________________
બત્રીશી-૨, લેખાંક-૧૪
૧૩૭ રહે.. તો દુકાનદાર એને હજાર રૂપિયાનો માલ દેખાડે જ નહીં. ને સીધો સો રૂપિયાનો માલ જ દેખાડે.. એમ ગીતાર્થ ગુરુ ભગવંતને શ્રોતા માટે એની આકૃતિ – શારીરિક ખોડખાંપણ - બોલચાલ – વગેરે કોઈપણ રીતે જો એવો નિર્ણય કે પ્રબળ સંભાવના થઈ ગઈ હોય કે “આને સર્વવિરતિની વાત કરવાથી એ ડરી જશે, ભાગી જશે, પછી કશું સાંભળવા પણ ઊભો નહીં રહે તો એને સર્વવિરતિનો ઉપદેશ ન જ આપવો જોઈએ.
પ્રશ્ન : પણ સાવ નવાસવા શ્રોતાની આકૃતિ વગેરે પરથી આવી કોઈ ચોક્કસ સંભાવના ન થઈ હોય ત્યારે કયા ક્રમે દેશના આપે ?
ઉત્તર : આવા ઘરાક માટે દુકાનદાર શું કરે ? જો ઘરાક ઊંચો માલ લઈ શકે એવો હશે તો હલકો માલ પધરાવવો નથી... ને ન લઈ શકે એવો હોય તો હલકા માલથી પણ એ વંચિત ન રહી જાય એની કાળજી રાખવી છે. એટલે દુકાનદાર, પોતે માલ વેચવા માટે જ બધો માલ દેખાડી રહ્યો છે – આવું ઘરાકને ન ભાસે. પણ માત્ર માલ દેખાડવા માટે જ દેખાડી રહ્યો છે. આવું ભાસે એવી સાવધાની - કાળજીપૂર્વક પહેલાં હજાર રૂપિયાનો માલ દેખાડશે... એની ઊંચી ક્વોલિટી વગેરેનું વર્ણન કરશે. ને ઘરાકના મુખ પર કેવા ભાવો ઉપસે છે ? એ તપાસશે. જો ધરાર અસામર્થ્ય જેવા ભાવો જ જણાય તો તરત એ માલ દેખાડવાનું બંધ કરીને થોડો ઓછી કિંમતવાળો માલ કાઢશે. ને જો એવું બધું અસામર્થ્ય જેવું ન જણાય તો એ જ ઊંચા માલનું વધારે સારું-ભારપૂર્વક વર્ણન કરી ઘરાકની રુચિ-શક્તિને જગાડશે.
આવું જ ગીતાર્થ ગુરુભગવંત નવા શ્રોતા આગળ એના પરિણામ જાણવા માટે કરે છે. શ્રોતાને સર્વવિરતિ સ્વીકારવાની પ્રેરણારૂપે નહીં – પણ માત્ર સાધુ - જીવન આવું હોય એવો એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org