________________
બત્રીશી-૨, લેખાંક-૧૦
૯૯ નિરર્થકતા=નિષ્ફળતા કહે. આટલું કહેવા છતાં અભિનિવેશ દૂર ન થતો હોય, તો, “ચાની પત્તી તો ચામાં પ્રતિબંધક છે, કારણ કે તારો બધો પૈસો ને સમય એમાં જ ખર્ચાઈ જાય છે એટલે તું સાકર મેળવી શકતો નથી ને ચા બનતી નથી) આ રીતે પત્તીને માત્ર નકામી જ નહીં, પણ પ્રતિબંધક ( વિપરીત ફળવાળી) પણ કહે. પણ આ કહેવાની પાછળ એનો કદાગ્રહ દૂર કરવાનો જ માત્ર અભિપ્રાય હોય છે, ચાની પત્તી ખરેખર નકામી છે કે વિપરીત ફળવાળી છે, તે માટે ફેંકી દેવા જેવી છે એવું જણાવવાનો નહીં.
ત્રીજી વ્યક્તિએ ખાંડ ભેગી કરેલી છે ને એની જ આવશ્યકતા આજ સુધી જાણેલી છે. તો ઉપદેશક એના ખાંડ મેળવવાના પ્રયાસની ઉપબૃહણા કરીને એને આવર્જિત કરે ને પછી પત્તીની આવશ્યકતાનો ઉપદેશ કરે. એને ખાંડની આવશ્યકતાનો ઉપદેશ ન કરે ને માત્ર પત્તીની આવશ્યકતા જ જણાવ્યા કરે તો પણ ચા બનાવવાનું અભીષ્ટ કાર્ય થઈ જ જવાનું છે, કારણ કે પત્તીની આવશ્યકતા તો એ જાણે જ છે ને તદનુસાર એ એને ભેગી પણ કરેલી જ છે. અને જો ખાંડનો કદાગ્રહ બંધાઈ ગયો હોય તો ઉપર પત્તી માટે કહ્યું છે એમ એને નકામી કે પ્રતિબંધક કહેવા દ્વારા એનું ખંડન પણ કરે.
આવું જ નિશ્ચય-વ્યવહાર વગેરે નયો અંગે જાણવું જોઈએ. (૧) જે જીવે ધર્મ અંગે આ બેમાંથી એક પણ નયની વાતને જાણી નથી કે આચરણમાં ઉતારી નથી એવા (સાવ નવા) જીવને જે સહેલી હોય તે વાત પ્રથમ કરવી જોઈએ. સામાન્યથી વ્યવહારનયને સમજવો-પામવો સહેલો હોય છે. માટે વ્યવહારનય માન્ય બાહ્ય આચાર ધર્મની દેશના પ્રથમ આપવી જોઈએ. માટે જ કહ્યું છે કે “આચારઃ પ્રથમ ધર્મ પ્રભુભક્તિસુપાત્રદાન વગેરે આચાર ધર્મ દ્વારા આત્મહિતના માર્ગમાં જોડાઈને પછી આગળ વધેલા હોય એવા સેંકડો દેતો શાસ્ત્રોમાં મળે જ છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org