SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઊંડાણમાં ઉતરી એના લક્ષણોને... ગુણ-દોષને પણ તપાસે છે. આજની ભાષામાં કહીએ તો માત્ર પેકિંગ જોઈને માલને લેવા જેવો માની લેનારો ‘બાળ' છે... પેકિંગ ખોલીને, અંદર માલ સારો દેખાય તો જ લેવા જેવો... એવું માનનારો ‘મધ્યમ’ છે. અને માલ પણ સુંદર દેખાય એટલા માત્રથી જ લેવા જેવો નહીં, પણ એ પોતાનું પ્રયોજન સારવામાં કેવું સામર્થ્ય ધરાવે છે ? એ પણ જોનારો પંડિત છે. ૫૬ વર્તમાનમાં પણ ત્રણે કક્ષાના જીવો જોવા મળતા જ હોય છે ને! જેમના અક્ષન્તવ્ય શિથિલ આચરણો ખૂબ જાહેર થઈ ગયા હોય.... અરે! નજર સામે પણ આચરી રહ્યા હોય. છતાં માત્ર સાધુવેશને જોઈને એવા શિથિલાચારીને પણ પૂજનારા-પૂછનારા મળી જ રહે છે ને. ને તેથી એ શિથિલાચારીઓ પણ બેધડક શિથિલાચાર સેવતા રહે છે. અરે ક્યારેક તો ઉપરથી એનું ગૌરવ વ્યક્ત કરતા હોય છે. વિષમ એવો પંચમકાળ તો છે જ.... બીજાઓ પણ થોડા ઢીલા પડ્યા હોય એવા એમાં જોડાયા કરે છે... ને શિથિલાચારની પણ પરંપરા ચાલે છે. મધ્યમજીવો બાહ્ય ચારિત્રને જોનારા હોય છે. તેથી તેઓ, એવ શિથિલાચારીના આદર-બહુમાન-ભક્તિ વગેરે કરતા નથી, અને તેથી એ રીતે શિથિલાચારને પ્રોત્સાહન આપતા નથી,ને એને વધુ શિથિલાચારી બનાવવામાં નિમિત્ત બનતા નથી. માટે મધ્યમજીવો, બાળજીવ જેવા અસચારવાળા હોતા નથી. તેમ છતાં, મધ્યમજીવો ગૌરવ-લાઘવનો કે શાસ્ત્રોના રહસ્યાર્થનો વિચાર કરી શકતા નથી.... ઉત્સર્ગ-અપવાદના વિભાગને જાણી શકતા નથી.... અંતરતત્ત્વને પારખી શકતા નથી.... એટલે જેમનો બાહ્યઆચાર વધારે કડક દેખાય તેઓ વધારે ઊંચા..... ને જેમનો બાહ્ય કોઈક આચાર એટલો કડક ન દેખાય તેઓ નીચા..... આવા વિભાગ કરનારો હોય છે. એટલે ક્યારેક એવા કારણવશાત્-ઉત્સર્ગ અપવાદનો વિચાર કરી-ગૌરવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy