SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અર્થબોધ કરાવે છે. છતાં આ અર્થબોધમાં પણ તરતમતા હોય છે. આ તરતમતા પદાર્થ વગેરેથી જણાય છે. આ વાત આપણે દષ્ટાંતથી સમજીએ. શાસ્ત્રોમાં “હંતવા નો ભૂઆ સવે' આવું એક સૂત્ર આવે છે. આ સૂત્રનો યથાશ્રુત અર્થ જણાવનાર વાક્ય એ પદાર્થ કહેવાય છે. સૂત્રનો સીધે સીધો જે અર્થ થતો હોય તે યથાશ્રુત અર્થ કહેવાય છે. એટલે પ્રસ્તુત સૂત્ર માટે “જેનાથી કોઈપણ જીવને પીડા પહોંચે એવી મન-વચન કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં આવો અર્થ જણાવનારું વ્યાખ્યાવાક્ય એ ‘પદાર્થ છે. જે શ્રોતાની બુદ્ધિ થોડી પણ વ્યુત્પન્ન થયેલી છે, અર્થાત્ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સારો છે, એ શ્રોતાને આનું પદાર્થ વાકય સાંભળવાથી, પૂર્વે અન્ય સૂત્રના પદાર્થ વાક્યો સાંભળવાથી જે બોધ થયેલા હતા એમાંના, આને સંલગ્ન બોધનું સ્મરણ થઈ આવે છે. એટલે સાધુઓને સંયમરણાર્થે નદી ઉતરવી વગેરેનાં શાસ્ત્રોમાં જે વિધાન મળે છે એનું અનુસંધાન થવાથી મનમાં સંદેહ ઊભો થાય છે. જો કોઈ પણ જીવને પીડા પહોંચે એવી પ્રવૃત્તિ કરવાની નથી. તો સાધુઓને નદી શી રીતે ઉતરી શકાય ? કારણ કે નદી ઉતરવામાં તો અષ્કાય વગેરેના જીવોની વિરાધના સ્પષ્ટ છે જ. એટલે એક બાજુ સર્વજીવોની દયાની વાત અને બીજી બાજુ અપ્લાય વગેરે જીવોની વિરાધના જેમાં થાય એવા અનુષ્ઠાનનું વિધાન.... આ બે વચ્ચે પૂર્વાપર વિરોધ હોવાનો સંદેહ પડે જ. આવા સંદેહને જણાવનાર વાક્ય એ વાક્યર્થ છે. આને જ “ચાલના” પણ કહે છે. ક્યારેક સમજણની ભૂમિકા હોવા છતાં શ્રોતા શિષ્યને સ્વયં આવો સંદેહ તરત ન ફુરે તો વ્યાખ્યાતા ગુરુભગવંત સ્વયં આવી શંકાને વ્યક્ત કરતું વ્યાખ્યાવાક્ય કહે છે, એ જાણવું. જે વ્યાખ્યાવાક્યથી આવો સંદેહ દૂર થઈ જાય તે વ્યાખ્યાવાક્યને મહાવાક્યર્થ કહેવાય છે. આનું બીજું નામ પ્રત્યવસ્થાન પણ છે. જેમ કે “હંતવા નો ભૂઆ સર્વે વગેરે વાક્યમાં હિંસાનો જે નિષેધ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy