SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ બત્રીશી-૨, લેખાંક-૬ અર્થાત્ શ્રોતા બદલાય એટલે દેશના બદલી નાખવાની એવું નહીં, બધાને એકસરખી જ દેશના આપવાની. આચારાંગજીમાં આવું કહ્યું છે ને તમે તો શ્રોતા બદલાય તો દેશના બદલી નાખવાની, એમ કહો છો. આવું કેમ ? ઉત્તરઃ આચારાંગજીમાં આજે કહ્યું છે તે સાધુએ દેશના નિસ્પૃહપણે આપવી જોઈએ એ વાતને જણાવવા માટે કહ્યું છે. અર્થાત્ રાજા, મંત્રી, શેઠિયા વગેરે સાંભળનારા હોય તો ધર્મોપદેશ આદરપૂર્વક આપે, જેથી વસ્ત્ર-પાત્ર સારી સારી ભિક્ષા વગેરે પ્રાપ્ત થાય.... નિર્ધન પાસેથી તો શું મળવાનું છે ? એમ વિચારી એને ધર્મોપદેશ ન આપે, અથવા ઉપેક્ષાથી આપે. આવું ન થાય એ માટે આટલો અધિકાર છે. એટલે તુચ્છને પણ ધર્મોપદેશ તો એટલા જ પ્રેમથી ને એવી જ અનુગ્રહબુદ્ધિથી આપવાનો છે. વળી એની પાસેથી બદલામાં કાંઈ પ્રાપ્ત કરવાની સ્પૃહા તો હોતી નથી. એમ રાજા વગેરેને ધર્મોપદેશ દેતી વખતે પણ કોઈ સ્પૃહા રાખવાની હોતી નથી, આમ, દેશના આપવામાં નિઃસ્પૃહતા, અનુગ્રહબુદ્ધિ, આદર વગેરે અંગેની સમાનતા જ અહીં જણાવી છે, દેશનાનો વિષય વગેરે પણ સમાન જ જોઈએ એવું નહીં. શ્રીમંતો શ્રોતા તરીકે હોય તો દાનનો ઉપદેશ જેમ અપાય છે તેમ શ્રોતાઓ નિધન હોય તો એ આપવાનો વિશેષ મતલબ શું રહે? ત્યારે તો સંતોષ-તપ-સામાયિક વગેરેનો ઉપદેશ વધારે સાર્થક બની રહે. એટલે જ આચારાંગજીમાં તમે કહેલી વાત જ્યાં કરી છે એની પછી તરત જ “આ શ્રોતા પુરુષ કોણ છે ?” વગેરેનો વિચાર કરવાનું કહ્યું છે. એમ શ્રીનન્દીસૂત્ર વગેરેમાં પણ સભા કેવી છે? એનો વિવેક કરવાનું કહ્યું છે. વળી, રાજા વગેરે શ્રોતા ભદ્રક પરિણામી છે? કે રૌદ્ર પરિણામી છે ? રાજા કયા આશયથી પ્રશ્ન પૂછે છે? કોનો ભક્ત છે? આ બધું વિચારીને પછી દેશના આપવાની ત્યાં કહી છે. જો આ બધું જાણવામાં ન આવે ને એ વગર જ બોલવાનું થાય તો ક્યારેક રાજા ક્રોધે ભરાઈને હણી પણ નાખે. આવા બધા દોષ જે દર્શાવવામાં આવ્યા છે તે પણ શ્રોતાની ભૂમિકા જોઈને બોલવું... એ જ વાતને નિશ્ચિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy