________________
૧૫
.
.
.
-
બત્રીશી-૧, લેખાંક-૨
એક પાપભીરુ જીવ છે. સંસારમાં ડગલે ને પગલે જીવોની વિરાધના થયા કરે એનાથી ત્રાસી ગયો છે. ને તેથી નિષ્પાપ એવું સંયમજીવન ઝંખી રહ્યો છે. પણ, સંયમપ્રાપ્તિમાં કંઈકને કંઈક વિદન આવ્યા કરે છે. એટલે “ખૂબ પ્રભુની ભક્તિ કરું, જેથી બધાં વિઘ્નો દૂર થાય. સંયમની પ્રાપ્તિ થાય અને જીવોની વિરાધનાથી બચી શકું.” આવી બધી ભાવનાથી પ્રભુપૂજા કરે છે. તો આમાં અનુકંપા હોવી પણ જણાય જ છે. એટલે જિનપૂજા અનુકંપા અનુષ્ઠાન બની અને જ્યાં માત્ર ઉછળતી ભક્તિ જ છે ત્યાં જિનપૂજા એ ભક્તિ અનુષ્ઠાન.. આવો વિવેક આપણે કરી શકીએ છીએ.
વાવડી, કૂવો, તળાવ, અન્નક્ષેત્ર વગેરે કરવામાં ઘણા જીવોનો આરંભ થવા દ્વારા થોડા જીવો પર ઉપકાર થાય છે. એટલે અલ્પજીવોનો દુઃખમાંથી ઉદ્ધાર થતો હોવા છતાં, એમાં અનુકંપા મનાયેલી નથી.
પ્રશ્ન : અન્નક્ષેત્રમાં જે વાચકોને દાન આપવામાં આવે છે તેમાં ભક્તિ તો હોતી નથી. વળી એમાં અનુકંપા નથી એમ તમે કહો છો, માટે એ અનુકંપાદાન પણ નથી. તો પછી, એવા કોઈ કારણે જે દાનશાળા ચલાવવામાં આવે છે તે બંધ જ કરી દેવાનો અવસર ન આવે?
ઉત્તર : ના આવી કારણિક દાનશાળામાં અનુકંપા અક્ષત હોવાથી એ અનુકંપા દાનરૂપ છે જ. ને તેથી એ બંધ કરી દેવાનો પ્રશ્ન ઊભો થતો નથી.
પ્રશ્ન ઃ દાનશાળા ઊભી કરવામાં ને ચલાવવામાં પૃથ્વીકાયથી લઈને છએ જીવનિકાયનો ખૂબ આરંભ – સમારંભ થાય જ છે. પછી એમાં અનુકંપા શી રીતે ?
ઉત્તર : શ્રી ઉપદેશમાળાગ્રન્થની ૨૬૮મી ગાથામાં કહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org