SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગર એને લાભ મળી શકે એમ નથી. આમ અજ્ઞાનજીવે જે અભિગ્રહ ધર્મબુદ્ધિથી કરેલો છે એ પણ હકીકતમાં ધર્મ માટે થતો નથી. વાલ્મીકિ વગેરે અન્યધર્મીઓ પણ આવું જ માને છે. રામાયણમાં એમણે જણાવ્યું છે કે - રામચન્દ્રજીની સહાયથી તારારાણીની પુનઃ પ્રાપ્તિ થઈ એના પર સુગ્રીવ રામચન્દ્રજીને કહે છે કે – તમે મારા પર આ જે ઉપકાર કર્યો છે એના પર હું ઈચ્છા કરું છું કે મારા શરીરમાં જ વૃદ્ધત્વ આવી જાવ. નહીંતર મને પણ તમારા પર આવો પ્રત્યુપકાર કરવાની ભાવના થશે જે તમે વિપત્તિમાં મૂકાવ તો જ સફળ બને. એટલે આમાં તો ઉપકારી એવા તમારી વિપત્તિ જ ઇચ્છવાની હોઈ બહેતર છે કે મને શીઘ્ર ઘડપણ આવી જાય (જેથી પછી શક્તિ જ ન હોવાથી એ ભાવના જ ન થાય.) ભાવનાજ્ઞાન વિના પૂલબુદ્ધિથી અપાતા દાન-દીક્ષા વગેરે પણ હિતકર બનતા નથી, કિન્તુ અનર્થ કરનારા જ બને છે. “આ બિચારો ભૂખથી હેરાન હેરાન થઈ રહ્યો છે તો હું આ હરણનો શિકાર કરી એનું માંસ એને આપું જેથી એની ભૂખ ભાંગે..” એમ ભિક્ષાના દોષોનો જાણકાર પણ, તેવા કોઈ કારણ વિના જ, “સાધુ મહારાજની ભક્તિનો લાભ મળશે એમ વિચારી આધાકર્મનું દાન આપે. આ બધું વિરુદ્ધ દાન છે. એમાં દાનબુદ્ધિ હોવા છતાં આત્મહિત થતું નથી. એમ દીક્ષા આપવા માટે યોગ્ય મુમુક્ષુના શાસ્ત્રમાં જે જે ગુણો કહ્યા છે તે ગુણોથી રહિત કોઈ જીવ દીક્ષા લેવા માટે આવ્યો. તો દીક્ષા માટે અયોગ્ય જાણવા છતાં, “જ્યાં સુધી પાળશે ત્યાં સુધી છ જવનિકાયની દયા તો કરશે” ઈત્યાદિ ધૂળબુદ્ધિથી વિચારી દીક્ષા આપે તો એમાં પણ ધર્મવ્યાઘાત જાણવો. એમ, “ગચ્છવાસમાં ઘણા દોષ સંભવે છે એવું વિચારી નિરતિચાર સંયમ પાળવાની ભાવનાથી જે અગીતાર્થ એકાકી બને છે તેનું તે આચરણ પણ ધર્મવ્યાઘાત (=ધર્મનો નાશ) કરનારું જ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy