________________
બત્રીશી-૨, લેખાંક-૧૧
૧૦૫
પ્રશ્ન : પણ, અંદર એવા પરિણામ જો નથી, તો બહાર એવું આચરણ શા માટે કરે ?
ઉત્તર : નાના-નાના પણ દોષ લાગી ન જાય એ માટેની કાળજીવાળું સંયમ પાળવાથી લોકમાં આપણી સારી છાપ પડે છે ને તેથી લોકો સારા માન-સન્માન વંદન-પૂજા વગેરે કરે છે. આવી બધી આશંસાથી પણ બાહ્ય સારું આચરણ તો હોય શકે છે.
પ્રશ્ન : અંદર પરિણામ નથી, તો એનું ફળ ભલે ન મળે. પણ બહારના સારા આચરણનું ફળ તો એમને મળે જ ને ?
ઉત્તર : નાના નાના દોષ લાગી ન જાય એ માટે તો તેઓ પ્રયત્નશીલ હોય છે, પણ વળી પ્રવચનનો ઉપઘાત થાય એવા મોટા દોષ પણ જો સેવે છે. (જેમ કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરવી, વગેરે) તો એમનું સવૃત્ત પણ પ્રશંસનીય નથી. ત્યાજ્ય છે, અર્થાત્ ધર્મનો વાસ્તવિક નિર્ણય કરવા માટે આધારભૂત નથી. જેમ કે ઠંડીને દૂર કરવી છે. તો અગ્નિમાં જ કૂદી પડવાનું આચરણ કાંઈ આદરણીય નથી. આશય એ છે કે જેમ બાહ્ય લિંગ હોવા છતાં જીવ મિથ્યાચાર” હોય શકે છે ને તેથી એના ભરોસે ધર્મનો નિર્ણય કરવો યોગ્ય નથી એમ બાહ્યવૃત્ત હોવા છતાં અંદર કીર્તિ વગેરેની આશંસા હોય શકે છે, વાસ્તવિક ચારિત્રધર્મની વિદ્યમાનતા નહીં... ને તેથી એના ભરોસે ધર્મનો નિર્ણય કરવો એ પણ યોગ્ય નથી.
પ્રશ્ન: પણ આંતરિક પરિણામથી યુક્ત જે હોય તે વૃત્ત સવૃત્ત કહેવાય છે. આવા સવૃત્તથી તો ધર્મનો નિર્ણય થઈ શકે છે ને ?
ઉત્તર : બહાર દેખવા મળતું વૃત્ત સદવૃત્ત છે કે અસવૃત્ત છે? (અર્થાત્ આંતરિક ચારિત્ર પરિણામથી યુક્ત છે કે શૂન્ય છે ?) આનો નિર્ણય મધ્યમજીવો કરી શકતા નથીબુધ-પંડિત જીવો જ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org