________________
બત્રીશી-૨, લેખાંક-૧૧
૧૦૧ અલ્પપાપબંધ-પ્રચુરનિર્જરાનું ફળ મેળવતો હતો તે હવે મેળવી નહીં શકે, કારણ કે સુપાત્રદાન જ દ્વિધાના કારણે બંધ કરી દેશે.
શ્રોતાને સ્વવચન પર વિશ્વાસ બેસે-અને બેસેલો વિશ્વાસ જળવાઈ રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી એ આત્માર્થી ધર્મોપદેશકનું એક બહુ મહત્ત્વનું કર્તવ્ય છે. આને જ બીજી ભાષામાં કહીએ તો વક્તાની કોઈ મોટામાં મોટી મૂડી હોય તો એ શ્રોતાનો પોતાના પરનો વિશ્વાસ છે. આને જરા પણ આંચ ન પહોંચે એ વક્તાનું સૌથી પહેલું ને સૌથી વધારે મહત્ત્વનું કર્તવ્ય છે. એમાં પણ જ્યારે એક નયને જ જાણનાર અને શ્રદ્ધા કરનાર શ્રોતાને અન્યાયનું પ્રદર્શન કરવાનું હોય ત્યારે તો એ અત્યંત આવશ્યક બની જાય છે. એટલે જ જ્યારે દીર્ઘ અટવીમાંથી વિહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે આચાર્ય ભગવંતનું એક વિશેષ કર્તવ્ય જ્ઞાનીઓએ દર્શાવેલું છે.
જંગલમાં નિર્દોષ ભિક્ષા મળવાની સંભાવના નથી. વળી લાંબા વિહારો કરવાના છે એટલે ભિક્ષા વિના ચાલે એવું પણ નથી. એટલે અપવાદ પદે યથાયોગ્ય અશુદ્ધ ભિક્ષાનો ઉપયોગ કરવાનો પણ અવસર આવે. એમ બીજી વસતિ વગેરેની બાબતોમાં પણ અપવાદ સેવવાનો અવસર આવે. નવા સાધુઓ ત્સર્ગિક વિધિઓનું પરિપૂર્ણ પાલન કરે એમાં ક્યારેય પણ કાંઈ પણ ગરબડ ન કરે એ માટે અત્યાર સુધી ઉત્સર્ગનું જ ભારપૂર્વક નિરૂપણ કર્યુ છે. “ગોચરી તો આવી રીતે નિર્દોષ જ લેવાય... નાનો પણ દોષ લાગવા દેવાય નહીં. એ લગાડીએ તો પ્રાયશ્ચિત્ત આવે.” આવી બધી વાતો વારંવાર કરી છે ને એ રીતે એમને નિર્દોષગોચરીના કાળજીવાળા અને આગ્રહી પણ બનાવ્યા છે. આ બાબતમાં તેઓ થોડા પણ ઢીલા ન પડે એ માટે “અવસરે અશુદ્ધ ગોચરી પણ વહોરી શકાય” આવી વાત આજ સુધીમાં ક્યારેય કરી નથી. એટલે આ અગીતાર્થો માત્ર ઉત્સર્ગને જ જાણનાર અને સદહનાર છે. તેથી જંગલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org