________________
લેખાંક
આપવાદિક અનુકંપાદાનના
કેટલાક શંકા-સમાધાન ગયા લેખમાં આપણે જોયા... હજુ એક નવી શંકા ઊભી થાય છે.
૪
શંકા - શ્રી તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યયનના તેરમા સૂત્રમાં કહ્યું છે કે અનુકંપાદાનથી શાતાવેદનીય નામના પુણ્યકર્મનો બંધ થાય છે. પણ સાધુઓને પુણ્યબંધ ઇષ્ટ હોતો નથી. તેથી તેઓએ અપવાદપદે પણ અનુકંપાદાન શી રીતે દેવાય ?
પ્રશ્ન : ‘સાધુઓને પુણ્યબંધ ઇષ્ટ હોતો નથી' આવું તમે શાના આધારે કહો છો ?
-
ઉત્તર ઃ સાધુઓને પ્રચ્છન્નપણે = ગુપ્ત રીતે ભોજન કરવાનું કહ્યું છે, એના આધારે અમે આ કહીએ છીએ. આશય એ છે કે પહેલાના કાળમાં સાધુઓ સાર્વજનિક ધર્મશાળા વગેરેમાં પણ ઉતરતા. આવા સ્થળમાં જો તેઓ જાહેરમાં જ ગોચરી વાપરવા બેસે તો એમને ભોજન કરતા જોઈને, ભૂખ્યા ભિખારી વગેરે ભોજનની માગણી કરે. સાધુઓ તો દયાળુ દિલવાળા હોય. એટલે એમનું ભૂખ વગેરેનું દુઃખ જોઈને દિલ દ્રવી જ જાય. પછી એમને આપ્યા વિના પોતે પણ શી રીતે ખાઈ શકે? કદાચ ઘણી પિઠ્ઠાઈ કરીને - દિલ પર પથરો મૂકીને તેઓને ન આપે અને બધું પોતે જ વાપરી જાય તો તે ભિખારીઓને દુઃખ થાય. ‘આ સાધુઓ અને એમનો ધર્મ કેવો નિર્દય છે કે અમે આટલા ભૂખ્યા છીએ તો પણ અમને કશું પરખાવતા નથી ને બધું પોતે જ સ્વાહા કરી જાય છે’ વગેરે રૂપે પીડા અહીં (=આ જન્મમાં) થાય અને જૈનશાસન પ્રત્યે દ્વેષ થવાના કારણે થયેલા પાપબંધથી પરલોકમાં દુર્ગતિ વગેરેની પીડા થાય.
ન
પ્રશ્ન : એક મહાત્મા છે. સંયમયોગોને સીદાવ્યા વગર પ્રસન્નતાપૂર્વક તપશ્ચર્યા કરી રહ્યા છે. છતાં, એમને જોઈને કેટલાક ગાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org