન પ્રશ્ન : એક મહાત્મા છે. સંયમયોગોને સીદાવ્યા વગર પ્રસન્નતાપૂર્વક તપશ્ચર્યા કરી રહ્યા છે. છતાં, એમને જોઈને કેટલાક ગાઢ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મિથ્યાત્વીજીવોને ‘મહારાજ નાહકનું શરીરને કષ્ટ આપી રહ્યા છે.. વગેરે રૂપે અપ્રીતિ-દુર્ભાવ થતા હોય છે. પણ છતાં, એ મહાત્મા તપશ્ચર્યા ચાલુ રાખે છે ને તો પણ પરપીડાજનનના કોઈ દોષથી ખરડાતા નથી, કારણ કે “એ મિથ્યાત્વીજીવને પીડા થાઓ” એવો એ મહાત્માનો કોઈ આશય હોતો નથી. એમ પ્રસ્તુતમાં, ભિખારીને જે પીડા થાય છે તે પોતાની બુદ્ધિ અવળી હોવાના કારણે થાય છે. સાધુઓને કાંઈ “તેઓને પીડા થાઓ” એવો કોઈ સંક્લિષ્ટ ભાવ હોતો નથી. તો એમને શું દોષ લાગવાનો? ઉત્તર : સાધુઓની દશવિધ સામાચારીમાં પ્રથમ ઈચ્છાકાર સામાચારી છે. એવું કોઈ વિશેષકારણ ઊભું થયું હોય ને તેથી નાના સાધુને પોતાનું કંઈક કામ ભળાવવાનું હોય તો “તમારી ઈચ્છાપૂર્વક મારું આ કામ કરી આપશો ?” આ રીતે ઇચ્છાકાર કરવાનો હોય છે. પણ “મારું આટલું કામ કરી આપો” એમ સીધું કહેવાનું હોતું નથી. કારણ કે એ રીતે કહેવામાં આવે તો સામા નાના મહાત્માને કદાચ આવી શંકા પણ પડી શકે કે મારી પાસે ઓર્ડરથી કે ધાકધમકીથી (આજ્ઞાથી કે બળાભિયોગથી) કામ કરાવવા માગતા હશે ?” આવી શંકાથી એમના દિલમાં કંઈક પણ વ્યથા થાય જ એ સમજાય એવું છે. એટલે આવી શંકાજન્ય પીડાની સંભાવના પણ ન રહે એ માટે ઇચ્છાકાર કરવાની સામાચારી જ્ઞાનીઓએ જણાવી છે. આના પરથી એ સૂચન થાય છે કે જેનાથી બીજાઓની અપ્રીતિનો – પીડાનો પરિહાર થઈ શકે એવો યોગ્ય ઉપાય જો વિદ્યમાન હોય તો સાધુઓ એ ઉપાયને અજમાવીને તેઓની પીડાનો પરિહાર કરવો જ જોઈએ, એવી જ્ઞાનીઓની આજ્ઞા છે. એટલે ભૂખ્યાઓની એ અપ્રીતિનો પરિહાર ન કરવામાં આ આજ્ઞાને બાધા તો પહોંચે જ છે. પ્રશ્ન : આમાં ભૂખ્યાની પીડાનો પરિહાર જે નથી હોતો એમાં સાધુના પોતાના રાગ-દ્વેષ કોઈ ભાગ ભજવતા નથી, તો એમને શા માટે દોષ લાગે ? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બત્રીશી-૧, લેખાંક-૪ ઉત્તર ઃ ઉપાધ્યાયજી મહારાજે સામાચારી પ્રકરણની નવમી ગાથામાં કહ્યું છે કે જે હિતકાર્ય કરવાનો માત્ર ભાવ રાખે છે, પણ એ માટે વીર્ય ફોરવતો નથી તે (સાધુ) વીર્યાચારના પાલનથી થનારી ચારિત્રની શુદ્ધિને શી રીતે પામશે? ને તેથી એવા વિશુદ્ધ ચારિત્ર દ્વારા થનાર વિશિષ્ટ નિર્જરાને પણ શી રીતે પામશે ?) ઉપાધ્યાયજી મ. ની આ વાત પરથી જણાય છે કે વીર્યને ગોપવવાથી ચારિત્રની અશુદ્ધિ થાય છે. તેથી શક્તિ ગોપવવી એ પણ ચારિત્રને વિરોધી હોવાથી દોષજનક છે જ. એટલે ભિખારીઓની આવી પીડાનો પરિહાર કરવા સાધુએ ઉદ્યમશીલ બનવું જ જોઈએ. હવે, આ ઉદ્યમ બે પ્રકારે થઈ શકે છે. ભિખારીઓને થોડું ભોજન આપી દે તો એમને કોઈ અપ્રીતિ વગેરે થાય નહીં. અથવા ભિખારીઓની નજરમાં જ ભોજનાદિની પ્રક્રિયા ન આવે તો પણ એમના દ્વારા યાચના વગેરેની શક્યતા જ ન રહેવાથી અપ્રીતિ વગેરેનો પ્રશ્ન ન આવે. આ બે ઉપાયમાંથી જ્ઞાનીઓએ પ્રચ્છન્નભોજન કરવાનું કહીને બીજો ઉપાય સૂચવ્યો છે. પણ, ભિખારીઓને પણ થોડું ભોજનદાન કરી દેવાનો પ્રથમ ઉપાય સૂચવ્યો નથી. આ જણાવે છે કે એ રીતે આપવાથી જે પુણ્ય બંધાય તે સાધુઓને ઈષ્ટ નથી, ને માટે એ ઉપાય દર્શાવાયો નથી. આમ, પુણ્યબંધ સાધુઓને અનિષ્ટ છે, ને કારણિક અનુકંપાદાનમાં પણ એ થાય તો છે જ, માટે એવા કારણે પણ સાધુઓએ દાન આપવું ન જ જોઈએ ને ? (શંકાકારની શંકા પૂર્ણ થઈ). સમાધાન - તમારી આ શંકા બરાબર નથી, કારણ કે સામાન્ય સંયોગોમાં યાચકને દાન આપવાથી જે પુણ્યબંધ થાય તે અનિષ્ટ હોવા છતાં, વિશેષ પ્રકારના સંયોગોમાં, લેનારને બોધિપ્રાપ્ત થાઓ વગેરે શુભભાવથી જે અનુકંપાદાન આપવામાં આવે છે તેનાથી થનાર પુણ્યબંધ સાધુને અનિષ્ટ નથી, કારણ કે એ પુણ્ય શુભરૂપે ઉદયમાં આવનારું હોવાથી ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવી આપનારું હોય છે. જે ક્રિયા ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત બનતી હોય એનાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો (શુભ રૂપે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉદયમાં આવનાર પુણ્યનો) બંધ થતો હોય છે. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન ઃ તમે આ વાત શાના આધારે કહો છો ? ઉત્તર ઃ સાધુઓ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત વગેરેનું જે પાલન કરે છે એનાથી આનુષંગિક ફળરૂપે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પણ થાય જ છે જે ઉત્તરોત્તર વધુ અપ્રમત્તતા, વીતરાગતા વગેરેની પ્રાપ્તિ કરાવી આપે એવી સામગ્રીનું સંપાદન કરાવી આપે છે. આવા શુભફળવાળો પુણ્યોદય મોક્ષનો પ્રતિબંધક (વિરોધી) હોતો નથી, કેમકે જેમ અગ્નિ બળતણનો નાશ કરી પછી સ્વયં પણ નષ્ટ થઈ જાય છે તેમ આ પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષને અનુકૂળ યોગ્ય સામગ્રીની પ્રાપ્તિ કરાવી આપીને પછી સ્વયં નષ્ટ થઈ જાય છે. એટલે એના કારણે મોક્ષ અટકતો ન હોવાથી એ મુક્તિનું પ્રતિબંધક નથી. માટે એ મુમુક્ષુને શા માટે અનિષ્ટ હોય ? આમાં રહસ્ય એ છે કે જે શાસ્ત્રવિહિત હોય... ને શાસ્ત્રવિહિતપણે કરાયું હોય, એનાથી જે પુણ્યબંધ થાય એ નિર્જરાનો પ્રતિબંધક હોતો નથી. પ્રાસંગિક અનુકંપાદાન પણ શાસ્ત્રવિહિત છે જ. ને તેથી પુણ્યબંધ હોવામાત્રથી એ સાધુઓને દોષજનક નથી. પ્રશ્ન ઃ તમે જ પૂર્વે કહી ગયા છો કે અનુકંપાદાનથી ભોગસુખની પ્રાપ્તિ થાય છે. એટલે સાધુભગવંત અપવાદપદે પણ અનુકંપાદાન આપે તો એનાથી ભવિષ્યમાં ભોગપ્રાપ્તિ થવાની જ, જેના કારણે પાછી ભવપરંપરા ઊભી થવાની. જેમાં સ્વાત્મહિતરૂપ સ્વાર્થ ભળેલો ન હોય, પણ ઉપરથી ભવવૃદ્ધિરૂપ અહિત ભળેલું હોય એવો તો કોઈ પરાર્થ (પરોપકાર) કરવો શાસ્ત્ર દ્વારા અનુજ્ઞાત નથી. એટલે આવા આપવાદિક અનુકંપાદાનથી અન્યને બોધિપ્રાપ્તિ વગેરે થવારૂપ પરોપકાર રહ્યો હોવા છતાં, સાધુને તો ભોગપ્રાપ્તિ દ્વારા ભવપરંપરાવૃદ્ધિરૂપ અહિત જ થતું હોઈ એ શી રીતે ઇષ્ટ બને ? ઉત્તર : ‘આ આપવાદિક અનુકંપાદાનથી પુણ્યબંધ દ્વારા Page #38 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૪ ભોગપ્રાપ્તિ થશે' વગેરે તમારી વાત બરાબર નથી, કારણ કે ભોગસામગ્રી મળવા છતાં ભોગનો અનુભવ કરાવી આપે એવો અધ્યવસાય હોતો નથી. આશય એ છે કે ભોગસામગ્રી રૂપ વિષયોની પ્રાપ્તિ = સંપર્ક થવો એ માત્ર ‘ભોગ’ નથી. નહીંતર તો અપ્રમત્ત મહાત્માઓને પણ આહારાદિકાળે રસનેન્દ્રિય વગેરેના વિષયનો સંપર્ક હોવાથી ‘ભોગ' માનવો પડે. કિન્તુ વિષયસંપર્ક થવા પર એમાં તન્મય બની રાગ આસક્તિ આદિ કરવા એ ભોગ છે. યાચકને બોધિપ્રાપ્તિ થાઓ વગેરે શુભભાવથી કરેલા અનુકંપાદાનના પ્રભાવે પ્રાપ્ત થયેલા વિષયો પર આવી આસક્તિ થતી ન હોવાથી એ ‘ભોગ’રૂપ બનતા નથી. પ્રશ્ન : આવું શી રીતે બને ? જીવનો અનાદિકાળથી એવો અભ્યાસ છે કે વિષયો પ્રાપ્ત થાય એટલે આસક્તિ થઈ જ જાય. ૩૩ ઉત્તર ઃ એક સામાન્ય કાયદો એવો છે કે શુભ કે અશુભ ક્રિયાકાળે જેવો ભાવ હોય તેવો ભાવ, તે ક્રિયાજન્ય પુણ્ય કે પાપના ઉદયકાળે પ્રાયઃ કરીને આવે છે. એટલે કે શુભ-અશુભક્રિયાને અનુસરીને પુણ્ય-પાપ બંધાય છે અને એ ક્રિયા વખતે રહેલા શુભ-અશુભભાવને અનુસરીને તે પુણ્ય કે પાપના ઉદયકાળે શુભ-અશુભભાવની પ્રાપ્તિ થાય છે. સાધુઓ વિશેષપ્રસંગે જે અનુકંપાદાન કરે છે એ વખતે ‘આ લેનારને આહાર વગેરેની પ્રાપ્તિ થવા દ્વારા એનું ભૂખનું દુઃખ થાઓ અને એને ભોજનાદિનું સુખ મળો’ એવો ભાવ નથી હોતો, પણ ‘આ અનુકંપાદાન દ્વારા લેનાર યાચક બોધિપ્રાપ્તિ વગેરે દ્વારા રાગ-દ્વેષાદિના ભયંકર બંધનરૂપ સંસારમાંથી સર્વથા મુક્ત થાઓ' ઇત્યાદિ ભાવ (= અભોગપરિણામ) હોય છે. એટલે આ અનુકંપાદાનરૂપ ક્રિયાથી બંધાયેલા પુણ્યના ઉદયે વિષયોની પ્રાપ્તિ થવા પર પણ તેવા રાગ-આસક્તિમય પરિણામ (ભોગ પરિણામ) થતા નથી. આમ ભોગસામગ્રી મળવા છતાં અભોગપરિણામના પ્રભાવે ભોગાનુભવ થતો નથી, ને તેથી સંસારવૃદ્ધિ પણ થતી નથી. ‘આ અમૃત છે’ ‘આ અમૃત છે' એવા વારંવારના ચિંતનરૂપ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મંત્રથી મંત્રિત થયેલું પાણી પણ માનવીની એવા શ્રદ્ધાના પ્રભાવે જેમ અમૃતનું કામ કરે છે, (પાનીયમપ્યગૃતમિત્યનુચિજ્યમાન કિ નામ નો વિષ વિકારમાકરોતિ ? કલ્યાણ મંદિર સ્તોત્ર) તેમ ભોગના હેતુભૂત વિષયો પણ અભોગ પરિણામના પ્રભાવે અભોગનું કાર્ય કરે છે. ને તેથી ભોગપ્રાપ્તિ દ્વારા સંસારવૃદ્ધિની શંકા ઊભી રહેતી ન હોવાથી કારણિક અનુકંપાદાનનો નિષેધ કરી શકાતો નથી. બાકી યાચકને આપવું સાધુને ઈષ્ટ ન હોવામાં તમે જે કારણ આપ્યું છે કે યાચકને આપવાથી પુણ્ય બંધ થાય છે, ને એ સાધુને અનિષ્ટ છે' તે કારણ પણ પરિપૂર્ણ સત્ય નથી, કારણ કે યાચકને આપવાથી સંયમને ઉદેશીને ગૃહસ્થોએ આપેલ વસ્તુ પાછી અસંયમમાં જાય એ અનિષ્ટ હોવાનું મુખ્ય કારણ છે. આ રીતે દાનના પ્રથમ પ્રકાર અનુકંપાદાનની વાતો કરી. હવે બીજા પ્રકાર સુપાત્રદાનની વાત શરૂ થાય છે. સુપાત્રને ભક્તિથી જે અપાય તે સુપાત્રદાન કહેવાય છે. એ મોક્ષદાયક હોય છે. પ્રશ્ન : આમાં ભક્તિ એટલે શું? ઉત્તર : સુપાત્રના આલંબને પોતે ભવસમુદ્ર તરી જવાની વાંછા એ ભક્તિ છે. શંકાઃ “આ મારે આરાધ્ય છે (મારી આરાધનાનું પાત્ર છે)' આવી પ્રતીતિ એ ભક્તિ તરીકે પ્રસિદ્ધ છે, તો તમે કેમ ઇચ્છાને ભક્તિ તરીકે કહો છો ? આમાં “આરાધનાનું પાત્ર’ એમ જે કહ્યું છે તેમાં “આરાધના' એટલે ગૌરવશાળી એવા આરાધ્ય જેનાથી પ્રસન્ન થાય એવી ક્રિયા. પ્રશ્ન : જે ગૌરવશાળી આરાધ્ય વ્યક્તિ ખૂબ ઉચ્ચભૂમિકાએ પહોંચી ગઈ હોય છે એમને પ્રસન્નતા-અપ્રસન્નતા જેવું કશું હોતું જ નથી. તો એમની આરાધના અશક્ય બની જશે. ઉત્તર : ના, આરાધ્યની સેવા કરવી એ પણ આરાધનારૂપ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બત્રીશી-૧, લેખાંક-૪ હોવાથી એ અશક્ય બનતી નથી. આવી પ્રસન્નતાજનક ક્રિયારૂપ કે સેવારૂપ આરાધનાના પાત્ર તરીકેની આરાધ્યની પ્રતીતિ એ ભક્તિ તરીકે પ્રસિદ્ધ છે તો તમે કેમ ઇચ્છાને ભક્તિ તરીકે જણાવી રહ્યા છો? સમાધાન : તમે કહી એવી “આરાધ્ય તરીકેની પ્રતીતિરૂપ ભક્તિનું ફળ જેમ ભવનિસ્તાર છે તેમ પોતે ભવસમુદ્રને તરી જવાની વાંછારૂપ ભક્તિનું ફળ પણ ભવનિસ્તાર હોવાથી એને પણ ભક્તિરૂપે કહેવામાં કાંઈ વાંધો નથી. સુપાત્ર સમજીને ભક્તિથી અપાતું દાન એ પાત્રદાન. એના ચાર ભાંગા છે. (૧) સંયતને શુદ્ધદાન (૨) સંયતને અશુદ્ધદાન (૩) અસંયતને શુદ્ધદાન અને (૪) અસંયતને અશુદ્ધદાન. આ ચારમાંથી પ્રથમ ભાંગો અત્યંત શુદ્ધ છે, કારણ કે એનાથી માત્ર કર્મનિર્જરા જ થાય છે, કોઈ પાપ બંધાતું નથી. જેઓએ પૂર્વબદ્ધ પાપકર્મોનો નિંદા-ગહ વગેરેથી નાશ કર્યો છે, ભવિષ્યકાલીન પાપને પચ્ચષ્માણ દ્વારા અટકાવ્યું છે ને વર્તમાનકાલીન પાપને સંવર દ્વારા = જયે ચરે, જય ચિઠે. વગેરે મુજબ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી વગેરરૂપ જાગૃત-સાવધાન સંયમ દ્વારા અટકાવ્યું છે, આવા સુપાત્રરૂપ સાધુભગવંતને ગોચરી સંબંધી દોષરહિત શુદ્ધ અન્ન વગેરેનું દાન કરીને શ્રાવકો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે તેને વિપુલ નિર્જરા સાથે છે, ને એટલે એના પ્રભાવે) સાનુબંધ પાપ બાંધતા નથી. આમાં આ પુણ્ય જે બંધાય છે તે પુણ્યાનુબંધી હોવાથી મોક્ષપ્રતિ પ્રમાણમાં પ્રતિબંધક બનતું નથી, પણ ઉપરથી પ્રથમ સંઘયણ વગેરે સામગ્રી પૂરી પાડીને મોક્ષને અનુકૂલ બની જાય છે. (૨) સંયતને અશુદ્ધદાન - આ ભાંગામાં ફળ મળવામાં ભજના છે, અર્થાત્ વિકલ્પ છે. આગમોમાં જેવા વિકૃષ્ટ તપ (અઠમ ને અઠમની ઉપરનો તપ એ વિકૃષ્ટ તપ કહેવાય છે) કહ્યા છે તેવા તપને વારંવાર આચરનાર વિકૃષ્ટ તપસ્વીને આપવામાં આપતું અશુદ્ધદાન કે દુકાળ – જંગલ વગેરેમાં દીર્ઘવિહાર - ગ્લાનવાધિરૂપ આગાઢ કારણે, વિકૃષ્ટતપસ્વી ન હોય એવા પણ સાધુને આપેલું અશુદ્ધદાન, દાતા ગૃહસ્થ અને લેનાર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સાધ... બંનેને હિતકર બને છે. કારણ કે દાતાના દિલમાં “આ મહાત્મા આવા વિશેષ પ્રકારના પાત્રરૂપ છે' એવો કે “અત્યારે એવું વિશેષ પ્રકારનું દુકાળ વગેરરૂપ કારણ ઉપસ્થિત થયું છે એવો વિવેક સ્કુરાયમાણ હોય છે, તે લેનારા સાધુ ગીતાર્થ વગેરે પદોથી યુક્ત હોય છે. પ્રશ્ન : આ ગીતાર્થ વગેરે પદો કયા છે? ઉત્તરઃ (૧) ગીતાર્થ ક્યારે અપવાદ સેવવો? કેટલો અપવાદ સેવવો ? કેવો અપવાદ સેવવો વગેરેનો યથાર્થ નિર્ણય કરવા માટે ગીતાર્થતા જોઈએ જ. (૨) જયણા – દસ ટકા અપવાદથી ચાલી જતું હોય તો પંદર ટકા અપવાદ ન સેવવો. પંદર ટકાથી ચાલે એવું હોય તો ૨૦ ટકા ન સેવવો. આ બધું જયણા કહેવાય છે. (૩) કૃતયોગીઃ તે તે કાર્ય કે તપ વગેરેનો અભ્યાસી હોય અથવા નિર્દોષ મળી રહે એ માટે ત્રણ વાર પ્રયાસ કરી જોયો હોય. ને છતાં ન મળવાથી પછી દોષસેવન કરનારો હોય. અને (૪) કારણ : અપવાદ સેવવો જ પડે એવું પ્રબળકારણ હોય. અન્ય આચાર્ય ભગવંતોના મતે અહીં પાંચ પદો કહ્યા છે. ગીતાર્થ વગેરે ત્રણ પદ તો આ જ મુજબ. પણ છેલ્લા “કારણ પદના સ્થાને અરક્ત (=રાગ-આસક્તિ વિનાનો) અને અદ્વિષ્ટ દ્વિષ વિનાનો) એવા બે પદ તેઓ કહે છે. (પ્રબળકારણ હોય તો જ દોષસેવન છતાં રાગ-દ્વેષ મુક્ત રહી શકાય છે, અન્યથા નહીં. એટલે આમ આ બે મતોમાં પારમાર્થિક કોઈ વિશેષ તફાવત નથી, એ જાણવું.) જ્યારે આ ચાર કે આ પાંચ શરતો પરિપૂર્ણ હોય છે ત્યારે અશુદ્ધ આહારાદિ (= ગોચરીના દોષવાળા આહારાદિ) વહોરવા છતાં સાધુ ભગવંતને કોઈ દોષ લાગતો નથી, પણ ઉપરથી ચારિત્રકાયને ટેકો મળે છે જેનાથી ઉત્તરોત્તર સંયમસ્થાનની પ્રાપ્તિ, કર્મનિર્જરા વગેરે લાભ થાય છે. અલબત્ત છદ્મસ્થતા, જયણા વગેરેમાં ઓછે વત્તે અંશે ગરબડ કરાવી શકે છે, તેથી તેમ જ પોતાના પરિણામોની રક્ષા કરવી છે, તેથી અપવાદસેવનની પણ આલોચના તો કરવાની જ હોય છે. * Sા, Page #42 -------------------------------------------------------------------------- ________________ (લેખાંક - વિશેષ પ્રકારના પાત્રને કે વિશેષ પ્રકારના કારણે સંયતને અપાતા અશુદ્ધદાનનો ગયા લેખમાં આપણે વિચાર કરી રહ્યા હતા. - દાતા બે પ્રકારે હોય છે - સાધુને અનેષણીય – અપ્રાસુક ન અપાય એવું જાણનારા અને એવું ન જાણનારા (મુગ્ધ). આમાંથી મુગ્ધ જે અશુદ્ધદાન કરે છે એની વાત આગળ આવવાની છે. જેઓ ઉપર કહેલી જાણકારીવાળા છે તેઓ સામાન્ય પરિસ્થિતિમાં અશુદ્ધ દાન તો જ આપે જો એમનો સાધુભગવંતની અવહેલના કરવી વગેરે રૂપ અભિનિવેશ હોય. પણ એની વાત પણ આગળ આવવાની છે. એટલે જણાય છે કે અહીં (સંયતને અશુદ્ધદાન એવા બીજાભાંગામાં) જે દાતા લેવાનો છે તે અમુગ્ધ = જાણકાર છે ને અનભિનિવિષ્ટ = અભિનિવેશ વિનાનો છે. આવો દાતા તો વિશેષ પ્રકારનું પાત્ર હોય કે વિશેષ પ્રકારનું કારણ હોય તો જ અશુદ્ધ આપે, એ સિવાય નહીં. માટે “દાતાનું અંતઃકરણ વિવેકથી શુદ્ધ હોવું જોઈએ એવી શરત અહીં જણાવેલી હતી. આવા દાતાને તથા ગીતાર્થ વગેરે શરતોથી પરિપૂર્ણ સાધુને આવા અશુદ્ધદાનથી પણ લાભ, લાભ અને માત્ર લાભ જ થાય છે. પણ જ્યારે એવું વિશેષ પ્રકારનું પાત્ર ન હોય કે વિશેષ પ્રકારનું કારણ ન હોય ત્યારે આવો લાભ થઈ શકતો નથી. માટે સંયતને અશુદ્ધદાનના બીજા ભાગમાં વિકલ્પ પરિપૂર્ણ ફળ પ્રાપ્તિ કહેલી છે. શંકા - તમે કહો છો કે આ રીતે અશુદ્ધ દાન દેવા છતાં દેનાર અને લેનાર... બંનેને પરિપૂર્ણ ફળ મળે છે – અર્થાત્ લાભ-લાભ ને માત્ર લાભ જ થાય છે, જ્યારે શ્રીભગવતીસૂત્રમાં તો એમ કહ્યું છે કે આવું અશુદ્ધદાન દેનાર શ્રમણોપાસકને વિપુલ કર્મનિર્જરા થાય છે, પણ સાથે થોડો પાપકર્મબંધ પણ થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - આમાં કોઈ વિરોધ નથી, કારણ કે અમે જે માત્ર લાભ જ થવાની વાત કરી છે તે અમુગ્ધ = જાણકાર શ્રમણોપાસક દાતા માટે કરી છે જ્યારે શ્રીભગવતીસૂત્રમાં જે વાત કરી છે તે અજાણકાર મુગ્ધ જીવ માટે કરી છે. આમાં આશય એ છે કે કેટલાક પાસત્થા વગેરે શિથિલ સાધુઓ મુગ્ધ જીવોને આવું સમજાવતા હોય છે કે જેમ લુબ્ધક = શિકારી માટે ગમે તે રીતે હરણનો પીછો પકડવો (પછી ભલે ને હરણ એનાથી દૂર ભાગી રહ્યું હોય) એ શિકારની પ્રાપ્તિ થવારૂપ લાભ માટે છે, એમ સાધુભગવંતો દોષિત આહારાદિથી ગમે એટલા ભાગવા મથતા હોય, ના પાડતા હોય તો પણ સાધુનો વહોરાવવા માટે પીછો પકડવો એ તમારા (સુપાત્રદાનની પ્રાપ્તિરૂપ) લાભ માટે થાય છે. ગમે તે રીતે (અર્થાત્ નિર્દોષ ઉપલબ્ધ ન હોય તો, દોષિત બનાવીને પણ) સાધુ મહારાજને વહોરાવવું – એમની ભક્તિ કરવી એમાં જ તમારું હિત છે. પાસત્થાઓની આવી સમજાવટથી ભાવિત થયેલા જીવો લુબ્ધક દૃષ્ટાન્તભાવિત મુગ્ધ જીવો કહેવાય છે. આમ મુગ્ધતા અને લુબ્ધક દૃષ્ટાન્તના પ્રભાવે “ગમે તે રીતે વહોરાવવાથી મારું હિત જ થવાનું છે' એવો અભિપ્રાય હોવાથી “આમને વહોરાવું જેથી મારું કલ્યાણ થાય આવો શુભઆશય પેદા થયેલો હોય છે જેના કારણે પ્રચુર કર્મનિર્જરા થાય છે અને એમાં જે કાંઈ અનાવશ્યક આરંભ-સમારંભાદિ થવા.. વગેરે રૂ૫ અવિધિ થાય છે એના કારણે અલ્પ પાપ બંધ થાય છે. શંકા શ્રી ભગવતીસૂત્રમાં, ઉપર જણાવ્યા મુજબ, અશુદ્ધદાન દેનારને પ્રચુરનિર્જરા, અલ્પપાપબંધ થાય છે, એમ કહ્યું છે. જ્યારે ઠાણાંગજીમાં એમ કહ્યું છે કે “સુવિહિત સાધુ ભગવંતને અશુદ્ધ આહારાદિ આપવાથી અલ્પ આયુષ્યનો બંધ થાય છે. તથા, સુંદર સંયમ પાલન કરનારા મહાત્માને હીલના, નિંદા, અપમાન વગેરે કરીને અપ્રીતિકર - અશુદ્ધ આહારાદિ વહોરાવવાથી અશુભદીર્ઘ આયુષ્યનો બંધ થાય છે.” તો આની સંગતિ શી રીતે કરવી ? કારણકે અલ્પ આયુષ્યના બંધની જે વાત કરી છે તેમાં હીલના વગેરે નથી એ તો સમજાય જ છે, ને તેથી એ, ભગવતીજીમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બત્રીશી-૧, લેખાંક-૫ કહેલ અશુદ્ધદાનની જ વાત છે, એમ માનવું પડે છે. વળી એમાં અલ્પ આયુષ્ય બંધ કહ્યો છે એટલે જણાય છે કે એનાથી ક્ષુલ્લકભવનું આયુષ્ય બંધાય છે, કારણ કે ક્ષુલ્લકભવનું આયુષ્ય જ સૌથી અલ્પ હોય છે. પણ જે અનુષ્ઠાન પ્રચુરનિર્જરાનું જનક હોય તે અલ્પાયુષ્યનો બંધ કરાવનાર હોય એવું શી રીતે સંગત બને ? એટલે આ બેની સંગતિ શી રીતે કરવી ? સમાધાન : ઠાણાંગજીમાં જે અલ્પઆયુષ્યનો બંધ જણાવ્યો છે, તેમાં અલ્પ આયુષ્ય તરીકે ક્ષુલ્લકભવનું આયુષ્ય લેવાનું નથી, પણ સુવિહિત સાધુને નિર્દોષ આહારાદિ દેનાર દાતાને જે શુભ આયુષ્ય બંધાય તેની અપેક્ષાએ જે અલ્પ હોય એવું શુભ આયુષ્ય સમજવાનું છે. એટલે એની સાથે પ્રચુરનિર્જરા થાય એમાં કોઈ અસંગતિ નથી. જે દાતા ગોચરીના દોષો વગેરેનો જાણકાર છે, અર્થાત્ લુબ્ધક દૃષ્ટાંત ભાવિત નથી - મુગ્ધ નથી, એ દાતા જ્યારે એવું વિશેષ કારણ ન હોય ત્યારે તો સામાન્યથી અશુદ્ધદાન આપે નહીં (અર્થાત્ સાધુ ભગવંત માટે અશુદ્ધ આહારાદિ બનાવે જ નહીં). છતાં, “અશુદ્ધ વહોરાવીને આ સાધુને એમના ચારિત્રથી ભ્રષ્ટ કરું.” આવો બધો દ્વેષ - હીલનારૂપ અશુભ આશય અભિનિવિષ્ટ દાતાને હોય ત્યારે એ એવા કારણવગર પણ સાધુમહારાજને અશુદ્ધ આહારાદિ આપે એ સંભવે છે. પણ આ આપવાની ક્રિયામાં એનો સાધુ ભગવંતની હિલના વગેરે કરવાનો અશુભ આશય પ્રબળ હોવાથી એનાથી દીર્ઘ એવું અશુભ આયુષ્ય બંધાય છે. શંકા - આજકાલ હંમેશા જિનવાણીનું શ્રવણ કરનારા, સાધુ ભગવંતોના વિશેષ સંપર્કમાં આવનારા, અને તેથી ગોચરીના દોષોના પણ જાણકાર બનેલા... આવા શ્રાવકો પણ, વગર વિશેષ કારણે પણ, સાધુ ભગવંતોને અશુદ્ધ આહારાદિનું દાન કરતાં જોવા મળે છે. શું એ બધાને દીર્ઘ અશુભ આયુષ્ય બંધાય ? સમાધાન આ બધાને હીલના - વૈષ વગેરેનો અશુભ આશય હોતો નથી, માટે અશુભ આયુષ્ય શી રીતે બંધાય ? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા - ગોચરીના દોષોના જાણકાર છે, વળી દ્વેષ વગેરે જો નથી, તો તેઓ અશુદ્ધ શા માટે વહોરાવે ? સમાધાન - એમણે જિનવાણી શ્રવણ વગેરે દ્વારા દોષોને જે સાંભળ્યા છે તે કાન સુધી જ.. હૈયે હજુ પહોંચ્યા નથી, અર્થાત્ એમની દોષોની જાણકારી ઉપરછલ્લી છે, હાર્દિક-સચોટ નથી, એવું માનવું પડે. વળી, દોષો સાંભળ્યા છે, જાણ્યા છે, એ વાત સાચી. પણ સાથે સાથે, એમના દિલમાં, “આવા પંચમકાળમાં પણ આ સાધુ ભગવંતો કેવું સંયમ પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે... તપ - ત્યાગ – સ્વાધ્યાય વગેરે કરે છે... કેવું ધન્ય જીવન ! ક્યાં આપણે ને ક્યાં તેઓ ? આપણાથી તો આમાંનું કશું થાય એવું નથી....' આવો બધો ખૂબ અહોભાવ હોય છે. એટલે સાધુ ભગવંતોની તો જેટલી થાય એટલી ભક્તિ કરી જ લેવી. એનાથી આપણને ખૂબ લાભ થાય.. આવો ભક્તિભાવ દિલમાં વિલમ્યા કરતો હોય છે. આ ભક્તિભાવ જેટલો જોરદાર, એટલી પ્રચુરનિર્જરા ને શુભઆયુષ્યનો બંધ થાય છે તથા અશુદ્ધ આહારાદિ બનાવવામાં જે કોઈ આરંભાદિ થાય છે ને અજયણા વગેરે થાય છે એના પ્રમાણમાં અલ્પ પાપબંધ થાય છે. હવે પાત્રદાન ચતુર્ભગીના ત્રીજા – ચોથા ભાંગાની વિચારણા “આ સુગુરુ છે. આમની ભક્તિ કરવાથી મારો ભવનિસ્તાર થશે... આવી રીતે અસંયતને અંગે સુપાત્રપણાની બુદ્ધિ કરવી ને પછી એમને ભક્તિપૂર્વક શુદ્ધ કે અશુદ્ધ જે આહારાદિ આપવામાં આવે છે તે અસાધુને સાધુ માનવારૂપ વિપરીત બુદ્ધિના કારણે કર્મબંધ કરાવનારું બને છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે તેવા પ્રકારના અસંયતને – અવિરતને પ્રાસુક કે અમાસુક. એષણીય કે અષણીય આહારાદિ આપનારા શ્રાવકને એકાંતે પાપકર્મ બંધ થાય છે, જરા પણ નિર્જરા થતી નથી. અલબત્ત પ્રાસુક એષણીય આહારાદિમાં જીવહિંસા હોતી નથી, જ્યારે અશુદ્ધ (અમાસુક – અનેષણીય) આપવામાં એ હોય છે ને તેથી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બત્રીશી-૧, લેખાંક-૫ બંનેમાં થોડો તફાવત પણ પડે છે, તેમ છતાં “અસંયમનું પોષણ - વિપરીત બુદ્ધિ રૂપ મુખ્ય બાબત બંનેમાં સમાન હોવાથી તેના ફળરૂપ પાપબંધ અને કર્મનિર્જરાનો અભાવ બંનેને તુલ્પરૂપે થાય છે, એવી અહીં વિવક્ષા કરી છે. આ વાત ભક્તિથી અસંયતને અપાતા દાન અંગે જ જાણવી. અનુકંપાથી અપાતા દાન અંગે નહીં, કારણકે અનુકંપાથી તો કોઈને પણ દાન આપવાનો શાસ્ત્રોમાં નિષેધ નથી. પ્રશ્ન : કોઈક સંન્યાસી વગેરેને આપણા સિવાય પણ આપનારા ઘણા હોય ને તેથી મળ્યું પણ ઘણું હોય. અર્થાત્ ત્યાં અનુકંપાની વાત નથી. તો શું એને ન આપવું? આપણા આંગણે આવેલા ખાલી હાથે પાછા જાય, તો એમાં આપણી સજ્જનતા શી રીતે રહે ? ઉત્તર ઃ આવું હોય ત્યારે એ ઔચિત્યદાનરૂપ જાણવું - અનુકંપાના ઉપલક્ષણથી ઔચિત્યદાનનો પણ ક્યાંય નિષેધ નથી, એ સમજી લેવું જોઈએ. આમાં પણ પાપબંધરૂપ કટુફળ મળતું નથી, કારણકે આમાં પણ કોઈ વિપરીતબુદ્ધિ નથી (અસાધુને સાધુ માનવાની વિપરીત બુદ્ધિ નથી). અથવા બીજી રીતે વિચારીએ તો આ ઔચિત્યથી આપેલું દાન પણ અનુકંપાદાનમાં સમાવેશ પામી શકે છે. તે આ રીતે – આ સંન્યાસી વગેરેને નહીં આપું તો એ સંન્યાસી તેમજ જોનારા અન્ય લોકો “આનો ધર્મ કેવો કે દાન આપવાનો નિષેધ કરે છે.' ઇત્યાદિ રૂપે ધર્મની નિંદા કરીને બોધિદુર્લભ ન બનો એવી ભાવ અનુકંપા એમાં ભળી શકતી હોવાથી એ અનુકંપા અનુષ્ઠાન બની શકે છે. આપણે જોઈ ગયા કે દ્રવ્યઅનુકંપામાં, દુઃખી જીવના તત્કાલીન દુઃખમાંથી ઉદ્ધારની ભાવના હોય છે. ભાવઅનુકંપામાં, બોધિપ્રાપ્તિ આદિ દ્વારા સામા જીવના તેમજ અન્ય પણ અનેક જીવના સર્વકાલીન સંસાર દુઃખમાંથી ઉદ્ધારની ભાવના હોય છે. (ઉપર જણાવ્યા મુજબ ઔચિત્યદાનમાં પણ આવી જ ભાવઅનુકંપા સમાવિષ્ટ હોવાથી આવી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાવના સમજી શકાય છે). સુપાત્રદાનમાં સુપાત્રના આલંબને પોતાના સર્વકાલીન સર્વ દુઃખમય સંસારથી ઉદ્ધારની ભાવના હોય છે. જે પરિવ્રાજક - બાવા - જોગી વગેરેની પરિસ્થિતિ અનુકંપાપાત્ર નથી. ને તેથી અનુકંપાદાન આવશ્યક નથી. વળી ઔચિત્યપાલનનો પણ જેનો પોતાનો આશય નથી. તથા તેઓ સુપાત્ર ન હોવાથી એમના આલંબને સંસારને તરી જવાની ભાવના જાણકાર શ્રાવકને થવી શક્ય નથી. (કદાચ એ થાય તો એ જ વિપરીત બુદ્ધિ રૂપ બનવાથી દોષજનક બની રહે) એટલે, પરિવ્રાજક વગેરેને આપવામાં એ પરિવ્રાજક વગેરેના મિથ્યાત્વ, અસંયમ વગેરે દોષોનું પોષણ નજર સામે તરવરે જ. ને તેમ છતાં શ્રાવક એમને આપે તો (અનુકંપા – ઔચિત્ય ન હોવાથી) એ ભક્તિથી આપ્યું કહેવાય. આ રીતે અપાતું દાન એ ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું છે. આશય એ છે કે ચંદનના કોલસા પાડીને કોલસાનો વેપાર કરનાર જે કમાય એના કરતાં ચંદનનો ચંદન તરીકે જ વેપાર કરનારો ઘણું કમાઈ શકે છે અને કોલસા પાડતી વખતની ગરમી – મહેનત વગેરે કષ્ટમાંથી બચી શકે છે. પ્રસ્તુતમાં સુપાત્રમાં દાન કરવા યોગ્ય શુદ્ધ – આહારાદિ એ ચંદન છે. એનો સુપાત્રમાં જ વિનિયોગ કરવો એ ચંદનનો વેપાર છે. એના બદલે એનું કુપાત્રને દાન દેવું એ કોલસા પાડવા જેવું છે. માટે એ ઇચ્છનીય નથી. એ લાભકર્તા નહીં, પણ નુકશાનકર્તા બને છે. પ્રશ્ન : ભક્તિથી અપાતું દાન સુપાત્રને અપાતું હોય તો લાભ જ લાભ છે, અને કુપાત્રને અપાતું હોય તો માત્ર નુકશાન જ છે, એ જાણું. તો હવે એ બતાવો કે પાત્ર તરીકે કોણ કોણ આવે? ને ભક્તિથી એમને આપેલું દાન કયા કારણે કેવું ફળ આપે છે? ઉત્તર : સુપાત્રદાન માટેનાં સુપાત્ર ત્રણ છે, સાધુ ભગવંત, શ્રાવક અને અવિરતસમ્યગ્દષ્ટિ. સાધુ ભગવંત વગેરેમાં સંયમ - દેશવિરતિ Page #48 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧, લેખાંક-૫ ૪૩ વગેરે જે ગુણો રહેલા હોય છે તેના કારણે દાતાના દિલમાં ભક્તિ ઉભરાય છે. આવી ભક્તિથી અપાતા દાનથી તે સંયમ વગેરે ગુણોની અનુમોદના થાય છે. વળી આ દાન આપવામાં પોતાના આચારોનું ઉલ્લંઘન હોતું નથી. અર્થાત્ ઔચિત્યપાલન હોય છે. એટલે ગુણોની અનુમોદના અને ઔચિત્યનું પાલન... આ બે કારણે આ દાન સર્વસંપત્કર મનાયું છે. અન્ય સંન્યાસીમાં રહેલા બ્રહ્મચર્ય - ક્ષમા વગેરે ગુણોથી આકર્ષાઈને તે ગુણોની અનુમોદના માટે કોઈ શ્રાવક એમને પણ સાધુની જેમ જ ભક્તિથી દાન આપે તો એમાં ઔચિત્યપાલન ન હોવાથી એ દાન સર્વસંપત્ઝર બનતું નથી. પણ સુપાત્રને આ રીતે આપેલું દાન જ્ઞાનપૂર્વક અપાતું હોવાથી પરંપરાએ મોક્ષના મહાઆનંદને આપનારું બનતું હોય છે માટે એને સર્વસંપત્ઝરદાન કહેવાય છે. આમાં જ્ઞાનપૂર્વક એવું જે કહ્યું એનાથી એ સૂચિત થાય છે કે એ દાન દેતી વખતે, તે સાધુ વગેરે સુપાત્રમાં રહેલા સંયમ વગેરે વિશિષ્ટ ગુણોના આકર્ષણ - અનુમોદન વગેરેથી જ ચિત્ત રંગાયેલું હોય છે. વળી, ભક્તિપૂર્વક અપાઈ રહેલા આ આહાર વગેરેથી મહાત્માના સંયમ - વૈરાગ્ય – સ્વાધ્યાયાદિની વૃદ્ધિ થશે આવો જ ભાવ હોય છે. (શ્રાવકો આગ્રહ કરતી વખતે મહાત્માઓને કહેતા હોય છે ને કે અમારા ભાણામાં આવશે તો રાગ દ્વેષ કરાવશે. આપના પાત્રે પડશે તો સંયમ - સ્વાધ્યાયમાં જશે...) આવા ભાવોના કારણે આ દાનથી જે પુણ્ય બંધાય છે તેના ઉદયકાળે પણ તે ગુણોનું વિશિષ્ટ આકર્ષણ, રાગ – દ્વેષાદિની વૃદ્ધિના બદલે વૈરાગ્યાદિની અનુભૂતિ... વગેરે ભાવો ને એને અનુકૂળ સામગ્રી વગેરે જ પ્રાપ્ત થાય છે, જે જીવને વિશેષ પ્રકારે મોક્ષ તરફ લઈ જાય છે. માટે એ સર્વસંપત્થર બને છે. પ્રશ્ન : સાધુ ભગવંતોને શુદ્ધ - આહારાદિ આપવામાં આરંભાદિ હોતા નથી, એ સ્પષ્ટ છે. પણ શ્રાવકની અને અવિરત સમ્યકત્વીની તો ભક્તિ કરવા માટે જે સાધર્મિકવાત્સલ્ય વગેરે કરવામાં આવે છે, તેમાં આરંભ વગેરે થાય જ છે. તો આ દાન સર્વસંપત્થર શી રીતે બને ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : શ્રાવકાદિ સુપાત્રની ભક્તિ કરવાના ભાવથી સાધર્મિક વાત્સલ્ય વગેરે જે પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં આરંભ (જીવહિંસા) વગેરે રૂપ જે કોઈ દ્રવ્યદોષ લાગે છે તે આગમ પ્રસિદ્ધ કૂપદષ્ટાન્ન મુજબ જયણાશીલ દાતાને પાપબંધ વગેરે રૂપ અનિષ્ટનો જનક બનતો નથી. કારણકે એ સ્વરૂપે સાવ હોવા છતાં અનુબંધથી નિરવદ્ય હોય છે. દેરાસર બનાવવું – પ્રભુપૂજા કરવી. આવા બધા શાસ્ત્રવિહિ અનુષ્ઠાનો વિધિપૂર્વક અને જયણાપૂર્વક કરવામાં જે દ્રવ્યહિંસ (પૃથ્વીકાયાદિ જીવોની હિંસા) થાય છે તે પરમાર્થથી અહિંસારૂપ હોય છે આ વાતનું પ્રતિપાદન “ઉપદેશપદ' ગ્રન્થમાં પદાર્થ – વાક્યર્થ વગેરે વિચારણાના અધિકારમાં કર્યું છે. માટે જ વિધિ અને જયણાપૂર્વક થતી પ્રવૃત્તિમાં જે વ્યવિરાધના થાય છે તે નિર્જરાફલક હોવી કહી છે. શ્રી ઓઘનિર્યુક્તિમાં (તેમજ શ્રીપિંડનિર્યુક્તિમાં) કહ્યું છે કે – સૂત્રમાં કહેલી વિધિથી પરિપૂર્ણ, અધ્યાત્મ વિશોધિથી યુક્ત અને જયણાતત્પર જીવથી જે વિરાધના થાય છે તે નિર્જરાત્મક ફળને આપનારી હોય છે. પ્રશ્ન : આગમપ્રસિદ્ધ જે કૂપદેષ્ટાન્ત છે તે શું છે? ઉત્તરઃ તૃષાતુર, શ્રમિત અને મલિનગાત્રવાળા મુસાફરો જળની શોધમાં હતા. છેવટે એમણે કૂવો ખોદવાનો નિર્ણય કર્યો. અલબત્ એ ખોદવામાં પ્રારંભે એમનો શ્રમ વધ્યો, તૃષા પણ વધી ને કાદવ વગેરેથી ખરડાવાના કારણે મલિનતા પણ વધી. પણ વિપુલ જળરાશિ પ્રાપ્ત થતાં જ આ ત્રણે દૂર થઈ તૃષાશમન - ઠંડક વગેરે તેઓએ મેળવ્યા. એમ, જિનપૂજા, સાધર્મિક વાત્સલ્યમાં જેટલા પ્રમાણમાં દોષ લાગે છે. પણ પ્રભુભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરેનો જે શુભભાવ ઉછળે છે એનાથી એ દોષ દૂર થઈને અનેકગણો વધારે અન્ય લાભ થાય છે. પ્રશ્ન : જેઓ અવિધિ - અજયણા કરે છે એમના અંગે આ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બત્રીશી-૧, લેખાંક-૫ અર્થઘટન થયું. પણ જેઓ સાવધાનીપૂર્વક ને પ્રયત્નપૂર્વક અવિધિ - અજયણા ટાળીને પ્રભુપૂજાદિ કરે છે તે અંગે કૂપદષ્ટાન્તનું અર્થઘટન શી રીતે કરશો ? - ઉત્તર : જયણા વગેરે દ્વારા પણ જેનો પરિહાર શક્ય નથી એવી અપરિહાર્ય જીવવિરાધના સિવાય બીજી કોઈ વિરાધના ન થાય એ રીતે જયણાપૂર્વક અને વિધિપૂર્વક) પ્રભુપૂજા વગેરે કરનાર દ્વારા અપરિહાર્ય એવી જે વિરાધના થાય છે તે દ્રવ્યહિંસારૂપ હોય છે, એ દોષરૂપ બનતી નથી. માટે આ રીતે પ્રવર્તનારને દોષ લાગતો નથી. તેથી દોષ દૂર કરવા રૂપે અર્થઘટન પણ થઈ શકતું નથી. એટલે એ અર્થઘટન આ રીતે કરવું કે – જેમ કૂવો ખોદવો એ પોતાને તો જળપ્રાપ્તિ દ્વારા અનેક રીતે ઉપકારક બને જ છે, પણ એમ એ, પાછળ આવનારા મુસાફરોને પણ તૃષાશનાદિ કરવા દ્વારા અનેક રીતે ઉપકારક બને છે. એમ જિનપૂજા - સાધર્મિક વાત્સલ્ય વગેરે પણ પોતાને તો લાભકર્તા છે જ પણ એ જોઈને અનુમોદના કરનારને પણ એ લાભ કર્તા બને છે. આ વાતો પરથી મને એવું પણ ભાસે છે કે, જે સાધર્મિક વાત્સલ્ય વગેરે દેખાદેખીથી માત્ર કીર્તિ વગેરે માટે કરવામાં આવે છે, સાધર્મિકોમાં રહેલા ગુણોના આકર્ષણથી થયેલ શુભભાવોલ્લાસનું તો જેમાં નામનિશાન નથી તથા વિધિ અને જયણાની તો જેમાં ધરાર ઉપેક્ષા જ છે, તેવા સાધર્મિક વાત્સલ્ય વગેરેથી તેના આયોજકને ઉપરોક્ત કોઈ વિશેષ લાભ થતા નથી. આ પ્રમાણે દાનવિધિનો જાણકાર, ધીર, ધર્મનો પ્રભાવક અને યથાશક્તિ દાન દેનારો ભાવુકજીવ મોક્ષસુખને પામે છે. જાતને પૂછો, હું ધન કમાવવામાં નીતિ જાળવું છું ? ખરચવામાં રીતિ રાખું છું ? આપવામાં પ્રીતિ દાખવું છું ? Page #51 -------------------------------------------------------------------------- ________________ અન , લેખાંક અનુકંપા શું છે? ને ભક્તિ શું છે ? .... અનુકંપાપાત્ર કોણ ? ને ભક્તિપાત્ર કોણ? અનુકંપાદાનનું ફળ શું ને સુપાત્રદાનનું ફળ શું? આમાં વપરીત્ય કરવાનું ફળ શું? આ બધી દાનબત્રીશીમાં આવેલી વાતોનો વિવેક જિનવચનોની દેશના દ્વારા મળી શકે છે, માટે હવે બીજી દેશના દ્વાáિશિકાનું નિરૂપણ ચાલુ કરવામાં આવે દર્દી કોણ છે? એ કાંઈ જોવાનું નહીં, જે દવા એકને આપી તે બધાને દીધે રાખવાની, કારણકે જે દવા હોય તે રોગ મટાડે જ... આવું કોઈ સારો વૈદ ક્યારેય કરે નહીં. એ તો દર્દી કોણ છે? બાળ છે? વૃદ્ધ છે? વગેરે જોશે ને પછી એ મુજબ દવા આપશે. તો જ એ દવા ધાતુનું સામ્ય કરીને રોગ મટાડનારી બને છે. નહીંતર યુવાનને યોગ્ય સારું પણ ઔષધ જો બાળ વગેરેને આપવામાં આવે તો એ એમને ગુણકર નીવડતું નથી. આ જ રીતે, ગીતાર્થ ગુરુભગવંતે “ભગવાનની વાણી છે ને ! એ તો કર્મરોગને દૂર કરવાનો ઉપકાર જ કરશે એમ વિચારી આડેધડ દેશના આપવાની હોતી નથી. કિન્તુ શ્રોતા જેવો બાળ, મધ્યમ કે પંડિત હોય તેને અનુસરીને દેશના આપવી જોઈએ. તો જ એ ભાવધાતુનું સામ્ય કરીને રાગદ્વેષ વગેરે ક્લેશોનો નાશ કરનારી બને છે. તેથી જ મધ્યમ વગેરે કક્ષાના શ્રોતાને યોગ્ય ઊંચી પણ ધર્મદેશના બાળ વગેરે કક્ષાના જીવોને હિતકર બનતી નથી. માટે શ્રોતા જે કક્ષાનો હોય તે કક્ષાને અનુરૂપ દેશના આપવી એ યોગ્ય છે. આમાં જો ગરબડ કરવામાં આવે તો શ્રોતાને લાભ થતો નથી એટલું જ નહીં, ઉપરથી ગેરલાભ પણ થઈ શકે છે. યથાસ્થાન દેશના આપવામાં ન આવે અને શ્રોતાની કક્ષાનું ઉલ્લંઘન કરીને જો દેશના દેવામાં આવે તો બુદ્ધિમાં અપરિણામ કે અતિપરિણામરૂપ Page #52 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૬ ૪૭ અંધાપો ચાલે છે, જેનાથી શ્રોતા ઉન્માર્ગે ઘસડાઈ જાય છે, માટે આ રીતે પરસ્થાન દેશના દેવી એ એક પ્રકારની કુશીલતા કરવા જેવું છે. જે કુશીલતા સન્માર્ગરૂપ વૃક્ષ માટે અગ્નિજ્વાલા સમાન હોય છે. એટલે કે એનાથી સ્વયં પોતાના માટે અને અન્ય શ્રોતા માટે સન્માર્ગ નષ્ટ થાય છે, અર્થાત્ સન્માર્ગથી દૂર ફેંકાઈ જવાનું થાય છે. બાળજીવને, બાળયોગ્ય દેશના આપવી... મધ્યમને મધ્યમયોગ્ય દેશના આપવી... આ બધું યથાસ્થાન દેશના કહેવાય છે. અને આમાં ગરબડ કરીને, બાળ વગેરે જીવોને મધ્યમ વગેરે યોગ્ય દેશના આપવી એ પરસ્થાન દેશના કહેવાય છે. આવી પરસ્થાન દેશનાથી શ્રોતા વગેરેને માર્ગભેદ - (માર્ગ ભ્રષ્ટતા) થાય છે. ને તેથી દેશનાદાતાને પણ મિથ્યાત્વની વૃદ્ધિ થવારૂપ મોટું નુકશાન થાય છે. માટે પરસ્થાન દેશના એ એક પ્રકારની કુશીલતારૂપ છે. પ્રશ્ન : બુદ્ધિમાં અપરિણામ કે અતિપરિણામરૂપ અંધાપો પરસ્થાન દેશનાથી પેદા થાય છે આવું તમે જે કહ્યું એમાં અપરિણામ કે અતિપરિણામ શું છે? ઉત્તર : બાળ મધ્યમ વગેરે જીવો કોને કહેવાય ? એનું વિશ્લેષણ કર્યા પછી આપણે આ વિચારણા દૃષ્ટાન્ત સાથે કરીશું. પ્રશ્ન : સારું. છતાં હજુ કેટલાક પ્રશ્નો રહે છે. વાચકપુંગવ શ્રીઉમાસ્વાતિ મહારાજે શ્રી તત્ત્વાર્થસૂત્રની પ્રથમ કારિકાના ૨૯ મા શ્લોકમાં કહ્યું છે કે – હિતની=ધર્મની વાતો સાંભળવાથી બધા જ શ્રોતાઓને લાભ થાય જ એવો નિયમ નથી. પણ વક્તા જો ઉપકાર કરવાની બુદ્ધિથી બોલતા હોય તો એમને તો અવશ્ય લાભ થાય જ છે. એટલે, આ વચનાનુસાર તો એમ જણાય છે કે વક્તા ભલે ને બાળ વગેરે જીવોને મધ્યમ વગેરે યોગ્ય દેશના આપે, પણ જો તેઓ હિતબુદ્ધિથી આપતા હોય અને આગમને અવિરુદ્ધપણે આપતા હોય તો તેઓને તો અવશ્ય લાભ જ થવો જોઈએ. જ્યારે તમે તો એમ કહો છો કે ભલેને હિતબુદ્ધિથી વક્તા કહેતા હોય, પણ જો પ૨સ્થાન દેશના દેતા હોય તો એનાથી શ્રોતા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને વક્તા બંનેને નુકશાન થાય છે. એટલે આમાં વિરોધ કેમ નહીં ? વળી શ્રોતાના મનમાં કેવા ભાવો રમે છે ? શ્રોતાની બાળ મધ્યમ વગેરે કઈ ભૂમિકા છે? આ બધું છબસ્થ વક્તા માટે જાણવું સહેલું પણ ક્યાં છે ? એટલે ઉપદેશક મહાત્મા માટે તો, શ્રોતાની ભૂમિકા કઈ છે એ પંચાતમાં પડ્યા વગર અનુગ્રહબુદ્ધિથી આગમોક્ત ઉપદેશ આપવો એ જ લાભકર્તા નથી ? ઉત્તર : વૈદ દર્દી પર ઉપકાર કરી રહ્યો છે આવું ક્યારે કહેવાય? આડેધડ દવા આપે તો કે દર્દીનું શરીર જોઈને દવા આપે તો ? એમ દેશ કાળાદિ જોઈને દવા આપે તો કે એ વગર મનફાવે તેમ દવા આપે તો? બસ, આ જ રીતે ઉપદેશક મહાત્મા ઉપકાર કરી રહ્યા છે આવું ક્યારે કહેવાય ? દેશ કાળ શ્રોતાની ભૂમિકા વગેરેને અનુસરીને દેશના આપે તો જ ને ! “મારે તો ઉપકાર કરવો છે. મારે તો ઉપકાર કરવો છે.” બસ આટલું જ વિચારે, ને દેશ-કાળાદિ કશું ન જુએ એને વૈદ નહીં, પણ ઊંટવૈદ કહેવાય છે. એને વૈદું કરવાનો વાસ્તવિક અધિકાર હોતો જ નથીએમ દેશ કાળાદિ તપાસે નહીં, શ્રોતાની ભૂમિકા કઈ છે ? એની કોઈ પરવા કરે નહીં. ને માત્ર ઉપકાર કરવો છે. ઉપકાર કરવો છે. એવી ધૂન... આવા વક્તાને વાસ્તવિક રીતે ધર્મોપદેશ કરવાનો અધિકાર જ નથી. વાચકડુંગવ શ્રીઉમાસ્વાતિ મહારાજે ધર્મોપદેશકને નિયમા લાભ થવાની જે વાત કરી છે તે જેઓ ખરેખર વક્તા તરીકે અધિકારી છે તેઓ માટે, નહીં કે અધિકારી વક્તા માટે. વળી એમણે “અનુગ્રહબુદ્ધિથી ઉપદેશ આપનારને એમ તો જણાવ્યું જ છે. વાસ્તવિક અનુગ્રહબુદ્ધિમાં શ્રોતાની ભૂમિકા જોવાની વાત આવે જ. એટલે આ બે વાતોમાં કોઈ અસંગતિ કે વિરોધ જેવું નથી, એ સ્પષ્ટ છે.” પ્રશ્ન : હજ એક પ્રશ્ન રહે છે. શ્રી આચારાંગજી (સૂ.૧૦૧) માં જણાવ્યું છે કે જેવી રાજા વગેરે પુણ્યશાળી શ્રોતાઓને દેશના આપવાની હોય છે એવી જ નિધન વગેરે પુણ્યહીનને દેશના આપવાની હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ બત્રીશી-૨, લેખાંક-૬ અર્થાત્ શ્રોતા બદલાય એટલે દેશના બદલી નાખવાની એવું નહીં, બધાને એકસરખી જ દેશના આપવાની. આચારાંગજીમાં આવું કહ્યું છે ને તમે તો શ્રોતા બદલાય તો દેશના બદલી નાખવાની, એમ કહો છો. આવું કેમ ? ઉત્તરઃ આચારાંગજીમાં આજે કહ્યું છે તે સાધુએ દેશના નિસ્પૃહપણે આપવી જોઈએ એ વાતને જણાવવા માટે કહ્યું છે. અર્થાત્ રાજા, મંત્રી, શેઠિયા વગેરે સાંભળનારા હોય તો ધર્મોપદેશ આદરપૂર્વક આપે, જેથી વસ્ત્ર-પાત્ર સારી સારી ભિક્ષા વગેરે પ્રાપ્ત થાય.... નિર્ધન પાસેથી તો શું મળવાનું છે ? એમ વિચારી એને ધર્મોપદેશ ન આપે, અથવા ઉપેક્ષાથી આપે. આવું ન થાય એ માટે આટલો અધિકાર છે. એટલે તુચ્છને પણ ધર્મોપદેશ તો એટલા જ પ્રેમથી ને એવી જ અનુગ્રહબુદ્ધિથી આપવાનો છે. વળી એની પાસેથી બદલામાં કાંઈ પ્રાપ્ત કરવાની સ્પૃહા તો હોતી નથી. એમ રાજા વગેરેને ધર્મોપદેશ દેતી વખતે પણ કોઈ સ્પૃહા રાખવાની હોતી નથી, આમ, દેશના આપવામાં નિઃસ્પૃહતા, અનુગ્રહબુદ્ધિ, આદર વગેરે અંગેની સમાનતા જ અહીં જણાવી છે, દેશનાનો વિષય વગેરે પણ સમાન જ જોઈએ એવું નહીં. શ્રીમંતો શ્રોતા તરીકે હોય તો દાનનો ઉપદેશ જેમ અપાય છે તેમ શ્રોતાઓ નિધન હોય તો એ આપવાનો વિશેષ મતલબ શું રહે? ત્યારે તો સંતોષ-તપ-સામાયિક વગેરેનો ઉપદેશ વધારે સાર્થક બની રહે. એટલે જ આચારાંગજીમાં તમે કહેલી વાત જ્યાં કરી છે એની પછી તરત જ “આ શ્રોતા પુરુષ કોણ છે ?” વગેરેનો વિચાર કરવાનું કહ્યું છે. એમ શ્રીનન્દીસૂત્ર વગેરેમાં પણ સભા કેવી છે? એનો વિવેક કરવાનું કહ્યું છે. વળી, રાજા વગેરે શ્રોતા ભદ્રક પરિણામી છે? કે રૌદ્ર પરિણામી છે ? રાજા કયા આશયથી પ્રશ્ન પૂછે છે? કોનો ભક્ત છે? આ બધું વિચારીને પછી દેશના આપવાની ત્યાં કહી છે. જો આ બધું જાણવામાં ન આવે ને એ વગર જ બોલવાનું થાય તો ક્યારેક રાજા ક્રોધે ભરાઈને હણી પણ નાખે. આવા બધા દોષ જે દર્શાવવામાં આવ્યા છે તે પણ શ્રોતાની ભૂમિકા જોઈને બોલવું... એ જ વાતને નિશ્ચિત કરે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બાકી શ્રી ઉમાસ્વાતિ મહારાજના કે આચારાંગજીના વચનને આગળ કરીને ધર્મોપદેશ માટે શ્રોતાની ભૂમિકા વગેરે જાણવાની કોઈ જરૂર નથી' એવું માનીએ તો તો શાસ્ત્રોમાં શ્રોતાઓની સભાના ગુણદોષનું જે વર્ણન કર્યું છે તે પણ નિરર્થક બની જાય. ૫૦ મારા વચન સાવદ્ય છે કે નિરવદ્ય ? દેશ-કાળ-પુરુષ વગેરેને યોગ્ય છે કે અયોગ્ય ? વગેરેનો જેઓ વિચાર કરી શકતા નથી અને તેમ છતાં જેઓ જાતને પંડિત માની ઉપદેશ આપવા બેસી જાય છે તેઓના વચનમાં મિથ્યાત્વરૂપ ઝેર એવું હોય છે કે જેવું આશીવિષ સર્પના મુખમાં પણ હોતું નથી. અર્થાત્ આ મિથ્યાત્વરૂપ ઝેર આશીવિષ સર્પના ઝેર કરતાં પણ વધારે કાતિલ હોય છે. તે પણ એટલા માટે કે સર્પનું ઝેર તો એક જન્મમાં મૃત્યુ વગેરેનું દુઃખ આપે છે જ્યારે મિથ્યાત્વરૂપ ઝેર તો અનેક જન્મોનું દુઃખ આપે છે. પ્રશ્ન : પણ સર્વજ્ઞ કથિત શાસ્ત્રોના વચન જ એ વક્તા પણ જો કહે છે તો એનાથી મિથ્યાત્વરૂપ ઝેર કઈ રીતે ફેલાય ? :: ઉત્તર ઃ પરસ્થાનદેશના દેવાથી એ ઝેર પણ ફેલાઈ શકે છે. જેમ કે અમુક જીવો આમે ક્રિયારૂચિવાળા ન હોય... ક્રિયા કરે...ન કરે... કરે તો પણ ઓછી-વત્તી કરે... આવા જીવોને ક્રિયા રૂચિ પ્રગટે એવી દેશના આપવાની હોય, પણ એના બદલે શાસ્ત્રોનાં જ નિશ્ચય પ્રધાન વચનોની દેશના આપે, ‘ક્રિયા તો ગૌણ છે, ભાવ જ મુખ્ય છે. ભાવશૂન્ય ક્રિયાની કિંમત નથી.' વગેરે કહેવા માંડે તો એ શ્રોતાજીવો મોક્ષ માટે ક્રિયા બિલકુલ નકામી છે' એવો જ અભિપ્રાય ઊભો કરીને જાય. આ એક પ્રકારનું મિથ્યાત્વ જ છે ને ! અને જે મિથ્યાત્વ પેદા કરે, મિથ્યાત્વનું પોષણ કરે એવા વચનોને નિરવદ્ય પણ શી રીતે કહેવાય ? માટે આ વાત બરાબર છે કે જેઓ ‘મારા વચન સાવદ્ય છે કે નિરવદ્ય ?” વગેરે વિચારી શકતા નથી તેઓના વચનમાં મિથ્યાત્વ નામનું કાતિલ ઝેર હોય છે. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘સાવદ્યવચન કોને કહેવાય ? અને Page #56 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૬ ૫૧ નિરવદ્ય વચન કોને કહેવાય ? આ ભેદ જેઓ જાણતા નથી તેઓને તો એક શબ્દ પણ બોલવાનો અધિકાર નથી, તો દેશના આપવાની તો વાત જ ક્યાં ?” આમ, નક્કી થયું કે શ્રોતા બાળ-મધ્યમ વગેરે કેવો છે ? એ જાણીને દેશના આપવી જોઈએ. એટલે હવે બાળજીવ કોને કહેવાય? વગેરે આપણે વિચારવું જોઈએ. જેઓ માત્ર બાહ્ય વેશ-દેખાવને જ મુખ્યતા આપનાર હોય છે તે જીવો બાળ છે. જેઓ વેશને અનુરૂપ આચરણને મુખ્ય કરનારા હોય છે તેઓ મધ્યમ છે, અને જેઓ સર્વ પ્રયત્નપૂર્વક શાસ્ત્રતત્ત્વોનેમૂળસિદ્ધાન્તોને મુખ્ય કરનાર હોય છે તેઓ પંડિત છે. બાળજીવ ઃ માત્ર ગૃહત્યાગ, સાધુવેશ વગેરે જોવા મળે એટલે આ જીવો એ સાધુવેશધારીને “ગુરુ” તરીકે સ્વીકારી લે છે, અને પછી એમના દોરવાયા દોરવાય પણ છે. તેઓનું આચરણ વેશને અનુરૂપ છે કે નહીં? સામાન્ય સજ્જનને ઉચિત છે કે નહીં? તે તે સાધુના પોતાના શાસ્ત્રમાં કહ્યા મુજબનું છે કે નહીં ? આવું કશું જોવાની જરૂર એમને લાગતી જ હોતી નથી. વેશ જોઈ લીધો એટલે ભયો ભયો... કેટલુંય વિરુદ્ધ આચરણ જોવા મળતું હોય. કેટલાય શિષ્ટો એ સામે આંગળી ચિંધણું કરતા હોય, તો પણ એમની એક જ વાત હોય. ભગવાનનો વેશ છે ને.... અમારે ઝુકવાનું... બાપજી... બાપજી.... કરવાનું... માનસન્માન આપવાનું ને એમની ઈચ્છાઓ પૂરી કરવાની વિપરીત માંગણી કરે તો પણ “મહારાજને ના થોડી પડાય ? લાવી આપો.” આવું વિચારે, પણ “આવી માંગણી કરનાર સાધુ મહારાજ હોય જ ન શકે આવો વિચાર સુધ્ધાં કરવાની એમની ભૂમિકા જ હોતી નથી. ને તેથી એવી વિપરીત ચીજ પણ લાવી આપે જે સામા વેશધારીનું પતન પણ કરાવી શકે છે. માટે બાળજીવને અસદારંભી કહ્યો છે, એ જાણવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આશય એ છે કે બાળજીવને ‘બાળ' એટલા માટે કહ્યો છે કે એ માત્ર વેશને જોઈ ગુરુ તરીકેના માન-સન્માન સામી વ્યક્તિને આપવા માંડે છે, જે એના શિથિલાચાર-દોષ વગેરેનું પોષણ કરે છે. એટલે અસદ્ આચરણ વગેરે પણ એ સામા વેશધારીનું બને છે, બાળ જીવનું પોતાનું નહીં. તથા પ્રસિદ્ધ વાત પણ એવી છે કે ‘બાળજીવ સામી વ્યક્તિના માત્ર વેશને જુએ છે, આચારને નહીં. તેથી અસદ્ આચાર હોય તો પણ એને ‘ગુરુ’ તરીકે બાળ જીવ સ્વીકારી લે છે.’’ એટલે આમાં બાળજીવનો પોતાનો આચાર સદ્ છે કે અસદ્ છે ? એની કોઈ વાત નથી. છતાં, ગ્રન્થકારો આમ જણાવે છે કે ‘વેશમાત્રને જોનારો જીવ બાળ હોય છે, કારણ કે એ અસદ્ આરંભવાળો હોય છે.' અર્થાત્ બાળજીવને ખુદને અસચરણવાળો જણાવે છે.' આવું શા માટે ? એ હવે વિચારીએ ૫૨ ઉપદેશ આપવા માટે શ્રોતાની ભૂમિકા જે જોવાની હોય છે એમાં તો માત્ર ‘બાહ્ય દેખાવને જુએ તે બાળ' આટલી જ વ્યાખ્યા મુખ્ય છે. પણ આવા જીવની દૃષ્ટિ - ભૂમિકા જ એવી હોય છે કે કોઈપણ ક્ષેત્રમાં એ હોય, એ વેશમાત્રને જ પ્રધાન કરતો હોય છે, વેશમાત્રમાં જ યોગ્યતા પર્યાપ્ત માનતો હોય છે. પછી એ વેશને અનુરૂપ આચાર કેવો જોઈએ? એ બાબતની એને કોઈ કાળજી હોતી નથી, અને તેથી એ આચરણમાં ઘણો શિથિલ બની શકે છે-બને છે. કારણ કે અનાદિકાલીન સંસ્કારો એને અસદ્ આચરણમાં તાણી જાય છે. જેમ કે એવો જીવ પોલીસ બને તો પણ પોલીસનો ડ્રેસ પહેરવાથી, ‘હું કંઈક સત્તાવાળો બન્યો, બીજો ગુનો આદરે તો એને અટકાવવાની-સજા કરવાની મને સત્તા મળી' એવો બધો એનો ખ્યાલ હશે, પણ ‘હું પોલીસ છું તો મારે તો કોઈ જ ગુનાહિત પ્રવૃત્તિ ન કરાય, મારે તો બધા જ કાયદાઓનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ... તો જ હું સાચો પોલીસ કહેવાઉં....' આવો એને કોઈ ખ્યાલ હોતો નથી. અર્થાત્ એની દૃષ્ટિમાં પોલીસપણું પોલીસની ખાખી વર્દીમાં જ પુરું થઈ જાય છે, અમુક ચોક્કસ પ્રકારના આચરણની કોઈ જરૂર Page #58 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૬ ૫૩ હોતી નથી. એટલે એ સ્વયં લાંચ લેવી-લોકોને ત્રાસ આપી-દબડાવી પૈસા પડાવવા... વગેરે અસદ્ આચારમાં પડશે. એમ કોઈક બાળજીવ ઠેઠ ચારિત્રજીવનનો સ્વીકાર કરે તો પણ, જો ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા એ આગળની મધ્યમ-પંડિત અવસ્થા ન પામે તો, એ વેશમાત્રને પ્રધાન કરનારો રહેવાથી સાધુવેશમાં જ સંયમની પૂર્ણાહૂતિ માનનારો બની જશે. અર્થાત્ સાધુવેશ મળી ગયો એટલે “સંસારમાં હતા ત્યાં સુધી ખાડામાં હતા, હવે તો આપણો ઉદ્ધાર થઈ ગયો આવો મિથ્થા સંતોષ માનનારો બને છે. “ચારિત્ર લીધું એટલે કાંઈ કાર્ય પતી ગયું નથી, હવે તો સાધનાની શરૂઆત થાય છે.' ઇત્યાદિ કોઈ વિચાર એને રહેતો નથી. “વેશ લેવા માત્રથી સાધુપણું આવી જતું નથી, વેશની સાથે આચાર અને વિચારનું પણ યોગ્ય પરિવર્તન થાય તો જ વાસ્તવિક સાધુપણું આવે” આવો ખ્યાલ આવવાની એની ભૂમિકા જ હોતી નથી. એટલે સંયમજીવનને ઉચિત આચારોના પાલનનું તથા અતિચાર-અનાચારના વર્જનનું એને મહત્ત્વ રહેતું નથી. અને તેથી અનાદિકાલીન સંસ્કારવશાત, વેશને અનુરૂપ ન હોય એવા પણ અનેક અસદ્ આચરણોમાં એ સરકી પડે છે. પણ જો એ જીવ “મધ્યમ' હોય કે ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા મધ્યમ બને તો વેશમાત્રને પ્રધાન કરનારો રહેતો નથી, પણ, “મારું આચરણ કેવું છે?” એ જોનારો પણ બને છે. અર્થાત્ “મારું આચરણ આવુંઆવું હોય તો જ હું સાધુ. માત્ર વેશ પહેરી લેવાથી કાંઈ હું સાધુ બની જતો નથી.” આવી પણ એની દૃષ્ટિ બને છે. ને તેથી એ આચારપાલનને મહત્ત્વ આપનારો બનવાથી અસઆચારોથી બચી શકે છે. અને તેથી મધ્યમઆચારવાળો છે. એટલે જ જ્ઞાનીઓએ “મધ્યમ' જીવને, બાળજીવની અપેક્ષાએ મધ્યમ આચારવાળા કહ્યા છે અને ઉત્તમજીવોને ઉત્તમ આચારવાળા કહ્યા છે. બાળજીવ માત્ર વેશને જોનારો હોવાથી જે વેશધારીમાં અક્ષત્તવ્ય Page #59 -------------------------------------------------------------------------- ________________ . . .. . . .... પ૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શિથિલાચાર હોય તેની પણ ત્યાગી તરીકે પૂજા કરે છે, અને એ દ્વારા એ વેશધારીના અસદ્ આચરણોને પ્રોત્સાહન આપે છે, એને વધુ શિથિલ બનાવે છે. બીજા પણ જેઓ હજુ આચરણમાં શિથિલ નથી બન્યા... પણ વિચારમાં શિથિલતા પેસી ગઈ છે, તેવાઓને પણ “કદાચ બહારથી શિથિલ આચારવાળા બનશું તો પણ વેશના કારણે આપણી મહત્તા રહેવાની જ છે, માન-સન્માન મળવાના જ છે આવી ધરપતના કારણે શિથિલ બનવામાં પ્રેરક બને છે. પણ મધ્યમ જીવ શિથિલાચારીને પૂજતો નથી, માટે શિથિલાચારને વધારવામાં નિમિત્ત બનતો નથી, એમ જ કોઈક મનથી ઢીલું પડી ગયું હોય તો પણ “જો હું શિથિલાચારી બની જઈશ તો મારા માન-સન્માન ચાલ્યા જશે” આવા ભયથી શિથિલાચારથી દૂર રહે છે એટલે કે શિથિલાચારને અટકાવવામાં મધ્યમજીવ નિમિત્ત બની શકે છે. આવા અભિપ્રાયથી પણ, બાળજીવ અસઆચરણવાળો ને મધ્યમજીવ મધ્યમ આચરણવાળો.. એમ જ્ઞાનીઓએ કહ્યું હોય એવું સમજી શકાય છે. અભવ્ય જીવો ઈન્દ્ર, અનુત્તરદેવ, શલાકાપુરુષ, નારદ, શાસનના અધિષ્ઠાયક દેવ-દેવી, લોકાંતિકદેવ, પરમાધામી દેવ, યુગલિક મનુષ્ય, વિમાનના સ્વામીદેવ, શ્રી જિનેશ્વરના માતા, પિતા, પત્ની, યુગપ્રધાન આચાર્ય વગેરે બનતા નથી. શ્રી તીર્થંકર-ગણધર કે કેવલીના હાથે દીક્ષા પામતા | નથી. શ્રી તીર્થકરનું સાંવત્સરિક દાન પામતા નથી. સમ્યકત્વ વગેરે લબ્ધિઓ પામતા નથી. પૃથ્વીકાય વગેરેમાં જાય ત્યારે તીર્થકરની પ્રતિમા-૧૪ રત્નપણું વગેરે પામતા નથી. તેઓમાં વાસ્તવિક પ્રભુભક્તિ, ગુણવાનપણું, સાધર્મિકવાત્સલ્ય, તપ વગેરે સાધના સંભવતા નથી. -અભવ્યકુલકના આધારે Page #60 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ગયા લેખમાં બાળજીવની વાત કરી. જે જીવો નિર્ણય કરવા માટે માત્ર વેશને-બાહ્ય દેખાવને જ નથી જોતાં, પણ એ વેશને અનુરૂપ વૃત્ત=આચરણ છે કે નહીં એ પણ વિચારે છે... અર્થાત્ અનુરૂપ આચરણ હોય તો જ ધર્મની-ગુરુપણાની વિદ્યમાનતા માને છે તેઓ મધ્યમ છે. શાસ્ત્ર વચનોના ઐદંપર્યાર્થનો (ઊંડા રહસ્યાર્થનો) વિચાર કરીને જે કાર્ય થાય.... એમ ગૌરવ... લાઘવનો વિચાર કરીને (- શેમાં લાભ વધારે છે ને શામાં ઓછો છે ? એનો દીર્ઘકાલીન પરિણામ સુધીનો વિચાર કરીને) જે કાર્ય થાય એ અત્યુત્તમ હોય જ. મધ્યમજીવો આવો વિચાર કરીને કાર્ય કરવાવાળા હોતા નથી, માટે એમનું આચરણ ઉત્તમ હોતું નથી. છતાં સૂત્ર પરથી ઉપરછલ્લો અર્થ કરી લેવાથી જે વાતો મળે એને અનુસરીને આચરણ કરવાવાળા હોય છે, સાવ સૂત્રને નેવે મૂકીને આચરણ કરવાવાળા હોતા નથી. માટે એમનું આચરણ અસદ્ પણ હોતું નથી. એટલે જણાય છે કે તેઓ મધ્યમ આચરણવાળા હોય છે. જેઓ સર્વપ્રયત્નપૂર્વક શાસ્રતત્ત્વને-મૂળભૂત સિદ્ધાંતોને તપાસે છે, (એમ સામા જીવની આંતરિક પરિણતિને તપાસે છે, માત્ર વેશ કે બાહ્યવૃત્ત પર જ ભરોસો મૂકી દેતા નથી) તેઓ પંડિત છે, તાત્ત્વિક દૃષ્ટિએ આ જીવો જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ માર્ગને અનુસરનાર હોઈ ઉત્કૃષ્ટ આચારવાળા હોય છે. લોકમાં પણ જોવા મળે છે કે બાળક માત્ર ચળકાટને જોઈને આકર્ષાઈ જાય છે. અને તેથી વધુ ચળકાટવાળા ઈમીટેશનને પકડે છે, સાચા રત્નને છોડી દે છે. મધ્યમબુદ્ધિવાળો થયેલો માણસ ભેગી રત્નની કિંમત, વજન, નિર્મળતા વગેરે પણ જુએ છે. જ્યારે કુશળ પારખું Page #61 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઊંડાણમાં ઉતરી એના લક્ષણોને... ગુણ-દોષને પણ તપાસે છે. આજની ભાષામાં કહીએ તો માત્ર પેકિંગ જોઈને માલને લેવા જેવો માની લેનારો ‘બાળ' છે... પેકિંગ ખોલીને, અંદર માલ સારો દેખાય તો જ લેવા જેવો... એવું માનનારો ‘મધ્યમ’ છે. અને માલ પણ સુંદર દેખાય એટલા માત્રથી જ લેવા જેવો નહીં, પણ એ પોતાનું પ્રયોજન સારવામાં કેવું સામર્થ્ય ધરાવે છે ? એ પણ જોનારો પંડિત છે. ૫૬ વર્તમાનમાં પણ ત્રણે કક્ષાના જીવો જોવા મળતા જ હોય છે ને! જેમના અક્ષન્તવ્ય શિથિલ આચરણો ખૂબ જાહેર થઈ ગયા હોય.... અરે! નજર સામે પણ આચરી રહ્યા હોય. છતાં માત્ર સાધુવેશને જોઈને એવા શિથિલાચારીને પણ પૂજનારા-પૂછનારા મળી જ રહે છે ને. ને તેથી એ શિથિલાચારીઓ પણ બેધડક શિથિલાચાર સેવતા રહે છે. અરે ક્યારેક તો ઉપરથી એનું ગૌરવ વ્યક્ત કરતા હોય છે. વિષમ એવો પંચમકાળ તો છે જ.... બીજાઓ પણ થોડા ઢીલા પડ્યા હોય એવા એમાં જોડાયા કરે છે... ને શિથિલાચારની પણ પરંપરા ચાલે છે. મધ્યમજીવો બાહ્ય ચારિત્રને જોનારા હોય છે. તેથી તેઓ, એવ શિથિલાચારીના આદર-બહુમાન-ભક્તિ વગેરે કરતા નથી, અને તેથી એ રીતે શિથિલાચારને પ્રોત્સાહન આપતા નથી,ને એને વધુ શિથિલાચારી બનાવવામાં નિમિત્ત બનતા નથી. માટે મધ્યમજીવો, બાળજીવ જેવા અસચારવાળા હોતા નથી. તેમ છતાં, મધ્યમજીવો ગૌરવ-લાઘવનો કે શાસ્ત્રોના રહસ્યાર્થનો વિચાર કરી શકતા નથી.... ઉત્સર્ગ-અપવાદના વિભાગને જાણી શકતા નથી.... અંતરતત્ત્વને પારખી શકતા નથી.... એટલે જેમનો બાહ્યઆચાર વધારે કડક દેખાય તેઓ વધારે ઊંચા..... ને જેમનો બાહ્ય કોઈક આચાર એટલો કડક ન દેખાય તેઓ નીચા..... આવા વિભાગ કરનારો હોય છે. એટલે ક્યારેક એવા કારણવશાત્-ઉત્સર્ગ અપવાદનો વિચાર કરી-ગૌરવ Page #62 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૭ પ૭ લાઘવનો નિર્ણય કરી ગીતાર્થ મહાત્માઓ તો અપવાદ સેવન કરે છે. પણ એ વખતે, આવો બધો વિચાર ન કરનારા ને તેથી ઉત્સર્ગને પકડી રાખનારા (પછી પાછળથી ભલે મોટી વિરાધનામાં પડવાનું થવાનું હોય) મહાત્માઓ અપવાદ સેવતા નથી. એટલે માત્ર ઉત્સર્ગની રુચિવાળા આ મહાત્માઓ કરતાં મધ્યમજીવોને પેલા ગીતાર્થ મહાત્માઓ શિથિલ ભાસે છે ને તેથી એમના આદર-ભક્તિ વગેરેથી તેઓ વંચિત રહે છે. એમ, શાસ્ત્રોમાં જેમને પ્રાયઃ કરીને અભિન્નગ્રન્થિક કહ્યા છે, એવા પણ અગીતાર્થોને આ મધ્યમ જીવો એમનો બાહ્ય કડક આચાર જોઈને મહાનું માનનારા હોય છે. આશય એ છે કે ગચ્છમાં ઘણા સાધુઓ હોય, કેટલાય વૃદ્ધ હોય, તો કેટલાય બાળસાધુ પણ હોય... કોઈક વળી અસહુ(=અસહિષ્ણુ) પણ હોય. આ બધા કારણે ગચ્છમાં અમુક અમુક દોષો લાગવાની સંભાવના હોય છે. કોઈક એક કે અનેક અગીતાર્થ મહાત્માઓ “સમુદાયમાં તો દોષો લાગે છે. આવા નાના નાના દોષો પણ ન લાગે એવું સુંદર સંયમ પાળવા આપણે ગચ્છથી અલગ થઈ જઈએ.” એવો વિચાર કરીને ગચ્છથી અલગ થઈ જાય તો એમનામાં વસ્તુતઃ સંયમ સંભવતું જ નથી, કારણ કે જ્ઞાનીઓએ ગીતાર્થ મહાત્માઓમાં અને ગીતાર્થની નિશ્રામાં રહેલા (-ગીતાર્થ નિશ્રિત) મહાત્માઓમાં જ સંયમ માનેલું છે. એટલે કે આ જીવો અસંયમી હોય છે. તેમ છતાં, બાહ્ય દૃષ્ટિએ ગચ્છવાસી સાધુઓ કરતાં વધારે નિર્દોષ સંયમ પાળતા જોવા મળે એટલે મધ્યમજીવો એમને મહાનું માની લે છે. ઊંચા-ઉદ્યતવિહારી માની લે છે, ને ગચ્છવાસી સાધુઓ કે જેઓ વાસ્તવિક સંયમી છે એમને કદાચ શિથિલ પણ માની લે તો નવાઈ નહીં. આ જ રીતે એક મહાત્માની આંતરિક પરિણતિ ખૂબ નિર્મળ છે.... વિષય-કષાયથી પર છે..... આત્મપ્રશંસા-પરનિન્દા વગેરેથી દૂર રહેનારા છે. પણ કોઈપણ કારણવશાત્ બાહ્ય આચરણમાં એટલા કડક નથી. બીજા મહાત્મા નિર્દોષ ગોચરીનો ખૂબ આગ્રહ-મલમલિન ગાત્ર ને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મલમલિન વસ્ત્ર, સંયમની પૂંજવા-પ્રમાર્જવાની જયણા વગેરેની ઝીણી ઝીણી વાતો ને કાળજી....... આવું બધું બાહ્ય આચરણ ખૂબ કડક જોવા મળતું હોય... પણ સાથે પોતાના આવા આચરણનું અભિમાન.... બીજા આચરણમાં આટલા કડક ન હોય એમનો તિરસ્કાર.... એમની ઇચ્છાઅભિપ્રાયથી જરાક પણ ઓછું-વતુ કે આવું-પાછું થાય તો ભારે અકળામણ કે માન-સન્માન થોડા પણ ઓછા મળે તો પણ એ જ અકળામણ... આવું બધું આંતરિક વલણ હોય તો પણ મધ્યમજીવો આ બીજા મહાત્માને જ ઉત્તમ માને છે, સુંદર આત્મપરિણતિ કેળવેલા પ્રથમ મહાત્માને નહીં. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર અષ્ટકમાં આ વાત આ રીતે કરી છે. भस्मना केशलोचेन वपु तमलेन च । महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। અર્થ : ભસ્મછત્ર શરીર, કેશલોચ, શરીર પર જામેલો મેલ... આ બધું જોઈને જ બાહ્ય દૃષ્ટિવાળો (મધ્યમ) જીવ સામી વ્યક્તિને મહાનું માની લે છે. જ્યારે તત્ત્વનો જાણકાર (પંડિત) જીવ ચિત્તસામ્રાજ્ય પરથી (ચિત્તની નિર્મળતા પરથી) મહાનતાનો નિર્ણય કરે છે. સ્થાનકવાસી વગેરે જે કોઈ ફાંટાઓ પડ્યા પછી ઘણા ફેલાયા.... એમાં તે તે ફાંટાના પ્રારંભિક પુરુષ વગેરેના (ભલે શાસ્ત્રવિરુદ્ધ હોય ને પરિણામે નુકશાનભર્યા હોય એવા પણ) કડક બાહ્ય આચાર જોઈને એમના તરફ આકર્ષાઈ જનારા મધ્યમ જીવોનો હિસ્સો નાનો સૂનો નથી. વર્તમાનમાં પણ આવું કેટલુંક જોવા મળતું હોય છે. જે શ્રાવકના ઘરમાં લીંપણ હોય.... કાંસાના વાસણ હોય.... કાનમાં બુટીયા હોય.... એ ઊંચો આરાધક. ને બીજા એવા ઊંચા આરાધક નહીં.... છ'રી પાલિત સંઘ વગેરેમાં બળદગાડાં હોય, પેટ્રોલ-લાઈટનો ઉપયોગ ન હોય.... (સોએ સો ટકા કે લોકનજરમાં આવે એટલું આવશ્યકતા Page #64 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૭ પ૯ પૂરતું?) એ ચુસ્ત શાસ્ત્રીય સંઘ. (અર્થાત્ આ ન હોય તે બધા અશાસ્ત્રીય. ને શાસ્ત્રીયતાના જોરશોરથી ગાણા ગાવા પાછળ આવો ગર્ભિતાર્થ જણાવવાનો આશય પણ ડોકાયા વગેરે કેમ રહે?) શું શાસ્ત્રીયતા આટલામાં જ સમાઈ ગઈ છે ? અલબત્ત આમાં બધાની નિંદા કરવાનો કે ટીકા-ટીપ્પણ કરવાનો કોઈ આશય નથી. પણ આ બધામાં જ આરાધના કે શાસ્ત્રીયતા જોવી ને એમાં આકર્ષાઈ જવું એ મધ્યમ જીવોનું લક્ષણ છે, પંડિત જીવોનું નહીં. જો કે બાળજીવ તો એવા હોય છે કે છરીનું પાલન થતું ન હોય, એકાસણા તો નહીં. સાંજે ચોવિહારનો પણ ખ્યાલ રહેતો ન હોય (સૂર્યાસ્ત બાદ પણ રસોડું ચાલુ) ભઠ્યાભઢ્યનો એટલો વિવેક ન હોય.. તે પણ જરા ભપકો ભારી હોય તો... અહા ! ... શું સંઘ કાઢ્યો ! શું સંઘ કાઢ્યો ! વખાણ કરતાં થાકે જ નહીં. આવું જ વ્યાખ્યાન અંગે છે. થોડી વાછટા હોય... જોશીલી જબાન હોય... મોટો અવાજ હોય... વ્યાસપીઠ ને સભાખંડનો શણગાર ભપકાદાર હોય. પાંચ-દશ રૂપિયાનું સંઘપૂજન હોય. આહા હા.... શું વ્યાખ્યાન છે... (પછી ભલે ને એમાં શાસ્ત્રની કોઈ વાત આવતી ન હોય કે શાસ્ત્રસંલગ્ન ચિંતનસભર કોઈ વાત આવતી ન હોય...) આ બાળજીવોની દૃષ્ટિ છે. વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે શાસ્ત્રવચનો ટાંક્યા કરે... “શાસ્ત્રપાઠ આપો... શાસ્ત્ર વિના કોઈ વાત કરવાની નહીં.” એવું બોલ્યા કરે. વળી સાથે એવા તર્કો કે દલીલ-દાખલાઓ આપ્યા કરે. ને આટલા માત્રથી પ્રભાવિત થઈ જવું એ મધ્યમ જીવોનું લક્ષણ છે. જે શાસ્ત્રવચન ટાંકવામાં આવે છે એ સન્દર્ભવાળું છે કે સન્દર્ભરહિત ? શાસ્ત્રવચનનું જે અર્થઘટન કરવામાં આવે છે તે બરાબર છે કે નહીં? તર્કો જે આપવામાં આવી રહ્યા છે તે યોગ્ય તર્ક છે કે કુતર્ક છે? ક્યાંય પૂર્વાપર વિરોધ થઈ રહ્યો નથી ને? વ્યાખ્યાન દ્વારા વિખવાદ-સંક્લેશ વધી રહ્યા છે કે શમી રહ્યા છે? આ બધું કશું વિચારવું નહીં-વિચારવાની ક્ષમતા નહીં. માટે આ પંડિતજીવનું નહીં, પણ મધ્યમજીવનું લક્ષણ છે. એમ આજકાલ, કંઈક નવું કહેતા રહેવું ને સાથે સાથે “આજ સુધીના વક્તાઓ આવા રહસ્યાર્થ કાઢી શક્યા નથી, કાઢી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શકતા નથી. હું જ અપૂર્વ રહસ્યાર્થો કાઢું છું.' એવો ભાવ ધ્વનિત કરી શ્રોતાઓને પોતાના તરફ આકર્ષવા-પોતાની કંઠી પહેરાવી દેવી. આવી ફેશન પણ વક્તાઓમાં ચાલુ થઈ છે. એક, આવા જ કંઠી પહેરાવનારા વક્તાના વ્યાખ્યાનનું મેગેઝીનમાં છપાયેલું અવતરણ વાંચવા મળેલું. એમાં જણાવેલું કે - “રાત્રી ભોજન કરનારા બધા નરકમાં જ જાય' એવું હું તો ન કહું... એ આખા અવતરણમાં આવી અનેક વાતો સાથે... “એવું હું તો ન કહું....” “એવું હું તો ન કહું.” આ અંશ વારંવાર રીપીટ થયેલોઆમાં મનોવિજ્ઞાન સમાયેલું હોય છે. શ્રોતાઓને પણ કશું અનુચિત ન લાગે એ રીતે એક અનુચિત માન્યતા એમના મનમાં ઘડાવા લાગે છે. એ કઈ રીતે? આ રીતે છેવટે નરકગમન પણ પરિણામોને આધીન હોય છે. બીજા બધાં પરિબળો જુદા પ્રકારના હોય તો રાત્રી ભોજન કરવા છતાં નરકગમન ન પણ થાય” આવું અન્ય વક્તાઓ પણ માનતા જ હોય છે ને કહેતા જ હોય છે. એટલે “રાત્રીભોજન કરનારા બધા નરકમાં જ જાય.” આવી બધી એકાન્તવાળી વાતો બીજા પણ કયા વક્તાઓ કહેતા હોય છે ? શાસ્ત્રાર્થના થોડા પણ જાણકાર હોય એવા તો કોઈ વક્તા આવું કહે જ નહીં, ને કહેતા જ નથી. પણ “એવું હું તો ન કહું આવા વારંવારના શબ્દો, શ્રોતાના મનમાં એવી પ્રતીતિ કરાવે છે કે બીજા વક્તાઓ આવું કહેતા હશે. “એકાન્તવાળી આ વાત સાચી તો નથી જ એવું એ કંઠી બંધાવવાવાળા વક્તાએ બરાબર સમજાવેલી હોય છે. એટલે જાણે-અજાણે પણ શ્રોતાના દિલમાં એવી માન્યતા આકાર લેવા માંડે છે કે બીજા મહાત્માઓ આવી ખોટી વાતો કરે છે... તેઓ શાસ્ત્રના સાચા રહસ્યાર્થ જાણતા નથી ને કહેતા નથી. આ વક્તા મહાત્મા જ સાચા રહસ્યાર્થો જાણે છે ને કહે છે. એટલે જો આપણે શાસ્ત્રોના સાચા રહસ્યાર્થ જાણવા હોય તો આમના જ વ્યાખ્યાન સાંભળવા, બીજા વક્તાઓના નહીં, બસ કંઠી બંધાઈ ગઈ. આવા કંઠી બાંધનારા શ્રોતાઓને પણ મધ્યમજીવોમાં સમજી Page #66 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૭ શકાય, કારણ કે વક્તાના કંઠી બંધાવવાના અંદરના અભિપ્રાયને તેઓ પકડી શકતા નથી. તેમજ સાવ નવી જ લાગે એવી રજુ કરાતી વાતોમાં રહેલા કુતર્ક વગેરેના અંશોને તેઓ પકડી શકતા નથી. આવા વક્તાનું આકર્ષણ થઈ ગયા પછી, જે વક્તાઓ શાસ્ત્રીય વાતોને યથાર્થ રીતે રજુ કરી રહ્યા હોય.. એમના પ્રવચનના શ્રવણથી આ શ્રોતાઓ વંચિત રહે છે. એમ સાચું કહેનારાઓને ખોટું કહેનારા માની બેસતા હોય છે. કંઠી બંધાવનાર વક્તાના આંધળા ભગત બની જતા હોય છે, ને બીજાઓને પણ એ માટે પ્રેરિત કરતા રહેતા હોય છે. માટે એમનું આચરણ “ઉત્તમ શી રીતે બની શકે ? પંડિત જીવ : બાળ અને મધ્યમ જીવોની ભૂમિકા જોઈ. હવે પંડિત જીવનો વિચાર કરીએ. જેઓ શાસ્ત્રવચનોના ઐદંપર્યાર્થ (-ઊંડા રહસ્યાર્થ) સુધી પહોંચનાર હોય છે, જેઓ દીર્ઘકાલીન પરિણામ સુધી નજર દોડાવીને ગૌરવ-લાઘવનો (-લાભ-નુકશાનનો) વિચાર કરનાર હોય છે તેઓ પંડિતજીવ છે. આમાં ઐદંપર્યર્થ એ શું છે? એ જાણવા માટે પદાર્થ, વાક્યર્થ અને મહાવાક્યર્થને પણ જાણવા પડે. આશય એ છે કે સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિ મહારાજે ઉપદેશપદમાં અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યમાં પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થિનું નિરૂપણ કર્યું છે. માણસ જીભનો ઉપયોગ કર્યા વગર માત્ર ઈશારાથી કંઈક જણાવવા માંગે તો સામી વ્યક્તિને કેટલો બોધ થાય ? ને જીભ દ્વારા સ્પષ્ટ શબ્દોચ્ચાર કરે તો કેટલો બોધ થાય ? સૂત્ર પરથી થતા અર્થબોધ માટે પણ આવું જ થાય છે. સૂત્રમાં રહેલા શબ્દોનો અર્થ જણાવવો એ વ્યાખ્યા કહેવાય છે. પણ જ્યાં સુધી વ્યાખ્યા કરવામાં આવી હોતી નથી. ત્યાં સુધી માત્ર સૂત્ર પરથી અંગુલી નિર્દેશ વગેરેની જેમ માત્ર દિશાસૂચન જ થાય છે. સ્પષ્ટ અર્થબોધ થતો નથી. વ્યાખ્યા એ જીભ જેવી છે, સ્પષ્ટ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અર્થબોધ કરાવે છે. છતાં આ અર્થબોધમાં પણ તરતમતા હોય છે. આ તરતમતા પદાર્થ વગેરેથી જણાય છે. આ વાત આપણે દષ્ટાંતથી સમજીએ. શાસ્ત્રોમાં “હંતવા નો ભૂઆ સવે' આવું એક સૂત્ર આવે છે. આ સૂત્રનો યથાશ્રુત અર્થ જણાવનાર વાક્ય એ પદાર્થ કહેવાય છે. સૂત્રનો સીધે સીધો જે અર્થ થતો હોય તે યથાશ્રુત અર્થ કહેવાય છે. એટલે પ્રસ્તુત સૂત્ર માટે “જેનાથી કોઈપણ જીવને પીડા પહોંચે એવી મન-વચન કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં આવો અર્થ જણાવનારું વ્યાખ્યાવાક્ય એ ‘પદાર્થ છે. જે શ્રોતાની બુદ્ધિ થોડી પણ વ્યુત્પન્ન થયેલી છે, અર્થાત્ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સારો છે, એ શ્રોતાને આનું પદાર્થ વાકય સાંભળવાથી, પૂર્વે અન્ય સૂત્રના પદાર્થ વાક્યો સાંભળવાથી જે બોધ થયેલા હતા એમાંના, આને સંલગ્ન બોધનું સ્મરણ થઈ આવે છે. એટલે સાધુઓને સંયમરણાર્થે નદી ઉતરવી વગેરેનાં શાસ્ત્રોમાં જે વિધાન મળે છે એનું અનુસંધાન થવાથી મનમાં સંદેહ ઊભો થાય છે. જો કોઈ પણ જીવને પીડા પહોંચે એવી પ્રવૃત્તિ કરવાની નથી. તો સાધુઓને નદી શી રીતે ઉતરી શકાય ? કારણ કે નદી ઉતરવામાં તો અષ્કાય વગેરેના જીવોની વિરાધના સ્પષ્ટ છે જ. એટલે એક બાજુ સર્વજીવોની દયાની વાત અને બીજી બાજુ અપ્લાય વગેરે જીવોની વિરાધના જેમાં થાય એવા અનુષ્ઠાનનું વિધાન.... આ બે વચ્ચે પૂર્વાપર વિરોધ હોવાનો સંદેહ પડે જ. આવા સંદેહને જણાવનાર વાક્ય એ વાક્યર્થ છે. આને જ “ચાલના” પણ કહે છે. ક્યારેક સમજણની ભૂમિકા હોવા છતાં શ્રોતા શિષ્યને સ્વયં આવો સંદેહ તરત ન ફુરે તો વ્યાખ્યાતા ગુરુભગવંત સ્વયં આવી શંકાને વ્યક્ત કરતું વ્યાખ્યાવાક્ય કહે છે, એ જાણવું. જે વ્યાખ્યાવાક્યથી આવો સંદેહ દૂર થઈ જાય તે વ્યાખ્યાવાક્યને મહાવાક્યર્થ કહેવાય છે. આનું બીજું નામ પ્રત્યવસ્થાન પણ છે. જેમ કે “હંતવા નો ભૂઆ સર્વે વગેરે વાક્યમાં હિંસાનો જે નિષેધ છે તે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ બત્રીશી-૨, લેખાંક-૭, અવિધિકૃત હિંસાનો નિષેધ છે. અર્થાત્ સંયમરણાર્થે નદી ઉતરવી વગેરે શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં થતી હિંસાનો નિષેધ છે. એટલે કે નિષેધ અલગનો છે ને વિધાન અલગ બાબતનું છે, માટે કોઈ પૂર્વાપર વિરોધ નથી. વળી, આ રીતે નદી ઉતરવાની હોય ત્યારે એ શી રીતે ઉતરવી? એનો વિધિ પણ શાસ્ત્રોમાં દર્શાવ્યો હોય છે કે “એક પગ પાણીમાં હોય ત્યારે બીજો પગ આકાશમાં હોય. પછી બીજો પગ પાણીમાં મૂકવામાં આવે ત્યારે પ્રથમ પગ આકાશમાં અદ્ધર કરવો...” વગેરે. આ રીતે વિધિનું પાલન કરવાથી અપૂકાય વગેરે જીવોની જેટલી પીડાનો પરિહાર શક્ય હોય (જેટલી પીડા ટાળી શકાય એમ હોય) એટલી પરપીડાનો પરિહાર થાય છે. એટલે આ અંશમાં પરપીડાનો પરિહાર કરવો જોઈએ” એવા સૂત્રનું પણ પાલન થાય જ છે. એટલે, જેનો પરિહાર અશક્ય હોય એવી અશક્ય પરિહારવાળી પીડા જ ઊભી રહે છે. એમાં પણ છેવટે સંયમપાલન દ્વારા સર્વજીવોને અભયદાનની ઉદાત્ત ભાવના હોવાથી અનુબંધથી તો અહિંસાનું પાલન હોય જ છે. પણ વિધિપાલન કરવામાં પ્રમાદ કરવામાં આવે તો, શક્ય પરિહારવાળી પીડાનો પણ પરિહાર થતો નથી. વળી આ પીડા કાંઈ સંયમરક્ષાર્થ હોતી નથી. એટલે એ પરિણામે પણ અહિંસારૂપ બનતી નથી. માટે અવશ્ય વિધિતત્પર બનવું જોઈએ... આવી બધી સમજણ આપતા વચનપ્રયોગો એ મહાવાક્યર્થ છે. આ રીતે મહાવાક્યર્થ દ્વારા સંદેહનું સમાધાન આપવા છતાં મનમાં શંકા રહ્યા કરે કે “ભલે ને સાધુઓ માટે નદી ઉતરણ કે શ્રાવકો માટે જિન મંદિરનિર્માણ વગેરે શાસ્ત્રવિહિત હોય. પણ એટલા માત્રથી આ પ્રવૃત્તિ કરતી વખતે કોઈપણ જીવને પીડા પહોંચે જ નહીં, એવું થોડું છે? અપૂકાય વગેરે જીવોને પીડા પહોંચે જ છે. અને જો બીજા જીવોને પીડા પહોંચે છે તો અન્ય આરંભ-સમારંભની ક્રિયાની જેમ આ પ્રવૃત્તિથી પણ આપણા આત્માને નુકશાન કેમ ન થાય ? એ અધર્મરૂપ કેમ ન Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બને?” આવી કોઈ જ શંકા ન રહે એ માટે તે તે સૂત્રનું ઐદંપર્ય-તાત્પર્ય જણાવનારો વચનપ્રયોગ જે કરવામાં આવે કે “આજ્ઞા ધર્મે સાર” (અર્થાત ધર્મમાં સારભૂત-મહત્ત્વ ધરાવતી કોઈ બાબત હોય તો એ જિનાજ્ઞા છે.) આવું વાક્ય એ ઐદંપર્યાર્થ છે. બાળજીવોનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એવો તેજ હોતો નથી... માટે તેઓ માત્ર પદાર્થ સુધી પહોંચે છે. આશય એ છે કે “હંતવા નો ભૂઆ સર્વે’ આવા સૂત્રનો અર્થ જ્યારે બાળજીવો સાંભળે છે ત્યારે કોઈપણ જીવને પીડા પહોંચાડવી નહીં..” એને તેઓ ધર્મ તરીકે સમજે છે. પછી કાળાન્તરે જ્યારે તેઓ જિનમંદિરનિર્માણ, નદીઉતરણ વગેરેને જણાવનાર સૂત્રોનો યથાશ્રુત અર્થ સાંભળે છે ત્યારે એ જિનમંદિર નિર્માણ વગેરેને એ ધર્મ તરીકે સ્વીકારી લે છે. વળી આ તે તે પ્રવૃત્તિને “ધર્મ તરીકે સ્વીકારવામાં એ જે તે પ્રવૃત્તિનું સ્વરૂપ નથી જોતો, અર્થાત્ “આ પ્રવૃત્તિમાં અહિંસા વણાયેલી છે, માટે એ સુંદર સ્વરૂપવાળી હોવાથી ધર્મરૂપ છે..” “ફલાણા અનુષ્ઠાનમાં વિષયોથી પરોગમુખ થવાનું છે, માટે એ ધર્મરૂપ છે...” આવું બધું એ વિચારતો નથી, પણ “ધર્મશાસ્ત્ર' તરીકે પ્રસિદ્ધ શાસ્ત્રમાં આનુઆ કરવાનું કહ્યું છે... માટે એ ધર્મરૂપ છે. અથવા ધર્મગુરુ તરીકે પ્રસિદ્ધ વ્યક્તિ કહી રહી છે માટે એ ધર્મરૂપ છે. આ રીતે એ તે તે પ્રવૃત્તિનો ધર્મ તરીકે સ્વીકાર કરે છે. આ રીતે જિનમંદિરનિર્માણ વગેરેનો ધર્મરૂપે નિર્ણય કરતી વેળા, ક્ષયોપશમ એટલો તેજ ન હોવાના કારણે, એને પૂર્વે તો સર્વ જીવોની અહિંસાને મેં ધર્મ તરીકે જાણેલો છે. ને હવે જેમાં પૃથ્વીકાય વગેરેની વિરાધના છે એવા આ જિનમંદિરનિર્માણ વગેરેને ધર્મ રૂપે કહેવાઈ રહ્યા છે. તો આવું કેવી રીતે સંભવે? આવી શંકા એને પડતી જ નથી. એટલે કે એ વાક્યર્થ સુધી પહોંચતો જ નથી. મધ્યમજીવનો ક્ષયોપશમ વધારે વિકસેલો હોવાથી એ વાક્યાર્થ સુધી પહોંચે છે. અર્થાત્ પૂર્વાપરનું અનુસંધાન થવાથી એને સંદેહ પડી શકે છે. આશય એ છે કે એ વૃત્તને= પ્રવૃત્તિને જોનારો હોય છે. એટલે Page #70 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૭ ૬૫ ‘કોઈને પીડા ન કરવી’ એવું જાણ્યા પછી એ પ્રવૃત્તિનો પણ વિચાર કરે જ છે. તેથી જો એ પૃથ્વીકાય વગેરેને જીવો તરીકે જાણતો હોય તો એને શંકા પડી શકે છે કે આમાં તો અન્યજીવોને પીડા પહોંચાડવાનું થાય છે. એટલે આ પ્રવૃત્તિ શી રીતે કરી શકાય? આમ મધ્યમ જીવ વાક્યાર્થ સુધી પહોંચી શકે છે. પણ મહાવાક્યાર્થને એ પામી શકતો નથી. કારણ કે એ પ્રવૃત્તિને જ મુખ્ય કરનારો હોવાથી એની નજરમાં હિંસાનું જ મહત્ત્વ વધારે રહ્યા કરે છે. વળી ક્ષયોપશમ એટલો તેજ નથી કે જેથી સંયમરક્ષા વગેરેરૂપ ભાવી અધિક સારા ફળને એ જોઈ શકે, ને તેથી એનું મહત્ત્વ આંકી નદી ઉતરણમાં પણ આરાધના માની શકે. એટલે, મહાવાક્યાર્થને જ પામી શકતો ન હોવાથી ઐદંપર્યાર્થ સુધી પહોંચવાની તો વાત જ રહેતી નથી. મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થને તો પંડિતજીવ જ પામી શકે છે... એ શી રીતે ? એ હવે આગળના લેખમાં વિચારીશું. જે નામ આકૃતિ તથા સદ્દવ્ય ને શુભભાવથી, પાવન ક૨ે ત્રણ જગતને ઉગારવા દુર્ભાવથી, સર્વકાળે સર્વક્ષેત્રે જેહનો મહિમા વળી, અરિહંત તે ભગવંતની ઉપાસના કરું લળી લળી. ૧ મહાવીર! તારું નામ મારી જીભનું ગાયન બને, મહાવી૨! તારું બિંબ મારાં નેત્રનું દર્શન બને, નયસાર ને મરીચિ પ્રમુખ મુજ હૃદયનું મંથન બને, મહાવી૨! પ્રાતિહાર્ય તુજ મુજ ધ્યાનનું ભૂષણ બને. ૨ ભુવનભાનુ! તુજ નામ સુંદર સારતું મુજ કાર્યને, આદર્શ બનતી તાહરી મુદ્રાઓ સાધક સંતને, છો દેવલોકે દેવ તો કરજો સદા સાન્નિધ્યને, નિક્ષેપ બોધ પ્રકાશનારા ભુવનભાનુ! નમું તને. ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ લેખાંક, પંડિત જીવ મહાવાક્યાર્થ અને ઐપર્યાર્થ સુધી પહોંચી શકે છે એવું ગયા લેખમાં જે કહેલું એને આ લેખમાં વિસ્તારથી સમજીએ. પંડિત જીવ માત્ર વૃત્તને= પ્રવૃત્તિને જ મહત્ત્વ આપીને અટકી જતો નથી. પણ એના ભાવી પરિણામને પણ મહત્ત્વ આપે છે. વળી એ સારી પેઠે જાણતો હોય છે કે આત્માનું હિત કે અહિતરૂપ પરિણામ એ અતીન્દ્રિય પદાર્થ છે. ને અતીન્દ્રિય પદાર્થો અંગે શાસ્ત્રવચનો પરથી મળતું માર્ગદર્શન એ જ શરણ છે. એટલે પ્રવૃત્તિના વર્તમાન સ્વરૂપ કરતાં પણ શાસ્ત્રોમાં એ પ્રવૃત્તિ અંગે શું કહ્યું છે, એને એ વધારે મહત્ત્વ આપે છે. અને તેથી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિમાં કદાચ અશક્ય પરિહાર રૂપે હિંસા સંકળાયેલી હોય તો પણ એમાં હિતકરતા હોવી એને અસંગત ભાસતી નથી અને તેથી પૂર્વાપરવિરોધને ટાળવા માટે “શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં થતી હિંસાનો જ “હંતવા નો ભૂઆ સર્વે આવા શાસ્ત્રવચનથી નિષેધ છે. આવો મહાવાક્યર્થ જે કહેવામાં આવે છે એને પંડિત જીવ સ્વીકારી શકે છે. અલબત્ત, “શાસ્ત્રવિહિત હોવા માત્રથી જીવોની પીડા શું ટળી જાય ? ને પીડા જો નથી ટળતી, તો એ ધર્મરૂપી શી રીતે બને ?” આવી શંકા મનમાં ઘોલાયા કરવી અશક્ય નથી. પણ પછી, “જિનાજ્ઞા ધર્મે સાર:' આવો ઐદંપર્યાર્થ જ્યારે સાંભળવા મળે ત્યારે એ ઐદંપર્યાર્થને સમજવાની ને સ્વીકારવાની ભૂમિકા હોવાથી પંડિત જીવની શંકા સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ શકે છે. આશય એ છે કે “અહિંસા પરમો ધર્મ આ સ્થૂલ સૂત્ર છે. “આજ્ઞા પરમો ધર્મ” આ સૂક્ષ્મ સૂત્ર છે. પ્રવૃત્તિ ધર્મરૂપ બને કે અધર્મરૂપ બને એના આધાર તરીકે અહિંસા કે હિંસા કહેવી એ ભૂલ Page #72 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૮ ૬૭ વ્યવહાર છે. અર્થાત્ જેમાં અહિંસા જળવાયેલી હોય એ ધર્મ અને જેમાં હિંસા સંકળાયેલી હોય તે અધર્મ... આવું વિભાજન કરવું એ ભૂલદષ્ટિ છે. જ્યારે, જેમાં પ્રભુની આજ્ઞા રહેલી હોય એ ધર્મ અને જેમાં પ્રભુની આજ્ઞા વિરાધાતી હોય એ અધર્મ.. આવું વિભાજન એ સૂક્ષ્મદષ્ટિ છે. પ્રશ્ન : જે પ્રવૃત્તિમાં હિંસા રહેલી હોય અને છતાં પ્રભુની આજ્ઞા પણ રહી હોય, તો એને ધર્મ કહેવાની ? એમ, જેમાં પ્રભુની આજ્ઞા પળાતી નથી, પણ હિંસા ટાળવામાં આવી છે, એને અધર્મ કહેવાની ? ઉત્તર : હા. આ વાતને દવાના દૃષ્ટાંતથી સમજીએ. ધૃતમાયુ: અને વિષે પ્રાણહરે. એમ કહેવાય છે. અર્થાત્ ઘી એક એવો પદાર્થ છે કે જેમાં જીવન ટકાવવાનો અને શક્તિ બક્ષવાનો ગુણ રહેલો છે. માટે “ઘી એ જ જીવન' એમ કહેવાય છે. એટલે કે જીવન માટેઆરોગ્ય માટે એ એક ઉત્તમ ઔષધ સમાન છે. એની સામે ઝેર એ એક એવો પદાર્થ છે જે જીવનને શીધ્ર ખતમ કરી નાખે છે. એટલે કે ઝેર એ જાણે કે સાક્ષાત્ મોત છે, એ આરોગ્યનું વિરોધી છે. એ મહાકુપથ્ય છે. પણ કોઈક દર્દીને વૈદ ઘી ખાવાનો સ્પષ્ટ નિષેધ કરે છે. એ દર્દી માટે ઘી કાંઈ પોતાનું સ્વરૂપ બદલી નાખતું નથી. ઘી તો પોતાના એ જ ગુણધર્મો ધરાવે જ છે. છતાં એ દર્દી માટે ઘી આરોગ્યપ્રદ ન બનતાં આરોગ્યહર જ બને છે. એમ એવા કોઈ દર્દીને વૈદ ઔષધ રૂપે ઝેર આપે છે ને એ ઝેર એના માટે મોતનું નહીં પણ જીવનનું કારણ બને છે, સંજીવની ઔષધ બની જાય છે. એટલે, સામાન્યથી સરેરાશ માણસો માટે આરોગ્યપ્રદ હોવાથી ઔષધરૂપ કહેવાતું એવું પણ ઘી વૈદે ના પાડી હોય તો નુકશાનકર્તા જ બને છે. ને સામાન્યથી આરોગ્યને હાનિકારક હોવાથી પ્રાણહર કહેવાતું એવું પણ ઝેર જો વૈદે લેવાનું કહ્યું હોય તો લાભકર્તા બને છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ વાતો પરથી જણાય છે કે ઘી કે ઝેર, લાભકર્તા કે નુકશાનકર્તા જે બને છે તેમાં એનું સ્વરૂપ જે ભાગ ભજવે છે એના કરતાં પણ વૈદની સંમતિ કે નિષેધ જ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આવું જ હિંસા અને અહિંસા માટે છે. સામાન્યથી જે જે પ્રવૃત્તિમાં હિંસા વણયેલી હોય તે – તે પ્રવૃત્તિ આત્માને ઘોર નુકશાનકર્તા હોવાથી પાપરૂપ જ બને છે, ધર્મરૂપ બની શકતી નથી જ. માટે જ કહેવાયું છે કે હિંસા નામ ભવેત્ ધર્મો ન ભૂતો ન ભવિષ્યતિ, અને જે જે પ્રવૃત્તિમાં હિંસા ટાળીને અહિંસા પાળવાની કાળજી હોય છે તે તે પ્રવૃત્તિ સામાન્યથી આત્માને લાભકર્તા જ બનતી હોય છે. માટે અહિંસા પરમો ધર્મ કહેવાય છે. તેમ છતાં આત્મા માટે જેઓ વૈદતુલ્ય છે એવા શ્રી જિનેશ્વર ભગવંતોએ કે સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોએ જે પ્રવૃત્તિને કર્તવ્ય તરીકે કહી હોય એ પ્રવૃત્તિમાં હિંસા રહી હોય તો પણ એ પ્રવૃત્તિ આત્માને લાભકર્તા જ બને છે. ને જેમાં અહિંસા રહી હોવા છતાં પ્રભુએ નિષેધ કર્યો હોય તો એ પ્રવૃત્તિ નુકશાનકર્તા જ બને છે. અને આવી વિશેષ પ્રકારની પ્રવૃત્તિઓ સિવાયની હિંસક પ્રવૃત્તિઓનો નિષેધ ને અહિંસા પ્રચુર પ્રવૃત્તિઓની સંમતિ પ્રભુએ પણ આપેલી જ છે. માટે તે તે પ્રવૃત્તિ ધર્મરૂપ બને કે અધર્મરૂપ બને એમાં પણ મહત્ત્વનો ભાગ (એનો મુખ્ય આધાર) અહિંસા કે હિંસા ન રહેતાં પ્રભુની આજ્ઞા કે નિષેધ જ બની રહે છે. માટે સૂક્ષ્મદષ્ટિએ વિચારીએ તો જણાય છે કે આજ્ઞા ધર્મે સારઃ એટલે જિનમંદિર નિર્માણ, નદીઉતરણ, લોચ વગેરેમાં જીવોને પીડા પહોંચતી હોવા છતાં એ શાસ્ત્રવિહિત હોવાથી (એમાં પ્રભુની આજ્ઞા હોવાથી) ધર્મરૂપ બને જ છે, એ નિઃશંક છે. તેજ ક્ષયોપશમ અને વિશિષ્ટ પ્રકારની વિચારશક્તિના પ્રભાવે પંડિત જીવો આ વાતને સંદેહશૂન્ય રીતે સમજી શકે છે ને સ્વીકારી શકે છે. માટે ગ્રન્થકારે કહ્યું છે કે પંડિત જીવો શાસ્ત્રના ઐદંપર્યાર્થ સુધી પહોંચનારા હોય Page #74 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૮ છે. “આજ્ઞા એ જ ધર્મમાં સાર છે' આ જ બધા જ શાસ્ત્રીયવિધાનોનો સાર છે. આ જ ઐદંપર્યાર્થવાક્ય છે. હવે આ દવાના દૃષ્ટાન્તને જરા વધારે ઊંડાણથી વિચારીએ. ચરકસંહિતા વગેરે આયુર્વેદના ચિકિત્સાશાસ્ત્રોમાં રોગ અને દવાઓ વગેરેનું વર્ણન મળે છે. એમાં એક એક રોગ પર અનેક દવાઓ દર્શાવી હોય છે. અને એક - એક દવાથી જેમાં જેમાં રાહત થાય તેવા અનેક રોગો દર્શાવ્યા હોય છે. પણ દર્દીએ કઈ દવા લેવી ? એનો નિર્ણય તો વૈદ જ કરે છે. માત્ર ચિકિત્સાશાસ્ત્રમાંથી વાંચીને જે દવાના નામ મારા રોગ માટે આપ્યા હોય એમાંની કોઈપણ દવા હું લઈ લઉં. આવું જો દર્દી કરે તો એ કાંઈ સાજો થઈ શકતો નથી. કેમ ? કારણ કે ચિકિત્સાશાસ્ત્રમાં તો ત્રણે કાળને નજરમાં રાખીને અને સામાન્યથી તે તે એક રોગને જ નજરમાં રાખીને દવાઓ સૂચવી હોય છે. અર્થાત્ ચિકિત્સાશાસ્ત્ર એ ચિકિત્સા માટે થીયરી છે. દર્દીનો રોગ મટાડવા દવાનો પ્રયોગ કરવો એ તો પ્રેક્ટીકલ છે. એ માટે ઘણી ઘણી બાબતો વિચારવાની હોય છે. જેમકે દર્દીની ઉંમર, દર્દીના શરીરનું બંધારણ, દર્દીનો આરોગ્ય સંબંધી ભૂતકાળ, ભૂતકાળમાં થયેલા રોગો ને કરેલી દવાઓ, એની વર્તમાનમાં પણ રહી ગયેલી અસરો, વર્તમાનમાં વિદ્યમાન હોય એવા અન્ય રોગો, જે દવા આપવાની હોય એની આ રોગ પર થનારી સારી-નરસી અસરો, એ અન્ય રોગોની દવાની આ રોગ પર પડતી અસરો, દર્દીના માતાપિતાના રોગો... દર્દીના ઘર-દુકાન વગેરેની આસપાસનું વાતાવરણ.. આ બધાને નજરમાં રાખીને કઈ દવાનો કઈ માત્રામાં ઉપયોગ કરવો એનો નિર્ણય કરવાનો હોય છે. દર્દીની આવો નિર્ણય લેવાની કોઈ ક્ષમતા હોતી નથી. જાણકાર-અનુભવી-નિઃસ્વાર્થ વૈદ જ આવો બધો યથાયોગ્ય વિચાર કરી શકે છે અને યોગ્ય દવા વગેરે આપી શકે છે. આમાં એવું પણ બની શકે છે કે સાવ વિપરીત જેવું જણાતું ઔષધ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ વૈદને યોગ્ય લાગી જાય. વૈદક શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો હોય એવી ચીજ પણ વૈદને અક્સીર દવારૂપ લાગી જાય અને એનાથી વિપરીત, વૈદકશાસ્ત્રમાં જેના ખૂબ ગુણો ગાયા હોય એવી દવા પણ વૈદને ‘સાવ ઊલટી પડશે' એવી ભાસે ને તેથી વૈદ એનો સદંતર નિષેધ કરે. ડાહ્યો દર્દી શું કરે ? વૈદકશાસ્ત્રમાં શું કહ્યું છે (થીયરી) ? એને મહત્ત્વ આપે કે વૈદ શું કહે છે (પ્રેક્ટીકલ) એને મહત્ત્વ આપે? સ્પષ્ટ છે કે વૈદની આશા કે જે વૈદકશાસ્ત્રના પ્રેક્ટીકલરૂપ છે એનો જ સ્વીકાર કરશે. આવું જ આત્મા માટે પણ છે. આત્માને કર્મરોગ વળગેલો છે જેની દવા રૂપે ધર્મ છે. બધાં જ ધર્મશાસ્ત્રો આ રોગની ચિકિત્સા માટેનાં વૈદકશાસ્ત્રો જેવા છે જેના મૂળભૂત પ્રણેતા છે શ્રીતીર્થંકરભગવંતો. આ શાસ્ત્રોમાં આત્મા માટે લાભકર્તા (ઉપાદેયકલ્પ્ય) જે કાંઈ કહ્યું છે ને નુક્શાનકર્તા (હેય-અકલ્પ્ય) જે કાંઈ કહ્યું છે. આ બધી જિનાજ્ઞા એ થીયરી છે. સંવિગ્નગીતાર્થ ગુરુભગવંત વૈદના સ્થાને છે. તેઓ દેશ-કાળ-વ્યક્તિ-વ્યક્તિનો ભૂતકાળઆસપાસનું વાતાવરણ સંઘયણ.. વગેરેને નજરમાં રાખીને કયા જીવે કઈ ધર્મસાધના કેવી રીતે - ક્યારે - કેટલી માત્રામાં કરવી આ બધો નિર્ણય કરે છે. આ ગુર્વાશા છે. એ થીયરીરૂપ જિનાજ્ઞાના પ્રેક્ટીકલ સ્વરૂપ છે. ક્યારેક એવું પણ બને કે શાસ્ત્રોમાં જેનો નિષેધ હોય એવું પણ કંઈક કરવાનું ગુરુભગવંત કહે ને ક્યારેક કલ્પ્સને પણ સંવિગ્ન ગીતાર્થ (વૈદ)અકલ્પ્ય કહી દે. શ્રી પ્રશમરતિશાસ્ત્ર (૧૪૫)માં કહ્યું જ છે કે- પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર કે ઔષધ વગેરે કંઈક શુદ્ધ-કલ્પ્ય વસ્તુ પણ (અમુક પરિસ્થિતિમાં) અકલ્પ્ય બની જાય છે અને અકલ્પ્ય વસ્તુ પણ કલ્પ્ય બની જાય છે. આવા અવસરે સાધક જીવ શાસ્ત્ર વચનરૂપ જિનાજ્ઞાને નહીં પણ ગુર્વજ્ઞાને જ અનુસરે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે જિનાજ્ઞા કરતાં પણ ગુર્વાજ્ઞા Page #76 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૮ ૭૧ બળવાન છે ને તેથી આશા ધર્મે સારઃ જે કહેવાય છે તેમાં ગુર્વાશા ધર્મે સારઃ એવો અર્થ જાણવો જોઈએ. અલબત, વૈદ જ્યારે વૈદકશાસ્ત્રનાં વચનો કરતાં ભિન્ન પ્રકારની સલાહ આપે છે ત્યારે, સ્થૂલદૃષ્ટિએ વિરોધ હોવા છતાં, સૂક્ષ્મદૃષ્ટિએરહસ્યાર્થરૂપે વૈદકશાસ્ત્રને અનુસરનારી જ એ સલાહ હોય છે, કારણ કે વૈદકશાસ્ત્રના વચનોના પરિશીલન ને એની અજમાયશના અનુભવથી પોતાની જે પરિકર્મિત પ્રજ્ઞા (બુદ્ધિ) થયેલી હોય છે એને અનુસરીને જ એ સલાહ આપતા હોય છે. એમ, સદ્ગુરુ પણ જિનવચનોના રિશીલન અને અમલીકરણ વગેરે દ્વારા પોતાની જે માર્ગાનુસારી પ્રજ્ઞા ઘડાયેલી હોય છે એને અનુસરીને જ સાધકને માર્ગદર્શન આપતા હોય છે જે ગુર્વાશા કહેવાય છે. એટલે બાહ્ય દૃષ્ટિએ કદાચ ગુર્વાશા જિનાજ્ઞા કરતાં વિપરીત દેખાતી હોય તો પણ ઐદંપર્યાર્થ રૂપે તો જિનાજ્ઞા એમાં સંકળાયેલી જ હોય છે. આને એ રીતે પણ કહી શકાય કે જિનાજ્ઞા જ ગુર્વાશારૂપે પરિણમેલી હોય છે. જિનવચનોના આવા ઐદંપર્યાર્થ સુધી પહોંચવાની ક્ષમતા પંડિતજીવની જ હોય છે. અને એટલે એ જ અનુષ્ઠાનની સુંદરતા કરતાં પણ એમાં આજ્ઞા ભળેલી છે કે નહીં ? એને જ મહત્ત્વ આપનારો બને છે, ને તેથી વાસ્તવિક હિત સાધી શકે છે. પણ માત્ર બાળજીવ જ નહીં, મધ્યમ જીવ પણ આવા ઐદંપર્યાર્થને સમજવાસ્વીકા૨વાની ભૂમિકાવાળો હોતો નથી. એને અનુષ્ઠાનમાં તત્કાળ સુંદરતા-અહિંસા-આરાધના જણાતી હોય તો પછી એમાં આજ્ઞા ન ભળી હોવાનો કોઈ વાંધો લાગતો નથી. જેમકે, મોટો સમુદાય હોય.. આચાર્યભગવંતની નજરમાં રહેવાય એ રીતે બધા સાધુઓ એક હૉલમાં બેસતા હોય. સાધુઓ ઘણા તથા ગૃહસ્થોની અવરજવર પણ રહેતી હોય. એના કારણે થોડો અવાજ સ્વાધ્યાયમાં વિક્ષેપ રહે પણ ખરો. અલબત્ જેણે કેળવણી કરી હોય એ તો કોલાહલની = Page #77 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વચમાં પણ મસ્તીથી સ્વાધ્યાય કરી શકે. પણ એવી કેળવણી એકાગ્રતા ન હોય એને વિક્ષેપ લાગે.. ને એના બદલે પોતે એક અલગ કમરામાં બેસે તો સ્વાધ્યાય શાંતિથી ખૂબ સારી રીતે થવાનો અનુભવ પણ હોય. ૭૨ પણ આ રીતે એકલા બેસવાનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો છે. એમાં પણ આજકાલ ભરચક વસ્તીની વચમાં ઉપાશ્રય હોય છે. આસપાસના ઘરોમાં નજર પડે તો ટી.વી. દેખાય. બહેનો વસ્ત્ર બદલતા હોય કે સૂતા હોય એવાં પણ દૃશ્ય નજર સામે આવે કે ક્યાંક ગેલેરી વગેરેમાં યુવતીઓ-છોકરીઓ ઊભી રહેતી વગેરે પણ નજરમાં આવે. એકાંત પોતે જ બ્રહ્મચર્યપાલન માટે ખતરારૂપ છે. ને એમાં આવું કંઈક નિમિત્ત મળે એટલે ખતરો ઓર વધી જાય. જ્ઞાનીઓ તો ‘પાણી પહેલાં પાળ' નીતિને વળગેલા હોય છે. એટલે મૂળથી એકાંતનો જ નિષેધ કરે છે. પ્રશ્ન : પણ એ તો હૉલમાંથી પણ એવા દૃશ્ય નજરે ચઢવા સંભવિત હોય જ છે ને ? ઉત્તર : સંભવિત તો હોય. પણ આચાર્યભગવંત - બીજા મહાત્માઓની ઉપસ્થિતિ પોતાને છેવટે શરમે પણ ગલત પ્રવૃત્તિ કરતાં રોકે છે (અર્થાત્ નજર નાખવાથી રોકે છે) ને તેથી પતનને અવકાશ રહેતો નથી. પ્રશ્ન : પણ જ્યાં નજીકમાં આવા ઘર વગેરે ન હોય.. એવા કોઈ દૃશ્યની સંભાવના ન હોય.. ને પોતે ખૂબ જ સાવધ હોય ત્યાં તો વાંધો નહીં ને ? ઉત્તર : બસ અહીં જ પંડિતજીવ ને મધ્યમજીવમાં ફેર પડી જાય છે. પોતે એકલા રૂમમાં બેસે તો સ્વાધ્યાય ખૂબ સારો થાય છે, ને જોખમ કોઈ જણાતું નથી, પણ ‘રૂમમાં એકલા બેસવું નહીં' આવી Page #78 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૮ ૭૩ જ્ઞાનીઓની જે આશા છે એનો ભંગ થાય છે. બીજી બાજુ, આ આજ્ઞાનું પાલન કરવા માટે હૉલમાં બધાની સાથે બેસવામાં આવે તો સ્વાધ્યાય એટલો સારો થઈ શકતો નથી.. કોને મહત્ત્વ આપવું ? આજ્ઞાપાલનને કે સારા સ્વાધ્યાયને ? પ્રશ્ન : રૂમમાં એકલા જે બેસવું છે તે, કોઈ જોતું ન હોય એટલે ઇચ્છા મુજબ ઉંઘી શકાય.. વગેરે શિથિલતાને પોષવા માટે નહીં, પણ સ્વાધ્યાય સારો થાય એ જ એક માત્ર ઉદાત્તભાવનાથી.. વળી, બ્રહ્મચર્ય અંગે કંઈક પ્રશ્ન પેદા ન થાય એ પ્રયોજનથી પ્રભુની અલગ કમરામાં ન બેસવાની આજ્ઞા છે, ને એ પ્રશ્ન તો આવા અવસરે કમરામાં અલગ બેસવા છતાં પણ સંભવિત છે જ નહીં. તો સ્વાધ્યાય વધારે થાય એ જ ઇચ્છનીય કેમ નહીં ? ઉત્તર ઃ મધ્યમ જીવને જ આવો પ્રશ્ન ઊઠે છે. પંડિત જીવ તો સમજતો જ હોય છે કે જો આજ્ઞા નથી રહી, તો અનુષ્ઠાન ગમે એટલું સુંદર હોય, એ આરાધનારૂપ બની જ શકતું નથી, ને તેથી આત્માને હિતકર પણ બનતું જ નથી. માટે આજ્ઞા મુજબ વર્તવું એ જ શ્રેયસ્કર છે. પ્રશ્ન : પણ, સ્વાધ્યાય સારો થાય તો બોધ વિશદ થાય... અલ્પકાળમાં ઘણું ભણી-ગણીને તૈયાર થઈ શકાય તો પછી બીજાઓને પણ ભણાવી-ગણાવી ને તૈયાર કરી શકાય. પોતે પણ બોધ વિશદ થવાથી પછી વધારે સારુ સંયમ પાળી શકે. તો આ જ શ્રેયસ્કર કેમ ન કહેવાય ? ઉત્તર : જુઓ, આપણી સાધના વીતરાગતા મેળવવા માટે છે. (પછી કેવળજ્ઞાન અને મોક્ષ તો ક્રમશઃ મળી જ જાય છે, એ માટે વિશેષ કોઈ સાધના કરવાની હોતી નથી.) વીતરાગતા મેળવવા માટે મોહનીયકર્મનો ક્ષય કરવો આવશ્યક છે. એ ક્ષય કરવા માટે મોહનીયકર્મનો ક્ષયોપશમ વધારતા જવું એ ઉપાય છે. (આને જ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બીજી ભાષામાં કહીએ તો ઉત્તરોત્તર રાગ-દ્વેષ વધુ ને વધુ ઘટાડતા જવું એ ઉપાય છે. એટલે જ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાના ઢગલાબંધ ગ્રન્થોના ઉપસંહારમાં કહ્યું છે કે - વધારે શું કહેવું ? જેમ જેમ રાગ-દ્વેષ શીઘ્ર વિલય પામતા જાય તેમ તેમ પ્રવર્તવું એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. અર્થાત્ રાગ-દ્વેષની હાનિ કરતા રહેવું એ જ આપણી સાધના છે.) આપણી વિપુલ સ્વાધ્યાય, ઘોર તપશ્ચર્યા, વિશિષ્ટ પ્રકારનો ત્યાગ, સંયમજીવનની સૂક્ષ્મકાળજી - જયણાવાળી ચર્ચા... વગેરે કોઈપણ આરાધના જે અને જેવો મોહનીયનો ક્ષયોપશમ કરાવી આપે છે તેના કરતાં કૈંક ગુણો અધિક ક્ષયોપશમ આજ્ઞાનું પાલન કરાવી આપે છે. એનાથી પણ આગળ વધીને કહીએ તો, બાહ્યદૃષ્ટિએ જે આરાધનારૂપ લાગે છે તેવા સ્વાધ્યાય વગેરે પણ જો, આજ્ઞાપાલનપૂર્વક નહીં, પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતા હોય તો મોહનીયનો ક્ષયોપશમ તો કરાવી શકતા નથી જ, પણ એમાં રહેલું આજ્ઞાનું ઉલ્લંઘન, ઉ૫૨થી મોહનીયનો બંધ કરાવે છે - મોહનીયને પ્રબળ બનાવે છે. એટલે, તમે કહો છો એવા સ્વાધ્યાયથી કદાચ બોધ વિશદ થાય તો પણ એ શ્રેયસ્કર તો બનતો નથી જ. પ્રશ્ન : આર્ય વયં તુલિજ્જા લાહાકંખિવ્વ વાણિયઓ.. (અર્થઃ વાણિયો જેમ પૈસા કમાવવાની દૃષ્ટિ હોવાથી, કેટલો ખર્ચ થશે ને સામે કેટલી કમાણી થશે એનો હિસાબ મૂકી જે રીતે કમાણી વધારે થાય એ રીતે વેપાર કરે છે... એમ સાધકે સાધના કરવાની હોય છે.) આવા શાસ્ત્રવચનાનુસા૨ે તો પ્રસ્તુતમાં આજ્ઞા જ આવા પ્રકારની ન હોઈ શકે ? કે - આવો વિશેષ પ્રકારે સ્વાધ્યાયાદિનો લાભ થતો હોય (ને બ્રહ્મચર્યને જોખમ જેવું ન હોય તો) અલગ કમરામાં એકલા બેસવાની પણ છૂટ.. ઉત્તર : આ આર્ય વયં તુલિજ્જા... ન્યાયે જ આવી છૂટ Page #80 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૮ જ્ઞાનીઓ આપતા નથી, આમાં આય=લાભ કરતાં ભય=નુકશાન વધારે છે એ વાતને પંડિતજીવો સરળતાથી સમજી શકે છે. તે આ રીતે - જ્યાં અલાયદી જગ્યા વગેરેના કારણે કદાચ વિજાતીય પર દૃષ્ટિ વગેરે દોષ સંભવતા નથી.. તેમજ એકલા બેસવા ઇચ્છનાર સાધુ પોતે દૃઢવ્રતી હોવાના કારણે બ્રહ્મચર્યવ્રતને જોખમ જેવું માનતા નથી.. એટલે એ એકલા બેસે.. તો પછી કાળાન્તરે અન્યત્ર સ્થાનમાં જ્યાં વિજાતીય દર્શન વગેરે શક્ય હોય ત્યાં પણ એ સાધુ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહી એકલા બેસવા લલચાશે જ. ને એ જ એક મોટો જુગાર પુરવાર થઈ શકે. ક્યારેક એવા દૃઢવ્રતી ન હોય એવા અન્ય સાધુને પણ આમ એકલા બેસવાની ઇચ્છા થાય, પંચમ કાળ છે, જીવો વક્ર અને જડ છે. એટલે ગુરુ ભગવંત એમને એકલા બેસવાની ના પાડે તો તરત સામો પ્રશ્ન ઊઠાવે કે તમે પેલા મહાત્માને બેસવા દો છો તો મને કેમ ના પાડો છો ? અને ગુરુભગવંત જો કારણ કહે કે - તું બ્રહ્મવ્રતમાં એવો દૃઢ નથી... વગેરે, તો તો એ સાધુ હોબાલો જ મચાવી દે કે ‘હું પાપ કરવાનો છું ? તમે ખોટો આરોપ મૂકો છો.. મારા પર શંકા કરો છો..’ વગેરે વગેરે... પછી ગુરુ ભગવંત પણ ના પાડી શકે નહીં. ને ક્યારેક તો ગુરુ ભગવંતને પૂછ્યા વિના જ એ રીતે બેસવાનું ચાલુ કરી દે.. જે એના સંયમ માટે ખૂબ મોટું જોખમ બની શકે છે. પછી બીજા - ત્રીજા વગેરે પણ બેસવા માંડે.. ને એકલા બેસવું નહીં આ ઉત્તમ મર્યાદાનો લોપ જ થઈ જાય. – આમ, નક્કી થયું કે અલગ રૂમમાં બેસવાથી સ્વાધ્યાય સારો થવો વગેરે તત્કાળ લાભ કરતાં અલગ રૂમમાં એકલા બેસવાની અનવસ્થા (નુકશાનકર્તા હોવાના કારણે અનિષ્ટ એવી પરંપરા)ચાલે અને અનેકના સંયમ માટે જોખમ ઊભું થાય એ નુકશાન અનેકગણું વધારે છે. પણ આવા નુકશાન સુધી મધ્યમજીવની દૃષ્ટિ પહોંચતી નથી. ને તેથી એ તો તત્કાળ લાભકર્તા જણાતું આચરણ (અલગ ૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બેસવું વગેરે) સેવવા તત્પર થઈ જાય છે. માટે પૂર્વે જણાવી ગયા કે મધ્યમ જીવોનું આચરણ ઉત્તમ હોતું નથી. પણ મધ્યમ હોય છે. આવું અનેક બાબતમાં બને છે. જિનાજ્ઞા આજીવન ગુરુકુલવાસની છે. પણ ગુરુભગવંતની સાથે તો મોટો ગચ્છ હોય. એમાં બાળ-વૃદ્ધ-ગ્લાન વગેરે પણ હોય. આ બધા કારણે અમુક – અમુક દોષ લાગવાની સંભાવના રહ્યા જ કરતી હોય છે. મધ્યમજીવ આચરણમાં સૂક્ષ્મ નિર્દોષતાની પ્રધાનતાવાળો હોવાના કારણે આ દોષોથી દુભાયા કરે છે. અલબત્ શ્રી ઉપદેશમાળા વગેરે શાસ્ત્રોમાં ગુરુકુલવાસ છોડીને એકાકી બની જવામાં કેવા કેવા મોટા દોષોની સંભાવના ઊભી થાય છે એનું વર્ણન છે જ. પણ એ દોષો તત્કાળ લાગતા જણાતા નથી. ને ગોચરીમાં નાના-નાના દોષ લાગવા વગેરે દોષો તો રોજિંદા અનુભવાય છે. નિર્દોષ ગોચરી વગેરે કઠોર સંયમચર્યા પણ આજ્ઞા મુજબની હોય તો જ હિતકર બને છે આવા ઐદંપર્યાર્થિને એ પામેલો હોતો નથી. એટલે “મારે તો નિર્દોષ સંયમ પાળવું છે. ને ગચ્છમાં તો નાના-મોટા દોષ લાગ્યા જ કરે છે. એટલે હું તો હવે એકલો વિચરીશ ને નિર્દોષ સંયમ પાળીશ' આવું વિચારીને એ આજીવન - ગુરુકુલવાસની આજ્ઞાનો ભંગ કરીને એકલવિહારી બની જાય છે. અલબત્ બાળજીવ તો સાધુવેશ મળી ગયો એટલે ભયો ભયો.... આવું માનનારો હોય છે. સંયમપાલનમાં નિર્દોષતાની એને કોઈ જરૂર ભાસતી હોતી નથી. માટે ડગલે ને પગલે નિષ્કારણ દોષો લગાડ્યા કરતો હોય છે. માટે એનો આચાર અધમ હોવો કહ્યો છે. મધ્યમજીવ બહારથી સુંદર – નિર્દોષ આચરણવાળો હોય છે, પણ એમાં જિનાજ્ઞા ભળેલી હોતી નથી, માટે ઉત્તમ નહીં, પણ મધ્યમ આચરણવાળો કહેવાય છે. પંડિતજીવ તો “આજ્ઞા ધર્મે સાર:' આ ઐદંપર્યાર્થને જ સર્વત્ર મહત્ત્વ આપતો હોવાથી જિનાજ્ઞા મુજબ જ આચરણ કરનારો હોય છે, તે માટે ઉત્તમ આચારવાળો હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ લેખાંક પંડિતજીવ ઐદંપર્યાર્થ સુધી પહોંચનાર હોય છે એ વાત ગયા લેખમાં જોઈ. હવે પંડિતજીવ ગૌરવલાઘવનો વિચાર કરનારા હોય છે એ વાતને સમજીએ. શંખેશ્વરજી મહાતીર્થ. વૈશાખની ધોમધખતી ધરા. લૂ સાથે ફૂંકાતા વાયરા. મહાત્માઓ વિહાર કરીને યાત્રાર્થે પધાર્યા. એક મહાત્માની ભાવના ઉલ્લસિત થઈ... અમ કરવો છે ને તે પણ ચોવિહાર. વડિલોએ ચોવિહારની ના પાડી. તિવિહાર કરો. પણ એક જ ધૂન... દાદા મળ્યા છે ને ચોવિહાર અટ્ટમ જ કરું. છેવટે એક-એક ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લેવાનું વડિલોએ સૂચન કર્યું. પણ મહાત્મા તપસ્વી હતા. અઠ્ઠમ તો રમત વાતમાં કરું છું.. શું વાંધો આવવાનો છે? આગ્રહ કરીને પણ ચોવિહાર અટ્ટમનું જ પચ્ચષ્માણ કર્યું, ને પરિણામ તો વડિલોને જેની આશંકા હતી એ જ આવ્યું. શરીરમાં પાણી જ ન રહ્યું. તાબડતોબ વાહન દ્વારા ટ્રીટમેન્ટ માટે અમદાવાદ લાવવા પડ્યા. વધારે આરાધનાની હોંશ તો સારી વાત છે. પણ ગૌરવ-લાઘવનો વિચાર ન હોય તો, કલ્પના પણ ન હોય એવી વિરાધનામાં પડવાની નોબત આવી શકે છે. એમ, એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો ઉત્સર્ગ પકડી રાખવામાં પાછળથી વધારે અપવાદો સેવવાની જરૂર ઊભી થાય. એના કરતાં અવસરને પરખીને પહેલેથી જ યોગ્ય અપવાદ અપનાવી લીધો હોય તો ટૂકે કામ પતી જાય. પણ મધ્યમજીવને આવા ગૌરવ-લાઘવનો વિચાર કરવાની ક્ષમતા હોતી નથી. તથા ઔત્સર્ગિક આચરણને જ એ નિર્દોષ માનનારો હોય છે. “ઉત્સર્ગ જેમ મોક્ષમાર્ગ છે એમ એવી પરિસ્થિતિમાં યથોચિત અપવાદ એ પણ મોક્ષમાર્ગ જ છે. આવું એની કલ્પનામાં પણ આવી શકતું નથી. અપવાદને એ ઉન્માર્ગ જ માનનારો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય છે. ને તેથી અપવાદ તો સેવાય જ નહીં. અપવાદ સેવવામાં આવે તે આપણી સાધના ઊભી રહી જ ન શકે, “આપણે સાધનાથી ભ્રષ્ટ થઈ ગયા” એમ જ કહેવાય. એટલે જેને સાધનાની લગન છે એવા મધ્યમ જીવને સાધના માત્ર અને માત્ર ઉત્સર્ગમાં જ દેખાતી હોવાથી એ ઉત્સર્ગને પકડી રાખવાના ગાઢ આગ્રહવાળો બને છે. આનું પરિણામ એ આવે છે કે, જે પરિસ્થિતિમાં ઉત્સર્ગને જાળવી રાખવાનું પોતાનું ગજું જ નથી... ગમે એટલું સત્ત્વ ફોરવે કે કષ્ટ ઉઠાવવાની તૈયારી રાખે તો પણ ઉત્સર્ગમાર્ગ જાળવી શકાય એમ હોય જ નહીં. ને છતાં જાળવવા જાય તો એવી મુશ્કેલીમાં મૂકાય કે જેથી મોટી વિરાધનામાં પડવાની નોબત આવે. આવી પરિસ્થિતિ ઊભી થવા છતાં એ ઉત્સર્ગને જ પકડી રાખવાની મથામણ કરે છે. પણ પકડી રાખી શકતો નથી ને પરિણામે મોટી વિરાધનમાં પડે જ છે. પંડિતજીવ ગૌરવ-લાઘવ વગેરેનો વિચાર કરનાર હોવાથી એવી પરિસ્થિતિમાં આવશ્યક હોય એવો અપવાદ અપનાવી, પાછો ઉત્સર્ગમાર્ગ પર આવી જ જાય છે ને તેથી એનું મોક્ષમાર્ગ પરનું પ્રયાણ અખંડ રહે છે. જેમકે – સાધુઓ માટે “એગભાં ચ ભોયણ' આવા શાસ્ત્રવચન દ્વારા નિત્ય એકાસણા કરવાનું વિધાન છે. એક સાધુભગવંત સંવિગ્નગીતાર્થ છે - પંડિતજીવ છે. બીજા એક સાધુભગવંત આચારચુસ્ત મધ્યમજીવ છે. ત્રીજા એક સાધુભગવંત બાળજીવ છે. ત્રણે મહાત્માઓ રોજિંદા એકાસણા કરે છે. આમાંના મધ્યમજીવકક્ષાના સાધુભગવંતને આગંતુક ગંભીર બિમારી આવી ગઈ. વૈદ્યની ત્રણ ટાઈમ દવા લેવાની ને ત્રણ ટાઈમ થોડો થોડો ખોરાક લેવાની સ્પષ્ટ સૂચના છે. પણ ઉત્સર્ગરુચિ હોવાના કારણે એકાસણાં છોડ્યાં નહીં. પરિણામ? બિમારી લાંબી ચાલી. વધારે ગંભીર બની. ને શરીર પર એવી તીવ્ર અસર મૂકી કે જેથી એકાસણાં હંમેશ માટે છોડવા પડે. ન છોડે તો પ્રાણ છોડવા પડે. પંડિતજીવને આવી બિમારી આવવા Page #84 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૭૯ પર અપવાદ સમજી થોડા દિવસ એકાસણાં છોડી દીધા. કાળજીપૂર્વક દવા લીધી.. ને સ્વસ્થ થઈને પાછા એકાસણાના ઉત્સર્ગમાર્ગે ચઢી ગયા. બાળજીવને બિમારી આવવા પર ગુરુભગવંતે દવા માટે થોડા દિવસ એકાસણાં છોડાવી નવકારશી કરાવી. સ્વસ્થ થઈ ગયા. પણ, “સાધુપણામાં રોજ એકાસણાં કરવા જ પડે એવું કાંઈ નહીં, નવકારશી કરીએ તો પણ ચાલે” એવું એમના મનમાં ઠસી ગયું. ને તેથી રોજિંદા એકાસણાં છૂટી ગયા. મનમાં આવે ત્યારે વગર કારણે નવકારશીમાં પણ બેસી જવા માંડ્યા. ગુરુભગવંતે ટકોર કરવા પર કહ્યું કે એ વખતે તમે જ નવકારશી કરાવી હતી. તો હવે કેમ ના પાડો છો ? “અરે ! પણ આપણે સાધુએ આમ નવકારશી ન કરાય.” તો શું એ દિવસોમાં હું સાધુ નહોતો?” પણ એ વખતે તો બિમારીનું કારણ હતું... તેથી નવકારશી ચાલે...' “ના, એ વખતે ચાલે, તો આજે પણ કેમ ન ચાલે ? આમ, બાળજીવ, અપવાદને પણ માર્ગ માની લે છે. પણ કારણ જોવા વિચારવાની એની ભૂમિકા ન હોવાથી વગર કારણે પણ અપવાદ સેવી શકાય, એમ માની લે છે. “નિષ્કારણ' આપવાદિક આચરણ એ ઉન્માર્ગ છે એવું એની બુદ્ધિમાં બેસતું નથી. આને અતિપરિણામ કહે છે. બિમારી વગેરે રૂપ એવી કોઈ વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને નવકારશી કરી શકાય. વગેરે રૂપ જે કાંઈ વિધાન કરવામાં આવે એને સાર્વદિક માની લેવા. અર્થાત્ એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ ન હોય તો પણ તે તે (આપવાદિક) આચરણ આચરી શકાય એવું મનમાં બેસી જવું એ અતિપરિણામ કહેવાય છે. આ અતિપરિણામ એ એક પ્રકારનો અંધાપો છે, કારણ કે Page #85 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ‘સાધુએ રોજ એકાસણાં કરવા જોઈએ' વગેરે રૂપ વાસ્તવિક મોક્ષમાર્ગને હવે બાળજીવો જોઈ શકતા નથી. એટલે બાળજીવો સમક્ષ જ્યારે દેશના આપવાની હોય ત્યારે ઉત્સર્ગમાર્ગની જ દેશના આપવી જોઈએ જેથી એમના મનમાં આરાધના માર્ગ તરીકે એની જ પ્રતિષ્ઠા થાય. આપવાદિક આચરણની નહીં. તેમ છતાં, જો કોઈ વ્યાખ્યાનકાર બાળજીવો સમક્ષ આપવાદિક વિધાનોની પ્રરૂપણા કરવા માંડે તો એ પરસ્થાન દેશના કહેવાય છે. આવી પરસ્થાન દેશનાથી બાળજીવોને અતિપરિણામ થાય છે, એ આપણે જોઈ ગયા.... માટે આ બત્રીશીના પ્રારંભમાં જણાવાયેલું હતું કે પરસ્થાન દેશનાથી બુદ્ધિમાં અપરિણામ કે અતિ પરિણામરૂપ અંધાપો થાય છે. જેવી પ્રરૂપણાની વાત છે એવી જ પોતાની આચરણાની વાત પણ જાણવી. ८० આશય એ છે કે બાળજીવ માત્ર બાહ્યદેખાવ જોનારો હોય છે. દેખાવની સાથે આચરણને મેળ ખાય છે કે નહીં ? એનો વિચાર કરવાની એની નથી ક્ષમતા હોતી કે નથી એને આવશ્યક્તા ભાસતી હોતી. એટલે એની બુદ્ધિમાં જે વ્યક્તિની ધર્માત્મા તરીકે-આરાધક તરીકે છાપ ઊભી થઈ ગઈ એ વ્યક્તિના બધા આચરણને એ ‘ધર્મ' તરીકે - ‘આરાધના’ તરીકે માનવા માંડે છે. એને એમ જ થાય છે કે ધર્માત્માએ આવું આચરણ કરવું જોઈએ... એટલે મારે જો ધર્માત્મા-આરાધક બનવું હોય તો મારે પણ આવું જ કરવાનું એમ વિચારી એ પણ એવું આચરણ ચાલુ કરી દે એ સંભવિત છે. આમે ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ' કહેવાયું જ છે ને.... આ જ કારણ છે કે બાળજીવો સમક્ષ આચરણ પણ સમુચિત જ રાખવું - શિથિલ આચરણ કરવું નહીં - એવું જ્ઞાનીઓએ કહ્યું છે. મધ્યમજીવ તો આચરણને મહત્તા આપનારો હોય છે. આચરણ સમુચિત હોય, શાસ્ત્રોક્ત ઝીણી ઝીણી કાળજીવાળું હોય તો જ એને એ આરાધના તરીકે સ્વીકારે છે. આપવાદિક આચરણાને ‘આરાધના' તરીકે Page #86 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૯ સ્વીકારવા એનું દિલ તૈયાર જ થતું નથી. કારણ કે ઉત્સર્ગમાર્ગના નિરૂપણના શ્રવણ - ચિંતન વગેરેથી એનો આગ્રહ એમાં બંધાઈ ગયો હોય છે. એટલે હજુ એને ફરીથી પણ ઉત્સર્ગના વિધાનોની જ દેશના આપવામાં આવ્યા કરે. એ વિધાનોથી જરા પણ આઘાપાછા ક્યારેય થવાય જ નહીં એ વાત પર ભાર અપાયા કરે તો ઔત્સર્ગિક વિધાનોનો પક્ષપાત વધુ ને વધુ ગાઢ થવાથી, આપવાદિક આચરણ અત્યંત આવશ્યક બન્યું હોય એવી પરિસ્થિતિમાં પણ અપવાદનું આચરણ કરવાનો પરિણામ એને પેદા થઈ જ શકતો નથી. માટે આ “અપરિણામ' કહેવાય છે. આ પણ બુદ્ધિનો એક પ્રકારનો અંધાપો જ છે, કારણકે અપવાદ માર્ગને એ હવે જોઈ શકતો નથી. માટે આવા જીવોને દેશના આપવાની હોય ત્યારે જેમાં આપવાદિક વિધાનો આવતા હોય એવા શાસ્ત્ર વચનોની આપવી જોઈએ, જેથી “આવું આચરણ પણ પ્રભુએ કહેલું હોવાથી માર્ગરૂપ બની શકે છે, એમ એ શ્રદ્ધા કરતો થાય. તેથી આવી દેશના એના માટે સ્વસ્થાન દેશના કહેવાય છે. આના બદલે એને જો ઉત્સર્ગમાર્ગને જ દૃઢ કરે એવી દેશના આપ્યા કરવામાં આવે તો એ ઉપર મુજબ “અપરિણામ પેદા કરનાર હોવાથી એના માટે પરસ્થાન દેશનારૂપ બની જાય છે. શંકા - આગળ આ જ બત્રીશીમાં આવવાનું છે કે મધ્યમ જીવને સમ્યગૂ ઈર્યાસમિતિ વગેરેનું નિરૂપણ કરવું જોઈએ. તો આ તો ઉત્સર્ગમાર્ગની જ વાતો થઈ. ને તમે તો એને પરસ્થાન દેશના કહીને નકારી રહ્યા છો. એટલે આમાં વાસ્તવિકતા શું સમજવી ? સમાધાન - મધ્યમજીવો બે પ્રકારના હોય છે. ધર્મમાં જોડાઈને સ્થિર થઈ ગયેલા, અને તે સિવાયના.... આમાંથી જેઓ પ્રથમ પ્રકારના છે એમને મેં ઉપર જણાવી છે એવી દેશના આપવાની હોય છે, કારણકે આ જીવોએ ઈર્યાસમિતિ વગેરે આચારોનું વર્ણન પૂર્વે સાંભળેલું જ છે, એમને એ ગમેલું જ છે ને તેથી જીવનમાં પણ ઉતારી જ દીધેલું છે. એટલે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હવે એનું વર્ણન, એમને ધર્મમાં જોડવા - સ્થિર કરવા માટે જરૂરી રહ્યું નથી. પણ બીજા પ્રકારના જીવોને ધર્મમાં જોડવાના છે એ માટે એમનું આકર્ષણ પેદા કરવું જરૂરી છે. જેવી રુચિ હોય એવી વાતો આકર્ષણ પેદા કરે એ સહજ છે. માટે એની રુચિ તપાસીને... ને એટલે એ મધ્યમજીવ લાગવાથી એને ઈર્યાસમિતિ વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ કરવું જોઈએ. એને શ્રીજૈનશાસનમાં – શાસ્ત્રોમાં જીવદયાની કેવી ઝીણી ઝીણી વાતો વર્ણવેલી છે એ જણાવવું જોઈએ... એ સાંભળીને એને “ઓહોહો... જીવદયાની આવી નિરૂપમ કાળજી !' વગેરે રૂપે અહોભાવ જાગે છે ને તેથી એ ધર્મમાં જોડાય છે. આ રીતે ધર્મમાં જોડાયા પછી, પોતાની રુચિનો વિષય હોવાથી એ સૂક્ષ્મ વિધિ વિધાનોનું પણ કાળજીપૂર્વક પાલન કરતો રહે છે જેનાથી એ બધા વિધાનો એને આત્મસાત્ થઈ જાય છે. તે સાથે પોતાની એવી બુદ્ધિની ભૂમિકા હોવાથી એમાં જ એને આરાધના હોવી ભાસે છે, એમાં જરા પણ આવું પાછું આચરણ એને “વિરાધના' રૂપ જ લાગે છે. એટલે હવે એને, જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે જ જો આપવાદિક આચરણની વાત કરવામાં આવે, તો એની ભૂમિકા એનો એને સ્વીકાર કરવા દેતી નથી. તેથી જ્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, ત્યારે જ એને આ સમજાવવું જોઈએ કે “જો સામાન્ય પરિસ્થિતિમાં તો આવી ઝીણી ઝીણી બધી કાળજી જોઈએ જ. એમાં જે કાંઈ ગરબડ કરીએ એ પ્રમાદ કહેવાય... પણ પરિસ્થિતિ જો બદલાય, તો અમુક પ્રકારનો ફેરફાર પણ કરવો પડે જેથી ભવિષ્યમાં મોટી વિરાધનામાં પડવું ન પડે.” વગેરે. એ પોતે સૂક્ષ્મ – સૂક્ષ્મતર કાળજીની રુચિવાળો હોવાથી, આવી વાતોનું “આ શ્રોતા ચાલુ પરિસ્થિતિમાં પણ ઢીલાશવાળો બની જશે” આવું વિપરીત પરિણામ આવતું નથી. તથા આવા આપવાદિક આચરણની પ્રરૂપણ કરનારા ગીતાર્થ મહાત્મા પણ આમ તો સંપૂર્ણ Page #88 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૮૩ વિધિનું પાલન કરનારા હોવા જ જોઈએ, જેથી શ્રોતા મધ્યમજીવને એમની આપવાદિક વાતો સાંભળીને “આ તો પોતાની શિથિલતાનો બચાવ કરવા માટે આ બધું કહી રહ્યા છે એવું ન લાગે. ઊલટું, એકબાજુ એમનું પણ સંપૂર્ણ વિધિપાલન જોવા મળતું હોય ને એના કારણે એમના પર આપણાની શ્રદ્ધા સ્થિર થયેલી હોય) અને બીજી બાજુ આપવાદિક વાતો સાંભળવા મળતી હોય.. એટલે શ્રોતા મધ્યમજીવને થાય છે કે પરિસ્થિતિ અમુક પ્રકારની થાય તો આવું આચરણ પણ શાસ્ત્રોક્ત હશે. એવા આચરણમાં પણ આરાધના માર્ગ ઊભો રહી શકે છે. આમ, “અપવાદ પણ એક પ્રકારનો આરાધના માર્ગ છે' એવી એની બુદ્ધિ વ્યુત્પન્ન થવા માંડે છે. અર્થાત્ હવે એ પણ પંડિતજીવ બનવાની ભૂમિકામાં આવવા માંડે છે. જે ઇચ્છનીય લાભ છે. પ્રશ્ન : તમારી આ વાત તો સમજાય છે કે મધ્યમજીવને નવો ધર્મમાં જોડવાનો હોય ત્યારે ઉત્સર્ગમાર્ગની ભારપૂર્વક પ્રરૂપણા કરવી જોઈએ અને એ જોડાઈ જાય, સ્થિર થઈ જાય, પછી એને પણ પંડિત બનાવવા માટે એને અપવાદમાર્ગનો પણ જાણકાર બનાવવો જોઈએ. આનાથી એ જીવને ત્રણ લાભ થાય છે. (૧) એ પંડિત બને છે (૨) પોતાને એવી કોઈ પરિસ્થિતિ આવે તો કામચલાઉ અપવાદ સેવીને પાછો ઉત્સર્ગમાર્ગે ચઢી શકે છે ને આરાધનાને અખંડ રાખી શકે છે તથા (૩) બીજા કોઈ મહાત્મા, એવી પરિસ્થિતિવશાત્ અપવાદ સેવતા હોય તો એ અપવાદ જોયા છતાં એમના પરનું બહુમાન હવે આ મધ્યમજીવ જાળવી શકે છે. આમ, મધ્યમજીવ માટે બે પ્રકારની પ્રરૂપણા થઈ, તો બાળજીવ માટે શું? ઉત્તર : બાળજીવ માટે પણ બે પ્રકારની પ્રરૂપણા જાણવી જ જોઈએ. એને ધર્મમાં જોડવાનો પ્રસ્તાવ હોય ત્યારે ધર્મના ઝીણા ઝીણા વિધિવિધાનની પ્રરૂપણા કરવાની હોતી નથી, કારણ કે એને તો બાહ્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દેખાવમાં જ ધર્મ હોવાની બુદ્ધિ થઈ જતી હોવાથી આવા વિધિવિધાન આવશ્યક ભાસતા હોતા નથી અને તેથી એની રુચિ પેદા થઈ હોતી નથી. એટલે રુચિ છે નહીં. ને છતાં “ધર્મ તરીકે આવું નિરૂપણ કરવામાં આવે તો આ બધું એને ઝંઝટરૂપ લાગે છે. ને તેથી અહોભાવ કે આકર્ષણ થવાની તો વાત બાજુ પર, એને કદાચ અભાવ જ થઈ જાય, તો નવાઈ નહીં, એટલે એને ધર્મમાં જોડવાની વાત તો દૂર જ રહી જાય છે. ધર્મને ધર્મ' તરીકે સ્વીકારવાનો અને આચરવાનો આ પરિણામ જ જે એને થતો નથી એને “અપરિણામ' કહેવાય છે. આમ, આવા જીવ માટે આ પરસ્થાન દેશના બને છે. પૂર્વે મધ્યમજીવને જે “અપરિણામ' કહ્યો હતો એના કરતાં આ જુદો જાણવો) આવા જીવને તો ધર્મનું બાહ્ય સ્કૂલ - સુંદર સ્વરૂપ અને એના મહિમાવંતા આકર્ષક ફળનું વર્ણન કરવું જોઈએ. એનાથી એ ધર્મ તરફ આકર્ષાય છે, ધર્મમાં જોડાય છે. અલબત્ત એ બાળજીવ હોવાથી ધૂમધામવાળો - આડંબરવાળો - બાહ્યસુંદર દેખાવવાળો ધર્મ જ આચરે છે. સૂક્ષ્મ વિધિ વિધાન - જયણા વગેરે આચરતો નથી. છતાં, આવા પણ ધર્મમાં એને લાભ જ લાભ ભાસતો હોવાથી ક્રમશઃ એ એમાં સ્થિર થાય છે, દઢ શ્રદ્ધાવાળો બને છે. હવે એને બાળમાંથી મધ્યમ બનાવવાની ભૂમિકા સર્જાયેલી છે. એટલે એને મધ્યમ બનાવવાનો ઉદેશ છે. ને છતાં પૂર્વે જેવું ધર્મનું આડંબરવાળું સ્વરૂપ વર્ણવેલું હતું, એવું જ વર્ણવ્યા કરવામાં આવે, (એમ, સૂક્ષ્મ વિધિ જયણા વગેરેની છૂટછાટવાળા આપવાદિક વિધાનોનું વર્ણન કર્યા કરવામાં આવે, તો એ એમાં જ આરાધના માન્યા કરનારો બને છે... અર્થાત્ સૂક્ષ્મ વિધિ - જયણા વગરના અનુષ્ઠાનને પણ ધર્મ તરીકે સ્વીકારનારો ને આચરનારો એ બન્યો રહે છે, સૂક્ષ્મ વિધિ - જયણા એને ક્યારેય આવશ્યક લગતા નથી. આ “અતિપરિણામ છે. પૂર્વે બાળજીવને જે અતિપરિણામ કહ્યો હતો તે જ આ “અતિપરિણામ છે) તેથી એના Page #90 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૮૫ માટે આ પરસ્થાન દેશના રૂપ બને છે. આ પરસ્થાન દેશના ટાળીને એને સ્વસ્થાન દેશના જો આપવી હોય તો એની સમક્ષ વિધિ - જયણા વગેરેના પાલનપૂર્વક એ વિધિ – જયણાવાળા લોચ, ભૂમિશયન, અનેક પ્રકારનો તપ, બાવીશ પરીષહ, ઉપધિ અલ્પ રાખવી, પગરખાં ન પહેરવા, રાત્રે માત્ર બે જ પ્રહરની અલ્પનિદ્રા, વિશિષ્ટ કાળજીવાળી - દોષ પરિહારવાળી ગોચરીચર્યા (કે જે શ્રોતાને આશ્ચર્ય સાથે અહોભાવ પેદા કરે છે). દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ સંબંધી વિવિધ અભિગ્રહો, વિગઈ ત્યાગ, “એક જ ધાન્યનો ઉપયોગ કરવો - બાકીના ધાન્યનો ત્યાગ...” આવા બધા અનેક પ્રકારના ત્યાગથી શોભતું પારણું, માસ કલ્પ વગેરેથી યુક્ત નવકલ્પી વિહાર, કાઉસ્સગ્ન વગેરેની સાધના.. આવા બધા બાહ્ય આચારધર્મનો ઉપદેશ આપવો જોઈએ. આવા ઉપદેશથી એની આવા ધર્મને સ્વીકારવાની કંઈક રુચિ પ્રગટે છે. જે એને “બાળ” માંથી “મધ્યમ ની ભૂમિકા તરફ આગળ લઈ જાય છે પછી એ “મધ્યમ ની પ્રાથમિક ભૂમિકા પામે છે. એમાં એ સ્થિર થઈ જાય પછી હજુ વધારે સૂક્ષ્મતાવાળીગોચરીના દોષ ટાળવાપૂર્વકની ભિક્ષાચર્યા-ઈસમિતિ પાલન વગેરેની દેશના આપવાની હોય છે જેથી એની “મધ્યમ' ની ભૂમિકા બરાબર સ્થિર-દઢ થઈ જાય છે. ટૂંકમાં આ સ્વસ્થાન-પરસ્થાન દેશનાનો આવો વિભાગ થયો કે (૧) બાળજીવને ધર્મમાં જોડવા - સ્થિર કરવાનો પ્રસ્તાવ હોય ત્યારે ધર્મના બાહ્ય આડંબર - આકર્ષણવાળા સ્વરૂપની અને એમાં આકર્ષક ફળોની દેશના એ સ્વસ્થાન દેશના, ધર્મના કડક - કઠોર આચારો - સૂક્ષ્મ વિધિ વિધાનો વગેરેની દેશના એ પરસ્થાન દેશના, કારણ કે એનાથી એને અપરિણામ થાય છે. (૨) ધર્મમાં સ્થિર થઈ ગયેલા બાળજીવને આગળ વધારવાનો પ્રસ્તાવ હોય ત્યારે માત્ર આડંબરવાળા સ્વરૂપ વગેરેની દેશના એ પરસ્થાન Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દેશના, કારણકે એનાથી એને અતિપરિણામ થાય છે. પણ ધર્મના કઠોર આચારો - વિધિપાલન વગેરેના ભારવાળી દેશના એ સ્વસ્થાન દેશના. (૩) મધ્યમ જીવને ધર્મમાં જોડવા – સ્થિર કરવાનો પ્રસ્તાવ હોય કે ‘બાળ’ કક્ષામાંથી ‘મધ્યમ’ કક્ષામાં આવી રહેલા જીવની ‘મધ્યમ' કક્ષાને દૃઢ કરવાનો પ્રસ્તાવ હોય ત્યારે માત્ર બાહ્ય આડંબરવાળા ધર્મ સ્વરૂપની દેશના... કે જેમાં ધર્મના કઠોર આચારો કે જીવદયા વગેરેની કેવી સૂક્ષ્મ કાળજી બતાવવામાં આવી છે એની કોઈ વાત હોતી નથી... એ એના માટે પરસ્થાન દેશના, કારણકે પૂર્વે જણાવ્યું છે એમ એ દેશના એને ધર્મનું આકર્ષણ જગાડી શકતી નથી (કે બાળને મધ્યમની કક્ષાનો પરિણામ જગાડતી નથી...) અર્થાત્ ‘અપરિણામ’ થાય છે. પણ એને સૂક્ષ્મકાળજીવાળા અનુષ્ઠાનો વગેરે રૂપ ધર્મ કહેવામાં આવે તો પૂર્વે જણાવ્યા મુજબ એનું આવર્જન થવાથી એ ધર્મમાં જોડાય છે, માટે એ સ્વસ્થાન દેશના. (૪) ધર્મમાં જોડાયેલા સ્થિર થઈ ગયેલા મધ્યમ જીવને ‘પંડિત’ ની કક્ષામાં લઈ જવાનો પ્રસ્તાવ હોય ત્યારે ઉત્સર્ગમાર્ગના સૂક્ષ્મ વિધિવિધાનોનું ભારપૂર્વક નિરૂપણ એ એના માટે પરસ્થાન દેશના, કારણકે એનાથી એને ‘કારણે આપવાદિક આચરણ એ પણ માર્ગ છે' આવો પરિણામ જાગતો નથી અર્થાત્ ‘અપરિણામ’ રૂપ અંધાપો બુદ્ધિમાં ફેલાય છે. અથવા ઉત્સર્ગને આચરવાનો પરિણામ જ્યાં જરૂરી નથી (અપવાદ યોગ્ય પરિસ્થિતિમાં) ત્યાં પણ એને ઉત્સર્ગ આચરવાનો જ પરિણામ સ્ફુર્યા કરે છે. એટલે ‘અતિપરિણામ’' નામનો બુદ્ધિનો અંધાપો ફેલાય છે. પણ આવા જીવને યોગ્ય રીતે આપવાદિક આચરણની પણ પ્રરૂપણા કરતા રહેવામાં આવે તો એ એના માટે સ્વસ્થાન દેશના છે, કારણકે એનાથી એની બુદ્ધિમાં અપવાદની પણ ‘માર્ગ' તરીકે સ્થાપના થવાથી એ ઉત્સર્ગ - અપવાદ બંનેના વિચારો કરવાવાળો બને છે... અર્થાત્ એ મધ્યમમાંથી ‘પંડિત' ની કક્ષામાં આવે છે. – Page #92 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૯ પંડિત જીવને જ્યારે દેશના આપવાની હોય ત્યારે જિનવચનોનું પ્રાધાન્ય થાય એવી દેશના આપવી જોઈએ. અર્થાત્ “અમુક ક્રિયા કરો તો ધર્મ.. ને અમુક ક્રિયા કરો તો અધર્મ કે ક્રિયા અમુક રીતે કરો તો ધર્મ. અન્ય રીતે કરો તો ધર્મ નહીં.” આવી બધી રીતે ક્રિયાને મુખ્ય કરવાની હોતી નથી. ક્રિયા કઈ કરો છો કે કઈ રીતે કરો છો એ ગૌણ છે, શાસ્ત્રવચનની જેમાં આરાધના થતી હોય ને જે રીતે આરાધના થતી હોય એ ધર્મ અને શાસ્ત્રવચનની જેમાં – જે રીતે વિરાધના થતી હોય તે અધર્મ... કારણકે પરલોક અને પરલોક અંગેના બધા અનુષ્ઠાનો શાસ્ત્રવચનોને આધીન હોય છે. આવી વાતોથી પંડિત જીવને ધર્મતત્ત્વ પ્રત્યે અહોભાવ જાગે છે, કારણકે એની એવી રુચિ હોય છે. ને તેથી એ ધર્મમાં જોડાય છે. ધર્મમાં જોડાયેલા પંડિત જીવને આવી દેશનાથી જિનાજ્ઞા પ્રત્યે આદર પેદા થાય છે- પેદા થયેલો આદર વધે છે- દૃઢ થાય છે. એટલે, હવે કોઈપણ અનુષ્ઠાનને એ કરે ત્યારે ભગવદ્ વચનોના અનુસંધાન – સ્મરણપૂર્વક કરે છે અને પ્રભુવચનોને બરાબર અનુસરાય એવા આદરપૂર્વક કરે છે. આના પ્રભાવે પરમાત્મા, એ સાધકને હૃદયસ્થ થાય છે, અર્થાત્ ધ્યાનમાં પ્રભુનો સાક્ષાત્કાર થાય છે, આવો સાક્ષાત્કાર થાય એટલે સમરસાપત્તિ થાય છે કે જે ધ્યાનના પ્રકૃષ્ટ ફળરૂપ છે. આ અંગેની વધુ વાત હવે આગામી અંકમાં જોઈશું. આત્મહિતકર વાતોને, શ્રોતાની કક્ષાને અનુસરીને, ઉપકાર કરવાની બુદ્ધિથી હંમેશા ઉપદેશ કરવો જોઈએ, એમાં પોતાને પડનારા શ્રમને ગણકારવો ન જોઈએ. આ આખા વિશ્વમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ વાસ્તવિક હિતોપદેશ નથી. -તત્ત્વાર્થસૂત્રકારિકા Page #93 -------------------------------------------------------------------------- ________________ લેખાંક માં ૧૦ પ્રભુના વચનના બહુમાન દ્વારા પ્રભુ હૃદયસ્થ થાય છે, અને પ્રભુ હૃદયસ્થ થવા પર સમરસાપત્તિ = સમાપત્તિ થાય છે, જે ધ્યાનનું પ્રકૃષ્ટ ફળ છે, આવી જે વાત ગયા લેખાંકમાં છેલ્લે આવેલી એને હવે બરાબર સમજીએ. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો... આઠ પ્રાતિહાર્ય, ચોંત્રીશ અતિશય, બાર ગુણ, પાંચ કલ્યાણક.. વગેરે રૂપ શ્રી અરિહંત પરમાત્માના સ્વરૂપમાં પોતાના ઉપયોગને કેન્દ્રિત કરવાથી જેમ શ્રી અરિહંતનું ધ્યાન થાય છે, એમ પ્રભુના વચનોમાં ઉપયોગને એકાગ્ર કરવાથી પણ પ્રભુનું ધ્યાન થાય છે. આ ઉપયોગ પ્રભુમય બનેલો હોય છે. વળી ઉપયોગવાળો આત્મા આ ઉપયોગથી કાંઈ જુદો હોતો નથી, અભિન્ન હોય છે. માટે, એ આત્મા પણ પરમાર્થથી પ્રભુમય બની જાય છે. આમ, પરમાત્મ સ્વરૂપથી રંગાયેલી (ઉપરક્ત) આવી મનની એક વિશેષ પ્રકારની અવસ્થા કે જે ચોક્કસ પ્રકારના ધ્યાનરૂપ છે કે ધ્યાનના ફળરૂપ છે તેને સમાપત્તિ કહેવાય છે. શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છેકે તથ-તવંગનતા સમપત્તિઃ | (અર્થ આપણો ઉપયોગ તેમાં = પ્રભુમાં સ્થિર થઈ જવો કે તેનાથી = પ્રભુના સ્વરૂપથી રંગાઈ જવો એ સમાપત્તિ છે) “મારામાં ભગવસ્વરૂપ છે, હું તે જ છું.” આવા બધા ધ્યાનથી આ સમાપત્તિ ઉલ્લેખ પામે છે. શ્રી ષોડશકના શ્લોક નં. ૨-૧૦ માં કહ્યું છે કે આ સમાપત્તિ એ યોગીપુરુષની માતા છે. આશય એ છે કે સમ્યકત્વ, દેશવિરતિ વગેરે ગુણોને પુરુષ તરીકે વિચારીએ તો આ ગુણપુરુષો એ યોગી છે. આવા ગુણપુરુષરૂપ યોગીને સમતાપત્તિ જન્મ આપે છે. અર્થાત્ તે તે અવસ્થાને ઉચિત (જેમકે સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વની અવસ્થાને ઉચિત) પ્રભુધ્યાનનું ફળ જે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૯ બત્રીશી-૨, લેખાંક-૧૦ સમાપત્તિ હોય તે સમાપત્તિથી સમ્યકત્વ વગેરે ગુણપુરુષરૂપ યોગીનો જન્મ થાય છે. આજ્ઞાનો આદર જ મહત્ત્વનો છે એ વાત બીજી પણ એક રીતે જણાય છે. અર્થાત્ સમ્યકત્વાદિ ગુણોને લાવી આપનાર હોવાથી તો આજ્ઞાનો આદર મહત્ત્વનો છે જ, એ સિવાય અન્ય રીતે પણ તે મહત્ત્વનો છે. તે આ રીતે - શાસ્ત્રોમાં ધર્મ અનુષ્ઠાનના પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન એમ ચાર પ્રકાર બતાવ્યા છે. આમાંથી પ્રસ્તુતમાં છેલ્લા બે અનુષ્ઠાનોનો વિચાર કરવાનો છે. કર્યું અનુષ્ઠાન ક્યારે કરવું ? કઈ રીતે કરવું ? વગેરે અંગે શાસ્ત્રમાં જે કહ્યું હોય એને અનુસરીને કરાતું અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન છે. અર્થાત્ શાસ્ત્રવચનોના અનુસંધાનપૂર્વક આ અનુષ્ઠાન થતું હોય છે. એ વારંવાર કરવાથી આત્મામાં એવા સંસ્કાર પડી જાય છે કે હવે વચનોને યાદ કરવામાં ન આવે તો પણ શાસ્ત્રમાં જે રીતે અનુષ્ઠાન કરવાનું કહ્યું હોય એ રીતે સહજ રીતે થયા કરે છે. જેમ પહેલા દંડ દ્વારા ચક્રભ્રમણ (ચાકડો ફેરવવાનું) થાય છે. પણ પછી દાંડો કાઢી લેવા છતાં, ચાકડો ઘુમ્યા જ કરે છે, કારણ કે દંડ દ્વારા થયેલા ચક્રભ્રમણથી ચાકડામાં એ રીતે ફર્યા કરવાના સંસ્કાર ઊભા થઈ ગયા હોય છે. એમ પહેલાં, શાસ્ત્રવચનોને યાદ કરી કરીને આગમોક્ત રીતે અનુષ્ઠાન (=વચનાનુષ્ઠાન) કર્યું. ફરીથી એ રીતે બીજીવાર કર્યું. ત્રીજી વાર કર્યું... આમ વારંવાર કરવાથી આત્મામાં એવા સંસ્કાર ઊભા થઈ જાય છે. અર્થાત્ ચંદનમાં જેમ ગંધ સાહજિક હોય છે એમ આત્મામાં આવા સંસ્કારના પ્રભાવે વચનાનુષ્ઠાન સાહજિક બની જાય છે. અર્થાત્ જ્યારે જ્યારે અવસર આવે ત્યારે ત્યારે સહજ રીતે તે જ પ્રવૃત્તિ થાય છે અને તે પણ જે રીતે આગમમાં કહી હોય એ જ રીતે થાય છે. જેમકે એક Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કદમ પણ ચાલવાનું હોય તો દૃષ્ટિ પથ પર મંડાઈ જ જાય. તે પણ ધુંસરી પ્રમાણ જ મંડાય.. વાતો વગેરે ન જ થાય... અત્યાર સુધી જિન વચનોના બળે આવું બધું કરવું પડતું હતું.... હવે કરવું નથી પડતું.. સહજ રીતે થઈ જાય છે. આ અસંગાનુષ્ઠાન છે. આ અસંગાનુષ્ઠાનને યોગવિંશિકાની અઢારમી ગાથામાં “અનાલંબન યોગ' તરીકે જણાવેલ છે. વળી એ જ ગ્રન્થમાં, અરૂપી પરમાત્મ સ્વરૂપ આલંબનના કેવલજ્ઞાન વગેરે ગુણોની સમાપત્તિને અનાલંબન યોગ તરીકે જણાવેલ છે. એટલે જણાય છે કે અનાલંબનયોગ એ અસંગાનુષ્ઠાન છે ને એ સમાપત્તિ છે. એટલે ક્રમ આ થયો કે આશાના આદરથી વચનાનુષ્ઠાન. અને વચનાનુષ્ઠાનથી “સમાપત્તિ' એવા અઘરનામ વાળું અસંગાનુષ્ઠાન. માટે આજ્ઞાનો આદર ખૂબ મહત્ત્વનો છે એ સ્પષ્ટ છે. તપ વગેરે જે ધર્મ અનુષ્ઠાનમાં આજ્ઞાનો આદર ભળેલો હોતો નથી એનું આવું પ્રકૃષ્ટ ફળ મળતું નથી. કારણકે એમાં ભગવાનના વચનોને આગળ કરાતા ન હોવાથી ભગવાન્ હૃદયસ્થ થતા નથી. ને ભગવાન્ હૃદયસ્થ થતા નથી માટે સમાપત્તિ થતી નથી. સમાપત્તિ થતી નથી એનો અર્થ જ સમ્યક્તાદિ ગુણપુરુષ સ્વરૂપ યોગીની માતા હાજર ન હોવાથી સમ્યકત્વાદિ ગુણોનો જન્મ થતો નથી કે અસંગાનુષ્ઠાન સર્જાતું નથી. અહીં એ સમજવા જેવું છે કે શાસ્ત્રવચનો પરથી થતો બોધ શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન.... આ ત્રણ પ્રકારે થઈ શકે છે. (આ ત્રણેનું સ્વરૂપ આગળ વિચારીશું). આમાંના ત્રીજા ભાવનામય જ્ઞાનમાં બધી જ ક્રિયાઓ ગૌણ ને જિનવચન જ મુખ્ય ભાસે છે. આવા કથનના અનુસંધાનમાં ગ્રન્થકારે આજ્ઞાના આદરની વાત કરી છે. એટલે પ્રસ્તુતમાં જે આજ્ઞાના આદરને સમાપત્તિ સ્વરૂપ પ્રકૃષ્ટફળ લાવી આપનાર Page #96 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૦ ૯૧ તરીકે કહ્યો છે તે ભાવનામય જ્ઞાન દ્વારા પ્રગટ થયેલો આજ્ઞા આદર સમજવાનો છે. એટલે ક્યારેક ‘શાસ્ત્રવચનો જ અમારે પ્રમાણ છે, શાસ્ત્ર જ અમારી આંખ છે, અમે તો શાસ્ત્રને જ અનુસરીએ... શાસ્ત્રમાં શું કહ્યું છે તે જણાવો...’ આવું બધું વિચારવા દ્વારા પોતાની જાતને શાસ્ત્રાનુસારી માનનારાઓ અને પ્રચારવા દ્વારા પોતાની જાતને શાસ્ત્રાનુસારી ઘોષિત કરનારાઓ પણ જો આ ભાવનાજ્ઞાનથી સો ગાઉ છેટે રહ્યા હોય તો સમાપત્તિ તરફ આગળ વધવાની વાત તો દૂર રહી, કંઈક મિથ્યા અભિનિવેશ (ગાઢકદાગ્રહ) ના કારણે, મોક્ષથી કેટલાય દૂર ફેંકાઈ જતા હોય છે, પછી ભલે ને ડગલે ને પગલે મોક્ષ મોક્ષ કર્યા કરતા હોય. બેશક, પ્રભુવચનો પ્રત્યે તેઓનો ખૂબ આદર અહોભાવ હોવો તે ને એ આદર ભાવના પ્રભાવે જ પ્રભુવચનોને નજરમાં રાખી તેઓ સંસાર ત્યાગ કરી કઠોર સાધનામય જીવન જીવે તે, ને કેટલાંય શાસ્ત્રોનું અધ્યયન કરે તે, અને આ બધું નજરમાં રાખીને ‘આપણને તો પ્રભુવચનનો ઘણો પ્રેમ છે’ એવી માન્યતામાં રાચતા હોય તે... આ બધું જ સંભવિત છે. પણ ભાવનાજ્ઞાન પામ્યા નથી એનો પ્રભાવ જુઓ... આવી બધી એમની માન્યતાઓ માત્ર ભ્રમણારૂપ બની રહે છે. તે તે શાસ્ત્રવચનનો યથાશ્રુત અર્થ (પદાર્થ, વાક્યાર્થ વગેરે ચારમાંનો પ્રથમ પદાર્થ) તેઓ સમજી શકતા હોય છે. પણ એ અર્થ જ તે તે શાસ્ત્રવચનનો સંપૂર્ણ અર્થ છે એવો કદાગ્રહ એમની બુદ્ધિમાં આકાર લે છે. એટલે એ સૂત્રના ઉત્સર્ગપદે નીકળતા અર્થને તેઓ જાણતા હોય તો અપવાદરૂપે નીકળતા અર્થને જાણતા હોતા નથી. એમ એ સૂત્રના વ્યવહારનયાભિપ્રાયે નીકળતા અર્થને સમજતા હોય તો નિશ્ચયનયાભિપ્રાયે નીકળતા અર્થને સમજતા નથી. જાણતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ ક્યારેક પોતે જે જાણતા હોય તે જ સંપૂર્ણ અર્થબોધસ્વરૂપ છે, આ સિવાય આ સૂત્રનો બીજો કોઈ અર્થ હોઈ જ ન શકે... આવો બધો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અભિનિવેશ બંધાઈ જતો હોય છે જે એમને એ સૂત્રના બીજા અભિપ્રાય નીકળતા અર્થને સાંભળવા – સમજવા માટેની ઉદારતાથી પણ વંચિત કરી દે છે. પરાભિપ્રાય માટે તેઓને અત્યંત અસહિષ્ણુ બનાવે છે... ક્યારેક ઝનુની પણ બનાવી દે છે. આ બધું જ, તેઓને મોક્ષમાર્ગથી ક્યાંય દૂર હડસેલી દેવા માટે સમર્થ હોય છે. આગળ ત્રીજી બત્રીશીમાં ગ્રન્થકાર ગચ્છવાસ છોડી જનારા અગીતાર્થોની વાત કરવાના છે. “ગચ્છમાં મોટો સમુદાય હોવાથી નાના મોટા દોષ લાગ્યા કરતા હોય છે. આવા દોષથી ડરીને અને ઉત્સર્ગ પ્રતિપાદક શાસ્ત્રવચનોના માત્ર પદાર્થરૂપ બોધના આગ્રહને વશ થઈને મારે તો સંપૂર્ણ નિદોર્ષ સંયમ પાળવું છે જે ગચ્છમાં રહીને સંભવિત નથી. માટે ગચ્છને છોડીને એકાકી બની જાઉં.' આવા વિચારપૂર્વક ગચ્છને છોડી જનારા સાધુઓ અત્યંત દુષ્કર એવી તપ-સંયમની સાધના કરતાં હોવા છતાં અન્યધર્મી તાપસ વગેરેની જેમ અવ્રત હોય છે.” આવું ગ્રન્થકારે જે જણાવ્યું છે તેમાં પણ આવું જ કંઈક સમજવું જરૂરી છે. આ જીવોને પણ શાસ્ત્રવચનની ખૂબ રુચિ હોય છે. ને એના પોતાને બેસેલા અર્થને (પદાર્થબોધને) અનુસરવા માટે જ તેઓ ગચ્છ છોડી ગયા હોય છે ને છતાં આરાધક બનવાના બદલે મોટે ભાગે વિરાધક જ બની જતા હોય છે. એટલે શાસ્ત્રવચનો પ્રત્યે આદર બહુમાન હોવા માત્રથી કામ સરતું નથી. ભાવનામય જ્ઞાન જન્ય આજ્ઞા – આદર હોવા જોઈએ. એમ, ગચ્છમાં રહેલા સાધુઓ પણ જો ભાવનામય જ્ઞાન પામવાની તમન્ના ધરાવતા ન હોય, ને પોતે કરેલા અર્થનો કદાગ્રહ પકડી લેતા હોય, તો બાહ્યદૃષ્ટિએ આજ્ઞારુચિ હોવા છતાં અન્યધર્મી તાપસ વગેરેની જેમ અભિન્નગ્રન્થિપણું કે વ્રતશૂન્યપણું વગેરે નુકશાન લમણે ઝીંકાય એ અસંભવિત નથી. માટે સર્વ આત્મહિતેચ્છુઓએ ભાવનામયજ્ઞાન સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ, ને જ્યાં સુધી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ બત્રીશી-૨, લેખાંક-૧૦ એ શક્ય ન બને ત્યાં સુધી એ જ્ઞાનને પામેલા ગીતાર્થગુરુનું પારતન્ય સ્વીકારવું જોઈએ એ રહસ્ય છે. આમ, નિશ્ચિત થયું કે ભાવનાજ્ઞાનજન્ય આજ્ઞાઆદર વિનાની ક્રિયાનું સમાપત્તિ સ્વરૂપ પ્રકૃષ્ટ ફળ મળતું નથી, કારણ કે એમાં ભગવાનું હૃદયસ્થ થતા હોતા નથી. શંકા - એવી ક્રિયા દ્વારા ભલે પ્રભુ હૃદયસ્થ ન થાય... પણ એવી ક્રિયા કર્યા પછી ભગવાનનું ધ્યાન ધરવાથી ભગવાન હૃદયસ્થ થઈ શકે છે ને તેથી એ પ્રકૃષ્ટફળ પ્રાપ્ત પણ થઈ જ શકે છે ને ! સમાધાન - તમારી શંકા બરાબર નથી. કારણકે જિનાજ્ઞાના આદરપૂર્વક ક્રિયા થાય તો વચનાનુષ્ઠાન ને ક્રમશઃ અસંગ અનુષ્ઠાન થવાનો નિયમ છે. જ્યારે, “આત્મહિત માટે જિનાજ્ઞા જ મહત્ત્વની છે” આવો આદર જેને પેદા થયો નથી (પછી ભલે ને કદાચ અનાદર ન પણ હોય) એવી વ્યક્તિ આત્મહિત માટે જે જે ક્રિયા કરે છે તે દરેક ક્રિયા પછી અવશ્ય ભગવદ્ ધ્યાન થાય જ (ભગવદ્ ધ્યાન લાગી જ જાય) એવો નિયમ નથી કે ક્યારેક એવું ધ્યાન લાગી જાય તો અવશ્ય સમાપત્તિ થાય જ એવો પણ નિયમ નથી. ક્યારેક કોઈક જીવ ધ્યાનની તેવી તીવ્રતાને કારણે એ પામી જાય તો તેમાં પણ પ્રભુવચનનો આદર સાક્ષાત્ નહીં તો પરંપરાએ વ્યક્તરૂપે નહીં તો અવ્યક્તરૂપે હોવાની સંભાવના છે જ. ને એના પ્રભાવે જ અસંગ અનુષ્ઠાન સંભવિત બને છે. માટે આ રીતે પણ આજ્ઞાનો આદર જ મહાન છે એ જ સાબિત થાય છે. શંકા - વ્યવહારનય બાહ્ય આચારને પ્રાધાન્ય આપે છે. નિશ્ચયનય ધર્મમાં આજ્ઞા સારભૂત છે” વગેરે રૂપે આજ્ઞાને મુખ્ય કરે છે. દેશના આપવાની હોય ત્યારે કેવી આપવી ? એ સંદર્ભમાં તમે બાળજીવને બાહ્ય આચારની પ્રધાનતાવાળી વ્યવહારપ્રધાન દેશના આપવાનું જણાવ્યું. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એમ પંડિત જીવને નિશ્ચયપ્રધાન દેશના આપવાનું કહ્યું. પણ આ શી રીતે યોગ્ય કહેવાય ? કેમકે કોઈપણ નયના એકાન્તમાં મિથ્યાત્વ છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. સમાધાનઃ સંવિગ્ન ગીતાર્થ ગુરુ ભગવંતનો આશય તો એ જ હોય છે કે બાળ વગેરે કોઈપણ શ્રોતાને સ્યાદ્વાદ – અનેકાન્તવાદથી ગૂંથાયેલી વાતોનો બોધ થાઓ, કારણ કે એમાં સમ્યકત્વ છે. પણ બાળજીવની બુદ્ધિ જ એવી હોય છે કે સીધે સીધી એ નિશ્ચયનયમાન્ય અર્થને સ્વીકારી શકતી નથી. એ એને પણ સ્વીકારી શકે એ માટે એની પરિકર્મણા ( કેળવણી) કરવી જરૂરી હોય છે. એ પરિકર્મણા આ વ્યવહાર પ્રધાન દેશનાથી થાય છે. માટે એને વ્યવહારનયમાન્ય વાતોની પ્રધાનતાવાળી દેશના અપાય છે. પણ એમાં નિશ્ચયનયમાન્ય વાતોનું ખંડન કરવાનો અભિપ્રાય હોતો નથી, પણ ઉપરથી એ વાતોને પણ શ્રોતા સમજી – સ્વીકારી શકે એવી ભૂમિકા ઊભી કરવાનો અને એવી ભૂમિકા ઊભી થાય એટલે એની પણ વાતો કરવાનો પરિણામ હોય છે, માટે મિથ્યાત્વ લાગી જવાનો દોષ નથી. (જો આવું બધું ન હોય તો જરૂર એ દોષ લાગે). શિષ્યની (શ્રોતાની) બુદ્ધિને વિકસિત કરવા માટે આ રીતે એકનયમાન્ય દેશના દેવી પણ કલ્પે છે વગેરે વાતો શ્રીસમ્મતિ તર્કપ્રકરણ વગેરે ગ્રન્થોમાં કરી છે. એટલે આજ્ઞાઆદરનું મહત્ત્વ દર્શાવતી ને તેથી ભાવનાજ્ઞાન વગેરે સુધી પહોંચાડતી એવી પંડિત પ્રાયોગ્ય દેશના પ્રકૃષ્ટફળની પ્રયોજક બનતી હોવાથી પ્રધાન છે જ. પણ એની ભૂમિકા ન હોવાથી જે રીતે એ ભૂમિકા ઘડાય એ રીતે બાળ-મધ્યમ જીવને વ્યવહારનય પ્રધાન દેશના અપાય છે. એ દેશનાથી બાળજીવ ધીમે ધીમે મધ્યમ બને છે અને મધ્યમજીવ ધીમે ધીમે પંડિત બને છે. પ્રશ્ન : એકનયમાન્ય દેશના દેવી પણ શાસ્ત્રસંમત છે તો ક્યારે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૫ બત્રીશી-૨, લેખાંક-૧૦ કોને કયા ક્રમે દેશના આપવી જોઈએ ? ઉત્તર : સહુ પ્રથમ શ્રોતાની જેવી રુચિ હોય તેને અનુકૂળ જે નય હોય તેની દેશના આપવી. અર્થાત્ જે જીવ ક્રિયારુચિ હોય એની સમક્ષ પ્રથમ ક્રિયાની મહત્તા ગાવી. જે જીવ પ્રભુભક્તિની રુચિવાળો હોય એની સમક્ષ પ્રભુભક્તિનો મહિમા ગાવો. એમ તપોરુચિ, સ્વાધ્યાયરૂચિ, વૈયાવચ્ચચિ વગેરે.... જીવ સમક્ષ તપ વગેરેની મહત્તા ગાવી. આનાથી શ્રોતાને વક્તા પ્રત્યે આકર્ષણ જાગે છે જેના પ્રભાવે એને વક્તા પર કંઈક આસ્થા પેદા થવાથી વક્તાની વાતને ધ્યાનથી સાંભળવા - વિચારવા - સમજવા અને સ્વીકારવા એ તૈયાર થાય છે. માટે તો શ્રી ઉપમિતિભવપ્રપંચી કથામાં અર્થપ્રેમી જીવને અર્થકથાથી આકર્ષવો વગેરે વાતો કહેલી છે. આટલી વાત કર્યા પછી ગીતાર્થગુરુ શ્રોતાની ભૂમિકા તપાસે છે. એમાં ગુરુને જો એવું પ્રતીત થાય કે (૧) શ્રોતા પોતાના પર આસ્થાવાળો બન્યો છે ને તેથી પોતે જે કહેશે એને સાંભળવા - સ્વીકારવાની તૈયારીવાળો થયો છે, તથા (૨) એની બુદ્ધિ પણ હવે, બીજા નયની વાતને સમજવા જેટલી પરિકર્મિત થઈ ગઈ છે, તો ગીતાર્થ વક્તા એ શ્રોતાને બીજા નયની પણ દેશના આપે છે. જે શ્રોતાએ એક પણ નયની વાતને પ્રધાનરૂપે જાણી નથી કે થોડા આગ્રહ સાથે પકડી નથી એવા શ્રોતા માટે આ વાત છે. જે શ્રોતાએ એક નયની વાત પહેલાં અન્ય વક્તા પાસેથી જાણી લીધેલી છે ને એનો કદાગ્રહ નહીં, પણ કંઈક આગ્રહ બંધાયેલો છે તેવા શ્રોતાને બીજા નયની દેશના આપવી જોઈએ. અલબત્ આમાં પણ શ્રોતાને વક્તા પર વિશ્વાસ ઊભો થવો એ પાયો તો છે જ. એટલે એ વિશ્વાસ ઊભો કરવા માટે જરૂર હોય તો કદાચ એ શ્રોતાએ પહેલેથી જાણેલા નયની વાત પહેલાં કરે. વળી, એ શ્રોતાએ જે નય જાણી લીધેલો છે એ નયનું મુખ્યરૂપે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ખંડન ન હોય એ રીતે પ્રથમ નય દેશના આપે, કારણ કે એ નયને માન્ય સમજણ પણ ઊભી તો રાખવાની જ છે. તે પણ એટલા માટે કે મહાપુરુષોનો કોઈપણ પ્રયાસ અપ્રાપ્ત ચીજની પ્રાપ્તિ કરાવનારો હોવાના કારણે જ મહાન હોય છે. એ પ્રાપ્તિ પણ એ રીતે જ ઈષ્ટ હોય છે કે જે રીતે પૂર્વપ્રાપ્ત માન્યચીજનો નિષેધ ન થઈ જતો હોય. આ વાતને લૌકિક દષ્ટાંતથી સમજીએ. ચા બનાવવા માટે દૂધપાણીની સાથે ચાની પત્તી પણ જોઈએ ને ખાંડ પણ જોઈએ. એટલે શ્રોતા આ બંનેની આવશ્યકતા સમજતો થાય એ વક્તાનું લક્ષ્ય હોય એ સ્પષ્ટ છે. હવે શ્રોતા ત્રણ પ્રકારના હોય છે. (૧) જેની પાસે બેમાંથી એકે નથી. (૨) ચા માટે ચાની પત્તી જોઈએ એવું જેણે જાણેલું છે ને તદનુસાર ચાની પત્તી ભેગી પણ કરેલી છે એવો માનવી... અને (૩) સાકરની આવશ્યક્તા જાણીને સાકરને ભેગી કરેલી હોય એવી વ્યક્તિ. આમાંની પ્રથમ વ્યક્તિને તો બંનેની આવશ્યકતા જણાવવી જરૂરી છે ને છતાં, એને જે સુલભ હોય એની વાત પ્રથમ કરે. એનું સંપાદન સહેલાઈથી થવાથી એનો ઉત્સાહ વધે છે. વક્તા શ્રદ્ધેય ભાસે છે... ને તેથી પછી બીજી ચીજ મેળવવી કદાચ કઠિન હોય તો પણ વક્તાના કહેવા પર એ માટે એ પ્રયતશીલ બને છે. બીજી વ્યક્તિએ ચાની પત્તી એકઠી કરેલી છે. એટલે એની ઉપબૃહણા કરીને એને આવર્જિત કરે.... અને પછી ખાંડની આવશ્યકતાનો ઉપદેશ કરે. વળી, “ચાની પત્તી હોય તો જ ચા થાય એવું વારંવાર સાંભળ્યું-વિચાર્યું હોવાના કારણે “ચાની પત્તીથી જ ચા થાય” આવો કદાગ્રહ બંધાઈ ગયો હોય...ને એના કારણે ચાની પત્તી ભેગી કરવામાં જ મચી પડ્યો હોય... તો એના કદાગ્રહને દૂર કરવા એનું ખંડન પણ કરે. “ચાની પત્તી તો તારી પાસે ઘણી છે, છતાં ચા બનતી નથી. માટે ચાની પત્તી નકામી છે.....” એમ કહે અર્થાત્ ચાની પત્તીની માત્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૦ ૯૯ નિરર્થકતા=નિષ્ફળતા કહે. આટલું કહેવા છતાં અભિનિવેશ દૂર ન થતો હોય, તો, “ચાની પત્તી તો ચામાં પ્રતિબંધક છે, કારણ કે તારો બધો પૈસો ને સમય એમાં જ ખર્ચાઈ જાય છે એટલે તું સાકર મેળવી શકતો નથી ને ચા બનતી નથી) આ રીતે પત્તીને માત્ર નકામી જ નહીં, પણ પ્રતિબંધક ( વિપરીત ફળવાળી) પણ કહે. પણ આ કહેવાની પાછળ એનો કદાગ્રહ દૂર કરવાનો જ માત્ર અભિપ્રાય હોય છે, ચાની પત્તી ખરેખર નકામી છે કે વિપરીત ફળવાળી છે, તે માટે ફેંકી દેવા જેવી છે એવું જણાવવાનો નહીં. ત્રીજી વ્યક્તિએ ખાંડ ભેગી કરેલી છે ને એની જ આવશ્યકતા આજ સુધી જાણેલી છે. તો ઉપદેશક એના ખાંડ મેળવવાના પ્રયાસની ઉપબૃહણા કરીને એને આવર્જિત કરે ને પછી પત્તીની આવશ્યકતાનો ઉપદેશ કરે. એને ખાંડની આવશ્યકતાનો ઉપદેશ ન કરે ને માત્ર પત્તીની આવશ્યકતા જ જણાવ્યા કરે તો પણ ચા બનાવવાનું અભીષ્ટ કાર્ય થઈ જ જવાનું છે, કારણ કે પત્તીની આવશ્યકતા તો એ જાણે જ છે ને તદનુસાર એ એને ભેગી પણ કરેલી જ છે. અને જો ખાંડનો કદાગ્રહ બંધાઈ ગયો હોય તો ઉપર પત્તી માટે કહ્યું છે એમ એને નકામી કે પ્રતિબંધક કહેવા દ્વારા એનું ખંડન પણ કરે. આવું જ નિશ્ચય-વ્યવહાર વગેરે નયો અંગે જાણવું જોઈએ. (૧) જે જીવે ધર્મ અંગે આ બેમાંથી એક પણ નયની વાતને જાણી નથી કે આચરણમાં ઉતારી નથી એવા (સાવ નવા) જીવને જે સહેલી હોય તે વાત પ્રથમ કરવી જોઈએ. સામાન્યથી વ્યવહારનયને સમજવો-પામવો સહેલો હોય છે. માટે વ્યવહારનય માન્ય બાહ્ય આચાર ધર્મની દેશના પ્રથમ આપવી જોઈએ. માટે જ કહ્યું છે કે “આચારઃ પ્રથમ ધર્મ પ્રભુભક્તિસુપાત્રદાન વગેરે આચાર ધર્મ દ્વારા આત્મહિતના માર્ગમાં જોડાઈને પછી આગળ વધેલા હોય એવા સેંકડો દેતો શાસ્ત્રોમાં મળે જ છે. આ રીતે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વ્યવહાર માર્ગમાં જોડાશે એટલે એ બીજા પ્રકારનો જીવ બનશે. (૨) જે જીવે વ્યવહારનય માન્ય આચારધર્મની જ ખૂબ વાતો સાંભળી છે ને એટલે એમાં જ ખૂબ મચી પડ્યો છે, પણ નિશ્રયનય માન્ય વાતો સાંભળી ન હોવાથી એ એને જાણી નથી કે એનું એને લક્ષ્ય બંધાયું નથી. તો એવા જીવને એ આચારમાર્ગમાં જે જોડાયો છે એની ઉપબૃહણા કરીને પછી માત્ર નિશ્ચયનયની વાતો કરે તો પણ વસ્તુતઃ એ પ્રમાણદેશના જ બની રહે છે. કારણ કે વ્યવહાર તો એ જીવમાં રહ્યો જ છે, હવે નિશ્ચય ઉમેરાશે એટલે આત્મહિતનો પરિપૂર્ણ માર્ગ એના હાથમાં આવી જાય છે. વળી જો આચારમાર્ગનો કદાગ્રહ એને બંધાઈ ગયો હોય તો એ કદાગ્રહ દૂર કરવાના અભિપ્રાયથી વ્યવહારમાર્ગને નિષ્ફળ કે વિપરીત ફળવાળો કહેવા દ્વારા દૂષિત પણ ઠેરવે. એ દૂષિત ઠરે એવા ભારપૂર્વક નિશ્ચયનું જોરશોરથી પ્રતિપાદન પણ કરે. પણ એની પાછળનો આશય વ્યવહારનો કદાગ્રહ દૂર કરવાનો ને નિશ્ચયની આવશ્યકતા પ્રસ્થાપિત કરવાનો જ હોય, વ્યવહારને એ જીવ છોડી જ દે એવો ન હોય, કારણ કે વ્યવહાર વિના પણ આરાધનાનો માર્ગ પરિપૂર્ણ થતો જ નથી. એટલે નિશ્ચયનયની કહેવાતી દેશના એવી રીતે જો અપાતી હોય કે જેથી શ્રોતા વ્યવહાર માર્ગને છોડી દે, તો એ વસ્તુતઃ નિશ્ચયનયની દેશના નથી, પણ નિશ્ચયાભાસની દેશના છે, એ પણ જીવનું અહિત કરનાર છે. (૩) આવું જ નિશ્ચયની જ વાતો સાંભળી-જાણી હોવાથી એનાથી જ રંગાઈ ગયેલા જીવને વ્યવહારની દેશના આપવી વગેરે જાણવું. અને નિશ્ચયનો કદાગ્રહ બંધાઈ ગયો હોય તો નિશ્ચયને નિષ્ફળ કે વિપરીત ફળક કહીને દૂષિત પણ ઠેરવે. આમ બાળ વગેરે જીવોને કેવી દેશના આપવી? અને તે દેશના એક-એક નયના પ્રાધાન્યવાળી હોવા છતાં કઈ રીતે હિતકર બને છે તે આપણે જોયું. હવે આ જ વાતનું શાસ્ત્રીય દૃષ્ટાંત સાથેનું સમર્થન અગ્યારમાં લેખાંકમાં આપણે જોઈશું. Page #104 -------------------------------------------------------------------------- ________________ એક-એક નયના પ્રાધાન્યવાળી લેખાંક દેશના પણ હિતકર બનતી હોવાથી આપી શકાય છે, એ ગયા લેખમાં આપણે ક, ૧૧ જોયું હતું. હવે, આ જ વાતનું શાસ્ત્રીય વાત દ્વારા ગ્રન્થકાર સમર્થન કરે છે. જેઓ નિર્દોષગોચરી વગેરે આચારપાલનમાં ચુસ્ત હોય છે તેવા સાધુઓ “સંવિગ્ન' કહેવાય છે. જેઓ આમાં ઢીલા પડીને શિથિલ આચાર સેવતા હોય છે તેઓ પાર્થસ્થ (પાસસ્થા) વગેરે કહેવાય છે. જેઓએ સંવિગ્ન સાધુઓ પાસેથી જાણકારી મેળવી હોય, જેઓ સંવિગ્ન સાધુઓના વિશેષ પરિચયમાં આવેલા હોય, આવા જીવો સંવિગ્નભાવિત કહેવાય છે. એમ પાર્થસ્થાદિના પરિચયથી ધર્મની જાણકારી મેળવેલા જીવો લુબ્ધક દૃષ્ટાંત ભાવિત જીવો કહેવાય છે. આ જીવો બાળ હોય છે. વળી આ બાળજીવો મુગ્ધ પણ હોય શકે કે અભિનિવિષ્ટ (કદાગ્રહવાળા) પણ હોય શકે. સંવિગ્નભાવિત જીવો બાળ પણ હોય શકે કે મધ્યમ પણ હોય શકે કે પંડિત પણ હોય શકે. આપણે સહુ પ્રથમ સંવિગ્નભાવિત બાળજીવોની વાત કરીએ. સામાન્ય નિયમ એવો છે કે પહેલાં ઉત્સર્ગ દેખાડવો જોઈએ. એટલે પૂર્વે જે સંવિગ્ન મહાત્માઓ આવ્યા હતા તેમણે આ બાળજીવોને “સાધુઓને શુદ્ધ ભિક્ષા જ વહોરાવાય” આવો ઉત્સર્ગમાર્ગ દેખાડ્યો હોય. પણ પછી અપવાદમાર્ગ દેખાડવાનો અવસર રહ્યો ન હોય, અથવા આ બાળજીવોની બુદ્ધિ એવી પરિકર્મિત થઈ ન હોય કે જેથી અપવાદ માર્ગને તેઓ કોઈપણ જાતના વિપરિણામ (=અપરિણામ કે અતિપરિણામ) વિના સમજી-સ્વીકારી શકે. એટલે અપવાદ માર્ગ એ સંવિગ્ન સાધુઓએ દેખાડ્યો ન હોય ને તેથી આ બાળજીવોને “સાધુઓને શુદ્ધ ભિક્ષા જ અપાય' એવો એકાન્ત (કદાગ્રહ રૂપે નહીં, પણ આગ્રહરૂપે) પકડાઈ ગયો હોય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧00 બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વળી, તેઓનો એવો વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ન હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની બધી પરિસ્થિતિઓ તેઓને એક સરખી જ ભાસતી હોય છે. એટલે ધરખમ ફેરફાર થઈ ગયો હોય એવી પરિસ્થિતિના ભેદને પણ તેઓ પરખી શકતા ન હોવાથી, વહોરાવવી તો શુદ્ધ જ વહોરાવવી... અશુદ્ધ ગોચરી તો ન જ વહોરાવાય.આવી માન્યતાવાળા જ રહે છે. આવા જીવોને, “અવસરે અશુદ્ધ ગોચરી પણ વહોરાવાય એવા નયની દેશના આપવી આવશ્યક હોય છે. છતાં શ્રી બૃહત્કલ્પમાં સંવિગ્નભાવિત ગૃહસ્થોને પણ એવા વિશેષ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને છોડીને શુદ્ધ પિંડની જ વાતો કરવાની કહી છે. આવું શા માટે ? એટલા માટે કે શ્રોતાને પ્રથમ તો યથારુચિ દેશના આપીને પોતાના પ્રત્યે વિશ્વાસવાળો કરવો એ દરેક વક્તાની ફરજ છે. એટલે જ, પાસત્થા વગેરે દ્વારા લુબ્ધકર્દષ્ટાંત ભાવિત (પૂર્વે આ લેખમાળામાં આવી ગયું છે તેમ “મહારાજ સાહેબ હા પાડે કે ના પાડે. આપણે તો પાછળ પડીને પણ શુદ્ધ - અશુદ્ધ કાંઈ પણ વહોરાવવું એમાં આપણને લાભ જ છે” આવી વિચારણાવાળા થયેલા) ગૃહસ્થોને “સાધુઓને શુદ્ધ ગોચરી જ વહોરાવાય' આ વાત ખબર હોતી નથી. અર્થાત્ એમના માટે આ અજ્ઞાતનય છે. ને તેથી એની દેશના આપવી આવશ્યક હોય છે. છતાં, એમને પણ પહેલાં તો સાધુભગવંતોને સુપાત્રદાનનો લાભ તમારે લેવો જ જોઈએ... એનાથી તમને ખૂબ જ પુણ્ય બંધાય છે વગેરે વાતો કરીને પોતાના પર વિશ્વાસ બેસે એવી ભૂમિકા ઊભી કરવી જ જોઈએ. નહીંતર પોતાની માન્યતા કરતાં અલગ પ્રકારની વાત સાંભળવા મળવાથી, કાં તો એ વક્તાની સત્યવાતને પણ અસત્ય માનીને ફગાવી જ દેશે... ને તેથી અજ્ઞાતનયની એને જાણકારી આપવાનો અભિપ્રાય સફળ નહીં થાય... ને કાં તો એ દ્વિધામાં પડશે કે પૂર્વે (પાસત્થાઓ પાસેથી) જાણેલી વાત સાચી કે આજે (સંવિગ્નો પાસેથી) જાણવા મળતી વાત સાચી? ને કદાચ કોઈ નિર્ણય નહીં થાય તો અશુદ્ધ ભિક્ષાના દાનથી પણ જે Page #106 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૧ અલ્પપાપબંધ-પ્રચુરનિર્જરાનું ફળ મેળવતો હતો તે હવે મેળવી નહીં શકે, કારણ કે સુપાત્રદાન જ દ્વિધાના કારણે બંધ કરી દેશે. શ્રોતાને સ્વવચન પર વિશ્વાસ બેસે-અને બેસેલો વિશ્વાસ જળવાઈ રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી એ આત્માર્થી ધર્મોપદેશકનું એક બહુ મહત્ત્વનું કર્તવ્ય છે. આને જ બીજી ભાષામાં કહીએ તો વક્તાની કોઈ મોટામાં મોટી મૂડી હોય તો એ શ્રોતાનો પોતાના પરનો વિશ્વાસ છે. આને જરા પણ આંચ ન પહોંચે એ વક્તાનું સૌથી પહેલું ને સૌથી વધારે મહત્ત્વનું કર્તવ્ય છે. એમાં પણ જ્યારે એક નયને જ જાણનાર અને શ્રદ્ધા કરનાર શ્રોતાને અન્યાયનું પ્રદર્શન કરવાનું હોય ત્યારે તો એ અત્યંત આવશ્યક બની જાય છે. એટલે જ જ્યારે દીર્ઘ અટવીમાંથી વિહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે આચાર્ય ભગવંતનું એક વિશેષ કર્તવ્ય જ્ઞાનીઓએ દર્શાવેલું છે. જંગલમાં નિર્દોષ ભિક્ષા મળવાની સંભાવના નથી. વળી લાંબા વિહારો કરવાના છે એટલે ભિક્ષા વિના ચાલે એવું પણ નથી. એટલે અપવાદ પદે યથાયોગ્ય અશુદ્ધ ભિક્ષાનો ઉપયોગ કરવાનો પણ અવસર આવે. એમ બીજી વસતિ વગેરેની બાબતોમાં પણ અપવાદ સેવવાનો અવસર આવે. નવા સાધુઓ ત્સર્ગિક વિધિઓનું પરિપૂર્ણ પાલન કરે એમાં ક્યારેય પણ કાંઈ પણ ગરબડ ન કરે એ માટે અત્યાર સુધી ઉત્સર્ગનું જ ભારપૂર્વક નિરૂપણ કર્યુ છે. “ગોચરી તો આવી રીતે નિર્દોષ જ લેવાય... નાનો પણ દોષ લાગવા દેવાય નહીં. એ લગાડીએ તો પ્રાયશ્ચિત્ત આવે.” આવી બધી વાતો વારંવાર કરી છે ને એ રીતે એમને નિર્દોષગોચરીના કાળજીવાળા અને આગ્રહી પણ બનાવ્યા છે. આ બાબતમાં તેઓ થોડા પણ ઢીલા ન પડે એ માટે “અવસરે અશુદ્ધ ગોચરી પણ વહોરી શકાય” આવી વાત આજ સુધીમાં ક્યારેય કરી નથી. એટલે આ અગીતાર્થો માત્ર ઉત્સર્ગને જ જાણનાર અને સદહનાર છે. તેથી જંગલમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અવસર આવ્યે અપવાદ પદે અશુદ્ધ ગોચરી વહોરવાનો પ્રસંગ આવે ત્યારે પણ ઉત્સર્ગને જ પકડી રાખવાના અભિપ્રાયવાળા હોય છે. ઉત્સર્ગને પકડી રાખવાની ક્ષમતા નથી ને છતાં પકડી રાખવા જાય તો ઘોર અહિત થાય એવું છે. પણ એટલે આચાર્ય ભગવંત એ વખતે અશુદ્ધ ગોચરી વહોરી લેવાનું કહે તો તેઓને એ વાત પર શ્રદ્ધા જ ન બેસે...ને આચાર્ય ભગવંત માટે પણ મનમાં ઘણા પ્રશ્નો નિર્માણ થાય... “અત્યાર સુધી તો અશુદ્ધ વહોરાય જ નહીં.. ખૂબ પ્રાયશ્ચિત્ત આવે.' વગેરે વગેરે વાતો કરતા હતા. ને હવે તેઓ જ દોષિત લેવાનું કહે છે. કહેવાનું કંઈક ને કરવાનું કંઈક આ તો માયાચાર ન કહેવાય? અથવા, શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધું કરવું જ જોઈએ એવું કાંઈ નહીં, કરવું હોય તો કરવું....ન કરવું હોય તો નહીં કરવું..... કાંઈ વાંધો નહીં..... અથવા, આચાર્ય મહારાજ પોતે ઢીલા પડ્યા છે. એમણે દોષ સેવવો છે, માટે આપણને પણ દોષ સેવવાનું કહે છે....” આવા બધા કંઈક તોફાની વિચારો અગીતાર્થ સાધુઓના મનમાં ઊઠવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જંગલમાં અશુદ્ધ ગોચરી લેવાનો પ્રસંગ ઊભો થાય ને ત્યારે જ એની વાત કરવી એ લાભકર્તા રહેતી નથી. માટે જંગલમાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવે એ પૂર્વે જ એમના કાને યથાયોગ્ય વાતો નાખી એમને અપવાદના પણ જાણકાર બનાવવા જોઈએ. જંગલમાં ભિક્ષામાં દોષ વગેરે જે કાંઈ અપવાદો સેવવાની સંભાવના હોય એ બધાનું જેમાં વર્ણન આવે છે તે અધ્વાકલ્પ (અધ્વા=માર્ગ....એનો કલ્પ-આચાર... દીર્ધ અટવીનો માર્ગ કાપવાનો હોય એ વખતના આચારો) અગીતાર્થોને કહેવો આવો આચાર્ય ભગવંતનો આચાર શાસ્ત્રમાં દર્શાવ્યો છે. એટલે એવા પ્રસંગે એમને અધ્વાકલ્પ કહેવાનું શરુ કરે ત્યારે પણ અગીતાર્થોને આચાર્ય ભગવંત પર અવિશ્વાસ ન થવો જોઈએ કે શાસ્ત્રમાં તો નિર્દોષ જ લેવાનું કહ્યું છે, આ બધું તો આચાર્ય મહારાજ પોતાની કલ્પેલી બધી વાતો કહે છે. એટલે શિષ્યોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે આચાર્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૩ જાણી બુઝીને વચમાં વચમાં કંઈક કહેવાનું છોડી દે અને અન્ય ગીતાર્થો એ વખતે “ગુરુજી ! આ તો કહેવાનું રહી ગયું....” એમ કહી યાદ કરાવે.. ને તેથી આચાર્ય પણ “હા, આ રહી ગયું હો.... ચાલો હવે કહી દઉં.” વગેરે કહીને એ વાત પણ કરે. આવું બધું સાંભળવાથી તે અગીતાર્થોને પણ પ્રતીતિ થાય કે આચાર્ય મહારાજ આ જે બધું કહે છે તે સ્વકલ્પિત નથી, પણ શાસ્ત્રોક્ત છે અને તેને અન્ય ગીતાર્થો પણ જાણે જ છે. આચાર્યને યાદ હોવા છતાં જાણીબૂઝીને કહે નહીં.... વગેરે આ તરકીબ કરવાનું છેદસૂત્રમાં જે જણાવ્યું છે તે સૂચિત કરે છે કે શ્રોતાના વિશ્વાસનું સંપાદન એ વક્તાનું મહત્ત્વનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન કરવા માટે સંવિગ્નભાવિત ગૃહસ્થોને પહેલાં શુદ્ધદાનની જ વાત કરે... એનાથી એમને પોતાના પર વિશ્વાસ બેસે ને બુદ્ધિની પરિકર્મણા થાય, એ થયા બાદ એવા વિશેષ પ્રકારના સંયોગો ઊભા થયા હોય તો અશુદ્ધ ભિક્ષાનું દાન પણ કરાય” એવો અજ્ઞાતનય એમને જણાવે. પાર્થસ્થભાવિત ગૃહસ્થ તો અશુદ્ધ ગોચરી વહોરાવવાનું જાણતા જ હોય છે, માટે એ પ્રયોજનથી આ નય એમને કહેવાની જરૂર હોતી નથી, છતાં એ પણ શુદ્ધ-અશુદ્ધ કાંઈ પણ વહોરાવાય એટલું જ જાણતો હોય છે. કેવા અવસરે શુદ્ધ અને કેવા અવસરે અશુદ્ધ વહોરાવવાનું? એ બાબતનો તો એ પણ અજાણ જ હોય છે. એટલે એને શુદ્ધભિક્ષાદાનનો જે ઉપદેશ આપવાનો હોય છે એમાં જ આ વિભાજન પણ સમજાવી દેવું જોઈએ. સાધુ ભગવંતો માટે જે બનાવેલું હોય તે પણ સાધુઓને વહોરાવી શકાય” આવું તું જે જાણે છે તે એવી રોગ વગેરે અવસ્થા અંગે જાણવું એ સિવાય સામાન્ય સંયોગોમાં તો આવું દોષયુક્ત ભોજન નહીં, પણ નિર્દોષ ભોજન જ વહોરાવવું જોઈએ. આ બધી વિચારણાનો ટૂંકો સાર આ છે કે યાવદપ્રાપ્ત તાવ Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વિધેયમ્... જેટલા અંશની જાણકારી ન હોય એટલા અંશની જાણકારી યોગ્ય રીતે આપીને શ્રોતાની જાણકારીને પરિપૂર્ણ બનાવવી. હવે આપણે ફરીથી બાળ વગેરે જીવોની વિચારણા પર આવીએ. બાળજીવ તો બાહ્ય દેખાવને જોનારો છે. ગૃહત્યાગ-ત્યાગીનો વેશ જોવા માત્રથી એ સંયમ માની લે છે. પણ આંતરિક વિવેક રૂપ શુદ્ધિ ન હોય તો આ ગૃહત્યાગાદિ બાહ્યલિંગનો અર્થ શું? વૈદ્ય જે વેષ સૂચવે એ વેષ ધારણ કરી લે, પણ દવા લે જ નહીં તો એનો શું મતલબ? હોસ્પીટલમાં દાખલ થઈને ત્યાંનો ડ્રેસ પહેરી લેવા માત્રથી નિરોગી બની જવાય” આવું માનનારો તો બાળ' જ કહેવાય ને! અન્ય ધર્મીઓએ પણ કહ્યું છે કે “જે વિમૂઢ આત્મા બહારથી ઇન્દ્રિયોને સંધવાનો દેખાવ કરે છે અને અંદરથી-મનમાં વિષયોને જ યાદ કર્યા કરે છે તે મિથ્યાચાર” કહેવાય છે.” “જીવે અનંતા ઓઘા કર્યા છતાં કલ્યાણ ન થયું” વગેરે શાસ્ત્રોમાં જે કહેવાયું છે તે પણ તત્ત્વનિરપેક્ષ માત્ર બાહ્યદ્રવ્યલિંગની પ્રાપ્તિને ઉદેશીને જાણવું. મધ્યમજીવો વૃત્તને જુએ છે. અર્થાત્ વેશને અનુરૂપ આચરણ છે કે નહીં ? એ જુએ છે. પણ સારું દેખાતું બધું જ આચરણ વાસ્તવમાં પણ સારું જ હોય એવો નિયમ નથી. હિંસા-જૂઠ વગેરે પાંચ આશ્રવરૂપ અસદ્ આરંભથી અટકવાનું જેમાં હોય એવું અનુષ્ઠાન એ વૃત્ત છે. આ બાહ્યચારિત્ર છે. એ જો ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલ આંતરિક પરિણામ રૂપ ચારિત્રથી ઉત્પન્ન થયેલું હોય અથવા એને ઉત્પન્ન કરતું હોય) તો કાર્યમાં કારણનો ઉપચાર કરીને એને ચારિત્ર કહેવાય છે. એ ક્ષાયોપથમિક હોવાથી શુદ્ધ જ હોય છે. પણ બહારથી એને સમાન જ ભાસતું એવું પણ જે વૃત્ત, આંતરિક ચારિત્ર પરિણામ વગર જ આચરાતું હોય તો એ અપરિશુદ્ધ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૫ પ્રશ્ન : પણ, અંદર એવા પરિણામ જો નથી, તો બહાર એવું આચરણ શા માટે કરે ? ઉત્તર : નાના-નાના પણ દોષ લાગી ન જાય એ માટેની કાળજીવાળું સંયમ પાળવાથી લોકમાં આપણી સારી છાપ પડે છે ને તેથી લોકો સારા માન-સન્માન વંદન-પૂજા વગેરે કરે છે. આવી બધી આશંસાથી પણ બાહ્ય સારું આચરણ તો હોય શકે છે. પ્રશ્ન : અંદર પરિણામ નથી, તો એનું ફળ ભલે ન મળે. પણ બહારના સારા આચરણનું ફળ તો એમને મળે જ ને ? ઉત્તર : નાના નાના દોષ લાગી ન જાય એ માટે તો તેઓ પ્રયત્નશીલ હોય છે, પણ વળી પ્રવચનનો ઉપઘાત થાય એવા મોટા દોષ પણ જો સેવે છે. (જેમ કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરવી, વગેરે) તો એમનું સવૃત્ત પણ પ્રશંસનીય નથી. ત્યાજ્ય છે, અર્થાત્ ધર્મનો વાસ્તવિક નિર્ણય કરવા માટે આધારભૂત નથી. જેમ કે ઠંડીને દૂર કરવી છે. તો અગ્નિમાં જ કૂદી પડવાનું આચરણ કાંઈ આદરણીય નથી. આશય એ છે કે જેમ બાહ્ય લિંગ હોવા છતાં જીવ મિથ્યાચાર” હોય શકે છે ને તેથી એના ભરોસે ધર્મનો નિર્ણય કરવો યોગ્ય નથી એમ બાહ્યવૃત્ત હોવા છતાં અંદર કીર્તિ વગેરેની આશંસા હોય શકે છે, વાસ્તવિક ચારિત્રધર્મની વિદ્યમાનતા નહીં... ને તેથી એના ભરોસે ધર્મનો નિર્ણય કરવો એ પણ યોગ્ય નથી. પ્રશ્ન: પણ આંતરિક પરિણામથી યુક્ત જે હોય તે વૃત્ત સવૃત્ત કહેવાય છે. આવા સવૃત્તથી તો ધર્મનો નિર્ણય થઈ શકે છે ને ? ઉત્તર : બહાર દેખવા મળતું વૃત્ત સદવૃત્ત છે કે અસવૃત્ત છે? (અર્થાત્ આંતરિક ચારિત્ર પરિણામથી યુક્ત છે કે શૂન્ય છે ?) આનો નિર્ણય મધ્યમજીવો કરી શકતા નથીબુધ-પંડિત જીવો જ કરી શકે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને પંડિત જીવ તો શાસ્ત્ર તત્ત્વને પણ જાણી શકતો હોઈ એનાથી જ ધર્મનો નિર્ણય શા માટે ન કરે ? માત્ર દર્દીનો વેષ જેમ ભરોસાપાત્ર નથી. એમ “દર્દી દવા લઈ રહ્યો છે એટલું પણ પૂરતું નથી જ. એ દવા ચિકિત્સાશાસ્ત્રને અનુસરનારી છે કે નહીં, એ જોવું પણ આવશ્યક છે જ ને ! એટલે, ધર્મના નિર્ણય માટે જેમ બાહ્યલિંગ પર ભરોસો રાખવો એ યોગ્ય નથી એમ વૃત્ત પર ભરોસો રાખવો એ પણ યોગ્ય નથી એ નક્કી થયું. પંડિત જીવ ધર્મનો વાસ્તવિક નિર્ણય કરવા માટે શાસ્ત્રતત્ત્વને જુએ છે, ને ખરેખર એ જ એ માટેનો ભરોસાપાત્ર આધાર છે. એ આપણે જોયું. હવે શાશ્વતત્ત્વ શું છે ? એને આપણે વિચારીએ. જેમાં ઉત્સર્ગનું નિરૂપણ હોય અને અપવાદનું પણ નિરૂપણ હોય... જેમાં નિશ્ચયનયમાન્ય વાતો પણ હોય ને વ્યવહારનયમાન્ય વાતો પણ હોય... જે દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ અર્થવાળું હોય. તેમજ ઐદંપર્યની વિશુદ્ધિવાળું હોય (એટલે કે તાત્પર્યથી શુદ્ધ હોય) તે શાસ્ત્રતત્ત્વઆગમતત્ત્વ છે. આ આગમતત્ત્વને એકમાત્ર પંડિતો જ જાણી શકે છે. આમાં દષ્ટ એટલે પ્રત્યક્ષ અને અનુમાનથી જાણેલા અર્થો તથા ઈષ્ટ એટલે પોતાના જ બીજા આગમોથી જાણેલા અર્થો. આ બંન્નેનો વિરોધ ન થાય એવા અર્થોનું પ્રતિપાદક શાસ્ત્ર જોઈએ. ટૂંકમાં જેમાં ઉત્સર્ગઅપવાદ પ્રતિપાદક ઘણાં સૂત્રો છે. દૃષ્ટથી અને ઈષ્ટથી અવિરુદ્ધ એવા આત્મા છે, પરિણામી છે, વિચિત્ર એવા પારમાર્થિક કર્મોથી બંધાયેલો છે, યોગ્ય ઉપાયોથી મુક્ત થાય છે. આવા બધા અર્થનું જેમાં પ્રતિપાદન છે.. તથા, “ઉપલક દૃષ્ટિએ વિરુદ્ધ ભાસતા પદાર્થોમાં પણ સર્વજ્ઞની આજ્ઞા જ પ્રમાણ છે એવી ઐદંપર્યશુદ્ધિ જેમાં મળે છે, તે આગમતત્ત્વ છે. વિવણિત શાસ્ત્ર આવું છે કે નહીં? ને તેથી “આગમરૂપ બનવાને યોગ્ય છે કે નહીં ? એનો વાસ્તવિક નિર્ણય પંડિતજીવ જ કરી શકે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૭ આવા શાસ્ત્ર પરથી શ્રોતાઓને જે બોધ થાય છે તે ત્રણ પ્રકારનો હોય છે. કોઈક ને શ્રુતજ્ઞાન થાય છે, વધારે ક્ષયોપશમવાળા બીજા કોઈકને શ્રુતજ્ઞાનની ઉપર ચિન્તાજ્ઞાન થાય છે. અને એના કરતાં પણ વધારે સારો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ધરાવનારા પંડિતજીવને શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાન દ્વારા ઉત્તરકાળે ભાવનાજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન : શાસ્ત્ર વચનમાં રહેલા શબ્દોના પ્રચલિત અર્થોને જોડવા દ્વારા સહજ રીતે જે અર્થ બોધ થાય છે તે યથાશ્રુત અર્થ કહેવાય છે. આવો બોધ તો થાય છે. પણ સાથે, જ્ઞાનાવરણનો એવો ક્ષયોપશમ નથી કે પોતે જ પહેલાં પ્રત્યક્ષથી કે અનુમાનથી જાણેલા દૃષ્ટપદાર્થ કે પોતે જ પૂર્વે અન્ય શાસ્ત્રવચન સાંભળીને જાણેલો ઇષ્ટ પદાર્થ. આ બંન્ને કે બેમાંથી એક, વર્તમાનમાં પોતે સાંભળેલા શાસ્ત્રવચન પરથી પોતે સમજેલા અર્થથી કદાચ વિરુદ્ધ હોય તો પણ એની ઉપસ્થિતિ થાય... એને યાદ આવે... એટલે કોઈ જ વિરુદ્ધ અર્થ યાદ આવતો ન હોવાથી એને તો પોતે વર્તમાનમાં શાસ્ત્રવચન પરથી સમજેલો અર્થ સકલશાસ્ત્રને અવિરોધી જ ભાસે છે. જો કોઈ વિરુદ્ધ અર્થ ઉપસ્થિત થાય તો, (પૂર્વે જે શાસ્ત્ર જાણેલું છે તેમાં તો એ અર્થ આવો કહ્યો હતો, અહીં) કેમ આવો પદાર્થ કહેવામાં આવે છે ? આવી જિજ્ઞાસા જાગે જેને કથંભાવગર્ભિત આકાંક્ષા કહેવાય છે. પ્રસ્તુત શ્રુતજ્ઞાનમાં તો કોઈ વિરુદ્ધ વાત યાદ આવતી જ નથી. માટે આવી આકાંક્ષા પણ હોતી નથી. આવી આકાંક્ષા જ નથી. એટલે એને સંતોષવા રૂપે થતો એકદેશીય નિર્ણય (નય) કે સંપૂર્ણ નિર્ણય (પ્રમાણ) પણ વિદ્યમાન ન હોવાથી શ્રુતજ્ઞાન પ્રમાણ નયવર્જિત હોય છે. આશય એ છે કે સામાયિક લેવાથી માંડીને જે કાંઈ પ્રતિક્રમણનો વિધિ છે એ કરવામાં આવે એટલે પ્રતિક્રિમણ કર્યું કહેવાય, આવું પૂર્વે સાંભળ્યું છે, જાણ્યું છે.. પછી કાળાન્તરે “દિલમાં પાપનો ભારોભાર પશ્ચાત્તાપ જાગે તો જ પ્રતિક્રમણ કર્યું કહેવાય...” આવું સાંભળવા-જાણવા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મળ્યું. આનો અર્થ સમજાય છે કે “પાપનો પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ.” પણ એવો ક્ષયોપશમ છે નહીં કે જેથી “સામાયિક ગ્રહણાદિ વિધિ કરવી એ પ્રતિક્રમણ” આવું પૂર્વે જે જાણેલું છે તે યાદ આવે.. એ યાદ આવતું નથી, માટે “પહેલાં તો વિધિપાલનને પ્રતિક્રમણ કહેલું, તો હવે કેમ પશ્ચાત્તાપને પ્રતિક્રમણ કહે છે?” આવી કથંભાવગર્ભિત આકાંક્ષા (જિજ્ઞાસા) પેદા થતી જ નથી. આવા જીવને વિધિપાલન એ પ્રતિક્રમણ' આવું શાસ્ત્રવચન યાદ આવે તો, એ શાસ્ત્રવચનનો, હાલમાં સાંભળવા મળતા વચનનો “પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ” આવો પોતે જે અર્થ કરી રહ્યો છે તે વિરોધી છે એમ જણાય. પણ વર્તમાનમાં પોતે જે વચન સાંભળી રહ્યો છે કે જેમાં પ્રતિક્રમણ અંગે પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ એવો અર્થ પોતાને ભાસી રહ્યો છે, એ વખતે પ્રતિક્રમણ અંગે જ પશ્ચાત્તાપ સિવાયની વિધિપાલનાદિ વાતો જણાવનાર કોઈ જ શાસ્ત્રવચન યાદ આવતું ન હોવાથી, એને એવો નિર્ણય થઈ જાય છે કે પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ આવા અર્થનો જેની સાથે વિરોધ થાય એવું કોઈ શાસ્ત્રવચન છે નહીં. અર્થાત્ આ અર્થ, અન્ય જે કોઈ શાસ્ત્રો છે તે સકલશાસ્ત્રને અવિરોધી છે. વળી કથભાવગર્ભિત જિજ્ઞાસા જ નથી થતી, માટે એનું સમાધાન પણ સૂઝતું નથી. જો આવી જિજ્ઞાસા જાગી હોત તો “સામાયિક ગ્રહણાદિ વિધિપાલન એ પ્રતિક્રમણ' આ વ્યવહારનય માન્ય વ્યાખ્યા છે અને “પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ” નિશ્ચયનયમાન્ય વ્યાખ્યા છે આવું સમાધાન જરૂર સ્કુરત, જેમાં નવિભાગ ભાસી રહ્યો છે... અને પછી બંનેનું સંકલન કરનાર “પશ્ચાત્તાપ પૂર્વક વિહિત ક્રિયાઓ કરવી એ પ્રતિક્રમણ આવી પ્રમાણ માન્ય વ્યાખ્યા પણ જણાત. પણ મૂળમાં કથંભાવગર્ભિત જિજ્ઞાસા જ જાગતી ન હોવાથી આવો નવિભાગવાળો કે પ્રમાણ માન્ય બોધ એને થતો નથી. માટે શ્રુતજ્ઞાનને પ્રમાણ-નવર્જિત=પ્રમાણ અને નયના બોધથી શૂન્ય કહ્યું છે. વળી આ શ્રુતજ્ઞાન કોઠારમાં રહેલા અવિનષ્ટ બીજ જેવું હોય છે. આશય એ છે કે, જે બીજને યોગ્ય ભૂમિમાં વાવવામાં આવે, પાણી Page #114 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૯ ખાતર નાખવામાં આવે તો પણ એમાંથી અંકુરો ફૂટી શકે એમ જ નથી, એ બીજ વિનષ્ટબીજ કહેવાય છે. પણ જેમાં એ ફૂટવાની યોગ્યતા પડેલી છે એ અવિનષ્ટ બીજ છે. કોઠારમાં રહેલા આવા બીજથી ભૂમિ પાણી વગેરે સામગ્રી ન હોવાથી અંકુરા વગેરેની ભલે પ્રાપ્તિ થતી નથી, પણ એમાં એની યોગ્યતા તો રહેલી જ હોય છે. તેમ આ શ્રુતજ્ઞાનમાં ચિન્તાભાવનાજ્ઞાન સંબંધી બોધ પ્રાપ્ત થતા નથી, તેમ છતાં મિથ્યા અભિનિવેશ ન હોવાથી એ બોધની યોગ્યતા રહી હોય છે, માત્ર એ માટે યોગ્ય સમજણ આપનાર પ્રજ્ઞાપક વગેરે સામગ્રી જોઈએ. પણ, પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો મને જે ભાસે છે તે જ અર્થ સાચો.... બાકી કોઈ અર્થ આ શાસ્ત્ર વચનનો સંભવતો જ નથી.... બીજો કોઈ અર્થ હું સાંભળું જ નહીં... હું માનું જ નહીં... આવો બધો કદાગ્રહ જો બંધાઈ ગયો હોય તો ‘પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો થયેલો બોધ એ શ્રુતજ્ઞાનરૂપ નથી હોતો, પણ મિથ્યાજ્ઞાન રૂપ હોય છે.... એ વિનષ્ટબીજ સમાન હોય છે. જ આમ જેઓ હજુ માત્ર શ્રુતજ્ઞાન સુધી જ પહોંચ્યા છે તેઓને પોતે જાણેલા અર્થ કરતાં જુદા પ્રકારનો કોઈ જ અર્થબોધ ઉપસ્થિત થતો ન હોવાથી, ‘આ ઔત્સર્ગિક વાત છે’ ને ‘આ આપવાદિક’ ‘આ નિશ્ચયનય છે’ ને ‘આ વ્યવહારનય’ આવું બધું અનુસંધાન શક્ય જ ન હોવાથી તેઓ શાસ્ત્રતત્ત્વને જાણી શકતા નથી એ સ્પષ્ટ છે. નિશ્ચય અને વ્યવહારનય... આ બે માત્ર આત્માને જ લાગુ પડે છે. કારણ કે આત્મા જ એક એવું દ્રવ્ય છે જેમાં અંદરના પરિણામો જુદા ને બહારનો દેખાવ જુદો એવી વિષમતા સંભવિત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તો જેવા અંદર એવા જ બહાર. એમાં વિષમતા સંભવિત નથી. એટલે આ બે નયનો અન્યત્ર ‘આધ્યાત્મિકનય’ એવો પણ ઉલ્લેખ થયેલો છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ગયા લેખમાં શ્રુતજ્ઞાનની વાત કરી. હવે આ લેખમાં બીજા ચિત્તામયજ્ઞાનનો વિચાર કરીએ. શ્રુતજ્ઞાનની કક્ષાનો બોધ કરનારા જીવોનો જ્ઞાનાવરણનો જેવો લયોપશમ હોય એના કરતાં વધારે ક્ષયોપશમવાળા જીવો ચિન્તામયજ્ઞાન સુધી પહોંચે છે. એટલે વિવણિત શાસ્ત્રવચન પરથી પોતાને અમુક અર્થ ભાસ્યો. વળી એની સાથે જ એ જ વિષયમાં પૂર્વે પોતે જે જાણેલું છે તે પણ એને યાદ આવી જાય છે. જેમ કે, “પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ આવો અર્થ બોધ થવા પર, એ જીવને તરત પોતે પૂર્વે જે જાણેલું છે કે વિહિત ક્રિયાઓ કરવી એ પ્રતિક્રમણ એ યાદ આવી જાય છે. અને યાદ આવી જાય છે એટલે મનમાં તરત પ્રશ્ન ઊઠે છે કે પૂર્વે પ્રતિક્રમણને જો ક્રિયારૂપ કહેલું તો હવે કેમ પશ્ચાત્તાપ રૂપ કહે છે?” (આને જ પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થ આ ચારમાંનો વાક્યર્થ કહે છે.) આ પ્રશ્ન ઊઠવાના ઉત્તરકાળમાં ત્રણ શક્યતાઓ રહેલી હોય છે. (૧) વિવણિત શાસ્ત્રવચનના વક્તા પરથી શ્રદ્ધા-વિશ્વાસ ઊઠી જાય છે. પહેલાં ક્રિયાને પ્રતિક્રમણ કહેતા હતા, હવે પશ્ચાત્તાપને પ્રતિક્રમણ કહે છે. એમના કથનમાં કાંઈ ઢંગધડા નથી. પૂર્વાપર વિરુદ્ધ કહે છે. માટે આ વક્તા શ્રદ્ધેય નથી...” (૨) “પ્રતિક્રમણને ક્રિયારૂપ માનવું કે પશ્ચાત્તાપ રૂપ માનવું?” એનો મનમાં સંશય રહી જાય છે. (૩) “આ શાસ્ત્ર વચન કહેનાર સર્વજ્ઞ છે, અથવા સર્વજ્ઞના વચનોને અનુસરનારા સંવિગ્ન ગીતાર્થ છે. માટે એમના નિરૂપણમાં અસત્યતા-પૂર્વાપર વિરોધ વગેરે હોય નહીં. એમનું નિરૂપણ સુયોગ્ય જ હોય. જે આંગળીને પહેલાં નાની કહી હોય એને અપેક્ષા બદલાય તો મોટી પણ કહી શકાય છે. એમ આ પૂર્વાપર વિરુદ્ધ જેવું જે નિરૂપણ ભાસી રહ્યું છે એમાં અપેક્ષા Page #116 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૧ અલગ-અલગ હોવી જોઈએ. પૂર્વે જે કહ્યું હતું તે કઈ અપેક્ષાએ ? અને હાલ જે કહી રહ્યા છે. તે કઈ અપેક્ષાએ ? આ અપેક્ષાઓ માટે ખોળી કાઢવી જોઈએ. હું ન ખાળી શકું તો મારે બીજા બહુશ્રુતને પુછવું જોઈએ....” આવો બધો ગર્ભિત આશય હોય તો જીવ પ્રતિક્રમણને બેમાંથી એકે રૂપ ન માનવાની અશ્રદ્ધાનો કે બન્ને વચ્ચે ઝોલા ખાયા કરતા સંશયનો ભોગ બનતો નથી, પણ બંન્ને વાત સાચી હોવાની નયદૃષ્ટિ પામે છે. જે જીવોને દર્શનમોહનીયનો ક્ષયોપશમ છે નહીં, અથવા છે તો પણ બહુ જ મંદ છે એવા જીવોને આમાંની પ્રથમ બે શક્યતાઓ સંભવે છે... ને પરિણામે વિદ્યમાન હોય એ સમ્યક્ત પણ ચાલ્યું જાય છે. માટે કહ્યું છે કે શંકાએ સમકિત જાય. આવા જીવોને ઊઠેલો ઉપરનો પ્રશ્ન “શંકા કહેવાય છે, ને એ ત્યાજ્ય છે. જેમનો દર્શનમોહનીયનો ક્ષયોપશમ નિર્મળ છે એમને ત્રીજી શક્યતા સંભવે છે. એમને ઊઠતો પ્રશ્ન “ચાલના” (જિજ્ઞાસા) (વાક્યાર્થ) કહેવાય છે ને એ, બોધની વિશદતા માટે ઉપાદેય છે. જે જીવોને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ મંદ છે એને માત્ર યથાશ્રુત અર્થબોધ થાય છે. પણ તેને તદ્વિષયક બીજું કશું જ યાદ આવતું નથી, માટે કથંભાવગર્ભિત આકાંક્ષારૂપ પ્રશ્ન ઊઠતો જ નથી. અને સાથે સાથે દર્શનમોહનીયનો ઉદય ( મિથ્યાત્વ) ગાઢ હોય તો પોતે કરેલા એ અર્થબોધનો અભિનિવેશ ( કદાગ્રહ) બંધાઈ જાય છે અને તેથી એને થયેલો બોધ “શ્રુતજ્ઞાન રૂપ બની શકતો નથી. જેને મિથ્યાત્વ ગાઢ નથી એવા જીવને અભિનિવેશ ન થતો હોવાથી બોધ “શ્રુતજ્ઞાન રૂપ બની શકે છે. જે જીવને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિકસેલો છે એને કથંભાવગર્ભિત આકાંક્ષા (પ્રશ્ન) ઊઠે છે. પણ જો દર્શનમોહનીય ગાઢ હોય કે ગાઢ બનવા તરફ હોય તો આ પ્રશ્ન શંકરૂપ બની જાય છે. પણ જો એ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ગાઢ ન હોય તો એ જિજ્ઞાસા-વાક્યાર્થરૂપ બને છે. પ્રજ્ઞાપનીયતા હોય ને યોગ્ય પ્રજ્ઞાપક મળે તો પણ એ શંકારૂપતાને છોડીને જિજ્ઞાસારૂપતાને ધારણ કરી શકે છે. એમ, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિકસેલો ન હોવાથી સ્વયં જિજ્ઞાસા ઊઠતી ન હોય તો પણ યોગ્ય સમજણ આપનાર પ્રજ્ઞાપક ન અન્ય અર્થને યાદ કરાવીને જિજ્ઞાસા પણ પેદા કરાવી શકે છે. આવી જિજ્ઞાસા પેદા થયા પછી, પોતાનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધારે તેજ હોય તો જીવ પોતે જ ચિંતન દ્વારા પૂર્વે કહી એવી અલગ-અલગ અપેક્ષાઓને ખોળવાનો પ્રયાસ કરે છે. સર્વજ્ઞના વચનો પ્રત્યેની શ્રદ્ધાજિજ્ઞાસુભાવ – ઉક્ત પ્રયાસ.. આ બધાના પ્રભાવે એ આ અપેક્ષાઓને ખોળી કાઢે છે.. ‘આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ છે ને પેલી વાત વ્યવહારનયની અપેક્ષાએ ઉત્સર્ગપદે ફલાણું કહેવાય.. ને અપવાદપદે ઢીંકણું કહેવાય.. વ્યક્તિગત પોતાની જ આરાધનાની વાત હોય તો આવું વિધાન સમજવું.. અને સામુદાયિક વાત હોય તો અન્ય પ્રકારનું વિધાન સમજવું..' આમ જેમ જેમ જીવ ચિંતન કરતો જાય છે તેમ તેમ જુદી જુદી અપેક્ષાવાળું જુદું જદું જ્ઞાન વિસ્તરતું જ જાય છે. જેમ તેલનું બિંદુ પાણીમાં પ્રસરતું જાય છે તેમ એક જ શાસ્ત્રવચન પરથી જુદી જુદી અપેક્ષાવાળો અનેક પ્રકારનો બોધ વિસ્તરતો જાય છે. આ ચિન્તામયજ્ઞાન છે. આ જ્ઞાન પદાર્થ અને વાક્યાર્થ બાદ સમાધાનરૂપે જે મહાવાક્યાર્થ બોધ થાય છે એનાથી ઉત્પન્ન થાય છે. આમ, શ્રુતજ્ઞાનથી (પદાર્થથી) વસ્તુનો જે ધર્મ જણાયો છે તે સિવાયના ધર્મો પણ મહાવાક્યાર્થમાં ભાસે છે. (જેમકે ‘અશુદ્ધપિંડ કલ્પે નહીં’ આવા શાસ્ત્રવચન પરથી શ્રુતજ્ઞાન અશુદ્ધપિંડમાં રહેલા અઘ્યતા ધર્મને જણાવે છે. મહાવાક્યાર્થ અને તેનાથી જન્ય ચિન્તામયજ્ઞાન એમાં રહેલા આપવાદિક કલ્પ્યતાધર્મને પણ જણાવે છે) એટલે, અમુક વસ્તુ કલ્પ્ય જ છે કે અકલ્પ્ય જ છે એવા એકાન્તવાદી નહીં, પણ ઉત્સર્ગપદે કલ્પ્ય કે (અકલ્પ્ય) અને અપવાદપદે અકલ્પ્ય (કે કલ્પ્સ) એવા અનેકાન્તવાદની વ્યુત્પત્તિવાળો આ બોધ હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૩ તથા આ ઔત્સર્ગિકવિધાન છે? કે આપવાદિક? નિશ્ચયમાન્ય વાત છે કે વ્યવહારમાન્ય ? વગેરે નિર્ણય સૂક્ષ્મબુદ્ધિગમ્ય યુક્તિઓની વિચારણા વિના શક્ય નથી. માટે એ સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત હોય છે. તથા આ ચિન્તામયજ્ઞાન સપ્તભંગીમય સ્યાદ્વાદથી સંકળાયેલું હોય છે. આશય એ છે કે તેલના બિંદુની જેમ વિસ્તરવાના સ્વભાવવાળું હોવાથી અને સૂક્ષ્મબુદ્ધિગમ્ય વિચારણાઓથી યુક્ત હોવાથી “પટોડસ્તિ' આટલું સાંભળવા પર “ઘડો છે' આવું શ્રુતજ્ઞાન થયા પછી તરત વિચાર આવે છે કે “ઘડો છે, તો શું સર્વથા (= વસ્તુઓનું જે જે સ્વરૂપે અસ્તિત્વ સંભવિત હોય તે બધા સ્વરૂપે) છે ? અર્થાત્ ઘડો ઘડાસ્વરૂપે તો છે જ, પણ એ રીતે પટ વગેરે રૂપ કે જે એના માટે પરરૂપ છે, તે રૂપે પણ ઘડો વિદ્યમાન છે ? વગેરે.... આવો વિચાર આવવા પર તરત પોતાના ક્ષયોપશમના પ્રભાવે ઘડો સ્વસ્વરૂપે સત્ છે, પરસ્વરૂપે અસત્ (અવિદ્યમાન) છે.. વગેરે ખ્યાલ આવે છે. એટલે કે “સ્વાદસ્પેવ. સ્ટાન્નાયેવ....' વગેરે સ્વરૂપ સપ્તભંગી એના બોધમાં હુરે છે. આમ, મહાવાક્યર્થજન્ય ચિન્તામયજ્ઞાન સપ્તભંગીમય સ્યાદ્વાદથી યુક્ત હોય છે. હવે, ત્રીજા ભાવનામયજ્ઞાનનો વિચાર કરીએ. ને હિંસાત્ સર્વભૂતાન આવા શાસ્ત્રવચનનો મહાવાક્યાર્થરૂપ બોધમાં એવો નિર્ણય તો થયો કે, આમાં અવિધિકૃત હિંસાનો જ નિષેધ છે. જિનમંદિર વગેરે સંબંધી વિધિહિંસા જિનોપદિષ્ટ હોવાથી, એ નિષેધનો વિષય નથી. મહાવાક્યર્થમય આવા બોધ પર પણ કોઈને શંકા થઈ શકે છે કે - “જિનમંદિર વગેરે સંબંધી વિધિહિંસા ભલે ને જિનોપદિષ્ટ હોય. પણ એટલા માત્રથી એમાં મરતા જીવોની પીડા થોડી દૂર થઈ જાય છે? માટે આ વિધિહિંસાથી પણ અધર્મ થતો હશે તો ?” આવી વિપરીત અર્થની શંકાનું જેનાથી દઢપણે નિરાકરણ થઈ જાય એવું “કોઈપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને કે અધર્મરૂપ? એમાં જિનાજ્ઞા જ મુખ્ય આધાર છે” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એ રીતે જિનાજ્ઞાના પ્રાધાન્યનું સૂચક અને તાત્પર્યને વિષય કરનારું જ્ઞાન એ ભાવનામયજ્ઞાન છે. જેમકે શ્રાવકોને પ્રતિક્રમણ-પૌષધમાં માગું કરવું હોય (= લઘુશંકા ટાળવી હોય) તો ધોતીયું બદલવું પડે છે. કેમકે જે વસ્ત્ર પહેરીને પેશાબ કર્યો એ વસ્ત્ર અશુદ્ધ બની ગયું. હવે આવા અશુદ્ધ વસ્ત્રથી સૂત્રોચ્ચાર કે ક્રિયા કરવામાં આવે તો દોષ લાગે છે. પણ સાધુઓને આ રીતે વસ્ત્ર બદલવાના હોતા નથી. એટલે કે જે ચોલપટ્ટો પહેરીને માણું કર્યું એ જ ચોલપટ્ટો પહેરીને પ્રતિક્રમણ વગેરે કરે તો પણ કોઈ દોષ લાગતો નથી. શંકા - સાધુ તો નિષ્પરિગ્રહી છે. અતિઆવશ્યક એવા એક ચોલપટ્ટા સિવાય બીજો ચોલપટ્ટો એમની પાસે હોતો જ નથી, તો બદલે શી રીતે ? સમાધાન - પેશાબ કરવાની ક્રિયા જ જો વસ્ત્રને અશુદ્ધ કરનાર છે તો સાધુના વસ્ત્ર પણ અશુદ્ધ થવા જ જોઈએ ને ? વળી, સાધુ નિષ્પરિગ્રહી છે, માટે બદલવાના બીજાં વસ્ત્રો નથી. પણ શ્રાવિકાઓ તો સપરિગ્રહી છે. ઘણાં વસ્ત્રો ધરાવતી હોય છે. છતાં એમને પણ બદલવાના હોતા નથી. એટલે કે ક્રિયા-સૂત્રોચ્ચાર વગેરે કરવામાં દોષ લાગે એવી અશુદ્ધિ એમના વસ્ત્રોમાં પણ આવતી નથી. એટલે આ પ્રશ્ન નિર્માણ થાય છે કે વસ્ત્રોમાં અશુદ્ધિ આવવાનું મુખ્ય કારણ પેશાબ કરવાની ક્રિયા છે કે બીજું કાંઈ ? અને ભાવનામયજ્ઞાન આ પ્રશ્નનો જવાબ આપે છે કે જિનાજ્ઞા જ સર્વત્ર મુખ્ય છે. શ્રાવકો માટે કપડાં બદલવાની આજ્ઞા છે.. એટલે એ જો ન બદલે તો આ આજ્ઞાનો ભંગ થતો હોવાથી દોષ લાગે છે. અને સાધુઓ કે શ્રાવિકાઓ માટે આવી આજ્ઞા નથી. એટલે વસ્ત્ર ન બદલવા છતાં જિનાજ્ઞાનો ભંગ ન હોવાથી દોષ લાગતો નથી. આમ સર્વત્ર જિનાજ્ઞા જ મુખ્ય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૫ લક્ષણવંતા રત્નનો એવો સ્વભાવ હોય છે કે એ અશુદ્ધ હોય ત્યારે પણ બીજા રતો કરતાં અધિક દીપ્તિમંત હોય છે. આ ભાવનામય જ્ઞાન જાત્યરત્નની દીપ્તિ જેવું તેજસ્વી હોય છે. અર્થાત્ અન્ય જ્ઞાન કરતાં અધિક જ્ઞાનપ્રકાશ ફેલાવનારું હોય છે. હવે, આ શ્રુતજ્ઞાન વગેરેની વિદ્યમાનતામાં જીવોના પરિણામ કેવા થાય છે ? એનો થોડો વિચાર કરીએ. જેને શ્રુતમયજ્ઞાન થાય છે એને, પોતાને જેવો અભિપ્રાય બંધાયો છે, એ સિવાયનો બીજો કોઈ અભિપ્રાય ઉપસ્થિત જ થતો ન હોવાથી પોતે સમજેલો અર્થ જ સર્વથા અવિરુદ્ધપણે સત્ય લાગે છે. તેથી પોતાની એ માન્યતાનો કે જેને “દર્શન પણ કહેવાય છે, તેનો) “અમારું દર્શન સુંદર છે, અન્ય દર્શન નહીં' એવો કંઈક આગ્રહ બંધાય છે. આ આગ્રહ પણ યોગ્ય પ્રજ્ઞાપનાથી દૂર થાય એવો હોય છે, માટે કંઈક આગ્રહ' એમ કહ્યું છે. જો એ દૂર ન થાય એવો ગાઢ બન્યો હોય તો મિથ્યા અભિનિવેશરૂપ બનવાથી એનું જ્ઞાન શ્રુતજ્ઞાનરૂપ ન રહેતાં મિથ્યાજ્ઞાનરૂપ બની જાય છે. એટલે બૌદ્ધદર્શન વગેરેમાં પણ રહેલા કોઈ સાધકને “સર્વ ક્ષણિકે આ જ વાત વારંવાર સાંભળી હોવાથી અને પદાર્થો કથંચિદુ નિત્ય પણ છે એ વાત ક્યારે ય સાંભળી ન હોવાથી આવી માન્યતા ઘડાયેલી હોય છે કે વિશ્વમાં રહેલી બધી જ વસ્તુઓ ક્ષણિક છે – અનિત્ય છે. આ માન્યતાનો એને કંઈક આગ્રહ પણ બંધાયેલો હોય છે. એટલે યોગ્ય પ્રજ્ઞાપના ન મળે ત્યાં સુધી એ નિત્યવાદનું ખંડન કરે અને અનિત્યવાદનું સમર્થન કરે આવું પણ બનતું જ રહે છે. પણ એટલા માત્રથી બેધડકપણે એને ગાઢમિથ્યાત્વી કહી દેવાય નહીં. આપણા શાસ્ત્રોમાં પણ, ગુરુનિયોગના કારણે (ગુરુ ભગવંત તરફથી મળેલી એવી સમજણના કારણે) ક્યારેક વિપરીત શ્રદ્ધા હોવા છતાં સમ્યક્ત જળવાઈ રહેવાનું કહ્યું છે. બૌદ્ધદર્શન વગેરેમાં રહેલ આ જીવોને વસ્તુના ક્ષણિકત વગેરે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રૂપ વિવક્ષિત અંશને જણાવનારાં વચનો મળ્યા હોવાથી એ બાબતનું શ્રતમ જ્ઞાન હોય છે. પણ નિત્યત્વ વગેરે રૂપ અન્ય અંશને જણાવનારાં વચનો મળ્યા ન હોવાથી એ અંગે વાક્યર્થ પણ થયો હોતો નથી. છતાં અભિનિવેશ ન હોવાથી પ્રજ્ઞાપનીયતા હોવાના કારણે માર્ગાનુસારીપણું વગેરે સંભવિત લાગે છે. પણ અન્યદર્શનમાં રહેલા જીવોને દૃષ્ટિરાગના સંસ્કારવશાત્ સ્વદર્શનનો આગ્રહ બંધાઈ જવો અને માન્યતા અભિનિવેશમાં પલટાઈ જવી એ ઘણું ખરું શક્ય હોવાથી મોટે ભાગે તો એનો બોધ મિથ્યાજ્ઞાનરૂપ જ બની જતો હોય છે, એ જાણવું. જેને બીજું ચિન્તામયજ્ઞાન થાય છે એનો બોધ નય અને પ્રમાણથી સંવલિત હોવાના કારણે માધ્યચ્યથી પવિત્ર થયેલો હોય છે. આશય એ છે કે શ્રુતમયજ્ઞાનવાળા જીવને તો સ્વદર્શનનો આગ્રહ બંધાયેલો હોવાથી એ પરદર્શનની વાતનું સમર્થન નથી કરતો, પણ ખંડન કરે છે. પણ ચિન્તામયજ્ઞાનને પામેલો જીવ તો નવિભાગ કરવાને સમર્થ હોવાથી, પરદર્શનમાં કહેલી વાતોનું “આ વાત અમુક નયના દૃષ્ટિકોણથી કહેલી છે ને માટે સાચી છે” એમ સમર્થન કરી શકે છે. આમ સ્વદર્શનોક્ત વાતોનું જેમ નયપ્રદર્શનપૂર્વક સમર્થન કરે છે એ જ રીતે અન્યદર્શનોક્ત ન્યાયપૂર્ણ વાતોનું પણ એ નયપ્રદર્શનપૂર્વક સમર્થન કરે છે. આ એની બુદ્ધિમાં રહેલું માધ્યસ્થ છે. નહીંતર તો જો પક્ષપાત હોય તો તો પરદર્શનનું નામ પડવા માત્રથી એનું ખંડન જ કરવા બેસી જાય.) આ માધ્યસ્થના પ્રભાવે, તે તે દર્શનમાં કહેલી વાતો કઈ અપેક્ષાએ કહેલી છે ? એનો નિર્ણય કરવાની ચિન્તા પ્રવર્તે છે, માટે કોઈ એક દર્શનનો કદાગ્રહ પકડાતો નથી, પણ દરેક દર્શનની યોગ્ય બાબતનો સ્વીકાર હોય છે. માટે જ જૈનદર્શનનો પણ એવો કદાગ્રહ પકડાયો હોતો નથી કે “સાચી અને સારી વાતો અમારા જૈનદર્શનમાં જ કહી છે. અન્ય દર્શનોની તો બધી વાતો અસુંદર જ છે.” ઇત્યાદિ. આના કારણે જ અન્યદર્શનમાં પણ જે અકરણનિયમ (હું ફલાણું Page #122 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૭ પાપ નહીં કરું.. એવો નિયમ) વગેરે જે અવિસંવાદી વાતો કહેલી છે તેનો તિરસ્કાર એ દૃષ્ટિવાદનો તિરસ્કાર છે એવું ઉપદેશપદની ૬૯૩-૬૯૪ મી ગાથામાં કહ્યું છે. ત્યાં કહ્યું છે કે “અન્ય દર્શનમાં જે વાત, જૈનદર્શનમાં કહેલી વાતને સમાન હોય, પછી ભલે ને એની રજુઆત એ જ શબ્દોમાં હોય કે અન્ય શબ્દોમાં, પણ સમાન અર્થવાળી વાતનો પ્રષ રાખવો એ મોહ છે. શ્રી જૈનશાસનમાં રહેલા સાધુ વગેરે માટે તો એ વિશેષરૂપે મોહમય છે. દ્વાદશાંગી સર્વમાન્યતાઓનું મૂળ છે. તે માટે રત્નાકર સમાન છે. તેથી અન્યશાસ્ત્રોમાં જે કાંઈ સુંદર વાતો મળે એનો દ્વાદશાંગીમાં સમવતાર કરવો, પણ તિરસ્કાર ન કરવો. કારણ કે એની અવજ્ઞા કરવામાં દ્વાદશાંગીના અર્થથી રચયિતા શ્રી જિનેશ્વરદેવની અવજ્ઞા થતી હોવાથી કોઈ કલ્યાણપ્રાપ્તિ થતી નથી.' હવે ત્રીજા ભાવનામયજ્ઞાનની હાજરીમાં શું થાય છે ? એ વિચારવાનું છે. દ્વાદશાંગી સર્વદર્શનોનું મૂળ છે. જૈનદર્શન સર્વદર્શનોના સમૂહરૂપ છે. આવી બધી બુદ્ધિ વિકસેલી હોવાથી અન્યદર્શનમાં રહેલા જીવો પર હરીફ” વગેરેપણાંનો ભાવ ઊભો થતો નથી, પણ એમના પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે. આવી પરિણતિ પણ એક પ્રકારની સમાપત્તિ છે. આ સમાપત્તિના પ્રભાવે જે ભવ્ય જીવનું જે રીતે હિત સંભવિત હોય એવી પ્રવૃત્તિ ચારિસંજીવિની ચાર ન્યાયે પ્રવર્તે છે. ચારિ સંજીવનીચારનું દૃષ્ટાન્ત આવું કહેવામાં આવે છે - પતિ હંમેશા પોતાને વશ રહે એ માટેનો ઉપાય એક સ્ત્રીએ જોગિણીને પૂછ્યો. જોગિણીએ દર્શાવેલો ઉપાય અજમાવવા પર પતિ બળદ બની ગયો. (હા, વવશ બન્યો, પણ બળદ રૂપે.) પછી તો એ સ્ત્રીને ઘણું દુઃખ થયું. પસ્તાવો થયો. હવે, એ જ બળદને ચારો ચરાવવા લઈ જાય છે. એકવાર પોતે વડલાની નીચે બેઠી હતી. ત્યારે ત્યાં આવેલી અને પરસ્પર વાત કરતી વિદ્યાધરી પાસેથી એટલું સાંભળવા મળ્યું કે આ જ વડ નીચે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સંજીવની નામની જે ઔષધિ છે તે ચરાવવામાં આવે તો આ કૃત્રિમ બળદ પાછો સ્વાભાવિક મનુષ્યરૂપને પામે. વિદ્યાધરી તો ચાલી ગઈ. કઈ વનસ્પતિ એ સંજીવની ઔષધ છે? એ પેલી સ્ત્રી જાણતી નથી. એટલે એણે તો વડલાની આસપાસની બધી જ વનસ્પતિઓ ક્રમશઃ ચરાવી. તેથી, એમાં સંજીવની ઔષધ પણ જેવી ચરવામાં આવી કે તુરંત એ બળદ પાછો મનુષ્ય બની ગયો. આમ, જેમ એ સ્ત્રીને તે પુરુષબળદનું હિત કરવાની બુદ્ધિ હતી અને એ મુજબ હિતકર પ્રવૃત્તિ હતી તેમ ભાવનાજ્ઞાનવાળા મહાનુભાવને સર્વજીવો પર હિતકરબુદ્ધિ હોય છે, અને તદનુરૂપ હિતકર પ્રવૃત્તિ હોય છે. આ પ્રવૃત્તિથી, તે તે જીવોનું પોતપોતાની યોગ્યતાને અનુસરીને હિત થાય છે. આ ભાવનાજ્ઞાનના પ્રભાવે કેવા હિતકર નિર્ણય થાય છે એ એક શાસ્ત્રીયવાતથી વિચારીએ. એકબાજુ શ્રીદશવૈકાલિક સૂત્ર (૬-૬૨)માં કહ્યું છે કે-“સર્વ શ્રી તીર્થંકરદેવોએ નિત્ય તપોનુષ્ઠાન કહ્યું છે. સંયમને અવિરોધીપણે દેહપાલન થઈ શકે એ રીતે એક ટંક ભોજન (એકાસણું) કરવાની પ્રભુએ દર્શાવેલ વિધિ અહો કેવી સુંદર છે.” આમ આમાં રોજિંદા એકાસણાની પ્રશંસા - ઉપાદેયતા જણાવી છે. બીજી બાજુ એકાસણાં કરતાં ઉપવાસથી વધારે પ્રચુર કર્મનિર્જરા થાય છે એ વાત શાસ્ત્રપ્રસિદ્ધ છે. એટલે ભાવનાજ્ઞાન જો ન હોય તો આ વાતોમાં પૂર્વાપર વિરોધની સંભાવના કરીને જ અલ્પજ્ઞ તો અશ્રદ્ધા વગેરેનો ભોગ બની જાય. પણ ઉપદેશપદ મહાગ્રન્થના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વગેરેએ આ ભાવનાજ્ઞાનના બળે જ એવો નિશ્ચય કરી આપ્યો છે કે કર્મનિર્જરા વગેરે રૂપ લાભ માટે નિત્ય એકાસણું એ અધિક બળવાન હોવાથી નિત્યકર્તવ્ય છે. આશય એ છે કે પર્વતિથિ વગેરે શાસ્ત્રોક્ત કારણો વિના પણ, નિત્ય એકાશનની ઉપેક્ષા કરીને ઉપવાસ કરવામાં આવે તો સૂત્રપોરિસિ, અર્થપોરિસિ, વૈયાવચ્ચ વગેરે બીજા પ્રચુર Page #124 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૯ નિર્જરાજનક આચારો સદાવાની સંભાવના છે. માટે ઉપવાસ નૈમિત્તિક છે (=પર્વતિથિ વગેરે નિમિત્ત પામીને કરવાનું અનુષ્ઠાન છે) અને એકાસણું નિત્યકર્તવ્ય છે (=વિશેષ નિમિત્ત વિના પણ રોજ કરવાનું અનુષ્ઠાન છે). આમ, જે શાસ્ત્રવચનો અંગે ભાવનાજ્ઞાન શૂન્ય વ્યક્તિને પૂર્વાપર વિરોધની આશંકા વગેરે દ્વારા નુકશાન સંભવિત છે એ જ શાસ્ત્રવચનો શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વગેરેને પરસ્પર અવિરુદ્ધ સુસંગત લાગે છે એ ભાવનાજ્ઞાનનો પ્રભાવ છે. ને એના પ્રભાવે તેઓ સાધકને “એકાસણું કરું કે ઉપવાસ ?” એવી દ્વિધામાંથી બહાર કાઢી નિત્યએકાશનરૂપ હિતકર પ્રવૃત્તિમાં નિઃશંકપણે જોડે છે. માટે દરેક આત્મહિતેચ્છુએ ભાવનાજ્ઞાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી પછી ક્યારેય શાસ્ત્રવચનોમાં પૂર્વાપરવિરોધની આશંકા ન રહે. આ ભાવનાજ્ઞાન ન હોય તો ધર્મ કરવાની બુદ્ધિથી કરેલું અનુષ્ઠાન પણ જીવનું ભલું કરી શકતું નથી. શ્રી ઉપદેશમાળા ગ્રન્થ (૪૧૪) માં કહ્યું છે કે – અલ્પજ્ઞાની જીવ અતિદુષ્કર તપ વગેરે કરે તો પણ ક્લેશ પામે છે, કારણ કે સારી ભાવનાથી કર્યું હોય એવું પણ એનું ઘણું ઘણું અનુષ્ઠાન વાસ્તવમાં શુભ બનતું નથી. આ અંગે એક દષ્ટાન્ત શાસ્ત્રકારો આપે છે. એક નગરમાં આચાર્ય મહારાજ વિશાળ સમુદાય સાથે ચોમાસુ પધાર્યા. એક અજ્ઞાન ભાવુકે પ્રતિજ્ઞા કરી કે કોઈ પણ મહાત્મા બિમાર પડે તો દવાનો લાભ મારે લેવો. ચોમાસુ તો પૂરું થયું. પણ કોઈ બિમાર જ ન પડવાથી એ ભાવુકને કશો લાભ મળ્યો નહીં. એટલે એ ભાવુક પોતાની જાતને કમનસીબ માને છે કે મને કશો લાભ મળ્યો નહીં. પણ એ બિચારાને ખબર નથી કે આ વિચાર ગર્ભિત રીતે “સાધુ મહારાજ બિમાર પડ્યા હોત તો સારું હતું એવા અભિપ્રાયવાળો છે, કારણ કે એ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગર એને લાભ મળી શકે એમ નથી. આમ અજ્ઞાનજીવે જે અભિગ્રહ ધર્મબુદ્ધિથી કરેલો છે એ પણ હકીકતમાં ધર્મ માટે થતો નથી. વાલ્મીકિ વગેરે અન્યધર્મીઓ પણ આવું જ માને છે. રામાયણમાં એમણે જણાવ્યું છે કે - રામચન્દ્રજીની સહાયથી તારારાણીની પુનઃ પ્રાપ્તિ થઈ એના પર સુગ્રીવ રામચન્દ્રજીને કહે છે કે – તમે મારા પર આ જે ઉપકાર કર્યો છે એના પર હું ઈચ્છા કરું છું કે મારા શરીરમાં જ વૃદ્ધત્વ આવી જાવ. નહીંતર મને પણ તમારા પર આવો પ્રત્યુપકાર કરવાની ભાવના થશે જે તમે વિપત્તિમાં મૂકાવ તો જ સફળ બને. એટલે આમાં તો ઉપકારી એવા તમારી વિપત્તિ જ ઇચ્છવાની હોઈ બહેતર છે કે મને શીઘ્ર ઘડપણ આવી જાય (જેથી પછી શક્તિ જ ન હોવાથી એ ભાવના જ ન થાય.) ભાવનાજ્ઞાન વિના પૂલબુદ્ધિથી અપાતા દાન-દીક્ષા વગેરે પણ હિતકર બનતા નથી, કિન્તુ અનર્થ કરનારા જ બને છે. “આ બિચારો ભૂખથી હેરાન હેરાન થઈ રહ્યો છે તો હું આ હરણનો શિકાર કરી એનું માંસ એને આપું જેથી એની ભૂખ ભાંગે..” એમ ભિક્ષાના દોષોનો જાણકાર પણ, તેવા કોઈ કારણ વિના જ, “સાધુ મહારાજની ભક્તિનો લાભ મળશે એમ વિચારી આધાકર્મનું દાન આપે. આ બધું વિરુદ્ધ દાન છે. એમાં દાનબુદ્ધિ હોવા છતાં આત્મહિત થતું નથી. એમ દીક્ષા આપવા માટે યોગ્ય મુમુક્ષુના શાસ્ત્રમાં જે જે ગુણો કહ્યા છે તે ગુણોથી રહિત કોઈ જીવ દીક્ષા લેવા માટે આવ્યો. તો દીક્ષા માટે અયોગ્ય જાણવા છતાં, “જ્યાં સુધી પાળશે ત્યાં સુધી છ જવનિકાયની દયા તો કરશે” ઈત્યાદિ ધૂળબુદ્ધિથી વિચારી દીક્ષા આપે તો એમાં પણ ધર્મવ્યાઘાત જાણવો. એમ, “ગચ્છવાસમાં ઘણા દોષ સંભવે છે એવું વિચારી નિરતિચાર સંયમ પાળવાની ભાવનાથી જે અગીતાર્થ એકાકી બને છે તેનું તે આચરણ પણ ધર્મવ્યાઘાત (=ધર્મનો નાશ) કરનારું જ બને છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ બત્રીશી-૨, લેખાંક-૧૨ આમ, ભાવનાજ્ઞાન ન હોય તો ધર્મબુદ્ધિથી કરેલું ધર્માનુષ્ઠાન પણ અધર્મરૂપ બને છે. એનાથી જણાય છે કે પરલોકસંબંધી વિધિરૂપે કરવામાં આવતી ધર્મક્રિયા વાસ્તવમાં ધર્મ' રૂપ બને છે કે નહીં ? એ જાણવા માટે ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્રતત્ત્વ સિવાય બીજો કોઈ સબળ આધાર નથી. એટલે કે આવું શાસ્ત્રતત્ત્વ જ અન્ય પર આધાર રાખ્યા વિના પ્રમાણભૂત બને છે. તાત્પર્ય એ છે કે પરલોક માટે યાવતું પરમલોક માટે હિતકર બને એવી ઈચ્છાથી જે કાંઈ અનુષ્ઠાન કરાય તે બધું ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્ર તત્ત્વના આધારે કરવું, માત્ર સ્વકલ્પનાનિર્મિત તકના કે શ્રુતજ્ઞાનના આધારે નહીં. શાસ્ત્રતત્ત્વને પંડિતજીવ જ જાણી શકે છે અને ભાવનાજ્ઞાનથી ભાવિત કરી શકે છે, એ આપણે જોઈ ગયા છીએ. માટે આત્મહિતની જેને ઇચ્છા છે એણે સ્વયં પંડિત બનવું જોઈએ અથવા પંડિત જીવની નિશ્રા સ્વીકારવી જોઈએ.. આ રહસ્ય છે. શ્રીલલિતવિસ્તરા ગ્રન્થમાં શ્રત, ચિત્તા અને ભાવના આ ત્રણે જ્ઞાનને જળ, દૂધ અને અમૃતની ઉપમા આપેલી છે. જેમ જળ કરતાં દૂધ અને દૂધ કરતાં અમૃત વધારે દાહશામક અને વધારે મિઠાશવાળું હોય છે એમ શ્રુતજ્ઞાન કરતાં ચિન્તાજ્ઞાન અને ચિન્તાજ્ઞાન કરતાં ભાવનાજ્ઞાન વધારે વિષયતૃષ્ણાશામક હોય છે. અથવા જળથી શુષ્કતા મટી ભિનાશ આવે, દૂધથી રુક્ષતા જઈ સ્નિગ્ધતા આવે અને અમૃતથી મૂચ્છ-જડતા જઈ ચૈતન્ય સ્કુરાયમાણ થાય. એમ શ્રુતજ્ઞાનથી વિષયતાપની શુષ્કતા મટી ઉપશમની ભિનાશ આવે, ચિન્તાજ્ઞાનથી વિષયચિંતાની રુક્ષતા મટી તત્ત્વચિંતનની નિગ્ધતા આવે અને ભાવનાજ્ઞાનથી વિષયરસની જડતા મટી તત્ત્વના સદાગ્રહનું ચૈતન્ય આવે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ બાળ, મધ્યમ અને પંડિત એ લેખાંક ત્રણ કક્ષાના જીવો અને શ્રુતજ્ઞાન | વગેરેનો પરસ્પર વિચાર પૂર્વના લેખોમાં - ૧૩ આપણે કર્યો. હવે, ધર્મની (ધર્મપ્રતિ પાદક શાસ્ત્રની) કષ, છેદ અને તાપ એમ જે ૩ પરીક્ષાઓ કહેલી છે એની સાથે પરસ્પર વિચાર કરવો છે. એ માટે સહુ પ્રથમ આ કષ વગેરે પરીક્ષાઓને સમજીએ. સોનાની ત્રણ પરીક્ષાઓ પ્રસિદ્ધ છે. આ સુવર્ણ જ છે ને ? એવી જેની પરીક્ષાની કરવાની છે એને સોની સહુ પ્રથમ કસોટીના પથ્થર પર ઘસે છે (કપે છે). જો એની વ્યવસ્થિત રેખા પડે તો એ વસ્તુ કષ પરીક્ષામાં પાસ થયેલી કહેવાય છે. યોગ્ય રેખા ન પડે તો કષ પરીક્ષામાં જ નાપાસ થવાથી આગળ કોઈ પરીક્ષા કરવાની રહેતી નથી. વસ્તુ કષ પરીક્ષામાં પાસ થાય એટલા માત્રથી સોનીને સંતોષ થતો નથી. કદાચ ઉપરથી સોનાનું ગીલીટ કર્યું હોય તો પણ રેખા તો પડી શકે છે. આવી બનાવટ નથી ને? એ તપાસવા સોની બીજી છેદ પરીક્ષા કરે છે. એટલે કે સોનાનો આડો છેદ કરી ને જુએ છે. જો માત્ર ઉપરથી ગીલીટ હોય અને અંદરથી બનાવટ હોય તો છેદ કરવાથી એ પકડાઈ જાય છે. કદાચ એ કશું ન પકડાય ને વસ્તુ છેદપરીક્ષામાંથી પાસ થઈ જાય તો પણ ડાહ્યા સોનીને પૂરેપૂરો સંતોષ થતો નથી. એ ત્રીજી તાપ પરીક્ષા કરે છે. અર્થાત્ વસ્તુને અગ્નિમાં તપાવે છે. જે સુવર્ણ સાચુ નથી, તે આ તાપ આપવાથી કાળું પડી જાય છે. અર્થાત્ તાપ પરીક્ષામાં નાપાસ થઈ જાય છે. જે વધારે ચમક સાથે બહાર આવે તે પાસ થઈ જવાથી શુદ્ધ સુવર્ણ તરીકે જાહેર થાય છે. ધર્મ પણ સુવર્ણની જેમ (અરે ! સુવર્ણ કરતાં પણ અનેકગણો અધિક) બહુમૂલ્ય ચીજ છે. અને બહુમૂલ્ય ચીજ છે, માટે જ એની નકલ Page #128 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧૨૩ થવાની સંભાવના રહે છે. એટલે જેમ પીળું એટલું સોનુ નહીં' એમ ‘ધર્મ’નું લેબલ લાગે એટલા માત્રથી એ શુદ્ધ ધર્મ જ હોય એવો નિયમ રહેતો નથી. માટે જે કાંઈ ધર્મ’ તરીકે પ્રસિદ્ધ થાય એની પરીક્ષા કરવી આવશ્યક બને છે. એ માટે જ્ઞાનીઓએ સુવર્ણની જેમ ધર્મની પણ કષ વગેરે ત્રણ પરીક્ષાઓ દર્શાવી છે. (૧) કષ પરીક્ષા : જે ચીજ મેળવવા યોગ્ય હોય એને ‘ઉપય’ કહેવાય છે. જેમકે રોગ મટાડીને આરોગ્ય મેળવવું હોય તો આરોગ્ય એ ઉપેય છે. ઉપેયની આપણને પ્રાપ્તિ થાય એ માટે કેટલીક વસ્તુઓ સાધક હોય છે, કેટલીક બાધક. જે કાંઈ સાધક હોય એને ‘ઉપાય’ કહેવાય છે અને જે કાંઈ બાધક હોય એને અપાય કહેવાય છે. જેમકે આરોગ્ય માટે દવા વગેરે ઉપાય છે અને કુપથ્ય વગેરે અપાય છે. આત્માને પણ કર્મરોગ વળગેલો છે ને એને દૂર કરીને સંપૂર્ણ આરોગ્યરૂપ મોક્ષ મેળવવો છે. માટે મોક્ષ એ ઉપેય છે. દાન, શીલ, તપ વગેરે એના સાધક હોવાથી ઉપાયભૂત છે ને હિંસા, જૂઠ, ચોરી વગેરે એના બાધક હોવાથી અપાયભૂત છે. જેના સાધક એવા ઉપાય કોઈ જ ન હોય એવું કે જેના બાધક કોઈ જ અપાય ન હોય એવું કોઈ ઉપેય આ વિશ્વમાં છે નહીં. દરેક ઉપેયનું કોઈક તો સાધક હોય જ, ને કોઈક તો બાધક હોય જ. એટલે ઉપેયની પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન આપવાનો પ્રસ્તાવ હોય ત્યારે ઉપાયનું વિધાન અને અપાયનો નિષેધ આ બંને જોઈએ જ. જેમાં આ બંને ન હોય અથવા બેમાંથી એકાદ પણ ન હોય એ માર્ગદર્શન ઉચિત હોય જ નહીં એ સ્પષ્ટ છે. ‘ધર્મ’ પણ એક પ્રકારનું આત્મહિત માટેનું માર્ગદર્શન જ છે. એટલે જે ધર્મમાં યોગ્ય વિધાન દર્શાવ્યા હોય (અર્થાત્ ‘તપ કરવો જોઈએ’ ‘ધ્યાન કરવું જોઈએ' વગેરે વિધાન દર્શાવ્યા હોય) તથા સમુચિત નિષેધ દર્શાવ્યા હોય (જેવાકે હિંસા ન કરવી જોઈએ... જૂઠ ન બોલવું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જોઈએ... વગેરે) તે ધર્મ કષ પરીક્ષામાંથી પાસ થયો કહેવાય છે. ટૂંકમાં યોગ્યવિધિ-નિષેધ જેમાં દર્શાવેલા હોય તે ધર્મ યોગ્ય કહેવાય આવું કષ પરીક્ષા કહે છે. આમાં વિધિ-નિષેધ યોગ્ય જોઈએ.. એટલે કે સામાન્ય બુદ્ધિથી પણ જે ઉચિત ન જણાય એવા વિધિ વગેરે જો દર્શાવેલાં હોય તો પણ એ ધર્મ નાપાસ સમજવો. જેમકે ‘બકરીને હલાલ ક૨વી' આવું વિધાન દર્શાવનાર ધર્મ. હિંસા ધર્મરૂપ બની ન જ શકે આવું કોઈ પણ સામાન્યવિચારક પણ સમજી જ શકે છે. (૨) છેદ પરીક્ષા : કષ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ધર્મને પછી છેદ પરીક્ષાથી ચકાસવામાં આવે છે. દરેક ધર્મમાં સાધના માટે કંઈક ને કંઈક અનુષ્ઠાનો દર્શાવેલા જ હોય છે. ઉ૫૨ જે વિધિ-નિષેધની વાત કરી છે તે, તે તે અનુષ્ઠાનોમાં જળવાય છે કે નથી જળવાતા ? આ ચકાસવું એ છેદ પરીક્ષા છે. જો વિધિ-નિષેધ જળવાતા હોય તો ધર્મ પાસ, ને વિધિ-નિષેધનો વિરોધ થતો હોય તો નાપાસ. જેમકે એક બાજુ કોઈપણ જીવની હિંસા ન કરવી.. એ રીતે હિંસાનો નિષેધ કર્યો.. ને પાછા યજ્ઞના અનુષ્ઠાન એવા બતાવ્યાં કે જેમાં પશુબલિ આપવાની વાત આવે. તો આ ધર્મ છેદ પરીક્ષામાં નાપાસ. (૩) તાપ પરીક્ષા : છેદ પરીક્ષામાં પણ પાસ થઈ જનાર ધર્મને તાપ પરીક્ષાથી ચકાસવામાં આવે છે. તે તે ધર્મે જે મુખ્ય સિદ્ધાન્ત માન્યો હોય છે એ સિદ્ધાન્ત દ્વારા તે તે ધર્મમાં જણવેલા વિધિ-નિષેધ સંગત ઠરે છે કે નહીં ? એ આ પરીક્ષામાં ચકાસવાનું હોય છે. જો સંગત ઠરે તો ધર્મ પાસ. અને ન ઠરે તો નાપાસ. બૌદ્ધદર્શને સર્વે ક્ષણિક માન્યું છે. બધી જ વસ્તુઓ ક્ષણિક છે. એક જ ક્ષણ ટકીને નાશ પામી જવાના સ્વભાવવાળી છે. આત્મા પણ આવો ક્ષણિક જ છે. આ એમનો મુખ્ય સિદ્ધાન્ત છે. બીજી બાજુ તેઓ પણ હિંસાનો નિષેધ કરે છે. હવે, દરેક આત્મા સ્વયં જ બીજી ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળો જો હોય, તો કોઈ એની શું Page #130 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧૨૫ હિંસા કરે? તથા, પુણ્ય કરો કે પાપ.. શું ફેર પડવાનો ? કરનાર તો નાશ પામી જવાનો છે.. ફળ ભોગવવા ઊભો રહેવાનો જ નથી. આરાધનાનો પણ શું મતલબ ? કારણ કે આરાધના કરનારો બીજી ક્ષણે નાશ જ પામી જવાનો છે તો મોક્ષ કોનો થાય ? એટલે બધા વિધિ-નિષેધ અસંગત ઠરી જાય છે. ને તેથી એકાન્ત અનિત્યવાદ માનનાર ધર્મ આ પરીક્ષામાં ફેઈલ થાય છે. એ જ રીતે એકાંતનિત્ય માનનારનું પણ જાણવું. વસ્તુના સ્વભાવ-સ્વરૂપમાં અંશ માત્ર પણ ફેરફાર ન થાય એવું માનવું... અર્થાત્ વસ્તુને ફૂટસ્થનિત્ય માનવી એ એકાન્તનિત્યવાદ છે. આત્મામાં અંશમાત્ર પણ ફેરફાર થવાનો નથી તો, જન્મ-મરણનો અસંભવ બનવાથી હિંસા અસંગત ઠરી જ જાય છે. એમ આત્માના બંધ-મોક્ષ પણ ઘટી શકતા નથી. માટે વેદાંતદર્શન પણ આ પરીક્ષામાં નાપાસ થાય છે. જૈનદર્શને સ્યાદ્વાદ-અનેકાન્તવાદ માનેલો હોવાથી બધું સંગત ઠરે છે, ને માટે એ તાપ પરીક્ષામાં પાસ થઈ જાય છે. આ ત્રણ પરીક્ષામાંથી બાળજીવને, જે ધર્મ કષ પરીક્ષામાં પાસ થતો જણાય એ ધર્મ સત્યધર્મ લાગી જાય છે. તપ કરવો જોઈએ. ધ્યાન ધરવું જોઈએ. વગેરે વિધાનો અને કોઈની હિંસા ન કરવી, જૂઠ ન બોલવું... વગેરે નિષેધો સાંભળીને જ એમને એના પર અહોભાવ થઈ જાય છે. પછી, એ ધર્મમાં કહેલા અનુષ્ઠાનો આ વિધિ-નિષેધને અનુરૂપ છે કે નહીં ? એ જોવાની જરૂર લાગતી નથી. મધ્યમજીવો વૃત્તને પ્રધાન ગણે છે એટલે કે નાના-મોટા અનુષ્ઠાનોને તપાસે છે. તેથી જે ધર્મ છેદ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે એને તેઓ ધર્મ” તરીકે સ્વીકારી લે છે. એટલે હિંસાનો નિષેધ કર્યા પછી હિંસાગર્ભિત યજ્ઞ વગેરેને દર્શાવનાર ધર્મને તેઓ ધર્મ’ તરીકે સ્વીકારતા નથી. અહિંસા વગેરેની જેમ જેમ વધુ ઝીણી ઝીણી કાળજીવાળા આચરણો જોવા - જાણવા મળે તેમ તેમ તેઓને એ ધર્મ પ્રત્યે વધુ આકર્ષણ થાય Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. માટે તો તેઓની સમક્ષ વધુ સૂક્ષ્મ વિધિ - વિધાન સહિતની સમિતિ વગેરેની દેશના આપવાનું વિધાન છે. આ જીવોની બુદ્ધિ પંડિત જીવોની બુદ્ધિ જેટલી વિકસેલી ન હોવાથી, સુંદર આચાર માર્ગ જોવા મળી જાય તો પછી એના મૂળભૂત સિદ્ધાંતો આ અહિંસા વગેરેને અનુરૂપ છે કે નહીં? એ જોવાની એમને જરૂર જણાતી નથી. પંડિત જીવો શાસ્ત્રતત્ત્વને જુએ છે. એટલે કે જે ધર્મના શાસ્ત્રોનો સિદ્ધાંત એવો હોય કે જેના પર અહિંસા વગેરે સંગત કરે તેને તેઓ યોગ્ય માને છે. અર્થાત્ જે ધર્મ તાપ પરીક્ષામાં પાસ થાય અને તેઓ “ધર્મ' તરીકે સ્વીકારે છે. તેઓ વૃત્તને પણ જુએ છે. તેમ છતાં વૃત્ત કરતાં પણ અનેકગણું વધારે મહત્વ મૂળભૂત સિદ્ધાંતને જ આપતા હોય છે. એટલે એક કઠોર આચારપાલન કરનારા ગચ્છ બહાર થયેલા સાધુ છે અને એક શિથિલ બનેલા સંવિઝપાક્ષિક છે (આચારમાં શિથિલ બન્યા હોય પણ નિરૂપણમાં શુદ્ધ દેશના આપનારા હોય. પોતાની શિથિલતાનો બચાવ નહીં. પણ રંજ હોય. આવા સાધુ સંવિગ્નપાક્ષિક કહેવાય છે.) તો આ બેમાં પંડિત જીવ સંવિગ્નપાક્ષિકને જ ઊંચા માનશે, ગચ્છબાહ્યને નહીં. શાસ્ત્રમાં આવી જ જે વાત કરી છે એ પણ એને એકદમ તર્કસંગત લાગશે... આમાં કોઈ અસંગતિ શંકા કે આશ્ચર્ય નહીં લાગે. પણ જે મધ્યમજીવ હોય એને તો બેમાંથી કઠોર આચારવાળો ગચ્છબાહ્યજીવ જ વધારે ઊંચો લાગે છે, એ જાણવું. પદાર્થ વાક્યર્થ વગેરેની વિચારણા કરીએ તો પૂર્વે જણાવ્યા મુજબ બાળજીવ માત્ર પદાર્થ સુધી પહોંચે છે. મધ્યમજીવ વૃત્તને - આચરણને – પ્રવૃત્તિને મુખ્ય કરનાર હોવાથી વાક્યર્થ સુધી પહોંચી શકે છે. “કોઈને પીડા ન કરવી એવું જાણ્યા પછી જિનભવન વગેરે પ્રવૃત્તિનો વિચાર કરતાં, જો એ પૃથ્વીકાયાદિને જીવ તરીકે જાણતો હોય તો એને શંકા પડી શકે છે કે – આમાં તો અન્ય જીવને પીડા પહોંચે છે, માટે આ Page #132 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧૨૭ પ્રવૃત્તિ શી રીતે કરી શકાય? મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થીને તો પંડિત જ પામી શકે છે. શંકા - બાળજીવને લોચ, પૃથ્વી પર સંથારો, તપશ્ચર્યા વગેરે સાધુ જીવનના જે બાહ્ય આચારો છે તેની દેશના આપવાનું તમે કહ્યું, જ્યારે યોગશતકમાં અપુનર્બન્ધક જીવને લૌકિકધર્મની, સમ્યગદષ્ટિને શ્રાવક ધર્મની, શ્રાવકને સર્વવિરતિની અને સાધુને સામાચારીની દેશના આપવાનું કહ્યું છે. અપુનર્બન્ધક જીવ બાળ હોવો સમજાય છે. એટલે આ લેખમાળાના આધારભૂત કાન્નિશાર્નાિશિકા પ્રત્યે પ્રમાણે એને સાધુના બાહ્ય આચારોની દેશના આપવાનું જણાય છે, ને યોગશતકના મતે લૌકિક ધર્મની દેશના આપવાનું જણાય છે, તો આ બેમાં વિરોધ નહીં? વળી આવશ્યક નિર્યુક્તિની ૧૬૧૮ મી ગાથાની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે એમ જણાવ્યું છે કે પહેલાં સર્વવિરતિ બતાવવી ને પછી દેશવિરતિ બતાવવી. એમ બૃહત્કલ્પ સૂત્રના પ્રથમ ઉદેશામાં ૧૧૩૯ મી ગાથામાં “પહેલાં સર્વવિરતિનો ઉપદેશ આપવો. એનો પરિણામ ન જાગે તો દેશવિરતિનો ઉપદેશ આપવો... એનો પરિણામ પણ ન જાગે તો સમ્યકત્વનો... ને છેલ્લે મઘમાં નિવૃત્તિનો...” આવો ક્રમ દર્શાવ્યો છે. આ ક્રમ જાળવવામાં ન આવે તો પ્રાયશ્ચિત્ત પણ દર્શાવ્યું છે. જ્યારે યોગશતકમાં સમ્યગદષ્ટિ જીવને પહેલાં સાધુધર્મ નહીં. પણ શ્રાવક ધર્મ દર્શાવવો. આવી વાત લોક નંબર ૨૮ માં સકારણ જણાવી છે. એટલે આનો પણ વિરોધ નથી? સમાધાન - વક્તાએ ઉપસ્થિત થયેલા શ્રોતાની ભૂમિકા બે રીતે તપાસવાની હોય છે (૧) એને ધર્મમાર્ગે જોડવા અંગેની ભૂમિકા અને (૨) તત્ત્વને સમજવા અંગેની એની ભૂમિકા. આમાંની પ્રથમ ભૂમિકા મુખ્યતયા મોહનીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે ને એ ક્ષયોપશમને અનુસારે એના અપુનર્બન્ધક, અવિરત સમ્યકત્વી, દેશવિરતિ અને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સર્વવિરતિ એવા ચાર મુખ્ય ભેદ છે. બીજી ભૂમિકા મુખ્યતયા જ્ઞાનાવરણના ક્ષયોપશમને સાપેક્ષ છે ને એના બાળ, મધ્યમ અને પંડિત એવા ભેદ છે. જેનો મોહનીયનો ક્ષયોપશમ ઓછો હોય એનો આ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ ઓછો જ હોય.. અને જેને મોહનીયનો ક્ષયોપશમ વધારે હોય એનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ વધારે જ હોય એવો નિયમ નથી. આમાં વૈપરીત્ય પણ સંભવી શકે છે. એટલે સર્વવિરતિની ભૂમિકા હોવા સાથે બાળપણું હોવું પણ સંભવે છે. એમ અપુનર્બન્ધકની ભૂમિકા હોવા સાથે પંડિતપણું હોવું પણ અસંભવિત નથી. એટલે જ, આઠ વર્ષની ઉંમરે બુદ્ધિનો એટલો વિકાસ ન હોવા છતાં સર્વવિરતિની ભૂમિકા હોવી નિષિદ્ધ નથી. આવા જીવને સર્વવિરતિના માર્ગે લાવવા માટે બહુ ઊંચા સૂક્ષ્મ તત્ત્વોની સમજણ આપવી જરૂરી હોતી નથી. એને તો સંસારમાં ડગલે ને પગલે છજીવનિકાયનો કૂટો (હિંસા) વગેરે કેટકેટલા પાપ છે ને સંયમ જીવનમાં જીવોની દયા વગેરે આચારો કેટલા નિષ્પાપ છે વગેરેની ધૂળથી સમજણ આપવી જ ઉચિત હોય છે. એમ વયસ્ક હોવા છતાં, ગામડામાં રહેવા વગેરેના કારણે એટલી સમજણ શક્તિ ન હોય, અને તેમ છતાં સર્વવિરતિ યોગ્ય ભૂમિકા હોય તો સંયમ જીવનના આચારોનું સ્થૂળ દૃષ્ટિએ વર્ણન કરી, આકર્ષને સંયમ માર્ગે ચઢાવી શકાય છે. એમ અપુનર્બન્ધક કે અવિરતિ સમ્યકત્વી યોગ્ય ભૂમિકા ધરાવનાર શ્રોતા આમ ઘણું ભણ્યો ગણ્યો હોવાના કારણે બુદ્ધિ વિકસિત હોય તો એને એની ભૂમિકા યોગ્ય વાતો પણ સૂક્ષ્મ રીતે કરવી જોઈએ. જેમકે એ જ ભૂમિકાના બાળજીવને જિનપૂજામાં જોડવો હોય તો પૂજાનો મહિમા દર્શાવી પૂજા કરતા કરી દેવાનો. પૂજામાં પુષ્પ વગેરેના જીવોની હિંસા હોવા છતાં એ દોષરૂપ નથી વગેરે એને સમજાવવાનું હોતું નથી, કારણકે જો સમજાવવા જઈએ તો સ્વરૂપહિંસા વગેરેને સમજવાની એની ભૂમિકા ન હોવાથી, “આમાં તો હિંસા થાય એમ વિચારી એ પૂજા ન પણ કરે, ઉપરથી અવહેલના પણ કરે. માટે Page #134 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧ ૨૯ તો બાળજીવને પંડિત યોગ્ય દેશના આપવી એ પરસ્થાન દેશના હોવાથી પાપદેશનારૂપ કહેવાયેલી છે. કેટલીય બાબતો એવી હોય છે કે પંડિત જીવને હેતુગ્રાહ્ય (હેતુપૂર્વક સમજાવવા યોગ્ય) હોવા છતાં બાળજીવને આજ્ઞા ગ્રાહ્ય જ હોય છે. બાળજીવને પણ એ બાબતો હેતુ કહેવા પૂર્વક સમજાવવા જઈએ તો એ સમજી ન શકવાથી મૂંઝવણમાં પડે, કદાચ વક્તા પ્રત્યે અભાવ પણ પેદા થાય કે “મને સમજાવી શકે એમ છે નહીં ને નકામી માથાઝીંક કરે છે.” અથવા “આ વક્તા કહે છે એ બધું જ કાંઈ સાચું નથી એવી અશ્રદ્ધા વગેરે પણ થાય. ને તેથી એને માર્ગમાં જોડવાનું પ્રયોજન તો અદ્ધર જ ઊડી જાય. શ્રી સિદ્ધિસેન દિવાકરસૂરિ મહારાજે ગોવાળિયાઓની સમક્ષ એમની ભાષામાં વાદન કરતાં પંડિતોની ભાષામાં વાદ કર્યો ને માટે હાર્યા. બીજી બાજુ, ભલે ને અપુનર્બન્ધક હોય, બુદ્ધિ વિકસિત હોય તો એને જિનપૂજાનું વિધાન દર્શાવવા પર “આમાં તો હિંસા રહેલી છે' આવી શંકા પડવાની સહજ શક્યતા હોય છે. એટલે એને સ્વરૂપહિંસા વગેરેની સમજણ આપીને જિનાજ્ઞા ધર્મે સારા ના ઐદંપર્યાર્થ સુધી પહોંચાડવો આવશ્યક બની રહે છે. અન્યથા, ન હિંસ્યાત્ સર્વભૂતાનિ. કોઈપણ જીવની હિંસા ન કરવી. આ રીતે હિંસાનો નિષેધ કર્યા પછી, હિંસામય યજ્ઞ વગેરેનું વિધાન કરનાર વૈદિક ગ્રન્થોમાં જો પૂર્વાપર વિરોધ વગેરે દોષો છે ને તેથી છેદ પરીક્ષામાં એ નાપાસ થાય છે તો એ પ્રશ્ન જૈન ગ્રન્યોને પણ કેમ લાગુ નહીં પડે? ઈત્યાદિ વિચારીને એ જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત નહીં થાય. ને તેથી એને જૈન ધર્મમાં જોડવાની અને આગળ વધારવાની આશા ફળીભૂત નહીં થાય. આવું ન થાય એ માટે એને સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુબંધહિંસા.. આ ત્રણે પ્રકાર ને સાથે એ જ રીતે અહિંસાના પણ ત્રણે પ્રકાર સમજાવવા જોઈએ. ગૃહસ્થો સંપૂર્ણ રીતે જીવહિંસાથી વિરામ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પામેલા હોતા નથી. બહુ બહુ તો માત્ર સ્થળ હિંસાથી જ વિરામ પામેલા હોય છે. એટલે પોતાના માટે તો પૃથ્વીકાય વગેરે સ્થાવરજીવોનો આરંભ તેઓ કરતાં જ હોય છે. અને એટલે જ, સ્નાનાદિ દરમ્યાન કાચા પાણીનો સ્પર્શ વગેરે થવા પર “અરર... વિરાધના થઈ.... વિરાધના થઈ...” આવી અરેરાટી એમના મનમાં થતી નથી. ને તેથી પૂજાના શુભ અધ્યવસાયો મનમાં જાગી શકે છે - ટકી શકે છે. આ શુભ અધ્યવસાયો મોહનીય કર્મનો ક્ષયોપશમ કરાવીને જીવને ઠેઠ સંયમ સુધી પહોંચાડી શકે છે. ને સંયમ પ્રાપ્તિ એટલે સર્વજીવોને અભયદાન. આમ થોડી પાણી – પુષ્પાદિ જીવોની વિરાધના છેવટે મહા અહિંસામાં પરિણમતી હોવાથી એ અનુબંધથી હિંસારૂપ નથી, પણ અહિંસારૂપ છે, માટે દોષરૂપ નીવડતી નથી. વળી, આગળ દાનબત્રીશીમાં આપણે જોઈ ગયા એ મુજબ એ પૂજકની આ પૂજા જોઈને અનુમોદના દ્વારા બીજા જીવો પણ સમ્યકત્વ પામી શકે છે જે ચૌદરાજલોકમાં અમારીનો પડહો વગાડવા સમાન છે. માટે દ્રવ્યહિંસા રહી હોવા છતાં ગૃહસ્થોને એ હિતકર બને છે. - સાધુઓ સૂક્ષ્મ કે બાદર. ત્રસ કે સ્થાવર ..બધાની સર્વપ્રકારની જીવ વિરાધનાથી વિરામ પામેલા છે. એટલે તેઓને જિનપૂજા કરવાનું વિધાન નથી, ને તેથી ગૃહસ્થોની જેમ તેઓ માટે જળ - પુષ્પાદિ જીવોની હિંસા અનુબંધથી અહિંસામાં પરિણમતી નથી. માટે એમને જિનપૂજા હિતકર રહેતી નથી. આ અંગેની વિશેષ વાત પાંચમી ભક્તિ દ્વાáિશિકામાં આવશે. બાળ - મધ્યમ વગેરે ભૂમિકાનો અને અપુનર્બન્ધક – સમ્યકત્વી વગેર ભૂમિકાનો વિશેષ વિચાર આગામી લેખમાં જોઈશું. Page #136 -------------------------------------------------------------------------- ________________ બાળ વગેરે ભૂમિકાનો અને લેિખાંક અપુનર્બન્ધક વગેરે ભૂમિકાનો ભેગો વિચાર ગયા લેખમાં આપણે કરી રહ્યા ૧૪ | હતા. હવે આ લેખમાં એ જ ' વિચારણાને આગળ ધપાવીએ. પ્રસ્તુત ગ્રન્થમાં અને ષોડશક ગ્રન્થમાં બાળજીવને લોચ, ભૂમિશયન વગેરે બાહ્ય આચારની મુખ્યતાવાળી દેશના આપવાનું જે કહ્યું છે તે એક દિગ્દર્શનરૂપ જાણવું જોઈએ. અર્થાત્ એને અનુસરીને સામા જીવની યોગ્યતાનુસાર દેશના આપવી જોઈએ. બધાને આ જ રીતની દેશના આપવી એવો એકાન્ત ન બાંધવો. આશય એ છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમની અપેક્ષાએ સામો જીવ “બાળ” છે. પણ મોહનીયના ક્ષયોપશમની અપેક્ષાએ તો એની અલગ અલગ ભૂમિકા હોય શકે છે ને એ ભૂમિકા બદલાય એટલે પણ દેશનાનું સ્વરૂપ બદલાઈ જાય છે. કારણ કે દેશના કેવી આપવી ? એમાં બંને પ્રકારની ભૂમિકાઓ ભાગ ભજવે છે. એટલે, બાળજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત ભૂમિકાવાળો હોય તો એને સંયમ જીવનના લોચ વગેરે બાહ્ય આચારોની દેશના આપવી જોઈએ. પણ જો એ દેશવિરતિ પામવાની ભૂમિકાવાળો હોય તો એને શ્રાવકજીવનના આચારોની દેશના આપવી જોઈએ. એમ સમ્યકત્વ કે અપુનર્બન્ધક (માર્ગાનુસારીપણું) પામવાની ભૂમિકાવાળા બાળ” શ્રોતાને ક્રમશઃ સમ્યત્વઉચિત વ્યવહારોની-આચારોની કે માર્ગાનુસારીના ૩૫ ગુણો-વ્યવહારોની દેશના આપવી જોઈએ. આ જ રીતે મધ્યમજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત હોય તો એને સંયમની વિશુદ્ધિ, આચારપાલન વગેરે અંગે ગ્રન્થોમાં જે સૂક્ષ્મકાળજીઓ દર્શાવેલી છે એનું વર્ણન કરવું જોઈએ. આ જ પ્રમાણે દેશવિરતિ વગેરેને ઉચિત મધ્યમજીવને શ્રાવકપણામાં જાળવવાની જયણા વગેરે આચારપાલનની સૂક્ષ્મકાળજીઓનું વર્ણન કરવું જોઈએ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એમ, પંડિતજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત હોય તો એને સંયમજીવનના આચારોનું સૂક્ષ્મ નિરૂપણ કરવા સાથે એમાં કેવી પરિણતિ વણાયેલી હોવી જોઈએ તેનું તથા એમાં મૂળભૂત સિદ્ધાંતો કેવી રીતે વણાયેલા હોય છે એનું વર્ણન કરવું જોઈએ. એ જ રીતે દેશવિરતિ વગેરેની ભૂમિકા માટે તે તેના આચારોનું એ પ્રમાણે વર્ણન કરવું જોઈએ અને આ દરેકમાં “આજ્ઞા ધર્મ સાર:' આ પરમ રહસ્ય શી રીતે રહેલું છે એ સમજાવવું જોઈએ. આ બધી સામા જીવને વ્રત - નિયમમાં જોડવાનો પ્રસ્તાવ હોય તેને નજરમાં રાખીને વાત કરી છે. પણ જ્યારે એ રીતે એને તે તે ધર્મમાં જોડવાની વાત ન હોય, પણ માત્ર જાણકારી આપવાની ગણતરી હોય ત્યારે આમાં થોડો ફેરફાર પણ સંભવે છે પ્રશ્ન : જો વ્રતનિયમમાં જોડવાનો નથી, તો જાણકારી આપવાનું શું પ્રયોજન ? ઉત્તર : જાણકારી આપવા દ્વારા એના દિલમાં ધર્મમાર્ગનું આકર્ષણ પેદા કરવું, સ્થિર કરવું, વધારવું ને પરિણામે એને પણ ધર્મમાર્ગમાં જોડવો... આગળ વધારવો... આ બધું પ્રયોજન હોય છે. આવું પ્રયોજન હોય ત્યારે અપુનર્બન્ધક ભૂમિકાવાળા જીવને પણ સર્વવિરતિના આચારો વગેરેનું વર્ણન કરી શકાય છે. એનાથી એને સર્વવિરતિ વગેરે પ્રત્યે આદર - બહુમાન પ્રગટે છે, ભવિષ્ય માટે એક લક્ષ્ય બંધાય છે. આવો પ્રસ્તાવ હોય ત્યારે બાળજીવો સમક્ષ બાહ્ય આચારોના વર્ણન સાથે એનું પાલન કરવાનું પણ જે જણાવ્યું છે એના પરથી એ સૂચન મળે છે કે એવી પરિસ્થિતિના કારણે જે જે આચારોનું પાલન ઘણું ખરું ન થતું હોય તે તે આચારોનું બાળજીવો સમક્ષ વર્ણન કરવું ન જોઈએ. જેમકે જે ગામમાં શ્રાવકોના ઘર રહ્યા નથી. રસોડા ચાલુ છે. અથવા આગળ પાછળના ગામેથી ગોચરીની વ્યવસ્થા થાય છે. તો આવા સ્થળોએ “સાધુ ભગવંતો માટે જ જે Page #138 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૪ ૧૩૩ વાનગીઓ બનાવેલી હોય એ આધાકર્મ કહેવાય... સાધુઓને ખપે નહીં... સાધુઓને તો નિર્દોષ ભિક્ષા જ ખપે...' આવી બધી વાતો કરવી ન જોઈએ. એમ વર્તમાનમાં ડામી સડકોના કારણે વિહારમાં પગ સતત ઘસાય છે... નીચેની ચામડી આળી થઈ જાય છે. એક ઝીણી પણ કાંકરી ખૂબ પીડા ઉપજાવે છે. હાઈવે પર ટ્રાફિક જોખમી બન્યા છે.. વારંવાર સડક પરથી નીચે ઉતરવાની જરૂર પડે જ્યાં મોટે ભાગે કાંકરીઓ જ હોય.. આવા બધાં કારણોએ ઘણાં ઘણાં સાધુસાધ્વીજી ભગવંતો પગમાં પગરખાં પહેરતાં થયા છે, એ વિના ચાલે એવું રહ્યું નથી.. તો પછી બાળજીવો સમક્ષ અનુત્પાનકત્વનો (પગમાં કશું પહેર્યા વિના ખુલ્લા પગે વિહાર કરવાનો) જે આચાર છે એનું વર્ણન કરવું ન જોઈએ. નહીંતર, ‘આ બધા બોલે છે કંઈક ને ક૨ે છે કંઈક... બોલવામાં શૂરા છે... કરવામાં ઢીલા... જે બોલી રહ્યા છે એ બધું પણ વિતથ હશે...' આવી બધી શંકા પડવાથી એને ધર્મ પ્રત્યે આકર્ષણ થઈ શકતું નથી. (આ વાત તો ધર્મમાર્ગે જોડવાનો પ્રસ્તાવ હોય ત્યારે પણ સમાન રીતે જાણી). વળી, આ જે વાસ્તવિકતા છે કે બાળજીવો લિંગને જુએ છે અને એને અનુરૂપ એના વિસ્મય પમાડે એવા બાહ્ય આચારો જુએ છે, પણ સૂક્ષ્મતાથી આચરણને જોતા નથી... તેના પરથી આ પણ એક સૂચન મળે છે કે - આવા જીવોને પરિકર્મિત બુદ્ધિવાળા અને સ્વ (વક્તા) પ્રત્યે વિશ્વાસવાળા કરીને બાળકક્ષામાંથી ઉપર લાવવાનો પ્રયાસ કરવાની ભૂમિકા જ્યાં સુધી ઊભી ન થઈ હોય ત્યાં સુધી તેઓ સમક્ષ પ્રચ્છન્ન શિથિલાચારવાળાનું ખંડન ન કરવું. અર્થાત્ જેઓ ઉપર ઉપરની દૃષ્ટિએ તર્કપૂર્ણ લાગે એવી કર્ણપ્રિયવાણીથી લોકોને ધર્મ તરફ આકર્ષનારા હોય પણ પોતાના જીવનમાં અક્ષન્તવ્ય શિથિલાચારવાળા હોય.. ચોથા વ્રતમાં સાવ ખાડે ગયા હોય.. તેવાઓના આ દોષ સ્વ-પરને ભારે નુક્શાનકર્તા હોવા છતાં ઉક્ત Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બાળજીવો આગળ પ્રગટ કરવા ન જોઈએ. જો એ કરવામાં આવે તો એમને બુદ્ધિભેદ થાય.. અને બધા જ લિંગધારીઓને એવા જ માનવાને પ્રેરાય એવું પણ બને. સાધુવેશમાં ગુણ જોવાના બદલે દોષ જોનારા બને એવું પણ બને. એમ, આચાર પાલનમાં સૂક્ષ્મકાળજીનો આભાસ ઊભો કરનારા પણ ગચ્છથી અલગ થઈ ગયેલા સાધુઓના સ્વ-પરને નુકશાન કરનારા દોષો પણ એવી વિશેષ ભૂમિકા ઉભી કર્યા વગર મધ્યમ કક્ષાના જીવોને કહેવા ન જોઈએ. આવા જીવોને તો પૂર્વે કહી એવી સૂક્ષ્મ આચાર પાલનની વાતો જ કરવી. એમાં આ વાતો પણ આવે કે – પ્રથમ વયમાં અધ્યયન કરવું, બીજી વયમાં અર્થશ્રવણ કરવું. અને ત્રીજી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવો. આમાં અધ્યયન એટલે મુખ્યરૂપે સૂત્ર ગોખવાની વાત છે. બાલ્યવયમાં યાદદાસ્ત તીવ્ર હોય છે ને સમજશક્તિ ઓછી, માટે એ ઉંમરમાં સૂત્ર ગોખવાનું કહ્યું. ઉંમર વધતાં સમજશક્તિ વધતી જાય છે અને ઘણું ખરું સ્મરણશક્તિ ઘટતી જાય છે. માટે એ ઉંમરે અર્થશ્રવણ કરવાનું કહ્યું. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ અનેક અનુભવો થતા હોય છે. જાત જાતની ધૂપ – છાંવમાંથી પસાર થવું પડે છે. એટલે પ્રારંભકાળે સામાન્ય પ્રસંગ પણ મનમાં જેવા સંકલ્પ વિકલ્પોના તોફાન મચાવતો - ખળભળાટ પેદા કરતો - તેવા તોફાન પાછલી ઉંમરમાં વિશેષ આસમાની - સુલતાની જેવા પ્રસંગો પણ મચાવી ન શકે એવી માનસિક કેળવણી - સહનશીલતા પ્રાયઃ પેદા થયેલી હોય છે જે ધ્યાન સાધનાને સરળ બનાવે છે. માટે એ ઉંમરે ધ્યાન કરવાનું કહ્યું છે. વળી, આ જીવોને આવો પણ આચાર બતાવવો જોઈએ કે – “આ ગુરુ ભગવંત મારો સંસારક્ષય કરનારા છે.” આવા શુભ પરિણામપૂર્વક ગુરુને પરતંત્ર રહેવું. આ પારતન્ય ભગવસ્ત્રાપ્તિના બીજભૂત છે જેનાથી મોક્ષ થાય છે. મધ્યમ જીવોને જેમાં આત્મહિતની આવી Page #140 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૪ ૧૩૫ સૂક્ષ્મ કાળજી દેખાય એવી આ વાતોથી ધર્મમાર્ગ પ્રત્યે આકર્ષણ જાગે જ એ સ્પષ્ટ છે. વ્રતનિયમ આપવાની ગણતરીથી જ્યારે પ્રેરણા થઈ રહી હોય ત્યારે આ વિશેષ કાળજી રાખવાની હોય છે કે ઉપલી ભૂમિકાવાળાને નીચલી ભૂમિકાની વાત ન કરી શકાય. આશય એ છે કે શ્રોતા સર્વવિરતિની ભૂમિકાને ઉચિત હોય અને છતાં વક્તા દેશવિરતિ યોગ્ય દેશના આપે તો શ્રોતાને દેશવિરતિનું જ આકર્ષણ જાગે. એના વ્રત નિયમોમાં એ જોડાશે. અર્થાત્ નિરપરાધી ત્રસજીવની હિંસાનો ત્યાગ કરશે.. પણ પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના ઊભી રાખશે. એટલે એનો દોષ વક્તાને લાગે જ. જેને થોડી વધુ પ્રેરણા કરવાથી રાત્રી ભોજન સર્વથા છોડી શકે એમ હોય તેને એ રીતે સર્વથા છોડવાની ભારપૂર્વક પ્રેરણા કર્યા વગર જ સીધું કહેવામાં આવે કે “તું રાત્રી ભોજન કરે છે? તો પણ રાત્રે જમ્યા પછી કાંઈ ન લેવું આટલો નિયમ લે...” તો એ રીતે નિયમ લઈને એ એકવાર રાત્રે જમવાનું જે ચાલુ રાખશે એ નિમિત્તે વક્તાને દોષ લાગે જ એ સ્પષ્ટ છે. શ્રી હારિભદ્રીય આવશ્યકમાં અને શ્રીબૃહત્કલ્પમાં સૌ પ્રથમ સર્વવિરતિ યોગ્ય દેશના આપવાની જે વાત છે તે આવા – સર્વવિરતિને ઉચિત ભૂમિકાવાળા જીવો માટે છે.. અને આવા જીવો માટે તો શ્રીયોગશતકમાં પણ આ જ દેશના આપવાનું જણાવેલું છે, માટે બંને વચ્ચે કોઈ વિરોધ નથી. પ્રશ્ન : જે શ્રોતા સારો એવો પરિચિત હોય એના અંગે પણ એની ભૂમિકાનો ચોક્કસ નિર્ણય વક્તાને શી રીતે થાય ? કારણકે વક્તા ભલે ગીતાર્થ છે. છતાં સાથે સાથે છદ્મસ્થ પણ છે જ. આંતરિક પરિણતિ વગેરેનો નિર્ણય કરાવવામાં આ છવાસ્થતા ગરબડ કરાવે એવી પૂર્ણ સંભાવના છે જ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : લાભનો નિર્ણય જ પ્રવૃત્તિ કરાવે એવો નિયમ નથી. પણ લાભની પ્રબળ સંભાવના પણ પ્રવૃત્તિ કરાવે છે. જેમકે વૃષ્ટિ થશે જ અને પાક આવશે જ એવો નિર્ણય નહીં, પણ સંભાવના માત્ર કરીને ખેડૂત ખેતરને ખેડે છે. પ્રશ્ન : જે શ્રોતા સાવ નવો સવો - પ્રથમ વાર આવ્યો છે. એટલે કે જેનો પોતાને કશો પરિચય નથી એવા જીવ માટે તો કઈ ભૂમિકા છે? એની સંભાવના પણ વક્તા કઈ રીતે કરે ? અને દેશના કેવી આપે ? ઉત્તરઃ દુકાનદાર પાસે એ ટુ ઝેડ બધા પ્રકારનો માલ છે. ૧૦ રૂ. ની કિંમતવાળો માલ પણ છે. ૧૦૦ રૂ. વાળો ને ૧૦૦૦ રૂ. કિંમતવાળો પણ માલ છે. ઘરાકને દુકાનદાર માલ કયા ક્રમે દેખાડે ? જો ઘરાક પરિચિત હોય ને તેથી દુકાનદાર એની કેપેસીટી જાણતો હોય તો એને અનુરૂપ જ માલ દેખાડે. હજાર રૂપિયાનો માલ ખરીદી શકે એને હલકો માલ દેખાડે ને એ ખરીદીને જ એ ચાલ્યો જાય તો નુકશાન પોતાને પણ છે ને ઘરાકને પણ છે. છતે પૈસે હલ્કો માલ વાપરવો પડે એ નુકશાન નથી? આ વાત દુકાનદાર સારી પેઠે સમજતો હોવાથી એને એની શક્તિને અનુરૂપ જ માલ દેખાડે છે.... આવું જ ગીતાર્થવક્તા કરે છે. કારણ કે શ્રોતા સર્વવિરતિ વગેરે માલ લેનાર ઘરાકના સ્થાને છે ને ઉપદેશક વક્તા આ માલ દેખાડનાર - વેચનાર - દુકાનદારના સ્થાને છે. શ્રી યોગશતકમાં ભૂમિકાને ઉચિત દેશના આપવાનું જે કહ્યું છે તે આ પ્રકારનું છે. પણ જો દુકાનદારને, ઘરાકનાં કપડાં - ઘરાકની બોલચાલની રીતભાત-ઘરાકની સાથે આવેલ વ્યક્તિઓ વગેરે પરથી એવી સબળ સંભાવના થઈ ગઈ હોય કે “આને હજાર રૂપિયાનો માલ દેખાડવાથી ‘આમાં આપણું કામ નહીં એમ સમજીને ભાગી જ જાય એવો છે.. પછી સો રૂપિયાનો માલ જે દેખાડવાનો છે તે જોવા પણ ઊભો નહીં Page #142 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૪ ૧૩૭ રહે.. તો દુકાનદાર એને હજાર રૂપિયાનો માલ દેખાડે જ નહીં. ને સીધો સો રૂપિયાનો માલ જ દેખાડે.. એમ ગીતાર્થ ગુરુ ભગવંતને શ્રોતા માટે એની આકૃતિ – શારીરિક ખોડખાંપણ - બોલચાલ – વગેરે કોઈપણ રીતે જો એવો નિર્ણય કે પ્રબળ સંભાવના થઈ ગઈ હોય કે “આને સર્વવિરતિની વાત કરવાથી એ ડરી જશે, ભાગી જશે, પછી કશું સાંભળવા પણ ઊભો નહીં રહે તો એને સર્વવિરતિનો ઉપદેશ ન જ આપવો જોઈએ. પ્રશ્ન : પણ સાવ નવાસવા શ્રોતાની આકૃતિ વગેરે પરથી આવી કોઈ ચોક્કસ સંભાવના ન થઈ હોય ત્યારે કયા ક્રમે દેશના આપે ? ઉત્તર : આવા ઘરાક માટે દુકાનદાર શું કરે ? જો ઘરાક ઊંચો માલ લઈ શકે એવો હશે તો હલકો માલ પધરાવવો નથી... ને ન લઈ શકે એવો હોય તો હલકા માલથી પણ એ વંચિત ન રહી જાય એની કાળજી રાખવી છે. એટલે દુકાનદાર, પોતે માલ વેચવા માટે જ બધો માલ દેખાડી રહ્યો છે – આવું ઘરાકને ન ભાસે. પણ માત્ર માલ દેખાડવા માટે જ દેખાડી રહ્યો છે. આવું ભાસે એવી સાવધાની - કાળજીપૂર્વક પહેલાં હજાર રૂપિયાનો માલ દેખાડશે... એની ઊંચી ક્વોલિટી વગેરેનું વર્ણન કરશે. ને ઘરાકના મુખ પર કેવા ભાવો ઉપસે છે ? એ તપાસશે. જો ધરાર અસામર્થ્ય જેવા ભાવો જ જણાય તો તરત એ માલ દેખાડવાનું બંધ કરીને થોડો ઓછી કિંમતવાળો માલ કાઢશે. ને જો એવું બધું અસામર્થ્ય જેવું ન જણાય તો એ જ ઊંચા માલનું વધારે સારું-ભારપૂર્વક વર્ણન કરી ઘરાકની રુચિ-શક્તિને જગાડશે. આવું જ ગીતાર્થ ગુરુભગવંત નવા શ્રોતા આગળ એના પરિણામ જાણવા માટે કરે છે. શ્રોતાને સર્વવિરતિ સ્વીકારવાની પ્રેરણારૂપે નહીં – પણ માત્ર સાધુ - જીવન આવું હોય એવો એને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ખ્યાલ આપવા માટે સૌ પ્રથમ એની આગળ સર્વવિરતિના આચાર વગેરેનું વર્ણન કરે. આ સાંભળવા પર એના દિલમાં કેવા ભાવો જાગે છે ? એ તપાસે. એમાં એની વાતો પરથી જો એમ લાગે કે વિષય સુખની પિપાસા, સાંસારિક જવાબદારી વગેરેના કારણે હજુ સર્વવિરતિના સ્વીકાર માટે સમર્થ નથી. તો પછી શ્રાવકધર્મનું વર્ણન કરે. ને ફરીથી એના પરિણામો તપાસે. એમ ક્રમશઃ સમ્યગદર્શન અને માર્ગાનુસારીના આચારોનું વર્ણન કરે. શ્રી બૃહત્કલ્પમાં ઉપદેશનો સર્વવિરતિ-દેશવિરતિ-સમ્યકત્વ-માર્ગાનુસારિતા.. આવો જે ઉપદેશક્રમ કહ્યો છે તે આ અપેક્ષાએ કહ્યો છે, એ જાણવું. બાકી તો વક્તાને દેશ-કાળ-પુરુષ વગેરેનો જેવો નિર્ણય થાય એ પ્રમાણે દેશના અંગે ઉપરથી નીચે જવાની કે નીચેથી ઉપર જવાની.. બંને પદ્ધતિ ઉચિત લાગે છે. આમાં એકાન્ત નથી. જેમ છેદસૂત્રોમાં શૈક્ષક (નવા સાધુ), ગીતાર્થ, સ્થવિર, ઉપાધ્યાય અને આચાર્ય. આ બધાએ સમાન દોષ સેવ્યો હોય તો શૈક્ષકને ઓછું... ગીતાર્થને વધારે.. વિરને એના કરતાં પણ વધારે... ઉપાધ્યાયને વળી એનાથી વધારે... ને આચાર્યને સૌથી વધારે પ્રાયશ્ચિત્ત.... આ ક્રમ બતાવ્યા પછી તરત જ ઘણે સ્થળે મતાંતર તરીકે નહીં, પણ જુદી પદ્ધતિ તરીકે શૈક્ષકને સૌથી વધુ. ગીતાર્થને એના કરતાં ઓછું.. એમ ઉત્તરોત્તર ઓછું પ્રાયશ્ચિત્ત આપવાની પદ્ધતિ પણ દેખાડેલી છે. આમાં પુરુષ-દેશ-કાળને નજરમાં લઈને કઈ પદ્ધતિ અપનાવવી એનો નિર્ણય પ્રાયશ્ચિત્ત દાતાએ કરવાનો હોય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું. ધારોકે વક્તાને એવી જાણકારી મળી ગઈ છે કે શ્રોતા સંપૂર્ણતયા રાત્રી ભોજન ત્યાગ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તેમ છતાં, વક્તાને એવી પણ પ્રતીતિ થયેલી છે કે શ્રોતા દાક્ષિણ્યગુણવાળો છે ને તેથી, “મહારાજ સાહેબ ઘણું ઘણું કહે છે તો Page #144 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૨, લેખાંક-૧૪ ૧૩૯ કેટલી ના પાડવી ? બધી વાતનો ઇનકાર કર્યા કરવો સારો ન કહેવાય. કાંઈ નહીં, થોડો પુરુષાર્થ ફોરવીને-કષ્ટ વેઠીને પણ આટલું તો કરીશ જ.” આવા અભિપ્રાયથી પણ આંશિક ત્યાગ કરવા કટિબદ્ધ બનશે, એ રીતે ત્યાગ અપનાવશે, બરાબર પાળશે ને એ પાલનના પ્રભાવે આગળ વધશે. આવી સંભાવના ભાસી હોય તો સર્વથા ત્યાગની વાતથી પ્રારંભ કરે ને ક્રમશઃ નીચે ઉતરે. પણ આવી જ પરિસ્થિતિવાળા શ્રોતા માટે જો એવી પ્રતીતિ થઈ હોય કે એ એવા દાક્ષિણ્યવાળો નથી ને આવી વિચારધારાવાળો છે કે – મહારાજ સાહેબ તો બધી અશક્ય વાત કરે છે. મોટી મોટી વાત કરે છે. આપણું કામ નહીં.. આપણે કશું કરી શકવાના તો છીએ નહીં. નાહક મહારાજ સાહેબને ઉપદેશ આપવાનું કષ્ટ આપવું.... એમનો સમય બગાડવો. એના કરતાં આપણે ઉભા જ થઈ જાવ. વગેરે. તો નીચેથી જ શરૂઆત કરે. ને જેમ જેમ નીચે નીચેના સરળ નિયમો અપનાવવાનો અભિપ્રાય ઘડાતો જાય તેમ તેમ ઉપર ખેંચતા જાય. પ્રશ્ન : પણ નીચેનો નિયમ લેવાનો અભિપ્રાય ઘડાઈ જાય તો પછી ઉપરનો નિયમ તો એ શી રીતે લેવાનો ? ઉત્તર : ઘણીવાર આ ઉછામણી જેવું હોય છે. ક્યારેક કોઈક ભાવુક ઘરેથી પાંચ હજાર સુધી લાભ લેવાની ભાવના કરીને આવ્યો હોય છે ને ત્યાં સુધી તો એ ચઢાવો બોલે પણ છે જ. પણ એના પાંચ હજાર બોલવા પર સામી પાર્ટી જો સીધા દસ હજાર બોલી દે તો આ ભાવુક અટકી જ જાય છે, આગળ વધતો નથી. પણ સામી પાર્ટી પાંચ હજારની સામે પપ00 બોલે.... તો આ ભાવુક થોડું મનને સમજાવીને ૬૦૦૦ બોલી પણ દે છે. વળી સામી પાર્ટી ૬૫૦૦ બોંલે છે. આ ભાવુકને પણ કોઈ પ્રેરણા કરે છે કે તમારે ૬૦૦૦ તો ખરચવા જ હતા. હજાર વધારે. પણ આવો લાભ ક્યાં ફરીથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મળવનો છે. વગેરે... તો એ સાત હજાર પણ બોલી દેશે... આમ ક્રમશ વધતાં વધતાં એનું દિલ વધારે ને વધારે ઉદારતા કરવા તૈયાર થતું જાય છે ને કદાચ દસ હજારથી અધિક રકમ બોલીને પણ ચઢાવો લઈ પણ લે. આવું જ પ્રસ્તુતમાં પણ સંભવિત છે... ને એવું સંભવિત ભાસે તો વક્તા નીચેથી પ્રારંભ કરી ક્રમશઃ ઉપર ઉપરની વાતો કરે એમાં પણ કોઈ દોષ નથી... માટે આ અંગે કશો એકાંત બાંધવો નહીં. શ્રી હારિભદ્રી આવશ્યકમાં નીચલી ભૂમિકાનો ધર્મ કહેવામાં દોષ જે દર્શાવ્યો છે તે, શ્રોતા ઉપલી ભૂમિકાને ઉચિત હોય તો જ લાગે છે... અર્થાત્ પહેલાં શ્રોતાને શ્રાવક ધર્મનો ઉપદેશ આપ્યો... અને શ્રોતા સર્વવિરતિ સ્વીકારવા માટેનું સામર્થ્ય-સત્ત્વ ધરાવનાર હોવા છતાં દેશવિરતિ જ સ્વીકારે તો જ દોષ કહ્યો છે. જેનું એવું સત્ત્વ સામર્થ્ય છે જ નહીં, એવો જીવ શ્રાવકધર્મ સ્વીકારે તો કાંઈ દોષ લાગવાનું ત્યાં કહ્યું નથી. ધર્મ બિન્દુમાં પણ સદ્દિો: પ્રયોòડન્તરાય:, અનુમિતિક્ષેતર.... એમ કહીને સમર્થ અંગે જ દોષ દર્શાવ્યો છે, અસમર્થ અંગે નહીં. આમ દેશનાપદ્ધતિ અંગે યથાયોગ્ય વિચારવું જોઈએ. જે ગીતાર્થ મહાત્માઓ આ પ્રમાણે ધર્મદેશના આપવાનું જાણે છે તેઓના જ પ્રભાવે કલિકાળમાં પણ ધર્મની જાહોજલાલી છે. જગા જીવોને પરમાનન્દ આપનારા, ભગવદ્ ધર્મના દેશક આવા ગીતાર્થ મુનિભગવંતોને નમસ્કાર હો... નમસ્કાર હો.... પ્રસ્તુત લેખમાળાના આ પ્રથમ ૧૪ લેખોમાં પરમપાવન શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈપણ આવી ગયું હોય તો એના હાર્દિક મિચ્છામિ દુક્કડમ્ સાથે ગીતાર્થ મહાત્માઓને એનું સંશોધન કરવા વિનંતી. Page #146 -------------------------------------------------------------------------- ________________ 5). 6-8) પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા.નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય અધ્યાત્મમતપરીક્ષા ધર્મપરીક્ષા 3) સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભગી કૂપદેષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યકત્વ ષસ્થાનની ચઉપઇ લાનિંશ દ્વાર્નિંશિકા ભાગ-૧ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ : 1-2-3 9-10) ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ : 1-2 સત્યદાદિ પ્રરૂપણા 12) હારિભદ્રયોગભારતી 13) યોગવિંશિકા 14) સિદ્ધિનાં સોપાન 15) તત્ત્વાવલોકન સમીક્ષા 16) તત્ત્વ નિર્ણય 17-21) નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે 22) શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો 23-25) દેશવિધ સામાચારી (ભાગ : 1-2-3) 26-27) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ : 1-2) 28) સપ્તભંગીવિંશિકા 29) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ નિક્ષેપવિંશિકા 31) क्या जिनपूजा करना पाप है ? 32) અનુયોગદ્વાર-સટીપ્પણ 33) બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાગ-૧ પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય 1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં...(ગુજ.+હિન્દી=૩૩000 નકલ) 2) હૈયું મારું નૃત્ય કરે 3) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા 4) કર પડિક્કમણું ભાવશું 5) અવિખ્ખા અણાશંદે 6) હું છું સેવક તારો રે 7) હા ! પસ્તાવો વિપુલ ઝરણું... 8) મિચ્છામિ દુક્કડ 9) ટાળિયે દોષ સંતાપ રે... 30) BHARAT GRAPHICS-Ahmedabad (079) 22134176, Mo. 9925020106