________________
બત્રીશી-૨, લેખાંક-૮
૬૭
વ્યવહાર છે. અર્થાત્ જેમાં અહિંસા જળવાયેલી હોય એ ધર્મ અને જેમાં હિંસા સંકળાયેલી હોય તે અધર્મ... આવું વિભાજન કરવું એ ભૂલદષ્ટિ છે. જ્યારે, જેમાં પ્રભુની આજ્ઞા રહેલી હોય એ ધર્મ અને જેમાં પ્રભુની આજ્ઞા વિરાધાતી હોય એ અધર્મ.. આવું વિભાજન એ સૂક્ષ્મદષ્ટિ છે.
પ્રશ્ન : જે પ્રવૃત્તિમાં હિંસા રહેલી હોય અને છતાં પ્રભુની આજ્ઞા પણ રહી હોય, તો એને ધર્મ કહેવાની ? એમ, જેમાં પ્રભુની આજ્ઞા પળાતી નથી, પણ હિંસા ટાળવામાં આવી છે, એને અધર્મ કહેવાની ?
ઉત્તર : હા. આ વાતને દવાના દૃષ્ટાંતથી સમજીએ. ધૃતમાયુ: અને વિષે પ્રાણહરે. એમ કહેવાય છે. અર્થાત્ ઘી એક એવો પદાર્થ છે કે જેમાં જીવન ટકાવવાનો અને શક્તિ બક્ષવાનો ગુણ રહેલો છે. માટે “ઘી એ જ જીવન' એમ કહેવાય છે. એટલે કે જીવન માટેઆરોગ્ય માટે એ એક ઉત્તમ ઔષધ સમાન છે. એની સામે ઝેર એ એક એવો પદાર્થ છે જે જીવનને શીધ્ર ખતમ કરી નાખે છે. એટલે કે ઝેર એ જાણે કે સાક્ષાત્ મોત છે, એ આરોગ્યનું વિરોધી છે. એ મહાકુપથ્ય છે. પણ કોઈક દર્દીને વૈદ ઘી ખાવાનો સ્પષ્ટ નિષેધ કરે છે. એ દર્દી માટે ઘી કાંઈ પોતાનું સ્વરૂપ બદલી નાખતું નથી. ઘી તો પોતાના એ જ ગુણધર્મો ધરાવે જ છે. છતાં એ દર્દી માટે ઘી આરોગ્યપ્રદ ન બનતાં આરોગ્યહર જ બને છે. એમ એવા કોઈ દર્દીને વૈદ ઔષધ રૂપે ઝેર આપે છે ને એ ઝેર એના માટે મોતનું નહીં પણ જીવનનું કારણ બને છે, સંજીવની ઔષધ બની જાય છે. એટલે, સામાન્યથી સરેરાશ માણસો માટે આરોગ્યપ્રદ હોવાથી ઔષધરૂપ કહેવાતું એવું પણ ઘી વૈદે ના પાડી હોય તો નુકશાનકર્તા જ બને છે. ને સામાન્યથી આરોગ્યને હાનિકારક હોવાથી પ્રાણહર કહેવાતું એવું પણ ઝેર જો વૈદે લેવાનું કહ્યું હોય તો લાભકર્તા બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org