SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૫ ૪૩ વગેરે જે ગુણો રહેલા હોય છે તેના કારણે દાતાના દિલમાં ભક્તિ ઉભરાય છે. આવી ભક્તિથી અપાતા દાનથી તે સંયમ વગેરે ગુણોની અનુમોદના થાય છે. વળી આ દાન આપવામાં પોતાના આચારોનું ઉલ્લંઘન હોતું નથી. અર્થાત્ ઔચિત્યપાલન હોય છે. એટલે ગુણોની અનુમોદના અને ઔચિત્યનું પાલન... આ બે કારણે આ દાન સર્વસંપત્કર મનાયું છે. અન્ય સંન્યાસીમાં રહેલા બ્રહ્મચર્ય - ક્ષમા વગેરે ગુણોથી આકર્ષાઈને તે ગુણોની અનુમોદના માટે કોઈ શ્રાવક એમને પણ સાધુની જેમ જ ભક્તિથી દાન આપે તો એમાં ઔચિત્યપાલન ન હોવાથી એ દાન સર્વસંપત્ઝર બનતું નથી. પણ સુપાત્રને આ રીતે આપેલું દાન જ્ઞાનપૂર્વક અપાતું હોવાથી પરંપરાએ મોક્ષના મહાઆનંદને આપનારું બનતું હોય છે માટે એને સર્વસંપત્ઝરદાન કહેવાય છે. આમાં જ્ઞાનપૂર્વક એવું જે કહ્યું એનાથી એ સૂચિત થાય છે કે એ દાન દેતી વખતે, તે સાધુ વગેરે સુપાત્રમાં રહેલા સંયમ વગેરે વિશિષ્ટ ગુણોના આકર્ષણ - અનુમોદન વગેરેથી જ ચિત્ત રંગાયેલું હોય છે. વળી, ભક્તિપૂર્વક અપાઈ રહેલા આ આહાર વગેરેથી મહાત્માના સંયમ - વૈરાગ્ય – સ્વાધ્યાયાદિની વૃદ્ધિ થશે આવો જ ભાવ હોય છે. (શ્રાવકો આગ્રહ કરતી વખતે મહાત્માઓને કહેતા હોય છે ને કે અમારા ભાણામાં આવશે તો રાગ દ્વેષ કરાવશે. આપના પાત્રે પડશે તો સંયમ - સ્વાધ્યાયમાં જશે...) આવા ભાવોના કારણે આ દાનથી જે પુણ્ય બંધાય છે તેના ઉદયકાળે પણ તે ગુણોનું વિશિષ્ટ આકર્ષણ, રાગ – દ્વેષાદિની વૃદ્ધિના બદલે વૈરાગ્યાદિની અનુભૂતિ... વગેરે ભાવો ને એને અનુકૂળ સામગ્રી વગેરે જ પ્રાપ્ત થાય છે, જે જીવને વિશેષ પ્રકારે મોક્ષ તરફ લઈ જાય છે. માટે એ સર્વસંપત્થર બને છે. પ્રશ્ન : સાધુ ભગવંતોને શુદ્ધ - આહારાદિ આપવામાં આરંભાદિ હોતા નથી, એ સ્પષ્ટ છે. પણ શ્રાવકની અને અવિરત સમ્યકત્વીની તો ભક્તિ કરવા માટે જે સાધર્મિકવાત્સલ્ય વગેરે કરવામાં આવે છે, તેમાં આરંભ વગેરે થાય જ છે. તો આ દાન સર્વસંપત્થર શી રીતે બને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy