SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ બત્રીશી-૧, લેખાંક-૫ બંનેમાં થોડો તફાવત પણ પડે છે, તેમ છતાં “અસંયમનું પોષણ - વિપરીત બુદ્ધિ રૂપ મુખ્ય બાબત બંનેમાં સમાન હોવાથી તેના ફળરૂપ પાપબંધ અને કર્મનિર્જરાનો અભાવ બંનેને તુલ્પરૂપે થાય છે, એવી અહીં વિવક્ષા કરી છે. આ વાત ભક્તિથી અસંયતને અપાતા દાન અંગે જ જાણવી. અનુકંપાથી અપાતા દાન અંગે નહીં, કારણકે અનુકંપાથી તો કોઈને પણ દાન આપવાનો શાસ્ત્રોમાં નિષેધ નથી. પ્રશ્ન : કોઈક સંન્યાસી વગેરેને આપણા સિવાય પણ આપનારા ઘણા હોય ને તેથી મળ્યું પણ ઘણું હોય. અર્થાત્ ત્યાં અનુકંપાની વાત નથી. તો શું એને ન આપવું? આપણા આંગણે આવેલા ખાલી હાથે પાછા જાય, તો એમાં આપણી સજ્જનતા શી રીતે રહે ? ઉત્તર ઃ આવું હોય ત્યારે એ ઔચિત્યદાનરૂપ જાણવું - અનુકંપાના ઉપલક્ષણથી ઔચિત્યદાનનો પણ ક્યાંય નિષેધ નથી, એ સમજી લેવું જોઈએ. આમાં પણ પાપબંધરૂપ કટુફળ મળતું નથી, કારણકે આમાં પણ કોઈ વિપરીતબુદ્ધિ નથી (અસાધુને સાધુ માનવાની વિપરીત બુદ્ધિ નથી). અથવા બીજી રીતે વિચારીએ તો આ ઔચિત્યથી આપેલું દાન પણ અનુકંપાદાનમાં સમાવેશ પામી શકે છે. તે આ રીતે – આ સંન્યાસી વગેરેને નહીં આપું તો એ સંન્યાસી તેમજ જોનારા અન્ય લોકો “આનો ધર્મ કેવો કે દાન આપવાનો નિષેધ કરે છે.' ઇત્યાદિ રૂપે ધર્મની નિંદા કરીને બોધિદુર્લભ ન બનો એવી ભાવ અનુકંપા એમાં ભળી શકતી હોવાથી એ અનુકંપા અનુષ્ઠાન બની શકે છે. આપણે જોઈ ગયા કે દ્રવ્યઅનુકંપામાં, દુઃખી જીવના તત્કાલીન દુઃખમાંથી ઉદ્ધારની ભાવના હોય છે. ભાવઅનુકંપામાં, બોધિપ્રાપ્તિ આદિ દ્વારા સામા જીવના તેમજ અન્ય પણ અનેક જીવના સર્વકાલીન સંસાર દુઃખમાંથી ઉદ્ધારની ભાવના હોય છે. (ઉપર જણાવ્યા મુજબ ઔચિત્યદાનમાં પણ આવી જ ભાવઅનુકંપા સમાવિષ્ટ હોવાથી આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy