________________
૮૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
દેશના, કારણકે એનાથી એને અતિપરિણામ થાય છે. પણ ધર્મના કઠોર આચારો - વિધિપાલન વગેરેના ભારવાળી દેશના એ સ્વસ્થાન દેશના.
(૩) મધ્યમ જીવને ધર્મમાં જોડવા – સ્થિર કરવાનો પ્રસ્તાવ હોય કે ‘બાળ’ કક્ષામાંથી ‘મધ્યમ’ કક્ષામાં આવી રહેલા જીવની ‘મધ્યમ' કક્ષાને દૃઢ કરવાનો પ્રસ્તાવ હોય ત્યારે માત્ર બાહ્ય આડંબરવાળા ધર્મ સ્વરૂપની દેશના... કે જેમાં ધર્મના કઠોર આચારો કે જીવદયા વગેરેની કેવી સૂક્ષ્મ કાળજી બતાવવામાં આવી છે એની કોઈ વાત હોતી નથી... એ એના માટે પરસ્થાન દેશના, કારણકે પૂર્વે જણાવ્યું છે એમ એ દેશના એને ધર્મનું આકર્ષણ જગાડી શકતી નથી (કે બાળને મધ્યમની કક્ષાનો પરિણામ જગાડતી નથી...) અર્થાત્ ‘અપરિણામ’ થાય છે. પણ એને સૂક્ષ્મકાળજીવાળા અનુષ્ઠાનો વગેરે રૂપ ધર્મ કહેવામાં આવે તો પૂર્વે જણાવ્યા મુજબ એનું આવર્જન થવાથી એ ધર્મમાં જોડાય છે, માટે એ સ્વસ્થાન દેશના.
(૪) ધર્મમાં જોડાયેલા સ્થિર થઈ ગયેલા મધ્યમ જીવને ‘પંડિત’ ની કક્ષામાં લઈ જવાનો પ્રસ્તાવ હોય ત્યારે ઉત્સર્ગમાર્ગના સૂક્ષ્મ વિધિવિધાનોનું ભારપૂર્વક નિરૂપણ એ એના માટે પરસ્થાન દેશના, કારણકે એનાથી એને ‘કારણે આપવાદિક આચરણ એ પણ માર્ગ છે' આવો પરિણામ જાગતો નથી અર્થાત્ ‘અપરિણામ’ રૂપ અંધાપો બુદ્ધિમાં ફેલાય છે. અથવા ઉત્સર્ગને આચરવાનો પરિણામ જ્યાં જરૂરી નથી (અપવાદ યોગ્ય પરિસ્થિતિમાં) ત્યાં પણ એને ઉત્સર્ગ આચરવાનો જ પરિણામ સ્ફુર્યા કરે છે. એટલે ‘અતિપરિણામ’' નામનો બુદ્ધિનો અંધાપો ફેલાય છે. પણ આવા જીવને યોગ્ય રીતે આપવાદિક આચરણની પણ પ્રરૂપણા કરતા રહેવામાં આવે તો એ એના માટે સ્વસ્થાન દેશના છે, કારણકે એનાથી એની બુદ્ધિમાં અપવાદની પણ ‘માર્ગ' તરીકે સ્થાપના થવાથી એ ઉત્સર્ગ - અપવાદ બંનેના વિચારો કરવાવાળો બને છે... અર્થાત્ એ મધ્યમમાંથી ‘પંડિત' ની કક્ષામાં આવે છે.
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org