________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય ત્યાં ત્યાં હીનપણું-બિચારાપણું હોય' એવો નિયમ ન હોવા છતાં, દયાપાત્રતાની સાથે બિચારાપણું જાણે કે જોડાઈ જાય છે. અને તેથી, સાધુ વગેરે સુપાત્રમાં પણ જ્યારે બિમારી વગેરેના કારણે દયાપાત્રતા જોવા મળે છે ત્યારે બિચારાપણાની બુદ્ધિ પણ આવી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. પણ વસ્તુતઃ એમનામાં હીનપણું હોતું તો નથી. માટે એ વિપરીતબુદ્ધિરૂપ હોવાથી અતિચાર લગાડનાર બને જ છે. જો કોઈ સાવધ રહે અને આવી બુદ્ધિ પેદા ન થવા દે, માત્ર દયા જ એના દિલમાં વિલસ્યા કરે, તો અતિચાર લાગતો નથી એ સમજાય એવું છે. એટલે જ, ‘આચાર્ય ભગવંત પર અનુકંપા કરવામાં આવે તો મહાભાગ્યશાળી એવો આખો ગચ્છ અનુકંપા કરાયેલો થાય છે’' આવુ અષ્ટક પ્રકરણ ગ્રન્થમાં જે કહ્યું છે એનાથી જણાય છે કે “આ આચાર્ય ભગવંત તો મારા કરતાં ઘણા મહાન છે, હું એમની આગળ કાંઈ નહીં’ આવી બુદ્ધિ અક્ષત રહેતી હોય, તો એમના પ્રત્યે પણ અનુકંપા હોવામાં કોઈ વાંધો નથી.
પ્રશ્ન : ક્ષુધાની પીડા વગેરે કારણે જ સાધુઓને ગોચરી કરવાની હોય છે. એટલે સાધુ ભગવંત વહોરવા નીકળે તો શ્રાવકોને ‘‘તેઓને ભૂખની પીડા ઊભી થઈ છે'' આવો વિચાર આવવો શક્ય હોવાથી, પછી “તેઓની આ પીડા હું દૂર કરું' એવી અનુકંપા પણ પ્રાયઃ જાગે જ અને તેથી તેઓ સાધુને આહારાદિનું જે દાન કરશે તે અનુકંપાદાન રૂપ જ બનવાથી સુપાત્રદાન જેવું કશું રહે જ શી રીતે ?
ઉત્તર ઃ તમારી વાત સાચી છે. પણ જેઓ ઉપર કહ્યા પ્રમાણે સુપાત્ર અંગે પણ અનુકંપાનો સંભવ માને છે તેઓના મતે અનુકંપાદાન અને સુપાત્રદાનની વ્યાખ્યા જુદા પ્રકારની છે. ‘“હું આમને આહારઔષધ વગેરેનું દાન કરું જેથી એમનું ભૂખ-રોગ વગેરેનું દુઃખ દૂર થાય'' આવી બુદ્ધિથી જે દાન અપાય તે અનુકંપાદાન છે. આ સાધુ ભગવંત સંયમી છે, તપસ્વી છે, ગુણિયલ છે. એમને આહારાદિનું દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org