SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૨ પ્રશ્ન : પણ એને ભૂખનું દુ:ખ નથી. એને તો દૂધપાકનો આસ્વાદ જે કરવા મળતો નથી, એનું દુઃખ છે ને એ તો અન્ય ભોજનથી ક્યાં દૂર થવાનું છે ? ઉત્તર : જો ભૂખનું દુઃખ નથી, તો દૂધપાકનો આસ્વાદ જે કરવા મળતો નથી એની શારીરિક કોઈ પીડા હોતી નથી. એને જે દુઃખરૂપે અનુભવાઈ રહ્યું છે તે કોઈ પીડાનું દુઃખ નથી, પણ જીભના વિષયનો (દૂધપાકનો) પોતે જે ઉપયોગ નથી કરી શકતો - અર્થાત્ રસનેન્દ્રિયની આસક્તિને પોષવાનું પાપ પોતે જે નથી કરી શકતો - એનું છે. એટલે એને દૂધપાકનું દાન એ દુઃખ દૂર કરવાનું સાધન નથી. પણ પાપ કરવાની અનુકૂળતા કરી આપવાનું સાધન છે. પાપનું સાધન આપવું એને અનુકંપા શી રીતે કહી શકાય ? એને તો અધિકરણ દાન કહેવાય, જે દાતાને પણ અહિતકર બને. ૧૧ પ્રશ્ન : પણ ધારોકે દૂધપાકની આસક્તિ કાંઈ એવી છે નહીં. પણ ભૂખ અસહ્ય લાગી છે ને બીજી કોઈ વાનગી હાજર નથી તો તો એનું ભૂખનું દુ:ખ દૂર કરવા દૂધપાક જે અપાય તે અનુકંપા કહેવાય ને ? ઉત્તર ઃ ના, કારણકે ભૂખનું જેટલું દુઃખ દૂર થઈ રહ્યું છે એના કરતાં અનેક ગણું દુ:ખ સંગ્રહણીનો રોગ વકરવાનું પેદા થવાનું છે. માટે આ રીતે ભૂખનું દુઃખ દૂર કરવું એમાં અનુકંપા નથી. આમ, જે દુઃખનું નિવારણ કરવું છે, એ દુઃખ કરતાં અધિક દુઃખનું જેનાથી નિર્માણ ન થતું હોય એ રીતે એ દુઃખ નિવારવું એ અનુકંપા છે. આ વાત નિશ્ચિત થઈ. આમાં અધિક દુઃખના નિર્માણની જે વાત છે તે, અનુકંપા કરાતા દુખિયારા જીવની કે અન્ય જીવની.. કોઈની પણ હોય શકે છે. અર્થાત્ સ્વ કે પર... કોઈને પણ અધિક દુઃખના ભોગ બનવું પડતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy