________________
બત્રીશી-૨, લેખાંક-૭
શકાય, કારણ કે વક્તાના કંઠી બંધાવવાના અંદરના અભિપ્રાયને તેઓ પકડી શકતા નથી. તેમજ સાવ નવી જ લાગે એવી રજુ કરાતી વાતોમાં રહેલા કુતર્ક વગેરેના અંશોને તેઓ પકડી શકતા નથી. આવા વક્તાનું આકર્ષણ થઈ ગયા પછી, જે વક્તાઓ શાસ્ત્રીય વાતોને યથાર્થ રીતે રજુ કરી રહ્યા હોય.. એમના પ્રવચનના શ્રવણથી આ શ્રોતાઓ વંચિત રહે છે. એમ સાચું કહેનારાઓને ખોટું કહેનારા માની બેસતા હોય છે. કંઠી બંધાવનાર વક્તાના આંધળા ભગત બની જતા હોય છે, ને બીજાઓને પણ એ માટે પ્રેરિત કરતા રહેતા હોય છે. માટે એમનું આચરણ “ઉત્તમ શી રીતે બની શકે ?
પંડિત જીવ : બાળ અને મધ્યમ જીવોની ભૂમિકા જોઈ. હવે પંડિત જીવનો વિચાર કરીએ. જેઓ શાસ્ત્રવચનોના ઐદંપર્યાર્થ (-ઊંડા રહસ્યાર્થ) સુધી પહોંચનાર હોય છે, જેઓ દીર્ઘકાલીન પરિણામ સુધી નજર દોડાવીને ગૌરવ-લાઘવનો (-લાભ-નુકશાનનો) વિચાર કરનાર હોય છે તેઓ પંડિતજીવ છે.
આમાં ઐદંપર્યર્થ એ શું છે? એ જાણવા માટે પદાર્થ, વાક્યર્થ અને મહાવાક્યર્થને પણ જાણવા પડે. આશય એ છે કે સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિ મહારાજે ઉપદેશપદમાં અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યમાં પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થિનું નિરૂપણ કર્યું છે.
માણસ જીભનો ઉપયોગ કર્યા વગર માત્ર ઈશારાથી કંઈક જણાવવા માંગે તો સામી વ્યક્તિને કેટલો બોધ થાય ? ને જીભ દ્વારા સ્પષ્ટ શબ્દોચ્ચાર કરે તો કેટલો બોધ થાય ? સૂત્ર પરથી થતા અર્થબોધ માટે પણ આવું જ થાય છે. સૂત્રમાં રહેલા શબ્દોનો અર્થ જણાવવો એ વ્યાખ્યા કહેવાય છે. પણ જ્યાં સુધી વ્યાખ્યા કરવામાં આવી હોતી નથી. ત્યાં સુધી માત્ર સૂત્ર પરથી અંગુલી નિર્દેશ વગેરેની જેમ માત્ર દિશાસૂચન જ થાય છે. સ્પષ્ટ અર્થબોધ થતો નથી. વ્યાખ્યા એ જીભ જેવી છે, સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org