________________
૩૯
બત્રીશી-૧, લેખાંક-૫ કહેલ અશુદ્ધદાનની જ વાત છે, એમ માનવું પડે છે. વળી એમાં અલ્પ આયુષ્ય બંધ કહ્યો છે એટલે જણાય છે કે એનાથી ક્ષુલ્લકભવનું આયુષ્ય બંધાય છે, કારણ કે ક્ષુલ્લકભવનું આયુષ્ય જ સૌથી અલ્પ હોય છે. પણ જે અનુષ્ઠાન પ્રચુરનિર્જરાનું જનક હોય તે અલ્પાયુષ્યનો બંધ કરાવનાર હોય એવું શી રીતે સંગત બને ? એટલે આ બેની સંગતિ શી રીતે કરવી ?
સમાધાન : ઠાણાંગજીમાં જે અલ્પઆયુષ્યનો બંધ જણાવ્યો છે, તેમાં અલ્પ આયુષ્ય તરીકે ક્ષુલ્લકભવનું આયુષ્ય લેવાનું નથી, પણ સુવિહિત સાધુને નિર્દોષ આહારાદિ દેનાર દાતાને જે શુભ આયુષ્ય બંધાય તેની અપેક્ષાએ જે અલ્પ હોય એવું શુભ આયુષ્ય સમજવાનું છે. એટલે એની સાથે પ્રચુરનિર્જરા થાય એમાં કોઈ અસંગતિ નથી.
જે દાતા ગોચરીના દોષો વગેરેનો જાણકાર છે, અર્થાત્ લુબ્ધક દૃષ્ટાંત ભાવિત નથી - મુગ્ધ નથી, એ દાતા જ્યારે એવું વિશેષ કારણ ન હોય ત્યારે તો સામાન્યથી અશુદ્ધદાન આપે નહીં (અર્થાત્ સાધુ ભગવંત માટે અશુદ્ધ આહારાદિ બનાવે જ નહીં). છતાં, “અશુદ્ધ વહોરાવીને આ સાધુને એમના ચારિત્રથી ભ્રષ્ટ કરું.” આવો બધો દ્વેષ - હીલનારૂપ અશુભ આશય અભિનિવિષ્ટ દાતાને હોય ત્યારે એ એવા કારણવગર પણ સાધુમહારાજને અશુદ્ધ આહારાદિ આપે એ સંભવે છે. પણ આ આપવાની ક્રિયામાં એનો સાધુ ભગવંતની હિલના વગેરે કરવાનો અશુભ આશય પ્રબળ હોવાથી એનાથી દીર્ઘ એવું અશુભ આયુષ્ય બંધાય છે.
શંકા - આજકાલ હંમેશા જિનવાણીનું શ્રવણ કરનારા, સાધુ ભગવંતોના વિશેષ સંપર્કમાં આવનારા, અને તેથી ગોચરીના દોષોના પણ જાણકાર બનેલા... આવા શ્રાવકો પણ, વગર વિશેષ કારણે પણ, સાધુ ભગવંતોને અશુદ્ધ આહારાદિનું દાન કરતાં જોવા મળે છે. શું એ બધાને દીર્ઘ અશુભ આયુષ્ય બંધાય ?
સમાધાન આ બધાને હીલના - વૈષ વગેરેનો અશુભ આશય હોતો નથી, માટે અશુભ આયુષ્ય શી રીતે બંધાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org