SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧00 બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વળી, તેઓનો એવો વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ન હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની બધી પરિસ્થિતિઓ તેઓને એક સરખી જ ભાસતી હોય છે. એટલે ધરખમ ફેરફાર થઈ ગયો હોય એવી પરિસ્થિતિના ભેદને પણ તેઓ પરખી શકતા ન હોવાથી, વહોરાવવી તો શુદ્ધ જ વહોરાવવી... અશુદ્ધ ગોચરી તો ન જ વહોરાવાય.આવી માન્યતાવાળા જ રહે છે. આવા જીવોને, “અવસરે અશુદ્ધ ગોચરી પણ વહોરાવાય એવા નયની દેશના આપવી આવશ્યક હોય છે. છતાં શ્રી બૃહત્કલ્પમાં સંવિગ્નભાવિત ગૃહસ્થોને પણ એવા વિશેષ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને છોડીને શુદ્ધ પિંડની જ વાતો કરવાની કહી છે. આવું શા માટે ? એટલા માટે કે શ્રોતાને પ્રથમ તો યથારુચિ દેશના આપીને પોતાના પ્રત્યે વિશ્વાસવાળો કરવો એ દરેક વક્તાની ફરજ છે. એટલે જ, પાસત્થા વગેરે દ્વારા લુબ્ધકર્દષ્ટાંત ભાવિત (પૂર્વે આ લેખમાળામાં આવી ગયું છે તેમ “મહારાજ સાહેબ હા પાડે કે ના પાડે. આપણે તો પાછળ પડીને પણ શુદ્ધ - અશુદ્ધ કાંઈ પણ વહોરાવવું એમાં આપણને લાભ જ છે” આવી વિચારણાવાળા થયેલા) ગૃહસ્થોને “સાધુઓને શુદ્ધ ગોચરી જ વહોરાવાય' આ વાત ખબર હોતી નથી. અર્થાત્ એમના માટે આ અજ્ઞાતનય છે. ને તેથી એની દેશના આપવી આવશ્યક હોય છે. છતાં, એમને પણ પહેલાં તો સાધુભગવંતોને સુપાત્રદાનનો લાભ તમારે લેવો જ જોઈએ... એનાથી તમને ખૂબ જ પુણ્ય બંધાય છે વગેરે વાતો કરીને પોતાના પર વિશ્વાસ બેસે એવી ભૂમિકા ઊભી કરવી જ જોઈએ. નહીંતર પોતાની માન્યતા કરતાં અલગ પ્રકારની વાત સાંભળવા મળવાથી, કાં તો એ વક્તાની સત્યવાતને પણ અસત્ય માનીને ફગાવી જ દેશે... ને તેથી અજ્ઞાતનયની એને જાણકારી આપવાનો અભિપ્રાય સફળ નહીં થાય... ને કાં તો એ દ્વિધામાં પડશે કે પૂર્વે (પાસત્થાઓ પાસેથી) જાણેલી વાત સાચી કે આજે (સંવિગ્નો પાસેથી) જાણવા મળતી વાત સાચી? ને કદાચ કોઈ નિર્ણય નહીં થાય તો અશુદ્ધ ભિક્ષાના દાનથી પણ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy