SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથાર ઋજુસૂત્રનય એમ કહે છે કે જે ઘટનાશનું કારણ હોય તે ઘટોત્પત્તિનું કારણ બની શકે નહીં. નહીં તો દુનિયામાં કાર્યકારણભાવની બધી વ્યવસ્થા જ ડૂલ થઈ જાય. એટલે જે ઘટોત્પત્તિનું કારણ બને છે (ને જેને કુંભાર વગેરે સહકારી કારણો મળ્યા છે) એ દંડ કરતાં જે ઘટનાશનું કારણ બને છે અને જેને તોફાની છોકરો વગેરે સહકારી કારણો મળ્યાં છે) એ દંડ અલગ છે. એમ, પ્રસ્તુતમાં, જેમાં વિશુદ્ધ આશય ભળેલો નથી એવી દાનાદિ ક્રિયા કરતાં, જેમાં વિશુદ્ધ આશય ભળેલો છે એવી દાનાદિ ક્રિયા અલગ જ છે ને માટે એ અધિકરણરૂપ બનતી નથી જ. અર્થાત્ એનાથી, એને લેનાર અસંયતના અસંયમનું પોષણ થવારૂપ કોઈ અનર્થ તો થતો નથી, પણ ઉપરથી એ લાભ થાય છે કે આ કારણિક અનુકંપાદાનના પ્રભાવે એ દાન લેનાર જીવ બોધિપ્રાપ્તિ દ્વારા સમ્યક્વાદિ ગુણો પામે છે. પ્રશ્નઃ શ્રી દશવૈકાલિક સૂત્રની વિવિક્તચર્યા. નામની ચૂલિકામાં સાધુઓને ઉદેશીને કહ્યું છે કે “ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી” ને તમે તો આ વૈયાવચ્ચ કરવાનું કહી રહ્યા છો. કારણ કે ગૃહસ્થની ભૂખ દૂર કરવી વગેરે પણ એક પ્રકારની એની સેવા-વૈયાવચ્ચ જ છે ને ! ઉત્તર : દશવૈકાલિકસૂત્રની ચૂલિકામાં એ જે નિષેધ કર્યો છે તે ઔત્સર્ગિક છે. અર્થાતું, જ્યારે એવું કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થયું નથી તેવી સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને એ નિષેધ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રસ્તુતમાં એની સંમતિની જે વાત છે તે એવું કોઈ વિશેષ કારણ ઉપસ્થિત થયું હોય ત્યારની છે. માટે એ આપવાદિક છે. ઔત્સર્ગિક વાત અપવાદની બાધક નથી હોતી. પણ અપવાદ જ ઉત્સર્ગનો બાધક હોય છે. આશય એ છે કે શ્રી તીર્થંકર ભગવંતોએ-શ્રી ગણધર દેવોએ સામાન્યથી પહેલાં સામાન્ય પરિસ્થિતિને અનુલક્ષીને શું કરવા જેવું છે એનું વિધાન અને શું કરવા જેવું નથી એનો નિષેધ કર્યો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy