________________
બત્રીશી-૧, લેખાંક-૪
ભોગપ્રાપ્તિ થશે' વગેરે તમારી વાત બરાબર નથી, કારણ કે ભોગસામગ્રી મળવા છતાં ભોગનો અનુભવ કરાવી આપે એવો અધ્યવસાય હોતો નથી. આશય એ છે કે ભોગસામગ્રી રૂપ વિષયોની પ્રાપ્તિ = સંપર્ક થવો એ માત્ર ‘ભોગ’ નથી. નહીંતર તો અપ્રમત્ત મહાત્માઓને પણ આહારાદિકાળે રસનેન્દ્રિય વગેરેના વિષયનો સંપર્ક હોવાથી ‘ભોગ' માનવો પડે. કિન્તુ વિષયસંપર્ક થવા પર એમાં તન્મય બની રાગ
આસક્તિ આદિ કરવા એ ભોગ છે. યાચકને બોધિપ્રાપ્તિ થાઓ વગેરે શુભભાવથી કરેલા અનુકંપાદાનના પ્રભાવે પ્રાપ્ત થયેલા વિષયો પર આવી આસક્તિ થતી ન હોવાથી એ ‘ભોગ’રૂપ બનતા નથી.
પ્રશ્ન : આવું શી રીતે બને ? જીવનો અનાદિકાળથી એવો અભ્યાસ છે કે વિષયો પ્રાપ્ત થાય એટલે આસક્તિ થઈ જ જાય.
૩૩
ઉત્તર ઃ એક સામાન્ય કાયદો એવો છે કે શુભ કે અશુભ ક્રિયાકાળે જેવો ભાવ હોય તેવો ભાવ, તે ક્રિયાજન્ય પુણ્ય કે પાપના ઉદયકાળે પ્રાયઃ કરીને આવે છે. એટલે કે શુભ-અશુભક્રિયાને અનુસરીને પુણ્ય-પાપ બંધાય છે અને એ ક્રિયા વખતે રહેલા શુભ-અશુભભાવને અનુસરીને તે પુણ્ય કે પાપના ઉદયકાળે શુભ-અશુભભાવની પ્રાપ્તિ થાય છે. સાધુઓ વિશેષપ્રસંગે જે અનુકંપાદાન કરે છે એ વખતે ‘આ લેનારને આહાર વગેરેની પ્રાપ્તિ થવા દ્વારા એનું ભૂખનું દુઃખ થાઓ અને એને ભોજનાદિનું સુખ મળો’ એવો ભાવ નથી હોતો, પણ ‘આ અનુકંપાદાન દ્વારા લેનાર યાચક બોધિપ્રાપ્તિ વગેરે દ્વારા રાગ-દ્વેષાદિના ભયંકર બંધનરૂપ સંસારમાંથી સર્વથા મુક્ત થાઓ' ઇત્યાદિ ભાવ (= અભોગપરિણામ) હોય છે. એટલે આ અનુકંપાદાનરૂપ ક્રિયાથી બંધાયેલા પુણ્યના ઉદયે વિષયોની પ્રાપ્તિ થવા પર પણ તેવા રાગ-આસક્તિમય પરિણામ (ભોગ પરિણામ) થતા નથી. આમ ભોગસામગ્રી મળવા છતાં અભોગપરિણામના પ્રભાવે ભોગાનુભવ થતો નથી, ને તેથી સંસારવૃદ્ધિ પણ થતી નથી. ‘આ અમૃત છે’ ‘આ અમૃત છે' એવા વારંવારના ચિંતનરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org