SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ બત્રીશી-૧, લેખાંક-૪ ઉત્તર ઃ ઉપાધ્યાયજી મહારાજે સામાચારી પ્રકરણની નવમી ગાથામાં કહ્યું છે કે જે હિતકાર્ય કરવાનો માત્ર ભાવ રાખે છે, પણ એ માટે વીર્ય ફોરવતો નથી તે (સાધુ) વીર્યાચારના પાલનથી થનારી ચારિત્રની શુદ્ધિને શી રીતે પામશે? ને તેથી એવા વિશુદ્ધ ચારિત્ર દ્વારા થનાર વિશિષ્ટ નિર્જરાને પણ શી રીતે પામશે ?) ઉપાધ્યાયજી મ. ની આ વાત પરથી જણાય છે કે વીર્યને ગોપવવાથી ચારિત્રની અશુદ્ધિ થાય છે. તેથી શક્તિ ગોપવવી એ પણ ચારિત્રને વિરોધી હોવાથી દોષજનક છે જ. એટલે ભિખારીઓની આવી પીડાનો પરિહાર કરવા સાધુએ ઉદ્યમશીલ બનવું જ જોઈએ. હવે, આ ઉદ્યમ બે પ્રકારે થઈ શકે છે. ભિખારીઓને થોડું ભોજન આપી દે તો એમને કોઈ અપ્રીતિ વગેરે થાય નહીં. અથવા ભિખારીઓની નજરમાં જ ભોજનાદિની પ્રક્રિયા ન આવે તો પણ એમના દ્વારા યાચના વગેરેની શક્યતા જ ન રહેવાથી અપ્રીતિ વગેરેનો પ્રશ્ન ન આવે. આ બે ઉપાયમાંથી જ્ઞાનીઓએ પ્રચ્છન્નભોજન કરવાનું કહીને બીજો ઉપાય સૂચવ્યો છે. પણ, ભિખારીઓને પણ થોડું ભોજનદાન કરી દેવાનો પ્રથમ ઉપાય સૂચવ્યો નથી. આ જણાવે છે કે એ રીતે આપવાથી જે પુણ્ય બંધાય તે સાધુઓને ઈષ્ટ નથી, ને માટે એ ઉપાય દર્શાવાયો નથી. આમ, પુણ્યબંધ સાધુઓને અનિષ્ટ છે, ને કારણિક અનુકંપાદાનમાં પણ એ થાય તો છે જ, માટે એવા કારણે પણ સાધુઓએ દાન આપવું ન જ જોઈએ ને ? (શંકાકારની શંકા પૂર્ણ થઈ). સમાધાન - તમારી આ શંકા બરાબર નથી, કારણ કે સામાન્ય સંયોગોમાં યાચકને દાન આપવાથી જે પુણ્યબંધ થાય તે અનિષ્ટ હોવા છતાં, વિશેષ પ્રકારના સંયોગોમાં, લેનારને બોધિપ્રાપ્ત થાઓ વગેરે શુભભાવથી જે અનુકંપાદાન આપવામાં આવે છે તેનાથી થનાર પુણ્યબંધ સાધુને અનિષ્ટ નથી, કારણ કે એ પુણ્ય શુભરૂપે ઉદયમાં આવનારું હોવાથી ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવી આપનારું હોય છે. જે ક્રિયા ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત બનતી હોય એનાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો (શુભ રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy