SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક ગયા લેખમાં શ્રુતજ્ઞાનની વાત કરી. હવે આ લેખમાં બીજા ચિત્તામયજ્ઞાનનો વિચાર કરીએ. શ્રુતજ્ઞાનની કક્ષાનો બોધ કરનારા જીવોનો જ્ઞાનાવરણનો જેવો લયોપશમ હોય એના કરતાં વધારે ક્ષયોપશમવાળા જીવો ચિન્તામયજ્ઞાન સુધી પહોંચે છે. એટલે વિવણિત શાસ્ત્રવચન પરથી પોતાને અમુક અર્થ ભાસ્યો. વળી એની સાથે જ એ જ વિષયમાં પૂર્વે પોતે જે જાણેલું છે તે પણ એને યાદ આવી જાય છે. જેમ કે, “પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ આવો અર્થ બોધ થવા પર, એ જીવને તરત પોતે પૂર્વે જે જાણેલું છે કે વિહિત ક્રિયાઓ કરવી એ પ્રતિક્રમણ એ યાદ આવી જાય છે. અને યાદ આવી જાય છે એટલે મનમાં તરત પ્રશ્ન ઊઠે છે કે પૂર્વે પ્રતિક્રમણને જો ક્રિયારૂપ કહેલું તો હવે કેમ પશ્ચાત્તાપ રૂપ કહે છે?” (આને જ પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થ આ ચારમાંનો વાક્યર્થ કહે છે.) આ પ્રશ્ન ઊઠવાના ઉત્તરકાળમાં ત્રણ શક્યતાઓ રહેલી હોય છે. (૧) વિવણિત શાસ્ત્રવચનના વક્તા પરથી શ્રદ્ધા-વિશ્વાસ ઊઠી જાય છે. પહેલાં ક્રિયાને પ્રતિક્રમણ કહેતા હતા, હવે પશ્ચાત્તાપને પ્રતિક્રમણ કહે છે. એમના કથનમાં કાંઈ ઢંગધડા નથી. પૂર્વાપર વિરુદ્ધ કહે છે. માટે આ વક્તા શ્રદ્ધેય નથી...” (૨) “પ્રતિક્રમણને ક્રિયારૂપ માનવું કે પશ્ચાત્તાપ રૂપ માનવું?” એનો મનમાં સંશય રહી જાય છે. (૩) “આ શાસ્ત્ર વચન કહેનાર સર્વજ્ઞ છે, અથવા સર્વજ્ઞના વચનોને અનુસરનારા સંવિગ્ન ગીતાર્થ છે. માટે એમના નિરૂપણમાં અસત્યતા-પૂર્વાપર વિરોધ વગેરે હોય નહીં. એમનું નિરૂપણ સુયોગ્ય જ હોય. જે આંગળીને પહેલાં નાની કહી હોય એને અપેક્ષા બદલાય તો મોટી પણ કહી શકાય છે. એમ આ પૂર્વાપર વિરુદ્ધ જેવું જે નિરૂપણ ભાસી રહ્યું છે એમાં અપેક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy