Page #1
--------------------------------------------------------------------------
________________ नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नम: पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नमः આગમ- 5 ભગવતી આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ-૨ અનુવાદક અને સંપાદક આગમ દિવાકર મુનિ દીપરત્નસાગરજી [ M.Com. M.Ed. Ph.D. કૃત મહર્ષિ ] આગમ ગુજરાતી અનુવાદ શ્રેણી પુષ્પ-૫
Page #2
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नम: पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नम: (5) ભગવતી આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ-૨ પ્રકાશન તારીખ 30/03/2020 સોમવાર તિથી- 2074, ચૈત્ર સુદ-૬ . અનુવાદક અને સંપાદક આગમ દિવાકર મુનિ દીપરત્નસાગરજી [M.Com. M.Ed. Ph.D. કૃત મ]િ ન 00: સંપર્ક :00 જૈનમુનિ ડો. દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., કુતમષિ Email: - jainmunideepratnasagar@gmail.com Mob Mobile: - 09825967397 Web address:- (1) , (2) Deepratnasagar.in -: ટાઈપ સેટિંગ :આસુતોષ પ્રિન્ટર્સ, 09925146223 -: પ્રિન્ટર્સ:નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ 09825598855 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 2
Page #3
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 45 આગમ વર્ગીકરણ આગમનું નામ ક્રમ | આગમનું નામ સૂત્ર સૂત્ર 01 आचार अंगसूत्र-१ 25 / आतुरप्रत्याख्यान पयन्नासूत्र-२ 02 26 पयन्नासूत्र-३ सूत्रकृत् स्थान अंगसूत्र-२ अंगसूत्र-३ अंगसूत्र-४ महाप्रत्याख्यान भक्तपरिज्ञा 03 पयन्नासूत्र-४ 04 | समवाय | भगवती अंगसूत्र-५ 06 ज्ञाताधर्मकथा उपासकदशा | तंदुलवैचारिक / 29 / संस्तारक 30.1 | गच्छाचार 30.2 चन्द्रवेध्यक गणिविद्या 32 / देवेन्द्रस्तव 33 / वीरस्तव निशीथ अतकृत् दशा अंगसूत्र-६ अंगसूत्र-७ अंगसूत्र-८ अंगसूत्र-९ अंगसूत्र-१० अंगसूत्र-११ उपांगसूत्र-१ उपांगसूत्र-२ उपांगसूत्र-३ उपांगसूत्र-४ 09 / अनुत्तरोपपातिकदशा प्रश्नव्याकरणदशा 11 विपाकश्रुत औपपातिक राजप्रश्चिय जीवाजीवाभिगम 34 12 जा 35 13 36 बृहत्कल्प व्यवहार दशाश्रुतस्कन्ध जीतकल्प महानिशीथ पयन्नासूत्र-५ पयन्नासूत्र-६ पयन्नासूत्र-७ पयन्नासूत्र-७ पयन्नासूत्र-८ पयन्नासूत्र-९ पयन्नासूत्र-१० छेदसूत्र-१ छेदसूत्र-२ छेदसूत्र-३ छेदसूत्र-४ छेदसूत्र-५ छेदसूत्र-६ मूलसूत्र-१ मूलसूत्र-२ मूलसूत्र-२ मूलसूत्र-३ मूलसूत्र-४ चूलिकासूत्र-१ चूलिकासूत्र-२ 15 38 प्रज्ञापना सूर्यप्रज्ञप्ति 16 उपागसूत्र-५ चन्द्रप्रज्ञप्ति उपागसूत्र-६ उपागसूत्र-७ 40 / आवश्यक 41.1 ओघनियुक्ति 41.2 | पिंडनियुक्ति 42 / दशवैकालिक 19 उपांगसूत्र-८ जंबूद्वीपप्रज्ञप्ति निरयावलिका | कल्पवतंसिका पुष्पिका पुष्पचूलिका 20 उपांगसूत्र-९ उपांगसूत्र-१० उत्तराध्ययन उपांगसूत्र-११ उपांगसूत्र-१२ पयन्नासूत्र-१ 44 / नन्दी 45 | अनुयोगद्वार वष्णिदशा 24 | चतु:शरण મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 3
Page #4
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૃષ્ઠ 101 | | 6 118 137 14 205 214 204 આગમસૂત્ર- 5 ‘ભગવતી ભાગ-૨’ અંગસૂત્ર- 5 ગુજરાતી ભાવાનુવાદ ક્યાં શું જોશો ? ક્રમ વિષય | | પૃષ્ઠ ક્રમાં | વિષય | ભાગ-૧- અનુક્રમણિકા શતક 6 શતક 1 006 શતક 7. શતક 2 036 શતક 8 શતક 3 054 9 | શતક 9 શતક 4 079 10 | શતક 10. શતક 5. 081 11 | શતક 11 ભાગ-૨- અનુક્રમણિકા 12 શતક 12 006 27 | શતક 27 13. શતક 13 028 28 | શતક 28 14 શતક 14 044 29 | શતક 29 15 શતક 15 ૦પપ | 30 || શતક 30 16 શતક 16 076 31 || શતક 31 શતક 17 088 32 શતક 32 શતક 18 095 33 શતક 33 શતક 19 112| 34 શતક 34 20. શતક 20 120 35 | શતક 35 21 શતક 21 136 36 ] | શતક 36 22 શતક 22 138 37 | શતક 37 23 શતક 23 140 38 | શતક 38 24 | શતક 24 141 | 39 | શતક 39 25. શતક 25 165 | 40 | શતક 40 26 શતક 26 | 200 41 | શતક 41 204 205 206 210 17. 212 18. 213 216 222. 226 227 227 227 228 231 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 4
Page #5
--------------------------------------------------------------------------
________________ | | L9 10 આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' | મુનિ દીપરત્નસાગરજીનું આ પૂર્વેનું સાહિત્ય-સર્જન આગમસાહિત્ય. આગમસાહિત્ય ક્રમ | સાહિત્ય નામ બુક્સ | ક્રમ | સાહિત્ય નામ | બુક્સ. | 1 | મૂન બામ સાહિત્ય:147 | 5 | आगम अनुक्रम साहित्य: 09 -1- મામસુત્તળિ-મૂi print [49] -1- આગમ વિષયાનુક્રમ- મૂળ. 02 -2- મામસુત્તા-મૂર્ત Net [45]. -2- મામ વિષયાનુમ સીવં. 04 -3- સા/મમણૂષI મૂન પ્રત. [53]. -3- ગામિ સૂત્ર-1થા અનુક્રમ 03 | आगम अनुवाद साहित्य: 165 | 6 | आगम अन्य साहित्य:-1- આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ | [47]. -1- આગમ કથાનુયોગ 06 -2- ગામસૂત્ર હિન્દી અનુવાદ Net | [47] -2- સામ સંવંથી સાહિત્ય 02 -3- Aagam Sootra English -3- માષિત સૂત્રાળ o1. | -4- આગમસૂત્ર સટીક ગુજરાતી | | [48]. -4- માાનિય સૂાવતી o1. -5- મામસૂત્ર હિન્દી અનુવાદ print | [12] आगम साहित्य- कल पुस्तक 518 आगम विवेचन साहित्य: 171. આગમ સિવાયનું અન્ય સાહિત્ય -1- મામસૂત્ર ટીવ [ [46]| 1 | તસ્વાભ્યાસ સાહિત્ય 13 -2- મા!ામ મૂર્વ વ વૃત્તિ -1 | |[51]] 2 | સૂત્રાભ્યાસ સાહિત્ય 06 -3- ગામ મૂર્વ વં વૃત્તિ -2 [09] | 3 | વ્યાકરણ સાહિત્ય 05 -4- કામ પૂર્ણ સાહિત્ય | [09]| 4 | વ્યાખ્યાન સાહિત્ય-5- સવૃત્તિવ મામસૂત્રાળ-1 | |[40] | ઠ | જિનભક્તિ સાહિત્ય-6- સવૃત્તિવા કામસૂત્રાળ-2 [08]| 6 | વિધિ સાહિત્ય 04 -7- सचूर्णिक आगमसुत्ताणि [08] | 7 આરાધના સાહિત્ય 03 મામ વષ સાહિત્ય:- | 16 | 8 | પરિચય સાહિત્ય 04 -1- ગામ સ૬ોસો |[04] 9 પૂજન સાહિત્ય 02 -2- મામાન વીવોસો | To1] | 10 તીર્થકર સંક્ષિપ્ત દર્શન -3- માન-સાર-વષ: [05]| 11 | પ્રકીર્ણ સાહિત્ય-4- મામશદ્વાલ્સિપ્રદ પ્રા-સં–જુ. | To4]| 12 | દીપરત્નસાગરના લઘુશોધનિબંધ 05 -5- કામિ નામ શોષ: | [02] | | આગમ સિવાયનું સાહિત્ય કૂલ || 85. 04 09 25. 05 1-આગમ સાહિત્ય કુલ પુસ્તક. 2-આગમેતર સાહિત્ય કુલ પુસ્તક. દીપરત્નસાગરજીનું કુલ સાહિત્ય 518 085 603 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 5
Page #6
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૨ સૂત્ર-પ૨૯ બારમાં શતકમાં દશ ઉદ્દેશા છે - શંખ, જયંતિ, પૃથ્વી, પુદ્ગલ, અતિપાત, રાહુ, લોક, નાગ, દેવ, આત્મા. શતક-૧૨, ઉદ્દેશો-૧ “શંખ' સૂત્ર-પ૩૦ થી 532 પ૩૦. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું .(નગરી અને ચૈત્યનું વર્ણન ઉજવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે શ્રાવસ્તી નગરીમાં શંખ આદિ ઘણા શ્રાવકો રહેતા હતા. તેઓ સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવત્ સ્વયં સ્વીકૃત તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પલા નામે પત્ની હતી. તે સુકુમાલ યાવત્ સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, સમૃદ્ધ યાવતુ અપરિભૂત હતો, જીવાજીવનો જ્ઞાતા હતો, યાવત સ્વીકૃત તપોકમ વડે આત્માને ભાવિત કરતા વિચરતો હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યાપાસે છે. ત્યારે તે શ્રાવકોએ ભગવંતના આગમનના સમાચાર સાંભળીને આ વૃત્તાંત જાણ્યો, આલભિકા નગરીના શ્રાવકોની માફક વંદન માટે ગયા યાવતુ પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પાર્ષદાને ધર્મકથા કહી, યાવત્. પર્ષદા પાછી ગઈ. તે શ્રમણોપાસકો ભગવંત પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થયા. ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વાંદી-નમીને પ્રશ્નો પૂછે છે, તેના અર્થોને ગ્રહણ કરે છે, ત્યાર પછી પોતાના ઉત્થાનથી ઉઠી, ભગવંત પાસેથી, કોષ્ટક ચૈત્યથી નીકળી, શ્રાવતી નગરી જવાને રવાના થયા. પ૩૧. ત્યારે તે શંખ શ્રાવકે, તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કરતા-કરાવતા. પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા વિચરીશું. ત્યારે તે શ્રાવકો, શંખ શ્રાવકના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો - તે વિપુલ અશનાદિનું આસ્વાદન આદિ કરતા, વિશેષ આસ્વાદન કરતા, પરસ્પર આપતા અને ભોગવતા, પાક્ષિક પૌષધનું અનુપાલન કરી. વિચરવું. મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહ્મચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલાવર્ણક-વિલેપનથી રહિત થઈ, શસ્ત્ર-મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંસ્તારકે બેસીને પાક્ષિક-પૌષધનું અનુપાલન કરી વિચરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને જ્યાં શ્રાવસ્તી નગરી છે, જ્યાં પોતાનું ઘર છે, જ્યાં ઉત્પલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને, જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ યાવત્ પાલના કરતો રહે છે. ત્યારે તે શ્રાવકો જ્યાં શ્રાવસ્તી નગરી, જ્યાં પોતાના ઘરો છે ત્યાં આવે છે, આવીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! અમે તે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપ્રિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે - તમે બધા સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 6
Page #7
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થઈને સાત-આઠ પગલા સામે ગઈ. જઈને પુષ્કલી શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આસન ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. પછી આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુષ્કલી શ્રાવકે ઉત શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયા ! શંખ શ્રાવક ક્યાં છે ? ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! શંખ શ્રાવક પૌષધશાળામાં બ્રહ્મચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકારી યાવત્ રહેલ છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પ્રતિક્રમ્સ, પ્રતિક્રમીને શંખ શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! અમે વિપુલ અશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને વિપુલ અશનાદિનું આસ્વાદના કરતા યાવત્ પાલન કરતા વિચરીએ. ત્યારે તે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્ ધર્મ જાગરિકા કરતા વિચરવુ કલ્પતુ નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્ વિચરવું કલ્પ છે. હે દેવાનુપ્રિયો! તમે બધા સ્વ ઇચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા યાવત્ વિચરો. ત્યારે તે પુષ્કલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્ રહ્યો છે, તેણે કહ્યું છે કે- હે દેવાનુપ્રિયો! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી. ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ રહ્યા. ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરિકા કરતા આ, આવા પ્રકારનો યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. મારે કાલે યાવત્ સૂર્ય જાજવલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને, બીજે દિવસે પ્રાત:કાલે સૂર્યોદય થતાં યાવત્ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તી. નગરીની વચ્ચોવચ્ચથી થઈને યાવત્ પર્યુપામે છે. તેને અભિગમ નથી. ત્યારે તે સર્વે શ્રાવકો કાલ સૂર્ય જાજવલ્યમાન થતા, સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ શરીરને અલંકૃત કરીને પોત-પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત્ યાવતું પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધર્મકથા કહી યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે તે અમને એમ કહ્યું કે - દેવાનુપ્રિયો ! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્ વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્ રહ્યો, હે દેવાનુપ્રિય! તમે ઠીક અમારી હેલના કરી. હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું - હે આર્યો ! તમે શંખ શ્રાવકની હીલના-નિંદા-ખિંસાગહ-અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરિકા કરી છે. પ૩૨. ભગવન્! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - ભગવનું જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેદે છે, તે આ - બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. ભગવદ્ ! ત્રણ જાગરિકા કહી, તેનું શું કારણ છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 7
Page #8
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ ગૌતમ ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ સ્કંદકમાં કહ્યા, યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી છે, તે બુદ્ધ છે, બુદ્ધ-જાગરિકા જાગે છે, તેની પ્રમાદ રહિત અવસ્થાને ‘બુદ્ધ જાગરીકા’ કહે છે. જે આ અણગાર ભગવંતો ઇર્ષા સમિત, ભાષા સમિત, યાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ (અસર્વજ્ઞ)જાગરિકાથી જાગે છે.તેઓની ધર્મ જાગરણાને ‘અબુદ્ધ જાગરિકા' કહે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા છે યાવતુ તપોકર્મથી આત્માને ભાવિત કરતા વિચરે છે, તેઓની જાગરિકાને સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવતુ સુદક્ષ જાગરિકા છે. સૂત્ર-પ૩૩ ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, આમ કહ્યું - ભગવન્! ક્રોધને વશ જીવ શું બાંધે ? શું કરે ? શેનો ચય કરે ? શેનો ઉપચય કરે ? હે શંખ ! ક્રોધને વશ જીવ આયુ સિવાયની સાત કર્મપ્રકૃતિ શિથિલબંધન બદ્ધ હોય, તેને દઢ બંધનવાળી કરે છે, ઇત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું યાવતું ભ્રમણ કરે છે. ભગવન્! માનને વશ થઈને જીવના વિષયમાં પણ એ પ્રમાણે જ જાણવું. એ રીતે માયાને વશ અને લોભને વશ યાવત્ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને, ભયભીત, ત્રસ્ત, દુઃખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વાંદી, નમીને, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યારે તે શ્રાવકો, ઇત્યાદિ બધું શતક-૧૧ મુજબ આલંભિકા માફક કહેવું યાવત્ પાછા ગયા. ભગવન્! એમ આમંત્રીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવદ્ ! શંખ શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે પ્રવજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે ?ગૌતમ ! તેમ શકય નથી, ઇત્યાદિ ઋષિભદ્રપુત્ર માફક કહેવું યાવતુ અંત કરશે. ભગવન! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૨ જયંતિ' સૂત્ર-પ૩૪ થી પ૩૬ પ૩૪. તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચટક રાજાનો દોહિત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, જયંતિ શ્રાવિકાનો ભત્રીજો એવો ઉદાયન રાજા હતો. તે કૌશાંબી નગરીમાં સહસાનીક રાજાની પુત્રવધૂ શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયના રાજાની માતા, જયંતિ શ્રાવિકાની ભોજાઈ મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા શ્રાવિકા હતી. યાવત્ વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજની ફોઈ, મૃગાવતી રાણીની. નણંદ, વૈશાલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતિ નામે શ્રાવિકા હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા, જીવાજીવની જ્ઞાતા યાવત્ હતી. પ૩૫. તે કાળે, તે સમયે સ્વામી સમોસર્યા યાવત્ પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! જલદીથી કૌશાંબી. નગરીને અંદર-બહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવત્ પર્યાપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા આ વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતી દેવી પાસે આવે છે, આવીને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 8
Page #9
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મૃગાવતી દેવીને આમ કહ્યું - જેમ શતક-૯-માં ઋષભદત્તના વર્ણનમાં કહ્યા મુજબ યાવત્ કલ્યાણકારી થશે. ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતિ શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાર્યા, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપ્રિયો ! જલદી જેમાં વેગવાના ઘોડા જોડેલ હોય તેવો યાવતુ ધાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવતુ તેઓ ઉપસ્થિત કરે છે, યાવતુ તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવતું શરીરે અલંકૃત થઈને, ઘણી કુન્જા દાસી સાથે યાવત્ અંતઃપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ યાન પાસે આવીને યાવત્ તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે નીકળે છે, યાવત જેમ ઋષભદત્તામાં કહ્યું તેમ યાવત્ ધાર્મિક યાનથી નીચે ઊતરી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, ઘણી કુન્જા દાસી સાથે જેમ દેવાનંદામાં કહ્યું તેમ યાવત્ વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને યાવત્ ભગવંતને પર્યુપાસે છે. ત્યારે ભગવંત મહાવીર, રાજા ઉદાયન, રાણી મૃગાવતી, જયંતિ શ્રાવિકા અને તે મોટી પર્ષદાને યાવત્ ધર્મ કહે છે, પર્ષદા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતી દેવી પણ પાછી ફરી. પ૩૬. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે - ભગવદ્ ! જીવો કયા કારણે જલદી ગુરુત્વને(ભારેપણાને) પામે? હે જયંતિ ! પ્રાણાતિપાતથી યાવત્ મિથ્યા દર્શન શલ્યથી, એ રીતે જીવો ગુરુત્વને જલદી પામે, પ્રથમ શતક મુજબ યાવત્ કર્મસ્થિતિ વધારે છે અને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને પ્રાણાતિપાત આદિના ત્યાગથી કર્મસ્થિતિ ઘટાડે છે અને સંસારનો પાર પામે છે. ભગવદ્ ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પારિણામિક ? હે જયંતિ! સ્વાભાવિક છે, પરિણામિક નથી. ભગવન્! ભવસિદ્ધિક બધા જીવો શું સિદ્ધ થશે ? હા, જયંતિ ! થશે. ભગવન્! જ્યારે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણથી એમ કહો છો કે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ત્યારે ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતિ ! જે રીતે કોઈ સર્વાકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ પુદ્ગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે હે જયંતિ ! બધા ભવ્યો સિદ્ધ થશે, લોક ભવિજીવ રહિત થશે, ઇત્યાદિ. ભગવન્! જીવો સૂતા સારા કે જાગતા સારા ? હે જયંતિ! કેટલાક જીવો સૂતા સારા, કેટલાક જીવો જાગતા સારા. ભગવદ્ ! એમ કેમ કહો છો ? હે જયંતિ! જે આ જીવો અધાર્મિક, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધર્મપ્રલોકી, અધર્મમાં આસક્ત, અધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સૂતા રહેવું સારું છે, આવા જીવો સૂતા રહીને, ઘણા પ્રાણ-ભૂત-જીવ-સત્વોને દુઃખ, શોક યાવત્ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતા નથી. આવા જીવો સૂતા રહીને પોતાને, પરને, તદુભયને ઘણા અધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સૂતા રહેવું સારું. હે જયંતિ ! જે આ જીવો ધાર્મિક, ધર્માનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, આ જીવોનું જાગવુ સારું. આવા જીવો જાગતા રહીને ઘણા પ્રાણો યાવત્ સત્ત્વોને દુઃખ ન આપીને યાવત્ પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો જાગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણા ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ જાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે હે જયંતિ! એવું કહેલ કે કેટલાક જીવો. ઉઘતા સારા અને કેટલાક જીવો જાગતા સારા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 9
Page #10
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવોમાં સબલત્વ સારું કે દુર્બલત્વ સારું ? હે જયંતિ ! કેટલાક જીવોનું સબલત્વ સારું, કેટલાક જીવોનું દુર્બલત્વ સારું. ભગવદ્ ! એમ કેમ કહો છો ? જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, એ જીવોનું દુર્બલત્વ સારું, અહીં સૂતેલા જીવોની માફક દુર્બલત્વ વક્તવ્યતા કહેવી. સબલત્વને જાગતા જીવોની જેમ કહેવા યાવત્ ધાર્મિક સંજોગમાં જોડનારા થાય છે. આવા જીવોનું બલવાનપણુ સારું. તેથી હે જયંતિ! એમ કહ્યું. ભગવન્! જીવોમાં દક્ષત્વ(ઉદ્યમીપણું) સારું કે આળસીત્વ સારું ? જયંતિ ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું, કેટલાક જીવોનું આળસીત્વ સારું. ભગવદ્ ! એમ કેમ કહો છો? હે જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, આ જીવોનું આળસુપણુ સારું, આ જીવો આળસી થઈને, ઘણા જીવોને જેમ સૂતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જાગતા જીવો માફક દક્ષ જીવોને કહેવા. યાવત્ ધાર્મિક સંયોગ કરનારા થાય. આ જીવો દક્ષત્વથી ઘણા આચાર્યની વૈિયાવચ્ચાદિ યાવત્ ઉપાધ્યાય-સ્થવિરતપસ્વી-પ્લાન-શૈક્ષ-કુલ-ગણ-સંઘ-સાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત્વ સારું, તેથી એ પ્રમાણે કહેવામાં આવેલ છે. ભગવન્! શ્રોત્રેન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવત્ સંસારમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાર્ત, એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વશારૂં જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતિ શ્રાવિકા પ્રવ્રજિત થઈ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થઈ. ભગવન્! તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૩ પૃથ્વી સૂત્ર-પ૩૭ રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવન્! કેટલી પ્રથ્વીઓ છે ? ગૌતમ ! સાત, પહેલી, બીજી યાવત સાતમી. ભગવન્! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે ? ગૌતમ ! નામ ધર્મા, ગોત્ર-રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો તે અલ્પબદુત્વ સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે - એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક૧૨, ઉદ્દેશો:૪પુદ્ગલ સૂત્ર-પ૩૮ રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! બે પરમાણુ પુદ્ગલ જ્યારે સંયુક્તા થઈને એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને બીજું એક પરમાણુ પુદ્ગલ થાય છે. ભગવન્! ત્રણ પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવદ્ ! ચાર પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો યાવત્ પૃચ્છા. ગૌતમ ! ચતુષ્પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવનું ! પાંચ પરમાણુ પુદ્ગલ વિશે પ્રચ્છા. ગૌતમ ! પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 10
Page #11
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્રણ-ચાર-પાંચ ભેદ થાય. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભેદ કરાતા એક દ્રિપરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય, અથવા એક પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ ભેદ કરાતા પાંચ પરમાણુ પુદ્ગલ થાય છે. ભગવદ્ ! છ પરમાણુ પુદ્ગલોની પૃચ્છા. ગૌતમ ! છ પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભાગ કરાતા બે-ત્રણ યાવત્ છ ભેદ થાય. 1. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, બીજી તરફ પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ, બીજી તરફ ચતુઃખદેશિક સ્કંધ થાય છે અથવા બંને તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. 2. ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બીજી તરફ ચતુઃખદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ૩.ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલા થાય છે, બીજી તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ૪.પાંચ ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. છ ભેદ કરાતા છ પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવન્! સાત પરમાણુ પુદ્ગલની પૃચ્છા. ગૌતમ ! સાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે થી. સાત ભાગ થાય. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. 2. ત્રણ ભેદ કરાતા એક-બે પરમાણુ પુદ્ગલો, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ પુદ્ગલ, એક - બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક - બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. 3. ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક-બે પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક-પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ૪.પાંચ ભેદ કરાતા એક-ચાર પરમાણુ પુદ્ગલો, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક - ત્રણ પરમાણુ પુદ્ગલો, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. પ.છ ભેદ કરાતા એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. સાત ભેદ કરાતા સાત પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવનઆઠ પરમાણુ યુગલોની પૃચ્છા. ગૌતમ ! આઠ પ્રદેશિક સ્કંધ થાય છે. યાવતું ૧.ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક સાત પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે ચતુઃખદેશિક સ્કંધ થાય છે. ૨.ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. ૩.ચાર ભાગ કરાતા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલો, એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે અથવા બે પરમાણુ પુદ્ગલો, એક દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે અથવા ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૪.પાંચ ભાગ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ બે પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક ધ થાય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 11
Page #12
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 9 વાવ. ૫.છ ભાગ કરાતા એક તરફ પાંચ પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય - ૬.સાત ભાગ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૭.આઠ ભાગ કરાતા આઠ પરમાણુ પુદ્ગલ થાય. ભગવન્નવ પરમાણુ પુદ્ગલની પૃચ્છા. ગૌતમ ! યાવત્ નવવિધ ભાગ થાય. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ, એક આઠ પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે એક-એકની વૃદ્ધિ કરવી યાવત્ એક ચતુઃપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે. ૨.ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક સપ્ત પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. .ચાર ભેદ કરાતા એક તરફ ત્રણ પરમાણુ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધો થાય. અથવા ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ, થાય. ૪.પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુ, બે ત્રિપ્રદેશિક પ્રદેશ થાય. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બે દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૫.છ ભેદ કરાતા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલો, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ - ત્રણ પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૬.સાત ભેદ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક ત્રિ-પ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ પાંચ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૭.આઠ ભેદ કરાતા એક તરફ સાત પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય.૮. નવા ભેદ કરાતા નવ પરમાણુ પુદ્ગલો થાય. ભગવદ્ ! દશ પરમાણુ પુદ્ગલ યાવત્ બે ભેદ કરાતા ૧.એક પરમાણુ પુદ્ગલ, એક નવ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય. એ રીતે એકૈકની વૃદ્ધિ કરતા યાવત્ અથવા બે પંચપ્રદેશિક સ્કંધ થાય. ૨.ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક સપ્તપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક છપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, બે ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃખદેશિક સ્કંધ થાય. ૩.ચાર ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, બે ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ ત્રિપ્રદેશિક સ્કંધ, એક ચતુઃપ્રદેશિ સ્કંધ થાય અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 12
Page #13
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ૪.પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. પ.છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૬.સાત ભેદ કરાતા - છ પરમાણુ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૭.આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક ત્રિપ્રદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૮.નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૯.દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય. ભગવન્! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે ? ગૌતમ ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવતુ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય. બે ભેદ કરાતા ૧.એક પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - x . એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. ૨.ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે થાવત્ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક ઢિપ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્ એક દશા પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. ૩.ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. બે પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય, એ રીતે યાવત્ અથવા બે પરમાણુ, એક દશ પ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, બે સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય યાવત્ અથવા એક પરમાણુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. આ પ્રમાણે આ ક્રમે પાંચે યાવત્ નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી ઢંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવત્ અથવા એક દશપ્રદેશી, નવ સંખ્યાત પ્રદેશી ઢંધ થાય. અથવા દશે સંખ્યાતપ્રદેશી ઢંધ થાય. સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ પુદ્ગલો થાય. ભગવદ્ ! અસંખ્યાત પરમાણુ પુદ્ગલો એક સાથે મળતા શું થાય ? ગૌતમ ! અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. તેના ભાગ કરતા બે યાવત્ દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. યાવત્ અથવા એક દશપ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય અથવા બંને અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 13
Page #14
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ૨.ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય યાવત્ એક પરમાણુ, એક દશપ્રદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંખ્યાતપ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ અથવા એક પરમાણુ, બે અસંખ્યાત પ્રદેશી ઢંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય યાવત્ અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી. ૩.ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્ દશક સંયોગ, જે રીતે સંખ્યાતપ્રદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ આ - અસંખ્યાતમાં એક અધિક કહેવું યાવત્ અથવા દશ અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. સંખ્યાત ભાગ કરાતા એક સંખ્યાત પરમાણુ પુદ્ગલ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાતદ્વિપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે. એ પ્રમાણે યાવત્ અથવા સંખ્યાત દશપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ પગલો થાય. ભગવદ્ ! અનંતા પરમાણુ યુગલો એકત્રિત થઈને શું થાય ? ગૌતમ ! અનંત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક અનંતપ્રદેશિક સ્કંધ યાવતુ અથવા બે અનંતપ્રદેશિક સ્કંધ થાય છે. 2. ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અનંત-પ્રદેશિક સ્કંધ થાય. યાવત્ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી, એક અનંતપ્રદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપ્રદેશી સ્કંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય. યાવત્ એક દશપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાતપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશી, બે અનંત પ્રદેશી ઢંધ થાય અથવા ત્રણે અનંતપ્રદેશી સ્કંધ થાય. ૩.ચાર ભાગ કરાતા-ત્રણ પરમાણુ પુદ્ગલો, એક અનંત પ્રદેશી ઢંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્ અસંખ્યાત સંયોગ, બધા અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે - એક અનંતક અધિક કહેવું યાવત્ અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાત અનંતપ્રદેશી ઢંધ થાય છે. અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે. યાવત્ અથવા એક અસંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે અથવા એક અસંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય. અથવા અસંખ્ય અનંતપ્રદેશી ઢંધ થાય છે. અનંત ભાગ કરાતા અનંત પરમાણુ પુદ્ગલો થાય. સૂત્ર-પ૩૯ ભગવદ્ ! શું આ પરમાણુ પુદ્ગલોના સંઘાત(સંયોગ) અને ભેદ(વિભાગ)ના સંબંધથી થનારા અનંતાનંતા પુદગલ પરાવર્ત જાણવા યોગ્ય છે ? તેથી તેનું. કથન કરાયુ છે? હા, ગૌતમ ! તે કારણે જ તેનું કથન કરાયેલ છે. ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ ! સાત પ્રકારે છે - ૧.ઔદારિક, ૨.વૈક્રિય, ૩.તૈજસ, ૪.કાર્પણ પુદ્ગલ પરાવર્ત તથા પ.મન, ઉ.વચન અને ૭.આનાપાન પુદ્ગલ પરાવર્ત. ભગવદ્ નૈરયિક જીવને કેટલા પ્રકારે પુદ્ગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ - ઔદારિક, વૈક્રિય યાવત્ આના પાન પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 14
Page #15
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! પ્રત્યેક નૈરયિકના જીવને કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત અતીતમાં થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે. ભગવન્! પ્રત્યેક અસુરકુમારના કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત અતીતમાં થયા? ગૌતમ ! પૂર્વવત જાણવું, એ પ્રમાણે જ. એ રીતે વૈમાનિક સુધી કહેવા. ભગવન્! પ્રત્યેક નૈરયિકના કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં કહ્યું, તેમ વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં પણ કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના આનાપાન પુદ્ગલા પરાવર્ત કહેવા. ..... આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે. ! નૈરયિકોના અતીત ઔદારિક પુદગલ પરાવર્ત કેટલા થયા ? ગૌતમ! અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ કહેવું. એ પ્રમાણે યાવત્ આનાપાના (શ્વાસોચ્છાસ) પુદ્ગલ પરાવર્ત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પ્રત્યેક જીવ અપેક્ષાથી સાત આલાવા કહેવા. ભગવન્પ્રત્યેક નૈરયિક જીવનાના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે? એક પણ નહીં થાય. ભગવનું પ્રત્યેક નૈરયિકના અસુરકુમારત્વમાં કેટલા અંતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારત્વમાં, અસુરકુમારત્વ માફક કહેવું. ભગવદ્ ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી. સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે યાવત્ મનુષ્યત્વમાં જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકત્વમાં અસુરકુમારત્વ માફક જાણવું. ભગવન્! પ્રત્યેક અસુરકુમારના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? નૈરયિકની જે વક્તવ્યતા કહી, તેવી અસુરકુમારની પણ વૈમાનિક પર્યંત કહેવી. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયથી લઈને વૈમાનિક સુધી, બધાનો એક સમાન આલાવો કહેવો. ભગવન્! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા કરશે ? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. ભગવન ! પ્રત્યેક નૈરયિકજીવે પૃથ્વીકાયના ભવમાં કેટલા વૈક્રિય પદ્દલ પરાવર્ત કર્યા? એક પણ નથી. ભાવિમાં કેટલા થશે? એક પણ નહીં. એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃથ્વીકાયિકત્વ માફક કહેવા. યાવત્ વૈમાનિક જીવના વૈમાનિકપણા સુધી કહેવા. તૈજસ પુદ્ગલ પરાવર્ત અને કાશ્મણ પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુદ્ગલ પરાવર્ત બધા પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું. વિકલેન્દ્રિયમાં નથી. વચન પુદ્ગલ પરાવર્ત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિય માં નથી તેમ કહેવું. આનાપાન પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી ઉત્તરોત્તર યાવત્ વૈમાનિકના વૈમાનિકપણા સુધી કહેવુ. ભગવન્! અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? એક પણ નહીં. કેટલા થશે? એક પણ નહીં, એ પ્રમાણે સ્વનિતકુમારપણા સુધી કહેવું. પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. ગૌતમ ! અનંતા. કેટલા થશે? અનંતા. એ રીતે મનુષ્યપણા સુધી કહેવું. વ્યંતર, જયોતિષ્ઠ, વૈમાનિકત્વમાં નૈરયિકત્વ માફક કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના વૈમાનિકપણા સુધી કહેવા. આ પ્રમાણે સાતે પણ પુદ્ગલ પરાવર્તે કહેવા. જેને છે તેને અતિત અને ભાવિના પણ અનંતા કહેવા. જેને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 15
Page #16
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' નથી તેને બંને નથી તેમ કહેવું યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા આનાપાનુ પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? અનંતા. સૂત્ર-પ૪૦ ભગવન્! ઔદારિક પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવર્ત, એમ કેમ કહેવાય છે? ગૌતમ ! ઔદારિક શરીરમાં વર્તતા જીવે ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા, બદ્ધ-સ્પષ્ટ કર્યા છે, પોષિતપ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભસમન્વાગત-પર્યાપ્ત-પરિણામિત-નિર્જિર્ણ-નિઃસૃત-નિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ છે. વિશેષ આ - વૈક્રિય શરીરમાં વર્તમાન વૈક્રિયશરીર યોગ્ય બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ આન-પ્રાણ પુદ્ગલ પરાવર્ત કહેવું. વિશેષ આ - આનપ્રાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો. આનપ્રાણ પણાએ. બાકી પૂર્વવત્ . ભગવાન! ઔદારિક પુદ્ગલ પરાવર્તન કેટલા કાળે નિષ્પન્ન થાય? ગૌતમ ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનથી આનપ્રાણ(શ્વાસોચ્છાસ) પુદ્ગલ પરાવર્ત સુધી જાણવું. ભગવન્! આ ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ, વૈક્રિય યાવતું આનપ્રાણ પુદ્ગલ પરાવર્ત કાળમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી અલ્પ કાર્પણ પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ છે. તૈજસ પુદ્ગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, આનપ્રાણ પુદ્ગલ અનંતગુણ, મનપુદ્ગલ અનંતગુણ, વચનપુદ્ગલ અનંતગુણ, તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્ત નિર્વર્તનાકાળ અનંતગુણ જાણવો. સૂત્ર-પ૪૧ ભગવદ્ ! આ ઔદારિક પુદ્ગલ પરિવર્ત યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્તામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા વૈક્રિયપુદ્ગલ પરાવર્ત, વચનપુગલ પરાવર્ત અનંતગુણ, મન પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, આનપ્રાણ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, ઔદારિક પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, તૈજસ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, કામણ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૨, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૫ ‘અતિપાત સૂરત-પ૪૨, પ૪૩ પ૪૨. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ છે? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્! ક્રોધ, કોપ, રોસ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, લંડન, વિવાદ આ બધાના કેટલા વર્ણ યાવત્ સ્પર્શ છે ? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્! માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, અત્યુત્ક્રોશ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ એ બધાના કેટલા વર્ણાદિ છે ? ગૌતમ ! પાંચ વર્ણ આદિ ક્રોધ પ્રમાણે છે. ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, તૂમ, કર્ક, કુરૂપા, જિહ્મતા, કિલ્શિષ, આચરણ, ગૂહનતા, વચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વર્ણાદિ છે? ગૌતમ ! પાંચ વર્ણ આદિ. ભગવદ્ ! લોભ, ઇચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. આ કેટલા વર્ણાદિના છે ? ક્રોધ મુજબ જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 16
Page #17
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! રાગ, દ્વેષ, કલહ યાવત્ મિથ્યાદર્શન શલ્ય. આ બધા કેટલા વર્ણના છે ? ગૌતમ ! ક્રોધની જેમ યાવત્ ચાર સ્પર્શ સુધી કહેવું. પ૪૩. ભગવદ્ ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, આ બધા કેટલા વર્ણના યાવત્ કેટલા સ્પર્શવાળા છે ? ગૌતમ ! અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે. ભગવન્ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિકી ચારે કેટલા વર્ણાદિથી છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્! અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચારે કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આ બધા કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! સાતમું અવકાશાંતર કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! સાતમો તનુવાત કેટલા વર્ણ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ - આઠ સ્પર્શવાળો કહ્યો છે. જેમ સાતમો તનુવાત છે, તેમ સાતમો ઘનવાત, ઘનોદધિ, અને સાતમી પૃથ્વી કહેવા. છઠ્ઠો અવકાશાંતર વર્ણાદિ રહિત છે. છઠ્ઠો તનુવાત યાવત્ છઠ્ઠી પૃથ્વી એ આઠ સ્પર્શ વાળા છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીની વક્તવ્યતા માફક થાવત્ પહેલી પૃથ્વી કહેવા. જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણસમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઇષતપ્રામ્ભારા પૃથ્વી, નૈરયિકવાસ યાવત્ વૈમાનિકવાસ આ બધા જ આઠ સ્પર્શવાળા છે. ભગવન્! નૈરયિકો કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે ? ગૌતમ ! વૈક્રિય અને તૈજસશરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે, કામણશરીરને આશ્રીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શવાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત્ સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકની પૃચ્છા. ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કાર્મણશરીરને આશ્રીને, નૈરયિકવતું. જીવને આશ્રીને નૈરયિકવતુ એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવા. વિશેષ એ કેવાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવતુ આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવતુ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો વાયુકાયિકવત્ જાણવા. મનુષ્ય વિષયક પૃચ્છા. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ શરીરને આશ્રીને પાંચ વર્ણ યાવતું આઠ સ્પર્શે છે. કાર્પણ શરીર અને જીવને આશ્રીને નૈરયિકવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા. ધર્માસ્તિકાય યાવત્ જીવાસ્તિકાય, આ બધા વર્ણાદિરહિત છે. વિશેષ એ કે પુદ્ગલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે. જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના, બધા ચાર સ્પર્શવાળા છે. ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણાદિથી છે ? દ્રવ્યલેશ્યાને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શે છે. ભાવલેશ્યાને આશ્રીને અવર્ણાદિ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા પર્યન્ત જાણવું. સમ્યગદૃષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ એ ત્રણ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન એ ચાર, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, એ આઠ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચારસંજ્ઞા એ સર્વે વર્ણાદિ રહિત છે. ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર એ ચારે આઠ સ્પર્શવાળા છે, કામણ શરીર, મનોયોગ, વચનયોગ એ ત્રણ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પર્શવાળો છે. સાકારોપયોગ, અનાકારોપયોગ વર્ણાદિરહિત છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 17
Page #18
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! સર્વે દ્રવ્યો કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ ચાર સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો એક ગંધ, એક વર્ણ, એક રસ, બે સ્પર્શવાળા છે. કેટલાક સર્વદ્રવ્યો વર્ણ યાવત્ સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પર્યાયોમાં જાણવું જોઈએ. અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ ત્રણે અવર્ણ યાવત્ અસ્પર્શ છે. સૂત્ર-પ૪, 545 54. ભગવન્ગર્ભમાં ઉત્પન્ન થતા જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ પરિણમે છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે. પ૪૫. ભગવદ્ ! શું જીવ કર્મોથી જ મનુષ્ય, તિર્યંચ આદિ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત થતા નથી? શું જગત કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં ? હા, ગૌતમ! જીવ અને જગત કર્મથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે.. અકર્મથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરતા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૬ ‘રાહુ સૂત્ર-પ૪૬ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામી આ પ્રમાણે કહે છે ભગવન્! ઘણા લોકો પરસ્પર આમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે,– નિશે રાહુ ચંદ્રને ગ્રસે છે, નિશે રાહુ ચંદ્રને ગ્રસે છે. હે ભગવન્ ! તે કઈ રીતે આમ હોય? હે ગૌતમ ! જે ઘણા લોકો પરસ્પર એમ કહે છે કે પ્રરૂપણા કરે છે યાવતુ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું, યાવત્ એમ પ્રરૂપું છું કે- એ પ્રમાણે નિશે રાહુ દેવ મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યધર, ઉત્તમ ગંધધર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે - શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખરક, દરક, મગર, મસ્ય, કાચબો, કૃષ્ણસર્પ. રાહુનું દેવવિમાન પંચવર્ણી છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર શુક્લ. તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળુ, નીલ રાહુ વિમાન લીલી તુંબી સમાન વર્ણપ્રભાવાળુ છે. લોહિત રાહુ વિમાન મંજિટ્ટ વર્ણાભાવાળુ છે. પીત રાહુ વિમાન હાલિદ્ર વર્ણાભાવાળુ છે. શુક્લ રાહુ વિમાન ભસ્મરાશિ વર્ષાભાવાળુ કહ્યું છે. જ્યારે ગમનાગમન કરતો, વિક્ર્વણા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની લશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન - વિદુર્વણા-પરિચાર કરતો રાહુદેવ ચંદ્રની લેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો રાહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા કહ્યા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમમાં બે આલાવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તરપશ્ચિમમાં બે આલાવા કહેવા. એ પ્રમાણે યાવત્ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન, વિદુર્વણા અને પરિચાર કરતો રાહુ ચંદ્ર વેશ્યાને આવરતો-આવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - એ પ્રમાણે નિશે રાહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું, એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો રાહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશ્ચ ચંદ્રએ રાહુની. કુક્ષીનું ભેદન કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની લશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમનાગમન કરતો રાહુ ચંદ્ર લેશ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુએ ચંદ્રને ગ્રસ્યો છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 18
Page #19
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! રાહુ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. તે આ ધ્રુવરાહુ અને પૂર્વરાહુ. તેમાં જે તે ધ્રુવરાહુ છે, તે કૃષ્ણ પક્ષની એકમથી પંદર ભાગથી ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે - એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવત્ પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સર્વથા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુક્લ પક્ષમાં ચંદ્રમાને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવત્ પંદરમા દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે. તેમાં જે પૂર્વરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪૨-માસમાં ચંદ્રને અને 48 વર્ષે સૂર્યને ઢાંકે છે. સૂત્ર-પ૪૭, પ૪૮ પ૪૭. ભગવદ્ ! એમ કેમ કહે છે - ચંદ્ર, શશિ છે ? ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવ, કાંતા દેવીઓ છે, સુંદર આસન, શયન, સ્તંભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી ચંદ્રને શશી (સશ્રી)કહે છે. 548. ભગવન્! એમ કેમ કહ્યું કે સૂર્ય આદિત્ય' છે ? ગૌતમ ! સૂર્યની આદિથી સમય, આવલિકા, યાવત્ ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે યાવત્ આદિત્ય છે. સૂત્ર-પ૯ ભગવદ્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે ? દશમા શતકમાં કહ્યા અનુસાર જાણવું તેને ચાર અગ્રમહિષી છે યાવત્ ચંદ્ર સુધર્માસભામા મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જાણવુ. - જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનમાં ઉત્થાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થ ભાર્યા સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને 16 વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિઘ્ન રૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ 18 વ્યંજનયુક્ત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - (મહાબલકુમારના વાસગૃહનું વર્ણન જાણવુ) યાવત્ શયનોપચાર યુક્ત થઈ, તેવા તેવા પ્રકારના શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી યાવત્ લલિતકલાયુક્ત, અનુરક્ત, અવિરક્ત, મનોનુકૂલ પત્ની સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ યાવતું પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચરે. હે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌખ્ય અનુભવે? ભગવન ! તે ઉદાર સુખને અનુભવે છે. હે ગૌતમ ! તે પુરુષના આ કામભોગોથી વાણમંતર દેવોના કામભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભોગથી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુરકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક -દેવોના આનાથી અનંતગુણ વિશિષ્ઠતર કામભોગ છે તેના કામભોગોથી જ્યોતિષ્કના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્ય આવા પ્રકારના કામભોગને અનુભવતા વિચરે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે. શતક-૧૨, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૭ ‘લોક' સૂત્ર-પપ૦ તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું - ભગવન્! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાન છે. પૂર્વમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 19
Page #20
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે. ભગવન્! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મમરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય? ગૌતમ! જેમ કોઈ પુરુષ, બકરીઓ માટે એક મોટો અજાવ્રજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને રાખે, ત્યાં તેમને માટે પ્રચુર ગોચર અને પ્રચુર પાણી હોય. જો તે બકરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો હે ગૌતમ ! તે અજાવ્રજનો કોઈ પણ પરમાણુ-પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, લોહી, ચર્મ, રોમ, શૃંગ, ખૂર અને નખોથી અસ્કૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહી પણ શકે છે, જે તે બકરીના મલ-મૂત્ર યાવત્ નખોથી સ્પષ્ટ થયો ન હોય, પરંતુ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના અનાદિ હોવાના કારણે, જીવની નિત્યતા, કર્મ બહુત્વ અને જન્મ-મરણની બહુલતાને આશ્રીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી, ગૌતમ ! તેમ કહ્યું કે લોકના સર્વ આકાશ પ્રદેશો પર આ જીવે અનંતવાર જન્મ-મરણ કર્યા છે. સૂત્ર-પપ૧ ભગવન્! પૃથ્વી કેટલી છે ? ગૌતમ ! સાત. જેમ પહેલા શતકમાં પાંચમા ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. આ રીતે પાંચે અનુત્તર વિમાનોમાં અપરાજિત, સર્વાર્થસિદ્ધ મહા વિમાન સુધી કહેવું. ભગવન્! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસોમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્ વનસ્પતિકાયિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન્આ જીવ શર્કરામભા પૃથ્વીના પચ્ચીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્ વનસ્પતિકાયિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે.એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં કહ્યું તેમાં આલાવા કહેવા. એ પ્રમાણે ધૂમપ્રભામાં સુધી કહેવું. ભગવન્! આ જીવ, તમ:પ્રભા પૃથ્વીના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! પૂર્વવત્ જાણવું. ભગવન્! આ જીવમાં અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનરકોમાં પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી સમાન મુજબ બધું જાણવું.. ભગવન્! આ જીવ અસુરકુમારના 64 લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃથ્વીકાયિકપણે યાવત્ વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માત્ર-ઉપકરણરૂપે પહેલા ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર થયો છે. આ પ્રમાણે બધા જીવોના વિષયમાં સ્વનિતકુમારોમાં સુધી બધે કહેવું. પરંતુ તેના આવાસોમાં વૈવિધ્ય છે, જે સંખ્યા પૂર્વે કહેલ છે. ભગવદ્ ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાંથી પ્રત્યેક પૃથ્વીકાયિકાવાસોમાં પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિકમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવાર ઉત્પન્ન થયેલ છે. એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાય પર્યન્ત કહેવું. ભગવદ્ ! આ જીવ અસંખ્યાત બેઇન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઇન્દ્રિય આવાસમાં પૃથ્વીકાયિક યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 20
Page #21
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વનસ્પતિ કાયિકપણે, બેઇન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે બધા જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેવું. વિશેષ એ કે - તેઇન્દ્રિયોમાં પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયિકપણે અને તેઇન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઇન્દ્રિયમાં કહ્યું તેમ જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનમાં અસુરકુમારમાં કહ્યા મુજબ કથન કરવું જોઈએ. ભગવદ્ ! આ જીવ સનકુમાર કલ્પના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે? ગૌતમ ! ઇત્યાદિ બધું અસુરકુમાર મુજબ કહેવું યાવત્ અનંતવાર ઉત્પન્ન થાય, પણ દેવીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે સર્વે જીવોનાં વિષયમાં જાણવુ. એ પ્રમાણે યાવતુ આનત-પ્રાણત અને આરણ-અર્ચ્યુતમાં પણ કહેવુ. ભગવન્આ જીવ શું 318 રૈવેયક વિમાનાવાસોમાંથી પ્રત્યેક વૈમાનિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે? હા, ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થયો છે. બધું સનકુમાર સમાન કહેવું, દેવીરૂપે ઉત્પન્ન ન થાય. ભગવદ્ ! આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવાસમાં પૃથ્વીકાયિકપણે, ઇત્યાદિ પૂર્વવત્ કહેવું યાવતુ ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. એમ સર્વે જીવો પણ જાણવા. ભગવદ્ ! આ જીવ, શું બધા જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ પણે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવદ્ ! સર્વે જીવો, આ જીવના માતારૂપે યાવત્ પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર. ભગવન્! આ જીવ, સર્વે જીવોના શત્રુ, વૈરી, ઘાતકર્તા, વધકર્તા, પ્રત્યેનીક, પ્રત્યામિત્ર રૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર. સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણવુ. ભગવદ્ ! આ જીવ શું સર્વ જીવોના રાજા, યુવરાજ, યાવત્ સાર્થવાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર યાવત્ અનંતવાર. સર્વ જીવોમાં પણ એમ જ જાણવું. ભગવન્! આ જીવે સર્વે જીવોના દાસ, શ્રેષ્ય, ભૂતક, ભાગીદાર, ભોગપુરુષ, શિષ્ય, દ્વેષીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર જાણવા. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૮ ‘નાગ’ સૂત્ર-પપ૨ તે કાળે, તે સમયે યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું - ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવા ઍવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય. શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત, વિનયાદિ દ્વારા સન્માનિત થાય છે? તે મુખ્ય દેવ રૂપે ગણાય? તેના વચનો સત્ય અને પ્રમાણભૂત ગણાય છે ? સંનિહિત થાય, મિત્ર દેવ તેનો મહિમા કરે ? હા, ગૌતમ ! નાગના ભવમાં તે અર્ચિત આદિ થાય. ભગવન્! તે ત્યાંથી ઉદ્વર્ત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ યાવત્ અંતકર થાય ? હા, યાવત્ થાય. ભગવન્! મહર્ફિક દેવ, યાવત્ દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય? એ પ્રમાણે જેમ ‘નાગ'માં કહ્યું તેમ જાણવું. ભગવન્! મહદ્ધિક દેવ યાવત્ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય ? હા, થાય. શેષ વર્ણન નાગના વર્ણન સમાના કહેવું. વિશેષ એ કે - વૃક્ષ સંનિહિત પ્રાતિહારિક-મિત્ર દેવો દ્વારા તેનો મહિમા થાય છે. વૃક્ષની પીઠીકા પૂજિત થાય છે. બાકી પૂર્વવત્ યાવત્ તે સર્વ દુઃખનો અંત કરે છે. સૂત્ર-પપ૩ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 21
Page #22
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવ! વાનર વૃષભ, કુર્કીટ વૃષભ, મંડુક્ક વૃષભ, આ બધા નિઃશીલ, નિર્વત, નિર્ગુણ, નિર્મર્યાદ, પ્રત્યાખ્યાના પૌષધોપવાસ રહિત, કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય ? શ્રમણ ભગવંત મહાવીર કહે છે - “ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો” એવું કહી શકાય. ભગવનું ! સિંહ, વાઘ યાવતુ પરાસર જેમ શતક-૭ માં ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહ્યા છે. આ બધા નિઃશીલ આદિ પૂર્વવત્ યાવત્ કહેવા યાવત રત્નપ્રભામાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. ભગવન્! ગીધ, કાગડા, બિલાડા, મેંઢક, મોર આ બધા શીલરહીત ઇત્યાદિ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. ભગવન્! આપ ખો છો, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૯ દેવ સૂત્ર-પપ૪ થી પપ૯ પપ૪. ભગવદ્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ. ભગવન્ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રવ્યદેવ’ કેમ કહે છે ? ગૌતમ ! જે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભાવિ દેવપણાથી. હે ગૌતમ ! તે ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. ભગવન્! નરદેવને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ચાતુરંત ચક્રવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બત્રીસ હજાર ઉત્તમ રાજા જેના માર્ગને અનુસરે છે, ઉત્તમ સાગરરૂપ મેખલા પર્યન્ત પૃથ્વીના અધિપતિ છે, મનુષ્યોમાં ઇન્દ્ર છે, તેથી તેમને યાવત્ નરદેવ કહે છે. ભગવદ્ ! ધર્મદેવને ધર્મદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ અણગાર ભગવંત ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તેઓને યાવત્ ‘ધર્મદેવ’ એમ કહેવામાં આવે છે. ભગવન ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરિહંત ભગવંત યાવત્ સર્વદર્શી છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે. ભગવદ્ ! ભાલદેવને ભાગદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિ નામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાવદેવ કહેવાય છે. પપપ. ભગવન્! ભવ્યદ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી-તિર્યંચથી-મનુષ્યથીદેવમાંથી આવીને ઉપજે છે? ગૌતમ ! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવમાંથી આવીને ઉપજે છે, પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૬ ‘વ્યુત્ક્રાંતિ' પદાનુસાર બધાનો ઉપપાત યાવત્ અનુત્તરોપપાતિક કહેવો. વિશેષ એ કે- અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતદ્વપજ, સર્વાર્થસિદ્ધના જીવોને છોડીને યાવત્ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સર્વાર્થ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્! જો નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે કે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજ ? ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે, પણ શર્કરામભાથી અધઃસપ્તમી પૃથ્વીથી આવીને ન ઉપજે. ભગવન્જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજ ? ગૌતમ ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધા દેવોમાંથી ઉત્પાદ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 22
Page #23
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વ્યુત્ક્રાંતિ ભેદથી સર્વાર્થસિદ્ધ પર્યન્ત કહેવું. ભગવનધર્મદેવ, ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકમાંથી ઇત્યાદિ, વ્યુત્ક્રાંતિ ભેદથી બધાનો ઉપપાત યાવતુ સર્વાર્થસિદ્ધ સુધી કહેવો, વિશેષ એ કે - તેઉકાય, વાયુકાય. તમ:પ્રભા અને અધઃસપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દીપજમાંથી ન ઉપજે. ભગવદ્ ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકથી આવીને ઉપજે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી. અને દેવથી આવીને ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. ભગવન્! જો નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃથ્વીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવત્ સર્વાર્થસિદ્ધ. બાકીના બધાં દેવોને છોડી દેવા. ભગવન્! ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપનાસૂત્રના વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું. પપ૬. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. નરદેવ વિશે પૃચ્છા. જઘન્યથી 700 વર્ષ, ઉત્કૃષ્ટથી 84 લાખ પૂર્વ. ભગવદ્ ! ધર્મદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. દેવાધિદેવ વિશે પૃચ્છા. જઘન્યથી 72 વર્ષ, ઉત્કૃષ્ટ 84 લાખ. ભાવદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. પપ૭. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવ, શું એક રૂપ વિકર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિદુર્વવા સમર્થ છે ? ગૌતમ ! એક પણ વિકુ અને અનેક પણ વિકુ. જો એક રૂપ વિફર્વે તો એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયરૂપને અને પૃથફ વિકુર્વણા કરતા એકેન્દ્રિયરૂપોને યાવત્ પંચેન્દ્રિયરૂપોને વિફર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સદશ કે અસદશ વિકુ છે, વિક્ર્વીને પછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવો પણ જાણવા. દેવાધિદેવ એક રૂપ વિક્ર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિક્ર્વવા સમર્થ છે ? -ગૌતમ ! એકત્વ કે પૃથક્વ રૂપો વિકર્ષવા સમર્થ છે, પણ સંપ્રાપ્તિથી કદાપિ વિકૃર્ચા નથી, વિકૃર્વતા નથી, વિકૃર્વશે નહીં. ભાવદેવ વિશે પ્રચ્છા - ગૌતમ! જેમ ભવ્યદ્રવ્ય દેવો કહ્યા, તેમ ભાવ દેવ કહેવા. કહેવા. પપ૮. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવો મરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે? શું નૈરયિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજ ? ગૌતમ ! નૈરયિક, મનુષ્ય કે તિર્યંચમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જો તે દેવમાં ઉપજે, તો બધા દેવોમાં ઉપજે - યાવત્ - સર્વાર્થસિદ્ધમાં કહેવું. ભગવદ્ ! નરદેવો મરીને અનંતર ક્યાં ઉપજે ? પૃચ્છા. ગૌતમ ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. ભગવન્ધર્મદેવો મરીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા. ગૌતમ ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે. જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજ ? પૃચ્છા. ગૌતમ ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ના ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધા વૈમાનિકમાં ઉપજે યાવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપપાતિકમાં યાવત્ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. દેવાધિદેવ આયુ પૂર્ણ કરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે. ભગવદ્ ! ભાગદેવો ચ્યવીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા. જેમ પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિક પદમાં અસુરકુમારોની ઉદ્વર્તના કહી તેમ અહી કહેવું. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવ, કાળથી કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 23
Page #24
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્ ભાગદેવ સુધી કહેવી. વિશેષ એ કે - ધર્મદેવની સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોટી. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળ-દેશોન અપાદ્ધ પુદ્ગલા પરાવર્ત. ... ધર્મદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાઠું પુદ્ગલ પરાવર્ત... દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! અંતર નથી. ભાવદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. ... ભાગદેવની પૃચ્છા. ગૌતમ ! ભાગદેવનું અંતર જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પર્યંત હોય છે. ભગવન્! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ છે, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણ છે, તેનાથી ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ છે, તેનાથી ભાગદેવ અસંખ્યાતગુણ છે. પપ૯. ભગવદ્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, સૌધર્મક યાવત્ અશ્રુતક, રૈવેયક, અનુત્તરોપપાતિક ભાવદેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા, અનુત્તરોપપાતિક ભાવદેવ છે, ઉપરના રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, મધ્યમ રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અમ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણા યાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમ સૂત્રમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અલ્પબદુત્વ કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્ જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યાતગુણા છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૧૦ ‘આત્મા' સૂત્ર-પ૬૦, પ૬૧ પ૬૦. ભગવન્! આત્મા કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે છે. તે આ - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. ભગવન ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા છે, જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા છે ? ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે. ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય, તેને યોગાત્મા હોય ? એ રીતે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માના સંબંધમાં કહેવું. ભગવનજેને દ્રવ્યાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય ? એ રીતે સર્વત્ર પ્રચ્છા કહેવી. ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમો છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે. જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના છે, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમાં છે. જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમો હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમાં હોય છે. જેને દ્રવ્યાત્મા છે, તેને ચારિત્રાત્માની ભજના, જેને ચારિત્રાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય. એ રીતે વીર્યાત્મા સાથે એ પ્રમાણે જ કહેવું. ભગવન્જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ ! જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા નિયમો છે, જેને યોગાત્મા છે તેને કષાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને જાણવો. કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 24
Page #25
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કહ્યો, તે રીતે કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો. કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો તેમ કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો. એ પ્રમાણે જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો. જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વક્તવ્યતા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી. જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમા હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા નિયમા હોય છે. જ્ઞાનાત્મા, વીર્યાત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે. જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમા હોય. જેને ચારિત્રાત્મા છે. તેને વીર્યાત્મા નિયમથી હોય, જેને વીર્યાત્મા હોય, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ના હોય. ભગવન ! આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવત્ વીર્યાત્મામાં આ આઠેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા ચારિત્રાત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીર્યાત્મા પણ વિશેષાધિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય અને વિશેષાધિક છે. પ૬૧. ભગવદ્ ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાનરૂપ, કદાચિત્ અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે. ભગવન્નૈરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ ! નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. તે પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત જાણવું. ભગવદ્ ! પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, તેનું અજ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવુ. બે-ત્રણ ઇન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેવું. ભગવન્! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! આત્મા નિયમા દર્શનરૂપ છે, દર્શન પણ નિયમા આત્મારૂપ છે. ભગવનનૈરયિકોનો આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોનો આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમાં આત્મરૂપ છે. આ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવુ. સૂત્ર-પ૬૨ ભગવન્! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્યરૂપ ? ગૌતમ ! રત્નપ્રભા કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ નથી. કથંચિત અવક્તવ્ય છે. ભગવદ્ ! આપ કયા કારણથી આમ કહો છો ? ગૌતમ ! પોતાના પોતાના સ્વરૂપથી આત્મરૂપ છે. પર સ્વરૂપથી નો-આત્મરૂપ છે. ઉભયરૂપની વિવલાથી અવક્તવ્ય છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી સત્-અસત્ રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે. ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વી આત્મરૂપ છે ? જેમ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરામભામાં પણ જાણવુ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્! સૌધર્મકલ્પ આત્મરૂપ છે?, ગૌતમ! સૌધર્મકલ્પ કથંચિત આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે યાવત્ તે અવક્તવ્ય છે. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! પોતાને આશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશ્રીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમ કે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે અશ્રુતકલ્પ પર્યન્ત કહેવું. ભગવન્! ગ્રેવેયક વિમાન આત્મરૂપ છે કે તેથી ભિન્ન છે ? જેમ રત્નપ્રભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઇષત્ પ્રાશ્મારામાં પણ કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 25
Page #26
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ આત્મરૂપ છે કે તેથી અન્ય છે? જેમ સૌધર્મકલ્પમાં કહ્યું, તેમ પરમાણુ પુદ્ગલમાં પણ કહેવું. ભગવદ્ ! દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ ૧.કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નો આત્મરૂપ છે, 3. કથંચિત અવક્તવ્ય છે કેમ કે આત્મ-નોઆત્મ રૂપ છે, 4. કથંચિત આત્મરૂપ છે અને નોઆત્મરૂપ છે, ૫.કથંચિત આત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. 6. કથંચિત નોઆત્મરૂપ છે અને આત્મ-નોઆત્મરૂપ હોવાથી અવક્તવ્ય છે. એમ છ ભંગ છે. ભગવદ્ ! આમ કેમ કહ્યું? ગૌતમ! 1. દ્વિપ્રદેશી ઢંધ પોતાને આશ્રીને આત્મરૂપ છે. ૨.બીજાને આશ્રીને નોઆત્મરૂપ છે. ૩.તદુભયને આશ્રીને દ્વિસ્વદેશી સ્કંધ આત્મરૂપ-નોઆત્મરૂપ હોવાથી અવ્યક્ત છે. 4. એક દેશને આશ્રીને સદ્ભાવ પર્યાયમાં, એક દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ છે. 5. એક દેશને આશ્રીને સભાવ પર્યાયમાં, દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 6. એક દેશને આશ્રીને અસદ્ભાવ પર્યાયમાં અને બીજા દેશને આશ્રીને તદુભય પર્યાયમાં દ્વિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે તેથી ઉપર મુજબ કહેલ છે. ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે તેથી અન્ય ? ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નોઆત્મરૂપ છે, 3. કથંચિત આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે, 4. કથંચિત આત્મ અને નોઆત્મરૂપ છે, 5. કથંચિત આત્મરૂપ અને નોઆત્માઓ રૂપ છે, 6. કથંચિત આત્માઓ રૂપ અને નોઆત્મરૂપ છે, 7. કથંચિત આત્મા રૂપ અને આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે, 8. કથંચિત એક આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. 9. કથંચિત આત્માઓ રૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 10. કથંચિત નોઆત્મરૂપ અને આત્મ-નોઆત્મથી અવક્તવ્ય છે. 11. કથંચિત આત્મરૂપ અને આત્માઓ-નોઆત્માઓથી અવક્તવ્ય છે. 12. કથંચિત નોઆત્માઓ રૂપ અને આત્મ-નોઆભથી અવક્તવ્ય છે. 13. કથંચિત આત્મ અને નોઆત્મ અને અવક્તવ્ય છે. ભગવન્એમ કેમ કહો છો કે ત્રિપ્રદેશિક સ્કંધ આ પ્રમાણે છે ? ગૌતમ ! 1. આત્માદષ્ટિથી આત્મરૂપ છે. 2. પરાદષ્ટિથી નોઆત્મરૂપ છે. 3. તદુભયાદષ્ટિથી અવક્તવ્ય છે. 4. દેશાદષ્ટિથી સંભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને નોઆત્મ રૂપ છે. 5. દેશાદષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મ-નોઆત્મ છે. 6. દેશાદૃષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદૃષ્ટિથી અભાવ પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક નોઆત્મરૂપ છે. 7. દેશાદષ્ટિ સદ્ભાવ પર્યાયમાં, દેશાદષ્ટિ તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અવક્તવ્ય છે. 8. દેશાદષ્ટિથી સદુભાવ પર્યાયમાં દેશાદષ્ટિથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ આત્મ અને અનેક અવક્તવ્યો રૂપ છે. 9. દેશાદષ્ટિથી સભાવ પર્યાયમાં, દેશાદષ્ટિથી તદુભય પર્યાયમાં ત્રિપ્રદેશિક સ્કંધ અનેક આત્મારૂપ અને અવક્તવ્ય છે. 10. આ ત્રણ ભંગો છે. એક દેશ આદેશથી અસદુભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. 11. એક દેશથી આદેશથી અભાવ પર્યાય, અનેક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ, નોઆત્મા અને અવક્તવ્ય છે. 12. અનેક દેશ આદેશથી અસભાવ પર્યાય, એક દેશ આદેશથી તદુભય પર્યાય ત્રિપ્રદેશિક સ્કંધ અનેક નોઆત્મારૂપ અને અવક્તવ્ય છે. 13. એક દેશ આદેશથી સંભાવ પર્યાય, એક દેશ આદેશથી અસદુભાવ પર્યાય, એકદેશ આદેશથી અસદૂભાવ પર્યાય, એકદેશ આદેશથી તદુભય પર્યાયે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ અને અવક્તવ્ય છે. હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 26
Page #27
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે? હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે. 2. કથંચિત નોઆત્મરૂપ છે. 3. કથંચિત આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. 4. કથંચિત આત્મ અને નોઆત્મા છે. 5 થી 8. કથંચિત આત્મ અને અવક્તવ્ય, 9 થી 12. કથંચિત નો આત્મા અને અવક્તવ્ય. 13 થી 16. કથંચિત આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. 17. કથંચિત આત્મ, નોઆત્મા, અનેક અવક્તવ્ય. 18. કથંચિત આત્મા, અનેક નોઆત્મા અને અવક્તવ્ય. 19. કથંચિત અનેક આત્મા, નો આત્મા, અવક્તવ્ય. ભગવન્! એમ કેમ કહ્યું કે ચતુઃપ્રદેશિક સ્કંધ આ રીતે છે? હે ગૌતમ ! 1. આત્માદષ્ટિથી આત્મરૂપ છે, 2. પરાદષ્ટિથી નોઆત્મરૂપ છે, 3. તદુભયાદૃષ્ટિથી અવક્તવ્ય છે, 4 થી 16. એકદેશા દૃષ્ટિથી સદ્ભાવપર્યાયમાં એકદેશા દૃષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ચાર ભંગ છે. સદ્ભાવ પર્યાયથી તદુભય વડે ચાર ભંગ, અસદ્ભાવથી તદુભય વડે ચાર ભંગ, એકદેશ આદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં, એકદેશા દષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં, એકદેશા દિષ્ટથી તદુભયપર્યાયમાં ચતુઃ પ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવક્તવ્ય, એકદેશા દિષ્ટ સંભાવપર્યાયમાં એકદેશા દિથી અસદ્ભાવ પર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં ચતુઃપ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક અવક્તવ્ય છે. 18. દેશાદિષ્ટથી સદુભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી અસદુભાવ પર્યાયમાં, દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં, ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મા, અનેક નોઆત્મા, અવક્તવ્ય છે. 19. અનેક દેશાદિષ્ટથી સંભાવપર્યાય, એકદેશાદિષ્ટ અભાવ પર્યાય, એક દેશાદિષ્ટ તદુભય પર્યાય ચતુઃપ્રદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે. ભગવન્! પંચપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે? ગૌતમ ! પંચપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નોઆત્મરૂપ છે, 3. કથંચિત અવક્તવ્ય છે, 4 થી 7. કથંચિત આત્મરૂપ, નોઆત્મરૂપ, છે. 8 થી 11. કથંચિત આત્મરૂપ અને અવક્તવ્ય, 12 થી 15. કથંચિત નોઆત્મરૂપ અને અવક્તવ્ય.ત્રિકસંયોગીઆઠ ભંગમાંથી ક આઠમો ભંગ ઘટિત થતો નથી. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! 1. પંચપ્રદેશિક સ્કંધ આત્માદિષ્ટથી આત્મરૂપ, 2. પરાદિષ્ટથી નોઆત્મારૂપ, 3. તદુભયાદિષ્ટથી અવક્તવ્ય. - દેશાદિષ્ટથી સભાવ પર્યાય, દેશાદિષ્ટથી અભાવ પર્યાય, એ પ્રમાણે બ્રિકસંયોગી બધા ભંગ થાય છે. ત્રિકસંયોગમાં એક ભંગ ન કહેવો. છપ્રદેશી સ્કંધમાં બધા ભંગ થાય છે. જેમ છપ્રદેશી છે. તેમ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ જાણવા. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ | શતક-૧૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 27
Page #28
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક૧૩ સૂત્ર-૫૬૩ એક ગાથા દ્વારા આ તેરમાં શતકના દશ ઉદ્દેશાઓ જણાવે છે, તે આ પૃથ્વી, દેવ, અનંતર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મ, અનગારમાં કેયાઘટિકા, સમુઘાત. શતક.૧૩, ઉદ્દેશો.૧ પૃથ્વી સૂત્ર-પ૬૪ થી પ૬૬ પ૬૪. રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત - રત્નપ્રભા. યાવત્ અધઃસપ્તમી. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ ! 30 લાખ. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ ! તે સંખ્યાત યોજન. વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસમાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસમાં એક સમયમાં 1. કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? 2. કેટલા કાપોતલેશ્યી? 3. કેટલા કૃષ્ણપાક્ષિક ? 4. કેટલા શુક્લપાક્ષિક? 5. કેટલા સંજ્ઞી ? 6. કેટલા અસંજ્ઞી ? 7. કેટલા ભવસિદ્ધિક ? 8. કેટલા અભવસિદ્ધિક ? 9. કેટલા આભિનિબોધિક જ્ઞાની ? 10. કેટલા શ્રુતજ્ઞાની ? 11. કેટલા અવધિજ્ઞાની ? 12. કેટલા મતિઅજ્ઞાની ? 13. કેટલા. શ્રુતઅજ્ઞાની ? 14. કેટલા વિર્ભાગજ્ઞાની ? 15. કેટલા ચક્ષુદર્શની ? 19. કેટલા અચક્ષુદર્શની ? 17. કેટલા અવધિદર્શની ? 18. કેટલા આહાર-સંજ્ઞોપયુક્ત ? 19. કેટલા ભયસંજ્ઞોપયુક્ત ? 20. કેટલા મૈથુનસંજ્ઞોપયુક્ત ? 21. કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત ? 22. કેટલા સ્ત્રીવેદક ? 23. કેટલા પુરુષવેદક ? 24. કેટલા નપુંસકવેદક? 25. કેટલા ક્રોધકષાયી 26 થી 28, યાવતુ કેટલા લોભકષાયી? 29 થી 34. કેટલા શ્રોત્રેન્દ્રિયોપયુક્ત યાવત્ સ્પર્શનેન્દ્રિયોપયુક્ત ? 34. કેટલા નોઇન્દ્રિયોપયુક્ત ? 35 થી 37. કેટલા મનોયોગી યાવત્ કાયયોગી ? 38. કેટલા સાકારોપયુક્ત ? 39. કેટલા અનાકારોપયુક્ત ? આ બધા. કેટલા ઉપજે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસમાં સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકોમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નૈરયિકો ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોત-લેશ્યી ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક ઉપજે છે. એ પ્રમાણે શુક્લપાક્ષિક, સંજ્ઞી, અસંજ્ઞી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક યાવત્ વિભંગાની ઉપજે છે. ચક્ષુદર્શની ઉત્પન્ન થતા નથી, અચક્ષુદર્શની એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે અવધિ જ્ઞાની, આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત ઉપજે છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી ઉત્પન્ન થતા નથી, નપુંસક - વેદક એક, બે કે ત્રણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી ઉપજે છે. શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉપજતા નથી. નોઇન્દ્રિયોપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. મનોયોગી, વચનયોગી ઉપજતા નથી. કાયયોગી, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે છે. આ પ્રમાણે સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત પણ જાણવા. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉદ્વર્તે? કેટલા કાપોતલેશ્યી ઉદ્વર્તે યાવતુ કેટલા અનાકારોપયુક્ત ઉદ્વર્તે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત નૈરયિક ઉદ્વર્તે છે. એ પ્રમાણે યાવત્ સંજ્ઞી, અસંજ્ઞી ઉદ્વર્તતા નથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 28
Page #29
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભવસિદ્ધિક, જઘન્ય થી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે, એ પ્રમાણે યાવત્ શ્રુતઅજ્ઞાની. વિર્ભાગજ્ઞાની ઉદ્વર્તતા નથી. ચક્ષુદર્શની ઉદ્વર્તતા નથી. અચક્ષુદર્શની જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. એ રીતે લોભકષાયી સુધી જાણવુ. શ્રોસેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉદ્વર્તતા નથી. નોઇન્દ્રિય ઉપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. મનોયોગી, વચનયોગી ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ રીતે સાકાર, અનાકાર ઉપયુક્ત પણ જાણવા. ભગવન્! આ રત્નપ્રભાના 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં કેટલા નારકો કહ્યા છે? કેટલા કાપોતલેશ્યી યાવત્ કેટલા અનાકારોપયુક્ત કહ્યા છે ? કેટલા અનંતરોપપન્નક, પરંપરોપપન્નક છે ? કેટલા અનંતરાવગાઢ, પરંપરાગાઢ છે ? કેટલા અનંતરાહારા, પરંપરઆહારા છે ? કેટલા અનંતર પર્યાપ્તા, પરંપર પર્યાપ્તા છે ? કેટલા ચરિમ, કેટલા અચરિમ કહ્યા છે? 39 + 10 = 49 પ્રશ્નો.. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સંખ્યાત નૈરયિકો છે. સંખ્યાતા કાપોતલેશ્યી યાવત્ સંખ્યાતા સંજ્ઞી છે, અસંજ્ઞી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. સંખ્યાતા ભવસિદ્ધિક યાવત્ સંખ્યાતા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે. સ્ત્રીવેદક, પુરુષવેદક નથી, સંખ્યાતા નપુંસકવેદક છે. એ પ્રમાણે ક્રોધકષાયી અને માનકષાયીને અસંજ્ઞીવતુ જાણવા. મનોયોગી યાવત્ અનાકારોપયુક્ત સંખ્યાતા જાણવા. અનંતરોપપન્નક કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો તેને અસંજ્ઞીવત જાણવા. પરંપરોપપન્નક નૈરયિક સંખ્યાતા છે. એ રીતે જેમ અનંતરોપપન્નક કહ્યા, તેમ અનંતરાવગાઢ જાણવા. અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપરાવગાઢ યાવતુ અચરિમ બધા સંખ્યાતા છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં અસંખ્યાત યોજન વિસ્તૃત નારકોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉપજે છે? યાવતુ કેટલા અનાકારોપયોગ નૈરયિક ઉપજે છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં અસંખ્ય વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જેમ સંખ્યાત યોજન વિસ્તૃતના ત્રણ આલાવા કહ્યા, તેમ અસંખ્યાત વિસ્તારવાળા ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે સંખ્યાતને બદલે અસંખ્યાત કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત અચરમ કહ્યા છે, લેગ્યામાં વિભિન્નતા છે. લેશ્યાને શતક-૧ માફક કહેવી, વિશેષ એ કે સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃતમાં અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાત જ ઉદ્વર્તે. બાકી પૂર્વવત્. ભગવન્! શર્કરામભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે? પ્રશ્ન. ગૌતમ ! 25 લાખ નરકાવાસ. ભગવદ્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એ પ્રમાણે રત્નપ્રભાની માફક શર્કરામભા પણ કહેવી. વિશેષ એ કે - આ ત્રણે આલાવામાં અસંજ્ઞી ન કહેવા. ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે? ગૌતમ! ૧૫-લાખ નરકાવાસો છે. બાકી શર્કરામભા. સમાન જાણવું. વેશ્યાઓમાં ભેદ છે, તે પ્રથમ શતક વત્ છે. ભગવદ્ ! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! દશ લાખ નરકાવાસ છે. એ પ્રમાણે શર્કરામભા. સમાન જાણવું. વિશેષ એ કે અવધિજ્ઞાની-અવધિ દર્શની ઉદ્વર્તતા નથી. ભગવન્! ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! ત્રણ લાખ નરકાવાસ છે. ભગવદ્ ! તમાં પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ કહેવામાં આવ્યા છે. બાકીનું પંતપ્રભા સમાન જાણવું. ભગવન્! અધઃસપ્તમી પૃથ્વીમાં અનુત્તર અને કેટલા મોટા મહાનરકાવાસ કહ્યા છે? ગૌતમ ! પાંચ અનુત્તર, અપ્રતિષ્ઠાન પર્યન્ત. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એક સંખ્યાત વિસ્તૃત છે, બાકી ચારે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 29
Page #30
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાત વિસ્તૃત છે. ભગવન ! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં મહા મોટા યાવતું મહાનરકોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલા નૈરયિક ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન. પંકપ્રભા મુજબ જાણવુ. વિશેષ આ - ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતા નથી કે ઉદ્વર્તતા નથી. બાકી બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ કહેવું, અસંખ્યાત કહેવા. પs૫. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગદષ્ટિ નરકો ઉપજે છે, મિથ્યાદષ્ટિ નરકો ઉપજે છે કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિકો ઉપજે છે ? ગૌતમ ! સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ ઉપજે, પણ મિશ્રદૃષ્ટિ ઉપજતા નહીં. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં શું સમ્યગદષ્ટિ નૈરયિકો ઉદ્વર્તે છે, આદિ પૃચ્છા. ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકો શું સમ્યગદૃષ્ટિ નૈરયિકોથી. અવિરહિત છે, મિથ્યાદષ્ટિઓથી કે મિશ્રદષ્ટિઓથી અવિરહિત છે ? ગૌતમ ! સમ્યગુ અને મિથ્યાદષ્ટિથી અવિરહિત છે, મિશ્રદૃષ્ટિથી કદાચિત અવિરહિત, કદાચિત વિરહિત હોય. આ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. શર્કરા પ્રભાથી તમારું સુધી કહેવું. ભગવન્અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં યાવત્ સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગદૃષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય ? ગૌતમ ! સમ્યગદૃષ્ટિ અને મિશ્ર ન ઉપજે, મિથ્યાદૃષ્ટિ ઉપજે. એ પ્રમાણે ઉદ્વર્તેમાં જાણવું. અવિરહિત, રત્નપ્રભા મુજબ છે, એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા જાણવા. 566. ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવત્ શુલ્લેશ્યી થઈ જીવ કૃષ્ણલેશ્યી નરકોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! વેશ્યા સ્થાન સંક્લેશને પામતા-પામતા કૃષ્ણ લેશ્યામાં પરિણમે છે, પછી કૃષ્ણલેશ્યા નૈરયિકોમાં ઉપજે છે, તેથી. ભગવન્કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી થઈને જીવ નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજ ? હા, ગૌતમ ! યાવત્ ઉપજે છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! વેશ્યા સ્થાનમાં સંક્લેશ પામતા પામતા અને વિશુધ્યમાન થતા નીલલેશ્યામાં પરિણમે છે, પછી નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે, તેથી હે ગૌતમ ! આમ કહ્યું છે. ભગવન્! કૃષ્ણલેશ્યી યાવતુ શુક્લલેશ્યી થઈને જીવ કાપોતલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે ? નીલલેશ્યા માફક કાપોતલેશ્યામાં પણ કહેવું યાવત્ ઉપજે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૨ “દેવ’ સૂત્ર-પ૬૭ ભગવન્! દેવો કેટલા ભેદે છે? ગૌતમ! ચાર પ્રકારે છે - ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક. ભગવન્! ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદ. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા. ભગવન્અસુરકુમારાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! ૬૪-લાખ છે. ભગવદ્ ! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ ! બંને છે. ભગવન્! ૬૪-લાખ અસુરકુમારાવાસના અસંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસમાં એક સમયમાં કેટલા અસુરકુમારો ઉપજ ? યાવત્ કેટલા તેઉલેશ્યી ઉપજ ?, કેટલા કૃષ્ણપાક્ષિકો ઉપજે. એ પ્રમાણે રત્નપ્રભામાં છે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 30
Page #31
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તેમ જ પૂછવું, તેમ જ કહેવું. વિશેષ એ કે - બે વેદે ઉપજે, નપુંસકવેદ ન ઉપજે. બાકી પૂર્વવતું. ઉદ્વર્તના પણ તે પ્રમાણે જ છે. વિશેષ એ કે અસંજ્ઞી ઉદ્વર્તે. અવધિજ્ઞાની - અવધિદર્શની ન ઉપજે. બાકી પૂર્વવતુ. સત્તાના વિષયમાં પણ પૂર્વવત્. વિશેષ એ કે - સંખ્યાતા સ્ત્રીવેદક કહ્યા, એ રીતે પુરુષવેદક પણ છે, નપુંસકવેદક નથી. ક્રોધ કષાયી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. એ પ્રમાણે માની, માયી જાણવા. લોભકષાયી સંખ્યાતા જાણવા, બાકી પૂર્વવત્ છે. ત્રણે આલાવામાં સંખ્યાત યોજનમાં ચાર લેશ્યાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ છે, વિશેષ એ કે - ત્રણે આલાવામાં અસંખ્યાતા કહેવા યાવત્ અસંખ્યાતા અચરિમો કહેવા. ભગવદ્ નાગકુમારાવાસ કેટલા છે ? ગૌતમ ! નાગકુમારોના ૮૪-લાખ આવાસો છે. એ પ્રમાણે યાવત સ્વનિતકુમારો કહેવા. વિશેષ એ કે - જ્યાં જેટલા લાખ ભવન હોય ત્યાં તેટલા ભવન કહેવા. ભગવન્! વ્યંતરાવાસ કેટલા લાખ છે? ગૌતમ! અસંખ્યાત. ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ ! તે સંખ્યાત વિસ્તૃત છે, અસંખ્યાત નહીં. ભગવદ્ ! સંખ્યાત વિસ્તૃત વ્યંતરાવાસમાં એક સમયમાં કેટલા વ્યંતરો ઉપજે છે ? એ રીતે જેમ સંખ્યાત વિસ્તૃત અસુરકુમારાવાસમાં ત્રણ આલાવા છે, તેમ કહેવા. વ્યંતરોના પણ ત્રણ આલાવા કહેવા. ભગવન્! જ્યોતિષ્ક વિમાનાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! અસંખ્યાત છે. ભગવન્! તે સંખ્યાત યોજના વિસ્તૃત છે? એ રીતે વ્યંતરની માફક જ્યોતિષ્કના પણ ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - એક તેજોલેશ્યા જ હોય. ઉદ્વર્તનાદિમાં અસંજ્ઞી હોતા નથી. બાકી પૂર્વવત્. ભગવદ્ ! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ગૌતમ ! ૩૨-લાખ. ભગવન્! તે સંખ્યાનયોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન ? ગૌતમ ! બંને છે. ભગવદ્ ! સૌધર્મકલ્પના સંખ્યાત વિસ્તૃત ૩૨–લાખ વિમાનાવાસમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉપજે છે ? કેટલા તેજોલેશ્યી ઉપજે છે ? એ રીતે જ્યોતિષ્કની માફક ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - ત્રણેમાં સંખ્યાતા કહેવા. અવધિજ્ઞાની અવધિદર્શનીનું ચ્યવન પણ કહેવું, બાકી પૂર્વવતું. - અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ રીતે ત્રણ આલાવા કહેવા. માત્ર ત્રણે આલાવામાં અસંખ્યાત કહેવા. અવધિ જ્ઞાની-દર્શની સંખ્યાતા ચ્યવે છે, બાકી પૂર્વવતુ. સૌધર્મ માફક ઇશાનમાં પણ છ આલાવાઓ કહેવા. સનકુમારમાં પણ એ પ્રમાણે છે, માત્ર સ્ત્રીવેદક ત્યાં નથી ઉપજતા, તેની સત્તા નથી, માટે ન કહેવા. અસંજ્ઞી ત્રણે આલાવામાં ન કહેવા. બાકી પૂર્વવત્. એ પ્રમાણે સહસાર સુધી કહેવું. વિમાન અને લેગ્યામાં વિવિધતા છે. ભગવનઆનત-પ્રાણતમાં કેટલા સો વિમાનો છે? ગૌતમ ! 400 છે. તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તૃત છે ઇત્યાદિ? ગૌતમ ! બંને છે. સંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા સહસ્ત્રાર મુજબ કહેવા. અસંખ્યાત વિસ્તૃતમાં ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે તેમાં સંખ્યાત કહેવા, સત્તામાં અસંખ્યાત કહેવું. વિશેષ એ કે - નોઇન્દ્રિય-ઉપયુક્ત, અનંતરોપપન્નક અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, આ બધામાં જઘન્યથી એક બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કહ્યા છે, બાકીનામાં અસંખ્યાતા કહેવા. આરણ-અર્ચ્યુતમાં આનત-પ્રાણત માફક કહેવું. વિમાનમાં વૈવિધ્ય છે. એ રીતે રૈવેયકમાં છે અનુત્તર વિમાનો કેટલા છે ? ગૌતમ ! પાંચ. ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ ! એક સંખ્યાત વિસ્તૃત છે, બાકીના અસંખ્યાત વિસ્તૃત છે. ભગવદ્ ! પાંચે અનુત્તર વિમાનમાં જે સંખ્યાત વિસ્તૃત વિમાન છે, તેમાં એક સમયમાં કેટલા અનુત્તરોપપાતિક દેવો ઉપજે છે ? કેટલા શુક્લલેશ્યી ઉપજે છે ? પ્રશ્ન તે પ્રમાણે જ ગૌતમ ! સંખ્યાત વિસ્તૃત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 31
Page #32
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિમાનમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દેવો ઉપજે છે, એ રીતે જેમ રૈવેયક વિમાનમાં સંખ્યાત વિસ્તૃતમાં કહ્યું તેમ, વિશેષ આ - કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, ત્રણ અજ્ઞાનવાળા, આ બધા ના ઉપજે, ન ચ્યવે, ન સત્તાથી કહેવા, અચરમનો પણ નિષેધ કરવો યાવત્ સંખ્યાત ચરમ કહ્યા છે. બાકી પૂર્વવત્. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ ન કહેવા. માત્ર તેમાં અચરમ હોય છે. બાકીનું અસંખ્યાત વિસ્તૃત રૈવેયક મુજબ યાવત્ અચરમો કહ્યા છે, સુધી કહેવું. ભગવદ્ ! ૬૪-લાખ અસુરકુમારાવાસમાં સંખ્યાત વિસ્તૃત અસુરકુમારાવાસોમાં શું સમ્યગદૃષ્ટિ અસુરકુમારો ઉપજે, મિથ્યાદષ્ટિ ઉપજે, એ રીતે રત્નપ્રભા મુજબના ત્રણ આલાવા કહેવા. એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. એ રીતે યાવત્ રૈવેયકમાં, અનુત્તર વિમાનમાં પણ કહેવું. ત્રણે આલાવામાં મિથ્યાષ્ટિ, સમ્યગુ મિથ્યાષ્ટિ ન કહેવા. બાકી પૂર્વવત્ જાણવું. ભગવન કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવતુ શુક્લલેશ્યી થઈને જીવ કૃષ્ણલેશ્યી દેવોમાં ઉપજે? હા, ગૌતમ ! એ રીતે નૈરયિકોમાં પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ કહેવું. નીલલેશ્યી પણ નૈરયિકવત્ કહેવા, એ રીતે યાવતુ પદ્મલેશ્યી, શુક્લલેશ્યી કહેવા. વિશેષ આ - લેશ્યા સ્થાન વિશુદ્ધ થતા થતા શુક્લલેશ્યામાં પરિણમે છે, પછી શુક્લલેશ્યી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૩ નૈરયિક' સૂત્ર-પ૬૮ ભગવન્! નૈરયિકો અનંતરાહારક હોય, પછી શરીરની નિષ્પત્તિ કરે છે ઇત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! અહી પ્રજ્ઞાપના. સૂત્રનું પરિચારણા પદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૪ પૃથ્વી સૂત્ર-પ૬૯ ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ગૌતમ ! સાત. તે આ - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવન્! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા-મોટા યાવત્ અપ્રતિષ્ઠાન છે. તે નરકાવાસો છઠ્ઠી તમા. પૃથ્વીના નરકાવાસોથી ૧.અતિ મોટા, ૨.અતિ વિસ્તૃત, ૩.ઘણા આકાશવાળા, ૪.ઘણી ખાલી જગ્યાવાળાછે? પણ શું મહા પ્રવેશવાળા નથી, અત્યંત આકીર્ણ નથી, અતિ વ્યાપ્ત નથી, પરસ્પરના સંઘટ્ટનરહિત છે? હા ગૌતમ ! તેમ છે ભગવદ્ ! તે નરાકાવાસમાં રહેલ નૈરયિકો છઠ્ઠી તમામૃથ્વીના નૈરયિકોથી શું મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા, મહાવેદનાવાળા છે, પરંતુ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પ આશ્રવવાળા, અલ્પ વેદનાવાળા નથી? શું તે નૈરયિકો અલ્પ ઋદ્ધિવાળા, અલ્પ દ્યુતિવાળા છે ? મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા નથી ? હા ગૌતમ ! તેમજ છે. ભગવન્! છઠ્ઠી તમામૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે ઈત્યાદિ પ્રશ્ન? હા, ગૌતમ ! છે. તે નરકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી મહત્તરક યાવત્ મહા વિસ્તીર્ણતર નથી, મહાપ્રવેશનતરક યાવત્ આકીર્ણ નથી. તે નરકોમાં નૈરયિકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી અલ્પકર્મ વાળા યાવત્ અલ્પક્રિયાવાળા છે પણ મહાકર્મવાળા અને મહાક્રિયાવાળા નથી. મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે, અલ્પઋદ્ધિવાળા અને અલ્પદ્યુતિવાળા નથી. છઠ્ઠી તમામૃથ્વીમાં નરકો પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નરકોથી મહત્તર આદિ છે, મહાપ્રવેશનાવાળાદિ નથી. તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 32
Page #33
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નરકોમાં નૈરયિક પાંચમી ધૂમપ્રભા પૃથ્વીથી મહાકર્માવાળાદિ છે, પણ અલ્પકર્મવાળા નથી. અલ્પઋદ્ધિવાળાદિ છે, પણ મહાઋદ્ધિવાળા નથી. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસો છે. એ રીતે જેમ છઠ્ઠીમાં કહ્યું, એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પરસ્પર કહેવું, યાવત્ રત્નપ્રભા યાવત્ મહાઋદ્ધિવાળા છે, અલ્પઋદ્ધિવાળા નથી. સૂત્ર-૫૭૦ થી પ૭૪ પ૭૦, ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ સ્પર્શને અનુભવે છે. એ રીતે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક સુધી કહેવું, એ રીતે અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયનો પ્રતિકુળ સ્પર્શ કહેવો. પ૭૧. ભગવનરત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરામભા પૃથ્વીની અપેક્ષાએ બાહલ્યથી સૌથી મોટી, ચોતરફથી સૌથી નાની છે ? હા, ગૌતમ ! છે, એ પ્રમાણે જીવાભિગમના બીજા નૈરયિક ઉદ્દેશક મુજબ કહેવું. પ૭૨. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના આસપાસમાં જે પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીના જીવો છે, તે મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ, મહાવેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે ઇત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશકવત્ સાતમી પૃથ્વી સુધી કહેવું. પ૭૩. ભગવદ્ ! લોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ગૌતમ ! આ રત્નપ્રભાના આકાશખંડના અસંખ્યાત ભાગને અવગાહીને લોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવન્અધોલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથ્વીના કંઈક અધિક અર્ધભાગને ઉલ્લંઘી અધોલોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવદ્ ! ઉર્ધ્વલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ગૌતમ ! સનકુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર અને બ્રહ્મલોક કલ્પની નીચે રિષ્ટ વિમાન પ્રસ્તટમાં ઉર્વીલોકનો આયામ મધ્ય છે. ભગવન્! તિર્થાલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતના બહુમધ્ય દેશભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં તિર્થાલોકમાં મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશ કહ્યા છે. જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. તે આ પૂર્વા, પૂર્વદક્ષિણા એ પ્રમાણે દશમાં શતકમાં છે, તેમ કહેવું. પજ. ભગવન ! ઐન્દ્રી-પૂર્વ દિશાની આદિ શું છે? ક્યાંથી તે નીકળી છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? ઉત્તરમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશવાળી છે ? ક્યાં પર્યવસાન પામે છે? સંસ્થાન કયુ છે? ગૌતમ ! ઐી દિશાની આદિમાં રૂચક છે, રૂચક પ્રદેશોથી નીકળે છે, તે આરંભે દ્વિપ્રદેશી છે, બન્ને પ્રદેશોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રીને તે અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંત પ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ-સાંત છે, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. લોકને આશ્રીને અરજસંસ્થિત છે. અલોકને આશ્રીને ઉદ્ઘશકટાકાર સંસ્થિત છે. ભગવન્! આગ્નેયી દિશાની આદિમાં શું છે ?, તેનો ઉદ્દભવ શું છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? કેટલા પ્રદેશ વિસ્તીર્ણ છે? તે કેટલા પ્રદેશી છે, તેનો અંત ક્યાં છે? તેનું સંસ્થાન કેવું છે? ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, તે ચકમાંથી નીકળે છે, તે એકપ્રદેશાદિ છે, એક પ્રદેશ વિસ્તૃત છે, અનુત્તર છે. તે લોકને આશ્રીને અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંતપ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ સાંત, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. તૂટેલી મુક્તાવલી આકારે છે. યામ્યા દિશા ઐન્દ્રી માફક છે. નૈસ્મૃતી, આગ્નેયીવતું છે. એ પ્રમાણે ચારે દિશાઓનું વર્ણન ઐન્દ્રી માફક અને વિદિશા, આગ્નેયી માફક જાણવી. ભગવન્! વિમલાદિશા વિશે પ્રશ્ન. ગૌતમ ! વિમલાદિશાની આદિ રૂચક છે, તે રૂચકમાંથી નીકળે છે, આદિમાં ચાર પ્રદેશ છે, દ્ધિપ્રદેશ વિસ્તીર્ણ છે, અનુત્તર છે. લોકને આશ્રીને આદિ આગ્નેયી મુજબ જાણવું. વિશેષ એ કે તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 33
Page #34
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ચકાકાર છે એ રીતે ‘તમા' દિશાનું વર્ણન પણ જાણવું. સૂત્ર-પ૭૫ થી પ૭૭ પ૭૫. ભગવદ્ ! આ ‘લોક' શું કહેવાય છે? ગૌતમ ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ભગવન્! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ થાય છે. આ અને આવા પ્રકારના બધા ચલ ભાવ છે, તે ધર્માસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. તેનું લક્ષણ ગતિ છે. ભગવદ્ ! અધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ ! તેના વડે જીવોના સ્થાન, બેસવું, સૂવું, મનનું એકાગ્ર થવું વગેરે જે આવા પ્રકારના અન્ય સ્થિર ભાવો છે, તે બધા અધર્માસ્તિકાયની પ્રવૃત્તિ છે. અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ છે. ભગવન્! આકાશાસ્તિકાયમાં જીવો અને અજીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! આકાશાસ્તિકાય, બંનેના. આશ્રયરૂપ છે. પ૭૬. એક કે બે પરમાણુથી એક આકાશ પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપ્ત થાય છે. તેમાં સો પરમાણુ પણ સમાઈ શકે ડ આકાશ પ્રદેશ પૂર્ણ ભરાય જાય છે, 1000 કરોડ યાવત અનંતાનંત પરમાણુ પણ સમાઈ શકે છે. આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે. પ૭૭. ભગવન્જીવાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! જીવાસ્તિકાય દ્વારા જીવો અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યાયો, અનંત શ્રુતજ્ઞાન પર્યાયો, એ રીતે બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશક મુજબ ચાવત્ તે ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયથી જીવોને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ શરીર., શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શન ઇન્દ્રિય, મન-વચન-કાયયોગ, શ્વાસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ થાય છે. પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ ‘ગ્રહણ’ રૂપ છે. સૂત્ર-પ૭૮, પ૭૯ પ૭૮. ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે? ગૌતમ! જઘન્યપદે ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટથી છ પ્રદેશોને સ્પર્શે છે. ભગવન્ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? ગૌતમ ! સાત. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે? અનંતથી. કેટલા પુદ્ગલાસ્તિકાયથી સ્પષ્ટ છે ? ગૌતમ ! અનંતથી. કેટલા અદ્ધા સમયથી સ્પષ્ટ છે ? કદાચ પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો પૃષ્ટ હોય તો નિયમાં અનંતથી સ્પષ્ટ હોય. ભગવનએક અધર્માસ્તિકાયનો પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે? જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવુ. ભગવદ્ ! એક આકાશાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ છે? ગૌતમ ! કદાચ સ્પષ્ટ હોય, કદાચ પૃષ્ટ ન હોય. જો પૃષ્ટ હોય તો જઘન્યથી એક, બે, ત્રણ કે ચાર વડે હોય. ઉત્કૃષ્ટથી સાત વડે હોય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું. ભગવન્! કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ હોય ? ગૌતમ ! છ વડે. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી ? કદાચ પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો પૃષ્ટ હોય તો નિયમા અનંત પ્રદેશથી હોય એ રીતે પુદ્ગલાસ્તિકાય, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 34
Page #35
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અદ્ધા સમયમાં જાણવું. સૂત્ર-પ૭૯ ભગવન્! એક જીવાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સાત વડે. કેટલા જીવાસ્તિકાયથી ? બાકી બધું ધર્માસ્તિકાય મુજબ છે. ભગવનું ! એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? એ પ્રમાણે જીવાસ્તિકાય મુજબ જાણવું. ભગવદ્ ! બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી પૃષ્ટ છે ? જઘન્યથી છ, ઉત્કૃષ્ટથી બાર. એ પ્રમાણે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી? બાર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. ભગવન્! ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ છે? જઘન્યથી 8, ઉત્કૃષ્ટથી 17. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સત્તર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ. પ્રમાણે આ આલાવા વડે દશ પ્રદેશ સુધી કહેવું. વિશેષ એ કે જઘન્યપદમાં બે અને ઉત્કૃષ્ટપદમાં પાંચ ઉમેરવા. ચાર પુદ્ગલાસ્તિકાયમાં જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી બાવીશ. પાંચમાં જઘન્યથી બાર, ઉત્કૃષ્ટથી સત્તાવીશ. છ માં જઘન્યથી-૧૪, ઉત્કૃષ્ટથી-૩૨, સાતમાં જઘન્યથી-૧૬, ઉત્કૃષ્ટથી-૨૭, ‘આઠમાં જઘન્ય 18, ઉત્કૃષ્ટથી-૪૨, ‘નવ’માં જઘન્યથી-૨૦, ઉત્કૃષ્ટથી-૪૭. દશ પુદ્ગલ જઘન્યથી-૨૨, ઉત્કૃષ્ટથી-પ૨ પ્રદેશો વડે સ્પષ્ટ થાય છે. આકાશાસ્તિકાય માટે બધે ઉત્કૃષ્ટ પદ કહેવું. ભગવન્! સંખ્યાતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે ? જઘન્ય પદમાં તે સંખ્યાતને બમણા કરી તેમાં બે ઉમેરો, ઉત્કૃષ્ટ પદમાં તે સંખ્યાતાને પાંચ ગણા કરીને તેમાં બે ઉમેરવા. અધર્માસ્તિકાય વડે સ્પર્શના આ પ્રમાણે જ જાણવી. કેટલા આકાશાસ્તિકાયo વડે? તે સંખ્યાતને પાંચ ગણા કરી, બે ઉમેરો. કેટલા જીવાસ્તિકાય૦ વડે? અનંતથી. કેટલા પુદ્ગલાસ્તિકાય વડે ? અનંતથી. કેટલા અદ્ધા સમય વડે ? કદાચ સ્પર્શે, કદાચ નહીં. જો સ્પર્શે તો યાવતુ અનંત વડે સ્પર્શે. ભગવન્! અસંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પષ્ટ છે? જઘન્યથી તે અસંખ્યાતને બમણા કરી, બે ઉમેરો. ઉત્કૃષ્ટથી તે અસંખ્યાતાને પાંચ ગુણા કરી, બે ઉમેરો. બાકી બધુ સંખ્યાતા મુજબ યાવત્ નિયમા અનંત સમયો વડે સ્પર્શ. ભગવદ્ ! અનંતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ છે? ગૌતમ! અસંખ્યાતાની માફક ‘અનંતા' સંપૂર્ણ કહેવા. ભગવદ્ ! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી સ્પષ્ટ છે ? સાતથી. કેટલા અધર્માસ્તિકાયથી ? પૂર્વવતુ. એ પ્રમાણે આકાશાસ્તિકાય વડે પણ છે. કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય વડે. ભગવન ! ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પષ્ટ છે ? એક પણ પ્રદેશથી નહીં. કેટલા અધર્માસ્તિકાયથી? અસંખ્યાત વડે. કેટલા આકાશાસ્તિકાયથી ? અસંખ્યાત વડે-કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. કેટલા પુદ્ગલાસ્તિકાય પ્રદેશથી ? અનંત વડે. કેટલા અદ્ધા સમયથી ? કદાચ સ્પષ્ટ થાય, કદાચ ન થાય. જો સ્કૃષ્ટ થાય, તો નિયમાં અનંત વડે થાય. ભગવન્! અધર્માસ્તિકાય, કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ થાય? અસંખ્યાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી ? એક પણ નહીં. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ આલાવા વડે બધા જ સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશથી પૃષ્ટ ન થાય, પરસ્થાનમાં પહેલાના ત્રણમાં અસંખ્યાત વડે, પછીના અનંત વડે કહેવા યાવત્ અદ્ધા સમય, યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 35
Page #36
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કેટલા અદ્ધા સમયથી પૃષ્ટ થાય? એક પણ નહીં. સૂત્ર-૫૮૦ ભગવનજ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય ? ગૌતમ ! એકપણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. કેટલા અદ્ધા સમય અવગાઢ હોય? કદાચિત્ અવગાઢ હોય, કદાચિત્ અવગાઢ ન હોય. જો અવગાઢ હોય, તો અનંતા હોય. ભગવન્! જ્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય? એક. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાય સમાન જાણવું. ભગવન્! જ્યાં એક આકાશાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો હોય તો એક હોય. એ પ્રમાણે અધર્માસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ !એક પણ નહીં. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો અવગાઢ હોય તો અનંતા હોય એ રીતે યાવત્ અદ્ધાસમય કહેવું. ભગવન્! જ્યાં એક જીવાસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? એક. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પ્રદેશો પણ કહેવા. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. બાકી ધર્માસ્તિકાય મુજબ કહેવું. ભગવન્! જ્યાં એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય ? જેમ જીવાસ્તિકાયના પ્રદેશમાં કહ્યું, તેમ બધું જ અહીં કહેવું. ભગવન્! જ્યાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ કદાચ એક, કદાચ બે. એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કહેવા. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. ભગવન્! જ્યાં ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ. એ રીતે અધર્માસ્તિકાય પણ કહેવું. આકાશાસ્તિકાય પણ કહેવું. બાકીનું બે પુદ્ગલવત છે. એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાય સાથે એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી. બાકીનું જેમ બે પુદ્ગલમાં કહ્યું, તેમ દશ સુધી કહેવું અર્થાત્ કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ યાવત્ કદાચ દશ. સંખ્યાતમાં કદાચ એક, કદાચ બે, યાવતુ કદાચ દશ, કદાચ સંખ્યાત. અસંખ્યાતમાં કદાચ એક યાવત્ કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. જેમ અસંખ્ય કહ્યા, તેમ અનંત પણ કહેવા. ભગવન્! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય ? એક. કેટલા અધર્માસ્તિકાય ? એક. કેટલા આકાશાસ્તિકાય ? એક. કેટલા જીવાસ્તિકાય ? અનંતા. એ પ્રમાણે યાવત્ ‘અદ્ધાસમય'. ભગવન્! જ્યાં એક ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય ? એક પણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ! અસંખ્યાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ! અસંખ્યાતા. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. યાવત્ અદ્ધાસમય. ભગવન્જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? અસંખ્યાત. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાયવત્ જાણવું. આ પ્રમાણે બધા, સ્વસ્થાનમાં એક પણ નથી તેમ કહેવું. પરસ્થાનમાં આદિના ત્રણે અસંખ્યાતા કહેવા. પછીના ત્રણેમાં અનંતા કહેવા. યાવત્ અદ્ધાસમય. યાવત્ કેટલા અદ્ધાસમય અવગાઢ છે ? એક પણ નથી. ભગવદ્ ! જ્યાં એક પૃથ્વીકાયિક અવગાઢ છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિકો અવગાઢ છે ? અસંખ્ય. કેટલા અપ્રકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. કેટલા તેઉકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. કેટલા વાયુકાયિકો અવગાઢ છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 36
Page #37
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતા. કેટલા વનસ્પતિકાયિકો અવગાઢ છે? અનંતા. ભગવન્! જ્યાં એક અપ્રકાયિક અવગાઢ છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. કેટલા અપ્રકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. એ પ્રમાણે પૃથ્વીકાયિકની વક્તવ્યતા મુજબ બધામાં સંપૂર્ણ કહેવું યાવત્ વનસ્પતિકાયિક. યાવત્ કેટલા વનસ્પતિકાયિકો ત્યાં અવગાઢ છે? અનંતા. સૂત્ર-૫૮૧ ભગવન ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં કોઈ બેસવા, રહેવા, નિષદ્યા કરવા, સૂવા. માટે સમર્થ થાય? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઇત્યાદિ જેમાં રાયપ્પલેણઈયમાં કહ્યું યાવત્ દ્વારના કમાડ બંધ કરી દે છે. તે કૂટાગાર શાળાના બહુમધ્ય દેશભાગમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી 1000 દીવા પ્રગટાવે. ગૌતમ ! તે દીવાની લેગ્યાઓ પરસ્પર સંબદ્ધ, પરસ્પર પૃષ્ટ યાવત્ પરસ્પર એકરૂપ થઈને રહે છે? હા, રહે છે. હે ગૌતમ ! કોઈ તે દીવાની લેશ્યામાં બેસવા, સૂવા કે યાવત્ પડખા બદલવા સમર્થ છે? ભગવદ્ ! તેવું ન થાય, ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું છે. સૂત્ર-૫૮૨ ભગવન્! લોકનો બહુસમ ભાગ ક્યાં છે? ભગવન્! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરોમાં લોકનો બહુસમ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ છે. ભગવદ્ લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ ક્યાં છે? ગૌતમ ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહવિગ્રહિક ભાગ કહેવાય છે. સૂત્ર-૫૮૩ ભગવનલોક કયા સંસ્થાને છે ? ગૌતમ ! સુપ્રતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવત્ અંત કરે છે. ભગવન્આ અધો-તીર્જી-ઉર્ધ્વલોકમાં કયો કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી નાનો તિર્થાલોક છે, ઉર્ધ્વલોક અસંખ્યાતગણો છે, અધોલોક વિશેષાધિક છે. ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૫ ‘આહાર' સૂત્ર-૫૮૪ ભગવન્! નૈરયિકો શું સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે ? ગૌતમ ! સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિત્તાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક-૧ સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૬ ઉપપાત' સૂત્ર-પ૮૫ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - નૈરયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! નૈરયિકો સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુરકુમારો પણ જાણવા. એ પ્રમાણે શતક-૯ના ‘ગાંગેય ઉદ્દેશામાં કહ્યા મુજબ છે, તેમ બે દંડકો કહેવા. યાવતુ વૈમાનિક નિરંતર પણ ચ્યવે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 37
Page #38
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્રપ૮૬ ભગવન્અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ચમરચંચા નામે આવાસ ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્જા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી આદિ જેમ શતક-૨માં સભા ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે અહી ઉત્પાત પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, ચમરચંચા રાજધાની છે, ચમરચંચ નામે આવાસપર્વત છે અને અન્ય ઘણા દ્વીપ આદિ સુધી બાકી બધું વર્ણન કરવું યાવત્ 3,16,227 યોજન, 3 ગાઉં, 228 ધનુષ અને વિશેષાધિક સાડાતેર અંગુલ પરિધિ છે. તે ચમરચંચા રાજધાનીની દક્ષિણ-પશ્ચિમમાં 655 કરોડ, ૩પ-લાખ, 50 હજાર યોજન દૂર અરુણોદક સમુદ્રમાં તીર્થો જઈને આ અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચમરચંચા નામે આવાસ પર્વત છે. તે 84,000 યોજના લાંબો છે, પરિધિ 2,65,632 યોજનની અધિક છે. આ આવાસ એક પ્રાકાર વડે ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રાકાર ઊંચાઈમાં 150 યોજન છે, આ રીતે ચમરચંચા રાજધાનીની વક્તવ્યતા સભાને છોડીને યાવત્ ચાર પ્રાસાદ પંક્તિઓ. છે સુધી કહેવી. ભગવદ્ ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમર, શું તે ચમરચંચ આવાસમાં રહે છે? આ અર્થ સમર્થ નથી. ભગવન્! તો કયા કારણથી અમરેન્દ્રનો આવાસ ‘ચમરચંચ આવાસ કહેવાય છે? ગૌતમ ! જેમ આ મનુષ્યલોકમાં ઉપકારીલયન, ઉદ્યાન-લયન, નિર્યાણિયલયન, ધારાવારિકલયન હોય છે, ત્યાં ઘણા મનુષ્યો, માનુષીઓ બેસે છે, સૂવે છે આદિ જેમ રાયપ્પલેણઈય સૂત્રમાં કહ્યું છે તેમ યાવત્ કલ્યાણ ફળવૃત્તિ વિશેષ અનુભવતા વિચરે છે, પણ તેઓ. નિવાસ સ્થાન અન્યત્ર સ્વીકારે છે, એ પ્રમાણે ગૌતમ ! ચમરેન્દ્રનો ‘ચમરચંચ આવાસ કેવળ ક્રિડારતિપ્રતિક છે, પણ નિવાસ અન્યત્ર કરે છે માટે પૂર્વવત્ કહ્યું. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. સૂત્ર-૫૮૭, 588 587. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિને રાજગૃહી નગરીના ગુણશીલચૈત્યથી યાવત્ વિહાર કર્યો તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે સિંધુસૌવીર જનપદમાં વીતીભય નામે નગર હતું. તેની બહાર પૂર્વ દિશામાં મૃગવન ઉદ્યાના હતું. સર્વઋતુક આદિ વર્ણન કરવું. તે વીતિભય નગરમાં ઉદાયન રાજા હતો, તે મહાન હતો આદિ વર્ણન કરવું. તે ઉદાયન રાજાને પ્રભાવતી (તથા પદ્માવતી)નામે રાણી હતી. સુકુમાલ ઇત્યાદિ વર્ણન કરવું. તે ઉદાયના રાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ એવો અભિચિકુમાર હતો. સુકુમાલ હતો યાવત્ શિવભદ્રકુમારવત્ યાવત્ સર્વ સૌખ્ય અનુભવતો વિચરતો હતો. તે ઉદાયન રાજાને કેશીકુમાર નામે ભાણેજ સુકુમાલ યાવત્ સુરૂપ હતો. તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ ૧૬-જનપદોના, વીતીભય પ્રમુખ 363 નગરો અને આકરોનો, મહસેના આદિ દશ મુગટબદ્ધ, તથા છત્ર ચામર, બાલવીઝનકવાળા રાજાનો અને બીજા ઘણા રાજા-ઇશ્વર-તલવર યાવત્ સાર્થવાહ આદિનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો.(અહી નગરી, ચૈત્ય, રાજા, રાણી, કુમાર વગેરે બધું વર્ણન ઉજવાઈ સૂત્રાનુસાર જાણવું. ત્યારે તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે પૌષધશાળામાં આવ્યો. શંખ શ્રાવક માફક વિચરવા લાગ્યો. ત્યારે તે ઉદાયનને મધ્યરાત્રિએ ધર્મજાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - તે ગ્રામ, આકર, નગર, ખંડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંબાહ, સંનિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, ઇશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વગેરે ધન્ય છે, જે ભગવંતને વાંદી, નમી, સેવે છે. જો શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ચાલતા, ગામ-ગામ યાવત્ વિચરતા, અહીં આવે, અહીં સમોસરે, આ. વીતીભય નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે યાવત્ વિચરે, તો હું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 38
Page #39
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવંતને વાંદીશ, નમીશ યાવત્ તેમની. પર્યુપાસના કરીશ. ત્યારે ભગવંત મહાવીર, ઉદાયન રાજાનો આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયેલ જાણીને ચંપા. નગરીના પૂર્ણભદ્ર ચૈત્યથી નીકળીને, પૂર્વાનુપૂર્વી ચાલતા, ગામગામ યાવત્ વિચરતા સિંધુસૌવીર જનપદમાં વીતીભય નગરના મૃગવન ઉદ્યાનમાં પધારીને વિચરવા લાગ્યા. ત્યારે વીતીભય નગરના શૃંગાટક યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હૃષ્ટ, સંતુષ્ટ થયો. યાવત્ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપ્રિયો ! જલદીથી, વીતીભય નગરને અંદર-બહારથી જેમ કોણિકે ઉવવાઈ સૂત્રમાં કર્યું તેમ શણગારો યાવત્ તે પર્યપાસે છે. પ્રભાવતી આદિ રાણીઓ પણ તે પ્રમાણે યાવતુ પર્યપાસે છે. ધર્મકથા થઈ. ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને, અવધારીને, હૃષ્ટ-તુષ્ટ થઈને ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને ત્રણ વખત યાવત્ નમીને, આ પ્રમાણે કહ્યું - ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. યથાર્થ છે,સત્ય છે, તથ્ય છે, જેમ આપ કહો છો. વિશેષ કહે છે - હે દેવાનુપ્રિય! અભિચિકુમારને રાજાપદે સ્થાપીને, પછી હું દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને દીક્ષા લેવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીરે આમ કહેતા, હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી, નમીને પછી આભિષેક્ય હાથી પર આરૂઢ થઈને ભગવંત પાસેથી મૃગવન ઉદ્યાનથી નીકળીને વીતીભય નગરે જવા નીકળ્યો. ત્યારે તે ઉદાયન રાજાને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશ્ચ અભિચિકુમાર મારો એક જ પુત્ર છે. તે ઇષ્ટ, કાંત છે યાવત્ દર્શનનું તો કહેવું જ શું? જો હું અભિચિકુમારને રાજાપદે સ્થાપીને ભગવંત મહાવીર પાસે મુંડ થઈને યાવતુ દીક્ષા લઈશ, તો અભિચિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં યાવત્ જનપદમાં, માનુષી કામભોગોમાં મૂર્ણિત-ગૃદ્ધ-ગ્રથિત-અધ્યાપન્ન થઈને અનાદિ-અનંત દીર્ઘકાલીન ચાતુરંત સંસાર કાંતારમાં ભ્રમણ કરશે - તેથી મારા માટે અભિચિને રાજ્યમાં સ્થાપી ભગવંત મહાવીર પાસે યાવત્ દીક્ષા લેવી શ્રેયસ્કર નથી. મારા માટે શ્રેયસ્કર એ છે કે મારા નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવત્ દીક્ષા લઉં. ઉપર મુજબ વિચારીને વીતીભય નગરે પહોંચ્યા, પહોંચીને નગરની વચ્ચોવચ્ચથી, જ્યાં પોતાનું ગૃહ, બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવ્યો. આવીને આભિષેક્ય હાથીને ઊભો રાખ્યો. આભિષેક્ય હાથીથી નીચે ઊતર્યો. ઊતરીને સિંહાસન પાસે આવ્યો. આવીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! જલદીથી વીતીભય નગરને અંદર-બહારથી શણગારી. યાવત્ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે ઉદાયન રાજાએ બીજી વખત પણ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! જલદીથી કેશીકુમારના મહાઈ આદિ રાજ્યાભિષેકને કરો જેમ શિવભદ્રકુમારમાં કહ્યું. તેમ કહેવું યાવત્ દીર્ધાયુષી થાઓ, ઇષ્ટજનથી સંપરિવૃત્ત થઈ, સિંધુ સૌવીરાદિ ૧૬-જનપદને, વીતીભયાદિનગરને, મહસેનાદિ રાજાને, બીજા પણ ઘણા રાજા-ઇશ્વરાદિ ને યાવતું આધિપત્ય કરતા, પાલન કરતા વિચારો કહી જય-જય શબ્દો કર્યા. ત્યારે તે કેશીકુમાર રાજા યાવતું મહત્ યાવત્ વિચરે છે. ત્યારે તે ઉદાયન રાજ કેશીરાજાને પૂછે છે. ત્યારે તે કેશીરાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા. એ પ્રમાણે જેમ જમાલિમાં કહ્યું, તે રીતે અંદર-બહારથી નગર સાફ યાવત્ નિષ્ક્રમણાભિષેકની તૈયારી કરી. તે કેશીરાજા અનેક ગણનાયકથી યાવત્ પરીવરીને ઉદાયનરાજાને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડી 108 સુવર્ણ કળશો વડે અભિષેક કરે, જમાલિ માફક યાવત્ આ પ્રમાણે કહ્યું - હે સ્વામી! કહો, શું દઈએ ? શું આપીએ ? આપને શેનું પ્રયોજન છે? ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને કહ્યું - હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે - કૃત્રિકાપણથી એ રીતે જમાલિ માફક કહેવું. વિશેષ એ કે પ્રિયવિયોગ દૂષણ અનુભવતી પદ્માવતીએ અગ્રકેશ ગ્રહણ કર્યા. ત્યારે તે કેશીરાજાએ ફરી વખત ઉત્તર દિશામાં સિંહાસન રખાવ્યું. ફરીથી ઉદાયન રાજાને ચાંદી-સોનાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 39
Page #40
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કળશોથી નવડાવ્યા, બાકી બધું જમાલિયત જાણવું યાવત્ શિબિકામાં બેઠા, ધાવમાતાદિ પૂર્વવત્ જાણવુ. વિશેષ એ કે પદ્માવતી રાણી શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠી, બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ શિબિકાથી રાજા નીચે ઊતર્યો. ઊતરીને ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતને ત્રણ વાર વાંદી, નમીને પૂર્વ દિશામાં જઈને, આપમેળે આભરણઅલંકાર ઊતાર્યા આદિ પૂર્વવતુ. પદ્માવતીએ ગ્રહણ કર્યા. યાવત્ ઉદાયન રાજર્ષિને. આમ કહ્યું - હે સ્વામી! સંયમમાં પુરુષાર્થ કરજો યાવતુ પ્રમાદ ન કરતા. પછી કશીરાજા અને પદ્માવતી ભગવંતને વાંદી, નમી યાવતુ પાછા ગયા. ઉદાયન રાજાએ સ્વયં પંચમુષ્ટી લોચ કર્યો. બાકી ઋષભદત્ત માફક જાણવુ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. 588. ત્યારે તે અભિચિકુમાર અન્યદા કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશે હું ઉદાયનનો પુત્ર, પ્રભાવતી રાણીનો આત્મજ, છતાં ઉદાયના રાજાએ મને છોડીને નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવતુ દીક્ષા લીધી. આવા પ્રકારના મહા અપ્રીતિરૂપ મનો માનસિક દુઃખથી અભિભૂત થઈને, અંતઃપુર-પરિવારથી સંપરિવરીને, ભાંડ-માત્ર-ઉપકરણ લઈને વીતીભય નગરથી નીકળી ગયો. નીકળીને પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને કોણિક રાજાનો આશ્રય કરી રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ત્યારપછી તે અભિચિકુમાર શ્રાવક થયો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે ઉદાયન રાજર્ષિ પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો. તે કાળે, તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના પરિપાર્થમાં અસુરકુમારોના ૬૪-લાખ આવાસ છે. ત્યારે તે અભિચિકુમાર ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાય પાળીને, અર્ધમાસિક સંલેખનાથી 30 ભક્તને અનશન વડે છેદીને, પૂર્વોક્ત સ્થાનના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરક આવાસની સમીપે રહેલા 64 લાખ ‘આતપ' નામક અસુરકુમારાવાસમાં કોઈ એક આતાપમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઘણા આતાપ અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે, ત્યાં અભિચિદેવની સ્થિતિ પણ એક પલ્યોપમની થઈ. ભગવન ! તે અભિચિદેવ, તે દેવલોકથી આયુક્ષયાદિ પછી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૭ ‘ભાષા' સૂત્ર-પ૮૯ રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! ભાષા આત્મારૂપ છે કે બીજું છે ? ગૌતમ ! ભાષા આત્મા નથી. ભાષા બીજું છે. ભગવન્! ભાષા, રૂપી છે કે અરૂપી ? ગૌતમ ! ભાષા રૂપી છે, અરૂપી નથી. ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. ભગવન! ભાષા જીવ છે કે અજીવ? ગૌતમ ! ભાષા જીવ નથી, અજીવ છે. ભગવન્! ભાષા જીવોને હોય કે અજીવોને હોય ? ગૌતમ ! ભાષા જીવોને હોય, અજીવોને નહીં. ભગવન્! બોલ્યા પહેલા ભાષા છે, બોલાતી તે ભાષા છે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા છે? ગૌતમ! બોલ્યા પૂર્વે કે સમય વીત્યા પછી, તે ભાષા નથી, પણ બોલાતી હોય ત્યારે તે ભાષા છે. ભગવદ્ ! બોલ્યા પૂર્વે ભાષા ભેદાય, બોલાતી ભાષા ભેદાય કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાય ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાતી નથી, પણ બોલાતી વખતે ભાષા ભેદાય છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 40
Page #41
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ભગવન્! ભાષા કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા ભાષા. સૂત્ર-પ૯૦, 591 પ૯૦. ભગવદ્ ! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! મન આત્મા નથી અન્ય છે. જેમ ‘ભાષામાં કહ્યું તેમાં ‘મન’ માટે કહેવું યાવત્ અજીવોને મન ન હોય. ભગવન્મનન પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. ભગવદ્ ! મનન પૂર્વે મન ભેદાય, મનન કરતા મન ભેદાય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે ? એ પ્રમાણે જેમાં ‘ભાષામાં કહ્યું તેમ જાણવું. ભગવન્! મન કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન યાવત્ અસત્યામૃષા મન. પ૯૧. ભગવન્! કાય, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! કાય આત્મા પણ છે, અન્ય પણ છે. ભગવન્! કાયા. રૂપી છે કે અરૂપી ? ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. એ પ્રમાણે એકેકમાં પૃચ્છા. ગૌતમ ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, અજીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય. ભગવન્! કાયા પૂર્વે હોય? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! પૂર્વે પણ કાયા છે, કાય પુદ્ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે. ભગવદ્ ! પૂર્વે કાયા ભેદાય છે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! પૂર્વે પણ કાયા ભેદાય છે યાવત્ પછી પણ. કાયા ભેદાય છે. ભગવદ્ ! કાયા કેટલા ભેદે છે? ગૌતમ ! સાત ભેદે. તે આ - ઔદારિક, ઔદારિમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કાર્મણ. સૂત્ર–પ૯૨ ભગવન ! મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. આવીચિક મરણ કેટલા ભેદે ? ગૌતમ! પાંચ ભેદે -દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવથી. આવીચિક મરણ. ભગવન્! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ-દ્રવ્યાપીચિક મરણ. ભગવન્! એમ કેમ કહો છો - નૈરયિક દ્રવ્યાપીચિક મરણ, નૈરયિક દ્રવ્યાપીચિક મરણ છે ? ગૌતમ ! જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુપણે ગ્રહણ કરે - બાંધે - સ્પર્શે - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે - અભિનિવિષ્ટ કરે - અભિસમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતા રહે છે, તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાપીચિક મરણ કહ્યું છે. યાવત્ દેવ દ્રવ્યાપીચિક મરણ કહેવું. ભગવદ્ ! ક્ષેત્રાવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક યાવત્ દેવ ક્ષેત્રાવીચિક મરણ. ભગવન ! નૈરયિક ક્ષેત્રાવીચિક મરણનો નૈરયિક કેમ કહે છે ? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુષ્યપણે ગ્રહણ કરે ઈત્યાદિ એ પ્રમાણે જેમ દ્રવ્યાપીચિક મરણમાં કહ્યું. તેમ ક્ષેત્રાવાચિક મરણમાં કહેવું. ભાવારીચિક મરણ સુધી કહેવું. ભગવન્! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે - દ્રવ્યાવધિ મરણ, ક્ષેત્રાવધિ મરણ, કાલાવધિ મરણ, ભવાવધિમરણ, ભાવાવધિ મરણ. ભગવન્! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર - નૈરયિક યાવત્ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન્! નૈરયિક દ્રવ્યાવધિ મરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડતા મરે છે, ફરી નૈરયિકત્વ પામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ ! યાવત્ દ્રવ્યાવધિ મરણ કહ્યું. એ પ્રમાણે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 41
Page #42
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તિર્યંચ - મનુષ્ય - દેવાવધિ મરણ જાણવુ. આ આલાવાથી ક્ષેત્ર-કાળ-ભવ-ભાવમરણ જાણવા. ભગવદ્ ! આત્યંતિક મરણ ? ગૌતમ ! પાંચ ભેદે છે - દ્રવ્યાત્યંતિક મરણ યાવત્ ભાવાત્યંતિક મરણ. ભગવદ્ ! દ્રવ્યાત્યંતિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર. નૈરયિક યાવત્ દેવ દ્રવ્ય આત્યંતિક મરણ. ભગવન્! નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ કેમ કહે છે ? ગૌતમ ! નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા, જે દ્રવ્યોને છોડતા મરે છે, અનાગત કાળે પણ મરશે. તેથી યાવતું મરણ કહ્યું છે. એ પ્રમાણે તિર્યંચ - મનુષ્ય - દેવ આત્યંતિક મરણ પણ જાણવુ. એ પ્રમાણે ક્ષેત્ર યાવત્ ભાવ આત્યંતિક મરણ પણ જાણવુ. ભગવદ્ ! બાળમરણ કેટલા ભેદે છે? ગૌતમ ! બાર ભેદે.-વલયમરણાદિ જેમ સ્કંદકમાં વૃદ્ધપૃષ્ઠ પર્યન્ત છે. ભગવન્! પંડિત મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. ભગવદ્ ! પાદપોપગમન કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - નિર્ધારિમ, અનિર્ધારિમ. યાવત્ નિયમા અપ્રતિકર્મ છે. ભગવનું ! ભક્તપ્રત્યાખ્યાન કેટલા ભેદે છે? પૂર્વવતુ. વિશેષ એ કે તે સપ્રતિકર્મ છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૮ ‘કર્મપ્રકૃતિ સૂત્ર–પ૯૩ ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી છે? ગૌતમ ! આઠ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પદ-૨૩ ‘બંધ સ્થિતિ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૯ અનગારલૈક્રિય સૂત્ર-પ૯૪ રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું - જેમાં કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઊંચે આકાશમાં ઊડી શકે છે? હા, ગૌતમ ! ઊડી શકે છે. ભગવન્! ભાવિતાત્મા અણગાર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપો વિફર્વવા સમર્થ છે? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં હાથ લઈને એ રીતે જેમ ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે, તેમ યાવત્ સંપ્રાપ્તિથી વિકુર્વેલ નથી, વિર્વતો નથી અને વિક્ર્વશે નહીં. જેમ કોઈ પુરુષ સોનાની પેટી લઈને ચાલે છે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સુવર્ણપેટી હાથમાં લઈને સ્વયં ઊડે? આદિ પૂર્વવત્. એ પ્રમાણે સોનાની, રત્નની, વજની, વસ્ત્રની, આભરણની પેટી. એ પ્રમાણે - વાંસ, શુંબ, ચર્મ, કંબલની ચટ્ટાઈ. એ પ્રમાણે લોઢા, તાંબા, કલઈ શીશા, સુવર્ણ, વજનો ભાર લઈને ઇત્યાદિ પ્રશ્નોત્તર કરવા.. જેમ કોઈ વશ્લી હોય, બંને પગ લટકાવી-લટકાવી પગ ઊંચે અને મસ્તક નીચુ કરીને રહે, શું એ રીતે ભાવિતાત્મા અણગાર પણ વઘુલી માફક રૂપ વિફર્વીને સ્વયં આકાશમાં ઊંચે ઊડે ? હા, ઊડે. આ પ્રમાણે યજ્ઞોપવિતની વક્તવ્યતા કહેવી. યાવત્ વિદુર્વશે નહીં. જેમ કોઈ જલૌકા હોય, પોતાની કાયાને ઉશ્રેરિત કરીને પાણીમાં ચાલે છે. એ પ્રમાણે વઘુલીવતું જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 42
Page #43
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ જેમ કોઈ બીજંબીજ પક્ષી પોતાના બંને પગ ઘોડાની માફક એક સાથે ઉઠાવીને ચાલે છે, એ પ્રમાણે અણગારાદિ પૂર્વવત્. જેમ કોઈ પક્ષીબિડાલક, એક વૃક્ષથી બીજા વૃક્ષે કૂદતા કૂદતા જાય, તે પ્રમાણે અણગાર બાકી પૂર્વવત્. જેમ કોઈ જીવંજીવક પક્ષી, પોતાના બંને પગ ઘોડાની માફક ઉઠાવી-ઉઠાવી ચાલે, એ પ્રમાણે અણગાર બાકી પૂર્વવત્. જેમ કોઈ હંસ એકથી બીજા કિનારે ક્રીડા કરતો-કરતો ચાલ્યો જાય છે, એ પ્રમાણે અણગાર હંસવતુ વિદુર્વણા આદિ પૂર્વવત્. જેમ કોઈ સમુદ્રી કાગડો એકથી બીજી લહેરને અતિક્રમતો ચાલ્યો જાય, એ પ્રમાણે પૂર્વવતુ. જેમ કોઈ પુરુષ ચક્રને લઈને ચાલે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર આદિ ઘડી માફક કહેવું. એ પ્રમાણે છત્ર, ચામરના વિષયમાં કથન કરવું. જેમ કોઈ પુરુષ રત્નને લઈને ચાલે એ રીતે વજ, વૈડૂર્ય યાવત્ રિઝ. એ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ હાથમાં લઈને, એ પ્રમાણે યાવત્ કોઈ પુરુષ સહસ્રપત્ર લઈને ચાલે, એ રીતે પૂર્વવત્. જેમ કોઈ પુરુષ કમળની ડાંડીને તોડતો-તોડતો ચાલે એ પ્રમાણે અણગાર પણ સ્વયં આવુ રૂપ વિકુર્તી આદિ પૂર્વવત્. જેમ કોઈ મૃણાલિકા હોય, પોતાની કાયાને પાણીમાં ડૂબાડી રાખીને રહે, એ પ્રમાણે બાકીનું વઘુલીવતુ કહેવું. જેમ કોઈ વનખંડ હોય, જે કાળું, કાળા પ્રકાશવાળું યાવત્ મહામેઘ સમાન પ્રસાદીય હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર વનખંડ સમાન વિક્ર્વણા કરીને આકાશમાં ઊડે? આદિ પૂર્વવત્. જેમ કોઈ પુષ્કરણી હોય, ચતુષ્કોણ અને સમતીર હોય અનુક્રમે સુજાત યાવત્ વિવિધ પક્ષીના મધુર સ્વરાદિથી યુક્ત અને પ્રાસાદીયાદિ હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર પણ પુષ્કરણી સમાન વિતુર્વણા કરીને પોતાને ઊંચે આકાશમાં ઉડાડે? હા, ઉડાડે. ભગવન્ભાવિતાત્મા અણગાર પુષ્કરણી સમાન કેટલા રૂપો વિતુર્વી શકે ? બાકી બધું પૂર્વવત્. યાવત્ તે વિક્ર્વશે નહીં. ભગવદ્ ! પૂર્વોક્ત રૂપ શું માયી વિદુર્વે કે અમારી ? ગૌતમ ! માયી વિદુર્વે, અમારી નહીં. માયી તે સ્થાનની આલોચના કર્યા વિનાએ રીતે જેમ ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ તેને આરાધના છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૧૦ ‘સમુદ્યાત' સૂત્ર–પ૯૫ ભગવદ્ ! છાહ્મસ્થિક સમુધ્ધાંત કેટલા છે? ગૌતમ ! છ. તે આ - વેદના સમુદ્યાત આદિ છાહ્મસ્થિક સમુદ્યાત પ્રજ્ઞાપના પદ-૩૬ માં કહ્યા મુજબ આહારસમુદ્ઘાત' પર્યન્ત જાણવુ. ભગવદ્ ! એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ libhai શતક-૧૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ! | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 43
Page #44
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૪ સૂત્રપ૯૬ એક ગાથા વડે આ ચૌદમાં શતકના 10 ઉદ્દેશાના નામો કહ્યા છે- ચરમ, ઉન્માદ, શરીર, પુદ્ગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અણગાર, કેવલી. શતક-૧૪, ઉદ્દેશો-૧ ‘ચરમ' સૂત્ર–પ૯૭, પ૯૮ પ૭. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું - ભગવન્! ભાવિતાત્મા અણગાર જણે. ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવદ્ ! તેની કઈ ગતિ થાય ?, ક્યાં ઉપપાત થાય ? ગૌતમ ! જે ત્યાં આસપાસમાં તે વેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને પૂર્વ વેશ્યા વિરાધે-છોડે છે તો કર્મલેશ્યાથી જ પડે છે, જો ત્યાં જઈને ના વિરાધે તો તે જ વેશ્યાને સ્વીકારીને વિચરે છે. ભગવન્! ભાવિતાત્મા અણગાર ચરમ અસુરકુમારાવાસ ઓળંગીને પરમ અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય લેશ્યા પરિણામોનું ઉલ્લંઘન કર્યું છે આદિ પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત કથન કરવું યાવતું તે વિચરે છે. પ૯૮. ભગવન્! નૈરયિકોની કેવી શીધ્ર ગતિ છે? શીધ્ર ગતિનો વિષય કેવો છે? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ-બલવાન-યુગવાન યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહુને જલદી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુઠ્ઠી બંધ કરે, બંધ મુઠ્ઠી ખુલ્લી કરે, ખુલ્લી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો એવી શીધ્ર ગતિ હોય? ગૌતમ ! અર્થ સમર્થ નથી. નૈરયિકો એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની તેવી શીધ્રગતિ અને તેવો શીધ્રગતિ વિષય છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવતુ. સૂત્ર-પ૯ ભગવન્! નૈરયિકો અનંતરોપપન્નક છે, પરંપરોપપન્નક છે કે અનંતરપરંપરાનુપપન્નક છે? ગૌતમ ! નૈરયિકો આ ત્રણે છે. ભગવદ્ ! એમ કહો છો કે ત્રણે છે ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય-ઉપપન્નક છે, તે નૈરયિક અનંતરોપપન્નક છે, જે નૈરયિક દ્વિતીય તૃતીય આદિ સમયમાં વર્તી રહ્યા છે, તે પરંપરોપપન્નક છે અને જે નૈરયિક વિગ્રહગતિમાં છે, તે અનંતરા-પરંપરા અનુપપન્નક છે, તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવન્! અનંતરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ-મનુષ્ય-દેવાયુ બાંધે ? ગૌતમ ! એક પણ નહીં ભગવન્! પરંપરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ યાવત્ દેવાયુ, શું બાંધે? ગૌતમ ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, પણ તિર્યંચયોનિકનું કે મનુષ્યાય બાંધે. ભગવન્! અનંતર પરંપર અનુપપન્નક નૈરયિક, શું નૈરયિક આયુ બાંધે? પ્રશ્ન. નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ ન બાંધે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યો પરંપરોપપન્નક હોય તો ચારે આયુ બાંધે છે. ભગવનનૈરયિક શું અનંતર નિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનંતર પરંપર-અનિર્ગત છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય નિર્ગત છે, તે અનંતરનિર્ગત છે. જે નૈરયિક અપ્રથમસમય નિર્ગત છે, તે પરંપર નિર્ગત છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંતર-પરંપર-અનિર્ગત છે. તેથી હે ગૌતમ ! પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 44
Page #45
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અનંતરનિર્ગત નૈરયિક, શું નૈરયિકાયુ બાંધે ? યાવત્ દેવાયુ બાંધે? ગૌતમ ! નૈરયિક યાવત્ દેવાયુ, એકે ન બાંધે. ભગવન્! પરંપર નિર્ગત નૈરયિક, નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકાયુ પણ બાંધે યાવત્ દેવાયુ પણ બાંધે. ભગવન્! અનંતર-પરંપર અનિર્ગત નૈરયિકનો પ્રશ્ન - ગૌતમ ! નૈરયિકાયુ પણ ન બાંધે, યાવત્ દેવાયુ પણ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી સંપૂર્ણ કહેવું. ભગવન્! નૈરયિકો, શું અનંતર ખેદોપપન્નક છે, પરંપર ખેદોપપન્નક છે કે અનંતર પરંપર ખેદાનુપપન્નક છે ? ગૌતમ ! નૈરયિકો આ આલાવાથી પૂર્વોક્ત ચારે દંડક કહેવા. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૨ ‘ઉન્માદ' સૂત્ર-૬૦૦, 601 600. ભગવન્! ઉન્માદ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે, તે સુખે વેચાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુઃખથી છોડાવાય છે. ભગવન્! નારક જીવોમાં કેટલા ભેદે ઉન્માદ છે? ગૌતમ ! બે ભેદ - યક્ષાવેશથી અને મોહનીયકર્મ ઉદયથી. ભગવન્એમ કેમ કહો છો કે નૈરયિકને બે પ્રકારનો ઉન્માદ છે? ગૌતમ ! કોઈ દેવ નૈરયિકો ઉપર અશુભ પુદ્ગલ પ્રક્ષેપે, તે અશુભ પુગલોના પ્રક્ષેપથી તે નૈરયિક યક્ષાવિષ્ટ ઉન્માદને પામે છે, મોહનીય કર્મના ઉદયથી મોહનીય ઉન્માદને પામે છે, તેથી પૂર્વવત્ કહ્યું કે યાવત્ ઉન્માદ પામે. ભગવદ્ ! અસુરકુમારને કેટલા ભેદે ઉન્માદ છે? એ પ્રમાણે નૈરયિકવત્ જાણવુ. વિશેષ એ કે - મહર્ફિક દેવ અશુભ પુદ્ગલ પ્રક્ષેપે છે, તે અશુભ પુદ્ગલોના યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે. તથા મોહનીય કર્મના ઉદયથી. મોહનીય કર્મજન્ય ઉન્માદને પામે છે. તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક યાવત્ મનુષ્યો સુધી નૈરયિકો સમાન કહેવું. વ્યંતરાદિ દેવોને, અસુરકુમારવત્ જાણવુ. 601. ભગવન્! કાલવર્ષે મેઘ વૃષ્ટિકાયવ વરસાવે છે ? હા, વરસાવે છે. ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિકાર્યો કરવા ઇચ્છે છે, ત્યારે તે કઈ રીતે વૃષ્ટિ કરે છે? ગૌતમ ! ત્યારે શક્રેન્દ્ર અત્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવેલ તે અત્યંતર પર્ષદાના દેવ, બાહ્ય પર્ષદાના દેવોને બોલાવે છે, તે બાહ્ય પર્ષદાના બોલાવાયેલ દેવ બાહ્ય-બાહ્યના દેવોને બોલાવે છે, પછી તે બાહ્ય-બાહ્ય દેવ આભિયોગિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવાયેલ આભિયોગિક દેવ વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, ત્યારે તે બોલાવાયેલ વૃષ્ટિકાયિક દેવ વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરે છે. ભગવન ! શું અસુરકુમાર દેવ પણ વૃષ્ટિ કરે છે ? હા, કરે છે. ભગવનઅસુરકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે ? ગૌતમ ! જે આ અરહંત ભગવંતો છે, તેમના જન્મ મહોત્સવ, નિષ્ક્રમણ મહોત્સવ, જ્ઞાનોત્પાદ મહોત્સવ, પરિનિર્વાણ મહોત્સવમાં હે ગૌતમ ! નિશ્ચ અસુરકુમાર દેવો વૃષ્ટિકાર્યો કરે છે. એ રીતે નાગકુમારો યાવત્ સ્વનિતકુમારો સુધી કહેવા. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક દેવોમાં પણ આમ જ કહેવું. સૂત્ર-૬૦૨ ભગવન્જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન તમસ્કાયને કરવા ઇચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે? ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન અત્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આત્યંતર પર્ષદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ યાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો. તમસ્કાયને કરે છે. હે ગૌતમ ! આ રીતે ઇશાનેન્દ્ર તમસ્કાયને કરે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 45
Page #46
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અસુરકુમાર દેવો પણ તમસ્કાયને કરે છે ? હા, કરે છે. ભગવદ્ ! કયા હેતુથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે છે? ગૌતમ ! ક્રીડા અને રતિ નિમિત્તે, શત્રુને વિમોહિત કરવાને માટે, ગોપનીય ધનાદિની સુરક્ષા માટે, પોતાની કાયાને છૂપાવવાને, હે ગૌતમ ! આવા કારણોથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે, એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન ! તે એમ જ છે. તે એમ જ છે. કહી યાવતુ વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-શ્નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૩ “શરીર’ સૂત્ર-૬૦૩ ભગવન્મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય ? ગૌતમ ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! દેવો બે ભેદે છે - માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, તેમને કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ માનીને યાવત્ પય્પાસતા નથી. તે ભાવિતાત્મા અણગારની વચ્ચો વચ્ચથી નીકળી જાય, પરંતુ તેમાં જે અનાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વાંદે, નમે યાવત્ પર્યુપાસે છે, તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચ્ચથી નીકળે નહીં, તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવત્ ન જાય. ભગવન્! મહાકાય, મહાશરીર અસુરકુમાર દેવ? પૂર્વવતુ જાણવુ. એ પ્રમાણે દેવદંડકને વૈમાનિક સુધી કહેવો. સૂત્ર-૬૦૪, 605 104. ભગવન ! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિકર્મ, અભ્યત્થાન, અંજલિ પ્રગ્રહ, આસનાભિગ્રહ, આસનાનપ્રદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! અસુરકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે ? હા, છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર જાણવુ. પૃથ્વીકાયિક યાવત્ ચઉરિન્દ્રિયમાં નૈરયિકો મુજબ જાણવુ. ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં સત્કાર યાવત્ અનુગમન વિનય છે ? હા, છે. પણ આસનાભિગ્રહ, આસનાનપ્રદાન વિનય નથી. મનુષ્ય યાવત્ વૈમાનિકમાં અસુરકુમારવત્ જાણવુ. 605. ભગવન્! અલ્પઋદ્ધિક દેવ, મહદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, તે અર્થ ઠીક નથી. ભગવદ્ શું સમઋદ્ધિક દેવ, સમઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચેથી નીકળી શકે? ના, આ અર્થ યોગ્ય નથી. પ્રમત્ત હોય તો જઈ શકે ભગવદ્ ! શું તે શસ્ત્ર પ્રહાર વડે જવા સમર્થ છે કે શસ્ત્રક્રિમણ વિના જવા સમર્થ છે ? ગૌતમ ! તે શસ્ત્રાક્રમણથી જઈ શકે, શસ્ત્રાક્રમણ વિના નહીં. ભગવન્! તે પહેલા શસ્ત્રાક્રમણ કરીને પછી જાય કે પહેલા જઈ, પછી શસ્ત્રાક્રમણ કરે ? આ આલાવા વડે જેમ દશમા શતકમાં આત્મદ્ધિ ઉદ્દેશામાં કહ્યું, તેમ સંપૂર્ણ ચારે દંડકો કહેવા. મહદ્ધિક વૈમાનિકી, અલ્પદ્ધિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે. ત્યાં સુધી કહેવું. સૂત્ર-૬૦૬ ભગવદ્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું - યાવત્ - ભગવન્! અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેવા પરિગ્રહ સંજ્ઞા પરિણામ અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમણામ, ભગવદ્ ! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 46
Page #47
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૪, ઉદ્દેશો-૪ પુગલ' સૂત્ર-૬૦૭ ભગવન્! શું આ પુદ્ગલ અતીતમાં અનંત, શાશ્વત, એક સમય સુધી રૂક્ષ, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ણ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્જિર્ણ થઈને પછી એક વર્ણ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ ! તેમ થયું છે. ભગવન્! આ પુદ્ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી ? પૂર્વવત્ પ્રશ્ન. એ રીતે અનાગત અને અનંતમાં પણ જાણવુ. ભગવદ્ ! આ સ્કંધ અનંત અતીતમાં ? પૂર્વવત્, પુદ્ગલવત્ કહેવું. ભગવદ્ ! શું આ સ્કંધ, અનંત, શાશ્વત, અનાગત કાળમાં એક સમય રુક્ષ, એક સમય સ્નિગ્ધ હોય છે? પૂર્વવત પ્રશ્ન. ગૌતમ ! જેમ પુદ્ગલ પરિણામના વિષયમાં કહ્યું, તેમ સ્કંધના વિષયમાં પણ કહેવું. સૂત્ર-૬૦૮ ભગવન્શું આ જીવ અનંત, શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો ? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળા અનેકભૂત પરિણામથી પરિણત થયેલ ? ત્યારપછી વેદનીયની નિર્જરા થતા એક ભાવ, એકરૂપવાળો હતો ? હા, ગૌતમ ! તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું. સૂત્ર-૧૦૯, 610 109. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત. ભગવનુ એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે. 610. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ ? ગૌતમ ! દ્રવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશથી કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે. સૂત્ર-૬૧૧ ભગવન્! પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે - જીવ પરિણામ અને અજીવ પરિણામ. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનું 13 મુ પરિણામપદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે 2. યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૫ ‘અગ્નિ સૂત્ર-૬૧૨ ભગવદ્ ! નૈરયિક, અગ્નિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે? ગૌતમ! કેટલાક જાય, કેટલાક ન જાય. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી નીકળી જાય, ભગવન્! શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે, તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી ન નીકળે. તેથી એમ કહ્યું કે યાવત્ ન જઈ શકે. ભગવન્! અસુરકુમાર દેવ, અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ ! કોઈક નીકળે, કોઈક ન નીકળે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુરકુમાર બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક અસુરકુમાર છે, તે નૈરયિકવતુ નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 47
Page #48
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસુરકુમારમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળી જાય, કોઈ ન નીકળે. જે નીકળે તે શું ત્યાં બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. તેને શસ્ત્ર પ્રહાર ન કરી શકે. તેથી એમ કહ્યું. સ્વનિતકુમાર સુધી આમ કહેવું. એકેન્દ્રિયો, નૈરયિકવત્ કહેવા. ભગવદ્ ! બેઇન્દ્રિયો અગ્નિકાય મધ્યેથી જઈ શકે ? અસુરકુમારવત્ કહેવા. વિશેષ એ કે જે તેમાંથી નીકળે, તે બળી જાય ? હા, બળે છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી છે. ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિષયક પ્રશ્ન. ગૌતમ ! કેટલાક નીકળે, કેટલાક ન નીકળે. એમ કેમ કહ્યું? ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહગતિ સમાપન્નક, નૈરયિકવત્ કહેવા યાવત્ તેને શસ્ત્રાક્રમણ થતું નથી. અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે - ઋદ્ધિ પ્રાપ્ત અને અવૃદ્ધિપ્રાપ્ત. તેમાં જે ઋદ્ધિપ્રાપ્ત છે, તેમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળે, કોઈ ન નીકળે. જે નીકળે, તે ત્યાં દાઝે ? ના, તે અર્થ યોગ્ય નથી. તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અનૃદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કેટલાક અગ્નિકાય વચ્ચોવચ્ચથી નીકળી જાય, કેટલાક ન નીકળે. જે નીકળી જાય, તે શું તેમાં દાઝે ? હા દાઝે. તેથી કહ્યું કે યાવત્ ન નીકળે. એ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૬૧૩ નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - અનિષ્ટ એવા - 1. શબ્દ, 2. રૂપ, 3. ગંધ, 4. રસ, 5. સ્પર્શ, 6. ગતિ, 7. સ્થિતિ, 8. લાવણ્ય, 9. યશોકીર્તિ, 10. ઉત્થાન કર્મબળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવત્ ઈષ્ટ ઉત્થાન કર્મ બળા વીર્ય પુરુષાકાર પરાક્રમ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકો છ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ સ્પર્શ, ઇષ્ટ અનિષ્ટ ગતિ યાવત્ પરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવુ. બેઇન્દ્રિયો સાત સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટ અનિષ્ટ રસ, બાકી છ એકેન્દ્રિયો મુજબ જાણવા. તેઇન્દ્રિયો આઠ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટ અનિષ્ટ ગંધ, બાકી સાત બેઇન્દ્રિય મુજબ. ચઉરિન્દ્રિયો નવ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટાનિષ્ટ રૂપ, બાકી આઠ ઇન્દ્રિય મુજબ. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ પરાક્રમ. એ રીતે મનુષ્યો પણ જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૬૧૪ ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુલો ગ્રહણ કર્યા વિના તિર્ધા પર્વત કે તિર્થી ભીંતને ઉલ્લંઘવા કે પ્રલંઘવા સમર્થ છે? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિર્થો યાવત્ પ્રલંઘવાને સમર્થ છે? હા, છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૬ “આહાર' સૂત્ર-૬૧૫, 616 615. રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવન્! નૈરયિકો શું આહારે છે? શું પરિણામે છે? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! નૈરયિક પુદ્ગલાહારી, પુદ્ગલ પરિણામી, પુદ્ગલ યોનિક, પુદ્ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. - 616. ભગવદ્ ! નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અવીચી દ્રવ્યોને ? ગૌતમ ! નૈરયિકો તે બંનેને આહારે છે. ભગવન્! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે? ગૌતમ ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 48
Page #49
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, તે નૈરયિક વીચી દ્રવ્યોને આહારે છે, જે નૈરયિકો પ્રતિપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ અવીચીદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું એ પ્રમાણે યાવત્ વૈમાનિક આહાર કરે છે. સૂત્ર-૬૧૭ ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, દિવ્ય ભોગોપભોગ ભોગવવાને ઇચ્છે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે ? ગૌતમ ! ત્યારે તે શક્રેન્દ્ર એક મહાચક્ર સદશ ગોળાકાર વિક, તે સ્થાન લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજન હોય, તેની પરિધિ 3,16,227 યોજન યાવત્ ૧૩ણા અંગુલ હોય છે. નેમિ પ્રતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિભાગ બહુમ રમણીય યાવત્ મણિનો સ્પર્શવાળો હોય. તે નેમિ પ્રતિરૂપકના બહુમધ્ય દેશભાગે ત્યાં એક મહાન પ્રાસાદાવતંસક વિદુર્વે, તે ઉંચાઈમાં 500 યોજન અને 250 યોજન પહોળો હોય, તે અત્યંત ઊંચો અને પ્રભાપુંજથી વ્યાપ્ત યાવત્ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો ઉપરિતલ પમલતાના ચિત્રણથી યાવત્ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો અંદરનો ભાગ બહુસમ રમણીય યાવત્ મણિના સ્પર્શવાળો હોય. તેમાં વૈમાનિકની સદશ આઠ યોજનની મણિપીઠિકા હોય. તે મણિપીઠિકા ઉપર એક મહાન દેવશયનીય વિકુ. શય્યાનું વર્ણન, રાયપ્પલેણઈય સૂત્રાનુસાર યાવત્ પ્રતિરૂપ કરવું. તેમાં તે શક્રેન્દ્ર આઠ સપરિવાર અગ્રમહિષી સાથે, બે સૈન્ય - નાટ્યાનિક અને ગંધર્વાનિક સાથે મહાઆહત, નૃત્ય યાવત્ દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. - જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય ભોગ ભોગવવા ઇચ્છે. જેમ શક્રેન્દ્રમાં કહ્યું તેમ બધું જ ઇશાનેન્દ્રમાં પણ કહેવું. એ પ્રમાણે સનકુમારમાં પણ કહેવું. વિશેષ એ કે -પ્રાસાદાવતંસક 600 યોજન ઊંચો, 300 યોજન પહોળો કહેવો, મણિપીઠિકા તે જ પ્રમાણે આઠ યોજનની કહેવી. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન વિકુ તે સપરિવાર કહેવું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર 72,000 સામાનિકો યાવત્ 2,88,000 આત્મરક્ષક દેવો અને ઘણા સનસ્કુમાર કલ્પવાસી વૈમાનિક દેવ-દેવીઓ સાથે પરીવરીને યાવતુ ભોગ ભોગવતો વિચરે છે. આ પ્રમાણે સનકુમારની માફક યાવત્ પ્રાણત, અય્યત ઇન્દ્રો. કહેવા. વિશેષ એ કે - જેનો જેટલો પરિવાર, તે તેને કહેવો. પ્રાસાદ ઉચ્ચત્વ જે સ્વ-સ્વ કલ્પમાં વિમાનોનું ઉચ્ચત્વ છે, તેનાથી અડધો-અડધો વિસ્તાર યાવતુ શ્રુતના 900 યોજન ઉચ્ચત્વ અને 450 યોજનનો વિસ્તાર છે. ત્યાં હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ અય્યતા 10,000 સામાનિક યાવત્ ભોગ ભોગવતો. વિચરે છે. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તે એમજ છે. તે એમજ છે. શતક-૧૪, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૭ ‘સંસૃષ્ટ' સૂત્ર-૧૧૮ રાજગૃહમાં યાવત્ એમ કહ્યું, પર્ષદા પાછી ગઈ. હે ગૌતમ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધીને આમ કહ્યું - હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે, તું મારો ચિરસંસ્તુત છે, મારો ચિરપરિચિત છે, ચિર કાલ સેવિત છે, મારે ચિરકાળથી તું અનુગામી છે, ગૌતમ ! તું મારી સાથે ચિરાનુવૃત્તિ છે. અનંતર દેવલોક, અનંતર માનુષ્ય ભવમાં સ્નેહરાગ વાળો છે.. કેટલું કહીએ ? મૃત્યુ પછી, કાયાનો ભેદ થયા બાદ, અહીંથી મૃત્યુ પામીને બંને તુલ્ય, એકાર્થ મણામતાથી (એક પ્રયોજનવાળા) વિશેષતા રહિત થઈ જઈશું. સૂત્ર-૬૧૯ ભગવન્! જે પ્રમાણે આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો પણ આ અર્થને જાણે અને જુએ ? હા, ગૌતમ ! જેમ આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ભગવદ્ ! એમ કેમ કહો છો કે અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ? ગૌતમ ! અનુત્તરોપપાતિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 49
Page #50
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણા લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું. સૂત્ર-૬૨૦ ભગવદ્ ! તુલ્યો કેટલા ભેદે છે ? છ ભેદે છે - દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય. ભગવદ્ ! દ્રવ્યતુલ્ય એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ વ્યતિરિક્ત દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપ્રદેશિક સ્કંધ, બીજા દ્વિપ્રદેશિક સ્કંધ દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્ દશ પ્રદેશિક સ્કંધ કહેવો. સંખ્યાત પ્રદેશિક સ્કંધ બીજા સંખ્યાત પ્રદેશિક સ્કંધને તુલ્ય છે, પણ તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યની તુલ્ય નથી. એ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક, તુલ્ય અનંત પ્રદેશિક સ્કંધ પણ કહેવો. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું કે તે દ્રવ્યથી તુલ્ય છે. ભગવદ્ ! કયા કારણથી એ ક્ષેત્રતુલ્ય' કહેવાય છે ? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, બીજા એક પ્રદેશાવગાઢ પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય છે. પણ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, એક પ્રદેશાવગાઢથી વ્યતિરિક્ત પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય નથી. ભગવન્! કયા કારણથી એ ‘કાળતુલ્ય કહેવાય છે? ગૌતમ ! એક સમય સ્થિતિક પુદ્ગલ, બીજા એક સમય સ્થિતિક પુદ્ગલને કાળથી તુલ્ય છે, પણ એક સમય સ્થિતિક વ્યતિરિક્ત પુદ્ગલને કાળથી તુલ્ય નથી, એ રીતે યાવતુ દશ સ્થિતિક. એ પ્રમાણે તુલ્ય સંખ્યાત સ્થિતિક, એ પ્રમાણે જ તુલ્ય અસંખ્યાત સ્થિતિક જાણવું. ભગવન્કયા કારણથી તે “ભવતુલ્ય’ એમ કહેવાય છે? ગૌતમ ! નૈરયિક, બીજા નૈરયિકને ભવાર્થતાથી તુલ્ય છે, નૈરયિકથી વ્યતિરિક્તને ભવાર્થતાથી તુલ્ય નથી, એ પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવમાં પણ જાણવુ. તે કારણથી યાવત્ ભવતુલ્ય છે. ભગવન્! કયા કારણથી તે ભાવતુલ્ય, ભાવતુલ્ય કહેવાય છે? ગૌતમ ! એક ગુણ કાળા પુદ્ગલ, એક ગુણ કાળા પુદ્ગલને ભાવથી તુલ્ય છે. પણ એક ગુણ કાળા વ્યતિરિક્ત પુદ્ગલને ભાવથી તુલ્ય નથી, એ પ્રમાણે યાવત્ દશગુણ કાળા. એ રીતે તુલ્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, એ રીતે તુલ્ય અસંખ્યાત ગુણ કાળા, એ રીતે તુલ્યા અનંતગુણ કાળાના વિષયમાં પણ જાણવુ. જેમ કાળા તેમ નીલા, રાતા, પીળા, સફેદમાં કહેવું. એ પ્રમાણે સુરભિગંધ, દુરભિગંધમાં. એ રીતે તિક્ત યાવત્ મધુરમાં, એ રીતે કર્કશ યાવત્ રૂક્ષમાં પણ જાણવુ. ઔદયિક ભાવ, ઔદયિક ભાવને ભાવથી તુલ્ય છે, પણ ઔદયિક ભાવ વ્યતિરિક્ત ભાવને ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક, સંનિપાતિક ભાવમાં જાણવું ભાવતુલ્ય કહ્યું. ભગવન્! સંસ્થાનતુલ્યને સંસ્થાનતુલ્ય કેમ કહે છે? ગૌતમ ! પરિમંડલસંસ્થાન, બીજા પરિમંડલ સંસ્થાનથી તુલ્ય છે, પણ પરિમંડલ સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે વૃત્ત, વ્યસ, ચતુરસ, આયતા સંસ્થાનમાં પણ કહેવું. સમચતુરઢ સંસ્થાન, બીજા સમચતુરઢ સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પરંતુ સમચતુરસ સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે પરિમંડલ યાવત્ હૂંડક સંસ્થાનમાં પણ જાણવું, તેથી સંસ્થાનતુલ્ય કહ્યું. સૂત્ર-૧૨૧ ભગવદ્ ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર, સંથારામાં કાલ ધર્મને પામે, તેને ઉત્પત્તિ સ્થાનમાં, પહેલા. મૂચ્છિત યાવત્ અધ્યપપન્ન થઈ આહાર કરે છે, પછી અમૂચ્છિત, અમૃદ્ધ યાવત્ અનાસક્ત આહાર હોય છે ? હા, ગૌતમ ! ભક્ત પચ્ચકખાણ કર્તા અણગાર એ રીતે આહાર કરે છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 50
Page #51
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૬૨૨, 623 622. ભગવન્! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે? હા, હોય છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ નિપુણ-શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ - વ્રીહિ - ઘઉં - જવ - જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ તીક્ષ્ણ દાંતથી શીઘ્રતાથી કાપે, એ રીતે સાત લવ જેટલા સમયમાં કાપી લે, હે ગૌતમ ! જો તે દેવનું આટલુ વધુ આયુ હોય તો તે એ જ ભવે સિદ્ધ થઈ યાવત્ અંત કરે છે. તેથી તે દેવને લવસપ્તમ કહેવાય. 623. ભગવદ્ ! અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે ? હા, હોય છે. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનુત્તર શબ્દો યાવત્ અનુત્તર સ્પર્શ હોય છે, તેથી હે ગૌતમ ! એવું કહ્યું છે. ભગવદ્ ! અનુત્તરોપપાતિક દેવો કેટલા કર્મ બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે? ગૌતમ! શ્રમણ નિર્ચન્થ ષષ્ઠભક્ત તપથી જેટલા કર્મોની નિર્જરા કરે છે, તેટલા કર્મો બાકી રહેતા અનુત્તરોપપાતિક દેવ દેવપણે ઉત્પન્ન થાય છે. ... ભગવનું ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૮ ‘અંતર’ સૂત્ર-૬૨૪ ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરામભા પૃથ્વીનું કેટલું અબાધાએ અંતર છે ? ગૌતમ ! અસંખ્યાતા હજાર યોજન અંતર છે. .... ભગવદ્ ! શર્કરામભા અને વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલું અબાધા અંતર છે ? એ પ્રમાણે યાવત્ તમાં અને અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. ભગવદ્ ! અધઃસપ્તમી પૃથ્વી અને અલોકનું અબાધા અંતર કેટલું છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજના અબાધાએ અંતર છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીથી જ્યોતિષ્ક દેવવિમાનનું કેટલું અંતર છે? ગૌતમ ! 790 યોજન અબાધાએ અંતર કહેલ છે. ભગવદ્ ! જ્યોતિષ્ક દેવવિમાનનું થી સુધર્મ-ઈશાન કલ્પનું કેટલું અંતર છે ? ગૌતમ ! અસંખ્યાત યોજના યાવત્ અંતર કહેલ છે. ભગવદ્ ! સૌધર્મ-ઈશાનકલ્પથી સનસ્કુમાર-માણેકલ્પનું અંતર કેટલું છે? એ પ્રમાણે જ છે. સનકુમાર -માહેન્દ્રથી બ્રહ્મલોક કલ્પનું અંતર ? એ પ્રમાણે જ છે. ભગવન્! બ્રહ્મલોકથી લાંતક કલ્પનું? એ પ્રમાણે જ છે. ભગવદ્ ! લાંતકથી મહાશુક્ર કલ્પનું? એ પ્રમાણે અંતર છે. મહાશુક્ર કલ્પથી સહસારનું એમ જ છે. સહસારથી આનત-પ્રાણત કલ્પનું એમ જ છે, આનત-પ્રાણત કલ્પથી આરણ-અર્ચ્યુત કલ્પનું એમ જ છે. આરણ-અર્ચ્યુતથી રૈવેયક અને રૈવેયકથી અનુત્તર વિમાનનું એમ જ છે. ભગવન્! અનુત્તર વિમાનથી ઈષત્ પ્રાભારા પૃથ્વીનું અંતર ? ગૌતમ ! બાર યોજન અબાધાએ અંતર છે. ઇષત્ પ્રાભારા પૃથ્વીથી અલોકનું અંતર ? ગૌતમ ! દેશોન એક યોજન અબાધા અંતર છે. સૂત્ર-૬૨૫ ભગવન્ઉષ્ણતાથી પીડિત, તૃષાથી પીડિત, દાવાગ્નિ વાલાથી પીડિત આ શાલવૃક્ષ કાળમાસે કાળ કરીને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિતપૂજિત-સત્કારિત-સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાનપાત, સન્નિહિત પ્રાતિહાર્ય, લીપલ-પૉતેલ પૂજનીય થશે. ભગવન્! ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! મહાવિદેહક્ષેત્રે સિદ્ધ થશે યાવત્ અંત કરશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 51
Page #52
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! આ ઉષ્ણતાથી અભિહત, તૃષાથી અભિહત, દાવાગ્નિ જવાલાથી અભિહત શાલયષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂળમાં માહેશ્વરી નગરીમાં શાલ્મલી વૃક્ષરૂપે ફરી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત યાવત્ લીંપેલ-ગુંપેલ પૂજનિક થશે. ભગવદ્ ! ત્યાંથી અનંતર ઉદ્વર્તીને બાકી શાલવૃક્ષ મુજબ યાવત્ અંત કરશે. ભગવન્આ ઉષ્ણતાથી અભિહત આદિ ઉર્દુબર યષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાડલિપુત્ર નામક નગરમાં પાડલિવૃક્ષપણે ફરી જન્મ લેશે. તે ત્યાં અર્ચિત, વંદિત યાવત્ થશે. યાવત્ પૂર્વવત્ અંત કરશે. સૂત્ર-૬૨૬, 627. - 626. તે કાળે, તે સમયે અંબડ પરિવ્રાજકના 700 શિષ્યો ગ્રીષ્મકાળ સમયમાં એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તે પ્રમાણે યાવત્ આરાધક થયા. 627. ભગવન્! ઘણા લોકો પરસ્પર એમ કહે છે, એ રીતે નિક્ષે અંબડ પરિવ્રાજક કાંડિલ્યપુર નગરમાં સો. ઘરોમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ સૂત્રમાં અંબડનું કથન કર્યું, તેમ દઢપ્રતિજ્ઞા સર્વ દુખોનો અંત કરશે. સૂત્ર-૬૨૮ થી 630 - 628. ભગવન્! શું અવ્યાબાધ દેવ’ અ-વ્યાબાધ દેવ છે? હા, છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવયુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, એમ કરતા તે દેવ. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યવિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ અવ્યાબાધ દેવ કહેવાય. 629. ભગવદ્ ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપી કમંડલમાં નાખવા સમર્થ છે? હા, સમર્થ છે. તે આમ કઈ રીતે કરે છે? ગૌતમ ! તે મસ્તકને છેદી-છેદીને નાંખે છે, ભેદી-ભેદીને નાંખે છે, કૂટી-ફૂટીને નાંખે છે, ચૂર્ણ કરી-કરીને નાંખે છે. ત્યારપછી જલદીથી પુનઃ મસ્તક બનાવી દે છે. આ પ્રક્રિયામાં. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષ્મતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે. 630. ભગવદ્ ! જંભક દેવ, જંભક દેવ છે ? હા, છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશીલ, કંદર્પતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને કુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન અપયશ. પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહાયશને પામે છે. તેથી હે ગૌતમ! જંભક દેવો છે. ભગવન જંભક દેવો કેટલા ભેદે છે, ગૌતમ ! દશ ભેદે - અન્નજંભક, પાનજંભક, વસ્ત્રજંભક, લયનજંભક, શયનથંભક, પુષ્પભ્રંભક, ફળફંભક, પુષ્પફળઝુંભક, વિદ્યાવૃંભક, અવ્યક્તશૃંભક. ભગવન્! જંભક દેવો ક્યાં નિવાસ કરે છે ? ગૌતમ ! બધા દીર્ઘ વૈતાઢ્યોમાં, ચિત્ર-વિચિત્ર-યમકપર્વતોમાં, કાંચન ગિરિમાં, અહીં જંભક દેવો નિવાસ કરે છે. ભગવન્! જંભક દેવોની કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ ! એક પલ્યોપમ. ભગવન્! આપ કહો છે, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૯ “આણગાર' સૂત્ર-૬૩૧ ભગવન્! ભાવિતાત્મા અણગાર. જે પોતાની કર્મલેશ્યાને ન જાણે, ન જુએ તે શું સરૂપી અને સકર્મલેશ્યને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 52
Page #53
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જાણે-જુએ ? હા, ગૌતમ ! ભાવિતાત્મા તે જાણે-જુએ. ભગવદ્ ! શું સરૂપી સકર્મલેશ્ય પુદ્ગલો અવભાસે છે ?, પ્રકાશિત થાય છે ? હા, થાય છે. ભગવન્! તે સરૂપી-સકર્મલેશ્ય પુદ્ગલ કયા છે? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય દેવના વિમાનોથી નીકળેલ બાહ્ય વેશ્યા તેને અવભાસે છે, પ્રકાશે છે. એ પ્રમાણે હે ગૌતમ ! તે સરૂપી–સકર્મલેશ્યી પુદગલો અવભાસિત, પ્રકાશિત આદિ થાય છે. સૂત્ર-૬૩૨, 633 632. ભગવદ્ ! નૈરયિકોને આત્ત-સુખકારક પુદ્ગલ હોય કે અનાત્ત-અસુખકારક? ગૌતમ ! આજ્ઞ પુદ્ગલ નથી, અનાર પુદ્ગલ છે. ભગવદ્ ! અસુરકુમારને શું આત્ત પુદ્ગલ છે કે અનાર ? ગૌતમ ! આત્ત પુદ્ગલ છે, અનાત્તા નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! આત્ત પુદ્ગલ પણ હોય અને અનાર પુદ્ગલ પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને અસુરકુમારવત જાણવા. ભગવન્! નૈરયિકોને ઇષ્ટ પુદ્ગલ હોય કે અનિષ્ટ? ગૌતમ ! ઇષ્ટ પુદ્ગલ ન હોય, અનિષ્ટ હોય. જેમ આત્ત પુદ્ગલો કહ્યા તેમ ઇષ્ટ પણ કહેવા. કાંત, પ્રિય, મનોજ્ઞ પણ કહેવા. આ પાંચ દંડક છે. 633. ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ શું હજાર રૂપ વિકુર્તી, હજાર ભાષા બોલવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! શું તે એક ભાષા છે કે હજાર ભાષા છે? ગૌતમ! તે એક ભાષા છે, હજાર ભાષા નથી. સૂત્ર-૬૩૪ તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તત્કાળ ઉદિત, જાસુમણ પુષ્પ પુંજ પ્રકાશ સમાન લાલ વર્ણનો બાળસૂર્ય જોયો, જોઈને જાતશ્રદ્ધ યાવત્ સમુત્પન્ન કુતૂહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! આ સૂર્ય શું છે? આ સૂર્યનો અર્થ શો છે? ગૌતમ ! સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે. ભગવદ્ ! આ સૂર્ય શું છે? આ સૂર્યની પ્રભા શું છે? એ પ્રમાણે જ કહેવું. એ પ્રમાણે છાયા અને વેશ્યા કહેવી. સૂત્ર-૬૩૫ ભગવન્! જે આ શ્રમણ નિર્ચન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે? ગૌતમ ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા શ્રમણ અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને, ચાર માસ પર્યાયવાળા ચંદ્ર-સૂર્ય જ્યોતિશ્કેન્દ્ર જ્યોતિષરાજની તેજોલેશ્યાને, છા માસ પર્યાયવાળા શ્રમણ સૌધર્મ-ઈશાન દેવોની, સાત માસ પર્યાયવાળા સનસ્કુમાર-માહેન્દ્ર દેવોની, આઠ માસ પર્યાયવાળા બ્રહ્મલોક-લાંતકના દેવોની તેજોલેશ્યાને, દશ માસ પર્યાયવાળા આનત-પ્રાણત આરણ-અય્યતા દેવોની, ૧૧-માસ પર્યાયવાળા રૈવેયક દેવોની, બાર માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ અનુત્તરોપપાતિક દેવોની. તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્યારપછી શુક્લ, શુક્લાભિજાત થઈને પછી સિદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. કહીને વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૧૦ ‘કેવલી' સૂત્ર-૬૩૬ ભગવન્! શું કેવલી છદ્મસ્થને જાણે અને જુએ ? હા, જાણેઅને જુએ. ભગવદ્ ! જે રીતે કેવલી છદ્મસ્થને જાણે-જુએ, તે રીતે સિદ્ધો પણ છદ્મસ્થને જાણે-જુએ? હા, જાણે-જુએ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 53
Page #54
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! શું કેવલી આધોવલિકને જાણે-જુએ? હા, ગૌતમ ! જાણે-જુએ. એ પ્રમાણે પરમાધોવધિક પણ કહેવા. એ પ્રમાણે જ કેવલી અને સિદ્ધ યાવત્ કેવળીને જાણે અને જુએ. ભગવન્! જે રીતે કેવલી, સિદ્ધને જાણે-જુએ, તેવી રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-જુએ? હા, જાણે અને જુએ. ભગવદ્ ! કેવલી બોલે છે કે ઉત્તર આપે છે ? હા, બોલે અને ઉત્તર પણ. આપે ભગવન્! જેમ કેવલી બોલે ને ઉત્તર આપે, તે રીતે સિદ્ધો પણ બોલે કે ઉત્તર આપે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો કે - 4 - યાવતુ સિદ્ધો ન બોલે, ન ઉત્તર આપે ? ગૌતમ ! કેવલી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ સહિત હોય છે. જ્યારે સિદ્ધો ઉત્થાન યાવતુ પુરુષાકાર પરાક્રમથી રહિત હોય છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉત્તર ન આપે. ભગવન્! કેવલી, પોતાની આંખ. ખોલે કે બંધ કરે ? હા, તેમ કરે. એ પ્રમાણે આકુંચન કે પ્રસારણ કરે, એ પ્રમાણે સ્થાન-શચ્યા-નિષદ્યા કરે છે. સિદ્ધોમાં આ બધાનો નિષેધ જાણવો.. ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી એ રીતે જાણ-જુએ ? હા, જાણે-જુએ. ભગવદ્ ! જે રીતે કેવલી રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી એમ જાણે-જુએ તે રીતે સિદ્ધો પણ રત્નપ્રભા પૃથ્વીને જાણે-જુએ ? હા, જાણે અને જુએ. ભગવદ્ ! કેવલી, શર્કરા પ્રભા પૃથ્વીને, શર્કરા પ્રભા પૃથ્વી છે, એમ જાણે-જુએ ? પૂર્વવત્ કહેવું. અધઃસપ્તમી સુધી આમ કહેવું. ભગવદ્ ! કેવલી સૌધર્મ કલ્પને જાણે-જુએ ? હા, જાણે-જુએ. એ પ્રમાણે જ ઈશાન યાવત્ અશ્રુતકલ્પને જાણે-જુએ. ભગવદ્ ! કેવલી, રૈવેયક વિમાનને રૈવેયક વિમાન એમ જાણે-જુએ ? પૂર્વવત્. એ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-જુએ. ભગવદ્ ! કેવલી, ઇષત્ પ્રાશ્મારા પૃથ્વીને ઇષત્ પ્રાગભારા પૃથ્વી રૂપે જાણે-જુએ ? પૂર્વવત્ . આ બધું સિદ્ધોમાં પણ સમજી લેવું.. ભગવન્! કેવલી, પરમાણુ પુદ્ગલને પરમાણુ પુદ્ગલરૂપે જાણે-જુએ ? પૂર્વવત્. એ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્કંધ, એ પ્રમાણે યાવતુ હે ભગવન્! કેવલી, અનંત પ્રદેશિક સ્કંધને અનંતપ્રદેશિક સ્કંધરૂપે જે રીતે જાણે-જુએ છે, તે રીતે સિદ્ધો પણ - 8. જાણે અને જુએ ? હા, જાણે અને જુએ. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૯ત્રો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 54
Page #55
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૫ સૂત્ર-૬૩૭ ભગવતી મૃતદેવતાને નમસ્કાર. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા નામે કુંભારણ આજીવિક-ઉપાસિકા રહેતી હતી, તેણી ઋદ્ધિમાન યાવત્ અપરિભૂત હતી. તેણી આજીવિક સિદ્ધાંતની લબ્ધાર્થી, ગૃહીતાર્થ, પુછિતાર્યા, વિનિશ્ચિતાર્થા, અસ્થિમજ્જાવત્ પ્રેમ-અનુરાગરક્તા હતી. હે આયુષ્યમાન્ આજીવિક સિદ્ધાંત જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકી બધો અનર્થ છે, એમ તેમાં આત્માને ભાવિત કરી રહેતી હતી. તે કાળે, તે સમયે ગોશાલક મંખલિપુત્ર 24 વર્ષના પર્યાયવાળો હતો, તે હાલાહલા કુંભારણની કુંભાર-આપણા માં આજીવિકસંઘથી પરિવરીને આજીવિક સિદ્ધાંતમાં આત્માને ભાવિત કરતો રહેલો. ત્યારે તે ગૌશાળા પાસે અન્ય કોઈ દિવસે છ દિશાચરો આવ્યા, તે આ - શાણ, કલંદ, કર્ણિકાર, અચ્છિદ્ર, અગ્નિવૈશ્યાયન, ગૌતમપુત્ર અર્જુન. ત્યારે તે છ દિશાચરો પૂર્વશ્રતમાં કથિત અષ્ટાંગ નિમિત્ત અને દશમાં માર્ગમાં પોત-પોતાના મતિદર્શનોથી નિસ્પૃહણા કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થિત થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર, તે અષ્ટાંગ મહાનિમિત્તના કોઈ ઉપદેશ દ્વારા સર્વે - પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને માટે આ છ અનતિક્રમણીય વાતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો. તે આ - લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારે તે ગોશાળો તે અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં હું જિન છું તેમ કહેતો, અરહંત ન હોવા છતાં હું અરહંત છું એમ કહેતો, કેવલી ન હોવા છતાં હું કેવલી છું’ એમ કહેતો અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞ પ્રલાપતો, અજિન છતાં જિન છે તેમ કહેવા લાગ્યો. સૂત્ર-૬૩૮ ત્યારે શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવત્ પ્રરૂપવા લાગ્યા કે - હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્ કહેવડાવતો. વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી? તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર જે ગૌતમ ગોત્રના હતા, યાવત્ નિરંતર છ3-છઠ્ઠ તપ કરતા. એ પ્રમાણે જેમ બીજા શતકમાં નિર્ચન્થ ઉદ્દેશકમાં કહ્યું છે યાવતું ભ્રમણ કરતા ઘણા લોકોના શબ્દોને સાંભળે છે. ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો! ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્ કહેતો વિચરે છે, તે કેમ માનવું ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણા લોકો પાસે આ વાત સાંભળી, અવધારી યાવત્ જાતશ્રાદ્ધ થઇ યાવત્ ભોજનપાન દેખાડીને યાવત્ પય્પાસના કરતા આમ કહ્યું - એ પ્રમાણે હે ભગવન્ ! હું ભ્રમણ કરતો હતો ત્યારે ઇત્યાદિ બધું કહેવું યાવત્ ગોશાલક, જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. તો હે ભગવન્! આ વાત કેમ માનવી? તેથી હે ભગવન્! ગોશાળા મંખલિપુત્રના ઉત્થાન-પરિયાણ આપ કહો તેમ હું ઇચ્છું છું. ગૌતમાદિને સંબોધીને શ્રમણ ભગવદ્ મહાવીરે ગૌતમસ્વામીને આમ કહ્યું - જે તે ઘણા લોકો પરસ્પર એમાં કહે છે - પ્રરૂપે છે - ખરેખર, ગોશાળો જિન, જિનપ્રલાપી યાવતુ કહેતો વિચરે છે. તે મિથ્યા છે. હે ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપું છું કે - ખરેખર, આ ગોશાલક મંખલિપુત્રના ‘મંખલિ' નામે મંખ પિતા હતા. તે સંખલિ મંખને ભદ્રા નામે સુફમાલ યાવતુ પ્રતિરૂપ પત્ની હતી, ત્યારે તે ભદ્રા પત્ની અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાળે, તે સમયે શરવણ નામે સંનિવેશ હતું. તે ઋદ્ધિમય, સ્તિમિત યાવત્ દેવલોક સમાન પ્રકાશવાળ, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 55
Page #56
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રાસાદીય આદિ હતું. તે શરવણ સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો, તે ઋદ્ધિમાન યાવતુ સંપરિભૂત, ઋગ્વદ યાવત્ સુપરિનિષ્ઠિત હતો. ગોબહુલ ‘બ્રાહ્મણની ગોશાળા' હતી. ત્યારે તે મખલિ મંખ અન્ય કોઈ દિવસે ગર્ભિણી પત્ની-ભદ્રા સાથે હાથમાં ચિત્રફલક લઈને મંખપણાથી પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો ગામ-ગામ વિચરતો જ્યાં શરવણ સંનિવેશ હતું, જ્યાં ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં ભાંડાદિ રાખ્યા. રાખીને શરવણ સંનિવેશના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાએ ભટકતો વસતીમાં ચોતરફ માર્ગ ગવેષણા કરતો, વસતિમાં ચોતરફ બધે માર્ગ ગવેષણા કરવા છતાં અન્યત્ર વસતી પ્રાપ્ત ન થતા તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં એક ખૂણામાં નિવાસ કરીને રહ્યો. ત્યારે તે ભદ્રા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ યાવત્ પ્રતિરૂપ બાળકને જન્મ આપ્યો. તે બાળકના માતાપિતાએ અગિયારમો દિવસ વીત્યા પછી યાવત્ બારમા દિવસે આ - આવા પ્રકારે ગૌણ-ગુણનિષ્પન્ન નામ કર્યું - જેથી અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જમ્યો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોશાળો-ગોપાલક થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગોશાલક નામ રાખ્યું. ત્યારપછી તે ગોશાલક બાળક બાળભાવથી મુક્ત થયો, તેને વિજ્ઞાન પરિણમ્યુ. યૌવનને પામ્યો. સ્વયં સ્વતંત્રપણે એક ચિત્રફલક કર્યું, સ્વયં ચિત્રફલકને હાથમાં લઈ મનપણે પોતાને ભાવિત કરતો વિચર્યો. સૂત્ર-૬૩૯ તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ૩૦-વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ ‘ભાવના' અધ્યયનમાં કહ્યું તેમ યાવત્ એક દેવદૂષ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને પરપણે પ્રવ્રજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલા વર્ષાવાસમાં પંદર-પંદર દિવસના તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું રહ્યો. બીજા વર્ષાવાસમાં માસક્ષમણ-માસક્ષમણ કરતો પૂર્વાનુપૂર્વી ચાલતા એક ગામથી બીજે ગામ વિચરતા જ્યાં રાજગૃહ નગર, જ્યાં નાલંદા બહાર જે તંતુવાય શાળા, ત્યાં આવ્યો. આવીને ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને તે તંતુવાય શાળાના એક ભાગમાં વર્ષાવાસ સ્વીકારીને રહ્યો. ત્યારે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને રહેલો હતો. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર હાથમાં ચિત્રફલક લઈને મુખપણે પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો યાવત્ વિચરતો જ્યાં રાજગૃહનગર, જ્યાં નાલંદાની બહારની તંતુવાય શાળાં, ત્યાં આવ્યો, આવીને તંતુવાય શાળાના એક ભાગમાં ભાંડાદિ મૂક્યા. મૂકીને રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ યાવત્ અન્યત્ર ક્યાંય વસતી ન મળતા, તે જ તંતુવાય શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો, ત્યાં હું ગૌતમ ! વર્ષાવાસ સ્વીકારી રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! પહેલા માસક્ષમણના પારણામાં હું તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદાની. બહારથી વચ્ચોવચ્ચ થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો, આવીને રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ યાવત્ ભ્રમણ કરતા વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે વિજય ગાથાપતિ મને આવતો જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને જલદીથી આસનેથી ઊભો થયો, થઈને પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઊતર્યો. ઊતરીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું. મસ્તકે હાથની અંજલિ જોડી, મારા તરફ સાત-આઠ પગલા સામે આવ્યો. મને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને મને વંદન-નમસ્કાર કર્યા, કરીને મને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાલતા પણ સંતુષ્ટ થયો. પ્રતિલાભીને પણ સંતુષ્ટ થયો. ત્યારપછી તે વિજય ગાથાપતિની તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, તપસ્વી વિશુદ્ધિ, ત્રિકરણ શુદ્ધિ, ત્રિવિધ યોગશુદ્ધિ પ્રતિગ્રાહક-પાત્ર શુદ્ધિ, ત્રિવિધ-ત્રિકરણ શુદ્ધિથી દાન વડે મને પ્રતિલાભિત કરતા દેવાયુષ બાંધ્યું. સંસાર પરિમિત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 56
Page #57
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કર્યો, તેના ઘરમાં આ પંચ દિવ્યો પ્રગટ થયા, તે આ - વસુધારા વૃષ્ટિ, પંચવર્તી પુષ્પોનો નિપાત, વસ્ત્રોનો ઉલ્લેપ, દેવદુંદુભિનો નાદ, તન્મધ્યે આકાશમાં “અહોદાનં-અહોદાનં” ઉદ્ઘોષણા. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટકે યાવતું માર્ગમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિને ધન્ય છે, વિજય ગાથાપતિ કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિનો આ લોક સફળ છે, વિજય ગાથાપતિનો મનુષ્ય જન્મ-જીવિત ફળ સુલબ્ધ છે કે જેના ઘરમાં તથારૂપ સાધુને સાધુરૂપ પ્રતિલાભિત કરતા આ પાંચ દિવો પ્રગટ થયા. જેમ કે - વસુધારા વૃષ્ટિ યાવત્ અહોદાનઅહોદાન ની ઉદ્ઘોષણા. તેથી તે ધન્ય, કૃતાર્થ, કૃતપુણ્ય, કૃતલક્ષણ, બંને લોક સાર્થક, સુલબ્ધ મનુષ્ય જન્મજીવિત ફળ તે વિજય ગાથાપતિના થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણા લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને સંશય ઉત્પન્ન થયો, કુતૂહલ ઉત્પન્ન થયું, જ્યાં વિજય ગાથાપતિનું ગૃહ હતું તે ત્યાં આવ્યો, આવીને વિજય ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત જોયો. મને વિજય ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, મારી પાસે આવ્યો, મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, મને વંદન-નમસ્કાર કર્યા, મને આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો ધર્મશિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રની આ વાતનો આદર ના કર્યો, સ્વીકાર ન કર્યો, પણ હું મૌન રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહનગરથી નીકળ્યો, નીકળીને નાલંદાની બહાર વચ્ચોવચ્ચથી ચાલતા જ્યાં તંતુવાયશાળા હતી, ત્યાં આવ્યો. આવીને બીજુ માસક્ષમણ સ્વીકારીને રહ્યો. પછી ગૌતમ ! હું બીજા માસક્ષમણના પારણે, તંતુવાયશાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહારથી મધ્યમાં ચાલતા જ્યાં રાજગૃહનગર યાવતું ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે આનંદ ગાથાપતિ મને આવતો જોઈને ઇત્યાદિ વિજય ગાથાપતિમાં કહ્યા મુજબ જાણવું. વિશેષ એ કે - મને વિપુલ ખાદ્યવિધિથી પ્રતિલાભશે એમ વિચારી સંતુષ્ટ થયો. બાકી બધું પૂર્વવત્. યાવત્ ત્રીજું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! હું ત્રીજા માસક્ષમણના પારણે તંતુવાયા શાળાથી નીકળ્યો. નીકળીને પૂર્વવત્ યાવત્ ભ્રમણ કરતા સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ્યો. ત્યારે સુનંદ ગાથાપતિનું વૃત્તાંત વિજય ગાથાપતિ માફક કહેવું. વિશેષ એ કે - મને સર્વકામગુણિત ભોજન વડે પ્રતિલાલ્યો. બાકી પૂર્વવત્. યાવત્ હું ચોથું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારે નાલંદા બહાર નિકટમાં એક કોલ્લાગ નામે સંનિવેશ હતું. વેશ વર્ણન કરવું). તે કોલ્લાગ સંનિવેશમાં “બહુલ' નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આલ્ય યાવત્ અપરિભૂત હતો. ઋગ્વદ યાવત્ સુપરિનિષ્ઠિત હતો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ કાર્તિક ચાતુર્માસિકના પડવે વિપુલ મધુ-બૃત સંયુક્ત પરમાત્રથી બ્રાહ્મણોને જમાડ્યા અને. આચમન કરાવ્યું. ત્યારે હે ગૌતમ ! હું ચોથા માસક્ષમણના પારણાએ તંતુવાય શાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહાર વચ્ચોવચ્ચથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો. કોલ્લાગ સંનિવેશના ઉચ્ચનીચ યાવત્ ભ્રમણ કરતા બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ મને આવતો જોઈને... ઇત્યાદિ પૂર્વવત્ જાણવુ. યાવત્ મને વિપુલ ઘી-સાકર સંયુક્ત પરમાત્રથી પ્રતિલાભશે એમ વિચારી તુષ્ટ થયો. બાકી વર્ણન વિજય ગાથાપતિવત્ જાણવુ યાવત્ બહુલ બ્રાહ્મણને ધન્ય છે.. ત્યારે તે ગોશાળો મંખલિપુત્ર, મને તંતુવાયશાળામાં ન જોઈને રાજગૃહનગરમાં અંદર-બહાર ચોતરફ મારી માર્ગણા-ગવેષણા કરવા લાગ્યો. મારી ક્યાંય શ્રુતિ-સુતિ-પ્રવૃત્તિની જાણ ન થતા જ્યાં તંતુવાય શાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપાના ચિત્રફલક આદિ બ્રાહ્મણોને આપી દીધા, આપીને દાઢી-મૂછ સહિત મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાયશાળાની બહાર નીકળ્યો. નીકળીને નાલંદા બારિરિકાથી વચ્ચોવચ્ચ ચાલ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 57
Page #58
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ પછી જ્યાં કોલ્લાગ સંનિવેશ હતુ ત્યાં આવ્યો, ત્યારે તે કોલ્લાગ સંનિવેશની બહાર ઘણા લોકોને પરસ્પર એમ કહેતા. યાવત્ પ્રરૂપતા સાંભળ્યા. હે દેવાનુપ્રિયો! બહુલ બ્રાહ્મણ ધન્ય છે, ઇત્યાદિ યાવત્ તેનો જન્મ, જીવિત સફળ છે. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણા લોકો પાસે આ અર્થ સાંભળી, અવધારીને આ - આવા પ્રકારનો તેને મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરની જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ લબ્ધ-પ્રાપ્તી અને અભિસન્મુખ થયેલ છે, તેવી બીજા કોઈ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની ઋદ્ધિ, ધૃતિ યાવત્ પરાક્રમ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ થયેલ નથી. તેથી નિઃસંદેહ આ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર અહીં જ હશે, એમ કરીને કોલ્લાગ સંનિવેશના અંદર-બહાર, ચારે તરફ મારી માર્ગણા-ગવેષણા કરી, મને ચોતરફ શોધતા કોલ્લાગ સંનિવેશની બાહ્ય પ્રણિતભૂમિમાં મારી સન્મુખ આવી મળ્યો. ત્યારે તે ગોશાળો હર્ષિત-સંતુષ્ટ થઈ મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આમ કહ્યું - હે ભગવન! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ, સત્કાર-અસત્કારને અનુભવતો અનિત્ય જાગરિકા કરતો વિચર્યો. સૂત્ર-૬૪૦ ત્યારપછી હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે પ્રથમ શરદકાળ સમયમાં જ્યારે. અલ્પવૃષ્ટિ થયેલ ત્યારે. ગોશાળા સાથે સિદ્ધાર્થગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરે વિહાર કરવા નીકળ્યો, તે સિદ્ધાર્થગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરના અંતરમાં એક મોટો તલનો છોડ, પુષ્પ-પત્ર યુક્ત હર્યોભર્યો, શ્રી વડે અતિ શોભતો રહેલો હતો. ત્યારે તે ગોશાળાએ તલનો છોડ જોઈને, મને વંદન-નમસ્કાર કરીને આમ પૂછ્યું કે, હે ભગવન્! આ તલનો છોડ નિષ્પન્ન થશે. કે નહીં? આ સાત તલપુષ્પ જીવો મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ત્યારે મેં કહ્યું. આ તલનો છોડ નિષ્પન્ન થશે, આ સાત તલ પુષ્પ મરીને આ જ તલના છોડમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. ત્યારે તે ગોશાળાએ મેં આમ કહેતા, આ વાતની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રૂચી ન કરી, આ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચી કરીને મારા નિમિત્તે “આ મિથ્યાવાદી થઈ જાય તેમ વિચારીને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં તલનો છોડ હતો ત્યાં ગયો. જઈને તે તલના છોડને માટી સહિત સમૂલ ઉખાડીને એકાંતે ફેંકી દીધો. હે ગૌતમ ! તે જ ક્ષણે દિવ્ય વાદળો પ્રગટ થયા, ત્યારપછી તે દિવ્ય વાદળ જલદીથી ગરજવા. લાગ્યા, તુરંત જ વિજળીઓ થવા લાગી, શીઘ્રતાથી અતિ માટી કે અતિ પાણી ન થાય તે રીતે પાણીની બુંદો વરસી, રજ અને ધૂળને શાંત કરી દીધી, દિવ્ય સલીલ-ઉદક વર્ષા વરસી, જ્યાં તે તલનો છોડ રહેલો, તે ત્યાં જ ચોંટી ગયો, ત્યાં જ બદ્ધમૂલ થઈને ત્યાં જ સ્થિર થઈ ગયો. તે સાત તલપુષ્પના જીવો મરીને ફરી તે જ તલના છોડમાં એક તલફલિકામાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. સૂત્ર-૬૪૧ થી 64 641. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છટ્ટ-છના તપકર્મ સાથે બે હાથને ઊંચા કરી-કરીને સૂર્યાભિમુખ રહી, આતપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે જુઓ ચોતરફ પડતી. હતી. પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વની અનુકંપાથી તે પડતી એવી “જુને વારંવાર ઉપાડીને માથામાં પાછી મૂકતો હતો. ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે “જુના સજ્જાતર છો ? ત્યારે તે વૈશ્યાનને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો. સ્વીકાર્યું નહીં. પણ મૌના રહ્યો. ત્યારે તે ગોશાળાએ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે શું તમે તત્વજ્ઞ કે મુનિ યાવત્ શય્યાતર છો? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 58
Page #59
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે-ત્રણ વખત આમ કહેતા શીધ્ર કોપિત થયો યાવત્ દાંત કચકચાવતો. આતાપના ભૂમિથી ઊતર્યો, ઊતરીને તૈજસ સમુદ્યાતથી સમવહત થયો, થઈને સાત-આઠ પગલા પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યું. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય. ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગોશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છેદ ન કરી શક્યાનું જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી. સંઘરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્! મેં જાણી લીધું. ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે - ભગવન્! આ “જુઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે, “મેં જાણી લીધું, ભગવદ્ ! સમજી લીધું.” ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા! તું વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક પાછો સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછયું કે - શું તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો અથવા “જુઓના શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ના કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગોશાળા! તે બાલતપસ્વીને બીજી-ત્રીજી વખત પણ પૂછ્યું કે, તમે તત્વજ્ઞ કે તપસ્વી. મુનિ યાવત્ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તને બીજી–ત્રીજી વખત આમ કહેતો જાણીને અતિ કોપિત થઈ યાવત્ પાછા ખસ્યા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી. ત્યારે હે ગોશાળા! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા છોડી યાવત્ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીરછેદ ન કરાયેલ જોઈને તેણે ઉષ્ણ તેજોલેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું - ભગવન્! મેં જાણી લીધુ, ભગવન્! સમજી લીધુ. ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે - ભગવદ્ ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલકને કહ્યું - ગોશાલક! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલા પાણીથી નિરંતર છટ્ટ-છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઊંચા રાખીને યાવત્ આતાપના લઈ વિચરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્ય વિનયપૂર્વક સ્વીકારી. - 642. ત્યારે હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું - ભગવન્! આપે તે દિવસે મને આમ કહેલ યાવત્ પ્રરૂપેલ કે હે ગોશાળા! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્ સાતા તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો ચ્યવીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું ત્યારે મેં કહેલા યાવત્ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરૂચી કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવતુ એકાંતમાં તે છોડ ફેંકી દીધો. હે ગોશાળા! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુષ્પજીવો પણ મરીને આ જ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક ! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પરિહરે છે અર્થાત વનસ્પતિકાય જીવ, મરીને એ જ શરીરમાં પુન: ઉત્પન્ન થઇ શકે છે. ત્યારે તે ગોશાલકે મારા એ કથનની યાવત્ પ્રરૂપેલા એ અર્થની શ્રદ્ધાદિ ન કર્યા, એ કથનની અશ્રદ્ધા યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 59
Page #60
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અરૂચી કરી, જ્યાં તલનો છોડ હતો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડી તોડીને તેને હથેલીમાં રાખીને મસળીને સાત તલ બહાર કાઢ્યા. ત્યારપછી તે ગોશાળાએ તે સાત તલને ગણતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. બધા જીવ આ પ્રકારે પરિવૃત્ય પરિહાર કરે છે અર્થાત શરીર અને સ્થાન પરિવર્તન કરે છે (તે જીવ મારીને ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! આ ગોશાલકનો પરિવર્તે છે અને હે ગૌતમ ! આ ગોશાળાનું મારી પાસેથી પોતાનું પૃથક્ વિચરણ છે. 643. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે નખસહિત એક મુઠ્ઠીમાં આવે તેટલા અડદના બાકુળા અને એક કોગળા જેટલું પાણી લઈને નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મ પૂર્વક બે હાથને ઊંચા રાખીને યાવત્ વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાળાને છ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. 64. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો, તેની પાસે આવ્યા. તે આ - શાણ આદિ પૂર્વવત્ કહેવું યાવત્ અજિન હોવા છતાં જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. હે ગૌતમ ! ખરેખર તે ગોશાળો જિન નથી, તે જિનપ્રલાપી યાવત્ જિનશબ્દને બોલતો વિચરે છે. વસ્તુતઃ ગોશાળો અજિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિન શબ્દને સ્વયં પ્રકાશતો વિચરે છે. ત્યારપછી તે મહા મોટી મહતું પર્ષદા પ્રભુને વંદન-નમસ્કાર કરી પાછી ફરી. ત્યારે શ્રાવતી નગરીના શૃંગાટકે યાવત્ ઘણા લોકો પરસ્પર યાવત્ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ગોશાળો પોતાને જિન, જિનપ્રલાપી કહેતો યાવત્ વિચરે છે, તે મિથ્યા છે. શ્રમણ ભગવન મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે કે તે ગોશાલક મંખલિપુત્રના મંખલિ નામે મંખ પિતા હતા, ઇત્યાદિ બધું પૂર્વોક્ત કથન જાણવું - કહેવું યાવત્ તે જિન નથી છતાં જિન શબ્દ બોલતો વિચરે છે. પણ તે ગોશાળો જિન નથી, માત્ર જિનપ્રલાપી થઈ વિચરે છે. શ્રમણ ભગવદ્ મહાવીર જિન છે, જિન કહેતા એવા યાવત્ જિન શબ્દને પ્રકાશતા વિચરે છે. ત્યારે તે ગોશાળાએ ઘણા લોકો પાસે આ કથન સાંભળીને અવધાર્યું. તે અતિ ક્રોધિત થયો યાવત્ દાંતા કચકચાવતો આતાપના ભૂમિથી નીચે ઊતર્યો, ઊતરીને શ્રાવસ્તી નગરી વચ્ચોવચ્ચથી હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, અતિ રોષ ધારણ કરતો ત્યાં રહ્યો. સૂત્ર-૬૪૫ થી 647 - 645. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, નિરંતર છ-છઠ્ઠના તપોકર્મ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠ તપના પારણે પ્રથમ પોરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે, તે રીતે યાવત્ ઉચ્ચનીચ-મધ્યમ યાવત્ ગૃહોમાં. ભ્રમણ કરતા હાલાહલા કુંભારણની કુંભારાપણની નજીકથી પસાર થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે આનંદ સ્થવિરને હાલાહલા કુંભારણની કુંભારાપણની નિકટથી પસાર થતા જોયા. જોઈને આમ કહ્યું - હે આનંદ! અહીં આવ. એક મોટું દૃષ્ટાંત સાંભળ. ત્યારે તે આનંદ સ્થવિર ગોશાળાએ આમ કહ્યું ત્યારે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં જ્યાં ગોશાળો હતો. ત્યાં આવ્યા. ત્યારે તે ગોશાલકે આનંદ સ્થવિરને કહ્યું - હે આનંદ! એ પ્રમાણે આજથી ઘણા વર્ષો પૂર્વે કેટલાક ઉચ્ચ-નીચ વણિકો અર્થીઅર્થી, અર્થલબ્ધ, અર્થગવેષી, અર્થકાંક્ષિત, અર્થપીપાસુ, અર્થની ગવેષણાર્થે વિવિધ વિપુલ કરિયાણાના વાસણાદિના ગાડા-ગાડી ભરીને અને ઘણુ જ ભોજન-પાનનું પાથેય લઈને એક મહાન અગામિક, અનૌધિક, છિન્નાપાત, લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે વણિકોએ, તે અકામિત, અનૌધિક, છિન્નાપાત દીર્ઘ માર્ગવાળી અટવીના કોઈ દેશમાં પહોંચીને તે પૂર્વ-ગૃહીત પાણી અનુક્રમે પીતા-પીતા તે પાણી પૂરું થઈ ગયું. ત્યારે તે વણિકો, પાણી ખલાસ થઈ જવાથી તૃષાથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 60
Page #61
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પરાભૂત થઈને પરસ્પર બોલાવીને, એકબીજાને કહ્યું - હે દેવાનુપ્રિયો! આ પ્રમાણે આપણે આ અગ્રામિક યાવત્ અટવીમાં કોઈ દેશભાગમાં પહોંચતા જ તે પૂર્વગૃહીત ઉદક અનુક્રમે પીવાતા-પીવાતા ખલાસ થઈ ગયેલ છે. તો હે દેવાનુપ્રિયો! આપણા માટે એ શ્રેયસ્કર છે કે આપણે આ અગ્રામિક યાવત્ અટવીમાં ચોતરફ પાણીની માર્ગણાગવેષણા કરીએ. એમ વિચારી પરસ્પર પાસે આ કથનનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે અગ્રામિક યાવત્ અટવીમાં ચોતરફ પાણીની માર્ગણા-ગવેષણા કરે છે. ચોતરફ પાણીની માર્ગણા-ગવેષણા કરતા એક મોટા વનખંડમાં પહોંચ્યા. જે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ પ્રસન્નતાદાયક અને પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતું. તે વનખંડમાં બહુમધ્ય દેશભાગમાં એક મોટો રાફડો જોયો. તે રાફડાના ચાર ઊંચે ઊઠેલા, સિંહની કેશરા સમાન ચાર શરીર હતા. તીર્જા ફેલાયેલા હતા. નીચે અદ્ધ સર્પાકારે, અર્ધ સર્પ સંસ્થાન સંસ્થિત પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતા. ત્યારે તે વણિકો હર્ષિત, સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! આપણે આ અગ્રામિક યાવત્ અટવીમાં ચોતરફ માર્ગણા-ગવેષણા કરતા આ વનખંડ જોયું કે કૃષ્ણ યાવત્ કૃષ્ણાવભાસ છે, આ વનખંડના બહુમધ્ય દેશભાગમાં આ રાફડો જોયો. આ રાફડાના અતિ ઊંચા યાવતુ પ્રતિરૂપ ચાર શરીરાકાર છે. તો હે દેવાનુપ્રિયો! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાના પહેલા શિખરને ભેદીએ. અહીં ઘણુ ઉદાર શ્રેષ્ઠ પાણી મળશે. ત્યારે તે વણિકોએ પરસ્પર પાસે આ કથન સ્વીકાર્યુંપછી તે રાફડાનું પહેલું શિખર ભેઘુ. તેઓએ ત્યાં સ્વચ્છ, પથ્ય, ઉત્તમ, હલકું, સ્ફટિકવર્તી ઉદાર શ્રેષ્ઠ જળને જોયું. ત્યારે તે વણિકો હૃષ્ટ-તુષ્ટ થઈને તે પાણી. પીધુ. પોતાના વાહનોને પાયુ, વાસણો ભર્યા. ફરી વખત તેઓએ એકબીજાને આમ કહ્યું - એ રીતે હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાના પહેલા શીખરને ભેદતા ઉદાર, શ્રેષ્ઠ જળ મેળવ્યું. હે દેવાનુપ્રિયો! આપણે માટે શ્રેયસ્કર છે કે આ રાફડાના બીજા શીખરને પણ ભેદીએ. તેનાથી આપણને પર્યાપ્ત ઉત્તમ સુવર્ણરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકો એકબીજાની પાસે આ કથનને સાંભળીને, તે રાફડાનું બીજું શીખર ભેઘુ, તેઓએ ત્યાં સ્વચ્છ, જાત્ય, તપનીય, મહાર્થ, મહાદ્ધ, મહાé, ઉદાર, શ્રેષ્ઠ સુવર્ણ પ્રાપ્ત કર્યું. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને ભાજનો ભર્યા, ભરીને વાહનોને પણ ભરી લીધા. ત્રીજી વખત પણ એકબીજાને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાનું પહેલું શીખર ભેળુ અને ઉદાર શ્રેષ્ઠ જળ મળ્યું. બીજા શીખરને ભેધુ અને ઉદાર શ્રેષ્ઠ સુવર્ણ મળ્યું. હે દેવાનુપ્રિયો! એ શ્રેયસ્કર છે કે આપણે આ રાફડાનું ત્રીજું શીખર પણ ભેદીએ. એમાંથી આપણને ઉદાર મણિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે વણિકોએ એકબીજા પાસે આ કથનને સ્વીકાર્યુ, સ્વીકારીને તે રાફડાનું ત્રીજુ શીખર પણ ભેઘુ, તેમાંથી વિમલ, નિર્મલ, અતિ ગોળ, નિષ્કલ, મહાર્થ, મહાઈ, મહાé, ઉદાર, મણિરત્નો પ્રાપ્ત કર્યા. ત્યારે તે વણિકોએ હર્ષિત, સંતુષ્ટ થઈને પોતાના વાસણો અને પ્રવહણ ભરી લીધા. ચોથી વખત એકબીજાને બોલાવીને કહ્યું - દેવાનુપ્રિયો! આપણે આ રીતે આ રાફડાનું પહેલું શીખર ભેદીને ઉદાર શ્રેષ્ઠ જળ મેળવ્યુ, બીજા શીખરને ભેદીને ઉદાર સુવર્ણ રત્ન મેળવ્યુ, ત્રીજુ શીખર ભેદીને ઉદાર મણિરત્ના મેળવ્યું. આપણે શ્રેયસ્કર છે કે આ રાફડાનું ચોથું શીખર ભેદીને ઉત્તમ, મહાઈ, મહાઈ, ઉદાર વજરત્ન મેળવશું. ત્યારે તે વણિકોમાંના એક વણિક, જે હીતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસિક, હિતસુખનિઃશ્રેયસ કામી હતો, તે વણિકે આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપણે આ રાફડાના પહેલા શિખરને ભેદીને ઉદાર, શ્રેષ્ઠ જળ યાવત્ ત્રીજા શિખરને ભેદીને ઉદાર મણિરત્નો પ્રાપ્ત કર્યા. હવે બસ કરો. આપણે માટે આટલું પર્યાપ્ત છે, આ ચોથા શિખરને ન ભેદો. ચોથુ શિખર આપણે ઉપસર્ગ કરનારુ થશે. ત્યારે તે વણિકોએ તે હીતકામી, સુખકામી યાવત્ હિતસુખ નિઃશ્રેયસકામી વણિકને આમ કહેતા યાવતુ પ્રરૂપતા, તે અર્થની શ્રદ્ધા યાવત્ રૂચી ન કરી, આ. કથનની અશ્રદ્ધા યાવત્ અરૂચી કરીને તે રાફડાનું ચોથું શિખર ભેદ્યુ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 61
Page #62
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ તેમાંથી ત્યાં ઉગ્રવિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય, મસિ અને મૂષા સમાન કાળો, વિષરોષ પૂર્ણ નયનવાળો, અંજનકુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચંચળ-ચાલતી-યમલયુગલ જીભવાળો, પૃથ્વીતલની વેણી સમાન, ઉત્કટ-સ્કૂટ-કૂટિલ-જટિલ-કર્કશ-વિકટ-ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ સમાન ધમધમતો - અનાકલિત્ત પ્રચંડ તીવ્ર રોષવાળો-સમુખી-ત્વરિત-ચપળ-ધમધમ કરતો દૃષ્ટિવિષ સર્પ સંઘષ્ટિત થયો. ત્યારે તે દૃષ્ટિવિષ સર્પ, તે વણિકોથી સંઘટ્ટન પામતા અતિ ક્રોધિત થયો યાવત્ મિસમિસાટ કરતો ધીમે ધીમે ઊઠડ્યો, ઊઠીને સરસર કરતો રાફડાના શિખરતલે ચડ્યો, ચડીને સૂર્યને એકીટશે જોયો. જોઈને તે વણિકોને અનિમેષ દૃષ્ટિએ ચોતરફ જોયા. ત્યારે તે વણિકો, તે દૃષ્ટિવિષ સર્પ વડે અનિમેષ દૃષ્ટિએ ચોતરફથી સારી રીતે અવલોકાતા જોવાતા. શીધ્ર જ ભાંડ-માત્ર-ઉપકરણ સમેત એક જ પ્રહારથી કૂટાઘાત સમાન ભસ્મરાશિ થઈ ગયા. તેમાં જે વણિક તે વણિકોનો હિતકામક યાવત્ હિત-સુખ-નિઃશ્રેયસકામક હતો, તેની અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત તેને તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો. એ પ્રમાણે હે આનંદ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર, ઉદારપર્યાય પ્રાપ્ત કરેલ છે. ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને દેવ-મનુષ્ય-અસુર સહિતના લોકમાં પૂરાય છે, ગુંજે છે, સ્તવાય છે કે, “આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર છે.” પણ જો મારા વિષયમાં આજ પછી કાંઈપણ કહેશે, તો જેમ તે રાફડાના સર્ષે પોતાના તપ, તેજથી એક જ પ્રહારમાં-કૂટાઘાતથી તે વણિકોને બાળીને રાખ કરી દીધા, તેમ હું પણ તેમને બાળીને રાખ કરી દઈશ, પરંતુ હે આનંદ! જેમ તે વણિક, તે વણિકોનો હિતકામક યાવત્ નિઃશ્રેયસકામક હતો, તેને અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત યાવત્ નગરમાં પહોંચાડ્યો. તેમ હું પણ તારુ સંરક્ષણ અને સંગોપન કરીશ. તેથી હે આનંદ! તું જા અને તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કર. ત્યારે તે આનંદ સ્થવિર ગોશાલક પાસે આ વાત સાંભળીને ભયભીત થયો યાવતુ સંજાતભય, ગોશાળા પાસેથી હાલાહલ કુંભારણની કુંભાકારાપણથી નીકળ્યો, નીકળીને શીધ્ર, ત્વરિત શ્રાવસ્તી નગરીની મધ્યેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું - હે ભગવન્! એ પ્રમાણે છઠ્ઠ તપના પારણે આપની અનુજ્ઞા પામીને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ-નીચ યાવત્ ભ્રમણ કરતા હાલાહલા કુંભારણ યાવત્ પસાર થતો હતો ત્યારે ગોશાલકે મને હાલાહલા સમીપે યાવત્ જોયો, જોઈને કહ્યું કે - હે આણંદ! અહીં આવ. એક મોટું દૃષ્ટાંત સાંભળ. ત્યારે હું ગોશાળાએ બોલાવતા હાલાહલા કુંભારણની. કુંભારાપણમાં ગોશાળા પાસે ગયો. ત્યારે તે ગોશાળાએ મને આમ કહ્યું - હે આણંદ! ઘણા કાળ પૂર્વે કેટલાક ઉચ્ચનીચ વણિકો હતા. ઇત્યાદિ પૂર્વવત બધું કહેવું. 646. હે ભગવન ! તો શું ગોશાલક પોતાના તપતેજથી એક પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરવા સમર્થ છે? ભગવદ્ ! ગોશાળાનો આ વિષયમાત્ર છે કે તે આવું કરવાને સમર્થ પણ છે? હે આનંદ! ગોશાળા યાવત્ તેમ કરવા સમર્થ છે. પણ અરહંત ભગવંતને તેમ ન કરી શકે. પરંતુ તેમને ઉપતાપ કરી શકે. હે આનંદ! ગોશાળાનું જેટલું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ અનગાર ભગવંતોનું છે, પણ અણગાર ભગવંતો શાંતિક્ષમ હોય છે. હે આનંદ! જેટલું અણગાર ભગવંતનું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ સ્થવિર ભગવંતોનું છે, પણ સ્થવિરો શાંતિક્ષમ હોય છે. હે આણંદ! સ્થવિરોનું જે તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ અરહંત ભગવંતોનું છે, પરંતુ અરહંતોનું તપ-તેજ છે. કેમ કે તેઓ ક્રાંતિક્ષમ છે. હે આનંદ! આ તેનો વિષય છે અને તેમ કરવાને સમર્થ પણ છે. પણ અરિહંત ભગવંતને નહીં. હા, તેમને પરિતાપિત તો કરી શકે છે. 647. હે આનંદ! તું જા, ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થોને આ વાત કહે કે - હે આર્યો ! તમારાથી કોઈએ ગોશાલક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 62
Page #63
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મંખલિપુત્રને ધાર્મિક પ્રતિપ્રેરણાથી પ્રતિપ્રેરણા ન કરવી. ધાર્મિક પ્રતિસારણાથી પ્રતિસારણા ન કરવી, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચાર ન કરે. કેમ કે ગોશાલક શ્રમણ નિર્ચન્હો પ્રતિ વિશેષ મિથ્યાત્વભાવ ધારણ કરેલ છે. ત્યારે તે આનંદ સ્થવિર, શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ભગવંતને વંદન-નમસ્કાર કરી, ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થો પાસે આવ્યા, આવીને તેઓને આમંત્ર્યા. આમંત્રીને કહ્યું કે - હે આર્યો ! છઠ્ઠના પારણે ભગવંતની અનુજ્ઞા પામીને શ્રાવસ્તીનગરીના ઉચ્ચ-નીચ ઘરોમાં હું ગયો આદિ બધું પૂર્વવત્ કહેવું યાવત્ જ્ઞાતપુત્રે આ કથન કરેલ છે, તમારામાંથી કોઈએ ગોશાળા સાથે પ્રલાપ ન કરવો, યાવતુ તે મિથ્યાત્વી થયો છે. સૂત્ર-૬૪૮ જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિર્ચન્થને આ વાત કહેતા હતા, તેટલામાં તે ગોશાલક ખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘથી પરીવરીને મહા રોષને ધારણ કરેલો શીધ્ર, ત્વરિતા યાવત્ શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતની સમીપ ઊભો રહ્યો, ભગવંતને આમ કહ્યું - હે આયુષ્યમાનું કાશ્યપ ! મારે માટે સારું કહો છો ! મારે વિશે કહો છો કે ગોશાલક મારો ધર્મશિષ્ય છે . જે મંખલિપુત્ર તમારો ધર્મશિષ્ય હતો તે શુક્લ, શુક્લાભિજાત્ય થઈને કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું ઉદાયી નામે કોંડિન્યાયન ગોત્રીય છું. મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કર્યો. કરીને ગોશાલક મખલિપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો છે. મેં આ સાતમો પ્રવૃત્ત પરિહાર કરેલ છે. હે આયુષ્યમાન કાશ્યપ! અમારા સિદ્ધાંત મુજબ જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે બધા 84 લાખા મહાકલ્પ, સાત દિવ્ય, સાત સંયૂથ, સાત સંનિગર્ભ, સાત પ્રવૃત્ત પરિહાર અને પ૬૦૬૦૩ કર્મોને ભેદીને અનુક્રમે ક્ષય કરીને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિવિવૃત્ત થઈને બધા દુઃખોનો અંત કર્યો છે - કરે છે અને કરશે. જેમ ગંગા મહાનદી જ્યાંથી નીકળી છે અને જ્યાં સમાપ્ત થાય છે, તેનો માર્ગ 500 યોજન લાંબો અને અડધો. યોજન પહોળો છે, ઊંડાઈ 500 ધનુષ છે. આ ગંગાના પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા થાય છે. સાત મહાગંગા મળીને એક સાદીન ગંગા છે. સાત સાદીન ગંગા મળીને એક મૃત ગંગા થાય છે, સાત મૃત ગંગાની એક લોહિત ગંગા, સાત લોહિત ગંગા મળીને એક અવંતી ગંગા, સાત અવંતી ગંગા મળીને એક પરમાવતી ગંગા બને છે, એ પ્રમાણે સંપૂર્વાપર મળીને 170649 ગંગા થાય છે. તે ગંગા નદીનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે - સૂક્ષ્મ અને બાદર બોંદિ કલેવર. તેમાં સૂક્ષ્મ બોંદિ કલેવર ઉદ્ધાર સ્થાપ્ય છે. તેમાં બાદર બોંદિ કલેવર ઉદ્ધારમાં, સો-સો વર્ષે એક એક ગંગા વાલુકણ કાઢવામાં જેટલો કાળમાં તે કોઠા ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે એક શરપ્રમાણ છે, આ શરપ્રમાણથી ત્રણ લાખ શર પ્રમાણ કાળથી એક મહાકલ્પ થાય, 84 લાખ મહાકલ્પોનો એક મહામાનસ થાય છે. અનંત સંયૂથથી જીવ ચ્યવીને સંયૂથ દેવભવમાં ઉપરના માનસમાં સંયૂથ દેવ ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે, વિચરીને તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને પ્રથમ સંજ્ઞી ગર્ભમાં જીવરૂપે ઉપજે છે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનસ સંયૂથ દેવમાં ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવીને યાવત્ વિચરીને. તે દેવલોકથી આયુ આદિ ક્ષય થતા યાવત્ ચ્યવીને બીજા સંજ્ઞી ગર્ભમાં ઉપજે છે. અનંતર ઉદ્વર્તીને હેટ્રિલ માણસ સંયૂથ દેવપણે ઉપજે છે, તે ત્યાં દિવ્યભોગ ભોગવી યાવતુ ઍવીને ત્રીજા સંજ્ઞીગર્ભમાં જીવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી યાવતુ ઉદ્વર્તીને ઉપરના માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવતુ ચ્યવીને ચોથા સંજ્ઞી ગર્ભજીવમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 63
Page #64
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને પાંચમાં સંજ્ઞીગર્ભમાં જીવરૂપે જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને હેઠિલ્લા માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને છઠ્ઠી સંજ્ઞી ગર્ભજીવમાં જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને બ્રહ્મલોક નામે કલ્પ દેવરૂપે ઉપજે છે. તે કલ્પ પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. જેમ સ્થાન પદમાં યાવત્ પાંચ અવતંસક કહ્યા છે. તે આ - અશોકાવતંસક યાવત્ પ્રતિરૂપ છે. તે ત્યાં દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ ભોગવી યાવત્ ચ્યવીને સાતમાં સંજ્ઞી ગર્ભજીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં નવ માસ બહુપ્રતિપૂર્ણ અને સાત રાતદિવસ યાવત્ વીત્યા પછી સુકુમાલ, ભદ્રક, મૃદુ, કુંડલ કુંચિત કેશવાળા, મૃષ્ટ ગંડસ્થલકર્ણ પીઠક, દેવકુમાર સમ બાળકને જન્મ આપ્યો. હે કાશ્યપ ! તે બાળક હું છું, તે પછી મેં, હે આયુષ્યમાન્ કાશ્યપ ! કુમારાવસ્થામાં લીધેલ પ્રવ્રજ્યાથી, કુમારાવસ્થામાં બ્રહ્મચર્યવાસથી અવિદ્ધકર્ણ હતો, મને પ્રવજ્યા લેવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પછી મેં સાત પરિવૃત્ત પરિવારમાં સંચાર કર્યો, જે આ છે - એણેયક, મલ્લરામક, મલ્લમંડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન અને ગોશાલક. તેમાં જે પહેલો પ્રવૃત્ત પરિહાર, તે રાજગૃહ નગરની બહાર મંડિક કુક્ષિ ચૈત્યમાં કડિયાયણ ગોત્રીય ઉદાયીના શરીરનો ત્યાગ કરીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 22 વર્ષો પહેલો પરિહાર કર્યો. માં જે બીજો પ્રવત્ત પરિહાર, તે ઉઠંડપર નગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર છોડીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 21 વર્ષ રહી બીજો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે ત્રીજો પ્રવૃત્ત પરિહાર, તે ચંપાનગરી બહાર અંગમંદિર ચૈત્યમાં મલ્લરામનું શરીર છોડીને મંડિતના શરીરમાં પ્રવેશ કર્યો. મલ્લમંડિતના શરીરમાં 20 વર્ષ રહી, ત્રીજો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે ચોથો પ્રવૃત્ત પરિહાર, તે વારાણસી નગરી બહાર કામ મહાવન ચૈત્યમાં મંડિતનું શરીર છોડીને રોહના શરીરમાં પ્રવેશ કર્યો. રોહમાં 19 વર્ષ રહી, ચોથો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે પાંચમો પ્રવૃત્ત પરિહાર, તે આલભિકા નગરી બહાર પ્રાપ્ત કાલક ચૈત્યમાં રોહનું શરીર છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. ભારદ્વાજના શરીરમાં 18 વર્ષ રહી, પાંચમો પ્રવૃત્ત પરિહાર કર્યો. જે છઠ્ઠો પ્રવત્ત પરિહાર, તે વૈશાલી નગરીની બહાર કોંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજનું શરીર છોડીને ગૌતમ પુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 17 વર્ષ રહી, છઠ્ઠો પ્રવૃત્ત પરિવાર પરિહર્યો. તેમાં સાતમો પ્રવૃત્ત પરિહાર, તે અહીં જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં ગૌતમપુત્રા અર્જુનના શરીરને છોડીને ગોશાલક મંખલિપુત્રના શરીરને પર્યાપ્ત, સ્થિર, ધ્રુવ, ધારણીય, શીત સહ, ઉષ્ણસહ, વિવિધ દંશમશક પરિષહોપસર્ગ સહ, સ્થિર સંઘયણ જાણીને તેમાં પ્રવેશ કર્યો. તેમાં 16 વર્ષથી આ સાતમો પ્રવૃત્ત પરિહાર છે પ્રમાણે હે આયુષ્યમાન કાશ્યપ ! આ 133 વર્ષોમાં મારા આ સાત પ્રવૃત્ત પરિહાર થયા છે, એમ મેં કહેલ, તે હે આયુષ્યમાન કાશ્યપ ! તમે ઠીક કહો છો કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. એ તમે ઠીક જ કહ્યું છે કે મંખલિ પુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. સૂત્ર-૬૯ થી 654 649. ત્યારે શ્રમણ ભગવદ્ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું - હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતાને લુપ્ત માને, અપલાયિત છતાં પોતાને પલાયિત માને, એ પ્રમાણે હે ગોશાલક! તું બીજો ન હોવા છતાં તને બીજો છો તેમ બતાવે છે. તેથી હે ગોશાળા! તું આવું ન કર, આ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી. 650. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 64
Page #65
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવંતને ઉટપટાંગ આક્રોશ વચનથી આક્રોશવા લાગ્યો, પરાભવકારી વચનોથી અપમાન કરવા લાગ્યો, સારાખરાબ શબ્દોથી નિર્ભર્જના કરવા લાગ્યો. વિવિધ દુર્વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો. પછી આ પ્રમાણે કહ્યું - કદાચ તમે નષ્ટ થઈ ગયા છો, વિનષ્ટ થઈ ગયા છો, ભ્રષ્ટ થઈ ગયા છો, નષ્ટ-વિનષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા છો. આજે તમે જીવતા નહીં રહો, મારા દ્વારા તમારું શુભ થવાનું નથી. 651. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય પૂર્વ દેશમાં જન્મેલ સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનીત હતા, તેણે ધર્માચાર્યના અનુરાગથી, ગોશાલકના કથન પ્રતિ અશ્રદ્ધા કરતા ઉત્થાનથી ઊઠચા, ઊઠીને ગોશાળા પાસે આવ્યા, આવીને ગોશાળાને કહ્યું - હે ગોશાળા! જે મનુષ્ય તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન-નમસ્કાર કરે છે યાવત્ કલ્યાણ-મંગલદેવ-ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કરે છે. તો હે ગોશાળા! તારા માટે તો કહેવું જ શું? ભગવંતે તને પ્રવ્રજિત કર્યો, ભગવંતે જ મુંડિત કર્યો, ભગવંતે જ શિક્ષા આપી, ભગવંતે જ કેળવ્યો, ભગવંતે જ બહુશ્રુત કર્યો અને તું ભગવંત પ્રત્યે જ મિથ્યાત્વ અંગીકાર કરે છે. હે ગોશાલક! તું આવું ન કર, તારે માટે આમ કરવું યોગ્ય નથી, તું તે જ ગોશાળો છો, બીજો નથી, તારી તે જ પ્રકૃતિ છે. ત્યારે તે ગોશાળો સર્વાનુભૂતિ આણગારને આમ કહેતા સાંભળી ક્રોધિતાદિ થયો. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ-તેજથી એક પ્રહારમાં કૂટાઘાત માફક યાવત્ ભસ્મરાશિ કરી દીધા. ત્યારે તે ગોશાલકે સર્વાનુભૂતિ અણગારને યાવત્ ભસ્મરાશિ કર્યા પછી બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દો વડે આક્રોશ કર્યો યાવત્ કહ્યું કે તમને સુખ થવાનું નથી. તે કાળે, તે સમયે ભગવંતના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિભદ્રક, વિનીત હતા. તેણે ધર્માચાર્યના અનુરાગથી જેમ સર્વાનુભૂતિએ કહ્યું તેમ કહ્યું યાવત્ હે ગોશાલક! તું તે જ છે, તારી પ્રકૃતિ તે જ છે, તું બીજો કોઈ નથી. સુનક્ષત્ર અણગારે આમ કહેતા ગોશાળો ક્રોધિતાદિ થયો. પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને બાળી નાંખ્યા. ત્યારે તે સુનક્ષત્ર અણગાર, ગોશાળાના તપ-તેજથી પરિતાપિત થતા, ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કર્યા, સ્વયં જ પાંચ મહાવ્રતોનું પુનઃ આરોપણ કર્યું, શ્રમણ-શ્રમણીઓને ખમાવ્યા, ખમાવીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી ક્રમશઃ કાળ કર્યો. ત્યારે તે ગોશાળો સુનક્ષત્ર અણગારને પોતાના તપ-તેજથી પરિતાપીને શ્રમણ ભગવંત મહાવીરને સારાખરાબ શબ્દોથી આક્રોશ કરતો યાવત્ તને સુખ નથી કહ્યું. ત્યારે ભગવંતે તેને એમ કહ્યું - હે ગોશાળા! જે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળે છે, યાવત્ તે તેમને પર્યાપાસે છે. હે ગોશાળા ! તારે માટે તો કહેવું જ શું ? તને મેં જ પ્રવ્રજિત કર્યો યાવત્ મેં જ બહુશ્રુત કર્યો. મારા પ્રત્યે તે મિથ્યાત્વ અપનાવ્યું. હે ગોશાળા! તું એવું ન કર, યાવત્ તું બીજો કોઈ નથી. ત્યારે તે ગોશાલક, ભગવંતને આમ કહેતા સાંભળી ક્રોધિત આદિ થયો, તૈજસ સમુદ્યાતથી સમવહત થયો, પછી સાત-આઠ ડગલા પાછો ખસ્યો. ખસીને ભગવંતના વધને માટે શરીરમાં રહેલ તેજ કાવ્યું જેમ વાતોત્કલિકા, વાત મંડલિકા પર્વત, ભીંત, સ્તંભ, સ્તૂપથી આવરિત અને નિવારિત થતી, તે પર્વતાદિ પર પોતાનો થોડો પણ પ્રભાવ ન દેખાડતી, વિશેષ પ્રભાવ ન દેખાડતી રહે. તે જ રીતે ભગવંતના વધ માટે ગોશાળાએ શરીરમાંથી કાઢેલી તેજોલેશ્યા ભગવંત પર થોડો કે વધુ પ્રભાવ ન દેખાડી શકી, માત્ર પ્રદક્ષિણા કરી, ઉપર આકાશમાં ઉછળી ગઈ. ત્યાંથી પડીને, પાછી ફરતી ગોશાળાના શરીરને વારંવાર દઝાડતી, છેલ્લે ગોશાળાના શરીરમાં જ પ્રવેશી ગઈ. ત્યારે તે ગોશાલક પોતાની તેજોલેશ્યાથી પરાભૂત થઈને શ્રમણ ભગવંત મહાવીરને કહેવા લાગ્યો. હે આયુષ્યમાન્ કાશ્યપ ! તું મારા તપ-તેજથી પરાભવ પામીને છ મહિનામાં પિત્તવરગ્રસ્ત શરીરી, દાહની પીડા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 65
Page #66
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનુભવતો છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાળાને કહ્યું - હે ગોશાળા! હું તારા તપ-તેજથી પરાભૂત થઈને છ માસમાં યાવત્ કાળ નહીં કરું. હું હજી બીજા સોળ વર્ષ જિનપણે સુહસ્તીવત્ વિચરીશ. પણ હે ગોશાળા! તું તારા પોતાના તપ-તેજથી પરાભૂત થઈને સાત રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીર યાવત્ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ. ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગમાં ઘણા લોકો એકબીજાને આમ કહેતા યાવત્ પ્રરૂપતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરી બહાર કોષ્ટક ચૈત્યમાં બે જિનો પરસ્પર સંલાપ કરે છે - એક કહે છે - તું પહેલા કાળ કરીશ. બીજો કહે છે - તું પહેલા કાળ કરીશ. તેમાં કોણ સમ્યગુવાદી અને કોણ મિથ્યાવાદી ? તેમાં જે મુખ્ય માણસ હતો, તેણે કહ્યું કે ભગવંત સમ્યવાદી છે, ગોશાળો મિથ્યાવાદી છે. હે આર્યો! એમ શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો ! જેમ કોઈ તૃણકાષ્ઠ-પત્ર-છાલ-તુષ-ભૂસ-છાણ કે કચરાનો ઢગલો હોય તેને અગ્નિમાપિત, અગ્નિ ઝોસિત, અગ્નિ પારિણામિત થવાથી હત-તેજ, ગત-તેજ, નષ્ટ-તેજ, ભ્રષ્ટ-તેજ, લુપ્ત-તેજ, વિનષ્ટ-તેજ યાવત્ થાય તેમ મખલિપુત્ર ગોશાળાએ મારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી, તેથી તે હત-તેજ, ગત-તેજ યાવત્ વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે, હવે હે આર્યો ! તમે સ્વેચ્છાથી ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરો, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરો, ધાર્મિક પ્રત્યુપચાર વડે ઉપચાર કરો, ધાર્મિક અર્થ-હેતુ-પ્રશ્ન-વ્યાકરણ અને કારણો વડે તેને નિકૃષ્ટ પ્રશ્નવ્યાકરણ કરો. ત્યારે તે શ્રમણ નિર્ચન્થો, ભગવંત આમ કહેતા, ભગવંતને વંદન-નમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિચોદના વડે પ્રેરે છે, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરે છે, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ-હેતુ-કારણો વડે યાવત્ નિરુત્તર કરે છે. ત્યારે તે ગોશાળો શ્રમણ-નિર્ચન્થ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવત્ નિરુત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવતુ દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ-નિર્ચન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાક આજીવિક સ્થવિરોએ જોયું કે શ્રમણ નિર્ચન્થો દ્વારા સ્મારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરાતા, અર્થ-હેતુ આદિથી નિરુત્તર કરાતા યાવત્ ક્રોધિત થઈને યાવત્ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિર્ચન્થોના શરીરને કંઈપણ આબાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. કેટલાક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા. ત્યારે તે ગોશાળો. જે કાર્ય માટે શીધ્ર આવેલો, તે કાર્યને સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ઘ ઉચ્છવાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગરદન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે ! હા હા ! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયો, નીકળીને શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમ્ર ગુટલી હાથમાં લઈને મદ્યપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા. કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો. 652. હે આર્યો! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો! ગોશાલક મંખલિપુત્રે મારા વધને માટે તેના શરીરમાંથી તેજોલેશ્યા કાઢેલી. તે તેજ ૧૬-જનપદોના ઘાત-વધઉચ્છેદ-ભસ્મ કરવાને પર્યાપ્ત હતું તે ૧૬-જનપદ આ પ્રમાણે - અંગ, બંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાઢ, વજ, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુભુતર. હે આર્યો ! ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં હાથમાં આમ્રગુટલી લઈને, મદ્યપાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 66
Page #67
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કરતો, વારંવાર યાવત્ અંજલિકર્મ કરતો વિચરી રહ્યો છે. તે પોતાના તે પાપનું પ્રચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણા કરે છે. તે આ - ચરમ એવા - પાન, ગાન, નાટ્ય, અંજલિકર્મ, પુષ્કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિલાકંટક સંગ્રામ અને તીર્થંકર એટલે ગોશાલક મંખલિપુત્ર. હું આ અવસર્પિણીના ૨૪-તીર્થકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ થઈ યાવત્ અંત કરીશ. હે આર્યો! ગોશાળો શીતલ કૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચતો વિચરે છે, તે પાપને છૂપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે - તે પાનક કયા છે? પાનક ચાર ભેદે છે - 1. ગોપુઠક, 2. હાથથી મસળેલ, 3. આતપથી તપેલ, 4. શિલાથી પડેલ. તે અપાનક કયા છે? અપાનક ચાર ભેદે છે - ૧.સ્થાલપાનક, ૨.છાલપાનક, ૩.સિંબલિપાનક, ૪.શુદ્ધપાનક. તે સ્થાલપાનક શું છે ? પાણી વડે ભીંજાયેલ - થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે. તે ત્વચા છાલ પાનક શું છે? જે આમ્ર, અંબાડગ આદિ જેમ પ્રજ્ઞાપના સૂત્ર, ૧૬માં પ્રયોગપદમાં કહ્યા મુજબ થાવત્ બોર, તિંદુરુક તથા જે તરુણ, અપક્વ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી. શકાય તે. તે શિંબલિપાનક શું છે? જે કલાય-મગ-અડદ કે શિંબલીની ફલી તરુણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે. તે શુદ્ધપાનક શું છે ? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સૂએ, બે માસ કાષ્ઠ સંથારે સૂએ, બે માસ દર્ભ સંથારે સૂએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતા, છેલ્લી રાત્રિમાં બે મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે - પૂર્ણભદ્ર, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અગ્નિકાય સંભવે છે, તે પોતાના જ તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે. તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ત્યારે તે અત્યંપુલ આજીવિકોપાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ સાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ થયો કે - હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે? ત્યારે તે અચંપુલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. - નિત્યે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર ઉત્પન્ન જ્ઞાનદર્શનધર યાવત્ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતા વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા તેમને વંદન યાવત્ પર્યુપાસના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું, ઉત્તર મેળવું. એ પ્રમાણે નિશ્ચય કર્યો. બીજા દિવસે યાવત્ જાજવલ્યમાન સૂર્ય થતા અચંપલે સ્નાન કર્યું યાવત્ અલ્પ પણ મહાઈ આભરણાલંકૃત શરીર કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા શ્રાવસ્તી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણે આવ્યો. આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિકર્મ કરતા, શીતળ માટી વડે યાવતુ ગાત્રોને સિંચતા જોઈને લજિત, ઉદાસ, બ્રીડિત થઈ ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજ્જિત યાવત્ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું - હે અચંપુલ ! અહીં આવ્યો ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયંપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યા. કરીને થોડો સમીપ બેસી પર્યુપાસવા લાગ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 67
Page #68
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હે અચંપુલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું - હે અચંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે તને વિચાર આવ્યો કે- ‘હલ્લા' કયા આકારે છે ? ત્યારપછી હે અયંપુલ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો. ઇત્યાદિ બધું જ કહેવું. યાવત્ શ્રાવસ્તી નગરી મધ્યેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીધ્ર આવ્યો, હે અjપુલ ! શું આ અર્થ બરાબર છે ? હા, ભગવાન ! બરાબરછે. હે અયંપુલ! જ્યારે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્રને અહીં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિ કરતા વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પ્રરૂપ્યા છે. ચરમ પાન યાવત્ ગોશાલક બધા દુઃખોનો અંત કરશે. હે અયંપુલ ! જે આ તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર અપાનક પ્રરૂપેલ છે, તે પાનક કયા પ્રકારે છે? યાવત્ ત્યારપછી તેઓ સિદ્ધ થઈ યાવત્ અંત કરશે. તેથી હે અયંપુલ! તમે જાઓ, તમારા ધર્માચાર્યને આવા પ્રશ્નો પૂછો. ત્યારે તે અત્યંપુલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઊડ્યો. ઉઠીને ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલકને તે આમ્રગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમ્રગુટિકાને એકાંતમાં ફેંકી દીધી. ત્યારે તે અચંપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યાપાસવા લાગ્યો. અચંપલાદિને આમંત્રી, ગોશાલક મંખલિપુત્રે અચંપુલને આમ કહ્યું - હે અચંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે યાવત્ તું મારી પાસે શીધ્ર આવેલ છે. હે અચંપુલ ! શું આ અર્થ સમર્થ છે? હા, છે. મારી પાસે તે આમ્રગુટલી નહીં, આમ્ર ફળની છાલ હતી. તારો પ્રશ્ન છે - ‘હલ્લા'નો આકાર શું છે? હલ્લા વાંસના મૂળના આકારે હોય છે. તેથી હે વીરો! વીણા વગાડો. હે વીરો! વીણા વગાડો. ત્યારે તે અત્યંપુલ, ગોશાલક મંખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હૃષ્ટ, તુષ્ટ યાવત્ આનંદિતા હૃદય થયો. પછી ગોશાલકને વંદન, નમસ્કાર કરી, કેટલાય પ્રશ્નો પૂછડ્યા, અર્થ ગ્રહણ કર્યા. પછી ઉત્થાનથી ઉક્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પાછો ફર્યો. ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવજો, કરાવીને કોમળ, રૂંવાટીવાળા ગંધકાષાયિક વસ્ત્રથી મારું શરીર લૂછજો. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લીંપજો, પછી મહાઈ હંસલક્ષણ પટફાટક મને પહેરાવજો. મહાઈ સર્વાલંકારથી વિભૂષિત કરજો. સહસપુરુષવાહિની શિબિકામાં પધરાવજો, પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં મોટા મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા આમ કહેજો - હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી થઈ યાવત્ જિન શબ્દને પ્રકાશતો વિચરીને આ અવસર્પિણીના 24 તીર્થકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ક્ષીણ થયા, ઋદ્ધિ-સત્કાર સાથે મારા શરીરનું નીહરણ કરજો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગોશાલક મંખલિપુત્રના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ૬પ૩. ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ સમુત્પન્ન થયો. નિશે જિન નથી, તો પણ હું જિનપ્રલાપી થઈ યાવત્ જિના શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અયશકારક, અવર્ણકારક, અકીર્તિકારક છું. હું અસત્ ભાવના પૂર્ણ મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને-પરને-તદુભયને વ્યગ્રાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, સાતમી રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, ખરેખર તો. શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનપ્રલાપી યાવત્ જિનશબ્દ પ્રકાશતા વિચરે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 68
Page #69
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ગોશાલકે આ પ્રકારે સંપ્રેક્ષણ કર્યું. કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ-નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું - હું જિન નથી, તો પણ જિનપ્રલાપી યાવત્ ઓળખાવતો વિચર્યો છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક છું યાવતુ હું છદ્મસ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિના શબ્દથી પ્રગટ કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શુંબનું દોરડું બાંધજો, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થૂકજો. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં અહીં-તહીં ઘસેડતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહેજો - હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનપ્રલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવત્ છદ્મસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ વિચરે છે. મહા અઋદ્ધિપૂર્વક, અસત્કાર કરતા મારા શરીરનું નીહરણ કરજો, આમ બોલીને કાળધર્મ પામ્યો. 654. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાળાને કાલગત જાણીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના બારણા બંધ કર્યા. કરીને તે દુકાનમાં બહુમધ્યદેશભાગમાં શ્રાવસ્તીનગરી આલેખી, આલેખીને ગોશાલક મંખલિપુત્રના શરીરને ડાબા પગે શુંબની દોરડી બાંધી, પછી ત્રણ વખત તે મૃતકના મુખમાં ધૂક્યા. ઘૂંકીને ચીતરેલ. શ્રાવસ્તીના. શૃંગાટક યાવત્ માર્ગમાં અહીં-તહીં શરીરને. ઘસેડ્યું. તે વખતે મંદમંદ શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આમ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતા, જિનપ્રલાપી થઈ યાવત્ વિચરતા હતા. આ ગોશાલક સંખલિપુત્ર શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળ પામ્યા. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે, યાવત્ વિચરે છે. આ પ્રમાણે શપથ સોગંદથી મુક્ત થયા. ત્યારપછી બીજી વખત પૂજા સત્કારના સ્પિરિકરણાર્થે ગોશાલક મંખલિપુત્રના ડાબા પગથી ચૂંબની દોરડી. છોડી નાંખી, છોડીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના દ્વાર પણ ખોલી નાંખ્યા, ખોલીને ગોશાળાના શરીરને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ મહાન ઋદ્ધિ સત્કાર સાથે તેના શરીરનું નીહરણ કર્યું. સૂત્ર-૬પપ થી ૬પ૭ ઉપપ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોપ્ટક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ મહામેઘ સમાન હતો. પત્ર-પુષ્પ-ફળ-હરિતકથી લચકતો અને શ્રી વડે અતિ શોભતો હતો. તે મેંઢિકગ્રામ નગરમાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતી. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ મેંઢિકગ્રામ નગરમાં શાલકોપ્ટક ચૈત્યે પધાર્યા યાવતુ પર્ષદા ધર્મ શ્રવણ કરીને, પાછી ફરી. ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક પ્રાદુર્ભત થયો. ઉજ્જવલ યાવત્ દૂરધિસહ્ય પિત્તવર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતા યાવત્ વિચરે છે. તથા લોહી યુક્ત ઝાળા પણ થયા. ચાતુર્વર્ણ લોકો કહેવા લાગ્યા - શ્રમણ ભગવંત મહાવીર, ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તજવર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છદ્મસ્થપણે જ કાળ કરશે. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સિંહ નામક અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઊંચા કરી, આતાપના લેતા, વિચરતા હતા. ત્યારે તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા આ આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - ખરેખર, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 69
Page #70
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત્ છદ્મસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઊતર્યા. ઊતરીને માલુકાકચ્છ આવ્યા, તેમાં પ્રવેશ્યા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી અવાજથી. કુહૂકુહુ કરતા જોર-જોરથી. રડવા લાગ્યા. હે આર્યો ! એમ આમંત્રીને ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - ખરેખર, હે આર્યો! મારા શિષ્ય સિંહ અણગાર પ્રકૃતિભદ્રક ઇત્યાદિ બધું કહેવું યાવતુ તે મોટેમોટેથી રડી રહ્યા છે તો હે આર્યો ! જાઓ. તમે સિંહ અણગારને બોલાવો. ત્યારે તે શ્રમણ નિર્ચન્થો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને ભગવંત પાસેથી શાણકોષ્ઠ ચૈત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સિંહ અણગાર પાસે આવ્યા. આવીને સિંહ અણગારને આમ કહ્યું - હે સિંહ ! ધર્માચાર્ય તમને બોલાવે છે. ત્યારે તે સિંહ અણગાર શ્રમણ નિર્ચન્થ સાથે માલુકાકચ્છથી નીકળ્યા. નીકળીને શાણકોષ્ઠક ચૈત્ય ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ પય્પાસના કરી. સિંહાદિને આમંત્રી ભગવંત મહાવીર સિંહ અણગારને આમ કહ્યું - હે સિંહ! ધ્યાનાંતરિકામાં વર્તતા તને આવા પ્રકારનો સંકલ્પ થયો યાવતુ તું રડવા લાગ્યો. હે સિંહ ! આ અર્થ સમર્થ છે. હા, છે. હે સિંહ! ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે યાવત્ હું કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સિંહ ! તું, મેંઢિકગ્રામ નગરે રેવતી ગાથાપત્નીના ઘરે જા, ત્યાં રેવતીએ મારા માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં માર્જીરા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ, મારે તેનું પ્રયોજન છે. ત્યારે તે સિંહ અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ યાવત્ આનંદિત હૃધ્ય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી અત્વરિત-અચપળ-અસંભ્રાંતપણે મુહપત્તિ પડિલેહે છે. પછી ગૌતમસ્વામી માફક યાવત્ શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણકોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવતુ મેંઢિકગ્રામ નગરે આવ્યા. આવીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને રેવતી ગાથાપત્નીનું ઘર હતું, ત્યાં આવીને તેણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે રેવતી ગાથાપત્ની સિંહ અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને જલદીથી આસનથી ઊભી થઈ, પછી સિંહ અણગાર પ્રતિ સાત-આઠ પગલા સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો. ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આમ કહ્યું કે - હે દેવાનુપ્રિય ! તમે ભગવંત મહાવીર માટે બે કોહલાના ફળ સંસ્કારિત કરેલા છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજોરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે. ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આમ કહ્યું - એવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરનું રહસ્ય જલદી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો ? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું યાવત્ હું જાણું છું. ત્યારે સિંહ અણગાર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપત્ની હર્ષિત, સંતુષ્ટ થઈને, રસોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યું. ખોલીને સિંહ અણગાર પાસે આવી, આવીને સિંહ અણગારના પાત્રમાં, તે બધો બિજોરા પાક સમ્યક્ પ્રકારે વહોરાવ્યો. રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરતા દેવાયુ બાંધ્યું, જેમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 70
Page #71
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિજય ગાથાપતિમાં કહ્યું તેમ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે. ત્યારે તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા. નીકળીને ગૌતમસ્વામીની માફક યાવતું ભોજન-પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના. હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂચ્છિત યાવત્ અનાસક્ત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીર રૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાંતક જલદીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હાર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક-શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ-દેવીઓ સંતુષ્ટ થયા. દેવ-મનુષ્ય-અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમ કે ભગવંત હૃષ્ટ થયા. ૬પ૬. ભગવન! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને કહ્યું ભગવન્! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી ભમ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગોશાળા દ્વારા ભસ્મરાશિ કરાયા પછી, ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ બ્રહ્મલોક-લાંતક-મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસ્ત્રાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની 18 સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સર્વાનુભૂતિની દેવની ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલજાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવતુ વિનીત હતા. હે ભગવન્! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર હતા. તે ગોશાળાના તપ-તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ-શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળમાસે કાળ કરીને ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ આનત-પ્રાણત આરણ કલ્પને ઓળંગીને અય્યત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ મુજબ છે. યાવત્ અંત કરશે. ૬પ૭. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો. હે ભગવન્ ! તે ગોશાલક કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમાસે કાળ કરીને ચંદ્રથી ઉપર યાવત્ અચુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ. ભગવન્તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષયાદિ પછી યાવત્ ક્યાં ઉપજશે ? ગૌતમ ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂલમાં પંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સંમતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પ્રતિપૂર્ણ થતા યાવત્ સુરૂપ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિ શતતાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. ત્યારે તે બાળકના માતા-પિતા ૧૧મો દિવસ વીત્યા પછી યાવત્ બારમા દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર-બહાર યાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યું. ત્યારે તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 71
Page #72
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મહાપદ્મ બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં ઘણા મોટા રાજ્યાભિષેક થી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ. યાવત્ વિચરશે. ત્યારે તે મહાપદ્મ રાજા અન્ય કોઈ દિવસે મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે જોઈને શતદ્વાર નગરના ઘણા રાજા, ઇશ્વર, તલવર યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે, તે જોઈને. યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે - હે દેવાનુપ્રિયો! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્ફિક એવા બે દેવો યાવતુ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન' થશે. ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, ચાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેનરાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન પર આરૂઢ થઈ શતદ્વાર નગરની વચ્ચોવચ્ચથી વારંવાર આવશે-જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો ! જેથી આપણો દેવસેન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે. ત્યારે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણ નિર્ચન્થ પ્રત્યે મિથ્યાત્વને અંગીકૃત કરશે. તે કેટલાક શ્રમણો પ્રત્યે આક્રોશ કરશે, કેટલાકનો ઉપહાસ કરશે, કેટલાકને એકમેકથી અલગ કરશે, કેટલાકની ભત્રેના કરશે, કેટલાકને બાંધશે, કેટલાકને નિરુંભશે, કેટલાકનો અંગચ્છેદ કરશે, કેટલાકને મારશે, ઉપદ્રવ કરશે, વસ્ત્ર-પાત્રકંબલ-પાદ પ્રીંછનકને છિન્નભિન્ન કરશે - નાશ કરશે - અપહરણ કરશે, કેટલાકના ભોજન-પાનનો વિચ્છેદ કરશે, કેટલાકને નિર્નગર કરશે, કેટલાકને નિર્વાસિત કરશે. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ કહેશે - હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્થ પ્રતિ મિથ્યાત્વવાસિત થઈને કેટલાક શ્રમણાદિ પ્રત્યે આક્રોશ કરે છે યાવત્ નિર્વાસિત કરે છે. હે દેવાનુપ્રિયો ! તે. આપણે માટે શ્રેયસ્કર નથી, તે વિમલવાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી, તે રાજ્ય-રાષ્ટ્ર-સૈન્ય-વાહન-પુરઅંતઃપુર કે જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે જે આ વિમલવાહન રાજા શ્રમણ-નિર્ચન્હો પ્રત્યે મિથ્યાત્વી થયો છે. હે દેવાનુપ્રિયો ! તો શ્રેયસ્કર છે કે આપણે વિમલવાહન રાજાને આ વિષયમાં વિનયપૂર્વક કહીએ. આ પ્રમાણે વિચારી એકબીજાની પાસે આ અર્થને સ્વીકારીને વિમલવાહન રાજા પાસે જશે, જઈને બે હાથ જોડી, વિમલવાહન રાજાને જય વિજય વડે વધાવીને એમ કહેશે - હે દેવાનુપ્રિય! શ્રમણ નિર્ચન્હો પ્રતિ આપ મિથ્યાત્વી થયા છો. કેટલાક પર આપ આક્રોશ કરો છો યાવત્ કેટલાકને આપ નિર્વાસિત કરો છો. હે દેવાનુપ્રિય ! તે આપના કે અમારા માટે શ્રેયસ્કર નથી. રાજ્ય, રાષ્ટ્ર યાવત્ જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે આપ દેવાનુપ્રિય શ્રમણ નિર્ચન્થ પ્રતિ અનાર્યત્વ સ્વીકારો. હે દેવાનુપ્રિય! આપ આ અકાર્યથી અટકો. ત્યારે તે વિમલવાહન રાજા, તે ઘણા રાજા, ઇશ્વર યાવતું સાર્થવાહ આદિ વિનયપૂર્વક કહેશે, ત્યારે “ધર્મ કાંઈ નથી, તપ મિથ્યા છે એવી બુદ્ધિ છતાં મિથ્યા વિનય બતાવી આ વાતને સ્વીકારી લેશે. તે શતદ્વાર નગરની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વઋતુક આદિ હશે. તે કાળે, તે સમયે વિમલ અરહંતના પ્રશિષ્ય સુમંગલ નામે અણગાર, જાતિસંપન્નાદિ, ધર્મઘોષ અણગાર સમાન હશે યાવત્ તેઓ સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે યુક્ત હશે. તેઓ સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપે નિરંતર છટ્ટ-છરે તપ કરતા યાવતું આતાપના લેતા વિચરશે. ત્યારે અન્ય કોઈ દિવસે તે વિમલવાહન રાજા રથચર્યા કરવા નીકળશે. ત્યારે તે રાજા સુભૂમિભાગ ઉદ્યાનની કિંઈક સમીપથી રથચર્યા કરતા નિરંતર છ3-છઠ્ઠના તપપૂર્વક યાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 72
Page #73
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જોઈને ક્રોધિત થઈ યાવત્ ધમધમતો, સુમંગલ અણગારને રથશિર વડે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા રથશિર વડે પાડી દેવાતા, ધીમે-ધીમે ઉચી, ઉઠીને ફરી બીજી વખત ઊંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતા વિચરવા લાગશે. ત્યારે તે રાજા, સુમંગલ અણગારને બીજી વખત પણ રથના અગ્રભાગથી પાડી દેશે, ત્યારે તે સુમંગલ મુનિ, વિમલવાહને બીજી વખત પાડી દીધા પછી પણ ધીમે-ધીમે ઉઠી જશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયોજશે, પછી વિમલવાહન રાજાનો ભૂતકાળ અવધિજ્ઞાનથી જોશે. જોઈને રાજાને એમ કહેશે કે - તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન કે મહાપદ્મ પણ નથી, તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં ગોશાલક નામે મખલિપુત્ર હતો. શ્રમણઘાતક હતો, યાવત્ છદ્મસ્થપણે મૃત્યુ પામેલ હતો. તે સમયે સર્વાનુભૂતિ અણગાર સમર્થ હોવા છતાં તારો અપરાધ સમ્યક્ પ્રકારે સહેલ, ખમેલ, તિતિક્ષેલ, અધ્યાસિત કરેલ. એ પ્રમાણે ત્યારે સુનક્ષત્ર અણગારે પણ યાવત્ અધ્યાસિત કરેલ. જે સમયે શ્રમણ ભગવંત. મહાવીરે પણ સમર્થ હોવા છતાં યાવત્ અધ્યાસિત કરેલ. પરંતુ હું તે પ્રમાણે સહન યાવત્ અધ્યાસિત કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી તારા ઘોડા, રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરી દઈશ. ત્યારે તે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને આમ કહેતા સાંભળીને ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો, સુમંગલ અણગારને ત્રીજી વખત રથના અગ્રભાગથી પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજાએ ત્રીજી વખત પાડી દેતા ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતા આતાપના ભૂમિથી ઉતરશે, ઉતરીને તૈજસ સમુદ્ઘાતથી સમવહત થઈને સાત-આઠ ડગલા પાછા ખસશે, ખસીને વિમલવાહન રાજાને ઘોડા-રથ-સારથિ સહિત પોતાના તપ-તેજથી ભસ્મરાશિ કરી દેશે. ભગવન્! સુમંગલ અણગાર વિમલવાહન રાજાને ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરીને ક્યાં જશે ? ક્યાં. ઉત્પન્ન થશે ? ગૌતમ ! સુમંગલ અણગાર ત્યારપછી ઘણા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, દશમ, બારસ યાવત્ વિચિત્ર તપકર્મોથી માસિકી લેખના કરી 60 ભક્તોને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ ચંદ્રથી પણ ઊંચે યાવત્ 100 રૈવેયક વિમાનાવાસ ઓળંગી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં દેવોની અજઘન્ય-ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમની સ્થિતિ હોય છે, ત્યાં સુમંગલ દેવની પણ અજઘન્યોત્કૃષ્ટ ૩૩સાગરોપમની સ્થિતિ થશે. ભગવન્! તે સુમંગલ દેવ તે દેવલોકથી ચ્યવી ક્યા જશે? ક્યાં ઉત્પન્ન થશે ? તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ યાવત્ સિદ્ધ થશે યાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સૂત્ર-૬૫૮ ભગવદ્ ! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરાતા ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિ નરકમાં નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મત્સ્ય થશે, તે ત્યાં શસ્ત્રવધથી દાહપીડા થતા કાળમાસે કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ નૈરયિકરૂપે ઉપજશે. ત્યાંથી ચ્યવી અનંતર મત્સ્યપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટી કાળ સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને સ્ત્રીરૂપે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી દાહ પામી યાવત્ બીજી વખત છઠ્ઠી તમા. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્ ઉદ્વર્તીને ફરી સ્ત્રી થશે. સ્ત્રીપણામાં ફરી શસ્ત્રવધથી યાવત્ મરીને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્ ઉદ્વર્તીને ઉર પરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતુ મરીને બીજી વખત પાંચમીમાં યાવતુ ત્યાંથી ઉદ્વર્તન બીજી વખત ઉરઃપરિસર્પમાં ઉપજશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 73
Page #74
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યાંથી યાવતુ મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજી યાવત્ ઉદ્વર્તીને સિંહપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી તે જ પ્રમાણે યાવતુ મરીને ફરી બીજી વખત ચોથી પંકપ્રભામાં યાવતુ ઉદ્વર્તીને બીજી વખત પણ સિંહપણે ઉપજશે. સિંહપણે યાવત્ મરીને ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટકાલ યાવત્ ઉદ્વર્તીને પક્ષીમાં ઉત્પન્ન થશે. તેમાં પણ શસ્ત્ર વધથી યાવત્ મરીને બીજી વખત વાલુકાપ્રભામાં યાવત્ ઉદ્વર્તીને બીજી વખત પક્ષી થશે. પક્ષીપણે યાવત્ મરીને બીજી શર્કરામભામાં જશે યાવત્ ઉદ્વર્તીને સરિસર્પમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતું મરીને ફરી બીજી વખત શર્કરામભામાં જશે યાવત્ ઉદ્વર્તીને સરીસર્પમાં ઉપજશે. સરિસર્પમાં યાવત્ મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉપજશે. યાવત્ ઉદ્વર્તીને સંજ્ઞીમાં ઉપજશે, ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને અસંજ્ઞીમાં ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને બીજી વખત આ રત્નપ્રભામાં પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિક થશે. તે ત્યાંથી ઉદ્વર્તીને યાવતુ જે આ ખેચર જીવોના ભેદ છે તે થશે. જેમ કે - ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ગકપક્ષી, વિતતપક્ષી, તેમાં અનેક લાખ વખત મરી-મરી તેમાં જ વારંવાર જન્મ લેશે. બધે જ શસ્ત્રવધથી દાહવેદના પૂર્વક કાળમાસે કાળ કરીને જે આ ભુજ પરિસર્પના ભેદોમાં ઉપજશે. જેમ કે -ગોધ, નકુલ ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રમાં પદ-૧ માં કહ્યા મુજબ યાવત્ જાહકાદિ. ત્યાં અનેક લાખ વાર યાવત્ ખેચરવત બધુ કહેવું યાવત્ ત્યાંથી મરીને જે આ ઉર પરિસર્ષના ભેદો છે, જેમ કે - સર્પ, અજગર, આશાલિક, મહોરગ આદિમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્ મરીને જે આ. ચતુષ્પદના ભેદો છે, જેમ કે - એકખુર, દ્વિખુર, ગંડીપદ, સનખપદાદિ તેમાં અનેક લાખ વાર ઉપજશે યાવત્ મરીને જે આ જલચરના ભેદો છે-જેમ કે, મત્ય, કચ્છભ યાવત્ સુંસુમાર તેમાં અનેક લાખ વાર ઉપજશે. યાવત્ તેમાં મરીને... જે આ ચતુરિન્દ્રિયના ભેદો છે. જેમ કે - અંબિક, પૌત્રિકાદિ જેમ પન્નવણાસૂત્ર પદ-૧ માં કહ્યા છે યાવત્ ગોમયકીડો, તેમાં અનેક લાખ ભવોમાં ઉપજી યાવત્ મરીને... જે આ તેઇન્દ્રિયના ભેદો છે, જેમ કે - ઉપચિત યાવત્ હસ્તિસૌંડ, તેમાં અનેક લાખ ભવ કરી યાવત્ જે આ બેઇન્દ્રિયના ભેદો છે, જેમ કે - પુલાકૃમિ યાવતુ સમુદ્રલિક્ષા, તેમાં અનેક લાખ ભવ કરીને યાવતું મરીને... જે આ વનસ્પતિકાયના ભેદો છે. જેમ કે - વૃક્ષ, ગુચ્છ યાવત્ કુહગ, તેમાં અનેક લાખ ભવ કરીને યાવત્ મરીને પછી વિશેષ કસવાળા વૃક્ષો અને વેલોમાં ઉપજશે. બધે જ શસ્ત્રવધથી યાવત્ મરીને જે આ વાયુકાયિકના ભેદો છે, જેમ કે - પૂર્વવાયુ યાવતુ શુદ્ધ વાયુ, તેમાં અનેક લાખ ભવો કરીને યાવતું મરીને, જે આ તેઉકાયિકના ભેદો છે. જેમ કે - અંગાર યાવત્ સૂર્યકાંતમણિ નિઃસૃત અગ્નિ આદિમાં અનેક લાખ ભવો કરીને યાવત્ મરશે. પછી જે આ અપ્રકાયિકના ભેદો છે, જેમ કે ઓસ યાવત્ ખાઈનું પાણી, તેમાં અનેક લાખ ભવો કરશે યાવત્ મરી મરીને ફરી. જન્મશે - વિશેષતયા ખારા પાણી તથા ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. બધે જ શસ્ત્રવધથી યાવતુ. મરીને, જે આ પૃથ્વીકાયિકના ભેદો છે, જેમ કે - પૃથ્વી, શર્કરા, યાવત્ સૂર્યકાંત મણિ, તેમાં અનેક લાખ વખત યાવત્ ફરી ફરીને જન્મશે. વિશેષતયા તે ખર-બાદર પૃથ્વીકાયિકમાં જન્મશે. બધે જ શસ્ત્રવધથી યાવતું મરણ પામીને... રાજગૃહનગર બહાર વેશ્યારૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતું મરણ પામીને બીજી વખત રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરણ પામશે. સૂત્ર-૬પ૯ પેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પત્નીરૂપે આપશે. તેણી તેની પત્ની થશે, તે પતિને. ઇષ્ટ, કાંત, યાવત્ અનુમત ભાંડ કરંડક સમાન, રત્નના પટારા સમાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 74
Page #75
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સુરક્ષિત, વસ્ત્રોની પેટી સમાન સુસંપરિગૃહ, રત્નકરંડક સમાન સુસારક્ષિત, સુસંગોપિત, શીત કે ઉષ્ણ યાવત્ પરીષહો ઉપસર્ગ તેને ન સ્પર્શે. એ રીતે રાખી. ત્યારે તે બાલિકા અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ શ્વસૂર કૂળથી પિયર જાતી એવી માર્ગમાં દાવાગ્નિની જ્વાલાથી પીડિત થઈ કાળમાસે કાળ કરીને દક્ષિણદિશાના અગ્નિકુમારદેવોમાં દેવપણે થશે. તે દેવ ત્યાંથી અનંતર ઍવીને મનુષ્ય શરીરને પામશે ત્યાં કેવલબોધિને પામશે, પામીને મુંડ થઈને ઘર છોડીને અણગાર પ્રવ્રજ્યા લેશે. ત્યાં પણ શ્રમણ્ય વિરાધી કાળમાસે કાળ કરીને દક્ષિણના અસુરકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામીને, પૂર્વવત્ યાવત્ ત્યાં પણ શ્રમણ્ય વિરાધી કાળમાસે યાવત્ કરીને દક્ષિણ દિશામાં નાગકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને આ આલાવાઓ વડે દક્ષિણ દિશાના સુવર્ણકુમારોમાં, એ રીતે વિધુસ્કુમારોમાં ઉત્પન્ન થશે, આ રીતે અગ્નિકુમાર દેવોને છોડીને યાવતુ દક્ષિણ દિશાના સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામશે યાવત્ શ્રમણ્ય વિરાધી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થશે, તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને યાવત્ અવિરાહિત શ્રમણ્યથી કાળમાસે કાળ કરીને સૌધર્મકલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને કેવલિબોધિ પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને ઈશાનકલ્પ દેવપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી ચ્યવીને મનુષ્ય શરીર પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સનસ્કુમાર કલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી ચ્યવીને એ પ્રમાણે જેમ સનકુમાર, તેમ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત, આરણમાં ઉપજશે. ત્યાંથી યાવત્ શ્રમણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જે આ કુળો છે - ધનાઢ્ય યાવત્ અપરિભૂત, તેવા પ્રકારના કુળમાં પુત્રરૂપે જન્મશે. એ પ્રમાણે જેમ ઉજવાઈમાં દઢપ્રતિજ્ઞની વક્તવ્યતા કહી છે, તે સમગ્ર વક્તવ્યતા સંપૂર્ણ અહીં કહેવી યાવત્ ઉત્તમ કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે દઢપ્રતિજ્ઞ કેવલી પોતાનો અતીતકાળ ઉપયોગપૂર્વક જોશે. જોઈને શ્રમણ નિર્ચન્થોને બોલાવશે, બોલાવીને આમ કહેશે - હે આર્યો ! હું દીર્ઘકાળ પૂર્વે ગોશાલક નામક મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે જ કાળ પામ્યો. હે આર્યો ! તે પાપમૂલક કર્મોના ફળરૂપે. હું અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં ભમ્યો. તેથી હે આર્યો ! તમારામાંથી કોઈએ પણ આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, આચાર્યઉપાધ્યાયના અયશ-અવર્ણ-અકીર્તિ કરનારા ન થવું. મેં જે રીતે અનાદિ અનંત યાવત્ સંસારકાંતારનું ભ્રમણ કર્યું તેમ તમે સંસારાટવીમાં પરિભ્રમણ ન કરજો. ત્યારે તે શ્રમણ નિર્ચન્હો દઢપ્રતિજ્ઞ કેવલીની પાસે આ વાત સાંભળી, અવધારી, ભયભીત થયા, ત્રાસ પામ્યા, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢપ્રતિજ્ઞ કેવલીને વંદન-નમન કરશે. કરીને તે સ્થાનની આલોચના, નિંદા યાવતું તપશ્ચરણ નો સ્વીકાર કરશે. ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો કેવલપર્યાયને પાળીને, પોતાના આયુષ્યને શેષ જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ સૂત્રમાં કહ્યું. તેમ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 75
Page #76
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૬ સૂત્ર-૬૬૦ એક ગાથા દ્વારા આ શતકનાં 14 ઉદ્દેશાનો નામોલ્લેખ કરે છે- અધિકરણી, જરા, કર્મ, યાવતીય, ગંગદત્ત, સ્વપ્ન, ઉપયોગ, લોક, બલિ, અવધિ, દ્વીપ, ઉદધિ, દીક્ષા, સ્વનિત. શતક-૧૬, ઉદ્દેશો-૧ અધિકરણી સૂત્ર-૬૬૧, 662 661. તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું - ભગવન્! શું અધિકરણમાં વાયુકાય ઉત્પન્ન થાય છે ? હા, થાય છે. ભગવદ્ ! શું તે સ્પર્શીને મરે છે કે સ્પર્ધ્યા વિના મરે છે? ગૌતમ ! સ્પર્શીને મરે છે, સ્પર્ધ્યા વિના નહીં. ભગવદ્ ! તે સશરીરી નીકળે છે કે અશરીરી નીકળે છે ? એ પ્રમાણે જેમ શતક- 2 નાં સ્કંદક ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ શરીરરહિત થઈને જતો નથી. 662. ભગવન્! અંગારકારિકા(સગડી)માં અગ્નિકાય કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિદિવસ. ત્યાં બીજા વાયુકાયિક જીવ પણ ઉત્પન્ન થાય છે. કેમ કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતા નથી. સૂત્ર-૬૬૩ ભગવન્! લોટું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોઢાને સાણસી વડે ઊંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઊંચુંનીચું કરે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી વાવ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. જે જીવોનું શરીર લોઢું બનેલ છે, લોઢાની ભઠ્ઠી-સાણસી બની છે, અંગારા બનેલ છે, અંગાર કટ્ટિણી, ધમણ બની છે, તે બધા જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ પૃષ્ટ થાય છે. ભગવન્! લોહભઠ્ઠીમાંથી, લોઢાને, લોહસાણસી વડે પકડીને એરણ પર રાખતા અને ઉપાડતા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી લોહ ભટ્ટીમાંથી લોઢાને સાણસી વડે પકડીને યાવત્ રાખે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવતુ પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાથી સ્પષ્ટ થાય છે. જે જીવોના શરીરથી લોઢું-સાણસી-ઘણહથોડો-ઐરણ-ઐરણનું લાકડું બનેલ છે, ઉદક દ્રોણી બની છે, અધિકરણ શાળા બની છે, તે બધા જીવો કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. સૂત્ર-૬૬૪, 665 664. ભગવન્! જીવ, અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! જીવ, અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. ભગવન્! આમ કેમ કહો છો ? ગૌતમ ! અવિરતિને આશ્રીને તે બંને કહેલ છે. ભગવન્! નૈરયિક, શું અધિકરણી કે અધિકરણ છે? ગૌતમ ! અધિકરણી પણ છે, અધિકરણ પણ છે. એ પ્રમાણે જેમ જીવમાં કહ્યું તેમ નૈરયિકમાં પણ કહેવું, એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. ભગવન્! જીવ, શું સાધિકરણી છે કે નિરાધિકરણી ? ગૌતમ ! સાધિકરણી છે, નિરાધિકરણી નથી. આમ કેમ. કહ્યું પ્રશ્ન. ગૌતમ ! અવિરતિને આશ્રીને કહ્યું યાવત્ નિરાધિકરણી નથી. યાવત્ વૈમાનિક આમ કહેવું. ભગવનશું જીવ, આત્માધિકરણી છે, પરાધિકરણી છે, તદુભયાધિકરણી છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવન્! એમ કેમ કહો છો કે યાવત્ તદુભયાધિકરણી પણ છે. ગૌતમ ! અવિરતિને આશ્રીને તે પ્રમાણે કહ્યું યાવત્ તદુભયાધિકરણી પણ છે, આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવદ્ ! શું જીવોના અધિકરણ આત્મપ્રયોગથી થાય છે, પરપ્રયોગથી થાય છે કે તદુભયપ્રયોગથી થાય છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 76
Page #77
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ગૌતમ ! જીવોનું અધિકરણ આ ત્રણેથી થાય છે. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તેથી કહ્યું કે યાવત્ તદુભય પ્રયોગથી થાય છે. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. 665. ભગવન્! શરીર કેટલા પ્રકારે છે? ગૌતમ ! પાંચ પ્રકારે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ. ભગવન્! ઇન્દ્રિયો કેટલી કહી છે ? ગૌતમ! પાંચ. તે આ -શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. ભગવન્! યોગ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ. તે આ - મનોયોગ, વચનયોગ, કાયયોગ. ભગવદ્ ! ઔદારિક શરીર બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! બંને છે. ભગવદ્ ! એમ કેમ કહો છો કે બંને છે? ગૌતમ ! અવિરતિને આશ્રીને યાવત્ અધિકરણ પણ છે. ભગવન્પૃથ્વીકાયિક, ઔદારિક શરીર બાંધતા અધિકરણી છે કે અધિકરણ ? પૂર્વવતુ. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. એ રીતે વૈક્રિયશરીરમાં પણ જાણવુ. વિશેષ એ કે - જેને જે શરીર હોય, તે તેને કહેવું. ભગવન્! આહારક શરીર બાંધતો જીવ અધિકરણી છે? પ્રશ્ન. ગૌતમ! અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! પ્રમાદને આશ્રીને એમ કહ્યું કે યાવત્ અધિકરણ પણ છે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ. તૈજસ શરીર, ઔદારિકવત્ જાણવુ. વિશેષ એ કે - સર્વે જીવોને કહેવા. કાર્પણ શરીર પણ એ પ્રમાણે છે. ભગવદ્ ! શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ છે? એ પ્રમાણે જેમ ઔદારિક શરીર કહ્યું, તેમ શ્રોત્રેન્દ્રિય પણ કહેવું. વિશેષ એ કે - જેને શ્રોત્રેન્દ્રિય હોય, તેને કહેવી. એ પ્રમાણે ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શનેન્દ્રિય પણ કહેવી. વિશેષ એ કે - જેને જે ઇન્દ્રિય હોય, તેને તે પ્રકારે કહેવું. ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? એ પ્રમાણે જેમ શ્રોત્રેન્દ્રિયમાં કહ્યું, તેમ બધું કહેવું. વચનયોગ એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - એકેન્દ્રિયોને વર્જવા. એ પ્રમાણે કાયયોગ પણ કહેવો. વિશેષ એ કે સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૨ જરા સૂત્ર-૬૬૬ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! શું જીવોને જરા અને શોક હોય ? ગૌતમ ! તે બંને હોય. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે જીવો શારીરિક વેદના વેદે છે, તે જીવોને જરા હોય છે. જે જીવો માનસિક વેદના વેદે છે, તેઓને શોક હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે નૈરયિકોને પણ જાણવુ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. ભગવન! પૃથ્વીકાયિકને જરા અને શોક હોય ? ગૌતમ ! પૃથ્વીકાયિકને જરા હોય, શોક નહીં. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃથ્વીકાયિક શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના ન વેદે, તેથી કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવુ. બાકીના જીવની માફક જાણવા. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્! તે એમ જ છે યાવતુ પર્યપાસે છે. સૂત્ર-૬૬૭ તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર યાવત્ ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબુદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ ત્રીજા શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શક્રને પણ કહેવો. વિશેષ એ કે - આભિયોગિક દેવોને બોલાવતો નથી, પદાતિસેનાના અધિપતિ હરીશૈગમેલી દેવ છે, સુઘોષા ઘંટા છે, પાલક વિમાનકારી છે, પાલકવિમાન નો નિર્માણ માર્ગ ઉત્તર દિશા છે, અગ્નિકોણમાં રતિકર પર્વત છે. બાકી પૂર્વવત્ યાવત્ ભગવંતને નામ કહી, પર્યાપાસે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 77
Page #78
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે. ભગવંતે ધર્મકથા કહી, યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે શક્રેન્દ્ર, ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત, સંતુષ્ટ થઈ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું- ભગવદ્ ! અવગ્રહ કેટલા ભેદે છે ? શક્ર! પાંચ ભેદે છે- દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિઅવગ્રહ, સાગારિકાવગ્રહ, સાધર્મિકાવગ્રહ. ભગવન્! જે આ આજકાલ શ્રમણ નિર્ચન્થો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું, એમ કહીને ભગવંતને વંદન-નમસ્કાર કરે છે. કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં ચઢે છે, ચઢીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ભગવન્! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રે, જે આપને પૂર્વોક્ત અવગ્રહ વિષે કહ્યું, તે અર્થ સત્ય છે? હા, સત્ય છે. સૂત્ર-૬૬૮ ભગવન્! દેવરાજ દેવેન્દ્ર શુક્ર, સમ્યવાદી છે કે મિથ્યાવાદી ? ગૌતમ ! સમ્યકુવાદી છે, મિથ્યાવાદી નથી. ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, સત્યા, મૃષા, સત્યામૃષા કે અસત્યામૃષા ભાષા બોલે છે? ગૌતમ ! સત્યભાષા પણ બોલે છે યાવત્ અસત્યામૃષા પણ ભાષા બોલે છે. ભગવદ્ ! શક્રેન્દ્ર સાવદ્ય ભાષા બોલે કે અનવદ્ય? ગૌતમ ! સાવદ્ય ભાષા પણ બોલે, નિરવદ્ય પણ. ભગવ! એમ કેમ કહો છો? ગૌતમ ! જ્યારે શક્રેન્દ્ર, સૂક્ષ્મકાયને મુખ ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે, જ્યારે સૂક્ષ્મકાયને મુખ ઢાંકીને બોલે છે, ત્યારે તે અનવદ્ય ભાષા બોલે છે. તેથી પૂર્વવત્ કહ્યું યાવત્ બોલે છે. ભગવન્શક્રેન્દ્ર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગદષ્ટિ છે ? એ રીતે જેમ શતક- ૩ના મોક ઉદ્દેશામાં સનકુમારના વર્ણનમાં કહ્યું તેમ યાવત્ શક્રેન્દ્ર ભવ્યસિદ્ધિક, સમ્યગદષ્ટિ, ચરિમ છે, અચરિમ નથી. સૂત્ર-૬૬૯ ભગવદ્ ! જીવો, ચેતનકૃત કર્મો કરે છે કે અચેતનકૃત કર્મો કરે છે? ગૌતમ! જીવો ચેતનકૃત કર્મો કરે છે, અચેતન કૃત નહીં. ભગવદ્ ! એમ કેમ કહો છો? - ગૌતમ ! જીવોને આહારોપચિત, શરીરોપચિત, કલેવર રૂપે ઉપચિત પુદ્ગલો છે, તે તથા-કથારૂપે પરિણતા થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મો અચેતનકૃત નથી. તે પુદ્ગલો દુઃસ્થાનરૂપ, દુઃશય્યારૂપ, દુનિષદ્યારૂપથી. તે-તે રૂપે પરિણમે છે. તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મ અચેતનકૃત નથી. તે પુદ્ગલો આતંકરૂપે, સંકલ્પરૂપે અને મરણાંતરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો ! કર્મ અચેતનકૃત નથી. તેથી કહ્યું કે યાવત્ કર્મ ચેતનકૃત હોય છે. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક પર્યન્ત જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-શ્નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૩ કર્મ સૂત્ર-૬૭૦ રાજગૃહે યાવત્ આમ પૂછયું - ભગવદ્ ! કર્મપ્રકૃતિઓ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! જીવ, જ્ઞાનાવરણીય કર્મને વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે? ગૌતમ ! આઠ. એ પ્રમાણે જેને પન્નવણા'માં “વેદ-વેદ' પદમાં કહ્યું. તે બધું જ અહીં કહેવું. વેદબંધ, બંધવેદ અને બંધ-બંધ પદ પણ તેમજ કહેવા થાવત્ વૈમાનિક. ભગવંત! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 78
Page #79
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૬૭૧ ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું. તે નગરની બહાર ઈશાન ખૂણામાં એક જંબૂ નામે ચૈત્ય હતુ. નગર અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રોનુસાર કરવું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ એકજંબૂ ચૈત્યે સમોસર્યા યાવત્ પર્ષદા દર્શનાર્થે આવી, ધર્મ શ્રવણ કરી પાછી ગઈ. ભગવન્! એમ સંબોધીને ગૌતમસ્વામીએ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. વાંદી-નમીને કહ્યું કે - ભગવનું ! ભાવિતાત્મા અણગાર નિરંતર છઠ્ઠ તપ કરતા યાવત્ આતાપના લેતા, દિવસના પૂર્વાદ્ધમાં પોતાના હાથ, પગ, બાજુ કે જંઘાને સંકોચવું કે પ્રસારવું ન કલ્પે, પણ પશ્ચિમાદ્ધમાં પોતાના હાથ, પગ યાવત્ જંઘાને સંકોચવી કે પ્રસારવી કલ્પ છે. તેને લટકતા મશા હોય, કોઈ વૈદ્ય, તે જુએ, ઋષિને ભૂમિ ઉપર સૂવડાવે, પછી મશાને કાપે. હે ભગવન્! જે છેદે તેને કેટલી ક્રિયા લાગે ? જેના મશા છેદાય તેને એક ધર્માતરાય સિવાય બીજી ક્રિયા ન લાગે? હા, ગૌતમ ! તેમજ છે. યાવત્ અણગારને ધર્માન્તરાય થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ અપા. શતક-૧૬, ઉદ્દેશો-૪ જાવંતિય સૂત્ર-૬૭૨ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! હંમેશા ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો નરકમાં નૈરયિક સો. વર્ષોમાં, અનેક સો વર્ષોમાં, હજાર વર્ષોમાં, લાખ વર્ષોમાં ખપાવે છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! છઠ્ઠભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મો નરકમાં નૈરયિક હજાર વર્ષમાં, હજારો વર્ષમાં, લાખ વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! અષ્ટમભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો ખપાવે, એટલા કર્મો નરકમાં નૈરયિક લાખ વર્ષે લાખો વર્ષે કરોડ વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્દશમ ભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિજરે એટલા કર્મો નરકમાં નૈરયિક કરોડ વર્ષે કરોડો વર્ષે, કોડાકોડી વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? અન્નગ્લાયક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મ નરકમાં નૈરયિક એક વર્ષે અનેક વર્ષોમાં, સો વર્ષમાં કે હજાર વર્ષમાં ન ખપાવે, ચતુર્થભક્તિક જેટલા ઇત્યાદિ પૂર્વોક્ત કથન કહેવું યાવત્ કોડાકોડી વર્ષે ન ખપાવે ? ગૌતમ ! જેમ કોઈ વૃદ્ધ પુરુષ, જરા જર્જરીત દેહવાળો, જેની ચામડી શિથિલ હોવાથી સંકોચાઈને કરચલીવાળી થઈ હોય, દાંતની પંક્તિ ઘણા દાંતો પડી જવાથી, થોડા દાંત રહ્યા હોય, જે ગરમી અને તરસથી પીડાતો હોય, જે આતુર, ભૂખ્યો, તરસ્યો, દુર્બળ, કલોત હોય તેવો વૃદ્ધ એક મોટા કોશાંબ વૃક્ષની સૂકી–જટીલ-ગંઠિલ-ચીકણીવાંકી-નિરાધાર ચંડિકા ઉપર કુંઠિત પરસુ વડે પ્રહાર કરે, તે વખતે તે પુરુષ મોટા મોટા અવાજો કરે તો પણ તે લાકડીના મોટા-મોટા ટુકડા ન કરી શકે, આ પ્રમાણે હે ગૌતમ ! નૈરયિકોએ પોતાના પાપકર્મો ગાઢ કર્યા હોય, ચીકણા કર્યા હોય એ પ્રમાણે છઠ્ઠા શતક મુજબ યાવત્ મહાપર્યવસાણા(મોક્ષરૂપ ફળવાળા) ન થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 79
Page #80
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જેમ કોઈ પુરુષ એરણ ઉપર ધણની ચોંટ મારતો મોટા-મોટા શબ્દોથી યાવતું મહાપર્યવસાનવાળો ન થાય. જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન યાવત્ મેધાવી, નિપુણ, શિલ્પોપક હોય, તે એક મોટા શાલ્મલી વૃક્ષની ભીની, અજટીલ, અગઠિલ, અચિક્કણ, અવક્ર, આધાર ઉપર રહેલ ગંડિકા ઉપર તીક્ષ્ણ કૂહાડીથી પ્રહાર કરે તો જોરજોરથી શબ્દો કર્યા વિના, સરળતાથી તેના મોટા-મોટા ટૂકડા કરી દે છે. આ જ પ્રમાણે હે ગૌતમ ! જે શ્રમણ નિર્ચન્થોએ પોતાના કર્મો યથા-બાદર, શિથિલ, નિષ્ઠિત કર્યા હોય યાવત્ જલદીથી નષ્ટ થઈ જાય છે. જેટલા-તેટલામાં યાવત્ મહાપર્યવસાન વાળા થાય છે. હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સૂકા તૃણના પૂળાને યાવત્ અગ્નિમાં નાંખે તો તે જલદી બળી જાય છે, તેમ ઇત્યાદિ શતક-૬માં જેમ કહ્યું તેમ તપેલા લોહ ઉપર જળબિંદુ યાવતું મહાપર્યવસાન વાળા થાય છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે - અન્નગ્લાયક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મ નિજેરે યાવત્ ક્રોડાક્રોડ વરસે પણ ન ખપાવે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૬, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૫ ગંગદત્ત સૂર-૬૭૩ થી 675 - 173. તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા પાછી ગઈ. નગર અને ચૈત્યનું વર્ણન ઉજવાઈ સૂત્રાનુસાર જાણવું. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, એ રીતે જેમ બીજા ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા. યાવતુ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને યાવત્ નમીને આમ કહ્યું - ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! મહર્તુિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! મહદ્ધિક દેવ એ પ્રમાણે આ આલાવાથી ૧.આવવા, ૨.જવા, ૩.બોલવા,ઉત્તર દેવા, ૪.આંખ ખોલવા કે બંધ કરવા, ૫.સંકોચન કે પ્રસારણમાં, ૬.સ્થાન-શચ્યા-નિષદ્યા કરવામાં, ૭.વિકુર્વણા કરવામાં, ૮.પરિચારણા કરવામાં સમર્થ છે? યાવત્ હા, સમર્થ છે. આ આઠ ઉક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભ્રમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાન વિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. 64. ભગવન્! એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરીને આમ પૂછયું - અન્ય કોઈ દિવસોમાં હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર આપ દેવાનુપ્રિયને વંદન, નમન, સત્કાર, યાવત્ પર્યુપાસના રે છે, પણ હે ભગવન્! આજે શક્રેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભ્રાંતતાથી વંદન, નમન યાવત્ કરીને જલદી ચાલ્યો ગયો, તેનું શું કારણ ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પના મહાસામાન્ય નામના વિમાનમાં મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદષ્ટિ, બીજો અમારી સમ્યગદષ્ટિ હતો. ત્યારે તે માયીમિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવે, તે અમારી સમ્યગદૃષ્ટિ ઉપપન્નક દેવને આમ કહ્યું - પરિણમતા પુદ્ગલ પરિણત ના કહેવાય, અપરિણત કહેવાય. કેમ કે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા પુદ્ગલો પરિણત નથી, અપરિણત છે. ત્યારે અમાયી સમ્યગદષ્ટિ દેવે માયી મિથ્યાદષ્ટિ દેવને કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમ કે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને અમારી સમ્યગુ-દષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો. ત્યારે અમારી સમ્યગદષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર યાવત્ ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 80
Page #81
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થયો કે - શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉફૂંકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઇ યાવત્ વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી યાવત્ પર્યુપાસીને આ પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો, કરીને 4000 સામાનિક દેવોના પરિવાર સાથે સૂર્યાભદેવની માફક યાવત્ નિર્દોષનાદિત શબ્દો સહ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે દેવની દિવ્ય દેવઋદ્ધિ, દેવઘુતિ, દેવાનુભાગ, તેજલેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત પ્રશ્ન-વ્યાકરણ પૂછી સંભાતપણે યાવતું ગયો. 175. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉક્ત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલદીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવદ્ ! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાદષ્ટિ દેવે મને આમ કહ્યું - પરિણમતા પુદ્ગલો. પરિણત નથી. અપરિણત જ પરિણમે છે. કેમ કે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવને એમ કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી. કેમ કે તે પુદ્ગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં. આ કથન કેવું છે? ગંગદત્તને આમંત્રીને ભગવંતે ગંગદત્તને આમ કહ્યું - હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. પરિણમતા પુદ્ગલો યાવત્ અપરિણત નથી. આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને બહુ દૂર નહીં તે રીતે યાવત્. પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારે ભગવંતે ગંગદર દેવને અને પર્ષદાને યાવત્ ધર્મ કહ્યો યાવત્ આરાધક થયો. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન-નમન કર્યું, કરીને આમ કહ્યું - હે ભગવનું ! હું ગંગદત્ત દેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? એ પ્રમાણે સૂર્યાભવવત્ કહેવું યાવત્ બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડી, પછી યાવત્ તે જ દિશામાં પાછો ગયો. સૂત્ર-૬૭૬ ભન્ત! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ યાવતું ક્યાં અનુપ્રવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દષ્ટાંતે યાવત્ શરીરમાં અનુપ્રવેશી. ગૌતમસ્વામીએ આશ્ચર્યથી કહ્યું- અહો ! હે ભગવન્! ગંગદત્ત દેવની મહાઋદ્ધિ યાવત્ મહાસૌખ્ય! ભગવન્! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ કઈ રીતે પ્રાપ્ત કરી યાવત્ ગંગદત્ત દેવને તે કઈ રીતે અભિસન્મુખ થઈ? ગૌતમાદિને સંબોધી ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્સામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામે ગાથાપતિ રહેતો હતો, તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, જે આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી હતા. આકાશગત ચક્રસહિત યાવત્ દેવો દ્વારા લહેરાવાતા ધર્મધ્વજ યુક્ત, શિષ્યગણથી સંપરિવૃત્ત થયેલા, પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્ જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાને પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ લઇ વિચારવા લાગ્યા, પર્ષદા નીકળી. ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, આ વૃત્તાંત પ્રાપ્ત થતા હૃષ્ટ તુષ્ટ યાવત્ બલિકર્મ કરી યાવત્ અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી સહસ્સામ્રવન ઉદ્યાનમાં મુનિસુવ્રત અરહંત પાસે આવ્યો. આવીને મુનિસુવ્રત અરહંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ ત્રણ પ્રકારની પર્યુપાસનાથી પર્યાપાસે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 81
Page #82
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યારે મુનિસુવ્રત અરહંત ગંગદત્તને તથા તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, મુનિસુવ્રતસ્વામી પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને મુનિસુવ્રત અરહંતને વંદન-નમન કરે છે. કરીને આમ કહ્યું - ભગવન્! હું નિર્ચન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્ જેમ આપ કહો છો, તેમજ છે. હે દેવાનુપ્રિય! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, પછી દેવાનુપ્રિય પાસે હું મુંડ યાવત્ પ્રવ્રજિત થવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ગંગદત્ત, મુનિસુવ્રતસ્વામીને આમ કહેતા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈ મુનિસુવ્રતસ્વામીને વાંદી-નમીને તેમની પાસેથી, સહસામ્રવન ઉદ્યાનથી નીકળે છે. નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાના ઘેર આવે છે. આવીને વિપુલ અશન, પાન યાવત્ તૈયાર, કરાવીને મિત્ર-જ્ઞાતિજનનિજકને યાવત્ આમંત્રે છે, આમંત્રીને પછી સ્નાન કર્યુ યાવત્ પૂરણશ્રેષ્ઠી સમાન મોટા પુત્રને કુટુંબ ભાર સોંપે છે. ત્યારપછી તે મિત્ર, જ્ઞાતિજન યાવત્ મોટા પુત્રને પૂછે છે, પૂછીને સરસપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થાય. છે, થઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક યાવત્ પરિજન અને મોટા પુત્રથી સમ્યક્ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્ વાદ્યોના ઘોષ પૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને સહસામ્રવન ઉદ્યાને આવે છે. આવીને છત્ર આદિ તીર્થંકર અતિશય જુએ છે. ઉદાયન રાજ માફક યાવત્ જાતે જ આભરણ ઊતારે છે, જાતે જ પંચમુષ્ટિ લોચ કરે છે. કરીને મુનિસુવ્રત અરહંત પાસે ઉદાયન માફક આવીને તે રીતે દીક્ષા લે છે. તે રીતે અગિયાર અંગોને ભણે છે. યાવતું માસિકી સંલેખનાથી 60 ભક્તને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી. કાળ માસે કાળ કરીને મહાશુક્ર કલ્પ મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભામાં દેવ શયનીયમાં યાવત્ ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. ત્યારે તે તત્કાળ ઉત્પન્ન ગંગદત્ત દેવ પંચવિધ પર્યાપ્તિ વડે પર્યાતિભાવને પામ્યો. તે આ - આહાર પર્યાપ્તિ યાવત્ ભાષામનઃ પર્યાપ્તિ વડે. હે ગૌતમ ! એ પ્રમાણે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ અભિસન્મુખ કરી. ભગવન્! ગંગદત્ત દેવની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! સાત સાગરોપમ. ભગવન્! ગંગદત્ત દેવ, તે દેવલોકથી આયુનો ક્ષય થતા યાવત્ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે શતક-૧૬, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૬ ‘સ્વપ્ન' સૂત્ર-૬૭૭ થી 179 67. ભગવન્! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - યથાતથ્ય સ્વપ્નદર્શન, પ્રતાના સ્વપ્નદર્શન, ચિંતા સ્વપ્નદર્શન, તદ્વિપરીત સ્વપ્નદર્શન, અવ્યક્ત સ્વપ્નદર્શન. ભગવદ્ ! શું સૂતા પ્રાણી સ્વપ્ન જુએ કે જાગતા પ્રાણી સ્વપ્ન જુએ કે સૂતા-જાગતા પ્રાણી સ્વપ્ન જુએ ? ગૌતમ ! સૂતા કે જાગતા સ્વપ્ન ન જુએ, સૂતા-જાગતા સ્વપ્ન જુએ છે. ભગવન્! જીવો, સૂતા છે, જાગતા છે કે સૂતા-જાગતા? ગૌતમ ! જીવો ત્રણે છે. ભગવ! નૈરયિકો સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુસજાગૃત નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં. મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકવત્ જાણવા. 678. ભગવદ્ ! સ્વપ્નને સંવૃત્ત જીવ જુએ, અસંવૃત્ત જીવ જુએ કે સંવૃતા-સંવૃત જીવ જુએ ? ગૌતમ ! ત્રણે જીવ સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવુ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 82
Page #83
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત ? ગૌતમ ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમાં સુખ દંડકમાં કહ્યું છે તેમ કહેવું. ભગવદ્ ! સ્વપ્નો કેટલા ભેદે છે ? ગૌતમ ! 42 ભેદે સ્વપ્નો છે. ભગવન્! મહાસ્વપ્ન કેટલા ભેદે છે ? ગૌતમ! ૩૦-ભેદે છે. ભગવન્! સર્વે સ્વપ્ના કેટલા ભેદે છે? ગૌતમ ! ૭૨–ભેદે કહેલા છે. ભગવન્! તીર્થંકરની માતા તીર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! 30 મહાસ્વપ્નોમાંથી ૧૪-મહાસ્વપ્નો જોઈને જાગે છે. તે આ - હાથી, વૃષભ, સિંહ, અભિષેક ઇત્યાદિ. ભગવન ! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! તીર્થંકર માતા સમાન જાણવુ. ભગવન્! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! વાસુદેવ માતા યાવત્ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. બલદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! બલદેવની માતા યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને લાગે છે. ભગવન્! માંડલીકની માતા. ગૌતમ ! માંડલીકની માતા યાવત્ આ ચૌદમાનું કોઈ એક સ્વપ્ન જોઈને જાગે. 679. શ્રમણ ભગવંત મહાવીર પોતાના છદ્મસ્થ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહાસ્વપ્નો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે - 1. એક મહાઘોર અને તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા. 2. એક મહાન શ્વેત પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. 3. એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. 4. એક મહાન માળાયુગલ જે સર્વરત્નમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા. 5. એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા. 6. એક મોટા પદ્મસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા. 7. હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત એક મોટો સાગર હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈને જાગ્યા. 8. પોતાના તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્યને જોઈને જાગ્યા. 9. એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિતપરિવેષ્ટિત જોઈને જાગ્યા. 10. એક મહાન સંદરપર્વતની મેરુચૂલિકા પર શ્રેષ્ઠ સિંહાસન ઉપર પોતાને સ્વપ્નમાં બેસેલા જોઈને જાગ્યા. (હવે દશ સ્વપ્નના ફળને જણાવે છે.) 1. ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહામોહનીય કર્મને મૂળથી નાશ કરશે. 2. ભગવંતે જે મોટું શુક્લ પાંખવાળુ પુંસ્કોકિલ જોયું તેથી તેઓ શુક્લ ધ્યાનવાળા થઈને વિચરશે. 3. ચિત્રવિચિત્ર પાંખાળ પુસ્કોકિલને જોયું. તેથી ભગવંત સ્વસમય-પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિપિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે, નિર્દેશશે, ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત યાવત્ દષ્ટિવાદ. 4. ભગવંતે એક મહાન માળા યુગલ જોયું. તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ - આગાર ધર્મ, અણાગાર ધર્મ, 5. ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો તેથી ભગવંતને ચાતુર્વણ શ્રમણસંઘ થશે. 6. ભગવંતે એક મહાપદ્મ સરોવર જોયું. તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક. 7. ભગવંત એક મહાસાગર તર્યા તેથી ભગવંત મહાવીર અનાદિ અનંત યાવત્ સંસાર કાંતારને તરી ગયા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 83
Page #84
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 8. ભગવંત એક મોટા સૂર્ય જોઈને જાગ્યા તેથી તેમણે અનંત, અનુત્તર, નિરાબાધ, નિર્ચાઘાત, સમગ્ર, પ્રતિપૂર્ણ કેવળ ઉપર્યું. 9. ભગવંતે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટ્યો. તેથી ભગવંત, ઉદાર કીર્તિ-વર્ણ-શબ્દશ્લોકને પ્રાપ્ત થયા. 10. ભગવંત મહાવીર મેરુ પર્વતની મેરુ ચૂલિકાએ યાવત્ જાગ્યા, તેથી ભગવંતે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદા મધ્યે કેવલી ધર્મ કહ્યો. સૂત્ર-૬૮૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ યાવત્ વૃષભપંક્તિને અવલોકતો જુએ. તેને આરોહતો આરોહે અને પોતાને આરૂઢ થયેલો માને, એવું સ્વપ્ન જોઈને તલ્લણ જાગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ દુઃખનો અંત કરે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી દોરડી, પૂર્વથી પશ્ચિમ લાંબી, સમુદ્રને બંને કિનારે સ્પર્શતી અવલોકતો જએ, પોતાના બંને હાથે તેને સમેટતો સમેટે, પોતે સમેટી તેમ માને, તુરંત તે જાગે તો તે જ ભવગ્રહણથી યાવતુ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ એક મોટી દોરડી, પૂર્વ-પશ્ચિમ લાંબી, લોકના બંને છેડાને અવલોકતો જુએ, તેને છેદન કરતો છેદે, પોતે છેદી તેમ માને, તુરંત જાગે તો યાવત્ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા કાળા દોરા યાવત્ સફેદ દોરાને અવલોકતો જુએ. તેની ગુંચને ઉકેલતો ઉકેલે, પોતે ઉકેલી, તેમ માને તો તત્ક્ષણ જ યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાતે એક મોટા લોઢા-તાંબુ-ત્રપુષ-સીસાના ઢગલાને અવલોકતો જુએ, તેના પર ચડતો એવો ચડે, પોતે ચડ્યો તેમ માને, તત્ક્ષણ જ જાગી જાય તો બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજના ઢગલાને જુએ. આરોહતો આરોહે, પોતાને આરૂઢ થયો માને. પછી તુરંત જાગી જાય તો તે જ ભવે સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા વ્રણરાશી, ‘તેજોનિસર્ગ' શતક. મુજબ યાવત્ કચરાના ઢગલાને જુએ. તેને વિખેરે, પોતે તેને વિખેર્યો તેમ માને, તત્ક્ષણ જાગે, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સર-વીરણ-વંશીમૂલ-વલ્લીમૂલના સ્તંભને જુએ, તેને ઉખાડીને ફેંકે પોતે ઉખેડી નાંખ્યો તેમ માને, તલ્લણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા ક્ષીર-દહી-ઘી-મધુના કુંભને જુએ, ઉપાડે, ઉપાડ્યો એમ માને, જલદી જાગે, તે ભવે યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સૌવીર–સુરારૂપ-તેલ-ચરબીનો કુંભ, તેને ભેદે, ભેદ્યો એમ માને, જલદી જાગે, બે ભવે સિદ્ધ થાય. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા પદ્મ સરોવરને પુષ્પીત થયેલો જુએ, તેનું અવગાહન કરે, મેં અવગાહન કર્યુ તેમ માને, તક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવતુ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાતે એક મોટો સાગર, તરંગ-કલ્લોલથી યાવત્ ઉછડતો જુએ, તેને તરી જાય, તર્યો તેમાં માને, જલદીથી યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય મહાભવનને જુએ, આરૂઢ થાય, પ્રવેશ કરતો પ્રવેશે, મેં પ્રવેશ કર્યો તેમ પોતાને માને, જલદીથી જાગી જાય, તો તે જ ભવે યાવતુ સર્વ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય વિમાનને જુએ, આરોહણ કરે, પોતે આરોહણ કર્યું માને, જલદીથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 84
Page #85
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ જાગે, યાવત્ અંત કરે. સૂત્ર-૬૮૧ ભગવન ! કોઈ કોષ્ઠપુટ યાવતુ કેતકીપુટ ખોલી, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, અનુકૂળ હવા વહેતી. હોય, તો તેની ગંધ ફેલાય અથવા કોષ્ઠ યાવતુ કેતકી વાયુમાં વહે? ગૌતમ ! કોષ્ઠ યાવતુ કેતકી ન વહે પણ ધ્રાણ સહગામી પુદ્ગલો વહે છે. ભગવન્! તેમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૭ ‘ઉપયોગ સૂત્ર-૬૮૨ ભગવન્! ઉપયોગ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. એ પ્રમાણે પન્નવણાના પદ-૨૯ ‘ઉપયોગ’ મુજબ સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે ‘પશ્યતા' પદ પણ અહી સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૮ ‘લોક' સૂત્ર-૬૮૩, 684 683. ભગવન્! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! ઘણો મોટો છે. જેમ શતક-૧૨માં કહ્યું, તેમ અસંખ્ય કોડાકોડી યોજન પરીક્ષેપથી લોક છે, ત્યાં સુધી કહેવું. ભગવદ્ ! લોકના પૂર્વીય ચરમાંતમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવપ્રદેશ છે ? ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવદેશથી અજીવ પ્રદેશ સુધી પાંચે પણ છે. જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય જીવોના દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઇન્દ્રિયનો દેશ છે એ પ્રમાણે જેમ દશમાં શતકમાં કહેલ આગ્નેયી દિશાનુસાર જાણવુ. વિશેષ એ કે - ઘણા દેશોના વિષયમાં અનિન્દ્રિય સંબંધિત પહેલો ભંગ ન કહેવો. તથા ત્યાં જે અરૂપી અજીવ છે, તે જ પ્રકારે છે, ત્યાં કાળ નથી. શેષ પૂર્વવત્. ભગવન્! લોકના દક્ષિણ ચરમાંતમાં શું જીવો છે? પૂર્વી ચરમાંત માફક સર્વ કથન કરવું. એ પ્રમાણે પશ્ચિમી. અને ઉતરી ચરમાંતના વિષયમાં પણ જાણવુ. ભગવન્! લોકના ઉપરી ચરમાંતમાં જીવો છે? પ્રશ્ન. ગૌતમ ! ત્યાં જીવો નથી, જીવ દેશથી અજીવપ્રદેશ એ પાંચે છે, જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો છે. અથવા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના દેશો તથા બેઇન્દ્રિયનો એક દેશ છે. અથવા એકેન્દ્રિય, અનિન્દ્રિય, બેઇન્દ્રિયના દેશો છે, એ રીતે વચ્ચેના ભંગને છોડીને યાવત્ પંચેન્દ્રિય સુધી કહેવું. અહીં જે જીવપ્રદેશ છે, તે નિયમા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઇન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઇન્દ્રિયના પ્રદેશો છે. આ રીતે પહેલા ભંગને છોડીને મે સુધી બધા ભંગ કહેવા, અજીવોને દશમ શતક મુજબ તમા(અધો)દિશા સુધી બધુ જ સંપૂર્ણ તેમજ કહેવુ. ભગવદ્ ! શું લોકના અધઃસ્તન ચરમાંતમાં જીવો છે, પ્રશ્ન. ગૌતમ ! જીવ નથી, જીવ દેશો યાવત્ અજીવ પ્રદેશો છે. જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઇન્દ્રિયનો એક દેશ છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. એ રીતે મધ્યનો ભંગ છોડીને યાવત્ અનિન્દ્રિયો સુધી કહેવુ. બધા પ્રદેશોને છોડીને આદિનો ભંગ છોડીને બધુ પૂર્વીય ચરમાંત સુધી તેમજ કહેવું. અજીવો વિશે ઉપરના ચરમાંતની વક્તવ્યતા અનુસાર કહેવુ. મુનિ દીપરત્નસાગર કૃતુ (ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 85
Page #86
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વીય ચરમાંતમાં જીવ છે? પ્રશ્ન. ગૌતમ ! જીવ નથી. એ પ્રમાણે જેમ લોકના કહ્યા તેમ ચારે ચરમાંતો યાવત્ ઉત્તરીય સુધી કહેવા. ઉપરીતનને જેમ દશમાં શતકમાં વિમલા દિશામાં કહ્યું, તેમ બધુ કહેવુ. અધઃસ્તન ચરમાંતમાં તેમજ કહેવું. વિશેષ એ કે - પંચેન્દ્રિયના ત્રણ ભંગો કહેવા. બાકી પૂર્વવતું. રત્નપ્રભા પૃથ્વીના ચારે ચરમાંતો કહ્યા, એ રીતે શર્કરા પ્રજાના પણ ચાર ચરમાંતો કહેવા. રત્નપ્રભાના અધઃસ્તન ચરમાંત સમાન શર્કરામભાપૃથ્વીના ઉપરીતન અને અધઃસ્તન ચરમાંતની વક્તવ્યતા કહેવી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વીના ચરમાંતો સુધીના વિષયમાં કહેવું. એ પ્રમાણે સૌધર્મ યાવતુ અચુતમાં કહેવું. રૈવેયકમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - તેમાં ઉપરીતન અને અધઃસ્તન ચરમાંત વિષયમાં, જીવ દેશોના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો. એ રીતે રૈવેયક વિમાનોની જેમ અનુત્તર વિમાનો અને ઈષત્ પ્રાશ્મારા કહેવા. 684. ભગવન્! પરમાણુ પુદ્ગલ, એક સમયમાં લોકના પૂર્વથી પશ્ચિમ ચરમાંત અને પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંત સુધી, તથા દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમાંત અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત જઈ શકે? ઉપરથી નીચે, નીચેથી ઉપરના ચરમાંતે જઈ શકે? હા, ગૌતમ! જઈ શકે. સૂત્ર-૬૮૫ ભગવનવર્ષા વરસે છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? ગૌતમ ! તે પુરુષને કાયિકી યાવતુ પાંચ ક્રિયા સ્પર્શે. સૂત્ર-૬૮૬ ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ લોકાંતે રહીને અલોકમાં હાથ યાવત્ ઉરુને સંકોચવા કે અસારવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્એમ કેમ કહો છો કે તે યાવત્ સમર્થ નથી ? જીવોને આહારોપચિત, શરીરોપચિત અને કલેવરોપચિત પુદ્ગલો હોય છે. પુદ્ગલોને આશ્રીને જીવો કે અજીવોની ગતિપર્યાય કહેલ છે. અલોકમાં જીવ નથી કે પુદ્ગલ નથી, તેથી એમ કહ્યું. ભગવનું ! તે એમ જ છે 2, તે એમ જ છે . શતક-૧૬, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૯ બલીન્દ્ર સૂરણ-૬૮૭ ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્માસભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે તિર્જા અસંખ્ય યોજના ગયા પછી જેમ ચમરની યાવત્ 42,000 યોજના ગયા પછી ત્યાં બલીન્દ્રનો રુચકેન્દ્ર નામે ઉત્પાત પર્વત છે, તે 1721 યોજન ઊંચો છે ઇત્યાદિ તિગિચ્છિ કૂડવત્ કહેવું પ્રાસાદાવતંસકનું પ્રમાણ પણ તેમજ છે. સિંહાસન, સપરિવાર બલિનો પરિચારનો અર્થ તેમજ છે. વિશેષ એ - રુચકેન્દ્ર પ્રભાદિ છે. બાકી પૂર્વવત્ યાવત્ બલિચંચા રાજધાની અને બીજાનું આધિપત્ય કરે છે યાવત્ રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વતની ઉત્તરે 6,5545,50,000 તિહુઁ જતા યાવત્ 40,000 યોજન જતા બલીન્દ્રની રાજધાની છે તેનો વિષ્ફભ એક લાખ યોજન છે, બાકી પૂર્વવત્. યાવત્ બલિપીઠ તથા ઉપપાત થી આત્મરક્ષક સુધી, બધું તે પ્રમાણે સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે સાતિરેક સાગરોપમ સ્થિતિ છે. બાકી બલી સુધી પૂર્વવત્ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 86
Page #87
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૧૬, ઉદ્દેશો-૧૦ અવધિજ્ઞાન’ સૂત્ર-૬૮૮ ભગવદ્ ! અવધિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું 33 મું અવધિપદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૧૧ થી 14 દ્વિપાદિકુમારો' સૂત્ર-૧૮૯ થી 692 - 689, ભગવદ્ ! દ્વિપકુમારો બધા સમાન આહારવાળા, સમાન ઉઠ્ઠાસ-નિ:શ્વાસવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. શતક-૧, ઉદ્દેશો-૨માં દ્વીપકુમાર વક્તવ્યતા મુજબ કહેવું યાવત્ સમાયુષ્ક, સમઉચ્છવાસનિઃશ્વાસ છે ભગવદ્ ! દ્વીપકુમારોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ચાર. કૃષ્ણ યાવત્ તેજોલેશ્યા. દ્વીપકુમારની આ કૃષ્ણ યાવત્ તેજોલેશ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા તેજોલેશ્યી દ્વીપકુમારો, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણ લેશ્યી વિશેષાધિક છે. ભગવદ્ ! આ દ્વીપકુમારોમાં કૃષ્ણલેશ્યી યાવતુ તેજોલેશ્યીમાં કોણ કોનાથી અલ્પદ્ધિક કે મહદ્ધિક છે ? ગૌતમ ! કૃષ્ણલેશ્યથી નીલલેશ્યી મહદ્ધિક યાવત્ સમદ્ધિક તેજોલેશ્યી છે. ભગવન્! તે એમ જ છે. 690. ભગવદ્ ! ઉદધિકુમારો બધા સમાહારા, પૂર્વવત્ . 691. એ પ્રમાણે દિશાકુમારો પણ જાણવા. 692. એ પ્રમાણે સ્વનિતકુમારો પણ જાણવા. શતક-૧૬, ઉદ્દેશા-૧૧ થી ૧૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 87
Page #88
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૭ સૂત્ર-૬૯૩ ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર થાઓ. આ શતકના ઉદ્દેશાના નામો એક ગાથા દ્વારા જણાવે છે- કુંજર, સંયત, શૈલેશી, ક્રિયા, ઈશાન, પૃથ્વી, પૃથ્વી, અપૂ. અપુ, વાયુ, વાયુ, એકેન્દ્રિય, નાગ, સુવર્ણ, વિદ્યુતું. વાયુ, અગ્નિ. શતક-૧૭, ઉદ્દેશો-૧ કુંજર' સૂર-૬૯૫ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! ઉદાયી હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉત્પન્ન થયો. ગૌતમ! અસુરકુમાર દેવમાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉપન્યો. ભગવન્! ઉદાયી હસ્તિરાજ કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ રત્નપ્રભા. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉપજશે. ભગવનતે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ સર્વે દુઃખોનો. અંત કરશે. ભગવનું ! ભૂતાનંદ હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ભૂતાનંદ હસ્તિરાજપણે, એ પ્રમાણે ઉદાયીની માફક જાણવું યાવત્ તે અંત કરશે ? સૂત્ર-૬૯૬ ભગવદ્ ! કોઈ પુરુષ તાડના વૃક્ષ ઉપર ચઢી, પછી તે તાડથી તાડના ફળને હલાવે કે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ તાડવૃક્ષે ચડી, તાડના ફળને હલાવે કે પાડે, ત્યાં સુધી તે પુરુષને કાયિકી યાવતુ પાંચ ક્રિયા સ્પર્શે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ, તાડફળ ઉત્પન્ન થયેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે. ભગવન્તે તાડફળ પોતાના ભારથી યાવત્ નીચે પડે છે, તેનાથી જે જીવ યાવત્ જીવનથી રહિત થાય છે, તેનાથી તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવત્ તે ફળ વડે જીવો જીવનરહિત થાય તેટલામાં તે પુરુષને કાયિકી યાવત્ ચાર ક્રિયાઓ પૃષ્ટ થાય. જે જીવોના શરીરથી તાડફળ બન્યું છે, તે જીવોને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે. જે જીવ નીચે પડતા તાડફળને માટે સ્વાભાવિક રૂપે ઉપકારક હોય છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે. ભગવન્! કોઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે નીચે પાડે તો તેને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે પાડે ત્યાં સુધી, તે પુરુષને કાયિકી યાવતુ પાંચે ક્રિયાઓ સ્પર્શે. જે જીવોના શરીરોથી મૂળ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે. ભગવદ્ ! તે મૂલ પોતાના ભારથી યાવત્ જીવનરહિત થાય, ત્યારે હે ભગવન્ ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે મૂલ પોતાના ભારથી યાવત્ જીવનરહિત થાય, ત્યાં સુધી તે પુરુષને કાયિક આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી તે કંદ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોન કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી મૂલ નિષ્પન્ન થયેલ છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા સ્પર્શે, જે જીવ પડતા એવા મૂલના. સ્વાભાવિક ઉપકારક હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયા લાગે છે. ભગવન્કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે અથવા નીચે પાડે, તો તેને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! તે પુરુષને યાવતુ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે. જે જીવોના શરીરથી મૂલ યાવતુ બીજ નિષ્પન્ન થયા હોય, તે જીવોને યાવત્ પાંચ ક્રિયાઓ સ્પર્શે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 88
Page #89
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! તે કંદ પોતાના ભારથી પડે યાવત જીવોનો ઘાત કરે તો તે પુરૂષને કેટલી ક્રિયા લાગે ? ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી મૂળ, સ્કંધ નિષ્પન્ન થયા હોય તેને યાવત્ ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી કંદ નિવર્સેલ હોય, તે જીવોને પણ પાંચ ક્રિયા લાગે. જે જીવો, તે નીચે પડતા કંદના સ્વાભાવિક ઉપકારી હોય, તેને યાવત્ પાંચે ક્રિયાઓ લાગે. જેમ સ્કંધમાં કહ્યું, તેમ યાવત્ બીજમાં કહેવું. સૂત્ર૬૭ ભગવન્! શરીર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ. ભગવન્ઇન્દ્રિયો કેટલી છે ? ગૌતમ ! પાંચ. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રીય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. ભગવદ્ ! યોગ કેટલા છે? ગૌતમ ! ત્રણ, મનોયોગ, વચનયોગ, કાયયોગ. ભગવન્ઔદારિક શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? ગૌતમ ! કદાચિત ત્રણ કે ચાર કે પાંચ. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. આ પ્રમાણે વૈક્રિય શરીરના પણ બે દંડક કહેવા. વિશેષ એ કે - જેને વૈક્રિય શરીર હોય તેને તે કહેવું. એ પ્રમાણે કાશ્મણ શરીર સુધી કહેવું. એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયો અને ત્રણે યોગોમાં જે જેને હોય, તેને તે કહેવા. એ રીતે ૨૬-દંડકો થાય. સૂત્ર-૬૯૮ ભગવન! ભાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે. તે આ - ઔદયિક, ઔપથમિક, લાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સંનિપાતિક. તે ઔદયિક શું છે? ઔદયિક ભાવ બે ભેદે - ઔદયિક અને ઔદયિકનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગદ્વારમાં છ નામ કહ્યા, તે સંપૂર્ણ કહેવા. યાવત્ તે સંનિપાતિક ભાવ છે. ભગવન્! તે એમ શતક-૧૭, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૨ “સંયત સૂત્ર-૬૯ ભગવન્શું સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાનકર્તા એવા જીવ ધર્મસ્થિત છે ? અને અસંયત, અવિરત-પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્તા અધર્મસ્થિત છે? સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત છે? હા, ગૌતમ ! સંયત, જીવ ધર્મમાં સ્થિત છે, અસંયત જીવ અધર્મસ્થિત છે અને સંયતાસંયત ધર્માધર્મ સ્થિત છે. ભગવન્! આ ધર્મ, અધર્મ કે ધર્માધર્મમાં કોઈ બેસવા યાવત્ પડખા ફેરવવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણે આમ કહો છો ? ગૌતમ ! સંયત, વિરત યાવત્ પાપકર્મનાં પ્રત્યાખ્યાન કરનાર જીવ ધર્મસ્થિત છે, ધર્મ સ્વીકારીને વિચરે છે. અસંયત યાવત્ અધર્મસ્થિત અધર્મને સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત ધર્માધર્મ સ્વીકારીને વિચરે છે. તેથી એમ કહ્યું કે યાવત્ સ્થિત છે. ભગવન્! જીવો, શું ધર્મસ્થિત, અધર્મસ્થિત કે ધર્માધર્મસ્થિત છે? ગૌતમ ! જીવો, ત્રણેમાં સ્થિત છે. નૈરયિક પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિક ધર્મસ્થિત નથી, અધર્મસ્થિત છે, ધર્માધર્મમાં સ્થિત નથી. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવુ. પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રશ્ન ? ગૌતમ ! તેઓ ધર્મમાં સ્થિત નથી, અધર્મ અને ધર્માધર્મ સ્થિત છે. મનુષ્યોને જીવો માફક કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા. સૂત્ર-૭૦૦ ભગવન્અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - એવું છે કે શ્રમણ પંડિત છે, શ્રાવક બાલપંડિત છે, મેક પણ પ્રાણીનો દંડ છોડેલ નથી, તે એકાંતબાલ કહેવાય છે. હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન કઈ રીતે યથાર્થ છે ? ગૌતમ ! અન્યતીર્થિકો જે આમ કહે છે. યાવત્ તેઓ મિથ્યા કહે છે. ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 89
Page #90
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' યાવત્ પ્રરૂપુ છું. શ્રમણો પંડિત છે, શ્રાવકો બાલપંડિત છે. જેણે એક પણ પ્રાણીના વધનો ત્યાગ કર્યો છે તેને એકાંતબાલ ન કહેવાય. ભગવન્! જીવો બાલ છે? પંડિત છે કે બાલપંડિત છે? ગૌતમ! જીવો આ ત્રણે છે. નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો બાલ છે, પંડિત કે બાલપંડિત નથી. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ૦ પ્રશ્ન ? ગૌતમ ! તેઓ પંડિત નથી, બાળ કે બાળપંડિત છે. મનુષ્યને જીવ માફક કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવતુ કહેવા. સૂત્ર-૭૦૧, 702 - 701. ભગવદ્ ! અન્યતીથિંક એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે- એ રીતે પ્રાણાતિપાદ, મૃષાવાદ યાવતુ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેકમાં વર્તતો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. ઔત્પાતિકી યાવત્ પારિણામિકી બુદ્ધિમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ઔત્પાતિકી અવગ્રહ, ઇહા, અપાય, ધારણામાં વર્તમાન જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ઉત્થાન યાવત્ પરાક્રમમાં વર્તનો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવત્વમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાયમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે એ રીતે કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ લેશ્યામાં, સમ્યક્ દૃથ્યાદિ ત્રણ, એ રીતે ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાનાદિ પાંચ, મતિઅજ્ઞાનાદિ ત્રણ, આહાર સંજ્ઞાદિ ચાર, ઔદારિક શરીરાદી પાંચ, મનોયોગાદિ ત્રણ, સાકારોપયોગ-અનાકારોપયોગમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ભગવન્આ કેવી રીતે માનવું ? ગૌતમ ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પ્રરૂપું છું કે, એ રીતે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. યાવત્ અનાકારોપયોગમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. 702. ભગવદ્ ! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પહેલા રૂપી થઈ પછી અરૂપીને વિદુર્વવામાં સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું આ જાણુ છું, હું આ જોઉં છું. હું આ નિશ્ચિત જાણુ છું, હું આ પૂરી તરફથી જાણું છું. મેં આ જાણ્યું - જોયુ - નિશ્ચિત કર્યુ - પૂરી રીતે જાણ્યું છે, કે તથા પ્રકારના સરૂપી, સકર્મ, સરાગ, સંવેદ, સમોહ, સલેશ્ય, સશરીર અને તે શરીરથી અવિપ્રમુક્ત જીવના વિષયમાં એવું સપ્રજ્ઞાત હોય છે. તે આ -કાળાપણુ યાવત્ શુક્લત્વ, સુરભિગંધત્વ કે દુરભિગંધત્વ, તિક્ત યાવત્ મધુર, કર્કશત્વ યાવત્ રૂક્ષત્વ હોય છે. તેથી હે ગૌતમ! યાવત્ તે દેવ સમર્થ નથી. ભગવદ્ ! તે જીવ, પહેલા અરૂપી થઈ રૂપી વિદુર્વવા સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમ ! હું આ જાણુ છું, યાવત્ તથા પ્રકાર જીવ અરૂપ, અકર્મ, અરાગ, અવેદ, અમોહ, અલેશ્ય, અશરીર, તે શરીરથી વિપ્રમુક્ત જીવના વિષયમાં એવું જ્ઞાત નથી કે - કાળાપણુ યાવત્ રૂક્ષપણુ છે. આ કારણે હે ગૌતમ ! તે દેવ પૂર્વોક્ત રીતે વિકુર્વણા. કરી ન શકે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૭, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૩ શૈલેષી સૂત્ર-૭૦૩ ભગવન ! શૈલેષી અવસ્થા પ્રાપ્ત અણગાર સદા, નિરંતર કાંપે છે. વિશેષ કાંપે છે. યાવતું તે-તે ભાવોમાં પરિણમે છે? ના, તે અર્થ સમર્થ નથી. સિવાય કે પરપ્રયોગથી એમ થાય. ભગવન્! એજના કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદ - દ્રબૈજના, ક્ષેત્રેજના, કાલેજના, ભવૈજના, ભાવૈજના. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 90
Page #91
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્દ્રવ્ય એજના કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ - નૈરયિક દ્રવ્ય એજના, તિર્યંચ દ્રવ્ય એજના, મનુષ્ય દ્રવ્ય એજના અને દેવ દ્રવ્ય એજના. ભગવન્! એમ કેમ કહ્યું કે નૈરયિક દ્રવ્યએજના, દ્રવ્યએજના છે ? ગૌતમ ! નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તેલ છે - વર્તે છે - વર્તશે. તેથી નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા નૈરયિક દ્રવ્ય એજનામાં કંપ્યા છે - કંપે છે - કંપશે. તેથી યાવત્ દ્રવ્યેજના કહી છે. ભગવદ્ ! એમ કેમ કહો છો તિર્યંચયોનિક દ્રવ્ય એજના, તિર્યંચયોનિક દ્રવ્ય એજના છે? પૂર્વવત્. વિશેષ એ કે -તિર્યંચયોનિક દ્રવ્યેજના કહેવું. બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ દેવ દ્રવ્યંજના. ભગવન્! ક્ષેત્ર એજના કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે - નૈરયિક યાવત્ દેવક્ષેત્ર એજના. નૈરયિક ક્ષેત્રવેદના, નૈરયિક ક્ષેત્રવેદના છે? પૂર્વવતું. વિશેષ આ નૈરયિક ક્ષેત્ર વેદના કહેવું. એ પ્રમાણે યાવત્ દેવક્ષેત્ર વેદના. એ પ્રમાણે કાળ, ભવ અને ભાવથી પણ દેવભાવ એજના સુધી કહેવું. સૂત્ર૭૦૪, 705 704. ભગવન્! ચલના કેટલા ભેદે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ શરીરચલણા, ઇન્દ્રિયચલણા, યોગચલણા. ભગવન્! શરીરચલણા કેટલા ભેદે? ગૌતમ ! પાંચ ભેદ-ઔદારિક શરીરચલણા યાવત્ કામણ શરીરચલણા ભગવદ્ ! ઇન્દ્રિયચલણા કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોત્રેન્દ્રિય-ચલણા યાવત્ સ્પર્શનેન્દ્રિય-ચલણા. ભગવન્! યોગચલણા કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે - મનોયોગ ચલણા, વચનયોગ ચલણા, કાયયોગ ચલણા. ભગવન્! ઔદારિક ચલણાને ઔદારિક ચલણા કેમ કહો છો ? ગૌતમ ! જે જીવ ઔદારિક શરીરમાં વર્તતા ઔદારિક શરીરનો યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે પરિણમાવતા ઔદારિક શરીર ચલણ ચલ્યા, ચલે છે કે ચલશે. તેથી યાવત્ આમ કહ્યું છે. ભગવન્! વૈક્રિય શરીર ચલણાને વૈક્રિય કેમ કહો છો? પૂર્વવતું. વિશેષ એ કે - વૈક્રિય શરીરમાં વર્તતા વૈક્રિય શરીર ચલણ ચલ્યા, ચલે છે કે ચલશે. કામણ શરીર ચલણા સુધી એ પ્રમાણે કહેવું. ભગવન્! શ્રોત્રેન્દ્રિય ચલણાને શ્રોત્ર કેમ કહે છે? ગૌતમ ! જીવો શ્રોત્રેન્દ્રિયમાં વર્તતા શ્રોત્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો શ્રોત્રેન્દ્રિયરૂપે પરિણમાવતા શ્રોત્રેન્દ્રિય ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે તેથી યાવતું એમ કહ્યું. એ રીતે સ્પર્શનેન્દ્રિય ચલણા સુધી કહેવું. ભગવન્! એમ કેમ કહો છો મનોયોગચલણા, મનોયોગચલણા ? ગૌતમ ! જીવો મનોયોગમાં વર્તતા મનોયોગ પ્રાયોગ્ય દ્રવ્યોને મનોયોગપણે પરિણમાવતા મનોયોગ ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે. તેથી યાવતુ મનોયોગ ચલણા કહ્યું. એ રીતે વચનયોગ, કાયયોગ ચલણા છે. 705. ભગવન્સંવેગ, નિર્વેદ, ગુરુ-સાધર્મિક શુશ્રુષા, આલોચના, નિંદા, ગહ, ક્ષમાપના, શ્રુતસહાયતા, વ્યપશમના ભાવમાં અપ્રતિબદ્ધતા, વિનિવર્તના, વિવિક્ત શયનાસન સેવનતા, શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયસંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય-સંભોગ-ઉપધિ-ભક્ત પ્રત્યાખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાવ-યોગ-કરણ સત્ય, મન-વચન-કાય સમન્વાહરણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્નતા, વેદના અધ્યાસતા, મારણાંતિક અધ્યાસનતા; આ પદોનું ભગવદ્ ! અંતિમ ફળ શું ? હે આયુષ્યમાન્ શ્રમણ! ગૌતમ ! સંવેગ, નિર્વેદ યાવત્ મારણાંતિક અધ્યાસનતા આ બધાનું અતિમ ફળ સિદ્ધિ છે. તેમ હે શ્રમણાયુષ્ય! જાણવુ. ભગવન્! તે એમ જ છે, ! તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૧૭, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 91
Page #92
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૭, ઉદ્દેશો-૪ ‘ક્રિયા' સૂત્ર-૭૦૬, 707 706. તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં યાવત્ આમ કહ્યું - જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરે છે. ભગવદ્ ! તે સ્પષ્ટ કરાય કે અસ્પષ્ટ ? ગૌતમ ! પૃષ્ટ કરાય, અસ્કૃષ્ટ ન કરાય. એ રીતે જેમ શતક-૧-ઉદ્દેશા૬માં કહ્યું, તેમ યાવત્ “અનુક્રમ વિના નહીં સુધી કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જીવ અને એકેન્દ્રિયને નિર્ચાઘાત અપેક્ષાએ છ દિશામાં અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ દિશામાં, કદાચ ચાર દિશામાં, કદાચ પાંચમાં, બાકીનાને નિયમા છ દિશામાં છે. ભગવન્! જીવો મૃષાવાદ ક્રિયા કરે છે ? હા, કરે છે. ભગવદ્ ! તે સ્પષ્ટ કરે છે. આદિ પ્રાણાતિપાત દંડક માફક મૃષાવાદ પણ કહેવો. એ પ્રમાણે અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં પણ જાણવુ. આ પાંચ દંડકો છે. ભગવન્જે સમયે જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સમયે તે પૃષ્ટ ક્રિયા કરે કે અસ્પૃષ્ઠ? પૂર્વવત્ યાવત્ કહેવું. વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે પરિગ્રહ સુધી કહેવું, એ પ્રમાણે આ પાંચ દંડકો છે. ભગવદ્ ! જે દેશમાં જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સ્પષ્ટ કરે કે અસ્પૃષ્ઠ? પરિગ્રહ સુધી પૂર્વવત્ કહેવું. આ પણ પાંચ દંડક. .... ભગવદ્ ! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે તે સ્પષ્ટ કે અસ્પષ્ટ ? પૂર્વવતુ, પાંચ દંડક. પરિગ્રહ સુધી કહેવા. 20 દંડક થયા. 707. ભગવન્! જીવોનું દુઃખ આત્મકૃત્ છે, પરકૃત છે કે તદુભયકૃત ? ગૌતમ ! દુખ આત્મકૃત છે, પરકૃત કે ઉભયકૃત નથી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ જીવો શું આત્મકૃત દુઃખ વેદે છે, પરકૃત કે તદુભયકૃત દુઃખ વેદે છે? ગૌતમ ! આત્મકૃત દુઃખ વેદે છે. પરકૃત કે તદુભયકૃત નહીં. આમ વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! જીવોને આત્મકૃત વેદના છે, ઈત્યાદિ, પ્રશ્ન ? ગૌતમ ! આત્મકૃત વેદના છે, પરકૃત કે ઉભયકૃત નહીં. એમ વૈમાનિક સુધી આમ જાણવુ. ભગવદ્ ! જીવો આત્મકૃત વેદના વેદે છે? પરકૃત કે ઉભયકૃત વેદના વેદે છે? ગૌતમ ! આત્મકૃત વેદના વેદે છે. પરકૃત કે ઉભયકૃત નહીં. આમ વૈમાનિક સુધી જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૫ ઈશાન સૂત્ર-૭૦૮ ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર સૂર્ય વિમાનની ઉપર૦ જેમ સ્થાનપદમાં કહ્યું છે, તેમ યાવત્ મધ્યમાં ઈશાનાવતંસક મહાવિમાન છે, તે મહાવિમાન સાડા બાર લાખ યોજન ઇત્યાદિ જેમ દશમાં શતકમાં શક્ર વિમાન વક્તવ્યતા છે, તે અહીં પણ ઈશાનની વક્તવ્યતા, આત્મરક્ષક દેવો સુધી સંપૂર્ણ કહેવી. સ્થિતિ સાતિરેક બે સાગરોપમ છે, બાકી પૂર્વવતુ. તે પ્રમાણે યાવત્ દેવેન્દ્ર દેવરાજ ઈશાન સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે 2.. શતક-૧૭, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૬ પૃથ્વીકાયિક' સૂત્ર-૭૦૯ ભગવદ્ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃતુ (ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 92
Page #93
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થવા યોગ્ય છે. ભગવદ્ ! તે પહેલા ઉપજી, પછી આહારગ્રહણ કરે કે પહેલા આહાર લઈ પછી ઉપજે? ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થઈ પછી પણ આહારે, પહેલાં આહાર કરી પછી પણ ઉપજે. ભગવન એમ કેમ કહો છો ? ગૌતમ ! પૃથ્વીકાયિકને ત્રણ સમુઘાત કહ્યા છે - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. મારણાંતિક સમુધ્ધાતથી સમવહત દેશથી પણ સમુઠ્ઠાત કરે છે અને સર્વથી પણ સમુદ્ધાત કરે છે. દેશથી સમુદ્ઘાત કરતા પહેલાં આહાર પુદ્ગલ ગ્રહી, પછી ઉત્પન્ન થાય. સર્વથી સમુદ્યાત કરે ત્યારે, પહેલાં ઉત્પન્ન થઈ, પછી પુદ્ગલ ગ્રહે. તેથી આમ કહેલ છે. ભગવદ્ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ સમુદ્ઘાત કરીને, ઈશાન કલ્પે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલા ઉત્પન્ન થઇ આહાર કરે કે આહાર કરીને પછી ઉત્પન્ન થાય?સૌધર્મ કલ્પ મુજબ ઈશાનમાં પણ કહેવું. એ રીતે યાવત્ અય્યત-રૈવેયક-અનુત્તરવિમાન, ઇષત્ પ્રાશ્મારામાં છે. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભામાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પ પૃથ્વીકાયિકપણે ઈત્યાદિ પ્રશ્ન એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીકાયિકવતું શર્કરામભામાં પણ પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો યાવતું ઇષતું પ્રાભારા. એ પ્રમાણે રત્નપ્રભાની વક્તવ્યતા માફક યાવત્ અધઃસપ્તમીમાં પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૭ ‘પૃથ્વીકાયિક' સૂત્ર૭૧૦ ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદ્ઘાત કરીને આ રત્નપ્રભામાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલાં ઉત્પન્ન થઈ પછી આહાર ગ્રહણ કરે કે પહેલા આહાર ગ્રહી પછી ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથ્વીકાયિકો સર્વે કલ્પમાં યાવત્ ઇષતુપ્રાશ્મારામાં ઉત્પાદ કહ્યો. તેમ સૌધર્મ પૃથ્વીકાયિક નો સાતે પૃથ્વીમાં ઉપવાદ કહેવો. યાવત્ અધઃસપ્તમીમાં કહેવું. એ રીતે સૌધર્મ પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાત કહ્યો, એ પ્રમાણે ઇષત્ પ્રાભારા પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાદ, અધઃસપ્તમી સુધી કહેવો. ભગવન્! તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૭ ઉદ્દેશો.૮ અપ્રકાયિક સૂત્ર-૭૧૧ ભગવન્! અપ્રકાયિક જીવ આ રત્નપ્રભામાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય હોય આદિ, જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું, તેમ અકાયમાં પણ સર્વે કલ્પોમાં યાવત્ ઈષત્ પ્રાભારામાં તે પ્રમાણે જ ઉપપાત કહેવો. એ પ્રમાણે જેમ રત્નપ્રભા અપ્રકાયિકનો ઉપપાત કહ્યો તેમ યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં અપકાયનો ઉત્પાદ, ઇષત્ પ્રાભારા સુધી કહેવો. શતક-૧૭, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૯ ‘અપ્રકાયિક' સૂત્ર-૭૧૨ ભગવન્! જે અપ્રકાયિક સૌધર્મ કલ્પમાં મરણ સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિ વલયોમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 93
Page #94
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અ-કાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, બાકી પૂર્વવતું. એ રીતે યાવત્ અધઃસપ્તમીમાં, સૌધર્મ-અપ્રકાયિક મુજબ કહેવું. એ પ્રમાણે ઇષતુ પ્રાભારા અપ્રકાયિક યાવત્ અધઃસપ્તમીમાં ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૭ ઉદ્દેશો.૧૦+૧૧ વાયુકાયિક સૂત્ર-૭૧૩, 714 713. ભગવદ્ ! વાયુકાયિક જીવ, આ રત્નપ્રભામાં યાવતું સૌધર્મકલ્પ વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિક માફક કહેવા. વિશેષ એ કે - વાયુકાયિકને ચાર સમુધ્ધાતો છે - વેદના યાવત્ વૈક્રિય૦ મારણાંતિક સમુદ્ધાતથી સમવહત થઈને દેશથી સામુઘાત કરે. બાકી પૂર્વવતું. યાવત્ અધઃસપ્તમીમાં સમુદ્યાત કરીને ઈષત્ પ્રાભારા સુધી ઉત્પાદ કહેવો. ભગવન ! આપ કહો છો, તે એમજ છે. તે એમજ છે. 714. ભગવદ્ ! જે વાયુકાયિક સૌધર્મકલ્પ સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત, તનુવાત, ઘનવાત વલયમાં, તનુવાત વલયમાં વાયુકાયિકપણે ઉપજવા યોગ્ય હોયબાકી પૂર્વવત્. જેમ સૌધર્મ વાયુકાયિકનો ઉત્પાદ સાતે પૃથ્વીમાં કહ્યો, એ રીતે યાવત્ ઇષ પ્રામ્ભારા વાયુકાયિકનો અધઃસપ્તમી સુધી યાવત્ ઉત્પાદ કહેવો. શતક-૧૭, ઉદ્દેશા-૧૦/૧૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૧૨ ‘એકેન્દ્રિય સૂત્ર-૭૧૫ ભગવન્! એકેન્દ્રિયો બધા સમાન આહારી, સમાન શરીરી છે? એ પ્રમાણે શતક-, ઉદ્દેશક-૨માં પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી. તે અહીં એકેન્દ્રિયોમાં કહેવી. યાવતુ સમાયુષ સમોપપન્નક નથી.. ભગવન્! એકેન્દ્રિયોને કેટલી વેશ્યા છે? ગૌતમ ! ચાર. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ તેજોલેશ્યા. ભગવદ્ ! આ એકેન્દ્રિયોને કૃષ્ણલેશ્યાદિમાં યાવત્ કોણ વિશેષાધિક છે ? ગૌતમ ! એકેન્દ્રિયોમાં સૌથી ઓછા તેજોલેશ્યી, કાપોતલેશ્યી અનંતા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન! એકેન્દ્રિયોમાં કૃષ્ણલેશ્યીની ઋદ્ધિ દ્વીપકુમારો શતક-૧૬, ઉદ્દેશો-૧૧.માં કહી છે તેમ કહેવી. શતક-૧૭, ઉદ્દેશા-૧૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૧૩ થી 17 ‘નાગાદિકુમારો' સૂત્ર-૭૧૬ થી 720 716. ભગવન્! નાગકુમારો બધા સમાહારા છે, ઇત્યાદિ પ્રશ્ન, જેમ શતક-૧૬માં દ્વીપકુમાર ઉદ્દેશામાં કહ્યું, તેમ બધુ સંપૂર્ણ ઋદ્ધિ પર્યત કહેવું. 717. ભગવદ્ ! સુવર્ણકુમારો સમાહારી પૂર્વવત્ - x. 718. ભગવદ્ ! વિદ્યુકુમારો બધા સમાહારી પૂર્વવત્ - X719. ભગવદ્ ! વાયુકુમારો બધા સમાહારી પૂર્વવત્ - 4 - 720. ભગવદ્ ! અગ્નિકુમારો બધા સમાહારી પૂર્વવત્ - 1. શતક-૧૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 94
Page #95
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૮ સૂત્ર-૭૨૧ એક ગાથા દ્વારા અઢારમાં શતકના દશ ઉદ્દેશાના નામો જણાવે છે–પ્રથમ, વિશાખા, માકંદિક, પ્રાણાતિપાત, અસુર, ગુડ, કેવલિ, અનગાર, ભવ્ય, સોમિલ. શતક૧૮, ઉદ્દેશો.૧ પ્રથમ સૂત્ર-૭૨૨ થી 726 722. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - જીવ, જીવભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકથી લઈને વૈમાનિક સુધી જાણવુ. ભગવન્! સિદ્ધ, સિદ્ધ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. ભગવન્સર્વ જીવો, જીવભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. ભગવદ્ ! સર્વ સિદ્ધ જીવો સિદ્ધ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. ભગવન્! આહારક જીવ, આહાર ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. યાવત્ વૈમાનિક. બહુવચનમાં એમ જ છે. ભગવન્! અણાહારક જીવ અણાહારક ભાવથી પ્રશ્ન ? ગૌતમ ! કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય. ભગવન્! નૈરયિક જીવ, અણાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધ જીવ અનાહારક ભાવથી પ્રથમ છે અપ્રથમ નથી. ભગવદ્ ! અણાહારક જીવો અણાહારક ભાવથી. ? પ્રશ્ન. પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય. નૈરયિકોથી વમાનિક સુધી સર્વ જીવો પ્રથમ નથી, અપ્રથમ છે. સર્વ સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. ભવસિદ્ધિક એક કે અનેક જીવ, આહારક મુજબ. એ રીતે અભવસિદ્ધિક પણ છે. ભગવન્! નોભવસિદ્ધિક નો-અભવસિદ્ધિક જીવ ? પ્રશ્ન. ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક ભાવથી ? પૂર્વવત્. એ રીતે બહુવચનમાં બંને જાણવા. ભગવન્! સંજ્ઞીજીવ, સંજ્ઞીભાવથી પ્રથમ છે? પ્રશ્ન. ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે વિકસેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જાણવુ. બહુવચનમાં પણ આમ જ કહેવું. અસંજ્ઞી જીવો પણ એ રીતે જ એકવચના બહુવચનથી જાણવા, વિશેષ એ કે - અસંજ્ઞીનું કથન વ્યંતર સુધી જાણવું. નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. એ રીતે બહુવચનમાં પણ છે. ભગવન્! સલેશ્યીનો પ્રશ્ન. ગૌતમ ! આહારક મુજબ છે. એ રીતે બહુવચનમાં પણ છે. કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલશ્યામાં પણ એ રીતે છે. વિશેષ એ કે - જેને જે લેશ્યા હોય તે કહેવી. અલેશ્યી જીવ, મનુષ્ય અને સિદ્ધનું કથન નોસંજ્ઞી-નોઅસંજ્ઞી માફક કહેવા. ભગવન્! સમ્યગદષ્ટિ જીવ, સમ્યગદષ્ટિ ભાવથી શું પ્રથમ છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ પ્રથમ પણ હોય, કદાચ અપ્રથમ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં જીવો પ્રથમ પણ છે. અપ્રથમ પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. મિથ્યાદષ્ટિ જીવ એક કે બહુવચનમાં આહારક માફક જાણવા. સમ્યમિથ્યાદષ્ટિ જીવ એકવચનમાં કે બહુવચનમાં સમ્યગદષ્ટિ માફક જાણવા. વિશેષ એ કે - જેને સમ્યગુ મિથ્યાદષ્ટિ હોય તેને તે કહેવી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 95
Page #96
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સંયત જીવ અને મનુષ્યનું કથન એકવચન-બહુવચનમાં સમ્યગદષ્ટિ જીવ માફક જાણવા. અસંયતને આહારકવત્ જાણવા. સંયતાસંયત જીવ, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, ત્રણે પદોમાં એકવચન-બહુવચનમાં સમ્યગદષ્ટિ સમાન જાણવા. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. સકષાયી, ક્રોધકષાયી યાવત્ લોભકષાયી જીવો એકવચન-બહુવચનમાં આહારકવતુ જાણવા. અકષાયી જીવો કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ હોય. એ પ્રમાણે અકષાયી મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં અકષાયી જીવો અને મનુષ્યો પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. જ્ઞાની એકવચન-બહુવચનથી સમ્યગદષ્ટિ જીવ માફક જાણવા. આભિનિબોધિકજ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની એકવચન –બહુવચનથી એ પ્રમાણે છે. વિશેષ એ કે જે જેને હોય, તે તેને કહેવું. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ આ સર્વ એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. એકવચન-બહુવચનમાં આહારકની માફક જાણવા. સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી, આ સર્વ એકવચન-બહુવચનમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે- જેને જે યોગ હોય તે કહેવો. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ, એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી. સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવ એકવચન-બહુવચનમાં અનાહારક માફક કહેવા. સવેદક યાવત્ નપુંસકવેદક એકત્વ-પૃથત્વમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે જેને જે વેદ હોય તે કહેવો. એક કે બહુવચનમાં અવેદક જીવ, મનુષ્ય અને સિદ્ધને, અકષાયી માફક કહેવા. સશરીરી જીવ, આહારકડવત્ કહેવા. એ પ્રમાણે યાવત્ કાર્મણશરીરી જાણવા. જેને જે શરીર હોય તેનું કથન કરવું. વિશેષ એ કે - આહારક શરીરી એક કે બહુવચનમાં સમ્યગૃષ્ટિ માફક જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. - પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો આહારકવતુ જાણવા. વિશેષ એ કે - જેને જે પર્યાપ્તિ હોય તે કહેવી. વૈમાનિક સુધીના જીવ પ્રથમ નથી, અપ્રથમ છે. અહીં લક્ષણ ગાથા છે. 723. જેને જે ભાવ પૂર્વેથી પ્રાપ્ત છે તે, તે ભાવથી અપ્રથમ છે, બાકીના જેમને તે ભાવ પૂર્વે પ્રાપ્ત થયા નથી. તે, તે ભાવે પ્રથમ છે. 724. ભગવદ્ ! જીવ, જીવભાવથી ચરમ છે કે અચરમ? ગૌતમ ! ચરમ નથી, અચરમ છે. ભગવન્! નૈરયિક, નૈરયિક ભાવથી ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. સિદ્ધોને જીવની માફક કહેવા. જીવો, જીવત્વભાવથી ચરમ છે કે અચરમ ? જીવો ચરમ નથી, અચરમ છે. નૈરયિકો, નૈરયિક-ભાવથી. ચરમ પણ છે, અચરમ પણ છે. આ રીતે વૈમાનિક સુધી સમજવું. સિદ્ધોનું કથન જીવો સમાન છે. આહારક જીવ સર્વત્ર એકવચનમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે. અનાહારક જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનથી ચરમ નથી, અચરમ છે. બાકીના સ્થાનોમાં એકવચનબહુવચનમાં આહારક માફક જાણવુ. ભવસિદ્ધિક જીવ, એક કે બહુવચનમાં ચરમ છે, અચરમ નથી. બાકીના સ્થાનોમાં આહારકવત્ જાણવા. અભવસિદ્ધિક સર્વત્ર એકવચન-બહુવચનમાં ચરમ નથી, અચરમ છે. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવો અને સિદ્ધો એક કે બહુવચનમાં અભવસિદ્ધિવત્ જાણવા. સંજ્ઞી, આહારકવતુ છે, અસંજ્ઞી પણ તેમ છે. નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં ચરમ છે. મનુષ્ય પદમાં બંને વચનમાં ચરમ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 96
Page #97
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સલેશ્ય યાવત્ શુક્લલેશ્યનું કથન આહારકવત્ છે. માત્ર જેને જે લેગ્યા હોય તે કહેવી. અલેશ્ય, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવતું જાણવા. સમ્યગદષ્ટિ, અણાહારકવત્ છે. મિથ્યાદષ્ટિ, આહારક માફક છે. સમ્યમિથ્યાદૃષ્ટિમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વર્જીને કથંચિત ચરમ, કથંચિત અચરમ છે, બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે. સંયત જીવ અને મનુષ્ય, આહારકવત્ છે. અસંયત પણ તેમજ છે. સંયતાસંયત પણ તેમજ છે. માત્ર છે જેને હોય તે કહેવું. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયતને, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક માફક જાણવા. સકષાયી યાવતુ લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકવતુ છે. અકષાયી અને સિદ્ધમાં ચરમ નથી, અચરમ છે. મનુષ્યપદમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. જ્ઞાની, સર્વત્ર સમ્યગદષ્ટિ સમાન છે, આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની, આહારકવત્ છે. માત્ર જેને જે હોય તે કહેવું. કેવલજ્ઞાની, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્, અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, આહારકવતું. સયોગી યાવત્ કાયયોગી, આહારકવતુ, જેને જે યોગ હોય તે કહેવો. અયોગી, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્ કહેવા. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત, અનાહારકવત્ છે. સવેદક યાવત્ નપુંસકવેદક, આહારકવત્ છે. અવેદક, અકષાયી માફક જાણવા. સશરીરી યાવતુ કાર્મણશરીરી, આહારકવતુ છે. માત્ર છે જેને હોય તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવ સિદ્ધિકવત છે. પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત, પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત આહારકવત્ છે. સર્વત્ર એકવચન-બહુવચનમાં દંડકો કહેવા - અહી લક્ષણ ગાથા બતાવેલ છે 725. જે જીવ, જે ભાવને પુનઃ પ્રાપ્ત કરશે તે, તે ભાવથી અચરમ થશે. જેનો જે ભાવથી અત્યંત વિયોગ થશે તે, તે ભાવે ચરમ થશે. 726. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે કહી વિચરે છે. શતક-૧૮, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૮, ઉદ્દેશો.૨ વિશાખા સૂત્ર૭૨૭ તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બહુપુત્રિક ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ કરવું). ભગવંત મહાવીર સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પર્યાપાસે છે. - તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર, આદિ શતક-૧૬, ઉદ્દેશા-૨ મુજબ તે રીતે દિવ્ય આવ્યો. વિશેષ એ કે - આભિયોગિક દેવો હતા. યાવતુ બત્રીશવિધ નાટ્યવિધિ દેખાડી. દેખાડીને યાવત્ પાછો ગયો. ભન્ત! એમ સંબોધી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ આમ કહ્યું - જેમ શતક-૩માં ઈશાનેન્દ્રનું વર્ણન છે, તેમજ કૂટાગાર દૃષ્ટાંત, તેમજ પૂર્વભવ પૃચ્છા છે યાવત્ તે દિવ્ય ઋદ્ધિ અભિમુખ થઈ? ગૌતમ દિને સંબોધીને ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. વણિકોમાં અગ્ર સ્થાને હતો. તે 1008 વણિકોમાં ઘણા જ કાર્યોમાં, કારણોમાં, કુટુંબમાં પૂછવા યોગ્ય હતો, એ પ્રમાણે યાવત્ જેમ રાયડૂસેણઈયમાં ચિત્તસારથીને વર્ણન છે તેમજ યાવત્ ચક્ષુભૂત હતો. તે 1008 વણિકનું આધિપત્ય કરતો યાવત્ પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 97
Page #98
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો. તે કાળે, તે સમયે ધર્મના આદિકર ઇત્યાદિ, જેમ શતક-૧૬માં કહ્યું તેમ અરહંત મુનિસુવ્રત પધાર્યા, યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થયો. ઈત્યાદિ જેમ શતક-૧૧માં સુદર્શન શ્રેષ્ઠીમાં કહ્યું, તેમ તે વંદન કરવા નીકળ્યો યાવત તે ભગવંતને પર્યાપાસે છે. ત્યારે તે મુનિસુવ્રત અરહંતે કાર્તિક શ્રેષ્ઠી આદિને ધર્મ કહ્યો, યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, મુનિસુવ્રત અરહંતને યાવત્ સાંભળીને, અવધારીને, હર્ષિત, સંતુષ્ટ થઈ. ઉત્થાનથી ઉડ્યો, ઉઠીને મુનિસુવ્રત સ્વામીને યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! એ પ્રમાણે યાવત્ જેમ તમે કહો છો. વિશેષ એ કે - હે દેવાનુપ્રિય! 1008 વણિકોને પૂછીને, મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. ભગવંતે કહ્યું- સુખ ઉપજે તેમ કરો યાવત્ પ્રતિબંધ ન કરો. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી યાવત્ નીકળે છે. હસ્તિનાપુરે પોતાના નગરમાં, પોતાના ઘેર આવે છે. આવીને 1008 વણિકોને બોલાવે છે. પછી આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! મેં મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઇષ્ટ છે, પ્રતિષ્ઠ છે, રૂચેલ છે. હે દેવાનુપ્રિયો! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું યાવત્ દીક્ષા લેવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયો! તમે શું કરશો ? કયો વ્યવસાય કરશો ? તમારા હૃદયમાં શું ઈષ્ટ છે ? ત્યારે તે 1008 વણિકોએ તેને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન છો યાવત્ દીક્ષા લેશો, તો હે દેવાનુપ્રિય! અમારે બીજા કોનું આલંબન છે ? કોનો આધાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-મરણથી ભયભીત છીએ. આપ દેવાનુપ્રિયની સાથે મુનિસુવ્રત અરહંતની પાસે મુંડ થઈને ઘરથી નીકળી, દીક્ષા લઈશું. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠીએ 1008 વણિકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! જો તમે સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ડરીને મારી સાથે મુનિસુવ્રત સ્વામી પાસે યાવત્ દીક્ષા લેવા ઇચ્છતા હો, તો તમે પોત-પોતાના ઘેર જાઓ, પોતાના ઘરમાં વિપુલ અશન, પાન યાવત્ તૈયાર કરાવો. મિત્ર, જ્ઞાતિજન યાવત્ સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો. સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન યાવતું મોટા પુત્રને પૂછીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્રજ્ઞાતિજન યાવ-પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક્ અનુગમન કરાતા સર્વ સિદ્ધ યાવત્ નાદથી કાળક્ષેપ કર્યા વિના, મારી પાસે આવો. ત્યારે તે 1008 વણિકો કાર્તિક શ્રેષ્ઠીના આ અર્થને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને પોત-પોતાના ઘરે આવે છે. આવીને વિપુલ અશન યાવત્ તૈયાર કરાવે છે. કરાવીને મિત્ર, જ્ઞાતિજન યાવત્ તેમની સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપે છે. પછી તે બધાને પૂછીને, સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવત્ પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક અનુગમન કરાતા સર્વઋદ્ધિ યાવતુ નાદથી, કાળક્ષેપ કર્યા વિના કાર્તિક શ્રેષ્ઠી પાસે આવે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, ઇત્યાદિ વર્ણન ગંગદત્ત માફક જાણવું યાવત્ મિત્ર, જ્ઞાતિજન યાવત્ પરિજન અને મોટા પુત્ર તથા 1008 વણિકો વડે સમ્યક્ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્ નાદપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી ગંગદત્ત માફક નીકળી યાવત્ ભગવંત મુનિસુવ્રતને આ પ્રમાણે કહ્યુંહે ભગવન્! આ લોક આદીપ્ત છે, પ્રદીપ્ત છે, આદીપ્ત-પ્રદીપ્ત છે યાવત્ આનુગામિકપણે થશે. તેથી હે ભગવન્! હું ઇચ્છું છું કે 1008 વણિકો સાથે આપ પોતે જ દીક્ષા આપો. યાવત્ ધર્મ કહો. ત્યારે તે મુનિસુવ્રત અરહંત, કાર્તિક શ્રેષ્ઠીને 1008 વણિકો સાથે પોતે જ દીક્ષા આપી અને ધર્મ કહે છે કે - હે દેવાનુપ્રિયો! આ રીતે જવું. આ રીતે ચાલવું યાવતુ સંયમ પાલન કરવું. (શતક- 2 ના સ્કંદકનો અધિકાર કહેવો). ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, 1008 વણિકો સાથે મુનિસુવ્રત અરહંત પાસે આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યકુ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 98
Page #99
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સ્વીકારે છે. તેમની આજ્ઞા મુજબ જ ચાલે છે યાવત્ સંયમપાલન કરે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી 1008 વણિક અણગારોની સાથે અણગાર થયા. ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યારે કાર્તિક અણગાર મુનિસુવ્રત અરહંતના તથારૂપ સ્થવિરો પાસે સામયિકાદિ ચૌદ પૂર્વોને ભણ્યા, ઘણા ઉપવાસ-છટ્ટ-અટ્ટમ યાવત્ આત્માને ભાવિત કરતા બહુ પ્રતિપૂર્ણ 12 વર્ષનો શ્રામાણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખના વડે આત્માને સેવીને, 60 ભક્તોને અનશન વડે છેદીને, આલોચના કરીને, યાવત્ કાળ કરીને સૌધર્મ કલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવતુ દેવેન્દ્ર શક્રપણે ઉત્પન્ન થયા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઉત્પન્ન થઈને ઈત્યાદિ, બાકીનું ગંગદત્તવત્ જાણવુ યાવત્ સર્વ દુખોનો અંતા કરશે. વિશેષ એ કે - તેની સ્થિતિ બે સાગરોપમ છે. બાકી પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૩ ‘માકંદીપુત્ર સૂત્ર-૭૨૮ તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્ શિષ્ય પ્રકૃતિભદ્રક માકંદીપુત્ર નામે અણગાર હતા, જેમ શતક-૩ માં, મેડિકપુત્રને કહ્યા તેની સમાન યાવત્ પર્યાપાસના કરતા આમ કહ્યું - ભગવન્શું તે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિક જીવોમાં મરીને અંતરરહિત મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે ? પછી કેવલબોધિ પામે છે ? પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ યાવતું દુઃખોનો અંત કરે ? હા, માકંદીપુત્ર! યાવત્ તે રીતે. અંત કરે છે. ભગવન્! તે કાપોતલેશ્યી અપ્રકાયિક, કાપોતલેશ્યી અપ્રકાયિકથી અનંતર ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામે, પછી કેવલબોધિ પામે પછી યાવત્ દુઃખનો અંત કરે ? હા, માકંદીપુત્ર! યાવત્ અંત કરે છે. ભગવન્! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક એ રીતે યાવતુ અંત કરે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, કહી માકંદીપુત્ર અણગાર શ્રમણ ભગવનું મહાવીરને યાવતુ નમીને જ્યાં શ્રમણ નિર્ગળ્યો છે ત્યાં આવે છે. આવીને શ્રમણ નિર્ચન્થોને આમ કહે છે - હે આર્યો! કાપોતલેશ્યી પૃથ્વીકાય પૂર્વવત્ યાવત્ અંત કરે. હે આર્યો ! કાપોતલેશ્યી અપ્રકાયિક યાવત્ અંતા કરે. હે કાર્યો ! કાપોતલેશ્યી વનસ્પતિકાયિક યાવત્ એ રીતે અંત કરે છે. ત્યારે તે શ્રમણ નિર્ચન્હો માર્કેદિક પુત્ર અણગારને આમ કહેતા યાવત્ પ્રરૂપતા, આ અર્થની શ્રદ્ધાદિ કરતા નથી. આ અર્થની અશ્રદ્ધા કરતા, શ્રમણ ભગવદ્ મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું - ભગવન્! માકંદિક પુત્ર અણગારે અમને આમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું - હે આર્યો! કાપોતલેશ્યી. પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશ્યી અપ્રકાયિક યાવત્ અંત કરે છે, એ રીતે વનસ્પતિકાયિક પણ યાવત્ અંત કરે છે. એ કઈ રીતે ? આર્યો ! એમ સંબોધી ભગવંતે શ્રમણ-નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો ! જે માકંદિકપુત્ર અણગારે તમને એમ કહ્યું યાવત્ પ્રરૂપ્યું કે - હે આર્યો ! કાપોતલેશ્યી પૃથ્વી-અ-વનસ્પતિકાય યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે, આ અર્થ સત્ય છે. હે આર્યો! હું પણ એમ જ કહું છું. હે આર્યો ! નિશ્ચિતપણે કૃષ્ણલેશ્યી પૃથ્વીકાય, કૃષ્ણલેશ્યી પૃથ્વીકાયિકથી યાવત્ દુઃખનો અંત કરે છે, એ પ્રમાણે હે આર્યો! નીલલેશ્યી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે. એ રીતે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક માફક અપ્રકાયિક, વનસ્પતિકાયિક પણ જાણવા. આ અર્થ સત્ય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, એમ કહી શ્રમણ નિર્ચન્થો ભગવંતને વાંદી, નમીને માકંદિક પુત્ર અણગાર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 99
Page #100
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પાસે ગયા, તેને વંદન, નમસ્કાર કર્યા, પછી આ અર્થને માટે સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા. સૂત્ર-૭૨૯ ત્યારે તે માકંદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને વંદે-નમે છે. પછી આમ પૂછ્યું - ભગવન્ભાવિતાત્મા અણગાર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરતા ચરમ મરણે મરતા, સર્વે મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતા, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિર્ભરતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ વેદતા-નિર્ભરતા-મરતા, મારણાંતિક શરીર છોડતા, જે ચરમ નિર્જરા પુદ્ગલો છે, શું તે પુદ્રલો સૂક્ષ્મ કહેલ છે? હે આયુષ્યમાન્ શ્રમણ! શું તે પુદ્ગલ સમગ્ર લોકનું અવગાહન કરીને રહેલ છે? હા, માકંદિક પુત્ર ! ભાવિતાત્મા અણગારના યાવત્ ચરમ નિર્જરા પુદ્ગલો. લોકને અવગાહીને રહે છે. ભગવન્શું છદ્મસ્થ મનુષ્ય, તે નિર્જરા પુદ્ગલોના અન્યત્વ અને વિવિધત્વને કંઈ પણ જાણે-દેખે ? માકંદીપુત્ર ! તેમ શક્ય નથી. જેમ પ્રજ્ઞાપના સૂત્રના પદ-૧૫ ના પહેલા ઇન્દ્રિય ઉદ્દેશકમાં કહ્યું તેમ, યાવત્ વૈમાનિક યાવત્ જે તેમાં ઉપયોગયુક્ત છે, તે જાણે-દેખે અને આહારરૂપે ગ્રહે. પણ ઉપયોગરહિત હોય તે ન જાણે - ન દેખે. પણ તેને ગ્રહણ કરે. આ પ્રમાણે નિક્ષેપો કહેવા. ભગવનશું નૈરયિકો નિર્જરા પુદ્ગલોને ન જાણે, ન દેખે પણ ગ્રહણ કરે, ઈત્યાદિ પ્રશ્ન. માકાન્દીપુત્ર ! એમજ છે, એ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહેવા. ભગવન્! મનુષ્ય, નિર્જરા પુદ્ગલોને શું જાણે-દેખે-ગ્રહે કે ન જાણે-ન દેખે-ન ગ્રહે? માન્દીપુત્ર ! કોઈક જાણે-દેખે-ગ્રહે. કોઈક ન જાણે-ન દેખે-ન ગ્રહે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! મનુષ્યો બે ભેદે છે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે, તે ન જાણે-ન દેખે- ગ્રહે. જે સંજ્ઞીભૂત છે, તે બે ભેદે - ઉપયુક્ત અને અનુપયુક્ત, તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. તેમાં જે ઉપયુક્ત છે, તે જાણે - દેખે - ગ્રહે. તેથી. ગૌતમ ! એ પ્રમાણે પૂર્વવત્ કહ્યું. વ્યંતર અને જ્યોતિષ્કને નૈરયિકવત્ જાણવા. ભગવદ્ ! શું વૈમાનિક, તે નિર્જરા પુદ્ગલોને જાણે ? ઈત્યાદિ પ્રશ્ન. માકન્દીપુત્ર ! મનુષ્યવત્ જાણવુ. વિશેષ એ કે - વૈમાનિકો બે ભેદે છે- 1. માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક, 2. અમાયી-સમ્યગદૃષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયી. મિથ્યાદૃષ્ટિ છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે અનાયી સમ્યગુદૃષ્ટિ છે, તે બે ભેદે - અનંતરોપપન્નક, પરંપરોપપત્રક તેમાં જે અનંતરોપપન્નક છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. તેમાં જે પરંપરોપપન્નક છે, તે બે ભેદે - પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે પર્યાપ્તા છે તે બે ભેદે - ઉપયુક્ત, અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. પણ જે ઉપયુક્ત છે, તે જાણે - જુએ અને આહારરૂપે ગ્રહણ કરે. સૂત્ર-૭૩૦ ભગવદ્ ! બંધ કેટલા ભેદે છે? હે માકંદિક પુત્ર ! બે ભેદે -દ્રવ્યબંધ, ભાવબંધ. ભગવન્! દ્રવ્યબંધ કેટલા ભેદે છે ? માકંદિપુત્ર ! બે ભેદે –પ્રયોગબંધ, વીસસાબંધ. ભગવન્! વીસસાબંધ કેટલા ભેદે છે? માકંદિકપુત્ર ! બે ભેદે - સાદી વિસસાબંધ, અનાદિ વિસસાબંધ. ભગવન્! પ્રયોગબંધ કેટલા ભેદે છે? બે - શિથિલ બંધનબંધ, ઘન બંધનબંધ. ભગવદ્ ! ભાવબંધ, કેટલા ભેદે છે ? માકંદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. ભગવન્! નૈરયિકને કેટલા ભેદે ભાવબંધ છે? માકંદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. ભગવન્! જ્ઞાનાવરણીયકર્મનો ભાવબંધ કેટલા ભેદે ? માકંદિકપુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. ભગવન્! નૈરયિકને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે ? માકંદિકપુત્ર! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 100
Page #101
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ઉત્તરપ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જ્ઞાનાવરણીયના દંડક માફક અંતરાય કર્મના ભેદ કહેવા. સૂત્ર-૭૩૧ ભગવદ્ ! જીવે પાપકર્મ કર્યુ છે યાવત્ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે? હા, છે. ભગવન્! એમ કેમ કહો છો? માકંદિકપુત્ર ! જેમ કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઊભો રહે, બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઊંચે આકાશમાં ફેંકે, તો હે માકંદિપુત્ર ! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમાં ભેદ છે યાવતુ તે તે ભાવે પરિણમન કરે તેમાં ભેદ છે ? હા, ભગવન્! તેના કંપનમાં યાવત્ પરિણમનમાં પણ ભેદ છે. હે માકંદિકપુત્ર! તેથી કહ્યું કે યાવતુ તેમાં ભેદ છે. ભગવન્! નૈરયિકો જે પાપકર્મ કરે છે ઈત્યાદિ પ્રશ્ન. માકાન્દીપુત્ર! પૂર્વવત્ યાવત્ વૈમાનિકમાં જાણવું. સૂત્ર-૭૩૨ ભગવન્! નૈરયિકો, જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, ભગવન્! તે પુદ્ગલોનો કેટલો ભાગ ભાવિકાળમાં આહારરૂપે ગૃહિત થાય છે. કેટલો ભાગ નિજેરે છે ? માકંદિકપુત્ર! સંખ્યાતમો ભાગ આહારરૂપે પરિણત થાય, અનંત ભાગ નિજેરે છે-છોડે છે. ભગવન્! કોઈ જીવ તે નિર્જરા પુદ્ગલોમાં બેસવા યાવત્ સૂવા માટે સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. આ પુદ્ગલો અનાધાર રૂપ કહ્યા છે. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૪ પ્રાણાતિપાત’ સૂત્ર-૭૩૩ થી 735 33. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શન શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-શરીર રહિત જીવપરમાણુ પુદ્ગલ, શૈલેશી-પ્રતિપન્ન અણગાર અને સર્વે બાદર બોંદીધર કલેવર, આ બધા બે પ્રકારે છે - જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્! શું આ બધા જીવના પરિભોગમાં આવે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાક જીવોને પરિભોગપણે જલદી આવે છે, કેટલાક જીવોને યાવતું નથી આવતા. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, બધા બાદર બોંદીધર કલેવર, આ બધા જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી આવે છે. પણ પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ પરમાણુ પુદ્ગલ શૈલેષી પ્રતિપન્ન અણગાર. આ બધા જીવદ્રવ્ય-અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્ જલદી આવતા નથી. 734. ભગવદ્ ! કષાય કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. અહીં કષાયપદ સંપૂર્ણ કહેવું યાવત્ લોભના. વેદનથી નિર્જરશે, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. ભગવદ્ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર યુગ્મ છે - કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ, કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે રાશિ ચતુષ્કથી અપહાર કરતા શેષ ચાર રહે, તે કૃતયુગ્મ. જેમાં રાશિ ચતુષ્કથી અપહાર કરતા. શેષ ત્રણ રહે તે સ્ત્રોજ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા શેષ બે રહે, તે દ્વાપરયુગ્મ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 101
Page #102
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એક શેષ વધે. તે કલ્યોજ છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું યાવત્ કલ્યોજ રાશિ કહેવાય. ભગવદ્ ! નૈરયિક શું કૃતયુગ્મ કે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ ! જઘન્યપદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદમાં ચ્યોજ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. સ્વનિતકુમાર સુધી કહેવું. વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં અપદ છે. અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજરૂપ હોય છે. બેઇન્દ્રિયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યપદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદે દ્વાપરયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો. એ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિય શેષ એકેન્દ્રિયો, બેઇન્દ્રિયવત્ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્ વૈમાનિક, નૈરયિકવત્ કહેવા. સિદ્ધો, વનસ્પતિકાયિક માફક કહેવા. ભગવદ્ ! સ્ત્રીઓ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય પદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યો. આ પ્રમાણે અસુરકુમારની સ્ત્રીઓ યાવતુ સ્વનિતકુમારની સ્ત્રીઓ જાણવી. એ પ્રમાણે તિર્યંચયોનિક સ્ત્રીઓ અને માનુષી સ્ત્રીઓ જાણવી, એ પ્રમાણે યાવત વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવી જાણવી. 735. ભગવદ્ ! જેટલા અલ્પાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે તેટલા જ ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે? હા, ગૌતમ ! જેટલા અલ્પ આયુવાળા અંધકવૃષ્ણી જીવ છે, તેટલા ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૫ ‘અસુરકુમાર સૂત્ર-૭૩૬ ભગવન્! બે અસુરકુમાર દેવ, એક જ અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક અસુરકુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો. બીજો અસુરકુમાર દેવ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ ન હતો. હે ભગવન્! આવું કેમ હોય ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે - વૈક્રિયશરીરી અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે, જે અવૈક્રિય શરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી. ભગવન્આવું કેમ કહો છો ? ગૌતમ ! જેમ આ મનુષ્યલોકમાં કોઈ બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ અલંકૃત, વિભૂષિત હોય, એક પુરુષ અલંકૃત, વિભૂષિત ન હોય. ગૌતમ ! આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે અને કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે તે કે અલંકૃત, વિભૂષિત નથી તે ? ભગવદ્ ! તેમાં જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે, તે પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે, જે અલંકૃત, વિભૂષિત નથી તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, તેથી આમ કહ્યું. ભગવન્બે નાગકુમાર દેવો છે, એક નાગકુમાર, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ સ્વનિતકુમાર. વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક આ પ્રમાણે જ છે. સૂત્ર-૭૩૭ ભગવન્! બે નૈરયિક, એક જ નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાં એક નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે અને એક નૈરયિક અલ્પકર્મવાળો યાવત્ અલ્પ વેદનાવાળો છે. આમ કેમ ? નૈરયિક બે ભેદે છે- માયીમિથ્યાદષ્ટિ ઉપપત્રક અમાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયીમિથ્યાદષ્ટિ છે તે નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે, તેમાં જે અનાયી સમ્યગદષ્ટિ. નૈરયિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 102
Page #103
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અલ્પકર્મવાળા યાવત્ અલ્પ વેદનાવાળા છે. ભગવદ્ ! બે અસુરકુમાર ? પૂર્વવત્. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય વર્જીને વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૭૩૮, 739 738. ભગવદ્ ! નૈરયિક, અનંતર ઉદ્વર્તીને જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કયુ આયુ સંવેદે છે ? ગૌતમ ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ. વિશેષ એ કે - તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે. ભગવદ્ ! અસુરકુમાર ઉદ્વર્તીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે? પ્રશ્ન. ગૌતમ ! તે અસુરકુમારાયુ પ્રતિસંવેદે છે અને પૃથ્વીકાયિકાયુને સન્મુખ કરીને રહે છે. એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ કે - પૃથ્વીકાયિક જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃથ્વીકાયકાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે યાવતું મનુષ્ય સ્વસ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવતુ. 739. ભગવદ્ ! બે અસુરકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપજ્યા. તેમાં એક અસુરકુમાર દેવ - “હું ઋજુરૂપથી વિકુર્વણા કરીશ.", એમ વિચારે. તે ઋજુરૂપ વિદુર્વે. જો વક્રરૂપ વિદુર્વવાને ઇચ્છે તો વક્રરૂપ વિદુર્વે. તે જે રૂપ વિક્ર્વવા ઇચ્છે, તેવું વિદુર્વે. જ્યારે. બીજો અસુરકુમાર દેવ ઋજુરૂપ વિક્ર્વવા ઇચ્છે, તો વક્રરૂપ વિદુર્વી દે અને વક્રરૂપ વિક્ર્વવા ઇચ્છે તો ઋજુરૂપ વિક્ર્વી દે, જ્યાં જે ઇચ્છે, ત્યાં તેવુ રૂપ વિક્ર્વી શકતો નથી. ભગવદ્ ! આવું કેમ બને ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે - માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમારી સમ્યગદષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ અસુરકુમાર દેવ છે, તે ઋજુ વિકૃર્વવા જતા વક્ર રૂપ વિFર્વે છે, યાવત્ તે રૂપે વિક્ર્વી શકતો નથી. તેમાં જે અમારી સમ્યગદૃષ્ટિઅસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિદુર્વવા ઇચ્છતા ઋજુ જ વિદુર્વે યાવત્ તે વિદુર્વે. ભગવદ્ ! બે નાગકુમારો ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ભગવન્! આપ અખો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૮, ઉદ્દેશો.૬ ગુડવર્ણાદિ સૂત્ર-૭૪૦ ભગવન ! ઢીલા ગોળમાં કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય છે ? ગૌતમ ! આ વિષયમાં બે નયો છે - નિશ્ચયનય, વ્યવહારિકનય. વ્યવહારિક નયથી ઢીલો ગોળ મધુર રસવાળો છે, નૈઋયિક નયથી ગોળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે. ભગવન્! ભ્રમર કેટલા વર્ણાદિથી છે? ગૌતમ ! અહીં બે નય છે - નિશ્ચયનય, વ્યવહારનય. વ્યવહારનયથી ભ્રમર કાળો છે, નિશ્ચય નયથી પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળો છે. ભગવન્! પોપટની પાંખ કેટલા વર્ણાદિયુક્ત છે? પૂર્વવતું. વિશેષ એ કે - વ્યવહાર નયથી પોપટની પાંખ લીલી છે. નિશ્ચય નયથી પાંચ વર્ણનો છે. બાકી પૂર્વવત્ . આ રીતે આ અભિશાપથી મજીઠ લાલ છે, હળદર પીળી છે, શંખ શ્વત છે, કોષ્ઠ સુરભિગંધ છે. મૃતકશરીર દુરભિગંધ છે, લીમડો કડવો છે, સૂંઠ તીખી છે, કપિત્થ કાષાયિક છે, આંબલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ કર્કશ છે, માખણ મૃદુ છે, લોઢું ભારે છે, ઘુવડની પાંખ હળવી છે, હિમ શીત છે, અગ્નિકાય ઉષ્ણ છે, તેલ સ્નિગ્ધ છે. પણ નિશ્ચયનયથી આ સર્વેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય. ભગવન્! રાખમાં કેટલા વર્ણાદિ છે? પ્રશ્ન. ગૌતમ ! એમાં બે નય છે. વ્યવહાર નયથી તે રૂક્ષ સ્પર્શવાળી છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 103
Page #104
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિશ્ચય નયથી પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળી છે. સૂત્ર-૭૪૧ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. ભગવદ્ ! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે ? ગૌતમ ! કદાચ એક વર્ણ-કદાચ બે વર્ણ. કદાચ એક ગંધ-કદાચ બે, કદાચ એક રસ-કદાચ બે, કદાચ બે સ્પર્શ-કદાચ ત્રણ - કદાચ ચાર સ્પર્શ હોય. એ રીતે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવુ. વિશેષ એ કે - કદાચ એક વર્ણ - બે વર્ણ કે ત્રણ વર્ણ યુક્ત હોય, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવુ. બાકી બધું દ્વિપ્રદેશિક સ્કંધ મુજબ જાણવુ. એ પ્રમાણે ચતુઃપ્રદેશિક સ્કંધ છે. વિશેષ એ કે - કદાચ એક વર્ણ યાવત્ ચાર વર્ણ, બાકી પૂર્વવત્. એ પ્રમાણે પંચ-પ્રદેશિક સ્કંધ જાણવો વિશેષ એ કે - કદાચ એકવર્ણ યાવત્ પાંચ વર્ણ, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવુ. ગંધ-સ્પર્શ તે મુજબ જ. પંચપ્રદેશિક કહ્યો એ રીતે યાવત્ અસંખ્યપ્રદેશિક સ્કંધ કહેવો. ભગવન્! સૂક્ષ્મ પરિણત અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? પૂર્વવત્ બધું કહેવું. ભગવદ્ ! બાદર પરિણત અનંત પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ ! કદાચ એક વર્ણ યાવત્ પંચવર્ણ, કદાચ એક કે બે ગંધ, કદાચ એક યાવતુ પાંચ રસ, કદાચ ચાર સ્પર્શ યાવત્ આઠ સ્પર્શવાળો છે. શતક-૧૮, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૭ કેવલી’ સૂત્ર-૭૪૨ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ હોય ત્યારે બે ભાષાઓ બોલે છે - મૃષા, સત્યામૃષા. ભગવન્! એ કેવી રીતે બને ? ગૌતમ ! જે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે, ગૌતમ ! હું એમ કહું છું કે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થતા નથી. કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થઈને મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. કેવલી. અસાવદ્ય, અપરોપઘાતિક એવી બે ભાષા બોલે - સત્ય અને અસત્યા-અમૃષા. સૂત્ર-૭૪૩ ભગવનઉપધિ કેટલા ભેદે? ગૌતમત્રણ ભેદે - કર્મોપધિ, શરીરોપધિ, બાહ્ય ભાંડમાત્રોપકરણ ઉપધિ. ભગવન્! નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ ! બે ભેદે ઉપધિ છે - કર્મોપધિ, શરીરોપધિ. એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યન્ત બાકી બધાને ત્રણ પ્રકારે ઉપધિ છે. એકેન્દ્રિયોને બે ભેદે ઉપધિ છે તે આ - કર્મોપધિ અને શરીરોપધિ. ભગવદ્ ! ઉપધિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. એ પ્રમાણે નૈરયિકની પણ છે, એ રીતે વૈમાનિક સુધી બધુ કહેવુ. ભગવન્! પરિગ્રહ કેટલા ભેદ છે? ગૌતમ ! ત્રણ ભેદે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડમાત્રોપકરણ પરિગ્રહ. ભગવન્! નૈરયિકોને? ઉપધિની માફક પરિગ્રહના પણ બે દંડકો કહેવા. ભગવન્! પ્રણિધાન કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે - મનપ્રણિધાન, વચનપ્રણિધાન, કાયપ્રણિધાન. ભગવદ્ ! નૈરયિકોને કેટલા ભેદે પ્રણિધાન છે? પૂર્વવત્ યાવત્ સ્વનિતકુમાર. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! એક જ કાય પ્રણિધાન. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી છે. બેઇન્દ્રિયોની પૃચ્છા. ગૌતમ ! બે પ્રણિધાન-વચન પ્રણિધાન, કાયપ્રણિધાન. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. બાકીના વૈમાનિક સુધીનાને ત્રણ પ્રણિધાન છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 104
Page #105
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! દુપ્રણિધાન કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - મનઃદુપ્રણિધાનાદિ, પ્રણિધાનમાં કહ્યા મુજબ દંડક અહીં પણ કહેવા. ભગવનું ! સુપ્રણિધાન કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે - મનઃસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન, કાયસુપ્રણિધાન. ભગવન્! મનુષ્યને કેટલા સુપ્રણિધાન છે? પૂર્વવતું. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવતુ વિચરે છે. ત્યારપછી શ્રમણ ભગવદ્ મહાવીર યાવત્ બાહ્ય જનપદમાં વિચરે છે. સૂત્ર૭૪ થી 748 74. તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણા અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે - કાલોદાયી, શૈલોદાયી, આદિ શતક-૭-માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ છે યાવત્ અન્યતીર્થિકોની તે વાત કેમ માનવી? ત્યાં રાજગૃહ નગરમાં મદ્રક નામે શ્રાવક વસતો હતો. તે ધનાઢ્ય યાવતુ અપરિભૂત હતો. જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા, યાવત્ પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યુપાસના કરે છે. ત્યારે મદ્રક શ્રાવકે આ વૃત્તાંત જાણ્યો. તે હર્ષિત, સંતુષ્ટ યાવતું આનંદિત હૃદય થયો. સ્નાન કર્યું યાવતું શરીર અલંકારી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતા રાજગૃહનગરે યાવત્ પ્રસ્થાન કર્યું. ચાલતા ચાલતા તે અન્યતીર્થિકોની નિકટથી પસાર થયો. ત્યારે તે અન્યતીર્થિકોએ મદ્રક શ્રાવકને નિકટથી પસાર થતો જોયો. જોઈને એકબીજાને બોલાવી, આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! આપણે આ વાત અવિદિત છે, આ મદ્રુક શ્રાવક આપણી નિકટથી જઈ રહ્યો છે, તો હે દેવાનુપ્રિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે મદ્રક શ્રાવકને આ વાત પૂછીએ. એમ કરીને એકબીજા સમીપે, આ વાતને સ્વીકારી, સ્વીકારીને મદ્રુક શ્રાવક પાસે આવ્યા. આવીને મદ્રક શ્રાવકને આમ કહ્યું - | હે મદ્રુક! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે. જેમ શતક-૭-માં અન્યતીર્થિક ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ હે મદ્રક! આમ કઈ રીતે છે? ત્યારે તે મદ્રુક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું - આ ધર્માસ્તિકાય આદિના કાર્યથી તેનું અસ્તિત્વ જાણી અને દેખી શકાય છે. આ પદાર્થોના કાર્ય વિના તેને જાણી-દેખી શકાતું નથી. ત્યારે અન્યતીર્થિકોએ આમ પૂછયું - હે મદ્રક! તું કેવો શ્રાવક છે કે તું આ અર્થને જાણતો-જોતો નથી? ત્યારે મક શ્રાવકે તે અન્યતીર્થિકોને કહ્યું - હે આયુષ્યમાનો ! વાયુ વાય છે ? હા, વાય છે. આયુષ્યમાનો! તમે વહેતી હવાનું રૂપ જુઓ છો? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! ધ્રાણ સહગત પુદ્ગલો છે? હા, છે. તમે ધ્રાણ સહગત પુદ્ગલના રૂપને જોયું છે ? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! અરણિ સહગત અગ્નિકાય છે? હા, છે. તમે અરણિ સહગત અગ્નિકાયના રૂપને જુઓ છો ? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! સમુદ્રને પાર જઈને રૂપો છે? હા, છે. તમે સમુદ્ર પારગત રૂપોને જુઓ છો? ના, તે અર્થ સમર્થ નથી, હે આયુષ્યમાનો ! દેવલોકગત રૂપો છે? હા, છે. તમે દેવલોકગત રૂપોને જુઓ છો ? ના, તેમ નથી. હે આયુષમાનો ! આ પ્રમાણે હું, તમે, કે બીજા કોઈ છદ્મસ્થ જે કંઈ ન જાણીએ, ન જોઈએ, “તે બધુ નથી હોતુ” એવું માનીએ તો લોકમાં ઘણા પદાર્થોનું અસ્તિત્વ ન રહે. એમ કહી મદ્રુકે તેમને પ્રતિહત કર્યા. એમ કરીને ગુણશીલ ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને પંચવિધ અભિગમથી યાવતુ પર્યાપાસ્યા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 105
Page #106
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મદ્રકને આમંત્રી, ભગવંતે મદ્રુકને આમ કહ્યું - હે મદ્રક ! તે અન્યતીર્થિકોને સારુ કહ્યું. તે તેમને સારો ઉત્તર આપ્યો. હે મદ્રુક! અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તરને જાણ્યા-જોયા-સાંભળ્યા-સંમત-વિજ્ઞાત થયા વિના જે કોઈ બહુજના મધ્યે કહે છે - પ્રજ્ઞાપે છે યાવત્ ઉપદેશે છે, તે અરિહંતની-અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની - કેવલીની અને કેવલી પ્રજ્ઞમ ધર્મની આશાતનામાં વર્તે છે. હે મદ્રક! તે તેમને આવો જવાબ આપ્યો. તે ઘણું સારું કર્યું. ઉત્તમ કાર્ય કર્યું. યાવતુ. અન્યતીર્થિકોને નિરુત્તર કરી દીધા. ત્યારે મદ્રક શ્રાવક શ્રમણ ભગવંત મહાવીરે આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી, નમીને સમીપે જઈ યાવત્ સેવે છે. ત્યારે ભગવંતે મદ્રક શ્રાવકને યાવત્ તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ફરી. ત્યારે મદ્રક શ્રાવક યાવત્ ધર્મ સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રશ્નાદિ પૂછડ્યા, પૂછીને અર્થો જાણવા, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમી યાવત્ પાછો ગયો. ભન્ત ! એમ આમંત્રી ગૌતમસ્વામીએ ભગવંતા મહાવીરને વાંદી-નમી આમ કહ્યું - હે ભન્ત! મદ્રુક શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે યાવત્ પ્રવ્રજિત થવા સમર્થ છે ? ના, તેમ નથી. એ પ્રમાણે જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ કહેવું, યાવત તે અરુણાભમાં દેવ થશે, મહાવિદેહે અંત કરશે. જ૫. હે ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, હજાર રૂપ વિફર્વી પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા, છે. ભગવદ્ ! તે વૈક્રિય શરીર એક જીવ સંબદ્ધ છે કે અનેક જીવ સંબદ્ધ ? ગૌતમ ! એકજીવ સંબદ્ધ છે, અનેકજીવ સંબદ્ધ નથી. ભગવદ્ ! તે વિકુર્વિત શરીરના અંતરાલ શું એકજીવ સ્પષ્ટ છે કે અનેકજીવ સૃષ્ટ? ગૌતમ ! એકજીવ સ્પષ્ટ છે, અનેકજીવ સૃષ્ટ નથી. હે ભગવન્ ! કોઈ પુરુષ, તે વૈક્રિયકૃતુ શરીરોના અંતરમાં પોતાનો હાથ, પગ વડે સ્પર્શ કરતા યાવત પીડા ઉત્પન્ન કરી શકે ? ગૌતમ ! શતક-૮, ઉદ્દેશા-૩ મુજબ કહેવું યાવતુ તેમાં શસ્ત્રાક્રમણ કરી શકે નહીં. 746. ભગવદ્ ! શું દેવો અને અસુરોમાં સંગ્રામ થાય છે? હા, થાય છે. ભગવદ્ ! દેવો અને અસુરો સંગ્રામમાં વર્તતા હોય ત્યારે કઈ વસ્તુ. તે દેવોના શ્રેષ્ઠ શસ્ત્રરૂપે પરિણત થાય છે ? ગૌતમ ! તે દેવો, તે તૃણ-કાષ્ઠ-પત્રકંકરને સ્પર્શ કરે, તે વસ્તુ તે દેવોને શસ્ત્રરૂપે પરિણમે છે. ભગવન્! જેમ દેવોમાં કહ્યું તેમ અસુરકુમારોમાં કહેવાય ? ના, તે અર્થ સમર્થ નથી. અસુરકુમારોને નિત્ય વિકુર્વિત શસ્ત્ર હોય. 747. ભગવન્! મહર્તુિક યાવત્ મહાસૌખ્ય દેવ, લવણ સમુદ્રને ચોતરફ પ્રદક્ષિણા કરી જલદી આવવાને સમર્થ છે? હા, સમર્થ છે. ભગવદ્ ! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, એ રીતે ધાતકીખંડ દ્વીપને ? યાવત્ હા, છે. એ રીતે રુચકવર દ્વીપને? યાવતુ, હા સમર્થ છે. તેનાથી આગળ દેવો જાય છે, પણ તેની ચોતરફ પ્રદક્ષિણા કરતા નથી. 748. ભગવન ! શું એવા પણ દેવ છે, જે અનંત કર્માશોને જઘન્યથી 100, 200, 300 કે ઉત્કૃષ્ટથી 500 વર્ષોમાં ખપાવી દે? હા, છે. ભગવન્! એવા દેવ છે, જે અનંત કર્માશોને જઘન્ય એક-બે કે ત્રણ હજાર અને ઉત્કૃષ્ટ 5000 વર્ષોમાં ખપાવી દે? હા, છે. ભગવનશું એવા દેવ પણ છે, જે અનંત કર્મીશોને જઘન્યથી એક, બે કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષોમાં ખપાવે ? હા, છે. ભગવન્! એવા કોણ દેવ છે, જે અનંત કર્માશોને જઘન્ય 100 યાવતુ 500 વર્ષોમાં ખપાવે છે ? એવા કોણ દેવ છે, જે યાવતુ 5000 વર્ષોમાં ખપાવે છે? એવા કોણ દેવ છે જે યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે? ગૌતમ ! વ્યંતર દેવો અનંત કર્માશોને 100 વર્ષોમાં ખપાવે છે, અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવ અનંત. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 106
Page #107
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કર્માશોને 200 વર્ષમાં ખપાવે. અસુરકુમાર દેવો અનંત કર્માશોને 300 વર્ષોમાં ખપાવે. ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક દેવો અનંત કર્માશોને 400 વર્ષમાં યાવત્ ખપાવે. ચંદ્ર-સૂર્ય જ્યોતિર્મેન્દ્રો જ્યોતિષ રાજ અનંત કર્માશોને 500 વર્ષોમાં ખપાવે. સૌધર્મ, ઇશાન દેવો 1000 વર્ષોમાં યાવત્ ખપાવે, સનતકુમાર-માહેન્દ્ર દેવો 2000 વર્ષોમાં યાવત્ ખપાવે, એ પ્રમાણે આ આલાવાથી બ્રહ્મલોક-લાંતક દેવો 3000 વર્ષોમાં ખપાવે, મહાશુક્ર-સહસ્ત્રાર દેવો 4000 વર્ષોમાં, આનત-પ્રાણત, આરણ-અય્યત દેવો 5000 વર્ષોમાં ખપાવે. નીચલી રૈવેયકના દેવો અનંત કર્માશોને એક લાખ વર્ષમાં ખપાવે, મધ્યમ રૈવેયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરની રૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં, વિજયાદિ ચારના દેવો ચાર લાખ વર્ષોમાં અને સર્વાર્થસિદ્ધ દેવો અનંતા કર્માશોને પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે. એ કારણે હે ગૌતમ ! તે દેવો જે અનંત કર્મીશોને જઘન્યથી 100, 200, 300 અને 500 વર્ષોમાં ખપાવે છે, યાવતુ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે. ભગવન! તેમજ છે. શતક-૧૮, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૮' અનગારક્રિયા સૂત્ર-૭૯ રાજગૃહે યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! સંમુખ અને બંને તરફ યુગમાત્ર ભૂમિને જોતા ઇર્યાપૂર્વક ગમન કરતા. ભાવિતાત્મા અણગારના પગ નીચે મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું કે કીડી જેવા સૂક્ષ્મ જીવ આવીને મરે તો તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવત્ તે ભાવિતાત્મા અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે, બીજી નહીં. ભગવદ્ ! એમ કેમ કહ્યું? શતક-૭-માં સંવૃત્ત ઉદ્દેશા મુજબ સર્વ ઉત્તર જાણવો યાવત્ અર્થના નિક્ષેપ સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. યાવત્ વિચરે છે. પછી ભગવંત મહાવીર બાહ્ય જનપદમાં યાવત્ વિચરે છે. સૂત્ર-૭૫૦, 751 750. તે કાળે, તે સમયે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. કોઈ દિવસે શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સમોસર્યા યાવત્ પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ ઉર્ધ્વજાનૂ યાવત્ વિચરે છે. ત્યારે તે અન્યતીર્થિકો, ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ગૌતમસ્વામીને આમ કહ્યું - હે આર્ય! તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવતુ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ, અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો! કયા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવત્ એકાંતબાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - હે આર્ય! તમે ગમન કરતી વેળા જીવોને આક્રાંત કરો. છો, મારો છો યાવત્ ઉપદ્રવ કરો છો. તેથી તમે જીવોને આક્રાંત કરતા, યાવ ઉપદ્રવ કરતા હોવાથી ત્રિવિધ ત્રિવિધે યાવત્ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું કે - હે આર્યો! અમે ગમન કરતી વેળા જીવોને કચડતા નથી યાવત્ ઉપદ્રવ કરતા નથી. હે આર્યો ! અમે ગમન કરતી વેળા કાયાથી સંયમ યોગને પાળતા વિશેષ રૂપે નિરીક્ષણ કરીને ચાલીએ છીએ, અમે એ રીતે જોઈ-જોઈને ગમન કરીએ છીએ, વિશેષ-વિશેષ નિરીક્ષણ કરતા ચાલીએ છીએ. તેથી અમે જીવોને કચડતા નથી યાવતુ ઉપદ્રવિત કરતા નથી. તેથી અમે પ્રાણોને કચડ્યા વિના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 107
Page #108
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' યાવત્ ઉપદ્રવ કર્યા વિના ત્રિવિધ ત્રિવિધ યાવત્ એકાંત પંડિત થઈએ છીએ. હે આર્યો! તમે જે સ્વયં ત્રિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - કયા કારણે હે આર્યો! અમે ત્રિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છીએ? ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો! તમે જ ચાલતી વેળા પ્રાણોને કચડો છો યાવત્ ઉપદ્રવ કરો છો. તેથી તમે પ્રાણોને કચડતા યાવત્ ઉપદ્રવ કરતા ત્રિવિધ યાવત્ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આ રીતે નિરુત્તર કર્યા, કરીને જ્યાં ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને ભગવંત સમીપે યાવત્ પર્યુપાસના કરે છે. ગૌતમસ્વામીને આમંત્રી ભગવંતે, ગૌતમને આમ કહ્યું - તે હે ગૌતમ ! તે અન્યતીર્થિકોને સારુ કહ્યુ, તેમને યથાર્થ કહ્યું. હે ગૌતમ ! મારા ઘણા શિષ્યો શ્રમણ નિર્ચન્થ છદ્મસ્થ છે. જે તમારી જેમ ઉત્તર દેવામાં સમર્થ નથી. જેમ તમે અન્યતીર્થિકોને સારુ કહ્યું, તેમને આમ કહ્યું તે યથાર્થ છે. ત્યારપછી ભગવંતે આમ કહેતા, ગૌતમસ્વામી. હર્ષિત, સંતુષ્ટ થયા. ભગવંતને વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે પૂછ્યું - 751. ભગવદ્ ! શું છદ્મસ્થ મનુષ્યો પરમાણુ પુદ્ગલને જાણે છે - જુએ છે? અથવા નથી જાણતા-નથી. જોતા ? ગૌતમ ! કેટલાક જાણે છે, જોતા નથી. કેટલાક જાણતા નથી - જોતા નથી. ભગવન ! છદ્મસ્થ મનુષ્ય દ્વિપ્રદેશિક સ્કંધને શું જાણે છે, જુએ છે ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશિક સ્કંધમાં કહેવું. ભગવદ્ ! છદ્મસ્થ મનુષ્ય અનંતપ્રદેશી ઢંધને શું જાણે છે, જુએ છે ? ગૌતમ ! કેટલાક જાણે છે, જુએ છે. કેટલાક જાણે છે, જોતા નથી. કેટલાક જાણતા નથી, જુએ છે. કેટલાક જાણતા નથી, જોતા નથી. [ શું આધોવધિક મનુષ્ય પરમાણુ પુદ્ગલને શું જાણે છે, જુએ છે ? છદ્મસ્થ અનુસાર આધોવધિકને કહેતા યાવત્ અનંતપ્રદેશી ઢંધ કહેવો. ભગવન્પરમાધોવધિક મનુષ્ય, જે સમયે જાણે છે, તે સમયે જુએ છે અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવનું ! એમ કેમ કહો છો ? ગૌતમ ! સાકારમાં તે જ્ઞાન હોય, અનાકારમાં તે દર્શન હોય. બંને ઉપયોગ એક સમયે ન હોય, તેથી યાવત્ કહ્યું કે તે સમયે ન જાણે. અનંતપ્રદેશી સુધી કહેવું. ભગવદ્ ! કેવલી મનુષ્ય પરમાણુ પુદ્ગલને શું જાણે છે, જુએ છે ? પરમાધોવધિની માફક કેવલી પણ કહેવા. યાવત્ અનંતપ્રદેશી. ભગવન્! આપ કહો છો, તે એમજ છે. તે એમજ છે શતક-૧૮, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૯ ભવ્યદ્રવ્ય સૂત્ર-૭૫૨ રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે? હા, છે. ભગવનએમ કેમ કહ્યું? જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવત્ આમ કહેલુ છે. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત જાણવુ. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક, ભવ્યદ્રવ્યપૃથ્વી છે? હા, છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! જે તિર્યંચયોનિક કે મનુષ્ય કે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે, તેથી કહ્યું છે. આ રીતે જ અપ્રકાયિક, વનસ્પતિકાયિકને જાણવા. તેલ, વાયુ. બે - ત્રણ - ચાર ઇન્દ્રિયોવાળામાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભવ્યદ્રવ્ય તેઉકાયિક આદિ કહેવાય છે. જે કોઈ નૈરયિક યાવત્ દેવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્યદ્રવ્ય પંચેન્દ્રિય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 108
Page #109
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તિર્યંચયોનિક કહેવાય, આ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકો માફક કહેવા. ભગવન્! ભવ્યદ્રવ્ય નૈરયિકની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ. ભવ્ય દ્રવ્ય અસુરકુમારની, ભગવન્! કેટલી કાળસ્થિતિ છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ રીતે યાવત્ સ્વનિતકુમાર જાણવા. ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. આ પ્રમાણે અપકાયને પણ જાણવા. તેઉ અને વાયુને નૈરયિકવત્ જાણવુ. વનસ્પતિકાયને પૃથ્વીકાયવત્ જાણવા. બે-ત્રણચાર ઇન્દ્રિય વાળાને નૈરયિકવતુ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. એ પ્રમાણે મનુષ્ય પણ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. ભગવદ્ ! તે એમજ છે. તે એમજ છે. શતક-૧૮, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૧૦ સોમિલ’ સૂત્ર-૭૫૩ રાજગૃહમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ભાવિતાત્મા અણગાર તલવાર કે અસ્ત્રાની ધાર ઉપર રહી શકે? હા, રહી શકે. તે ત્યાં છેદાય, ભેદાય ? ના, તે અર્થ યોગ્ય નથી, કેમ કે તેના ઉપર શસ્ત્ર સંક્રમણ ન કરે. એ રીતે જેમ પાંચમાં શતકમાં પરમાણુ પુદ્ગલ વક્તવ્યતા છે, તે યાવત્ “ભગવદ્ ! ભાવિતાત્મા અણગાર ઉદકાવર્તમાં યાવત્ પ્રવેશે, તેને શસ્ત્ર સંક્રમણ ન કરે ?" -ત્યાં સુધી કહેવી. સૂત્ર-૭૫૪ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી સ્પષ્ટ છે કે વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પષ્ટ છે ? ગૌતમ ! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી પૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પષ્ટ નથી. ભગવન્! દ્વિપ્રદેશિકઢંધ વાયુકાયથી ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશિક કહેવો. ભગવન્! અનંતપ્રદેશિક સ્કંધ, વાયુકાયથી ? પૃચ્છા. ગૌતમ ! અનંત પ્રદેશી ઢંધ વાયુકાય વડે સ્પષ્ટ છે, વાયુકાય, અનંતપ્રદેશી ઢંધ વડે કદાચ સ્પષ્ટ છે, કદાચ સ્પષ્ટ નથી. ભગવદ્ ! મશક વાયુકાય વડે પૃષ્ટ છે કે વાયુકાય મશક વડે સ્પષ્ટ છે? ગૌતમ ! મશક વાયુકાય વડે સ્પષ્ટ છે, વાયુકાય મશક વડે પૃષ્ટ નથી. સૂત્ર-૭પપ ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણથી કાળા-લીલા-લાલ-પીળા-શ્વેત, ગંધથી સુગંધી-દુર્ગધ, રસથી તિક્ત-કર્ક-કષાય-અંબિલ-મધુર, સ્પર્શથી કર્કશ-મૃદુ-ભારે-હલકો-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ એ દ્રવ્યો અન્યોન્યબદ્ધ છે - પૃષ્ટ છે - યાવત્ સંબદ્ધ છે? હા, છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી જાણવુ. ભગવદ્ ! સૌધર્મકલ્પની નીચે પૂર્વવત્ જાણવું, એ પ્રમાણે ઈષતપ્રામ્ભારા પૃથ્વી સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે. યાવતુ વિચરે છે. પછી ભગવંત મહાવીર પણ યાવતુ બાહ્ય જનપદ વિહારે વિચરે છે. સૂત્ર-૭૫૬ તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. ધૃતિપલાશ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનાઢ્ય યાવતુ અપરિભૂત હતો. ઋગ્વદ આદિનો જ્ઞાતા, વૈદિક શાસ્ત્રમાં કુશળ હતો. પ૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સમોસર્યા યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. શ્રમણ જ્ઞાતપુત્રા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 109
Page #110
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, સુખે સુખે યાવત્ અહીં આવી, યાવત્ દૂતિપલાશક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઇ યાવત્ વિચરે છે. તો હું ત્યાં ભગવંતની પાસે જઈ. આ આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણ પૂછીશ. તેઓ જો આવા આવા પ્રકારના અર્થો યાવતું વ્યાકરણના ઉત્તરો આપશે, તો વાંદીશ-નમીશ યાવત્ પર્યાપાશીસ. જો તેઓ મારા આ અને આવા અર્થવાળા યાવત્ વ્યાકરણનો ઉત્તર નહીં આપે તો હું આવા અર્થો યાવત્ વ્યાકરણ વડે તેઓને નિરુત્તર કરી દઈશ. આ પ્રમાણે વિચાર્યું, વિચારીને સ્નાન કર્યું યાવત્ શરીરને અલંકૃત કરી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો 100 શિષ્યો સાથે સંપરીવરીને વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને દૂતિપલાશક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવીને, સમીપે રહીને ભગવંતને આ પ્રમાણે પૂછ્યું - આપને યાત્રા છે ?, યાપનીય છે?, અવ્યાબાધ છે?, પ્રાસુક વિહાર છે ? હે સોમિલ! મારે યાત્રા પણ છે, મારે યાપનીય પણ છે, મારે અવ્યાબાધ પણ છે, મારે પ્રાસુકવિહાર પણ છે. ભગવદ્ ! આપની યાત્રા કેવી છે? હે સોમિલ! મારા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યકાદિ યોગમાં યતના તે યાત્રા છે. ભગવન્! આપને યાપનીય શું છે? સોમિલ ! યાપનીય બે ભેદે છે - ઇન્દ્રિયયાપનીય, નોઇન્દ્રિયયાપનીય. તે ઇન્દ્રિય યાપનીય શું છે? જે મારી શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શ ઇન્દ્રિયો નિરૂપઘાત અને મારે વશ વર્તે છે, તે ઇન્દ્રિય યાપનીય છે. તે નોઇન્દ્રિયયાપનીય શું છે? જે મારા ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયા છે, ઉદય પ્રાપ્ત નથી તે નોઇન્દ્રિય. યાપનીય છે. આ પ્રમાણે મારા આ યાપનીય છે. ભગવન તમારે અવ્યાબાધ શું છે ? સોમિલ! જે મારા વાતજ, પિતજ, કફજ, સંનિપાતિકજ વિવિધ રોગાંતક અને શરીરગતદોષ ઉપશાંત છે, ઉદયમાં વર્તતા નથી, તે મારા અવ્યાબાધ છે. ભગવદ્ ! તમારે પ્રાસુક વિહાર શું છે? સોમિલ! જે આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપામાં સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત વસતીમાં પ્રાસુક એષણીય પીઠફલક શય્યા સંસ્મારક સ્વીકારીને વિચરું છું. તે પ્રાસુક વિહાર છે. ભગવદ્ ! આપને સરિસવ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? સોમિલ! સરિસવ મારે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો? હે સોમિલ! તમારા બ્રાહ્મણનયોમાં સરિસવ બે ભેદે છે. તે આ રીતે - મિત્ર સરિસવ અને ધાન્ય સરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે, તે ત્રણ ભેદે છે - સહજાત, સહવર્ધિત, સહપાંશુ ક્રીડિત. આ ત્રણે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સરિસવ છે, તે બે ભેદે છે - તે આ -શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે, તે બે ભેદે છે - એષણીય અને અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે, તેમાં જે એષણીય છે, તે બે ભેદે છે - યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે યચિત છે તે બે ભેદે છે - લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે, તેમાં જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને ભક્ષ્ય છે. તેથી હે સોમિલ! એમ કહ્યું કે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. ભગવન્! તમારે માસ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ! મારે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો? હે સોમિલ! બ્રાહ્મણ નયોમાં ‘માસ” બે ભેદે છે. તે આ રીતે - દ્રવ્ય માસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી અષાઢ સુધી બાર ભેદે છે. તે આ રીતે શ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાલ્વન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ મૂલ, આષાઢ. તે માસ. શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્ય માસ છે, તે બે ભેદે છે - અર્થમાસ, ધાન્યમાસ. તેમાં જે અર્થમાસ છે, તે બે ભેદે છે - સુવર્ણમાસ અને રૂપ્યમાસ. તે બંને શ્રમણ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 110
Page #111
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યમાસ છે, તે બે ભેદે છે - શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. એ પ્રમાણે જેમ ધાન્યસરિસવમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત્ તેથી કહ્યું કે યાવત્ અભક્ષ્ય છે. ભગવદ્ ! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય. હે સોમિલ! કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહ્યું યાવત્ અભક્ષ્ય છે? હે સોમિલ! તમારા બ્રાહ્મણનયમાં કુલત્થા બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તે ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે -કુલ કન્યા, કુલ વધૂ. કુલ માતા. આ ત્રણે શ્રમણ નિન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય કુલત્થા છેજેમ ધાન્ય સરિસવમાં કહ્યું તેમ જાણવું. તેથી એમ કહ્યું કે યાવત્ અભક્ષ્ય પણ છે. સૂત્ર-૭૫૭ ભગવન્! આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂતભાવ ભાવિક છો ? હે સોમિલ! હું એક પણ છું યાવત્ અનેકભૂત ભાવ ભાવિક પણ છું. ભગવન્! કયા કારણે આપ એમ કહો છો કે યાવત્ હું ભાવિક પણ છું ? હે સોમિલ! દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન-દર્શન અર્થથી હું બે છું, પ્રદેશાર્થથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગ અર્થથી હું અનેકભૂત-ભાવ-ભાવિક પણ છું, તે કારણથી યાવતું એમ કહ્યું કે- હું ભાવિક પણ છું. આ બધું સાંભળી. તે સોમિલ બ્રાહ્મણ સંબુદ્ધ થયો. શ્રમણ ભગવંત મહાવીરને સ્કંદકની માફક યાવત્ તે જે કંઈ આપ કહો છો, જે પ્રકારે આપ દેવાનુપ્રિયની પાસે ઘણા રાજા, ઇશ્વર એ પ્રમાણે જેમ રાયપૂસેણઈયમાં ચિત્રસારથી યાવતુ બાર પ્રકારે શ્રાવક ધર્મને સ્વીકારે છે, સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને યાવતું પાછો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ શ્રાવક થયો યાવત્ જીવાજીવનો જ્ઞાતા થયો યાવત્ વિચરણ કરવા લાગ્યો. ભન્ત! એમ સંબોધન કરીને, ગૌતમસ્વામી, શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે, નમે છે. વાંદી-નમીને પૂછ્યું - હે ભગવન્! સોમિલ બ્રાહ્મણ આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને પ્રવ્રજિત થવા સમર્થ ? જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૮, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 111
Page #112
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૯ સૂત્ર-૭૫૮ એક ગાથા દ્વારા આ 19 માં શતકમાં રહેલા 10 ઉદ્દેશાનાં નામો જણાવે છે- વેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાશ્રવ, ચરમ, દ્વીપ, ભવન, નિવૃત્તિ, કરણ, વનચરસુર. શતક-૧૯, ઉદ્દેશો-૧ લેશ્યા સૂત્ર-૭૫૯ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવનું ! વેશ્યા કેટલી છે? ગૌતમ ! છ. તે આ પ્રમાણે - અહી પન્નવણાસૂત્ર, પદ-૧૭નો ચોથો વેશ્યા ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૨ “ગર્ભ સૂત્ર-૭૬૦ ભગવન્! વેશ્યાઓ કેટલી છે? વેશ્યાઓ 6 છે- કૃષ્ણ યાવત શુક્લ. એ રીતે જેમ પન્નવણા સૂત્ર, પદ-૧૭ નો ગર્ભ ઉદ્દેશો છે, તે સંપૂર્ણ કહેવો. ભગવનતે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૩ પૃથ્વી સૂત્ર-૭૬૧ - રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવનશું કદાચિત યાવતુ ચાર પાંચ પ્રખ્વીકાયિક મળીને સાધારણ શરીર બાંધે છે? બાંધીને પછી આહાર કરે છે. પરિણમાવે છે, શરીરનો બંધ કરે છે? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે પૃથ્વીકાયિક જીવ પ્રત્યેક આહારી, પ્રત્યેક પરિણામી છે, પ્રત્યેક શરીર બાંધે છે. ત્યારપછી તેઓ આહાર કરે છે, પરિણમાવે છે અને શરીરને પુષ્ટ કરતા રહે છે. ભગવન! તે જીવોને કેટલી વેશ્યાઓ છે? ગૌતમ ! ચાર. તે આ -કૃષ્ણ, નીલ, કાપોત, અને તેજલેશ્યા. ભગવન્! તે જીવો શું સમ્યક્દષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યમિથ્યાદષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યક્દષ્ટિ કે સમ્યક્રમિથ્યાદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ છે. ભગવન્! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે - મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની ભગવન્! તે જીવો શું મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે? ગૌતમ ! તેઓ મનોયોગી કે વચનયોગી નથી, કાયયોગી છે. ભગવદ્ ! તે જીવો શું સાકારોપયુક્ત કે અનાકારોપયુક્ત છે ? ગૌતમ ! તેઓ સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ છે. ભગવન્તે જીવો શું આહાર કરે છે? ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો. એ રીતે જેમ પન્નવણાના. પદ- ૨૮ન પહેલા આહારોદ્દેશકમાં કહ્યું છે, તેમ યાવત્ સર્વ આત્મપ્રદેશથી આહાર કરે છે - ત્યાં સુધી કહેવું. ભગવદ્ ! તે જીવો જે આહાર કરે છે, તેનો ચય થાય છે અને જે આહાર નથી કરતા, તેનો ચય નથી થતો ? ચીર્ણ આહાર બહાર નીકળે છે અથવા શરીરાદિરૂપે પરિણમે છે? હા, ગૌતમ! યાવત્ તેમજ છે. ભગવન્! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે કે - અમે આહાર કરીએ છીએ? ના, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 112
Page #113
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અર્થ સમર્થ નથી. તો પણ તેઓ આહાર તો કરે જ છે. ભગવન્તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા યાવત્ વચન હોય છે કે - તેઓ ઇષ્ટ-અનિષ્ટ સ્પર્શને વેદે કે પ્રતિસંવેદે છે? ના, તે અર્થ સમર્થ નથી, તો પણ તેઓ વેદન-પ્રતિસંવેદન કરે છે. ભગવન્તે જીવો શું પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્ મિથ્યાદર્શનશલ્ય રહેલા છે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યમાં રહેલા હોય છે. તે જીવો બીજા જીવોની હિંસાદિ કરે છે, પણ તેઓને આ જીવ અમારી હિંસાદિ કરનાર છે, તેવું ભેદ જ્ઞાન હોતું નથી. ભગવદ્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૬ ના વ્યુત્ક્રાંતિ પદમાં પૃથ્વીકાયિકનો ઉત્પાદ કહ્યો, તેમ અહીં કહેવો. ભગવદ્ ! તે જીવોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટી બાવીશ હજાર વર્ષ. ભગવન્! તે જીવોને કેટલા સમુધ્ધાતો છે? ગૌતમ ! ત્રણ, તે આ છે - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. ભગવન્! તે જીવો મારણાંતિક સમઘાતથી સમવહત થઈ મરે કે અસમવહત થઈને મરે ? ગૌતમ ! સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ મરે. ભગવન્તે જીવો અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૬ ના વ્યુત્ક્રાંતિપદ મુજબ ઉદ્વર્તના કહેવી. ભગવન્! શું યાવતું ચાર-પાંચ અપ્રકાયિક ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે? જે પૃથ્વીકાયિકના આલાવા છે, તે જ અહીં કહેવા યાવત્ ઉદ્વર્તે છે. વિશેષ એ કે - સ્થિતિ ઉત્કૃષ્ટથી 7000 વર્ષ કહેવી. બાકી બધું પૂર્વવત્. ભગવન્શું યાવત્ ચાર-પાંચ તેઉકાયિકo ? પૂર્વવતુ. વિશેષ એ કે - ઉત્પાદ, સ્થિતિ, ઉદ્વર્તના પન્નવણા. સૂત્ર મુજબ, બાકી પૂર્વવત્ કહેવું. વાયુકાયિકને એ પ્રમાણે જ જાણવા. સમુદ્યાત ચાર કહેવા. ભગવદ્ ! કદાચ યાવતુ ચાર-પાંચ વનસ્પતિકાયિક પ્રચ્છા, ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અનંતા વનસ્પતિકાયિક એકઠા થઈ સાધારણ શરીર બાંધે છે. બાંધીને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવે છે. બાકી બધું તેઉકાયિકવત્ કહેવું યાવતુ ઉદ્વર્તે છે. વિશેષ એ કે - આહાર નિયમા છ દિશાથી, સ્થિતિ જઘન્યથી અંતર્મહત્તે, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. બાકી પૂર્વવત્. સૂત્ર-૭૬૨ ભગવન્! આ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વી-અપૂતેઉ-વાયુ અને વનસ્પતિકાયિક જીવોની. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! 1. સૌથી થોડી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના, 2. અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 3. અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 4. અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાયની જઘન્યા અસંખ્યાતગણી, 5. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીની જઘન્યા અસંખ્યાતગણી. 6. અપર્યાપ્તા બાદરવાયુની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 7. અપર્યાપ્તા બાદર તેઉની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 8. અપર્યાપ્તા બાદર અપકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 9. અપર્યાપ્તા બાદર પૃથ્વીની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 10, 11. પર્યાપ્તા-અપર્યાપ્તા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયની બાદર નિગોદની જઘન્યા અવગાહના બંને તુલ્ય અને અસંખ્યાતગણી. 12. તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 13. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 14. તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 15. પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 16. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, 17. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 113
Page #114
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી વિશેષાધિક, 18 થી 20. એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયની જાણવી. 21 થી 23. એ પ્રમાણે સૂક્ષ્મ અપુકાય પણ છે. 24 થી 26. એ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, તે વિશેષાધિક છે. 27 થી 29. એ રીતે બાદર વાયુકાયિક છે, તે વિશેષાધિક છે. 30 થી 32. એ રીતે બાદ તેઉકાયિક વિશેષાધિક છે. 33 થી 35. એ રીતે બાદર અપ્રકાયિકની વિશેષાધિક. 36 થી 38. એ રીતે બાદર પૃથ્વીકાયિકની વિશેષાધિક છે. બધી ત્રણ આલાવા વડે કહેવી. 39. પર્યાપ્તા બાદરનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, 40. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક છે. 41. તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક. 42. પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી. 43. તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી. 4. તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી છે. સૂત્ર-૭૬૩ ભગવનું ! આ પૃથ્વી-અ-તેઉ-વાયુ-વનસ્પતિકાયિકમાં ક્યા જીવો સૌથી સૂક્ષ્મ અને ક્યા જીવો સર્વેથી સૂક્ષ્મતર છે? ગૌતમ ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ, વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મતર છે. ભગવદ્ ! આ પૃથ્વી-અ-તેઉ-વાયુ કાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે ? ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. ભગવદ્ ! આ પૃથ્વી-અપૂતેઉકાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ ! તેઉકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. ભગવદ્ ! આ પૃથ્વીકાયિક, અપ્રકાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. ગૌતમ ! અપકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. ભગવન્! આ પૃથ્વી-અ-તેઉ-વાયુ-વનસ્પતિકાયિકમાં ક્યા જીવનિકાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ ! વનસ્પતિકાય સૌથી બાદર અને બાદરતર છે. ભગવન પૃથ્વી-અપુ-તેઉ-વાયુકાયિકમાં કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે ? ગૌતમ ! પૃથ્વીકાય સૌથી બાદર અને સૌથી બાદરતર છે. ભગવનું ! આ અપૂકાય-તેઉકાય-વાયુકાયની કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ ! અપકાય સૌથી બાદર, સૌથી બાદરતર છે. ભગવદ્ ! આ તેઉકાય અને વાયુકાયમાં કઇ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે ? ગૌતમ ! તેઉકાય સૌથી બાદર, સૌથી બાદરતર છે. ભગવનું ! પૃથ્વી શરીર કેટલું મોટું છે ? ગૌતમ ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકના જેટલા શરીરો છે. તેટલા સૂક્ષ્મ વાયુકાયના શરીર થાય છે, અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકના જેટલા શરીરો છે, તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર થાય છે. અસંખ્યાત સૂક્ષ્મ તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક સૂક્ષ્મ અપકાયનું શરીર છે. અસંખ્યાત સૂક્ષ્મ અપકાયના જેટલા શરીર છે, તેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર છે. અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર વાયુકાયનું શરીર છે. અસંખ્યાત બાદર વાયુકાયિકના જેટલા શરીર છે, તેટલું એક બાદર તેઉકાયનું શરીર છે, અસંખ્યાત બાદર તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર અપકાયનું શરીર છે, અસંખ્યાત બાદર અપકાયના જેટલા શરીર છે. તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર છે. ગૌતમ ! પૃથ્વીકાયનું શરીર આટલું મોટું કહ્યું છે. સૂત્ર-૭૬૪ ભગવન્! પૃથ્વીકાયિકની શરીરવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 114
Page #115
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાન, યુગવાન, યુવાન, રોગરહિત યાવત્ નિપુણ-શિલ્પકર્મવાળી હોય, વિશેષ - અહીં ચર્મેષ્ઠ, હૃધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુદઢ બનેલ શરીરવાળી, ઇત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવત્ યાવત્ નિપુણ શીલ્પકર્મવાળી, વજમય તિક્ષ્ણશિલા પર, વજમય તિક્ષ્ણલોહથી લાખના ગોળાની સમાન, પૃથ્વીકાયનો મોટો પિંડ લઈ વારંવાર એકઠો કરતી, સંક્ષેપતી- હું હમણા પીસી નાંખીશ, એમ વિચારતી ૨૧વાર પીસે તો હે ગૌતમ ! કેટલાક પૃથ્વીકાયિક સ્પર્શ પામે અને કેટલાક પૃથ્વીકાય સ્પર્શ ન પામે. કેટલાક સંઘટ્ટન પામે અને કેટલાક સંઘટ્ટન ન પામે, કેટલાક પીડા પામે અને કેટલાક પીડા ન પામે, કેટલાક ઉદ્વર્તે અને કેટલાક ન ઉદ્વર્તે. કેટલાક પીસાય અને કેટલાક ન પીસાય. હે ગૌતમ ! પૃથ્વીકાયિકની આટલી મોટી શરીરાવગાહના છે. ભગવન્! પૃથ્વીકાયિક આક્રાંત થતા કેવી વેદના અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ તરુણ, બળવાન યાવત્ નિપુણ શિલ્પકમ એક પુરુષ હોય, તે કોઈ જીર્ણ, જરાજર્જરીત દેહવાળા યાવત્ દુર્બળ પુરુષના મસ્તકે મુઠ્ઠી વડે પ્રહાર કરે, તો તે પુરુષના મુઠ્ઠી પ્રહારથી તે વૃદ્ધ કેવી પીડા અનુભવે છે? હે આયુષ્યમાન્ શ્રમણ! તે અનિષ્ટ પીડા અનુભવે. તેમ છે ગૌતમ ! તે પુરુષની વેદના કરતા, પૃથ્વીકાયિક જીવ આક્રાંત થાય ત્યારે આથી પણ અધિકતર અનિષ્ઠ, અકાંત યાવત્ અમણામ વેદનાને અનુભવતા વિચરે છે. ભગવન્! અપકાય, સંઘટ્ટન પામતા કેવી વેદના અનુભવે ? ગૌતમ ! જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું તેમ જાણવુ. એ રીતે તેઉકાય અને વાયુકાયમાં પણ જાણવું, એ રીતે વનસ્પતિકાયિક પણ જાણવુ. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૪ મહાશ્રવ’ સૂત્ર-૭૬૫ ૧.ભગવન્! નૈરયિક જીવ મહાસંવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી 2. ભગવદ્ ! નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? હા, છે. 3. ભગવન્! નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. 4. નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. 5. ભગવદ્ ! નૈરયિકો મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. 6. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 7. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 8. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 9. ભગવદ્ ! નૈરયિક અલ્પા-શ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 10. ભગવદ્ ! નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તેમ નથી. 11. નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 12. નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 13. નૈરયિક અલ્પાશ્રય, અલ્પક્રિયા મહાવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી. 14. નૈરયિક અલ્પાશ્રય, અલ્પક્રિયા મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. 15. નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી. 16. નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે 16 ભંગની પૃચ્છા છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 115
Page #116
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અસુરકુમાર મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી, એ પ્રમાણે ચોથો ભંગ કહેવો, બાકીના ૧૫-ભંગનો નિષેધ કરવો. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? હા, કદાચ હોય, એ પ્રમાણે યાવત્ ભગવદ્ ! પૃથ્વીકાયિક શું અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે ? હા, છે. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમાર માફક કહેવા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૫ ચરમ સૂત્ર-૭૬૬ ભગવદ્ ! શું નૈરયિક ચરમ(અલ્પ આયુવાળા) પણ છે અને પરમ(અધિક આયુવાળા) પણ છે? હા, છે. ભગવન્! શું ચરમ નૈરયિકો કરતા પરમ ભૈરયિક મહાકર્મવાળા મહાક્રિયાવાળા. મહાશ્રયવાળા અને મહાવેદના વાળા છે. તથા પરમ ભૈરયિક કરતા ચરમ નૈરયિક અલ્પકર્મ વાળા યાવત્ અલ્પવેદના વાળા છે? હા, ગૌતમ ! ચરમ કરતા પરમ નૈરયિક યાવત્ મહાવેદનાવાળા છે. ઇત્યાદિ. ભગવન્! એમ કેમ કહ્યું કે યાવત્ અલ્પવેદનાવાળા છે? હે ગૌતમ ! સ્થિતિને આશ્રીને ગૌતમ! આમ કહ્યું છે ભગવન્! અસુરકુમારો ચરમ પણ છે અને પરમ પણ છે ? પૂર્વવત્. વિશેષ એ કે - વિપરીત કહેવું, પરમ અલ્પકર્મી છે, ચરમ મહાકર્મી છે. બાકી પૂર્વવત્. સ્વનિતકુમાર સુધી આમ જ જાણવુ. પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી, નૈરયિકવત્ જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૭૬૭ ભગવદ્ ! વેદના કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે પ્રકારે - નિદા(વ્યક્ત રીતે) અને અનિદા (અવ્યક્ત રીતે). ભગવદ્ ! નૈરયિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના ? પન્નવણા સૂત્ર, પદ-૩૫ મુજબ કહેવું વૈમાનિક સુધી આ પ્રમાણે જાણવું. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૬ ‘દ્વીપ’ સૂત્ર-૭૬૮ ભગવન્! દ્વીપ-સમુદ્રો ક્યાં છે? ભગવદ્ ! દ્વીપસમુદ્રો કેટલા છે? કયા આકારે છે ? જેમ જીવાભિગમમાં દ્વીપ-સમદ્ર ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિષ્કમંડલ ઉદ્દેશો વર્જીને કહેવો. યાવત્ પરિણામ, જીવનો ઉત્પાદ યાવત્ અનંતવાર સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૭ ' ભવન સૂત્ર-૭૬૯ ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાસ છે ? ગૌતમ ! અસુરકુમારોના 65 લાખ ભવનો છે. ભગવન ! તે શેના બનેલા છે ? ગૌતમ ! બધા રત્નમય, સ્વચ્છ, શ્લેષ્ણ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે, ચ્યવે છે, ઉત્પન્ન થાય છે. તે ભવનો દ્રવ્યથી શાશ્વત છે. વર્ણ પર્યાયો યાવત્ સ્પર્શ પર્યાયો વડે અશાશ્વત છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 116
Page #117
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! વ્યંતરોના ભૂમિગત નગરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! વ્યંતરોના ભૂમિગત નગરો અસંખ્યાતા લાખ છે. ભગવન્! તે શેના બનેલા છે? બધું પૂર્વવત્ કહેવું. ભગવન્! જ્યોતિષ્કોના વિમાનાવાસ કેટલા લાખ છે? પ્રશ્ન. ગૌતમ ! તે અસંખ્યાત લાખ છે. ભગવન્! તે શેના બનેલા છે ? ગૌતમ ! સર્વે સ્ફટિકમય છે. બાકી બધું પૂર્વવત્ કહેવું. ભગવન્! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ગૌતમ ! બત્રીસ લાખ. ભગવદ્ ! તે શેના બનેલા. છે? ગૌતમ ! સર્વે રત્નમય, સ્વચ્છ છે. બાકી પૂર્વવતુ. આ પ્રમાણે અનુત્તર વિમાન સુધી કહેવું. વિશેષ એ કે - જેના જેટલા વિમાન કે ભવન હોય તે કહેવા. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૮ નિવૃત્તિ સૂત્ર-૭૭૦ થી 773 70. જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - એકેન્દ્રિય જીવ નિવૃત્તિ યાવત્ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવનું એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવન્પૃથ્વીકાયિક એકેન્દ્રિયજીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયજીવ નિવૃત્તિ અને બાદર પૃથ્વીકાય એકેન્દ્રિયજીવ નિવૃત્તિ આ પ્રમાણે આ આલાવા મુજબ ભેદો, જેમ શતક-૮માં બૃહદ્ બંધાધિકારમાં કહેલ તૈજસ શરીરના ભેદો સમાન જાણવું. યાવત્. ભગવદ્ ! સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયજીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ- પર્યાપ્તક અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક યાવતુ દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ, ભગવદ્ કર્મનિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે. તે આ - જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. આ પ્રકારે વૈમાનિક પર્યન્ત જાણવું. ભગવદ્ ! શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - ઔદારિક શરીર નિવૃત્તિ યાવત્ કાર્પણ શરીર નિવૃત્તિ. ભગવન ! નૈરયિકોની શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! એ જ પ્રમાણે છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિક જાણવુ. વિશેષ એ કે - જેને જેટલા શરીર હોય તે કહેવા. ભગવન્! સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - શ્રોત્રેન્દ્રિય નિવૃત્તિ યાવતુ સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે નૈરયિક સુધી કહેવું. યાવત્ સ્વનિતકુમાર કહેવા. ભગવન્પૃથ્વીકાયિક જીવોને ઇન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઇન્દ્રિયો છે તે વૈમાનિક પર્યન્ત કહેવી. ભગવનું ! ભાષા નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યાભાષાનિવૃત્તિ, મૃષાભાષાનિવૃત્તિ, સત્યામૃષાભાષાનિવૃત્તિ, અસત્યા-અમૃષાભાષાનિવૃત્તિ. આ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને જેને જે ભાષા હોય તે વૈમાનિક પર્યન્ત કહેવી. ભગવદ્ ! મનનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યમનનિવૃત્તિ યાવત્ અસત્યા-અમૃષા મનોનિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! કષાય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે. તે આ - ક્રોધકષાય નિવૃત્તિ યાવત્ લોભકષાય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 117
Page #118
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્! વર્ણ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - કાળો વર્ણ નિવૃત્તિ યાવત્ સફેદ વર્ણ નિવૃત્તિ. એ પ્રમાણે બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. એ પ્રમાણે ગંધ નિવૃત્તિ બે ભેદે છે. તે વૈમાનિક સુધી જાણવુ. રસનિવૃત્તિ પાંચ ભેદે છે. યાવત્ વૈમાનિક સ્પર્શ નિવૃત્તિ આઠ ભેદે છે, આ વર્ણન વૈમાનિક સુધી જાણવું. ભગવન્! સંસ્થાન નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! છ ભેદે છે. તે આ -સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ યાવત્. હુંડક સંસ્થાન નિવૃત્તિ. નૈરયિક વિશે પ્રશ્ન ? ગૌતમ ! એક હૂંડક સંસ્થાન નિવૃત્તિ. અસુરકુમારનો પ્રશ્ન ? ગૌતમ ! એક સમચતુરઢ સંસ્થાન નિવૃત્તિ એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક વિશે પ્રચ્છા. ગૌતમ ! એક મસૂરચંદ્ર સંસ્થાન નિવૃત્તિ. એ રીતે જેને જે સંસ્થાન હોય તેને તે વૈમાનિક પર્યન્ત કહેવું. સંજ્ઞા નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ - આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞા નિવૃત્તિ, એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! લેશ્યા નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે. તે આ -કૃષ્ણલેશ્યા નિવૃત્તિ યાવત્ શુક્લલેશ્યા નિવૃત્તિ. એ રીતે વૈમાનિક પર્યન્ત કહેવું. જેને જેટલી વેશ્યાઓ હોય, તેને તેટલી કહેવી. ભગવન્! દૃષ્ટિ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - સમ્યગ્દષ્ટિ નિવૃત્તિ, મિથ્યાદૃષ્ટિ નિવૃત્તિ, સમ્યમિથ્યા દષ્ટિ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે દૃષ્ટિ હોય તે કહેવી. ભગવદ્ ! જ્ઞાન નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - આભિનિબોધિક જ્ઞાન નિવૃત્તિ યાવત્ કેવલજ્ઞાન નિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જેને જેટલા જ્ઞાન હોય તે કહેવા. ભગવન્! અજ્ઞાન નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - મતિઅજ્ઞાન નિવૃત્તિ, શ્રુતઅજ્ઞાના નિવૃત્તિ, વિર્ભાગજ્ઞાન-નિવૃત્તિ. એ રીતે જેને જેટલા અજ્ઞાન હોય, તે વૈમાનિક સુધી કહેવા. ભગવન્! યોગનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે છે. તે આ - મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ, કાયયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે પ્રકારે યોગ હોય તે કહેવો. ભગવન! ઉપયોગ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે, તે આ - સાકારોપયોગ નિવૃત્તિ, અનાકારોપયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વાચનાંતરમાં અહીં સંગ્રહગાથા છે. 771. જીવોની નિવૃત્તિ, કર્મપ્રકૃતિ, શરીરનિવૃત્તિ, સર્વેન્દ્રિયનિવૃત્તિ, ભાષાનિવૃત્તિ, મનોનિવૃત્તિ, કષાયનિવૃત્તિ 772. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ આ બધાની નિવૃત્તિ.. 773. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૯ કરણ સૂત્ર-૭૭૪ થી 776 74. ભગવદ્ ! કરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ રીતે - દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ, ભાવકરણ. ભગવન્નૈરયિકોને કેટલા ભેદે કરણ છે ? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ - દ્રવ્યકરણ યાવત્ ભાવકરણ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! શરીરકરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - ઔદારિક શરીરકરણ યાવત્ કાર્પણ શરીરકરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી, જેને જેટલા શરીર હોય તેટલા કરણ કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 118
Page #119
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ઇન્દ્રિયકરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોત્રેન્દ્રિયકરણ યાવત્ સ્પર્શનેન્દ્રિય કરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જેને જેટલી ઇન્દ્રિયો હોય તેમ કહેવું. એ પ્રમાણે આ ક્રમથી ભાષાકરણ ચાર ભેદે. મનઃકરણ ચાર ભેદે, કષાયકરણ ચાર ભેદે, સમુદ્ઘાતકરણ સાત ભેદે, સંજ્ઞાકરણ ચાર ભેદે, લેશ્યાકરણ છ ભેદે, દૃષ્ટિકરણ ત્રણ ભેદ, વેદકરણ ત્રણ ભેદ - સ્ત્રીવેદકરણ, પુરુષવેદકરણ, નપુંસકવેદકરણ. આ સર્વે નૈરયિકાદિ દંડકો વૈમાનિક પર્યન્ત કહેવા. જેને જે હોય, તેને તે બધા કહેવા. ભગવન્! પ્રાણાતિપાત કરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - એકેન્દ્રિય પ્રાણાતિપાત કરણ યાવત્ પંચેન્દ્રિય પ્રાણાતિપાત કરણ. એ પ્રમાણે સંપૂર્ણ, વૈમાનિક સુધીમાં કહેવું. ભગવન્! પુદ્ગલકરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ છે. તે આ - વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શકરણ, સંસ્થાનકરણ. ભગવદ્ ! વર્ગકરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ -કાળો વર્ણકરણ યાવત્ સફેદ વર્ણકરણ. એ પ્રમાણે ભેદો - ગંધકરણ બે ભેદે, રસકરણ પાંચ ભેદે, સ્પર્શકરણ આઠ ભેદે કહેલ છે. ભગવન ! સંસ્થાનકરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પરિમંડલ સંસ્થાનકરણ યાવતુ આયાત સંસ્થાનકરણ. ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. યાવત્ વિચરે છે. 775,. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, શરીરકરણ, ઇન્દ્રિયકરણ, ભાષા, મન, કષાય અને સમુદ્ગાત. સંજ્ઞા, 776 લેશ્યા, દષ્ટિ, વેદ, પ્રાણાતિપાત, પુલ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આટલા વિષયો અહીં છે. શતક-૧૯, ઉદ્દેશા-ત્નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૧૦ વ્યંતર સૂત્ર-૭૭૭, 778 777. ભગવન્! વ્યંતરો બધા સમાન આહારવાળા છે ? એ પ્રમાણે જેમ શતક-૧૬માં દ્વીપકુમાર ઉદ્દેશો. યાવત્ અલ્પઋદ્ધિક કહેવો. 778. ભગવન્! તે એમ જ છે, એમ જ છે શતક-૧૯, ઉદ્દેશા-૧૦ નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 119
Page #120
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦ સૂત્ર-૭૭૯ એક ગાથા દ્વારા આ 20 માં શતકમાં રહેલા 10 ઉદ્દેશાનાં નામો જણાવે છે- બેઇન્દ્રિય, આકાશ, પ્રાણવધ, ઉપચય, પરમાણુ, અંતર, બંધ, ભૂમિ, ચારણ, સોપક્રમજીવ. શતક-૨૦, ઉદ્દેશો-૧ “બેઇન્દ્રિય’ સૂત્ર-૭૮૦ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું- ભગવન્! કદાચ યાવત્ ચાર, પાંચ બેઇન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે ? સાધારણ શરીર બાંધીને પછી આહાર કરે છે ? કે આહાર પરિસમાવે છે, પછી શરીરને બાંધે છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કેમ કે બેઇન્દ્રિય પૃથ-પૃથક્ આહારી, પૃથ-પૃથક્ પરિણમન કરનાર, પ્રથકુ શરીર બાંધે છે, પછી આહાર કરે છે, પછી તેને પરિણમાવે છે. પછી શરીરને પુષ્ટ કરે છે. ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે? ગૌતમ ! ત્રણ. તે આ -કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. એ પ્રમાણે જેમ શતક-૧૯માં તેઉકાયના વિષયમાં કહ્યું તેમ અહી યાવત્ ઉદ્વર્તે છે, સુધી કહેવું. વિશેષ એ કે - બેઇન્દ્રિય જીવો સમ્યગુદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે. પણ સમ્યગુ મિથ્યાદષ્ટિ નથી હોતા. બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા છે. મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. આહાર, નિયમા છ દિશાથી લે. ભગવદ્ ! તે જીવોને શું એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે કે - અમે ઇષ્ટાનિષ્ટ રસ અને સ્પર્શી અનુભવીએ છીએ ? તે અર્થ સમર્થ નથી, પણ તેઓ અનુભવ કરે જ છે. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર વર્ષ છે. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં પણ જાણવું. માત્ર ઇન્દ્રિય, સ્થિતિમાં ભેદ છે. સ્થિતિ પન્નવણા સૂત્રના પદ-૪ મુજબ જાણવી. ભગવન્! કદાચિત યાવત્ ચાર-પાંચ પંચેન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે ? પૂર્વવતું. બેઇન્દ્રિય જીવો સમાન જાણવુ. વિશેષ એ કે - કેશ્યા-૬, દષ્ટિ-૩, ચાર જ્ઞાન-ત્રણ અજ્ઞાન ભજનાથી, યોગ ત્રણ છે. ભગવન્! તે પંચેન્દ્રિય જીવોને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે યાવત્ વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ ?" ગૌતમ ! કેટલાકને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે મન કે વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ” કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતું નથી કે - “અમે આહાર કરીએ છીએ.” જો કે તેઓ આહાર તો કરે જ છે. ભગવન્! તે પંચેન્દ્રિય જીવોને એવી સંજ્ઞા યાવત્ વચન હોય કે - “અમે ઈષ્ટાનિષ્ટ એવા -શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અનુભવીએ છીએ? ગૌતમ ! કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોય છે કે - અમે ઇષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ. કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતા નથી કે અમે ઇષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ, પણ અનુભવે છે. ભગવદ્ ! તે પંચેન્દ્રિયો જીવો શું પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોય છે? ગૌતમ ! કેટલાક પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોય છે. કેટલાક પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોતા નથી. જે જીવો પ્રત્યે, તે જીવો આવો વ્યવહાર કરે છે, તે જીવોમાં કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોય છે અને કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોતા નથી. કે અમે માર્યા જઇશું કે આ અમને મારી નાંખશે.. આ જીવોનો ઉત્પાદ યાવત્ સર્વાર્થસિદ્ધ છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, કેવલી સિવાયના છ સમુધ્ધાતો, ઉદ્વર્તના-તે બધા યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી જઈ શકે છે. બાકી બેઇન્દ્રિયવત્ બધુ જાણવું. ભગવનઆ બેઇન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય છે, ચતુરિન્દ્રિય તેથી વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય છે, ચતુરિન્દ્રિય તેથી મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 120
Page #121
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિશેષાધિક છે, તેઇન્દ્રિય વિશેષાધિક, બેઇન્દ્રિય વિશેષાધિક છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૨ આકાશ સૂત્ર-૭૮૧ ભગવન્! આકાશ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - લોકાકાશ અને અલોકાકાશ. ભગવન્! લોકાકાશ જીવરૂપ છે કે જીવદેશરૂપ છે ? એ પ્રમાણે જેમ શતક-૨-ના અસ્તિ ઉદ્દેશમાં છે, તેમ અહીં પણ કહેવુ. વિશેષ એ કે- આલાવામાં યાવત્ ભગવદ્ ! ધર્માસ્તિકાય કેટલો મોટો છે? ગૌતમ ! લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહીને રહે છે. એ પ્રમાણે યાવત્ પુદ્ગલાસ્તિકાય સુધી કહેવું જોઈએ. ભગવન્! અધોલોક, ધર્માસ્તિકાયને કેટલો અવગાહે છે? ગૌતમ ! સાતિરેક અડધો. એ રીતે આ આલાવાથી બીજા શતક મુજબ કહેવું યાવત્ ભગવદ્ ! ઈષત્ પ્રામ્ભારા પૃથ્વી લોકાકાશના શું સંખ્યાતમાં ભાગને અવગાહે છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત ભાગને નહીં, પણ અસંખ્યાત ભાગને અવગાહે છે. તે લોકના સંખ્યાત કે અસંખ્યાત ભાગોને અવગાહિત કર્યા નથી, સમગ્ર લોકને પણ અવગાહિત કરેલ નથી. બાકી વર્ણન શતક-૨ મુજબ. સૂત્ર-૭૮૨ ભગવન્ધર્માસ્તિકાયના કેટલા અભિવચનો-અર્થો છે ? ગૌતમ ! અનેક. તે આ - ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ યાવત્ ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચનકાયગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે, તે બધા ધર્માસ્તિકાયના અભિવચનો-અર્થો છે. ભગવન્અધર્માસ્તિકાયના કેટલા અભિવચનો છે ? ગૌતમ ! અનેક. તે આ - અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, ઇર્યાઅસમિતિ યાવત્ ઉચ્ચાર પ્રસવણ અસમિતિ. મન-વચન-કાય અગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે તે સર્વે અભિવચનો કહેવા. આકાશાસ્તિકાયનો પ્રશ્ન ગૌતમ! અનેક અભિવચનો છે. તે આ- આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્ક, વ્યર્દ, આધાર, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, સ્ફટિક, અગમ, અનંત કે આવા કે આવા પ્રકારના છે તે બધા આકાશાસ્તિકાયના અભિવચનો છે ભગવન્જીવાસ્તિકાયના અભિવચનો કેટલા છે ? ગૌતમ ! અનેક. તે આ - જીવ, જીવાસ્તિકાય, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ, હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા અથવા આ કે આવા પ્રકારના બધા તેના પર્યાયો છે. ભગવદ્ ! પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! અનેક અભિવચનો છે. તે આ - પુદ્ગલ, પુલાસ્તિકાય, પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્ અસંખ્યપ્રદેશિક કે અનંત પ્રદેશિક અથવા જે આ આવા પ્રકારના, તે સર્વે પુદ્ગલાસ્તિકાયના અભિવચનો છે. ભગવદ્ ! તેમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૩ પ્રાણવધ’ સૂત્ર-૭૮૩ ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાત વિરમણ યાવત મિથ્યાદર્શનશલ્ય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 121
Page #122
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિવેક ઔત્પાતિકી યાવત્ પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ યાવત્ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ, નૈરયિકત્વ, અસુરકુમારત્વ યાવત્ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, સમ્યદૃષ્ટિ આદિ ત્રણ, ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાન યાવત્ વિભૃગજ્ઞાન, આહારસંજ્ઞા આદિ ચાર, ઔદારિકાદિ પાંચ શરીર, મન આદિ ત્રણ યોગ, સાકારોપયોગ - અનાકારોપયોગ, જે આ કે આવા, તે બધા આત્મા સિવાય બીજ પરિણમન કરતા નથી. હા, ગૌતમ! યાવત્ - x-તે પરિણમતા નથી. સૂત્ર-૭૮૪ ભગવન્! જીવ, ગર્ભમાં ઉત્પન્ન થતા કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પરિણામો હોય ? ગૌતમ ! એ પ્રમાણે શતક-૧૨-ના ઉદ્દેશક-૫-મુજબ જાણવું યાવતુ કર્મથી જગત છે, અકર્મથી વિવિધ ભાવમાં પરિણમતા નથી. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૪ ઉપચય સૂત્ર-૭૮૫ ભગવદ્ ! ઇન્દ્રિયોપચય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - શ્રોત્રેન્દ્રિયોપચય એમ બીજો ઇન્દ્રિયોદ્દેશક સંપૂર્ણ કહેવો જેમ પન્નવણાસ્ત્રના પદ-૧૫ માં છે. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૫ 'પરમાણુ સૂત્ર-૭૮૬ ભગવનું ! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળો છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ. બે સ્પર્શ છે. તે આ પ્રમાણે - જો એક વર્ણવાળો હોય તો - કદાચિત - કાળો, લીલો, લાલ, પીળો કે સફેદ હોય. જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગન્ધી હોય, જો એક રસવાળો હોય તો કદાચ તિક્ત, કર્ક, કષાય, અમ્લ કે મધુર હોય, જો બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ કે શીત અને રૂક્ષ કે ઉષ્ણ અને સ્નિગ્ધ કે કદાચ ઉષ્ણ અને રૂક્ષ હોય. ભગવન્દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે? એ પ્રમાણે જેમ શતક-૧૮, ઉદ્દેશો-૬માં છે, તેમ યાવત્. કદાચ ચાર સ્પર્શવાળો છે. જો એકવર્તી હોય તો કદાચ કાળો યાવત્ કદાચ સફેદ હોય, જો બે વર્મી હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને પીળો, કદાચ કાળો અને સફેદ, કદાચ લીલો અને લાલ, કદાચ લીલો-પીળો, કદાચ લીલો અને સફેદ, કદાચ લાલ અને પીળો, કદાચ લાલ અને સફેદ, કદાચ પીળો અને સફેદ. એ રીતે અહીં ક્રિકસંયોગમાં દશ ભંગો છે. જો એકગંધી હોય તો કદાચ સુરભિગંધ, કદાચ દુરભિગંધ હોય. જો બે ગંધવાળો હોય તો કદાચ સુરભિ અને દુરભિગંધ વાળો હોય. વર્ણની માફક રસના ભંગો કહેવા. જો સ્પર્શ બે હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, એમ જે રીતે પરમાણુ પુદ્ગલમાં કહ્યું તેમ કહેવું. જો ત્રણ સ્પર્શવાળો હોય તો - 1. સર્વ શીત, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ. 2. સર્વે ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ. 3. સર્વે સ્નિગ્ધ, દેશથી શીત, દેશથી ઉષ્ણ. 4. સર્વે રૂક્ષ, દેશથી શીત, દેશથી ઉષ્ણ હોય. જો ચાર સ્પર્શવાળો હોય તો દેશથી શીત, દેશથી ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ, આ રીતે 4 + 4 + 1. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 122
Page #123
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નવ ભંગો સ્પર્શમાં થાય છે. ભગવદ્ ! ત્રિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળો છે ? જેમ શતક-૧૮ના, ઉદ્દેશા-૬માં યાવત્ “ચાર સ્પર્શવાળા છે" સુધી કહેવું. જો એક વર્ણવાળો હોય તો કદાચ કાળો યાવત્ સફેદ હોય.. જો બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લીલા, કદાચ કાળા અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને બે લાલ, કદાચ કાળા અને લાલ. એ પ્રમાણે પીળા સાથે ત્રણ ભંગ, એ પ્રમાણે સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ લીલો અને લાલ અહીં પણ ત્રણ ભંગ. એ રીતે પીળા સાથે ત્રણ ભંગ, સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ લાલ અને પીળો અહીં ત્રણ ભંગ, એ રીતે સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ પીળો અને સફેદ અહીં ત્રણ ભંગ. આ પ્રમાણે તે બંધા-દશ દ્રિકસંયોગી ભંગ મળી 30 ભંગ થાય. જો ત્રણ વર્ણવાળો હોય તો - કદાચ કાળો, લીલો અને લાલ. કદાચ કાળો, લીલો અને પીળો. કદાચ કાળો, લીલો અને સફેદ. કદાચ કાળો, લાલ અને પીળો, કદાચ કાળો, લાલ અને સફેદ. કદાચ કાળો, પીળો અને સફેદ. કદાચ લીલો, લાલ અને પીળો. કદાચ લીલો, લાલ અને સફેદ. કદાચ લીલો, પીળો અને સફેદ. કદાચ લાલ, પીળો અને સફેદ. આ દશ ત્રિક સંયોગ છે. જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગધી હોય. જો બે ગંધવાળો હોય તો સુગંધી અને દુર્ગધીના ત્રણ ભંગ થાય. વર્ણના ભંગની માફક રસના પણ 45. ભંગ કહેવા. જો બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, દ્ધિપ્રદેશિક સ્કંધની માફક એ પ્રમાણે ચાર ભંગ કહેવા. જો ત્રણ સ્પર્શવાળો હોય તો સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - સર્વે શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો - સર્વે શીત, દેશો સ્નિગ્ધો, દેશ રુક્ષ. - સર્વે ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. અહીં પણ ત્રણ ભંગો. સર્વે સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉષ્ણ - અહીં ત્રણ ભંગ. સર્વે ઋક્ષ, દેશ શીત, દેશ ઉષ્ણ-ત્રણ ભંગ. જો ચાર સ્પર્શ હોય તો - દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. દેશો ગીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. આ રીતે ત્રિપ્રદેશિક સ્પર્શના 4 + 12 + 9. ૨૫-ભંગ થાય છે. ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કંધ હોય તો કેટલા વર્ણાદિવાળો છે ? જેમ શતક-૧૮માં કહ્યું તેમ યાવત્ કદાચ ચાર સ્પર્શવાળો હોય, ત્યાં સુધી કહેવું. જો એક વર્ણવાળો હોય તો કદાચ કાળો યાવત્ સફેદ હોય. જો બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો હોય. કદાચ કાળો અને લીલા હોય. કદાચ કાળા અને લીલો હોય. કદાચ કાળા અને લીલા હોય. કદાચ કાળો અને લાલ હોય. અહીં ચાર ભંગ. કદાચ કાળો અને પીળો હોય. ચાર ભંગ 12 - કદાચ કાળો અને સફેદ હોય - ચાર ભંગ 16 - કદાચ લીલો અને લાલ હોય - ચાર ભંગ 20 - કદાચ લીલો અને પીળો હોય - ચાર ભંગ 24. - કદાચ લીલો અને સફેદ હોય - ચાર ભંગ 28. - કદાચ લાલ અને પીળો હોય - ચાર ભંગ 32. - કદાચ લાલ અને સફેદ હોય - ચાર ભંગ૩૬. - કદાચ પીળા અને સફેદ હોય - ચાર ભંગ 40. આ રીતે દશ બ્રિકસંયોગ ભંગના 40 ભંગ છે. જો ત્રણ વર્ણવાળો હોય તો –૧.કદાચ કાળો, લીલો અને લાલ. ૨.કદાચ કાળો, લીલો અને અનેક અંશ લાલ. ૩.કદાચ કાળો, લીલા અને લાલ. ૪.કદાચ કાળા, લીલો અને લાલ. એ પ્રમાણે ચાર ભંગ. એ રીતે કાળો, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 123
Page #124
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' લીલો અને પીળો - ચાર ભંગ. *કાળો, લીલો અને સફેદ - ચાર ભંગ. "કાળો, લાલ અને પીળો - ચાર ભંગ. "કાળો, લાલ અને સફેદ - ચાર ભંગ. "કાળો, પીળા અને સફેદ- ચાર ભંગ.લીલો, લાલ અને પીળા - ચાર ભંગ. લીલો, લાલ અને સફેદ - ચાર ભંગ. *લીલો, પીળો અને સફેદ - ચાર ભંગ. ૧°લાલ, પીળો અને સફેદ - ચાર ભંગ. એ રીતે આ દશ ત્રિકસંયોગમાં એકેક સંયોગમાં ચાર-ચાર ભંગ, બધા મળીને 40 ભંગ. જો ચાર વર્ણવાળો હોય તો 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો. 2. કદાચ કાળો, લીલો, લાલ, સફેદ. 3. કદાચ કાળો, લીલો, પીળો, સફેદ. 4. કદાચ કાળો, લાલ, પીળો, સફેદ. 5. કદાચ લીલો, લાલ, પીળો, સફેદ. એ રીતે આ ચતુષ્ક સંયોગમાં પાંચ ભંગ. બધા મળીને 5 + 40 + 40 + 5. 90 ભંગો. જો એક ગંધવાળો હોય તો - કદાચ સુરભિગંધ કે દુરભિગંધ. જો બે ગંધવાળો હોય તો - કદાચ સુરભિગંધ અને દુરભિગંધ. રસસંબંધી 90 ભંગ, વર્ણસંબંધી 90 ભંગ માફક જાણવા. *જો બે સ્પર્શ હોય તો પરમાણુ પુદ્ગલ સમાન ચાર ભંગ કહેવા. જો ત્રણ સ્પર્શ હોય તો 1. સર્વશીત, દેશસ્નિગ્ધ, દેશરૂક્ષ. 2. સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. 3. સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. 4. સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. *સર્વ ઉષ્ણ દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-ચાર ભંગ. *સર્વ સ્નિગ્ધ, દેશ, શીત, દેશ ઉષ્ણ-ચાર ભંગ. *સર્વ રૂક્ષ, દેશ શીત, દેશ ઉષ્ણ-ચાર ભંગ. એ પ્રમાણે ત્રિસ્પર્શવાળા 16 ભંગો. જો ચાર સ્પર્શ હોય તો - 1. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. 2. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ. સ્નિગ્ધ, દેશો રૂક્ષો. 3. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. 4. દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશો. રૂક્ષો. 5. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. 6. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. 7. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. 8. દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. *9 થી 16. દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ એ પ્રમાણે ચાર સ્પર્શવાળા 16 ભંગ કહેવા. યાવતુ *દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. - આ પ્રમાણે સ્પર્શસંબંધી 4 + 16 + 16. 36 ભેગો થયા. ભગવન્! પાંચ પ્રદેશી ઢંધ કેટલા વર્ણાદિવાળા છે ? જેમ શતક-૧૮માં યાવત્ “કદાચ ચાર સ્પર્શવાળો હોય, ત્યાં સુધી કહેવું. જો એક વર્ણવાળો હોય અથવા બે વર્ણવાળો હોય, તો ચતુઃખદેશી ઢંધ માફક કહેવું. જો ત્રણ વર્ણવાળો હોય તો - 1. કદાચ કાળો, લીલો, લાલ. 2. કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ. 3. કદાચ કાળો, લીલા, લાલ. 4. કદાચ કાળો, લીલા, અનેક અંશ લાલ. 5. કદાચ કાળા, લીલો, લાલ. 6. કદાચ કાળા, લીલો, અનેક અંશ લાલ. 7. કદાચ કાળા, લીલા, લાલ. *8 થી 14. કદાચ કાળો, લીલો, પીળો - સાત ભંગ. *15 થી 21. કાળો, લીલો, સફેદ.*૨૨ થી 28. કાળો, લાલ, પીળો. *29 થી 35. કાળો, લાલ, સફેદ. *36 થી 42. કાળો, પીળો, સફેદ. *43 થી 49. લીલો, લાલ, પીળો. *પ૦ થી પ૬. લીલો, લાલ, સફેદ. *પ૭ થી 63. લીલો, પીળો, સફેદ. *64 થી 70. લાલ, પીળો, સફેદ. એ રીતે ત્રિકસંયોગમાં 70 ભંગ થાય. જો ચાર વર્ણવાળો હોય તો - 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો. 2. કદાચ કાળો, લીલો, લાલ, પીળા. 3. કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ, પીળો. 4. કદાચ કાળો, લીલા, લાલ, પીળો. 5. કદાચ કાળા, લીલો, લાલ, છે. એ પાંચ ભંગ. *કદાચ કાળો, લીલો, લાલ, સફેદ-પાંચ ભંગ. એ પ્રમાણે - *કાળો, લીલો, પીળો, સફેદ એ પાંચ ભંગ. *કાળો, લાલ, પીળો, સફેદ - પાંચ ભંગ. *લીલો, લાલ, પીળો, સફેદ એ પાંચ ભંગ. એ પ્રમાણે ચતુષ્ક સંયોગમાં ૨૫-ભંગો થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 124
Page #125
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જો પાંચ વર્ણ હોય તો - કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. આ બધા એક-દ્ધિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગથી 5 + 40 + 70 + 25 + 1. એમ કુલ 141 ભંગ થાય છે. ગંધને ચતુઃખદેશિક સમાન અહીં પણ છ ભંગ કહેવા. વર્ણની માફક રસના પણ ૧૪૧-ભંગ થાય છે. સ્પર્શના ૩૬-ભંગ ચતુઃપ્રદેશી સ્કંધ સમાન છે. ભગવન્! છ પ્રદેશી સ્કંધના કેટલા વર્ણાદિ છે. જેમ પંચ પ્રદેશી સ્કંધમાં કહ્યું તેમ યાવત્ કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો એક વર્ણ અને બે વર્ણવાળો હોય તો પંચપ્રદેશીવત્ છે. જો ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો, લાલ એ રીતે જેમ પંચપ્રદેશમાં કહ્યું તેમ સાત ભંગ યાવત્ કદાચ કાળા, લીલા, લાલ. કદાચ કાળા, લીલા, અનેકાંશ લાલ. આ આઠ ભંગ. એ પ્રમાણે દશત્રિક સંયોગમાં એકેક સંયોગમાં આઠ ભંગો, એ રીતે કુલ 80 ભંગો. જો ચાર વર્ણ હોય તો - 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો. 2. કદાચ કાળો, લીલો, લાલ, પીળા. 3. કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળો. 4. કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળા. 5. કદાચ કાળો, લીલા, લાલ, પીળો. 6. કદાચ કાળો, લીલા, લાલ, પીળા. 7. કદાચ કાળો, લીલા, લાલો, પીળો. 8. કદાચ કાળા, લીલો, લાલ, પીળો. 9. કદાચ કાળા, લીલો, લાલ, પીળા. 10. કદાચ કાળા, લીલો, લાલો, પીળો. 11. કદાચ કાળા, લીલા, લાલ, પીળો. આ અગિયાર ભંગ છે. આ પાંચ ચતુષ્ક સંયોગ કરવા. પ્રત્યેક ચતુષ્ક સંયોગના-૧૧, કુલ પપ-ભંગો થશે. જો પાંચ વર્ણ હોય તો - ૧.કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. ૨.કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો. ૩.કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ. ૪.કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદ. ૫.કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ. ૬.કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ. આ છ ભંગ કહેવા. આ પ્રમાણે આ બધા એક-દ્ધિક-ત્રિક-ચતુષ્ક-પંચકસંયોગે 5 + 40 + 80 + પપ + 6=186 ભંગ થાય. ગંધ સંબંધી છ ભંગ પંચપ્રદેશી ઢંધ સમાન જાણવા. રસ સંબંધી 186 ભંગ, વર્ણ સંબંધી ભંગ સમાન કહેવા. સ્પર્શ સંબંધી 36 ભંગ ચતુઃપ્રદેશીસ્કંધ સમાન જાણવા. ભગવન્! સપ્ત પ્રદેશી ઢંધ કેટલા વર્ણાદિથી છે? પંચપ્રદેશી ઢંધ સમાન યાવત્ કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો એક, બે કે ત્રણ વર્ણવાળો હોય તો ષટપ્રદેશી સ્કંધના એક, બે કે ત્રણ વર્ણવાળા અનુસાર ક્રમશઃ તેના ભંગો. જાણવા. જો ચારવર્ણી હોય તો ૧.કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. ૨.કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. ૩.કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. ૪.કદાચ કાળો, લીલો, લાલો, પીળા હોય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગમાં 15 ભંગો કહેવા યાવત્ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય. આ રીતે પાંચ ચતુષ્ક સંયોગો જાણવા. એકેક સંયોગમાં ૧૫-ભંગો છે. એ રીતે બધા મળીને 75 ભંગો થાય. જો પંચવર્ણી હોય તો - 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 2. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. 3. કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ હોય. 3. કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ હોય. 4. કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદો હોય. 5. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 6. કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદો હોય. 7. કદાચ કાળો, લીલો, લાલો, પીળા, સફેદ હોય. 8. કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ હોય. 9. કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદો હોય. 10. કદાચ કાળો, લીલા, લાલ, પીળા, સફેદ હોય. 11. કદાચ કાળો, લીલા, લાલો, પીળો, સફેદ હોય. 12. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 125
Page #126
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 13. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદો હોય. 14. કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. 15. કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. 16. કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. આ પ્રમાણે 16 ભંગ થાય. એ રીતે બધા - એક, દ્વિક, ત્રિક, ચતુષ્ક, પંચ સંયોગ વડે 5 + 40 + 80 + 75 + 16. 216 ભંગ થાય. ગંધના ભંગ ચતુઃખદેશી માફક જાણવા. રસના ભંગ વર્ણ માફક 216 જાણવા. સ્પર્શના ભંગ ચતુઃખદેશી માફક જાણવા. ભગવન ! આઠ પ્રદેશી સ્કંધ, પ્રશ્ન ? ગૌતમ ! જો એકવર્ગી. હોય તો સપ્તપ્રદેશી માફક યાવત્ કદાચ ચાર સ્પર્શ વાળો હોય. જો એકવર્સી, બે વર્ગી, ત્રણ વર્ણી હોય તો સપ્તપ્રદેશીવતું. જો ચારવર્ણી હોય તો - ૧.કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. ૨.કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. એ પ્રમાણે સપ્તપ્રદેશી માફક યાવત્ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય એ ૧૫-ભંગ, કદાચ કાળા, લીલા, લાલો, પીળા હોય. આ ૧૬-ભંગો છે. એ રીતે આ પાંચ, ચતુષ્ક સંયોગવાળા થઈને, એ પ્રમાણે 80 ભાંગા થાય છે. જો પંચવર્ણી હોય તો - 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 2. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. એ રીતે આ ક્રમથી ભંગો કહેવા. યાવત્ કદાચ કાળો, લીલા, લાલો, પીળા, સફેદ હોય. એમ 15 ભંગ થયા. 16. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 17. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 18. કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. 19. કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદો હોય. 20. કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. 21. કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદો હોય. 22. કદાચ કાળા, લીલો, લાલો, પીળા, સફેદ હોય. 23. કદાચ કાળા, લીલા, પીળો, સફેદ હોય. 24. કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદો હોય. 25. કદાચ કાળા, લીલા, લાલ, પીળા, સફેદ હોય. 26. કદાચ કાળા, લીલા, લાલો, પીળો, સફેદ હોય. આ પંચ સંયોગથી 26 ભંગો થાય છે. આ પ્રમાણે પૂર્વાપર સહિત એક-દ્ધિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગ વડે 5 + 40 + 80 + 80 + 26. 231 ભંગો છે. ગંધ, સપ્તપ્રદેશીવત્, રસના વર્ણ માફક-૨૩૧ ભંગો છે. સ્પર્શના ભંગો ચતુઃપ્રદેશિકવત્ જાણવા. *નવપ્રદેશી ઢંધની પ્રચ્છા. ગૌતમ ! અષ્ટપ્રદેશી ઢંધ સમાન યાવત્ કદાચ ચાર સ્પર્શવાળા હોય. જો એક-બે-ત્રણ-ચાર વર્ણવાળો હોય તો અષ્ટપ્રદેશીવત્. જો પંચવર્ણી હોય તો 1. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. 2. કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. આ પરિપાટીથી એ પ્રમાણે 31 ભંગ કહેવા. એ પ્રમાણે એક-દ્ધિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગ વડે 5 + 40 + 80 + 80 + 31. કુલ 236 ભંગ થાય છે. દશપ્રદેશી ઢંધની પૃચ્છા. ગૌતમ ! નવપ્રદેશી ઢંધ માફક યાવત્ ચાર સ્પર્શવાળો છે. જો એક-બે-ત્રણચાર વર્ણવાળા હોય તો ક્રમશઃ નવપ્રદેશી ઢંધ માફક કહેવો. પંચવર્તી પણ તેમજ છે. વિશેષ એ કે - ૩૨મો ભંગ કહ્યો છે. આ પ્રમાણે એક-દ્ધિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગમાં 5 + 40 + 80 + 80 + 32. બધા મળીને 237 ભંગો છે. ગંધ, નવપ્રદેશીવત્, રસ-અહીં કહેલ ૨૩૭-વર્ણ ભેદ મુજબ 237 ભંગો. સ્પર્શ, ચતુઃપ્રદેશિક માફક કહેવા. જેમ દશપ્રદેશિક સ્કંધ કહ્યો, તેમ સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી પણ કહેવા. સૂક્ષ્મ પરિણત અનંતપ્રદેશી. પણ આ પ્રમાણે કહેવો. સૂત્ર-૭૮૭ ભગવન્! બાદર પરિણત અનંતપ્રદેશી ઢંધ કેટલા વર્ણ આદિવાળો હોય ? ગૌતમ !જેમ શતક-૧૮માં કહ્યું તેમ યાવત્ આઠ સ્પર્શ કહ્યા. વર્ણ, ગંધ, રસ ત્રણે દશપ્રદેશી ઢંધ સમાન કહેવા. જો ચાર સ્પર્શવાળા હોય તો - 1. સર્વ કર્કશ, સર્વભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. 2. કર્કશ, સર્વ ભારે, સર્વ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 126
Page #127
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શીત, સર્વ રૂક્ષ હોય. 3. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. 4. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. 5. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. 6. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ. 7. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ. 8. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. 9. સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય, 10. સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. 11. સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. 12. સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. 13. સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. 14. સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. 15. સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. 16. સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય - આ 16 ભંગો થાય. જો પાંચ સ્પર્શ હોય તો - 1. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ હોય. 2. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. 3. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. 4. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. 5 થી 8. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ ઋક્ષચાર ભંગ. 9 થી 12. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-ચાર ભંગ. 13 થી 16. સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ. આ રીતે કર્કશ સાથે ૧૬-ભંગો એમ 16 + 16 1. બત્રીશ ભંગો થયા. સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ એ પ્રમાણે મૃદુ સાથે 16 ભંગ કહેવા. એ રીતે તેના ૩૨-ભંગ થશે.. સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉષ્ણ - ચાર ભંગ થાય. સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઋક્ષ, દેશ શીત, દેશ ઉષ્ણ - ચાર ભંગ થાય. આ 2. બત્રીસ ભેગો થશે. સર્વ કર્કશ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ - એ પણ 3. બત્રીશ ભંગો થશે. સર્વ ભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ - એમાં પણ 4. બત્રીશ ભંગ થશે. આ રીતે બધા મળીને કુલ 128 ભંગો થશે. જો છ સ્પર્શ હોય તો - 1. સર્વ કર્કશ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. 2. સર્વ કર્કશ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ એ પ્રમાણે યાવત્ સર્વ કર્કશ, સર્વ ભારે, દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો હોય. આ 1. સોળ ભેગો થશે. સર્વ કર્કશ, સર્વ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ 2. ૧૬-ભંગો થશે. સર્વ મૃદુ, સર્વ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-આમાં પણ 3. 16 ભંગ થશે. સર્વ મૃદુ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ 4. સોળ ભંગ થશે. વૃત્તિમાં આ ૧૬-ભંગ દેખાતા નથી, અમે મૂળ જોઈને નોંધેલ છે, અન્યથા 64 ભેદો ન થાય.. આ રીતે કુલ 64 ભેદ થયા. સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ 64 ભંગો થશે. 1. સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ યાવત્ સર્વ મૃદુ. સર્વ રૂક્ષ, દેશો ભારે, દેશો લઘુ, દેશો શીતો, દેશો ઉષ્ણો-૧૬ એમ 64 ભંગ. સર્વે ભારે, સર્વે શીત, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ એ પ્રમાણે યાવત્ સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશો કર્કશો, દેશો સ્નિગ્ધો, દેશો મૃદુઓ, દેશો રૂક્ષો-આ 64 ભેગો થશે. સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગીત, દેશ ઉષ્ણ યાવત્ સર્વ લઘુ, સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો શીતો, દેશો ઉષ્ણો આ 64 ભેગો થશે. સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ યાવત્ સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો - આ 64 ભંગો થશે. બધા છ સ્પર્શી મળીને 384 ભંગો થશે. જો સાત સ્પર્શ હોય તો - 1. સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ હોય, યાવત્ સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો - ચાર ભંગો - સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો - ચાર ભંગ - સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશો. શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ. અહીં પણ વૃત્તિમાં ક્યાંક કોઈક મુદ્રણ ભૂલ છે. અમારા મૂળ તથા અનુવાદ જોવા.. આ ૧૬-ભંગો થયા. સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશો લઘુઓ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 127
Page #128
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' રૂક્ષ - આ પ્રમાણે ગુરુ એકવચનમાં, ‘લઘુ બહુવચનમાં લઈને ૧૬-ભંગો કહેવા. સર્વ કર્કશ, દેશો ગુરુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આ પણ 16 ભંગો કહેવા. સર્વ કર્કશ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આ પણ 16 ભંગ કહેવા. આ પ્રમાણે કુલ ૬૪-ભંગો થશે. એ પ્રમાણે *મૃદુ સાથે પણ 64 ભંગો કહેવા- સર્વ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ. સ્નિગ્ધ, દેશ રુક્ષ. *આ પ્રમાણે *ગુરુ સાથે 64 ભંગો કરવા. સર્વ ગુરુ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. * એ પ્રમાણે ‘લઘુ સાથે ૬૪-ભંગો કરવા. સર્વ લઘુ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. *એ પ્રમાણે શીત સાથે 64 ભંગ કરવા. સર્વ શીત, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઘુ, દેશ. સ્નિગ્ધ, દેશ રૂક્ષ. *એ પ્રમાણે ઉષ્ણ સાથે 64 ભંગ કહેવા. સર્વ ઉષ્ણ, દેશ કર્કશ, દેશ મૃદુ દેશ ગુરુ, દેશ લઘુ, દેશ ધ, દેશ રૂક્ષ. * એ પ્રમાણે સ્નિગ્ધ સાથે 64 ભંગ કહેવા. સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ. * એ પ્રમાણે રૂક્ષ સાથે પણ 64 ભંગો કહેવા-સર્વ રૂક્ષ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ - યાવતુ સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉષ્ણો. આ પ્રમાણે સાત સ્પર્શના 512 ભંગ થાય છે. જો આઠ સ્પર્શ હોય તો - ૧.દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. ૨.દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. ૩.દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. ૪.દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશ લઘુ, દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. એ રીતે 16 ભંગો થયા. *દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે આ ‘ગુરુક' એકવચનમાં, લઘુક બહુવચનમાં લઈને - 16 ભંગ કરવા. *દેશ કર્કશ, દેશ મૃદુ, દેશો ગુરુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ ઋક્ષ - આના પણ 16 ભંગો કરવા. *દેશ કર્કશ, દેશ મૃદુ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આના પણ 16 ભંગો કહેવા. આ બધા મળીને 64 ભેગો થયા. તેમાં કર્કશ, મૃદુ બંને એકવચનમાં લીધા છે. *તેમાં કર્કશ એકવચનમાં અને મૃદુ બહુવચનમાં લઈને બીજા 64 ભંગો કરવા. *તેમાં કર્કશ બહુવચનમાં અને મૃદુ એકવચનમાં લઈને ત્રીજા. ૬૪ભંગો કરવા. *તેમાં કર્કશ, મૃદુ બંને બહુવચનમાં લઈને ચોથા. ૬૪-ભંગો કરવા. યાવત્ દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો. લઘુકો, દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો આ છેલ્લો ભાંગો જાણવા. આ બધા મળીને અષ્ટ સ્પર્શ વાળા કુલ-૨૫૬ ભાંગાઓ થયા. આ પ્રમાણે આ બાદર પરિણત અનંત પ્રદેશી ઢંધમાં બધા સંયોગો મળીને કુલ 1296 ભંગો થયા. સૂત્ર-૭૮૮ ભગવન્! પરમાણુ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ - દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળા પરમાણુ અને ભાવ પરમાણુ. ભગવદ્ ! દ્રવ્ય પરમાણુ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે - અચ્છેદ્ય, અભેદ્ય, અદગ્ધ, અગ્રાહ્ય. ભગવદ્ ! ક્ષેત્ર પરમાણુ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે - અનó, અમધ્ય, અપ્રદેશ, અવિભાજ્ય. ભગવન્! કાળ પરમાણુની કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ - અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 128
Page #129
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! ભાવ પરમાણુ કેટલા ભેદે છે? ચાર ભેદે - વર્ણવાન, ગંધવાન, રસવાન, સ્પર્શવાન,. ભગવન્! તે એમ જ છે. એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૬ અંતર સૂત્ર-૭૮૯ થી 791 789. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્યાતા કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય ? ગૌતમ ! પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય. ઇત્યાદિ, જેમ શતક-૧૭ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે –ત્યાં સંપ્રાપ્ત કરીને, અહીં આહાર કરે છે - એમ કહેવું. બાકી પૂર્વવતું. ભગવન્! પૃથ્વીકાયિક આ રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે ઈશાના કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ પૂર્વવત્ કહેવું. યાવત્ ઈષત્ પ્રાભારાએ ઉત્પાદ કહેવો. ભગવન્! પૃથ્વીકાયિક શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, જે સૌધર્મ યાવત્ ઇષત્ પ્રાભારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુઠ્ઠાત કરીને ઉત્પાદ કહેવો. - ભગવન્! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ધાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્! તે પહેલા ઉપજીને પછી આહાર કરે ? ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવુ યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો. ભગવનું ! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરીને જે શર્કરામભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ઇત્યાદિ પૂર્વવત્. યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે સનતકુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરીને, ફરી પણ યાવત્, અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના અંતરમાં સમાવહત થઈને ફરી પણ યાવત્ અધઃસપ્તમીએ એ પ્રમાણે સહસ્ત્રાર અને આનત-પ્રાણત કલ્પના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ-અમ્રુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં. એ રીતે આરણ-અય્યત અને રૈવેયક વિમાનના અંતરમાં યાવતુ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણે અનુત્તર વિમાન અને ઈષત્ પ્રાશ્મારામાં યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. 790. ભગવદ્ ! અપ્રકાયિક, આ રત્નપ્રભા અને શર્કરાખભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અપ્રકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. યાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઇષત્ પ્રાગ્લારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા. અન અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઇષત્ પ્રાશ્મારામાં અપ્રકાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન ! જે અપુકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર-માદે-કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરે, કરીને જે રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અપ્રકાયિકપણે ઉત્પાદ કહેવો, એ પ્રમાણે યાવત્ અનુત્તર વિમાન અને ઇષતુ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 129
Page #130
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રાશ્મારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્યાત કરીને યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો. 791. ભગવદ્ ! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરામભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય. એ પ્રમાણે જેમ શતક-૧૭માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે - અંતરમાં સમુદ્યાત જાણવો. બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઈષત્ પ્રામ્ભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવુ. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૭ બંધ’ સૂત્ર-૭૯૨ ભગવન્! બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ. ભગવન્! નૈરયિકને કેટલા ભેદે બંધ છે? પૂર્વવત્ ત્રણ પ્રકારે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે. તે આ - જીવપ્રયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ. ભગવન ! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવતુ ત્રણ પ્રકારે કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિક જાણવું, એ રીતે અંતરાયકર્મ સુધી જાણવું. ભગવદ્ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદે બંધ થાય છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. પૂર્વવતું. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેવુ. એ રીતે વૈમાનિક સુધી કહેવુ. એ રીતે યાવત્ અંતરાય ઉદયમાં કહેવુ. ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ પ્રકારે, બંધ પૂર્વવત્ છે. ભગવદ્ ! અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જેને સ્ત્રીવેદ હોય તેને તે કહેવો. એ પ્રમાણે પુરુષવેદમાં પણ કહેવું નપુંસકવેદમાં પણ કહેવું. યાવત્ વૈમાનિકોમાં. વિશેષ એ કે - જેને જે વેદ હોય, તેને તે કહેવો. ભગવન્દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવતુ. નિરંતર યાવત્ વૈમાનિક. એ રીતે ચારિત્ર મોહનીયનો પણ વૈમાનિક પર્યન્ત કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કાર્પણ શરીરનો, આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યમિથ્યાદષ્ટિમાં, આભિનિબોધિક જ્ઞાનનો યાવત્ કેવળજ્ઞાનનો, મતિએજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા. ભગવન્! આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે? યાવત્ કેવળજ્ઞાન વિષયનો, મતિ અજ્ઞાન વિષયનો, શ્રુત અજ્ઞાન વિષયનો, વિર્ભાગજ્ઞાન વિષયનો, આ બધા પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે - જેને જે હોય તે કહેવું યાવત્ વૈમાનિક. ભગવન્! વૈમાનિકને વિર્ભાગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે- જીવપ્રયોગબંધ, અનંતર બંધ, પરંપર બંધ. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૮ ભૂમિ સૂત્ર-૭૯૩ થી 800 793. ભગવદ્ ! કર્મભૂમિ કેટલી છે? ગૌતમ ! પંદર છે. તે આ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 130
Page #131
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! અકર્મભૂમિ કેટલી છે? ગૌતમ ! ત્રીશ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ. ભગવન્! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? તે અર્થ સમર્થ નથી. ભગવન્! આ પાંચ ભરત, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. ભગવન્!આ પાંચ મહાવિદેહમાં ? ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે. 794. ભગવદ્ ! આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ પ્રરૂપે છે ? તે અર્થ. સમર્થ નથી. પરંતુ આ પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પંચ મહાવ્રતિક - પંચ અણુવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુર્યામધર્મ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થંકરો કહ્યા છે ? ગૌતમ ! ચોવીશા તીર્થંકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશિ, પુષ્પદંત, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન. 795. ભગવદ્ ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે? ગૌતમ! ૨૩-જિનાંતર છે. ભગવદ્ ! આ ૨૩-જિનાંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રુતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ ! આ ૨૩જિનંતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ થયો નથી. મધ્યના સાત જિનંતરોમાં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ દૃષ્ટિવાદનો વિચ્છેદ સર્વે જિવંતરોમાં થયો છે. - 796. જંબુદ્વીપ- દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન્! આપ દેવાનુપ્રિયનું પૂર્વકૃતગત કેટલો કાળ સ્થાયી રહેશે? ગૌતમ ! મારું પૂર્વગત શ્રત આ અવસર્પિણીમાં 1000 વર્ષ રહેશે. ભગવદ્ ! જે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત 1000 વર્ષ રહેશે, તેમ હે ભગવન્! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બીજા તીર્થંકરોનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે? ગૌતમ! કેટલાકનું સંખ્યાત કાળ, કેટલાકનું અસંખ્યાતકાળ. 79(c). ભગવન્! જંબુદ્વિીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલો કાળ રહેશે ? ગૌતમ ! મારું તીર્થ 21000 વર્ષ સુધી રહેશે. 798. ભગવન્! જેમ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ 21,000 વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન્! જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ ! અહંનું કૌશલિક ઋષભનો જિનપર્યાય છે, એટલા સંખ્યાત વર્ષ આગામીકાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ રહેશે. 79. ભગવન્! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થંકરને તીર્થ કહેવાય ? ગૌતમ ! અરહંતો તો નિયમા તીર્થંકર છે, પણ તીર્થ ચાતુર્વર્ણ શ્રમણસંઘ છે - તે આ - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. 800. ભગવન્! પ્રવચન એ પ્રવચન છે કે પ્રાવચની એ પ્રવચન છે? ગૌતમ ! અરહંત તો નિયમા પ્રવચની છે, પરંતુ દ્વાદશાંગી ગણિપિટક પ્રવચન છે. તે આ - આચાર યાવત્ દષ્ટિવાદ. ભગવન્! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇસ્યાકુ, જ્ઞાન, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કર્મરાજ મલને ધૂએ છે, ધોઈને પછી સિદ્ધ થઈ યાવતુ દુઃખનો અંત કરે છે? હા, ગૌતમ ! જે આ ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ યાવત્ અંત કરે છે, કેટલાક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્! દેવલોક કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે દેવલોક છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 131
Page #132
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦, ઉદ્દેશો-૯ ચારણ’ સૂત્ર-૮૦૧, 802 801. ભગવન્! ચારણ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. તે આ - વિદ્યાચારણ અને જંઘાચારણ. ભગવન્! તે વિદ્યાચારણને વિદ્યાચારણ કેમ કહે છે ? ગૌતમ ! તેમને અંતરરહિત છઠ્ઠ છઠ્ઠના તપશ્ચરણપૂર્વક વિદ્યા દ્વારા ઉત્તરગુણ લબ્ધિને પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્ વિદ્યાચારણ કહેવાય છે. ભગવન ! વિદ્યાચારણની શીઘગતિ કેવી છે ? તેમની શીધ્રગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! આ જંબુદ્વીપ યાવતુ કિંચિત વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહર્ફિક યાવતુ મહાસૌખ્ય દેવ યાવતુ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીધ્ર પાછો આવે, એટલી શીધ્રગીત હે ગૌતમ ! વિદ્યાચરણ ની છે, એટલો શીધ્રગતિ વિષય છે. ભગવન ! વિદ્યાચરણની તીર્થી ગતિ કેટલી છે? તીર્થો ગતિનો વિષય કેટલો છે? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત થી માનુષોત્તર પર્વતે સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંદે છે. ત્યાંથી એક ઉત્પાતમાં. પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંદે છે. ગૌતમ ! વિદ્યાચારણની આટલી તીર્થી ગતિ છે, આટલો તીર્થી ગતિનો વિષય છે. ભગવન્વિદ્યાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી એક ઉત્પાતમાં. અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે. તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. 802. ભગવન્! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે? ગૌતમ ! તેને નિરંતર અઠ્ઠમ-અટ્ટમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી. ભગવન્! જંઘાચારણની કેવી શીધ્રગતિ છે? કેવો શીધ્ર ગતિવિષય છે? ગૌતમ ! આ જંબુદ્વીપમાં એ પ્રમાણે જેમ વિદ્યાચારણમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ એ કે - તે 21 વખત ચક્કર લગાવીને શીધ્ર પાછો આવે છે. હે ગૌતમ ! જંઘાચારણની તેવી શીધ્રગતિ છે, તેટલો શીધ્રગતિવિષય છે. બાકી પૂર્વવતુ. ભગવન્જંઘાચારણની તીર્થો ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતા બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને એક ઉત્પાત વડે. શીધ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. જંઘાચારણનો હે ગૌતમ ! આટલો તીર્થો ગતિનો વિષય છે. ભગવન્જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સમોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી એક ઉત્પાત વડે. અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! જંઘાચરણનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે. તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 132
Page #133
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦, ઉદ્દેશો-૧૦ સોપક્રમ' સૂત્ર-૮૦૩ ભગવદ્ ! જીવો શું સોપક્રમાયુક્યું છે કે નિરુપક્રમાયુષુ? ગૌતમ ! જીવો સોપક્રમાયુષ્ય પણ છે, નિરૂપક્રમાયુષ પણ છે. નૈરયિકો વિશે પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકો સોપક્રમાયુષ નથી, નિરૂપક્રમાયુષ છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી કહેવું. પૃથ્વીકાયિકોને જીવ’ સમાન કહેવા. એ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકોની સમાન કહેવા. સૂત્ર-૮૦૪ ભગવન્! નૈરયિકો, શું આત્મોપક્રમથી ઉપજે છે, કે પરોપક્રમથી ઉપજે છે કે નિરૂપક્રમથી ઉપજે છે? ગૌતમ ! આત્મોપક્રમથી પણ ઉપજે, પરોપક્રમથી પણ ઉપજે, નિરૂપક્રમથી પણ ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! નૈરયિકો શું આત્મોપક્રમથી ઉદ્વર્તે, પરોપક્રમથી ઉદ્વર્તે કે નિરૂપક્રમથી ઉદ્વર્તે ? ગૌતમ ! તેઓ. આત્મોપક્રમથી ન ઉદ્વર્તે, પરોપક્રમથી ન ઉદ્વર્તે, પણ નિરૂપક્રમથી ઉદ્વર્તે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકો યાવત્ મનુષ્યો ત્રણે રીતે ઉદ્વર્તે, બાકીના નૈરયિક સમાન કહેવા. માત્ર જ્યોતિષ્ક, વૈમાનિક દેવોના ઉદ્વર્તનને સ્થાને ચ્યવે છે એમ કહેવું. ભગવન્! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉપજે કે પરઋદ્ધિથી ઉપજે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે, પરઋદ્ધિથી નહીં. એમ વૈમાનિક સુધી કહેવું. ભગવન્! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી ઉદ્વર્તે? ગૌતમ ! આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જ્યોતિષ્ક, વૈમાનિક ચ્યવે છે તેમ કહેવું. ભગવન ! નૈરયિક શું આત્મકથી ઉપજે કે પરકર્મોથી ઉપજ ? ગૌતમ ! આત્મકર્મથી ઉપજે છે. પરકર્મોથી. નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એમ ઉદ્વર્તના કહેવી. ભગવન ! નૈરયિક આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગથી ઉપજે ? ગૌતમ ! આત્મપ્રયોગથી ઉપજે પરપ્રયોગથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એમ ઉદ્વર્તના કહેવી. સૂત્ર-૮૦૫ ભગવનનૈરયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્ય સંચિત છે? ગૌતમ ! નૈરયિકો કતિસંચિત પણ છે, અતિસંચિત પણ છે, અવક્તવ્યસંચિત પણ છે. ભગવદ્ ! એમ કેમ કહો છો? ગૌતમ ! જે નૈરયિક સંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે. જે નૈરયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અતિસંચિત છે. જે નૈરયિક એક-એક પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અવક્તવ્યસંચિત છે. તે કારણથી હે ગૌતમ ! યાવત્ અવક્તવ્યસંચિત પણ છે. સ્વનિતકુમાર સુધી આ પ્રમાણે કહેવું. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! પૃથ્વીકાયિક કતિસંચિત નથી, અકતિસંચિત છે, અવક્તવ્યસંચિત નથી. એમ કેમ કહ્યું? યાવત્ અવક્તવ્યસંચિત નથી ? ગૌતમ ! પૃથ્વીકાયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે. તેથી આમ કહ્યું છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઇન્દ્રિયોથી વૈમાનિકને નૈરયિકવત્ જાણવા. સિદ્ધોની પૃચ્છા. ગૌતમ ! સિદ્ધો કતિસંચિત છે, અકતિસંચિત નથી, અવક્તવ્યસંચિત પણ છે. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે સિદ્ધો સંખ્યાના પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે, જેઓ એક-એક પ્રવેશન વડે પ્રવેશે છે, તેઓ અવક્તવ્યસંચિત છે. તેથી આ પ્રમાણે કહ્યું. ભગવન્! આ કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નૈરયિક અવક્તવ્યસંચિત છે, કતિસંચિત સંખ્યાતગણા, અકતિસંચિત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 133
Page #134
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અસંખ્યાતગણા. એ રીતે એકેન્દ્રિયોને વર્જીને યાવત્ વૈમાનિક સુધી અલ્પબદુત્વ કહેવું. એકેન્દ્રિયોમાં અલ્પબદુત્વ નથી તેમ જાણવું. ભગવન્! સિદ્ધોમાં કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિતોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો કતિસંચિત છે, અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાલગણા છે. સિદ્ધો અકતિસંચિત ન હોય. ભગવન્! નૈરયિકો શું ષક્કસમર્જિત છે? નોષકસમર્જિત છે ? ષક અને નોષકથી સમર્જિત છે ? અનેકષક સમર્જિત છે? અનેકષક અને નોષક વડે સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો ષક સમર્જિત છે, નોષક સમર્જિત છે, ષક અને નોષકથી પણ સમર્જિત છે. અનેક ષકોથી પણ સમર્જિત છે અને ષક-નોષકથી સમર્જિત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો ષક પ્રવેશથી પ્રવેશે છે, તે નૈરયિકો ષક સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ વડે ઉત્કૃષ્ટથી પાંચ વડે પ્રવેશે છે તેઓ નોષક સમર્જિત છે. જે નૈરયિકો એક ષક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ પ્રવેશથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ ષક વડે અને નોષક વડે સમર્જિત છે. જે નૈરયિકો અનેકષક પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ અનેકષક સમર્જિત છે. જે નૈરયિકો અનેક ષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ અનેક ષકો અને નોષક વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ યાવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો છે. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! ષક સમર્જિત નથી, નોષક સમર્જિત નથી, એક નોષક વડે સમર્જિત નથી, પણ અનેક ષકો વડે સમર્જિત છે. અનેક ષકો અને નોષકો વડે સમર્જિત છે. ભગવન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે પૃથ્વીકાયિકો અનેક ષકો પ્રવેશનક વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો ષકો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક ષકો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકો વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો અનેક ષકો અને નોષકો વડે સમર્જિત છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકો સુધી જાણવુ. બેઇન્દ્રિયો યાવત્ વૈમાનિકોને પૂર્વવત્ જાણવા. સિદ્ધો નૈરયિકવત્ ભગવન્! આ નૈરયિકોમાં ષક સમર્જિત, નોષક સમર્જિત, ષક અને નોષક વડે સમર્જિત, અનેક ષકોથી. સમર્જિત, અનેક ષકો અને નોષક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા નૈરયિક ષટ્સ સમર્જિત છે, નોષક સમર્જિત સંખ્યાતગુણા, ષક અને નોષર્કથી સમર્જિત સંખ્યાતગુણા, અનેક ષકોથી સમર્જિત અસંખ્યાતગુણા, અનેક ષકો અને નોષકથી સમર્જિત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. ! આ પૃથ્વીકાયિકોમાં ષટક વડે સમર્જિત, અનેક ષટકો અને નોષટક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પૃથ્વીકાયિક અનેક ષટ્કોથી સમર્જિત છે. અનેક ષકો અને નોષક વડે સમર્જિત સંખ્યાલગણા છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઇન્દ્રિયો યાવત્ વૈમાનિકોને નૈરયિકોવતુ સમજવા. ભગવદ્ ! આ સિદ્ધોમાં ષક સમર્જિત, નોષક સમર્જિત યાવત્ અનેક ષકો અને નોષક સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો અનેક ષકો અને નોષક વડે સમર્જિત છે, ષકો વડે સમર્જિત સંખ્યાતગુણા છે. ષકો અને નોષક વડે સમર્જિત સંખ્યાતગુણા, ષક સમર્જિત સંખ્યાતગુણા, નોષક સમર્જિત સંખ્યાતગુણા. ભગવદ્ ! નૈરયિક જીવો શું દ્વાદશ સમર્જિત છે ? નોદ્વાદશ સમર્જિત છે ? દ્વાદશ અને નોદ્વાદશ વડે સમર્જિત છે? દ્વાદશો વડે સમર્જિત છે? દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો દ્વાદશ સમર્જિત પણ છે યાવત્ દ્વાદશો વડે પણ સમર્જિત છે. ભગવન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો દ્વાદશ પ્રવેશ વડે પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નૈરયિકો નોદ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો દ્વાદશ અને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 134
Page #135
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશનકથી પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ-નોદ્વાદશથી સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશ પ્રવેશનકથી પ્રવેશે છે, તે નૈરયિક દ્વાદશો વડે સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ વડે અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશન વડે પ્રવેશે છે, તે દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકોની પૃચ્છા ? ગૌતમ ! પૃથ્વીકાયિકો દ્વાદશ સમર્જિત નથી, નોદ્વાદશ સમર્જિત નથી, દ્વાદશ અને નોદ્વાદશ સમર્જિત નથી. પણ દ્વાદશો વડે સમર્જિત છે. દ્વાદશો અને નોદ્વાદશ વડે પણ સમર્જિત છે. એમ કયા કારણે કહો છો? ગૌતમ! જે પૃથ્વીકાયિક અનેક દ્વાદશો પ્રવેશનકથી પ્રવેશે છે, તેઓ અનેક દ્વાદશો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા અગિયાર વડે પ્રવેશે છે, તેઓ દ્વાદશો નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી યાવત્ એમ કહ્યું. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઇન્દ્રિયો યાવત્ સિદ્ધો, નૈરયિકવત્ છે. ભગવન્! આ નૈરયિકોમાં દ્વાદશ સમર્જિત બધે અલ્પબદુત્વ ષક સમર્જિતવત્ કહેવું. માત્ર દ્વાદશનો અભિલાપ કહેવો. ભગવદ્ ! નૈરયિકો શું ચોર્યાશી સમર્જિત છે?, નોચોર્યાશી સમર્જિત છે?, ચોર્યાશી અને નીચોર્યાશી સમર્જિત છે? અનેક ચોર્યાશી વડે સમર્જિત છે ? અનેક ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો ઉક્ત પાંચે વિકલ્પો સમર્જિત છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો 84 પ્રવેશનકથી પ્રવેશે છે, તે ચોર્યાશી સમર્જિત, જેઓ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી 83 પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નોચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત બંને રીતે પ્રવેશે છે, તે ચોર્યાશી-નોચોર્યાશી સમર્જિત છે. જે નૈરયિકો અનેક ૮૪-પ્રવેશનકોથી પ્રવેશે છે તે અનેક ચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત ચોથા અને બીજા ભંગ વડે પ્રવેશે તે અનેકચોર્યાશી-નોચોર્યાશી સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર પૃથ્વીકાયિકો પૂર્વવતુ છેલ્લા બે ભંગ પડે છે. માત્ર આલાવામાં ચોર્યાશી ભંગ કહેવા. એ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઇન્દ્રિય યાવત્ વૈમાનિકો, નૈરયિકવતું જાણવા. સિદ્ધોની પૃચ્છા.ગૌતમ ! સિદ્ધો ચોર્યાશી સમર્જિત છે, નોચોર્યાશી સમર્જિત પણ છે, ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત પણ છે. પરંતુ સિદ્ધોમાં છેલ્લા બે ભંગ ન કહેવા. ભગવન! એમ કેમ કહ્યું ? - ગૌતમ ! જે સિદ્ધો 84 પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩-પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ નો ચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો ઉક્ત બંને ભંગ વડે પ્રવેશે. છે. તેઓ ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે. તેથી કહ્યું કે યાવત સમર્જિત છે. ભગવન્! આ નૈરયિકોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત બધું અલ્પબદ્ભુત્વ ષકસમર્જિતવત્ કહેવું યાવત્ વૈમાનિક. માત્ર આલાવામાં 84 કહેવું. ભગવન્! આ સિદ્ધોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત, ચોર્યાશી સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો ચોર્યાશી-નોચોર્યાશીથી સમર્જિત છે, ચોર્યાશી સમર્જિત અનંતગુણા છે, નોચોર્યાશી સમર્જિત અનંતગુણા છે. ભગવદ્ ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક -20 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 135
Page #136
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૧ સૂત્ર-૮૦૬ - શાલિ, કલાય, અળસી, વાંસ, ઇક્ષુ, દર્ભ, અભ્ર, તુલસી એ રીતે શતક-૨૧ના આઠ વર્ગ છે, પ્રત્યેકના 10 ઉદ્દેશાઓ છે, એ રીતે કુલ 80 ઉદ્દેશા છે, જે આ એક ગાથા દ્વારા જણાવેલ છે. વર્ગ-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૮૦૭ રાજગૃહ નગરમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવજવ આ ધાન્યોના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવદ્ ? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકથી કે તિર્યંચ, મનુષ્ય, વથી ? વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ ઉત્પાદ કહેવો. વિશેષ એ કે- દેવનું વર્જન કરવું. ભગવદ્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે ? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે. આ જીવોનો અપહાર ઉત્પલ ઉદ્દેશ માફક કહેવો. ભગવન્! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથc. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. ભગવન્! તે જીવો શું કૃષ્ણલેશ્યી છે, નીલલેશ્યી છે કે કાપોત-લેશ્યી ? 26 અંગો કહેવા. દષ્ટિ યાવત્ ઉત્પલ ઉદ્દેશવત્ કહેવા. ભગવન્! તે શાલી, વ્રીહી, ઘઉં, યવ, યવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. ભગવદ્ ! તે શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવકના મૂળના જીવો પૃથ્વીજીવમાં ઉત્પન્ન થઈ ફરી શાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું. એ પ્રમાણે આ આલાવાથી યાવત્ મનુષ્ય જીવ સુધી કહેવું. આહાર ઉત્પલ ઉદ્દેશવત્ કહેવો. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ વર્ષ પૃથક્વ. સમુદ્યાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવત્ કહેવા. ભગવન્શું સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ શાલી, વ્રીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશો-૨ થી 10. સૂત્ર-૮૦૮ ભગવદ્ ! શાલી, વ્રીહી યાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? અહીં “કંદ' અધિકારમાં ‘મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. યાવત્ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર-૮૦૯ એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. સૂત્ર-૮૧૦ એ પ્રમાણે ત્વચા/છાલનો ઉદ્દેશો પણ કહેવો. સૂત્ર-૮૧૧ શાલ/શાખાનાં ઉદ્દેશો પણ કહેવો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 136
Page #137
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ સૂત્ર-૮૧૨ પ્રવાલ કુંપણનો ઉદ્દેશો પણ કહેવો. સૂત્ર-૮૧૩ પત્ર/પાંદડાનો ઉદ્દેશો પણ કહેવો. આ સાતે 2 થી 7 ઉદ્દેશા સંપૂર્ણ ‘મૂલ'ની જેમ જાણવા. સૂત્ર-૮૧૪ એ પ્રમાણે પુષ્પનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે - દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશ માફક ચાર લેશ્યા અને 80 ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટથી અંગુલ પૃથ૮ - . પુષ્પની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેવો. એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. આ દશ ઉદ્દેશા છે. શતક-૨૧, વર્ગ-૨, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૧૫ ભગવદ્ ! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિસંદક, સટિન, પલિમંથક/ચણા આ ધાન્યોના મૂળ રૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એ પ્રમાણે મૂલાદિ દસ ઉદ્દેશા “શાલિ’ માફક કહેવા. શતક-૨૧, વર્ગ-૩ થી 8 સૂત્ર-૮૧૬ થી 821 3/816. ભગવદ્ ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોદૂસા, સણ, સરસવ, મૂલકબીજ આના જીવો. જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે ભગવન્! ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ’ માફક સંપૂર્ણ તેમજ કહેવા. 4/817. ભગવદ્ ! વાંસ, વેણુ, કનક, કર્ણાવંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા, કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ' માફક કહેવા. માત્ર દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ વેશ્યા, 26 ભંગ કહેવા. 5/818. ભગવન્! ઇશ્ક, ઇશુવાટિકા, વીરણ, ઇક્કડ, ભભાસ, સૂંઠ, શત્ત, વેત્ર, તિમિર, સતબોરગ, નલ આના. જીવો મૂળરૂપે ઉપજે તો - જેમ વાંસનો વર્ગ 4. કહ્યો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. માત્ર “સ્કંધ’ ઉદ્દેશામાં દેવો ઉપજે છે, વેશ્યા ચાર છે, બાકી પૂર્વવત્. 6/819. ભગવન્! સેડિય, ભંડિય, કોંતિય, દર્ભ, કુશ, પર્વક, પોદઈલ, અર્જુન, આષાઢક, રોહિતક, મુતા, ખીર, ભુસ, એરંડ, કુરુકુંદ, કરકર, સૂંઠ, વિભંગુ, મધુરમણ, થુરગ, શિલ્પિક, સંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ ‘વંશ'ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. 7/820. ભગવદ્ ! અભરૂહ, વાયાણ, હરીતક, તંદુભેચ્યક, તૃણ, વત્થલ, ચોરક, માર્જીણક, પાઈ, ચિલિ, પાલક, દગપ્પિલી, દર્વી, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, અંબલશાક, જીવંતક આના જીવો મૂલરૂપે એ પ્રમાણે વંશ' માફક દશ ઉદ્દેશા કહેવા. 8/821. ભગવદ્ ! તુલસી, કૃષ્ણદળ, ફણેજા, અજા, ચૂયણા, ચોરા, જીરા, દમણા, મરુયા, ઇંદીવર, શતપુષ્પ આના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય. આના પણ દશ ઉદ્દેશા વંશ' માફક કહેવા. આ રીતે 8 વર્ગના 80 ઉદ્દેશા થાય આ શતક-૨૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 137
Page #138
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૨ સૂત્ર-૮૨૨ એક ગાથા દ્વારા આ શતક-૨૨ ના છ વર્ગોના નામ કહે છે– તાલ, એકાસ્થિત, બહુબીજક ગુચ્છ, ગુલ્મ, વલ્લી આ છ વર્ગમાં પ્રત્યેકના દશ ઉદ્દેશકો અર્થાત્ ૬૦-ઉદ્દેશા છે. વર્ગ-૧, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૩ રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સારગલ યાવત્ કેતકી, કદલી, ચર્મરૂક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ આ બધાના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન્! ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલિ માફક કહેવા. વિશેષ એ કે - આ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને શાખા આ પાંચમા દેવો ઉત્પન્ન થતા નથી. લેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 10,000 વર્ષ પછીના પાંચમા દેવો ઉત્પન્ન થાય છે. લેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુપૃથત્વ, પુષ્પમાં હસ્ત પૃથક્વ, ફળ-બીજમાં અંગુલ પૃથત્વ, બધાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી શાલિ' માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે. વર્ગ-૨, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૪ ભગવદ્ ! લીમડો, આંબો, જાંબુ, કોસંબ, તાલ, અંકોલ, પીલુ, સેલુ, સલકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉબરીય, ક્ષીરણી, ધાતકી, પ્રિયાલ, પૂતિક, નિવાગ, સેહક, પાસીય, શીશમ, અતસી, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાના જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકો સંપૂર્ણ તાલવર્ગની માફક કહેવા. વર્ગ-૩, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૫ ભગવદ્ ! અગસ્તિક, તિંદુક, બોર, કપિઠ, અંબાડક, માતૃલિંગ, બિલ્વ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પિપ્પલ, સંતર, પ્લેક્ષવૃક્ષ, કાકોદુબરી, કુસ્તુભરી, દેવદાલિ, તિલક, લકુચ, છત્રૌઘ, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોધક, ધવચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ આ બધાના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવન્! એ પ્રમાણે મૂલ’ આદિ દશ ઉદ્દેશા તાલ વર્ગ સમાન બીજ સુધી જાણવા. વર્ગ-૪, ઉદેશો- 1 થી 10 સૂત્ર-૮૨૬ ભગવન્! વેંગણ, અલકી, પોંડકી ઇત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવા યાવત્ ગંજપાટલા, વાસી અંકોલ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહીં પણ ‘મૂલ આદિ દશ ઉદ્દેશા ‘બીજ પર્યન્ત ‘તાલવર્ગ’ માફક. વંશવર્ગ માફક કહેવા. વર્ગ-૫, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૭ ભગવન્સિરિયક, નવમાલિક, કોરંટક, બંધુજીવક, મણોજ આદિ પ્રજ્ઞાપનામાં પહેલા પદમાંની ગાથાનુસાર યાવત્ નલિની, કુંદ, મહાજાતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે અહીં પણ “મૂલ' આદિ દશ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 138
Page #139
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ઉદ્દેશા “શાલિ વર્ગ માફક સંપૂર્ણ કહેવા. વર્ગ-૬, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૮ ભગવનું ! પૂસફલિકા, કાલિંગી, તંબી, ત્રપુષી, એલા, વાલંકી એ પ્રમાણે વલ્લીવાચક પદો પન્નવણાની ગાથાનુસાર કહેવા. ‘તાલવર્ગ સમાન યાવત્ દલિફોલ્લઈ, કાકલી, સોકલી, અર્કબોંદિ આ જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય. આ પ્રમાણે મૂળ' આદિ દશ ઉદ્દેશા તાલવર્ગ સમાન કહેવા.' વિશેષ એ કે - ફળ ઉદ્દેશામાં અવગાહના. જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપ્રથc, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી વર્ષ પૃથત્વ કહેવી. બાકી પૂર્વવત્. શતક- 22 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ] મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 139
Page #140
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૩ સૂત્ર-૮૨૯ શ્રી શ્રુતદેવતા ભગવતીને નમસ્કાર. શતક- ૨૩માં આલુક, લોહી, અવક, પાઠા અને માષપર્ણ. આ પ્રમાણે પાંચ વર્ગો છે, તે પ્રત્યેકના દશ-દશ ઉદ્દેશા, એ રીતે 50 ઉદ્દેશાઓ થાય. વર્ગ-૧, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૩૦ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! આલુક, મૂલક, શૃંગબેર, હળદર, રુરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિરાલિ, કિકિ, કુંદુ, કૃષ્ણકડસુ, મધુ, પયલઈ, મધુશૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નરુહ, બીજહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવર્ગ સમાન કહેવા. વિશેષ એ કે - પરિમાણ, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ! અપહાર –તે અનંતા સમયમાં પ્રત્યેક સમયે એક-એક જીવ અપહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી. એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. બાકી પૂર્વવત્ . વર્ગ-૨ થી 5, પ્રત્યેકના 10 ઉદ્દેશા. સૂત્ર-૮૩૧ થી 834 2/831. ભગવદ્ ! લોહી, નીહૂડ થીÇ, થીભગ, અશ્વકર્ણી, સિંહકર્ણી, સીઉઢી, મુસુંઢી. આના જીવો ‘મૂળ રૂપે એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેશા આલુવર્ગ માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ સમાન કહેવી. 3/832. ભગવદ્ ! આય, કાય, કુહણા, કંદુક્ક, ઉલ્વેહલિય, સફા, સક્ઝા, છત્તા, વંશાનિકા, કુમાર આ જીવો મૂલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ મૂળ' આદિ દશ ઉદ્દેશા “આલુવર્ગ માફક સંપૂર્ણ કહેવા. માત્ર અવગાહના ‘તાલુવર્ગ સમાન કહેવી. ભગવદ્ ! તે એમ જ છે. 4/833. ભગવદ્ ! પાઠા, મૃગવાલંકી, મધુરરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, ચંડી આ જીવો મૂલપણે એ પ્રમાણે અહીં પણ ‘મૂલાદિ દશ ઉદ્દેશા આલુક વર્ગ સદશ કહેવા. અવગાહના વલ્લીવત્ કહેવી. 5/834. ભગવન ! માષપર્ટી, મદુગપર્ણી, જીવક સરસવ, કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નખી, કૃમિનાશી, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિર્તી, પયોદલતા, હરેણુકા, લોહી આ જીવોના ‘મૂલ રૂપે એ પ્રમાણે આમાં દશા ઉદ્દેશા સંપૂર્ણ ‘આલુકવર્ગ સમાન કહેવા. આ પ્રમાણે પાંચ વર્ગોના 50 ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતા નથી, વેશ્યા ત્રણ છે. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. આ શતક- 23 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 140
Page #141
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૪ સૂત્ર-૮૩૫, 836 835. ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચત્વ, સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ. 836. સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ. સૂત્ર-૮૩૭ પ્રત્યેક જીવપદમાં જીવોના આ 24 દંડકના 24 ઉદ્દેશા કહેવાશે. શતક-૨૪,ઉદ્દેશો-૧ નૈરયિક સૂત્ર-૮૩૮ રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવન્! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિર્યંચ યોનિકથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજ ? ગૌતમ! એક-બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે. જો પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે? ગૌતમ! બંનેમાંથી ઉપજે. જો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર-સ્થલચર કે ખેચરથી આવીને ઉપજે ? ગૌતમ! ત્રણેમાંથી ઉપજે. જો જલચર, સ્થલચર, ખેચરથી આવીને ઉપજે તો શું પર્યાપ્તથી કે અપર્યાપ્તથી આવીને ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી આવીને ઉપજે, અપર્યાપ્તાથી નહીં. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં હે ભગવન્! જે નૈરયિક ઉત્પન્ન થાય તો, ભગવન્! કેટલી પૃથ્વીમાં ઉપજે છે ? ગૌતમ ! એક રત્નપ્રભા પૃથ્વીમાં ઉપજે છે. 1. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક માંથી રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે. 2. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. 3. ભગવદ્ ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ? ગૌતમ! સેવાર્ત સંઘયણમાં. 4. ભગવદ્ તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. 5. ભગવન્! તે જીવોના શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ! હુંડક સંસ્થાને. 6. ભગવન્! તે જીવોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ! ત્રણ -કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. 7. ભગવન્! તે જીવો સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યમિથ્યાદૃષ્ટિ છે? ગૌતમ! તેઓ સમ્યક્ દષ્ટિ કે સમ્યમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાદષ્ટિ છે. 8. ભગવદ્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમજ્ઞાની નથી, અજ્ઞાની છે. 9. નિયમા બે અજ્ઞાની છે - મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની. 10. ભગવદ્ ! તે જીવો મન-વચન-કાયયોગી છે ? ગૌતમ! મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. 11. ભગવદ્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ! બંને. 12. ભગવદ્ ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ! ચાર - આહાર, ભય, મૈથુન, પરિગ્રહસંજ્ઞા. 13. ભગવન્! તે જીવો કેટલા કષાયવાળા છે ? ચાર છે -ક્રોધ, માન, માયા, લોભકષાય. 14. ભગવન્! તે જીવોને કેટલી ઇન્દ્રિયો છે ? ગૌતમ ! પાંચ - શ્રોત્ર, ચક્ષુ યાવત્ સ્પર્શ. 15. ભગવદ્ ! તે જીવોને કેટલા સમુદ્યાત છે? ગૌતમ ! ત્રણ - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. 16. ભગવન ! તે જીવો સાતા વેદક છે કે અસાતવેદક? ગૌતમ! બંને. 17. ભગવદ્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદકો છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ વેદક નથી, નપુંસક વેદક છે. 18. ભગવદ્ ! તે જીવોની કેટલો કાળો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 141
Page #142
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂર્વકોડી. 19. ભગવન્! તે જીવો કેટલા અધ્યવસાયવાળા છે? ગૌતમ ! અસંખ્ય. ભગવન્! તેઓ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત ? ગૌતમ! બંને. 20. ભગવદ્ ! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. 21. ભગવન્! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે કેટલો કાળ સેવે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી 10,000 વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પૂર્વકોડી અધિક આટલો કાળ સેવે, આટલો કાળ ગતિ-આગતિ કરે. 2. ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ પણ 10,000 વર્ષ સ્થિતિમાં. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ ! અહીં બધી જ વક્તવ્યતા સંપૂર્ણ પૂર્વવત્ કહેવી. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભા. પૃથ્વીમાં નૈરયિક થઈ, પછી ફરી પર્યાપ્તા અસંજ્ઞીમાં યાવત્ કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય 10,000 વર્ષ અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક આટલો. કાળ રહે, આટલો કાળ ગમનાગમન કરે. 3. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભગવદ્ ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે. બાકી બધું પૂર્વવત્ અનુબંધ સુધી જાણવુ. ભગવદ્ ! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ફરી પર્યાપ્તા યાવતુ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે કાલાદેશથી જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલો કાળ સેવે, ગતિ-આગતિ કરે. 4. જઘન્ય કાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક હોય, ભગવદ્ ! તે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય તો ભગવનું ! તે કેટલો કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિથી ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? બાકી પૂર્વવતુ. વિશેષ એ કે- આ ત્રણ જ્ઞાન, આયુ, અધ્યવસાય, અનુબંધમાં અંતર છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ભગવન્! તે જીવોના કેટલા અધ્યવસાન છે ? અસંખ્ય. ભગવદ્ ! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત ? ગૌતમ! પ્રશસ્ત નથી, અપ્રશસ્ત છે. અનુબંધ અંતર્મુહૂર્ત છે. બાકી પૂર્વવતુ. ભગવન્! તે જઘન્યકાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય રત્નપ્રભા યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, આટલો કાળ રહે, યાવત્ ગતિ-આગતિ કરે. 5. ભગવદ્ ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જઘન્યકાલ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વીનૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી. 10,000 વર્ષમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો. બાકી પૂર્વવત્, તેને ત્રણ જ્ઞાનો છે યાવત્ ભગવદ્ ! તે જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ યોનિમાં જઘન્ય કાળસ્થિતિક રત્નપ્રભામાં ફરી યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે. 6. ભગવદ્ ! જઘન્યકાળ સ્થિતિક યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 142
Page #143
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતમો ભાગ સ્થિતિથી ઉપજે. ભગવન્! તે જીવો. બાકી પૂર્વવતુ, તેમજ ત્રણ જ્ઞાનો યાવત્ હે ભગવનું ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્ન, યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક અંતર્મુહૂર્ત કાળ યાવત્ કરે. 7. ભગવન્ઉત્કૃષ્ટતાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજ ? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ યાવતુ ઉપજે. ભગવન! તે જીવો એક સમયથી અવશેષ જેમ ઔધિક ગમમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ એ બે જ્ઞાન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી પૂર્વવતું. ભગવન્! તે જીવો ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભા યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી. પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલી યાવત્ કરે. 8. ભગવદ્ ! ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા તિર્યંચયોનિક જે જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા યાવત્ ઉપજવા યોગ્ય છે, તે ભગવન્! કેટલો યાવત્ ઉપજ ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ. ભગવદ્ ! તે જીવો, બાકી પૂર્વવત્ જેમ સાતમાં ગમમાં કહ્યું યાવત્ તે ભગવદ્ ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ યાવત્ તિર્યંચયોનિક જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વમોટી અને 10,000 વર્ષ અભ્યધિક ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક આટલો યાવત્ કરે. 9. ઉત્કૃષ્ટ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક, હે ભગવન્! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે જીવો એક સમયમાં બાકી સાતમાં ગમ મુજબ યાવત્ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા યાવતું કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક પૂર્વકોડી, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે. આ પ્રમાણે આ ત્રણ ગમ ઔધિક છે, ત્રણ ગમ જઘન્ય કાળ સ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં છે. કુલ નવ ગમ છે. સૂત્ર-૮૩૯ 1. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાતoથી ? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચથી ઉપજે. અસંખ્યાત નહીં. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી યાવત્ ઉપજ ? તો જલચરથી ઉપજે પ્રશ્ન ? ગૌતમ ! જલચરથી ઉપજે, જેમાં અસંજ્ઞી યાવત્ પર્યાપ્તાથી ઉપજે, અપર્યાપ્તાથી નહીં. ભગવદ્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે હે ભગવન્! કઈ પૃથ્વીમાં ઉપજે? ગૌતમ! રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં. ભગવન્! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવતુ. ભગવન્! તે જીવોના શરીરો કયા સંઘયણવાળા. છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજઋષભનારાચ સંઘયણી યાવત્ સેવાર્ત સંઘયણી. શરીરાવગાહના, અસંજ્ઞીવતું. જઘન્ય થી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. ભગવદ્ ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે ? છ સંસ્થાને, તે આ - સમચતુરસ, ન્યગ્રોધ યાવત્ હુંડક. ભગવન ! તે જીવોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! છ - કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યા. દષ્ટિ ત્રણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે. બાકી બધુ અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુધ્ધાતો પહેલા પાંચ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 143
Page #144
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવત્ યાવત્ ભગવદ્ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભાવ યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ, આટલો કાળ રહે યાવત્ કરે. 2. પર્યાપ્તા સંખ્યાત યાવત્ જઘન્ય કાળ ભવિક યાવતુ તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ સ્થિતિમાં યાવતુ ઉપજે. ભગવન્! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવશેષ કહેવું યાવત્ કાલાદેશથી - 1. યાવત્ કરે. 3. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધુ પહેલા ગામ પ્રમાણે જાણવુ - - - 4. ભગવદ્ ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ ઉત્પન્ન થવાયોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્! તે જીવો. બાકી પહેલા ગમ મુજબ. વિશેષ આ - આ આઠમાં વિશેષતા છે. શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ધનુષ પૃથક્વ. લેશ્યા - પહેલી ત્રણ, મિથ્યાષ્ટિ, નિયમા બે અજ્ઞાનજ્ઞાની નહીં, પહેલા ત્રણ સમુદ્ઘાત, આયુ, અધ્યવસાય, અનુબંધ ત્રણે અસંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ. 5. જો તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ. પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો. 6. ભગવદ્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુવાળા યાવત્. તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવોના પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી 10,000 વર્ષ અધિક પૂર્વકોડી આદિ - 8. 7. જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી - x 8. ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પર્યાપ્ત યાવત્ તિર્યંચયોનિકમાં હે ભગવન્! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવતુ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી - 4. આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉલ્લેપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા. સૂત્ર-૮૪૦ 1. ભગવદ્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરામભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન તે જીવો એક સમયમાં એ પ્રમાણે રત્નપ્રભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહર્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ યાવતું ગમનાગમન કરે. 2. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે - બધા ગમોમા નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. આ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. જેમ કે. વાલુકાપ્રભામાં 28 સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં જ, ધૂમપ્રભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં વાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વજઋભનારાચ યાવત્ કીલિકા. પંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપ્રભામાં ત્રણ સંઘયણી, તમામા બે સંઘયણી - વજઋષભનારાજ અને ઋષભ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 144
Page #145
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નારાચવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્. પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવતુ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી. ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્તે જીવોજેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે - વજઋષભનારાચા સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય પણ તેમજ યાવત્ ચાર પૂર્વકોડી અધિક યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્ર યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩સાગરોપમ અને બે અંતર્મહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક. તે જ જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળ સ્થિતિમાં વક્તવ્યતા. માફક કહેવી યાવતુ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ ઇત્યાદિ - x. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્ કાલાદેશ. તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ણ અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્! તે બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વક્તવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ, વિશેષ એ કે - સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોડી અભ્યધિક ૨૨સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમાં ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન એ પ્રમાણે જ યાવતુ અનુબંધ. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમાદિ. સૂત્ર-૮૪૧, 842 841. જો તે નૈરયિક, મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં. જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત૦ થી ઉપજે? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ થી નહીં. જો સંખ્યાત વર્ષાયુ, યાવત્ ઉપજે તો પર્યાપ્ત સંખ્યાત થી અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુથી ? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં. ભગવદ્ ! જે પર્યાપ્ત સંખ્યાયુષ્કટ સંજ્ઞી મનુષ્ય નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવદ્ ! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! સાતે પૃથ્વીમાં ઉપજે. રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવદ્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય, જે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 145
Page #146
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉપજે. સંઘયણ-છ. શરીરવગાહના જઘન્યથી અંગુલ પૃથક્વ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ એ પ્રમાણે બાકીનું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક યાવતું ભવાદેશથી. વિશેષ એ કે ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. સમુદ્યાત છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથત્વ-ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી. બાકી પૂર્વવતું. કાલાદેશથી જઘન્યા માસ પૃથત્વ અધિક 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો તે જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી 40,000 વર્ષ અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથ7 અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - આ પાંચમાં અંતર છે. શરીરાવગાહના જઘન્યા અંગુલ પૃથત્વ, ઉત્કૃષ્ટી તેમજ ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાએ. પાંચ સમુધ્ધાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા માસ પૃથત્વ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથત્વ અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા ચોથા ગમ સમાન જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથ૮ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથત્વ અધિક 40 હજાર વર્ષ. આટલો કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથત્વ અધિક ચાર સાગરોપમ યાવત્ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને પહેલા ગમ માફક જાણવું. માત્ર શરીરવગાહના જઘન્યા 500 ધનુષ, ઉત્કૃષ્ટી 500 ધનુષ. સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વકોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા. 10,000 વર્ષાધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ યાવતુ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમાં ગમની વક્તવ્યતા જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા 10,000 વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી 40,000 વર્ષાધિક ચાર પૂર્વકોડી - . તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો સાતમા ગમ મુજબની વક્તવ્યતા. માત્ર કાલાદેશથી પૂર્વકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. 842. પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્! જે શર્કરા પ્રભામાં નૈરયિકરૂપે યાવત્ ઉત્પન્ન થાય, તે ભગવદ્ ! કેટલો યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. ભગવદ્ ! તે જ જીવો. રત્નપ્રભા પૃથ્વીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યથી રત્ની પૃથત્વ, ઉત્કૃષ્ટી 500 ધનુષ, સ્થિતિ જઘન્યા વર્ષે પ્રથત્વ, ઉત્કૃષ્ટી પૂર્વકોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવતુ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથત્વ અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ. એ પ્રમાણે આ ઔધિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો. જો તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય ઉત્પન્ન થાય, તો ત્રણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી રત્નીપ્રથર્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથત્વ, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું ઔધિક મુજબ. સંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો. જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ત્રણે ગમોમાં પૂર્વવતું. આટલી વિશેષતા - શરીરવગાહના. જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ 500 ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ- નૈરવિકસ્થિતિ અને કાયસંવેધ જાણવા. એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે, તે તિર્યંચયોનિક માફક જાણવુ. કાલાદેશ પણ તેમજ. માત્ર મનુષ્યસ્થિતિ કહેવી. ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 146
Page #147
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હે ભગવન્! કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્યા ૨૨-સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન્! તે જીવો એક સમયમાં શેષ તેમજ, શર્કરામભા પૃથ્વી ગમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને સ્ત્રીવેદક ન ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય ૨૨-સાગરોપમ અને વર્ષ પૃથત્વ અધિક, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ - નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સંવેધ જાણવો. તે જ મનુષ્ય સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમકોમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને રત્નીપૃથ7. સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથc. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ત્રણે ગમકમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને 500 ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પૂર્વકોડી, એ રીતે અનુબંધ પણ છે. આ નવે ગમકોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે યાવત્ નવ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૩૩સાગરોપમ, પૂર્વકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવન્! તેમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨ ' અસુરકુમાર ' સૂત્ર-૮૪૩ રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! અસુરકુમાર ક્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવતુ દેવથી ? ગૌતમ ! નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન્! જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે. ભગવન્! તે જીવો એ રીતે રત્નપ્રભા ગમક સમાન નવે પણ ગમો કહેવા. વિશેષ એ - જેમની સ્વયં જઘન્ય કાલ સ્થિતિ હોય, તેમને અધ્યવસાયો પ્રશસ્ત હોય, અપ્રશસ્ત નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવતું. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત્ ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં ? ગૌતમ! સંખ્યાત વર્ષાયુમાં યાવત્ ઉપજે, અસંખ્યાતમાં પણ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળા સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો. એક સમયમાં પ્રશ્ન? જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ થી સંખ્યાતા ઉપજે. વજઋષભનારાચ સંઘયણી, અવગાહના જઘન્યતી ધનુષ પૃથત્વ, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુરસ સંસ્થાન સંસ્થિત, ચાર વેશ્યા, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, ત્રણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઇન્દ્રિયો, ત્રણ સમુધ્ધાતો સમવહત થઈને કે સમવહત ન થઈને મરે, વેદના બે - શાતા, અશાતા વેદ બે - સ્ત્રી, પુરુષ. સ્થિતિ જઘન્ય-સાતિરેક પૂર્વકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્ત-અપ્રશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂર્વકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે એ જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. માત્ર અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત્. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 147
Page #148
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂર્વકોડી આયુ ઉપજે. ભગવદ્ ! તેo? બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, વિશેષ-અવાગહના જઘન્યથી ધનુષ પૃથત્વ-ઉત્કૃષ્ટથી સાતિરેક 1000 ધનુષ. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂર્વકોડી આ પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જઘન્ય થી સાતિરેક પૂર્વકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી એટલો કાળ રહે. તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણી. લેવો. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્, વિશેષ -કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક બે પૂર્વકોડી, આટલો કાળ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા નમક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ-૧૦,૦૦૦ વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે. તે જ જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન. આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો જોઈએ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમ એટલો કાળ જ રહે. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ ઉપજે, તો શું જલચર એ પ્રમાણે યાવત્ પર્યાપ્તા સંખ્યાતા વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો એકસમયમાં એ રીતે એમના રત્નપ્રભા પૃથ્વીના ગમક સમાન જાણવુ. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે - ચાર વેશ્યા, અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો. જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં. જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કoથી? ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્કથી યાવત્ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્કથી આવીને પણ ઉપજે. ભગવદ્ ! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કેટલી. કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુષ્ક તિર્યંચયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરવગાહના પહેલા-બીજા ગમામાં જઘન્ય સાતિરેક 500 ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવત્. ત્રીજા ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉં. બાકી તિર્યંચયોનિક મુજબ જાણવુ. તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિર્યંચયોનિક સમાન ત્રણ ગમો કહેવો. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક 500 ધનુષ છે. બાકી પૂર્વવત્. તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મ, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરાવગાહના ત્રણે ગમોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ, બાકી પૂર્વવતુ. જો સંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષાયુષ્ક? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાતoથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં. ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવદ્ ! કેટલા કાળની સ્થિતિથી ઉપજે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિકમાં ઉપજે, ભગવન ! જે જીવો જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવતુ. ભગવન્! તેમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 148
Page #149
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૪,ઉદ્દેશો-૩' નાગકુમાર’’ સૂત્ર-૮૪ રાજગૃહે યાવતું આમ પૂછયું - ભગવન્! નાગકુમાર ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકથી યાવતું દેવથી ? ગૌતમ નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ મનુષ્ય, તિર્યંચયોનિકથી આવીને ઉપજે. જો તિર્યંચ૦ એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા મુજબ અહીં પણ કહેવું યાવત્ અસંજ્ઞી. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત વર્ષાયુ ? ગૌતમ! બંનેથી. અસંખ્ય વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન્! જે નાગકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ સ્થિતિમાં. ભગવન્! તે જીવો. બાકી બધું અસુરકુમારમાં ઉત્પાદ માફક કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા 10,000 વર્ષાધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી દેશોના પાંચ પલ્યોપમ આટલો કાળ રહે. તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા છે. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ છે. તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો તેની પણ આ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જઘન્યથી દેશોન બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય દેશોન ચાર પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોન પાંચ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિમાં જન્મ્યો હોય, તેને ત્રણે ગમકમાં અસુરકુમારમાં ઉત્પન્ન થનાર જઘન્યકાળ સ્થિતિક માફક કહેવા. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં જમ્યો હોય, તેને પણ તે જ પ્રમાણે ત્રણે ગમક જેમ અસુરકુમારમાં કહ્યા તેમ જાણવા. વિશેષ એ કે - નાગકુમારની સ્થિતિ, સંવેધ જાણવો જોઈએ. બાકી પૂર્વવતુ. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત ? ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક, અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક નહીં. પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલી કાળસ્થિતિમાં ઉપજ ? જેમ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારની વક્તવ્યતા છે, તે મુજબ અહીં પણ નવે ગમતોમાં કહેવી. માત્ર નાગકુમાર સ્થિતિ અને સંવેધ જાણવો. જો મનુષ્યથી આવે તો શું સંજ્ઞી મનુષ્ય કે અસંજ્ઞી મનુષ્ય૦ ? ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી ઉપજે, અસંજ્ઞી મનુષ્યથી નહીં. જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યાવત્ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, ભગવદ્ ! જે નાગ કુમાર માં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, એ પ્રમાણે જેમ અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચયોનિકોનો નાગકુમારમાં પહેલા ત્રણ ગમકો તે પ્રમાણે જ અહીં કહેવા - માત્ર પહેલા, બીજા ગમકમાં શરીરાવગાહના જઘન્યથી સાતિરેક 500 ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, ત્રીજા ગમમાં અવગાહના જઘન્યથી દેશોન બે ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જમ્યો હોય, તેને ત્રણે ગમમાં અસુરકુમારના તેમાં ઉત્પાદ માફક સંપૂર્ણ કહેવું. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જમ્યો હોય, તેના ત્રણે ગમક, ઉત્કૃષ્ટકાલ સ્થિતિક અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક કહેવા. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. બાકી પૂર્વવતુ. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાત ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત. અપર્યાપ્ત નહીં. ભગવદ્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યમાં જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવદ્ ! કેટલા કાળની ? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ સ્થિતિ. એ રીતે અસુરકુમારમાં. ઉત્પન્ન થનાર માફક સર્વ કંઈ સંપૂર્ણ નવે ગમતોમાં કહેવું. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 149
Page #150
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૨૪,ઉદ્દેશો-૪ થી 11' ‘સુવર્ણકુમારાદિ ' સૂત્ર-૮૪૫ બાકીના સુવર્ણકુમારથી સ્વનિતકુમાર સુધીના આઠે ઉદ્દેશા નાગકુમારની માફક સંપૂર્ણ કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૧૨ પૃથ્વીકાયિક' સૂત્ર-૮૪૬ ભગવન્! પૃથ્વીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ? ગૌતમ! તે નૈરયિકથી નહીં, પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે. જો તે તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિય તિર્યંચથી. ઇત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવત્ જો બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તબાદર૦ યાવત્ ઉપજે કે અપર્યાપ્ત બાદર૦થી ? ગૌતમ! બંને પ્રકારે યાવત્ ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! પ્રતિસમય અવિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાર્ત સંઘયણી, શરીરવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ, મસુર ચંદ્ર સંસ્થિત, ચાર લેશ્યા, માત્ર મિથ્યા-દષ્ટિ, અજ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચાર કષાય, એક સ્પર્શનેન્દ્રિય, ત્રણ સમુદ્યાત, બે વેદના, માત્ર નપુંસક વેદક, સ્થિતિ-જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી 22,000 વર્ષ પ્રશસ્ત-અપ્રશસ્ત અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે. ભગવન્! તે પૃથ્વીકાય ફરી પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ હુર્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્ બધું કહેવું. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 22,000 વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અંતર્મુહૂર્ત અધિક અને ઉત્કૃષ્ટથી 1,76,000 વર્ષ. આટલો કાળ યાવતું ગમનાગમન કરે. તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા ગમક સમાન કહેવું. માત્ર વેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, અપ્રશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવતું. તે જો જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે, તો ચોથા ગમનું કથન. તે જો ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવત્ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતર્મુહર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 88,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક, આટલો કાળ રહે. તે જો સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીજા ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત. એ રીતે સાતમાં ગમ માફક યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક 88,000 વર્ષ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ 22,000 વર્ષ સ્થિતિમાં ઉપજે. અહીં સાતમા ગમની વક્તવ્યતા જાણવી યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા 4,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 1,76,000 વર્ષ. જો અપુકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અપૂ૦, બાદર અપુ એ પ્રમાણે આ ચાર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 150
Page #151
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભેદો કહેવા યાવત્ પૃથ્વીકાયિક. ભગવન્! અપ્રકાયિક, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ, ઉત્કૃષ્ટી 22,000 વર્ષમાં ઉપજે. એ રીતે પૃથ્વીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી 7000 વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજા, છઠ્ઠી, સાતમા, આઠમા, નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજા ગમમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ. ઉત્કૃષ્ટથી 1,16,000 વર્ષ કાળ રહે. છઠ્ઠી ચમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 88,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 7000 વર્ષ, ઉત્કૃષ્ટ 1,16,000 વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 7000 વર્ષ, ઉત્કૃષ્ટ 28,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક કાળ રહે. નવમાં ગમકમાં ભવાદેશથી જઘન્ય બે ભવ - ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય 29,000 વર્ષ, ઉત્કૃષ્ટ 1,16,000 વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અપકાય સ્થિતિ છે. જો તેઉકાયથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ લેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલાપ સંસ્થાન, સ્થિતિ જાણવી. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મહત્ત્વ અધિક 22,000 વર્ષ સ્થિતિઉત્કૃષ્ટ થી ૧૨-રાત્રિદિવસ અધિક 88,000 વર્ષ રહે. એ પ્રમાણે સંવેધ ઉપયોગ કરવો કહેવો. જો વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાયિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાયિક માફક કહેવા. વિશેષ એ- પતાકા સંસ્થાન, સંવેધ હજારો વર્ષોથી કહેવો. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ - ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. જો વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અપ્રકાયિકના ગમ સમાન નવ ગમક કહેવા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવગાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક 1000 યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃથ્વીકાયિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અને અંતર્મહત્ત્વ અધિક ઉત્કૃષ્ટથી 1,28,000 કાળ કહેવો. સંવેધ ઉપયોગ પૂર્વક કહેવો. સૂત્ર-૮૪૭ જો બેઇન્દ્રિયથી ઉપજે તો શું પર્યાપ્તા બેઇન્દ્રિયથી ઉપજે કે અપર્યાપ્તથી ? ગૌતમ ! બંનેમાંથી આવીને ઉપજે. ભગવદ્ ! જે બેઇન્દ્રિય પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો એક સમયમાં ? ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાર્ત સંઘયણ, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી 12 યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેશ્યા, સમ્યગૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમા, વચન અને કાયયોગી, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, બે ઇન્દ્રિય - જીહા અને સ્પર્શ, ત્રણ સમુઘાત, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા. વિશેષ એ - ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અને અંતર્મુહર્ત અધિક, ઉત્કૃષ્ટ 48 વર્ષ અધિક, 88,000 વર્ષ, આટલો કાળ રહે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 151
Page #152
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તે જ સ્વયં જઘન્ય સ્થિતિક જન્મે. તેને પણ આ જ વક્તવ્યતા ત્રણે ગમકમાં કહેવી. વિશેષ આ - સાતમાં અંતર છે. શરીરવગાહના પૃથ્વીકાયિકવતું, માત્ર મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, સ્થિતિ - સ્થિતિ માફક, સંવેધ. પહેલા બે ચમકમાં તે પ્રમાણે જ. ત્રીજા ગમકમાં ભવાદેશથી તેમજ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક 88,000. તે જ સ્વયં ઉત્કૃષ્ટતાલ સ્થિતિક જન્મે, આના પણ ઔધિક ગમક સમાન ત્રણ ગમકો કહેવા. માત્ર ત્રણે ગમકમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 12 વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ. કાલાદેશથી ઉપયોગથી કહેવું યાવત્ નવમાં ગમકમાં જઘન્યથી 12 વર્ષ અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 48 વર્ષ અધિક 88,000 વર્ષ. આટલો કાળ રહે. જો તેઇન્દ્રિયથી આવીને ઉપજે તો આ પ્રમાણે જ નવ ગમકો કહેવા. વિશેષ આ - પહેલા ત્રણ ગમકોમાં શરીરા-વગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, ત્રણ ઇન્દ્રિયો, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 49 રાત્રિદિવસ. ત્રીજા ગમમાં કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ - ઉત્કૃષ્ટથી 96 રાત્રિ દિવસ અધિક 88,000 વર્ષ. મધ્યના ત્રણ ગમકો તેમ જ છે. છેલ્લા ત્રણ ગમકો તેમ જ છે. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી 49 રાત્રિદિવસ, ઉત્કૃષ્ટથી પણ તેમજ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. જો ચઉરિન્દ્રિયથી આવીને ઉપજે તો એ જ રીતે નવે ગમકો કહેવા. માત્ર આ સ્થાનોમાં અંતર છે - શરીરાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ, સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટ છ માસ. એ રીતે અનુબંધ, ચાર ઇન્દ્રિયો, બાકી પૂર્વવત્ યાવત્ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટ થી 24 માસ-અધિક 88,000 વર્ષ આટલો કાળ રહે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે કે અસંજ્ઞી પંચે થી ? ગૌતમ ! બંનેથી. જો અસંજ્ઞી પંચેન્દ્રિયથીતો જલચરથી આવીને ઉપજે કે યાવત્ અપર્યાપ્તાથી આવીને ઉપજ ? ગૌતમ! પર્યાપ્તાથી પણ અને અપર્યાપ્તાથી પણ આવીને ઉપજે. ભગવન્અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ૦? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. ભગવદ્ ! તે જીવો. ? બેઇન્દ્રયના ઔધિક સમાના કહેવા. માત્ર શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી 1000 યોજન. પંચેન્દ્રિયોની સ્થિતિ, અનુબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 88,000 વર્ષાધિક ચાર પૂર્વકોડી, આટલો કાળ રહે. નવે ગમકોમાં કાયસંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો. વિશેષ આ -ત્રણ ચમકોમાં જેમ બેઇન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકો સમાન અને છેલ્લા ત્રણ ગમકોમાં પ્રથમ ત્રણ ગમક સમાન કહેવું. વિશેષ- સ્થિતિ, અનુબંધ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, બાકી પૂર્વવત્ યાવત્ નવમાં ગમકમાં જઘન્ય પૂર્વકોડી, 22,000 વર્ષ અધિક. ઉત્કૃષ્ટમાં 88,000 વર્ષાધિક ચાર પૂર્વકોડી, આટલો કાળ રહે. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો સંખ્યાત વર્ષાયુથી કે અસંખ્યાત વર્ષાયુથી આવે ? ગૌતમ ! થી જ આવે. જો સંખ્યાત વર્ષાયુથી આવે તો શું જલચરથી આવે ? બાકીનું અસંજ્ઞીવત્ કહેવું યાવત્ ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞીમાં કહ્યું, તેમ અહીં કહેવું. વિશેષ એ કે - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. બાકી પૂર્વવત્ યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી 88,000 વર્ષાધિક ચાર પૂર્વકોડી, આટલો કાળ રહે. સંવેધ, નવે ગમકોમાં અસંજ્ઞી માફક સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા ત્રણ અને વચલા ત્રણ ગમકોમાં પણ તેમ જ, પણ આ નવમાં અંતર છે - અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે, ત્રણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 152
Page #153
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' લેશ્યા, મિથ્યા દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગી, ત્રણ સમુઘાત, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, અપ્રશસ્ત અધ્યવસાય, અનુબંધ સ્થિતિ માફક, બાકી પૂર્વવતું. છેલ્લા ત્રણે ગમકમાં-પ્રથમ ગમકવતું. માત્ર સ્થિતિ, અનુબંધ, જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વકોડી, બાકી પૂર્વવત્ . સૂત્ર-૮૪૮ જો મનુષ્યથી આવીને પૃથ્વીકાયિકમાં ઉપજે, તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી થી ? ગૌતમ! બંનેમાંથી ઉપજે. ભગવદ્ ! અસંજ્ઞી મનુષ્ય, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહ્યા, તેમ આના ઔધિક ત્રણ ગમકો તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવા. બાકીના છ ન કહેવા. જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્કથી આવીને ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કથી ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્કથી. જો સંખ્યાત વર્ષાયુવાળાથી ઉપજે તો પર્યાપ્તાથી આવીને ઉપજે કે અપર્યાપ્તાથી. ? ગૌતમ ! પર્યાપ્ત-અપર્યાપ્ત બંનેથી. ભગવન ! સંજ્ઞી મનુષ્ય, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. ભગવન્! તે જીવો. ? રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર જેમ કહ્યા, તેમ ત્રણે ગમકમાં પ્રાપ્તિ કહેવી. વિશેષ આ - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, એ રીતે અનુબંધ, સંવેધ, નવે ગમકમાં સંજ્ઞી પંચેન્દ્રિયવત્ છે. મધ્યમ ત્રણ ગમકમાં પ્રાપ્તિ સંજ્ઞી પંચેન્દ્રિય માફક છે, બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. છેલ્લા ત્રણ ગમક, ઔઘિક ગમ માફક કહેવા. વિશેષ એ કે - અવગાહના. જઘન્યા 500 ધનુષ, ઉત્કૃષ્ટી-૫૦૦ ધનુષ. સ્થિતિ અને અનુબંધ જઘન્યા અને ઉત્કૃષ્ટી બંને પૂર્વકોટી. બાકી પૂર્વવત્. માત્ર પાછલા ગમકોમાં સંખ્યાતા જ ઉપજે છે. જો દેવથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી આવીને ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી. જો ભવનવાસી દેવથી આવીને ઉપજે તો અસુરકુમાર ભવનવાસીથી આવીને ઉપજે કે યાવતુ. સ્વનિતકુમારથી? ગૌતમ! દશથી. ભગવન્! જે અસુરકુમાર પૃથ્વીકાયિકમાં ઉપજવા યોગ્ય હોય તો કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ 22,000 વર્ષ. ભગવન્! તે જીવો પ્રશ્નર ગૌતમ! જઘન્યથી. એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. ભગવન્! તે જીવોના શરીર કયા સંઘયણે છે? ગૌતમ! છ સંઘયણ, અસંઘયણી યાવત્ પરિણમે છે. ભગવદ્ ! તે જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ! બે ભેદે - ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત રત્ની, તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. ભગવદ્ ! તે જીવોના શરીર કયા આકારે છે? ગૌતમ! બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ સંસ્થિત છે. જે ઉત્તરવૈક્રિય છે, તે વિવિધાકારે છે. લેશ્યા ચાર, દષ્ટિ ત્રણે, ત્રણ જ્ઞાન નિયમો - ત્રણ અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ સમુઘાત, બંને વેદના, સ્ત્રી અને પુરુષ વેદ, સ્થિતિ જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ, અધ્યવસાય અસંખ્ય-પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ, ભવાદેશથી બે ગ્રહણ, કાલાદેશથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ જઘન્યા અને ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક સાગરોપમ. આ પ્રમાણે નવે ગમકો જાણવા, માત્ર મધ્યના અને છેલ્લા ત્રણે ગમકોમાં અસુરકુમારોની સ્થિતિ વિશેષ જાણવી, બાકી ઔધિક મુજબ પ્રાપ્તિ. કાયસંવેધ જાણવો જોઈએ. બધે બે ભવગ્રહણ યાવત્ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્યા 22,000 વર્ષાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ. જે નાગકુમાર પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય તેમાં આ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. વિશેષ આ - જઘન્ય સ્થિતિ 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી દેશોન બે પલ્યોપમ, એ રીતે અનુબંધ પણ છે. કાલાદેશથી અંતર્મુહૂર્ત અધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 153
Page #154
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત આ કહેવું. જો વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવતુ ગંધર્વથી? ગૌતમ! પિશાચ યાવત્ ગંધર્વ, બધાથી ઉપજે. ભગવન્! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવે ગમકો કહેવા. વિશેષ એ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી પલ્યોપમ. જો જ્યોતિષ્ક દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી ? ગૌતમ! તે પાંચથી. ભગવદ્ ! જે જ્યોતિષ્ક દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય? અસુરકુમારવત્ લબ્ધિ કહેવી. માત્ર એક તેજોલેશ્યા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉત્કૃષ્ટી 1000 વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણવો. જો વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્પોપગથી કે કલ્પાતીતથી આવીને? ગૌતમ! કલ્પોપગથી, કલ્પાતીતથી નહીં. જો કલ્પોપગથી આવીને ઉપજે, તો શું સૌધર્મકલ્પથી કે યાવત્ અશ્રુતકલ્પથી આવીને ઉપજે? ગૌતમ! સૌધર્મ અને ઇશાન કલ્પથી આવીને ઉપજે, સનસ્કુમારાદિ કલ્પથી આવીને નહીં. ભગવન્સૌધર્મકલ્પથી આવીને જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલો કાળ૦? જ્યોતિષ્ક ગમક માફક જાણવુ. વિશેષ એ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકો કહેવા. વિશેષ આ સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ. ભગવન્ઇશાનદેવથી જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઇશાનદેવથી પણ નવ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવતુ. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. - શતક-૨૪,ઉદ્દેશો-૧૩ થી 16 ' અપૂકાય આદિ ' સૂત્ર-૮૯ થી 852 13/89. ભગવદ્ ! અપ્રકાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવતુ ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે અપ્રકાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 7000 વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃથ્વીકાયિક ઉદ્દેશક સદશ કહેવું. માત્ર સ્થિતિ, સંવેધ જાણવો. બાકી પૂર્વવતુ. ભગવન! તે એમ જ છે, એમ જ છે. 14/850. ભગવન્! તેઉકાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૃથ્વીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે 2. 15/851. ભગવદ્ ! વાયુકાયિક ક્યાંથી આવીને ઉપજ ? ગૌતમ! તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવુ. માત્રા સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવનું ! તે એમ જ છે 2. 16/852. ભગવન્! વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજ ? પૃથ્વીકાયિક સમાન સંપૂર્ણ ઉદ્દેશો કહેવો. વિશેષ એ કે- વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમકમાં પરિમાણ આ છે - પ્રતિસમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતા કાળ રહે યાવત એટલા કાળ સુધી ગમનાગમન કરે. બાકીના પાંચ ગમતો આઠ ભવગ્રહણવાળા તેમજ છે. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે - એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 154
Page #155
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૪,ઉદ્દેશો-૧૭ થી 19 ' ' બેઇન્દ્રિયાદિ ? સૂત્ર-૮૫૩ થી 855 17/853. ભગવન્! બેઇન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉપજે છે ? યાવત્ હે ભગવન્પૃથ્વીકાયિક જે બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? પૂર્વોક્ત પૃથ્વીકાયનું કથન કહેવું યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવગ્રહણ એટલો કાળ રહે. એ રીતે તેમાં ચાર ગમકોમાં સંવેધ જાણવો. બાકીના પાંચ ગમકોમાં તે રીતે જ આઠ ભવો છે. એ રીતે યાવત્ ચઉરિન્દ્રિય સુધી ચારમાં સંખ્યાત ભવો, પાંચમાં આઠ ભવો છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં તે રીતે આઠ ભવો છે. દેવો ઍવીને બેઇન્દ્રિયોમાં ના ઉપજે. સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્! તે એમ જ છે 2.. 18/854. ભગવન ! તેઇન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? તે ઇન્દ્રિયો, બેઇન્દ્રિયના ઉદ્દેશ માફક કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તેઉકાય સાથે તૃતીયગમમાં ઉત્કૃષ્ટ 208 રાત્રિદિવસ અને બેઇન્દ્રિય સાથે તૃતીય ગમમાં ઉત્કૃષ્ટથી 196 રાત્રિદિવસ અધિક 48 વર્ષ થાય. તેઇન્દ્રિયો સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ 392 રાત્રિદિવસ થાય. આ પ્રમાણે સંજ્ઞી મનુષ્ય સુધી સર્વત્ર જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે - એમ જ છે. 19/855. ભગવન ચતુરિન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ તેઇન્દ્રિયના ઉદ્દેશક કહ્યા તેમજ ચઉરિન્દ્રિયને પણ કહેવા. વિશેષ એ કે - સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન્! તે એમ જ છે 2. શતક-૨૪,ઉદ્દેશો-૨૦ તિર્યંચ પંચેન્દ્રિય ' સૂત્ર-૮૫૬ ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવત્ દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા યાવતુ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકથી આવીને ઉપજે? ગૌતમ! સાતે નરકથી આવીને૦ ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસુરકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવત્ પુદ્ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ રત્ની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરત્ની છે. ભગવદ્ ! તે જીવોના શરીરો કયા આકારે છે ? ગૌતમ ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરવૈક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે. તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, માત્ર નપુંસકવેદ, સ્થિતિ - જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતું. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવતું. વિશેષ આ -કાલાદેશથી જઘન્યા પૂર્વવતુ, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જેમ નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેવા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવતુ બધે જ સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન ! શર્કરામભા પૃથ્વી નૈરયિક0? જેમ રત્નપ્રભામાં નવ ગુમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરાવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 155
Page #156
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કહ્યા છે. એ રીતે નવે નમક ઉપયોગપૂર્વક કહેવા. એ રીતે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે- અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. ભગવન્અધઃસપ્તમી પૃથ્વીનૈરયિક ? એ રીતે નવ ગમકો કહેવા. વિશેષ આ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. પહેલા છ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટા ચાર ભવગ્રહણ. નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે - સ્થિતિ વિશેષ છે. કાલાદેશથી બીજા ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ આટલો કાળ રહે. ત્રીજા ગમકમાં જઘન્યથી પૂર્વકોડી અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ.ચોથા ગમકમાં જઘન્ય 22 સાગરોપમ અને અંતર્મુહુર્ત અધિક, ઉત્કૃષ્ટ 66 સાગરોપમ અને ત્રણ પૂર્વકોટી વર્ષ અધિક. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ત્રણ અંતર્મહત્ત્વ અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂર્વકોડી અધિક ૨૨-સાગરોપમ. ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકોટી અધિક ૬૬-સાગરોપમ. સાતમા ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. આઠમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક ૩૩સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મહૂર્ત અધિક ૬૬-સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂર્વકોડી અધિક ૩૩સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયથી આવીને ઉત્પન્ન થાય ? ઉપપાદ પૃથ્વીકાયિક ઉદ્દેશકવત્ કહેવો યાવત્ ભગવદ્ ! જે પૃથ્વીકાયિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યા અંતર્મુહુર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વસ્થાનમાં વક્તવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં પણ ઉત્પન્ન થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ, બાકી પૂર્વવત્ કાલાદેશથી બંને સ્થિતિ કરવી, જો અપકાયથી આવીને ઉપજે તો એ પ્રમાણે અપકાય પણ જાણવુ. આ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિયનો ઉપપાત કહેવો. વિશેષ એ કે - બધે જ પોતપોતાની લબ્ધિ કહેવી. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે કે અસંજ્ઞીથી? ગૌતમ! આ બંને ભેદો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત્ હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. . 4. બાકી જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને સંપૂર્ણ તેમજ કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂર્વકોડી પૃથત્વ અધિક કાળ રહે. બીજા ગમકમાં આ જ લબ્ધિ છે. વિશેષ આ -કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ણ અધિક ચાર પૂર્વકોડી કાળ ગમનાગમન કરે છે. તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉપજે તો જઘન્ય પલ્યોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. ભગવન્! તે જીવો એ પ્રમાણે જે રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્ . મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 156
Page #157
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવદ્ તે જીવો. બાકી બધું જેમ આ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમતમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવતુ અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુષ્કમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે -કાલાદેશથી જાણી લેવુ. તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મે, તો સંપૂર્ણ પ્રથમ ગમક વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ- પરિણામ જેમ આના જ ત્રીજા ગમમાં છે તેમ. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત ? ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત નહીં. જો સંખ્યાત યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત કે અસંખ્યાતમાં ? બંનેમાં ઉપજે. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે બાકીનું જેમ આના સંજ્ઞીના રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર પહેલા ગમક માફક કહેવું. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી 1000 યોજન, બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથત્વ અધિક કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વક્તવ્યતા, વિશેષ એ કે - કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર અંતર્મુહુર્ત અધિક છે. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. બાકી પૂર્વવત્ યાવતુ અનુબંધ. ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતર્મહત્ત્વ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં જન્મ, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પૃથ્વીકાયિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના ત્રણ ગમકોમાં કહેવી. સંવેધ - અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ - સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથત્વ અધિક. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત અધિક ઉત્કૃષ્ટથી ચાર અંતર્મહર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવતું. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજા ગમત મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 157
Page #158
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જો મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં? ગૌતમ! બંનેમાં. ભગવન્! અસંજ્ઞી મનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ વાળામાં ઉપજે. લબ્ધિ-ત્રણે ગમકોમાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો. જો સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં? ગૌતમ! સંખ્યાત૦માં, અસંખ્યાતoમાં નહીં. જો સંખ્યાત વર્ષાયુવાળામાં ઉપજે તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તામાં ? ગૌતમ! બંનેમાં. ભગવન્! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ કાળ ગમનાગમન કરે. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા છે. માત્ર કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી છે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જઘન્યથી અંગુલ પૃથત્વ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ, સ્થિતિ જઘન્ય માસ પ્રથત્વ, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક. જન્મ, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વક્તવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેવી. વિશેષ આ - પરિમાણ- ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવતુ. તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વક્તવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહના-જઘન્ય અને ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. બાકી તેમજ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથત્વ અધિક ત્રણ પલ્યોપમ-આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ આ -કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમત મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ આ જ કાળ, ગમનાગમન કરે. જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક દેવથી ઉપજ ? ગૌતમ ! ચારેથી ઉપજે. જો ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે યાવત્ સ્વનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશેમાંથી આવીને ઉપજે. ભગવન્! જે અસુરકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉત્કૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સર્વત્ર જાણી લેવો. ભગવન્! જે નાગકુમાર પંચે તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત્ સ્વનિતકુમાર સુધી આમ કહેવું. જો વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં ? પૂર્વવત્ યાવત્ હે ભગવન્ ! જે વ્યંતર પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 158
Page #159
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થવા યોગ્ય હોય ? પૂર્વવત્ જ. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવી. જો જ્યોતિષ્કમાં ઉપજે? તેમ જ જાણવુ. યાવત્ જે જ્યોતિષ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ. જ વક્તવ્યતા કહેવી જે પૃથ્વીકાયિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જો વૈમાનિક દેવમાં ઉપજે તો શું કલ્પોપકથી કે કલ્પાતીત ? ગૌતમ! કલ્પોપક વૈમાનિકથી આવીને ઉપજે, કલ્પાતીતથી નહીં. જો કલ્પોપકથી યાવત્ સહસ્ત્રાર કલ્પોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનત યાવત્ અશ્રુત કલ્પોપકથી આવીને નહીં. ભગવદ્ ! સૌધર્મ દેવ, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળસ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃથ્વીકાયિક ઉદ્દેશક મુજબ જાણવુ. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કાલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેશમાં પણ કહેવું. એ રીતે આ ક્રમથી બાકીના યાવત્ સહસાર દેવોનો ઉત્પાદ કહેવો. માત્ર અવગાહના, “અવગાહના સંસ્થાન” પદ મુજબ કહેવી, વેશ્યા સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પદ્મલેશ્યા, પછીનાને એક જ શુક્લલેશ્યા, વેદમાં સ્ત્રી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાયસંવેધ જાણી લેવો. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨૧' મનુષ્ય ' સૂત્ર-૮૫૭ ભગવન્! મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી કે યાવતુ દેવથી આવીને ? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવત્ કહેવો યાવત્ તમાં પૃથ્વી નૈરયિકથી આવીને પણ ઉપજે. પણ અધઃસપ્તમીથી આવીને ન ઉપજે. ભગવદ્ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસપૃથત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં. બાકીની વક્તવ્યતા પંચેન્દ્રિયતિર્યંચ૦માં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિશેષ એ - પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મુહર્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથત્વથી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવતુ. રત્નપ્રભા વક્તવ્યતા માફક શર્કરામભાની વક્તવ્યતા કહેવી. વિશેષ આ જઘન્ય વર્ષપ્રથત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વકોડીમાં. અવગાહના, લેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિર્યંચયોનિક ઉદ્દેશા માફક જાણવી. એ પ્રમાણે તમા પૃથ્વીનૈરયિક સુધી જાણવુ. જો તિર્યંચયોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે? ગૌતમ! એકેન્દ્રિય તિર્યંચયોનિક ભેદો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્ યાવત્ - ભગવદ્ ! જે પૃથ્વીકાયિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો. એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયની વક્તવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેવી. માત્ર ત્રીજા, છઠ્ઠી, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત, અપ્રશસ્ત બંને હોય છે. બીજા ગમકમાં અપ્રશસ્ત, ત્રીજા ગમકમાં પ્રશસ્ત હોય છે - . મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 159
Page #160
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ જો અપકાયથી આવે તો પૂર્વોક્ત વક્તવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિયની પણ જાણવી. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચે તિર્યંચ૦, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધા પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેવા. વિશેષ એ કે - આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત્. જો દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવત્ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો ભવનવાસી તો અસુરથી યાવત્ સ્વનિતથી આવે ? ગૌતમ! તે દશેથી આવે. ભગવન્! જે અસુરકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસપૃથત્વ ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મુહૂર્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથત્વમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા. જાણવી. પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ઉદ્દેશા અનુસાર સનકુમારથી સહસ્ત્રાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુષ્કમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથત્વ અને પૂર્વકોડી કહેવો. સનકુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮-સાગરોપમ થાય છે. માહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં 40, લાંતકમાં-૫૬, મહાશુક્રમાં-૬૮, સહસારમાં-૭૨ સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેવી. ભગવદ્ ! આણતદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી વર્ષપ્રથત્વ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે એ પ્રમાણે જેમ સહસ્ત્રાર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકોડી અધિક પ૭સાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગમકો છે. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પ્રાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા 60 સાગરોપમ, આરણની 63 સાગરોપમ, અય્યતની 66 સાગરોપમ. જો કલ્પાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું રૈવેયકoથી ઉપજે કે અનુત્તરોપપાતિકથી? ગૌતમ! બંનેથી. જો રૈવેયકથી ઉપજે તો શું હેટ્રિમથી કે યાવત્ ઉપરિમ રૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે. ભગવન્રૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય વર્ષ પૃથત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકીનું આમંતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બે રત્ની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરસ, પાંચ સમુદ્યાત વેદના યાવત્ તૈજસ, પણ વૈક્રિય કે તૈજસ સમુદ્યાત વડે સમવહત થયો નથી - થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૨૧-સાગરોપમ. બાકી પૂર્વવત્, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોડી અધિક ૯૩-સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જો અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તરથી આવીને ઉપજે કે સર્વાર્થસિદ્ધ) થી? ગૌતમ! પાંચેથી ઉપજે. ભગવદ્ ! વિજય-વૈજયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? જેમ રૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જઘન્યા અંગુલનો. અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રત્ની, માત્ર સમ્યગદૃષ્ટિ, જ્ઞાની-નિયમાં ત્રણ જ્ઞાની- આભિનિબોધિક, શ્રુત, અવધિ જ્ઞાની, સ્થિતિ-જઘન્ય ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. બાકી પૂર્વવતું. ભવાદેશથી - જઘન્ય બે ભવું, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 160
Page #161
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉત્કૃષ્ટ ચાર ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથક્વાધિક ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્. ભગવનસર્વાર્થસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે વિજયાદિ દેવ વક્તવ્યતા માફક કહેવા. વિશેષ એ- સ્થિતિ અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, અનુબંધ પણ એમ જ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. માત્ર કાલાદેશથી જઘન્યા વર્ષપૃથત્વાધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી સર્વ પ્રથત્વાધિક ૩૩-સાગરોપમ કાળ રહે. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨૨ “વ્યંતરદેવ” સૂત્ર-૮૫૮ ભગવન ! વ્યંતરો ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકથી કે તિર્યંચથી ? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું. તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું. જો સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે. જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવુ યાવત્ કાલાદેશથી જઘન્ય 10,000 વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વક્તવ્યતા કહેવી. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે. મધ્યમના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વર્ષાયુષ્ક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા. જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વર્ષાયુષ્કવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, બાકી પૂર્વવતુ. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયવત્ કહેવી. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોદ્દેશકમાં કહ્યા મુજબ કહેવી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો- 23 જ્યોતિષ્ક દેવ’ ' સૂત્ર-૮૫૯ ભગવન્જ્યોતિષ્ક ક્યાંથી આવીને ઉપજ ? શું નૈરયિકથી આદિ ? ભેદો યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે, અસંજ્ઞી પંચેoથી નહીં. જો સંજ્ઞીથી ઉપજે તો શું સંખ્યાતાથી કે અસંખ્યાતા થી ? ગૌતમ! સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુષ્કથી ઉપજે. ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જ્યોતિષ્કમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળામાં ઉપજે ? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષાધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધુ અસુરકુમારો ફ્લેશક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવતુ. માત્ર કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 161
Page #162
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે. તે જો જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વક્તવ્યતા છે માત્ર કાલાદેશથી જાણી લેવું. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર સ્થિતિ જઘન્ય લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વર્ષાધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમાં સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવ આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુષ પૃથક્વ, ઉત્કૃષ્ટ સાતિરેક 1800 ધનુષ. સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔધિક વક્તવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય સંખ્યાત વર્ષાયુવાળામાં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જ્યોતિષ્ક સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્. જો મનુષ્યથી ઉપજે તો ભેદો તેમજ યાવત્ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, હે ભગવન્ ! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે ના જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનાર માફક સાતા ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જઘન્યથી સાતિરેક નવ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ. મધ્યમ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ ધનુષ, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્ સંપૂર્ણ યાવત્ સંવેધ કહેવું. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી સંખ્યામવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવા. માત્ર જ્યોતિષ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત્. ભગવદ્ ! તેમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો- 24 “વૈમાનિક દેવ” સૂત્ર-૮૬૦ ભગવન્સૌધર્મદેવ ક્યાંથી ઉપજે છે ? શું નૈરયિકોથી ? ભેદો, જ્યોતિષ્ક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને સૌધર્મદેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન્! કેટલા કાળ૦ ઉપજે? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો. ? બાકીનું જેમ જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું - માત્ર સમ્યક્ દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, આ જ વક્તવ્યતા - માત્ર અવગાહના જઘન્યથી ધનુષપૃથત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉં, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળા સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સદશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 162
Page #163
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' - જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયથી સંખ્યામવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવા ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સમ્યક્ દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પણ છે, બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમા છે, બાકી પૂર્વવતું. જો મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારની માફક કહેવા. યાવત્ - હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકલ્પમાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ આયુવાળા. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકનો સૌધર્મકલ્પમાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો અહીં કહેવા. માત્ર પહેલા બે ગમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેવી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉં, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉં, બાકી સંપૂર્ણ પૂર્વવત્, જો સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી કહ્યું, તે રીતે નવે ગમતો કહેવા. માત્ર સૌધર્મદેવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્ . ભગવન્! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજ ? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જઘન્યથી ધનુષ પૃથત્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉ. બાકી તેમજ. અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેવી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. અસંખ્યાત વર્ષાયુષ્કની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેવી. સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર - ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન્! સનસ્કુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? શર્કરામભા પૃથ્વી નૈરયિકોની સમાન કહેવો. યાવત્ - હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે સનકુમાર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત તે જ વક્તવ્યતા કહેવી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી છે. માત્ર સનકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં પહેલી પાંચ વેશ્યા કહેવી. બાકી પૂર્વવત્ જો મનુષ્યોથી આવીને ઉપજ ? શર્કરામભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનસ્કુમારની સ્થિતિ, સંવેધ જાણવા. ભગવન ! માહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે જે સનસ્કુમારની માફક માહેન્દ્ર દેવની વક્તવ્યતા કહેવી. વિશેષ એ- મહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક જાણવી. એ રીતે બ્રહ્મલોક દેવની વક્તવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ જાણવા. એ રીતે સહસ્ત્રાર સુધી કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યંચયોનિકના ત્રણે ગમકમાં છ એ વેશ્યા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલા પાંચ, મહાશુક્ર, સહસારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવત્. ભગવન્! આનત દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? સહસાર દેવો માફક ઉપપાત કહેવો. વિશેષ એતિર્યંચ યોનિક છોડી દેવા. યાવત્ - ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વક્તવ્યતા સહસ્ત્રારમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક પ૭-સાગરોપમ કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે અચુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ જાણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયણવાળા ઉપજે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 163
Page #164
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી યાવત્ અનુબંધ. વિશેષ એ કે સંઘયણ પહેલુ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથ૮ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂર્વકોડી અધિક ૬૬સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં, રૈવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું. ભગવન્! સર્વાર્થસિદ્ધક દેવો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવત્ - હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ત્રણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જમ્યો હોય, તો આ જ વક્તવ્યતા, માત્ર અવગાહના રત્ની પૃથત્વ, સ્થિતિ વર્ષ પૃથ7, બાકી પૂર્વવત્ કહેવું. સંવેધ જાણી લેવો. તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી 500 ધનુષ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પૂર્વકોડી. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સર્વાર્થ-સિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવનતે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. શતક-૨૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 164
Page #165
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૫ સૂત્ર-૮૬૧ એક ગાથા દ્વારા આ શતક- ૨૫ના 12 ઉદ્દેશાનો નામ-નિર્દેશ કરે છે– લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યવ, નિર્ઝન્ક, શ્રમણ, ઓઘ, ભવ્ય, અભવ્ય, સમ્યક્ મિથ્યા. શતક-૨૫, ઉદ્દેશો-૧ “લેશ્યા” સૂત્ર-૮૬૨ તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! વેશ્યાઓ કેટલી છે ? ગૌતમ! છે. તે આ - કૃષ્ણ લેશ્યા આદિ, જેમ શતક-૧, ઉદ્દેશો-૨માં કહ્યા મુજબ વેશ્યા વિભાગ, અલ્પબદુત્વ યાવત્ ચાર પ્રકારના દેવોનું મિશ્ર અલ્પબદુત્વ સુધી જાણવું. સૂત્ર-૮૬૩ સંસારી જીવ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચૌદ પ્રકારે છે. તે આ - 1. સસ્મ અપર્યાપ્તક. 2. સક્ષ્મ પર્યાપ્તક 3. બાદર અપર્યાપ્તક, 4. બાદર પર્યાપ્તક, 5. બેઇન્દ્રિય અપર્યાપ્તક, 6. બેઇન્દ્રિય પર્યાપ્તક, 7-8. એ રીતે તેઇન્દ્રિય, 9-10. એ રીતે ચતુરિન્દ્રિય, 11. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક, 12. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક, 13-14. એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક અને પર્યાપ્તક. ભગવદ્ ! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! 1. સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત જઘન્ય યોગ. 2. તેથી બાદર અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાતગણા, 3. તેથી બેઇન્દ્રિય અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાતગણા, 4. એ રીતે તેઇન્દ્રિયના, 5. એ રીતે ચતુરિન્દ્રિયના. 6. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા - તેથી - 7. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના જઘન્ય યોગ અસંખ્યાતગણા. 8. તેથી સૂક્ષ્મ પર્યાપ્તાં જઘન્ય યોગ અસંખ્યાતગણા, 9. બાદર પર્યાપ્તકના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા, 10. તેથી સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 11. તેથી બાદર અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. 12. તેથી સૂક્ષ્મ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 13. બાદર પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 14. બેઇન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ અસંખ્યાતગણા, 15 થી 18. એ રીતે તે ઇન્દ્રિય યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તકના યોગ અસંખ્યાતગણા - તેથી - 19. બેઇન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 20. એ રીતે ઇન્દ્રિયના, 21. એ રીતે ચતુરિન્દ્રિયના, 22-23. એ રીતે યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 24. તેથી બેઇન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 25. એ રીતે તે ઇન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 26. ચતુરિન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 27. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાં ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત-ગણા. 28. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. સૂત્ર-૮૬૪ ભગવન્! પ્રથમ સમય ઉત્પન્ન બે નૈરયિક સમયોગી હોય કે વિષમયોગી? ગૌતમ ! કદાચ સમયોગી, કદાચ વિષમયોગી.ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક યોગી છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન કે સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે - યાવતુ કદાચ વિષમયોગી હોય. આ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 165
Page #166
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૮૬૫ ભગવન્! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ! ૧૫-ભેદે. તે આ - સત્ય મનોયોગ, મૃષા મનોયોગ, સત્યામૃષા. મનોયોગ, અસત્યામૃષા મનોયોગ, સત્ય વચનયોગ, મૃષા વચનયોગ, સત્યામૃષા વચનયોગ, અસત્યામૃષા વચનયોગ, ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાયયોગ, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મિશ્ર શરીર કાયયોગ, કાર્પણ શરીર કાયયોગ. ભગવદ્ ! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! 1. સૌથી થોડા કાર્મણશરીર જઘન્યયોગી, 2. ઔદારિક મિશ્ર જઘન્યયોગ અસંખ્યાતા, 3. વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, 4. ઔદારિક શરીરના જઘન્યયોગી અસંખ્યાતા. 5. વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, 6. કાર્મણશરીરના ઉત્કૃષ્ટ યોગી અસંખ્યાતા, 7. આહારક મિશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, 8. તેના જ ઉત્કૃષ્ટયોગી અસંખ્યાતા, 9. ઔદારિક મિશ્રના, 10. વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, 11. અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, 12. આહારક શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, 13 થી 15. તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, 16 થી 19. ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા. 20. આહારક શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, 21 થી 30. ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે - ભગવન્! તે એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો- 2 “દ્રવ્ય” સૂત્ર-૮૬૬ ભગવન્! કેટલા દ્રવ્યો છે? ગૌતમ! બે ભેદે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. ભગવન્! અજીવદ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિશાપથી, અજીવપર્યાય મુજબ યાવતુ હે ગૌતમ! તેમ કહ્યું છે કે - અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન્! જીવદ્રવ્યો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું યાવત્ જીવદ્રવ્ય અનંત છે? ગૌતમ! નૈરયિક અસંખ્યાત છે યાવત્ વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઇન્દ્રિય યાવત્ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા. સૂત્ર-૮૬૭ ભગવન્! જીવદ્રવ્યોના પરિભોગમાં અજીવદ્રવ્યો આવે કે અજીવ દ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો આવે છે ? ગૌતમ! અજીવદ્રવ્યો, જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે, અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જીવદ્રવ્યો, અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ શરીરરૂપે.. શ્રોત્ર યાવત્ સ્પર્શ ઇન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉપભોગમાં આવે છે. ભગવન્! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે? ગૌતમ! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ? ગૌતમ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-તૈજસ-કાશ્મણ, શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે, તેથી એમ કહ્યું છે, ગૌતમ! વૈમાનિક સુધી આમ જાણવુ. વિશેષ એ કે - શરીર, ઇન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા સૂત્ર-૮૬૮ ભગવન્! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? ગૌતમ! હા, રહી શકે. ભગવદ્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાથી આવીને પુદ્ગલો એકત્રિત થાય છે? ગૌતમ! નિર્વાઘાતથી છ એ દિશાથી, વ્યાઘાતને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 166
Page #167
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. ભગવદ્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી. દિશામાં પુદ્ગલો પ્રથફ થાય? પૂર્વવતુ. એ રીતે ઉપચિત થાય, અપચિત થાય. સૂત્ર-૮૬૯ ભગવન્! જીવ જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે. ભગવન્! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી, કાલથી, ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી અનંતપ્રદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ પન્નવણાના પહેલા આહારુદ્દેશકમાં યાવત્ નિર્વાઘાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે. ભગવન્! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતને ગ્રહે કે અસ્થિતને ? પૂર્વવત્. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવુ. ભગવન્જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પ્રશ્ન ? ગૌતમ! સ્થિતને ગ્રહણ કરે, અસ્થિતને નહીં. બાકી ઔદારિક શરીરની માફક જાણવુ. કાર્પણ શરીરમાં પણ એમ જ જાણવુ. યાવત્ ભાવથી પણ ગ્રહે. જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે તે શું એક પ્રદેશિકને ગ્રહે કે દ્વિપ્રદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂર્વીથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં સુધી કહેવું.. ભગવદ્ ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે ? ગૌતમ! નિર્ચાઘાત હોય તો ઔદારિકની માફક ઇત્યાદિ કહેવું. ભગવન્! જીવ, જે દ્રવ્યોને શ્રોસેન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેવું એમ યથાવત્ જિહેન્દ્રિય પર્યન્ત જાણવુ. સ્પર્શઇન્દ્રિયના વિષયમાં ઔદારિકશરીર માફક કહેવુ. મનોયોગના વિષયમાં કાર્મણ શરીર માફક કહેવું. માત્ર નિયમા છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને ઔદારિક શરીરવત્ કહેવું. ભગવદ્ ! જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છવાસપણે ગ્રહણ કરે, તો દારિક શરીર માફક કહેવું યાવત્ કદાચ પાંચ દિશાથી આવેલને ગ્રહણ કરે. ભગવન! તે એમ જ છે 2.. કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા. શતક-૨૫, ઉદ્દેશો-૩ “સંસ્થાન” સૂત્ર-૮૭૦ ભગવદ્ ! સંસ્થાનો કેટલા છે ? ગૌતમ ! છ - પરિમંડલ, વૃત્ત, , ચતુરસ, આયત, અનિત્થસ્થ. ભગવન્! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી. પણ અનંત છે. ભગવન્! વૃત્ત સંસ્થાન. એ પ્રમાણે જ યાવત્ અનિયંત્થ જાણવુ. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી અને દ્રવ્ય-પ્રદેશાર્થતાથી પણ કહેવું. ભગવન ! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ-આયત-અનિશ્ચંત્ય સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપ્રદેશાર્થતાથી કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, ચતુરઢ સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતગણ, ત્રસ સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાત ગણુ, આયત સંસ્થાન દ્રવ્યાર્થ પણે સંખ્યાતગણુ, અનિશ્ચંત્ય સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણુ છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણુ, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવત્ અનિશ્ચંત્ય સંસ્થાન પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણુ છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે આદિ પૂર્વવત્ ગમક કહેવો યાવત્ ' ' ' ' - 1 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 167
Page #168
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનિચૅન્જ સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણુ, દ્રવ્યાર્થરૂપ અનિશ્ચંત્ય સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણ, વૃત્ત સંસ્થાન પ્રદેશાર્થતાથી સંખ્યાતગણુ, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત્ યાવત્ અનિશ્ચંત્ય સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણુ છે. સૂત્ર-૮૭૧ ભગવન્! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! પાંચ-પરિમંડલ યાવત્ આયત. ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. ભગવન્! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ? ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત્ આયત સુધી કહેવુ. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન? એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ આયતો કહેવુ. ભગવદ્ ! શર્કરામભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેવું. એ. રીતે અધઃસપ્તમી સુધી છે. ભગવન ! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે યાવત્ અચુત સુધી કહેવું. ભગવદ્ રૈવેયક વિમાને ? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઇષતુપ્રભારા સુધી કહેવું. ભગવદ્ ! યવ મધ્યમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન છે ત્યાં બીજા પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન ? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું. ભગવન્જ્યાં એક વૃત્ત સંસ્થાન યવાકાર છે, ત્યાં પરિમંડલ સંસ્થાન કેટલા છે? પૂર્વવત્ જાણવુ. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, યાવત્ આયત. એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન યવાકાર છે, ત્યાં બીજા પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પૃચ્છા. ગૌતમ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન. શું સંખ્યાતાપૃચ્છા. ગૌતમ! સંખ્યાતાઅસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે યાવત્ આયત કહેવું. ભગવન્! આ રત્નપ્રભામાં જ્યાં યવાકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પ્રશ્ન? ગૌતમસંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવત્ આયત’ સુધી કહેવું. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, એ રીતે કલ્પોમાં પણ યાવત્ ઈષત્ પ્રાગભારા પૃથ્વી સુધી કહેવું. સૂત્ર-૮૭૨ ભગવદ્ ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમ! વૃત્ત સંસ્થાન બે ભેદે - ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી પંચ પ્રદેશી અને પંચ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી સપ્તપ્રદેશી. અને સપ્તપ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશી છે, તે જઘન્યથી બત્રીશ પ્રદેશી, બત્રીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. ભગવદ્ ! ચસ સંસ્થાન કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશાવગાઢ છે ? ગૌતમ! ચુસ સંસ્થાન બે ભેદે - ઘન ચેસ, પ્રતર ચુસ. તેમાં જે પ્રતર વ્યસ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે જ પ્રવેશી છે, તે જઘન્યથી ત્રિપ્રદેશી, ત્રિપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 168
Page #169
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જઘન્યથી છ પ્રદેશી, છ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘન ચેસ છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ૩૫-પ્રદેશી, ૩પ-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી ચાર પ્રદેશી, ચાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતું. ભગવન્ચતુરસ સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશ અવગાઢ છે? ગૌતમ! ચતુરસ સંસ્થાન બે ભેદે - ઇત્યાદિ જેમ વૃત્ત સંસ્થાનમાં કહ્યું યાવત્ તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી નવ પ્રદેશી અને નવ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે તે જઘન્યથી ચતુઃપ્રદેશી ચતુઃપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી, અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનચતુરસ છે, તે બે ભેદ - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે તે જઘન્યથી ૨૭-પ્રદેશી, ૨૭-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી અષ્ટ પ્રદેશી, અષ્ટ પ્રદેશાવગાઢ છે આદિ - X. ભગવન્! આયત સંસ્થાન કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશ અવગાઢ છે? ગૌતમ! આયત સંસ્થાન ત્રણ ભેદે છે - શ્રેણી આયત, પ્રતર આયત, ઘન આયત. તેમાં જે શ્રેણી આયત છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ત્રિપ્રદેશી, ત્રિપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી દ્વિપ્રદેશી, દ્વિપ્રદેશ-અવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્. જે પ્રતર પ્રદેશી છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ૧૫-પ્રદેશી, ૧૫-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતું. જે યુગ્મ પ્રદેશી છે તે જઘન્યથી છ પ્રદેશી, છ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્. તેમાં જે ઘનાયત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ૪૫-પ્રદેશી, ૪૫-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી ૧૨-પ્રદેશી અને ૧૨–પ્રદેશ અવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. ભગવન! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશી છે ? પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન બે ભેદે છે - ઘન પરિમંડલ, પ્રતર પરિમંડલ. તેમાં જે પ્રતર પરિમંડલ છે, તે જઘન્યથી ૨૦-પ્રદેશી, ૨૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે ઘન પરિમંડલ છે તે જઘન્યથી ૪૦-પ્રદેશી, ૪૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી, અસંખ્ય-પ્રદેશાવગાઢ છે. સૂત્ર-૮૭૩ ભગવન્! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ચોક, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ! તે કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી ? પૂર્વવતું. યાવત્ આયતા સંસ્થાન સુધી આમ કહેવું. ભગવદ્ ! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ચોર, દ્વાપરયુગ્મ, કલ્યોજ છે? ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ, કદાચ ચોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ભ્યોજદ્વાપર યુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે આયત સુધી કહેવું. ભગવન્! પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે આદિ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ, કદાચ ચોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. એ પ્રમાણે આયત સુધી જાણવું. ભગવન્અનેક પરિમંડલ સંસ્થાનો પ્રવેશાર્થતાથી શું કૃતયુગ્મ છે? પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ભ્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ એ ચારે પણ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું. ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે કે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોક, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. ભગવન્! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ છે? પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. કદાચ ચોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 169
Page #170
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ કલ્યોજ કદાચ છે. ભગવદ્ ! ચસ સંસ્થાન પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે. કલ્યોજ નથી. ભગવન્! ચતુરસ સંસ્થાન વૃત્ત સંસ્થાનવત્ કહેવું. ભગવન્આયત પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ. ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. પૃચ્છા, ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ, કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઋોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, પણ વ્યાજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વ્યસ સંસ્થાન, ભગવન્! કૃતયુગ્મ છે પ્રશ્ન. ગૌતમ! ઓઘ આદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજદ્વાપર યુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ અને ચ્યોજ પ્રદેશાવગાઢ છે, પણ દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. ચતુરસને વૃત્ત માફક કહેવું. ભગવદ્ ! આયત સંસ્થાન પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી. કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે, ચ્યોજ સમય સ્થિતિક છે, દ્વાપરયુગ્મ સમય યોજ સમય સ્થિતિક છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવુ. ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે. પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સ્થિતિક પણ છે. યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન. ભગવન્પરિમંડલ સંસ્થાન કાળાવર્ણ પર્યાયથી કૃતયુગ્મ છે યાવત્ કલ્યોજ છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ ઇત્યાદિ પૂર્વવતું. આ પ્રમાણે આ અભિશાપથી સ્થિતિ અનુસાર કહેવું. આ રીતે નીલવર્ણ પર્યાયથી છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શમાં કહેવું - 4 - સૂત્ર-૮૭૪ ભગવદ્ ! શ્રેણીઓ દ્રવ્યાર્થરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંતા છે ? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે. ભગવન્! પૂર્વ-પશ્ચિમમાં શ્રેણીઓ દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? પૂર્વવત્. એ રીતે દક્ષિણોત્તર, ઉર્ધ્વ-અધો જાણવુ. ભગવદ્ ! પૂર્વ-પશ્ચિમ લોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થતાથી શું સંખ્યાત છે ? પૂર્વવત્. એ રીતે દક્ષિણ-ઉત્તર, ઉર્ધ્વ-અધો જાણવુ. ભગવન્અલોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર, ઉર્ધ્વ-અધોદિશામાં જાણવું. ભગવન ! શ્રેણી પ્રદેશાર્થથી શું સંખ્યાત છે ? દ્રવ્યાર્થતામાં જેમ કહ્યું, તેમ પ્રદેશાર્થતામાં કહેવું. યાવતુ ઉર્ધ્વ-અધો બધી અનંત છે. ભગવન્! લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પણ અનંત નથી. એ રીતે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર પણ જાણવી, ઉર્ધ્વ-અધોદિશા શ્રેણી સંખ્યાત નથી, અસંખ્યાત છે, પણ અનંત નથી. ભગવદ્ ! અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે. ભગવદ્ ! પૂર્વ-પશ્ચિમ અલોકાકાશ શ્રેણી પૃચ્છા. ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, પણ અનંત છે. એ રીતે દક્ષિણ-ઉત્તર પણ જાણવી. ઉર્ધ્વ અધો. પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 170
Page #171
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૮૭૫ થી 880 875. ભગવન્! શું શ્રેણીઓ 1. સાદિ-સાંત છે? 2. સાદિ-અનંત છે ? 3. અનાદિ સાંત છે?૪. અનાદિઅનંત છે ? ગૌતમ! સાદિ-સાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવન્! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! સાદિ-સાંત છે, સાદિ-અનંત નથી, અનાદિસાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવદ્ ! અલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! 1. કદાચ સાદિ-સાંત, 2. કદાચ સાદિઅનંત, 3. કદાચ અનાદિ-સાંત, 4. કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવતું. ઉર્ધ્વ અધો લાંબી યાવત્ ઔધિકવત્ ચાર ભંગ. ભગવન્! શ્રેણીઓ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, વ્યોજ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ છે, ચ્યોજ-દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ રીતે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે. ભગવન્! શ્રેણી પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે પ્રશ્ન? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી જાણવી. ભગવન્! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ, ચ્યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવુ. ઉર્ધ્વ-અધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. ભગવદ્ ! અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાએ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કલાચ કલ્યો. પૂર્વપશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉર્ધ્વ-અધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં. 876. ભગવન્! શ્રેણીઓ કેટલી છે? ગૌતમ! સાત. તે આ - ઋજુવાયતા, એકતોવક્રા, ઉભયતોવક્રા, એકતઃખા, ઉભયતઃખા, ચક્રવાલ અને અર્ધચક્રવાલ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલની ગતિ અનુશ્રેણી હોય કે વિશ્રેણી ગતિ હોય ? ગૌતમ! અનુશ્રેણી ગતિ પ્રવર્તે. વિશ્રેણી ગતિ ન પ્રવર્તે. ભગવાન ! દ્વિપ્રદેશી ઢંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે? પૂર્વવતુ. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! નૈરયિકોની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી ? પૂર્વવત્ જાણવુ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવુ. 877. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ગૌતમ! 30 લાખ. પહેલા શતકના પાંચમા ઉદ્દેશા પ્રમાણે બધુ કહેવુ. અનુત્તર વિમાન પર્યન્ત આ કહેવું. 878. ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારે છે ? ગૌતમ! બાર અંગરૂપ ગણિપિટક છે. તે આ - આચાર યાવતુ. દૃષ્ટિવાદ. તે આચાર શું છે? આચારમાં શ્રમણ-નિર્ચન્થોના આચાર, ગોચર૦ એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ ‘નંદી' માં બારે અંગોનું વર્ણન કહેલ છે. તેમ કહેવું. 879. સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિર્યુક્તિ મિશ્રિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે. 880. ભગવન્! આ નૈરયિક યાવત્ દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! અલ્પબદુત્વ “બહુવક્તવ્યતા" પદ મુજબ કહેવી. આઠ ગતિનું અલ્પબદુત્વ પણ કહેવું. ભગવન્! આ સઇન્દ્રિય, એકેન્દ્રિય યાવત્ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? અહીં પણ “બહુવક્તવ્યતા" પદ અનુસાર ઔધિક પદ કહેવું. સફાયિકનું અલ્પબદુત્વ પણ ઔધિક પદ અનુસાર કહેવુ. ભગવદ્ ! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ “બહુવક્તવ્યતા" પદ મુજબ યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 171
Page #172
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' આયુકર્મના અબંધક જીવો વિશેષાધિક છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૪ “યુગ્મ” સૂત્ર-૮૮૧ ભગવદ્ ! યુગ્મ કેટલા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત્ કલ્યોજ. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે? જેમ શતક-૧૮ના ઉદ્દેશા-૪માં કહ્યું તેમ કહેવું. યાવત્ તેથી ગૌતમ ! એમ કહ્યું છે. ભગવન્! નૈરયિકોને કેટલા યુગ્મો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ -કૃતયુગ્મ યાવત્ કલ્યો. એમ કેમ કહ્યું? પૂર્વવત્ જાણવુ. એ પ્રમાણે યાવત્ વાયુકાયિક કહેવું. ભગવન્! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. ભગવન્એમ કેમ કહ્યું? ગૌતમ! ઉપપાતને આશ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવતુ કદાચ કલ્યોજ છે. બેઇન્દ્રિયો નૈરયિકવત્ છે. એ રીતે યાવત્ વૈમાનિક કહેવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિક માફક કરવું. ભગવન ! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવતુ અદ્ધાસમય. ભગવદ્ ! ધર્માસ્તિકાય દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે? ગૌતમ! તે કૃતયુગ્મ - વ્યોજ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા. ભગવન્જીવાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, પણ તે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. અદ્ધાસમય જીવ માફક છે. ભગવન્! ધર્માસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે. વ્યાજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધાસમય સુધી. ભગવન્! આ ધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમયમાં દ્રવ્યાર્થતાથી યાવત કોણ કોનાથી વિશેષાધિક છે ? આનું અલ્પબદુત્વ ‘બહુવક્તવ્યતા' પદ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવન્! ધર્માસ્તિકાય શું અવગાઢ છે કે અનાવગાઢ? ગૌતમ! અવગાઢ છે, અનાવગાઢ નથી. જો અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપ્રદેશાવગાઢ ? ગૌતમ ! સંખ્યાત કે અનંતા પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે. જો અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ પ્રશ્ન ? ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું અવગાઢ છે, અનાવગાઢ છે ? ધર્માસ્તિકાય મુજબ કહેવું. અધઃસપ્તમી સુધી આમ કહેવું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઇષત્ પ્રાભારા પૃથ્વી સુધી કહેવું. સૂત્ર-૮૮૨ દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુમ છે ? પૃચ્છા. ગૌતમ! કૃતયુમ-ભ્યોજ- દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી કહેવું. ભગવદ્ ! જીવો દ્રવ્યાર્થરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ છે, પણ ચોક, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. ભગવન્! નૈરયિકો દ્વવ્યાર્થપણે પૃચ્છા.ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ, વિધાનાદેશથી કૃતયુમ - ચોજ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 172
Page #173
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપર યુગ્મ- કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે?. ગૌતમ! કૃતયુગ્મ છે, લ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. ભગવદ્ ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ? પૃચ્છા. ગૌતમ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. શરીર પ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. ભગવદ્ ! અનેક સિદ્ધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. સૂત્ર-૮૮૩ ભગવન્! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશ અવગાઢ છે. એ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. ભગવન્! જીવો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. નૈરયિકોની પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. એ પ્રમાણે એકેન્દ્રિય અને સિદ્ધને વર્જીને બધા કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા. ભગવન્! એક જીવ, શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે ? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ સમય સ્થિતિક છે, વ્યોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ નહીં. ભગવન્! નૈરયિક ? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. સિદ્ધોને જીવ માફક કહેવા. ભગવન્! અનેક જીવો ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી. અનેક નૈરયિકો પ્રશ્ન ? ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુમ સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ રીતે યાવત્ વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. સૂત્ર-૮૮૪ ભગવદ્ ! એક જીવ કાળાવર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જીવપ્રદેશને આશ્રીને કૃતયુગ્મા નથી યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ન ન કરવો. ભગવદ્ ! અનેક જીવો કાળાવર્ણ પર્યાયથી ? પ્રશ્ન. ગૌતમ ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી. અને વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો જ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. એ પ્રમાણે એકવચન-બહવચનમાં નીલ પર્યાયથી દંડક કહેવો. એ રીતે યાવતુ રૂક્ષ સ્પર્શ પર્યાય સુધી કહેવુ. ભગવન્એક જીવ, આભિનિબોધિક જ્ઞાન પર્યાયોથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. એ રીતે એકેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. ભગવન્! અનેક જીવો, આભિનિબોધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 173
Page #174
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જ્ઞાન પર્યવોથી ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યવજ્ઞાન નથી. ભગવન્કેવળજ્ઞાન પર્યાયથી એક જીવ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! કૃતયુગ્મ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં અને સિદ્ધમાં પણ જાણવુ. ભગવદ્ ! અનેક જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા. ભગવન્! જીવ, મતિઅજ્ઞાન પર્યવથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યવમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ રીતે શ્રુતઅજ્ઞાન પર્યવોમાં, વિર્ભાગજ્ઞાન પર્યવોમાં પણ કહેવુ. ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન પર્યાયવત્ કહેવું. સૂત્ર-૮૮૫, 886 885. ભગવન્! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ. તે આ - ઔદારિક યાવત્ કામણ. અહીં પન્નવણાનુ પદ૧૨ ‘શરીર પદ’ સંપૂર્ણ કહેવું. 886. ભગવન્! જીવો, સકંપ છે કે નિષ્કપ ? ગૌતમ! બંને. ભગવન્! એમ કેમ કહ્યું - 4.? ગૌતમ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકંપ છે. ભગવદ્ ! તે દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! દેશકંપક નથી, પણ સર્વકંપક છે. તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેદે - શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કપ છે, જે અશૈલેષી પ્રતિપન્નક છે તે સકંપ છે. ભગવદ્ ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. તેથી કહ્યું કે યાવત્ નિષ્કપ છે. દેશકંપક છે કે સર્વકંપક ? ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - 5-7 ગૌતમ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે યાવત્ સર્વકંપક છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૮૮૭ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશી ઢંધ કહેવા. ભગવદ્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા. અસંખ્યાતા કે અનંતા છે ? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સુધી કહેવું.. ભગવન્! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા છે ? પૂર્વવતુ. આ પ્રમાણે અસંખ્યય સમયસ્થિતિક સુધી જાણવુ. ભગવદ્ ! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત છે? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ પુદ્ગલો.. ભગવન્! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! દ્વિપ્રદેશી ઢંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણા છે. ભગવદ્ ! આ દ્વિપ્રદેશી અને ત્રિપ્રદેશી સ્કંધમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ! ત્રિપ્રદેશીસ્કંધથી દ્વિપ્રદેશીસ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે આ આલાવા વડે યાવતુ દશપ્રદેશી ઢંધથી નવપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. ભગવન્! દશપ્રદેશીની પૃચ્છા - ગૌતમ! દશપ્રદેશીથી સંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 174
Page #175
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વધુ છે. સંખ્યાત પ્રદેશી સ્કંધપૃચ્છા. ગૌતમ! સંખ્યાત પ્રદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. ભગવન્! અસંખ્યાતo પૃચ્છા. ગૌતમ! અનંતપ્રદેશી ઢંધથી અસંખ્યાત પ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. ભગવદ્ ! આ પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ! પરમાણુ પુદ્ગલ કરતા દ્વિપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી વધુ છે. એ રીતે આ આલાવા વડે યાવત્ નવપ્રદેશી ઢંધથી દશપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાએ બહુ છે. આ પ્રમાણે બધા જ પ્રશ્ન કરવા. દશપ્રદેશી ઢંધથી સંખ્યાતપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી બહુ છે. સંખ્યાતપ્રદેશી કરતા અસંખ્યાતપ્રદેશી ઢંધ પ્રદેશાર્થતાથી બહુ છે. ભગવદ્ ! આ અસંખ્યાતપ્રદેશની પ્રચ્છા. ગૌતમ! અનંતપ્રદેશી ઢંધ કરતા અસંખ્યાત પ્રદેશી ઢંધ પ્રદેશાર્થતાએ બહ છે. ભગવન્ આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ કરતા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે. એ પ્રમાણે આ આલાવા વડે ત્રિપ્રદેશાવગાઢ કરતા દ્વિપ્રદેશાવગાઢ પુલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે યાવત્ દશપ્રદેશાવગાઢ કરતા નવ પ્રદેશાવગાઢ પુલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે. દશપ્રદેશાવગાઢ પુદ્ગલથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે બહુ છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે બહુ છે. સર્વત્ર પ્રશ્ન કરવો. ભગવન્! એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં પ્રદેશાર્થથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! એક પ્રદેશાવગાઢ કરતા દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી વિશેષાધિક છે, એ રીતે યાવતું નવ પ્રદેશાવગાઢ કરતા દશ પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ કરતા સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થથી ઘણા છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશાર્થતાથી વધુ છે ભગવદ્ ! આ એક સમય સ્થિતિક અને દ્વિસમય સ્થિતિક પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી અવગાહના માફક સ્થિતિની વક્તવ્યતા કહેવી. ભગવદ્ ! આ એકગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી આ આ કથન પરમાણુ પુદ્ગલાદિની વક્તવ્યતા માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે બધા વર્ણ-ગંધ-રસને કહેવા. ભગવન્આ એકગુણ કર્કશ અને દ્વિગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વિશેષાધિક છે? ગૌતમ! એક ગુણ કર્કશ કરતા દ્વિગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવત્ નવગુણ કર્કશ કરતા દશગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી વિશેષાધિક છે. દશગુણ કર્કશ કરતા સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી ઘણા છે. સંખ્યાતગુણ કર્કશથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી ઘણા છે. અસંખ્યાત ગુણ કર્કશથી અનંતગુણ કર્કશ પુગલો દ્રવ્યાર્થતાથી ઘણા છે. એ પ્રમાણે પ્રવેશાર્થતાથી સર્વત્ર પ્રશ્નો કહેવા. જે પ્રમાણે કર્કશ કહ્યા, એ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘુ પણ કહેવા. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ણ માફક કહેવા. સૂત્ર-૮૮૮ ભગવદ્ ! આ પરમાણુ પુદ્ગલોમાં સંખ્યાત-અસંખ્યાત-અનંતપ્રદેશી ઢંધોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્ય-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યાર્થપણે છે. પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અનંતગુણા છે, સંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થતાથી અસંખ્યાત ગણા છે, પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો છે. પ્રદેશાર્થતાથી પરમાણુ પુદ્ગલો અપ્રદેશપણે અનંતગુણ છે, સંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશાર્થતાથી સંખ્યાતગુણા, અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણા છે. દ્રવ્ય પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યાર્થથી છે, તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી અનંતગુણ છે, સંખ્યાતપ્રદેશી ઢંધા દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા છે, તે જ પ્રવેશાર્થતાથી સંખ્યાતગણા છે, અસંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 175
Page #176
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે. ભગવદ્ ! એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા, અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. પ્રદેશાર્થતાથી સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો અપ્રદેશાર્થતાથી, સંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. દ્રવ્ય-પ્રદેશાર્થતાથી સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થતાથી છે, અસંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા. ભગવદ્ ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં ? અવગાહના મુજબ અહીં પણ કહેવું. ભગવન્! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા પુદ્ગલો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે ? આનું અલ્પબદુત્વ પરમાણુ પુદ્ગલના અલ્પબહુત્વ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવુ. ભગવદ્ ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી છે. સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા છે, અસંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંતગણા છે. પ્રદેશાર્થતાથી એમ જ છે. માત્ર સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી. થોડા એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંતગુણ છે. એ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘુનું પણ અલ્પબદુત્વ જાણવુ. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષનું અલ્પ-બહુત્વ વર્ણ માફક કહેવું. સૂત્ર-૮૮૯, 890 889. ભગવન્! પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ! કતયુગ્મ –સ્રોજ-દ્વાપરયુગ્મ નથી, માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન, ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધો સુધી જાણવુ. ભગવદ્ પરમાણુ પુદ્ગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ-ભ્યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. દ્વિપ્રદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમ-ચોક-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશી પ્રચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, વ્યોજ છે. ચતુઃસ્વદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતયુગ્મ છે, બાકી ત્રણ નથી. પંચપ્રદેશી પૃચ્છા. પરમાણુ પુદ્ગલ મુજબ જાણવું. ષષ્ઠદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી મુજબ છે. અષ્ટપ્રદેશી, ચતુઃખદેશીવતુ છે. નવપ્રદેશી, પરમાણુ પુગલવત્ છે. દશપ્રદેશી, દ્ધિપ્રદેશી માફક છે. ભગવન્! સંખ્યાતપ્રદેશી પુદ્ગલની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપ્રદેશ પણ છે. ભગવન્! એક પરમાણુ પુદ્ગલો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 176
Page #177
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે, બાકી ત્રણ નથી. દ્વિપ્રદેશી ઢંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુગ્મ છે. વ્યાજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ છે. કૃતયુગ્મ-ચ્યોજ-કલ્યોજ નથી. ત્રિપ્રદેશી ઢંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ, વિધાનાદેશથી ચ્યોજ છે, બાકીના ત્રણે નથી. ચતુઃખદેશી ઢંધોની પ્રચ્છા. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કતયુમ છે. બાકીના ત્રણે નથી. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલો. માફક છે. ષપ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી માફક છે. અષ્ટપ્રદેશી, ચતુઃપ્રદેશીવત્ છે. નવપ્રદેશી, પરમાણુ પુદ્ગલો માફક છે. દશપ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સંખ્યાતપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો જ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપ્રદેશી ઢંધો પણ કહેવા, અનંતપ્રદેશી ઢંધો પણ કહેવા. ભગવન્! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદાવગાઢ છે, બીજા બે નથી. દ્વિપ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ કે ચોજપ્રદેશ અવગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજપ્રદેશાવગાઢ છે. ત્રિપ્રદેશી પ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ વ્યોજ કદાચ દ્વાપરયુગ્મ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુઃપ્રદેશાવગાઢની પ્રચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મપ્રદેશ અવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંત પ્રદેશિક. ભગવન્અનેક પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ચોજ- દ્વાપર યુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-ભ્યોજ- દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. દ્વિપ્રદેશી ઢંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ0 નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-ચોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ત્રિપ્રદેશી ઢંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ0 નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ અને કલ્યજ પ્રદેશાવગાઢ પણ છે. ચતુઃખદેશી ઢંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, સ્રોજ- દ્વાપરયુમ-કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંતપ્રદેશી ભગવન્! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સ્થિતિક છે ? પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સુધી જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલો શું કૃતયુમ૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી. કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે અનંતપ્રદેશી સુધી કહેવું. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ કાળા વર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ, ચોજ0? સ્થિતિની વક્તવ્યતાની માફક સર્વે વર્ષો અને સર્વે ગંધોને કહેવા. એ પ્રમાણે રસની વક્તવ્યતા પણ મધુરરસ સુધી કહેવું. ભગવદ્ અનંતપ્રદેશી ઢંધ કર્કશ સ્પર્શ પર્યાયથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. ભગવન્! અનંતપ્રદેશી ઢંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ પ્રમાણે મૃદુ-ગુરુલઘુ સ્પર્શી પણ કહેવા. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ણ માફક કહેવા. 890. ભગવન પરમાણુ યુગલ શું સાદ્ધ છે કે અનર્ધ્વ ગૌતમાં સાદ્ધ નથી, અનદ્ધ છે. દ્વિપ્રદેશી પ્રચ્છા, ગૌતમ! સાદ્ધ છે, અનર્દુ નથી. ત્રિપ્રદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલ માફક છે. ચતુઃપ્રદેશિક, દ્વિપ્રદેશીવત્ છે. પંચપ્રદેશી, ત્રિપ્રદેશીવતું. ષપ્રદેશી, દ્વિપ્રદેશીવતુ. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશીવતું. અષ્ટપ્રદેશી, દ્વિપ્રદેશીવતું. નવપ્રદેશી, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 177
Page #178
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્રિપ્રદેશીવતું. દશપ્રદેશી, દ્વિપ્રદેશીવતું. ભગવદ્ ! સંખ્યાતપ્રદેશી ઢંધની પૃચ્છા. ગૌતમ! કદાચ સાદ્ધ, કદાચ અનó. એ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ પણ જાણવા. ભગવન્! અનેક પરમાણુ પદ્ગલો, શું સાઢું છે કે અનÁ ? ગૌતમ ! સાદ્ધ પણ છે, અનÁ પણ છે. એ રીતે યાવત્ અનંતપ્રદેશી ઢંધો જાણવા. સૂત્ર-૮૯૧, 892 891. ભગવનું ! એક પરમાણુ યુગલ સર્કપ છે કે નિષ્કપ ? ગૌતમ ! કદાચ સકંપ, કદાચ નિષ્કપ. એ પ્રમાણે અનંત પ્રદેશી ઢંધ સુધી જાણવું. ભગવનું ! અનેક પરમાણુ યુગલો સર્કપ છે કે નિષ્કપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કપ પણ છે, એ રીતે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! એક પરમાણુ પુદ્ગલ સકંપ કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો. અસંખ્યાત ભાગ, ભગવન્! એક પરમાણુ પુદ્ગલ નિષ્કપ કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવદ્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલો કાળ સકંપ રહે છે ? ગૌતમ! સર્વકાળ. ભગવદ્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલો કાળ નિષ્કપા રહે છે? ગૌતમ ! સર્વકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવન્! પરમાણુ યુગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય ? ગૌતમ ! સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ઝંપતાનું અંતર કેટલો કાળ હોય ? ગૌતમ! સ્વસ્થાન આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. ભગવનું ! દ્વિપ્રદેશી ઢંધનું સકંપ અંતર ? ગૌતમ ! સ્વસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ. પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. નિષ્કપનું કેટલો કાળ અંતર ? ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ પર્યન્ત જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે ? ગૌતમ! અંતર નથી. આ પ્રમાણે અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવુ. ભગવદ્ આ પરમાણુ પુદ્ગલોના સકંપ અને નિષ્કપમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પરમાણુ પુદ્ગલો કંપ છે, નિષ્કપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્યપ્રદેશી સ્કંધમાં જાણવુ. ભગવન્! આ અનંતપ્રદેશી ઢંધોના સકંપ અને નિષ્કપમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો નિષ્કપ છે, સકંપ તેનાથી અનંતગણા છે. ભગવદ્ ! આ પરમાણુ પુદ્ગલોના સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી ઢંધોના સકંપ અને નિષ્કપમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! 1. સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો નિષ્કપ દ્રવ્યાર્થપણે, 2. અનંતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થિપણે અનંતગુણા, 3. પરમાણુ પુદ્ગલો સકંપ દ્રવ્યાર્થપણે અનંતગણા, 4. સંખ્યાતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણા, 5. અસંખ્યાતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 6. પરમાણુ પુદ્ગલ નિષ્કપ દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણા, 7. સંખ્યાતપ્રદેશી ઢંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા, 8. અસંખ્યાતપ્રદેશી. સ્કંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 9. પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - પરમાણુ પુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવા. સંખ્યાત-પ્રદેશી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 178
Page #179
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સ્કંધ નિષ્કપ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા. બાકી પૂર્વવતુ. 1. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થતાથી, 2. તે જ પ્રદેશાર્થતાથી અનંત ગણા, 3. અનંતપ્રદેશી ઢંધ સકંપ દ્રવ્યાર્થપણે અનંતગણા, 4. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા, 5. પરમાણુ પુદ્ગલો સકંપ દ્રવ્યાર્થતાથી અપ્રદેશાર્થપણે અનંતગણા, 6. સંખ્યાતપ્રદેશી ઢંધ સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 7. તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા, 8, અસંખ્યાતપ્રદેશી ઢંધ સકંપતાથી દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 9. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા, 10. પરમાણુ પુદ્ગલ નિષ્ક્રપ દ્રવ્યાર્થ-અપ્રદેશપણે અસંખ્યાતગણા, 11. સંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 12. તે જ પ્રદેશાર્થપણે સંખ્યાલગણા, 13. અસંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 14. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. ભગવન્! પરમાણુ પુદ્ગલ શું દેશથી નિષ્કપ છે કે સર્વથી? ગૌતમ! દેશથી નથી, કદાચ સર્વ કંપક છે, કદાચ નિષ્કપક છે. ભગવદ્ ! દ્વિપ્રદેશી ઢંધની પૃચ્છા. ગૌતમ! કદાચ દેશકંપક, કદાચ સર્વકંપક, કદાચ નિષ્કપક. એ રીતે અનંતપ્રદેશી સુધી જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલો શું દેશકંપકઇ છે ? ગૌતમ! દેશકંપક નથી, કદાચ સર્વકંપક છે, કદાચ નિષ્કપક છે. દ્વિપ્રદેશી ઢંધ ? ગૌતમ ! કદાચ દેશથી કંપક, કદાચ સર્વથી કંપક, કદાચ નિષ્ઠપક છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું. ભગવન્! એક પરમાણુ પુદ્ગલ કેટલો કાળ સર્વકંપક, રહે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. નિષ્કપક કેટલો કાળ રહે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. ભગવદ્ ! દ્વિપ્રદેશી ઢંધ કેટલો કાળ દેશકંપક રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતભાગ. સર્વકંપક કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. નિષ્કપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એમ અનંતપ્રદેશી સુધી જાણવુ. ભગવન્! અનેક પરમાણુ પુદ્ગલો સર્વકંપક, કેટલો કાળ રહે? ગૌતમ! સર્વકાળ. નિષ્કપક કેટલો કાળ રહે? સર્વકાળ. ભગવન્! દ્વિપ્રદેશી ઢંધો દેશકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. સર્વકંપક કેટલો કાળ રહે ? સર્વકાળ. નિષ્ઠપક કેટલો કાળ રહે? સર્વકાળ. અનંતપ્રદેશી સુધી આ પ્રમાણે કહેવું. ભગવન્પરમાણુ પુદ્ગલનું સર્વકંપકનું કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! સ્વસ્થાનને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. નિષ્કપકનું અંતર કેટલું છે ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. ભગવન દ્વિપ્રદેશી ઢંધનું દેશકંપકનું અંતર કેટલો કાળ રહે ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. સર્વકંપકનું અંતર કેટલો કાળ ? એ પ્રમાણે જેમ દેશકંપકનું કહ્યું. નિષ્કપકનું અંતર કેટલો કાળ ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશીનું કહેવું. ભગવન્! સર્વકંપક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલો કાળ? અંતર નથી. નિષ્કપકનું કેટલો કાળ? અંતર નથી ભગવન્! દેશકંપક દ્વિપ્રદેશી ઢંધોનું અંતર કેટલો કાળ હોય ? અંતર નથી. સર્વકંપકોનું કેટલો કાળ ? અંતર નથી. નિષ્કપકોનું કેટલો કાળ ? અંતર નથી. એ પ્રમાણે અનંતપ્રદેશિકોનું જાણવુ. ભગવદ્ ! આ પરમાણુ પુદ્ગલોમાં સર્વકંપક અને નિષ્કપકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પરમાણુ પુદ્ગલો સર્વકંપક છે, નિષ્કપકો તેથી અસંખ્યાતગણા છે. ભગવદ્ ! આ દ્વિપ્રદેશી ઢંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્કપક એમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા દ્વિપ્રદેશી ઢંધો સર્વકંપક છે, દેશકંપક અસંખ્યાતગણા, નિષ્ઠપક અસંખ્યાતગણા. એ પ્રમાણે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 179
Page #180
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતપ્રદેશી ઢંધોનું પણ જાણવુ. ભગવન! આ અનંતપ્રદેશી ઢંધોના દેશકંપકો, સર્વકંપકો, નિષ્ઠપકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા અનંતપ્રદેશી ધો સર્વકંપક છે, નિષ્કપક અનંતગણા, દેશકંપક અનંતગણા છે. ભગવન્આ પરમાણુ પુદ્ગલોના સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનંતપ્રદેશી ઢંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્ઠપકોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અનંતપ્રદેશી ઢંધો નિષ્ઠપકો દ્રવ્યાર્થતાથી અનંતગણા. અનંતપ્રદેશી ઢંધો દેશકંપક દ્રવ્યાર્થતાથી અનંતગણા. અસંખ્યાતપ્રદેશી ઢંધો સર્વકંપક દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા. સંખ્યાતપ્રદેશી ઢંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ પુદ્ગલો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી ઢંધો દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. અસંખ્યાતપ્રદેશી ઢંધો દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણી. પરમાણુ પુદ્ગલો નિષ્કપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાતપ્રદેશી ઢંધો. નિષ્કપક દ્રવ્યાર્થપણે સંખ્યાતગણી. અસંખ્યાતપ્રદેશી ઢંધો નિષ્કપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. એ પ્રમાણે પ્રવેશાર્થતાથી પણ જાણવુ. વિશેષ એ કે - પરમાણુ યુગલો અપ્રદેશાર્થપણે કહેવા. સંખ્યાતા પ્રદેશી ઢંધ નિષ્કપક પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. બાકી પૂર્વવત્ જાણવુ. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે ૧.સૌથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થપણે. ૨.તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. 3. નિષ્કપક અનંતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થપણે અનંતગણા. ૪.તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. 5. દેશકંપક અનંતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થપણે અનંતગણા. ૬.તે જ પ્રદેશાર્થપણે અસંખ્યગણા. 7. સર્વકંપક અસંખ્યાત પ્રદેશી ઢંધ દ્રવ્યવાર્થપણે અસંખ્યગણા, ૮.તે જ પ્રદેશાર્થપણે અસંખ્યગણા, ૯.સર્વકંપક સંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થપણે અસંખ્યગણા, ૧૦.તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા, 11. સર્વકંપક પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થઅપ્રદેશાર્થપણે અસંખ્યાતગણા, 12. દેશકંપક સંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. ૧૩.તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણી. 14. દેશકંપક અસંખ્યપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. 15. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. 16. નિષ્કપક પરમાણુ યુગલો દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણે અસંખ્યગણા. 17. નિષ્કપકપણે સંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા. 18. તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાતગણા.૧૯. નિષ્કપકપણે અસંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા, 20. તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા. 892. ભગવદ્ ! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે ? ગૌતમ ! આઠ. ભગવન્અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. ભગવન્! આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. ભગવન્! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે ? આઠ. ભગવન્! આ જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કેટલા આકાશપ્રદેશને અવગાહે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, ઉત્કૃષ્ટથી આઠ પણ સાતને નહીં. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૫ “પર્યવ” સૂત્ર-૮૯૩ થી 895 893. ભગવન ! પર્યવો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ જીવપર્યવો, અજીવપર્યવો. અહી પ્રજ્ઞાપના સૂત્રનું પદ-૫’પર્યવપદ’ સંપૂર્ણ કહેવું. 894. ભગવદ્ ! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય ? ગૌતમ ! તે માત્ર અસંખ્યાત સમય છે. ભગવદ્ ! આનપ્રાણ શું સંખ્યાત સમયની હોય ? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વવત્ જાણવુ. ભગવદ્ ! સ્તોક, શું સંખ્યાત સમય હોય ? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વવત્ જાણવુ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 180
Page #181
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એ પ્રમાણે લવ, મુહૂર્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડદ, અવવાંગ, અવવ, હૂહયાંગ, દુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા. ભગવદ્ ! એક પુદ્ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો. ભગવન્! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક છે. ભગવન્! આનપ્રાણો, શું સંખ્યાતસમયિક છે? પૂર્વવતું. ભગવન્! તોકો, શું સંખ્યાત સમયિક છે ? એ પ્રમાણે યાવત્ અવસર્પિણીઓ સુધી જાણવુ. ભગવદ્ ! અનેક પુદ્ગલ પરાવર્તો, શું સંખ્યાત સમયિક છે?. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે. ભગવનું ! આનપ્રાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત આવલિકારૂપ છે. અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્ટોક યાવત્ શીર્ષ પ્રહેલિકારૂપ સુધી જાણવુ. ભગવન્! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્એક પુદ્ગલ પરાવર્ત પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંતા આવલિકા રૂપ છે. એ પ્રમાણે યાવત્ સર્વકાળ. ભગવદ્ ! આનપ્રાણ શું સંખ્યાત આવલિકારૂપ છે ? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાતા આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પ્રહેલિકા સુધી જાણવુ. ભગવન્પલ્યોપમની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકા રૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવુ. પુદ્ગલ પરિવર્તની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકારૂપ છે. ભગવદ્ ! સ્ટોક શું સંખ્યાત આનપ્રાણ છે, અસંખ્યાત આનપ્રાણ છે ? આવલિકા માફક આનપ્રાણ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીર્ષપ્રહેલિકા પર્યન્ત કહેવુ. ભગવદ્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત લ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્! પુદ્ગલ પરિવર્તo પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્! અનેક સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવુ. ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તાની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે. ભગવદ્ ! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે ? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેવી. ભગવન્! પુદ્ગલ પરાવર્ત, શું સંખ્યાત અવસર્પિણી છે ? ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તે શું સંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 181
Page #182
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત છે? ગૌતમ ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો. 85. ભગવદ્ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંતo ? ગૌતમ! સંખ્યાતઅસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક ન્યૂનાઈ છે. ભગવન્! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે ? ગૌતમ ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્ટોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. સૂત્ર-૮૯૬, 897 896. ભગવન્! નિગોદ કેટલા છે? ગૌતમ! બે ભેદે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. ભગવન્! નિગોદ, કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા. 87. ભગવદ્ ! નામ કેટલા ભેદે છે ? છ ભેદે છે - ઔદયિક યાવત્ સંનિપાતિક. તે ઔદયિક નામ શું છે ? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક 17 ઉદ્દેશો-૧માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર ‘ભાવાને બદલે અહીં ‘નામ' કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૬ “નિર્ચન્થ” સૂત્ર-૮૯૮ થી 900 898. નિર્ચન્થ સંબંધી ૩૬-દ્વાર છે - 1. પ્રજ્ઞાપન, 2. વેદ, 3. રાગ, 4. કલ્પ, 5. ચારિત્ર, 6. પ્રતિસેવના, 7. જ્ઞાન, 8. તીર્થ, 9. લિંગ, 10. શરીર, 11. ક્ષેત્ર, 12. કાળ, 13. ગતિ, 14. સંયમ, 15. નિકાશ. 89, 16. યોગ, 17. ઉપયોગ, 18. કષાય, 19. વેશ્યા, 20. પરિણામ, 21. બંધ, 22. વેદ, 23. કર્મઉદીરણા, 24. ઉપસંપતુ હાન, 25. સંજ્ઞા, 26. આહાર. 900. 27. ભવ, 28. આકર્ષ, 29. કાળ, 30. અંતર, 31. સમુદ્ઘાત, 32. ક્ષેત્ર, 33. સ્પર્શના, 34. ભાવ, 35. પરિણામ, 36. અલ્પબદુત્વ - એ 36 દ્વારોથી નિર્ચન્થોને કહે છે - સૂત્ર-૯૦૧ - રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! નિર્ચન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિર્ચન્થ છે. તે આ - પુલાક, બકુશ, કુશીલ, નિર્ચન્થ, સ્નાતક. ભગવન્! પુલાક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂમુલાક. ભગવન્! બકુલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. તે આ - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂક્ષ્મ બકુશ. ભગવન્! કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે –પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. ભગવદ્ ! પ્રતિસેવના કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. જ્ઞાન પ્રતિસેવના કુશીલ, દર્શન પ્રતિસેવના કુશીલ, ચારિત્ર પ્રતિસેવના કુશીલ, લિંગ પ્રતિસેવના કુશીલ અને યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ, ભગવદ્ ! કષાયકુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે - જ્ઞાનકષાય કુશીલ, દર્શન કષાય કુશીલ, ચારિત્રકષાય કુશીલ, લિંગકષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કષાય કુશીલ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 182
Page #183
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્નિર્ચન્થ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પ્રથમ સમય નિર્ચન્થ, અપ્રથમ સમય નિર્ચન્થ, ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિર્ચન્થ, યથાસૂક્ષ્મ નિર્ચન્થ નામે પાંચમાં. ભગવદ્ ! સ્નાતક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ - ૧.અચ્છવી, ૨.અશબલ, ૩.અકસ્મશ, ૪.સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અહત જિનકેવલી, ૫.અપરિશ્રાવી. ભગવન્મુલાક, શું સવેદક હોય કે અવેદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં. જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી ? ગૌતમ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય. ભગવન્! બકુશ, સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી હોય, અવેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદપુરુષ વેદે કે પુરુષનપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ભગવન્કષાયકુશીલ, શું સવેદી હોય ? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! બંને હોય. જો અવેદી હોય તો શું ઉપશાંતા વેદી હોય કે ક્ષીણવેદી ? ગૌતમ! તે બંને હોય. જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી, પૃચ્છા. ગૌતમ ! ત્રણે હોય. ભગવન ! નિર્ચન્થ, સવેદી કે અવેદી ? ગૌતમ ! સવેદી ન હોય, અવેદી હોય. જો અવેદી હોય, તો શું ઉપશાંત પ્રશ્ન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય. ભગવન્સ્નાતક, શું સવેદી હોય ? નિર્ચન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય. સૂત્ર-૯૦૨ થી 905 902. ભગવન્! મુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્! નિર્ચન્થ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ ? ગૌતમ! તે બંને હોય. સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણકક્ષાય વીતરાગ હોય. 903. ભગવન્! પુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. ભગવન! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ! જિનકલ્પમાં કે કલ્પાતીત ના હોય, સ્થવિરકલ્પી હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી કે સ્થવિરકલ્પી હોય, કલ્પાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી-સ્થવિરકલ્પી-કલ્પાતીત ત્રણે હોય. નિર્ચન્થની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી ન હોય, માત્ર કલ્પાતીત હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 904. ભગવદ્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદોપસ્થાપનિય-પરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાયયથાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિવાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. કષાય કુશીલની. પૃચ્છા. ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. નિર્ચન્થની પૃચ્છા - ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 905. ભગવન્! મુલાક, પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. જો મૂલગુણ પ્રતિસેવના કરે તો પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવના કરે તો દશવિધ પચ્ચખાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસવી ના હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, ગુલાકવતું જાણવા. કષાયકુશીલ૦ ? પ્રતિસવી નથી, અપ્રતિસેવી છે. એ પ્રમાણે નિર્ગસ્થ અને સ્નાતક પણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 183
Page #184
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અપ્રતિસવી જાણવા. સૂત્ર-૯૦૬, 907 906. ભગવનું ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક -શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક-શ્રુત-મન:પર્યવમાં હોય. ચારમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિર્ગસ્થ પણ કહેવા. ભગવદ્ ! સ્નાતક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ ! તે માત્ર કેવલજ્ઞાનમાં હોય. 907. ભગવદ્ ! પુલાક, કેટલા શ્રુત ભણે ? ગૌતમ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. બકુશની પૃચ્છા-ગૌતમ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વો. એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો. એ પ્રમાણે નિર્ચન્થને પણ જાણવા, સ્નાતકની પ્રચ્છા. ગૌતમ ! તે શ્રુત વ્યતિરિક્ત હોય છે (કેમ કે તે કેવલજ્ઞાની છે સૂત્ર-૯૦૮ થી 911 908. ભગવન્! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તે તીર્થંકર હોય કે પ્રત્યેક બુદ્ધ? ગૌતમ! તે બંને પણ હોય. એ રીતે નિર્ચન્થ અને સ્નાતક જાણવા. 909. ભગવન્! મુલાક, સ્વલિંગ હોય કે અન્યલિંગ કે ગૃહીલિંગ હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને સ્વલિંગ -અન્યલિંગ કે ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા સ્વલિંગ હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. 910. ભગવનું ! પુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ! તે ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીરમાં હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! ત્રણ કે ચાર શરીરમાં હોય. જો ત્રણ શરીરમાં હોય તો ઔદારિક-તૈજસ-કાશ્મણ એ ત્રણમાં હોય. જો ચારમાં હોય તો દારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ એ ચારમાં હોય. એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જો ત્રણમાં હોય તો ઔદારિક, તૈજસ, કાર્મણમાં હોય, ચારમાં હોય તો ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણમાં હોય, જો પાંચમાં હોય તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણમાં હોય. નિર્ગસ્થ અને સ્નાતકને પુલાકવત્ જાણવા. - 911. ભગવન્! પુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. સૂત્ર-૯૧૨ ભગવન્મુલાક, શું અવસર્પિણી કાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ! અવસર્પિણી-ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય. જો અવસર્પિણી કાળે હોય તો શું તે 1. સુષમ સુષમા કાળે હોય, 2. સુષમ કાળે હોય, 3. સુષમ દૂષમા કાળે હોય, 4. દુષમ સુષમાકાળે હોય, 5. દૂષમા કાળે હોય કે 6. દૂષમ દૂષમાકાળે હોય ? ગૌતમ ! જન્મને આશ્રીને માત્ર સુષમદૂષમાં અને દૂષમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. સદ્ભાવને આશ્રીને સુષમદૂષમાં કાળે હોય, દૂષમ સુષમા કાળે હોય, દૂષમાકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જો ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદુષમા કાળે હોય, કે દૂષમકાળે, દૂષમસુષમ કાળે, સુષમદુઃષમા કાળે, સુષમાં કાળે, સુષમસુષમા કાળે હોય ? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, સુષમદૂષમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 184
Page #185
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. સભાવને આશ્રીને દુષમા કાળે હોય, દુષમસુષમા કાળે હોય, સુષમદૂષમાં. કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જો નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાન કાળમાં હોય, સુષમદૂષમાં સમાન કાળે હોય કે દૂષમસુષમા સમાન કાળે હોય ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને માત્ર દૂષમ-સુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમાં સમાન કાળ આદિ ત્રણમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય ? તે ત્રણે પણ કાળમાં હોય. જો અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય. પ્રશ્ન ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, દૂષમાં કાળે હોય, દૂષમદૂષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ પ્રશ્ન? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમદૂષમાં કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને આશ્રીને દૂષમદૂષમાકાળે ન હોય, દૂષમા કાળે ન હોય એ પ્રમાણે પુલાકમાં કહ્યા મુજબ યાવત્ સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્રશ્ન. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ લાકમાં કહ્યું તેમ યાવત્ દુષમસુષમા સમાન કાળમાં હોય. સંહરણને આશ્રીને કોઈપણ કાળે હોય. | બકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિર્ચન્થ અને સ્નાતકમાં પુલાકની માફક કહેવું. વિશેષ એ કે - સંહરણ અધિક કહેવું. બાકી પૂર્વવત્. સૂત્ર-૯૧૩ ભગવદ્ ! પુલાક, કાળધર્મ(મૃત્યુ) પામી કઈ ગતિમાં જાય ? ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતા શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક ઉપજ ? ગૌતમ! ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં ન ઉપજે, પણ વૈમાનિકમાં ઉપજે છે. વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકલ્પમાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ જાણવુ. માત્ર ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં ઉપજે. પ્રતિસેવનાકુશીલને બકુશ માફક જાણવા. કષાયકુશીલને પુલાકવતુ જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. નિર્ચન્થમાં એમ જ જાણવુ. એ રીતે યાવત્ વૈમાનિકમાં ઉપજતા અજઘન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. ભગવન્! સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ! સિદ્ધિગતિમાં જાય છે. ભગવન્! પુલાક, દેવમાં ઉત્પન્ન થતા શું ઇન્દ્રપણે ઉપજે, સામાનિકપણે, ત્રાયસ્ત્રિશકપણે, લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં જાણવુ. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવત્ અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઇન્દ્રપણે યાવતુ લોકપાલપણે ના ઉપજે. પણ અહમિંદ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. ન ! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી 18 સાગરોપમ. બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી ૨૨-સાગરોપમ. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટ ૩૩સાગરોપમ. નિન્થનો પ્રશ્ન ? ગૌતમ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 185
Page #186
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ સૂત્ર-૯૧૪ ભગવદ્ ! પુલાકને કેટલા સંયમ સ્થાન છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવદ્ ! નિર્ચન્થને કેટલા સંયમસ્થાન છે ? ગૌતમ ! એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન. આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા. ભગવદ્ ! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડા નિર્ચન્થ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમ સ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગણા, પ્રતિસેવના-કુશીલના સંયમસ્થાના અસંખ્યાતગણા, કષાય કુશીલના સંયમસ્થાનો અસંખ્યાતગણી છે. સૂત્ર-૯૧૫ થી 918 915. ભગવન્! પુલાકના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. ભગવદ્ એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી હીન-તુલ્ય કે અધિક છે? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગહીન. સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જો અધિક હોય તો અનંતભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક યાવત્ અનંતગુણ અધિક. ભગવન્! પુલાક ચારિત્ર પર્યાયથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીન-તુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણ હીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલના વિષયમાં પણ કહેવું. કષાયકુશીલ સાથે ષસ્થાન પતિત સ્વસ્થાનવત્ કહેવુ. નિર્ચન્થ, બકુશવત્ જાણવા. સ્નાતક તેમજ છે. ભગવન્બકુશ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાયોની અપેક્ષાએ હીન છે, તુલ્ય છે કે અધિક ? તે હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગુણ અધિક છે. ભગવદ્ ! બકુશ, બકુશના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવથી પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો ષસ્થાન પતિત છે. ભગવન્! બકુશ, પ્રતિસેવના કુશીલના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી શું હીન છે ? છ સ્થાનપતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા. ભગવન્! બકુશ, નિર્ચન્થના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવોથી પૃચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે સ્નાતક પણ છે. પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વક્તવ્યતા કહેવી. કષાયકુશીલની આ રીતે બકુશવક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા. ભગવદ્ ! નિર્ચન્થ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાય વડે પૃચ્છા. ગૌતમ ! હીન કે તુલ્ય નહીં, અધિક છે. અનંતગણ અધિક છે. એ પ્રમાણે કષાયકૂશીલ સુધી કહેવું. ભગવન ! નિર્ચન્થ, બી સ્વસ્થાન સંનિકર્ષ વડે પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે. એ રીતે સ્નાતકને જાણવા. ભગવદ્ ! સ્નાતક, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ? એ રીતે નિર્ચન્થની માફક સ્નાતકની વક્તવ્યતા કહેવી. યાવત્ - ભગવન્! સ્નાતક, બીજા સ્નાતકની સ્વસ્થાન સંનિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. ભગવદ્ ! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકના જઘન્ય-ઉત્કર્ષ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્રપર્યાય બંને તુલ્ય છે અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચારિત્ર પર્યાય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા, નિર્ચન્થ અને સ્નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચારિત્રપર્યવો બંને તુલ્ય અને અનંતગણા છે. 916. ભગવનું ! પુલાક સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 186
Page #187
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિર્ચન્થ સુધી જાણવુ. સ્નાતકની પૃચ્છા, ગૌતમ!સયોગી-અયોગી બંને હોય. જો સયોગી હોય તો શું મનોયોગી હોયઆદિ બધુ પુલાકની જેમ જાણવુ. 917. ભગવનું ! પુલાક, સાકારોપયુક્ત હોય કે અનાકાર ઉપયુક્ત? ગૌતમ! તે બંને હોય, એ રીતે સ્નાતક સુધી જાણવુ. 918. ભગવન્! પુલાક, સકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, પ્રતિસેવનાકુશીલ પણ છે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સંકષાયી હોય, અકષાયી ન હોય. જો સકષાયી હોય તો ભગવન્! તે કેટલા. કષાયમાં હોય ? ગૌતમ ! ચાર-ત્રણ-બે કે એકમાં હોય. ચારમાં હોય તો સંજવલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ત્રણમાં હોય તો સંજવલન માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. નિર્ચન્થનો પ્રશ્ન? ગૌતમ! સકષાયી ન હોય, અકષાયી હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણ કષાયી ? ગૌતમ! બંને હોય. સ્નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે - ઉપશાંતકષાયી ના હોય, ક્ષીણકષાયી હોય. સૂત્ર-૯૧૯, 920 919. ભગવન્! મુલાક, સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય તો હે ભગવન્! તે કેટલી લેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લશ્યામાં હોય છે - તેજોલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લ લેગ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે. કષાયકુશીલમાં પ્રશ્ન ? ગૌતમ! સલેક્શી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય, તો હે ભગવન્! તે કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ! છ એ લેગ્યામાં હોય. તે આ -કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ લેગ્યામાં. ભગવન્! નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેક્શી હોય, તો હે ભગવન્! તે કેટલી લેગ્યામાં હોય ? ગૌતમ ! એક જ શુક્લલેશ્યામાં હોય. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેશ્યી હોય કે અલેશ્યી હોય. જો સલેશ્યી હોય તો કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ! એક જ પરમશુક્લ શ્યામાં હોય. 920. ભગવદ્ ! પુલાક, વર્ધમાન પરિણામી હોય, શ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! વર્ધમાન-હીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, ફ્રીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા. ભગવન્! પુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. ભગવન્નિર્ચન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ભગવન ! સ્નાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. સૂત્ર-૯૨૧ થી 923 921. ભગવન્! પુલાક, કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 187
Page #188
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક વેદનીય કર્મ બાંધે. સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે. 922. ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે. 923. ભગવદ્ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા કરે છે ? ગૌતમ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિ ઉદીર છે. બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપ્રકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુર્વેદનીયને વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે. કષાયકૂશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત-આઠ-છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિને ઉદરે છે. આઠને ઉદીર તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિને ઉદીર છે. છને ઉદીર તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુવેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીર છે. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે. પાંચને ઉદીરે તો આયુવેદનીયમોહનીય ને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે. બેને ઉદીર તો નામ અને ગોત્રને ઉદીરે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે ઉદીરણા કરે અથવા એકેની પણ ઉદીરણા ન કરે. જો બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે. સૂત્ર-૯૧૪ થી 926 924. ભગવદ્ ! પુલાક, પુલાકત્વને છોડતા શું છોડે છે ? અને શું પામે છે? ગૌતમ ! પુલાકત્વને છોડે છે, કષાય કુશીલ કે અસંયમ પામે છે. ભગવદ્ ! બકુશ બકુશત્વને છોડતો શું છોડે ? શું પામે ? ગૌતમ! બકુશવને છોડે છે. પ્રતિસેવના કે કષાયકુશીલ ને, અસંયમ કે સંયમસંયમને પામે. ભગવદ્ ! પ્રતિસેવના કુશીલ૦? પ્રતિસેવના કુશીલત્વને છોડે છે, બકુશ-કષાયકુશીલ-અસંયમ કે સંયમસંયમને પામે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! કષાયકુશીલત્વને છોડે છે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ચન્થ, અસંયમ, સંયમાસંયમને પામે. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! નિર્ચન્ધત્વને છોડે, કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. સ્નાતક ? સ્નાતકત્વ છોડી સિદ્ધિગતિ પામે. 925. ભગવદ્ ! પુલાક, શું સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંજ્ઞોપયુક્ત હોય. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગસ્થ અને સ્નાતક બંનેને પુલાકવત્ જાણવા. 926. ભગવદ્ ! પુલાક, આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! આહારક હોય, અનાહારક ન હોય. એ રીતે નિર્ચન્થ સુધી જાણવુ. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! આહારક પણ હોય કે અનાહારક પણ હોય. સૂત્ર-૯૨૭,૯૨૮ 927. ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ચન્થને પુલાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 188
Page #189
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જાણવા. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક ભવ કરે.. 928. ભગવદ્ ! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિસેવના અને કષાયકુશીલ જાણવા. નિર્ઝન્થનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે. સ્નાતકનો પ્રશ્ન ? ગૌતમ! એક ભવાકર્ષ હોય.. ભગવન્! મુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સ્નાતક ? એકે નહીં. સૂત્ર-૯૨૯, 930 929. ભગવન ! પુલાક કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મહર્ત. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. નિર્ચન્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનૂન પૂર્વકોડી. ભગવદ્ ! પુલાકો કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. બકુશો વિશે પૃચ્છા. ગૌતમ! સર્વકાળ એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવુ. નિર્ચન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવત્ જાણવા. 930. ભગવદ્ ! પુલાકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત, અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશ ન્યૂન અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ રીતે યાવત્ નિર્ચન્થ. સ્નાતકો વિશે પૃચ્છા. તેમને. અંતર નથી. ભગવદ્ ! પુલાકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો. બકુશો વિશે પ્રશ્ન ? ગૌતમ! અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવુ. નિર્ગુન્થો વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા. સૂત્ર-૯૩૧ થી 934 931. ભગવન્! પુલાકને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ ! ત્રણ વેદના - કષાય અને મારણાંતિક સમુધ્ધાત. ભગવદ્ ! બકુશને ? પાંચ સમુદ્યાત - વેદના યાવત્ તૈજસ સમુઠ્ઠાત. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. કષાય કુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! છ સમુદ્ધાતો છે. વેદના યાવત્ આહાર સમુદ્યાત. નિર્ગસ્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક પણ નથી. સ્નાતક વિશે પ્રચ્છા-ગૌતમ! એક જ કેવલી સમુદ્યાત. 932. ભગવન્! મુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય ? સંખ્યાત ભાગોમાં હોય ? અસંખ્યાત ભાગોમાં હોય ? સર્વલોકમાં હોય ? ગૌતમ ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિર્ચન્થ સુધી કહેવું. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય. 933. ભગવનું પુલાકલોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી. તેમ સ્પર્શના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. 934. ભગવન્! પુલાક, કયા ભાવમાં હોય છે ? ગૌતમ! તે ક્ષાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! ઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! ક્ષાયિક ભાવમાં હોય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 189
Page #190
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૯૩૫ ભગવન્! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપ્રથ7. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય. કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્રપૃથ7. ભગવન્બકુશો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શત પ્રથ7. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી કોડી શત પૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે. કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્ર પૃથત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહસ્ર પૃથc. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ 162 હોય છે, તેમાં ક્ષપક શ્રેણીવાળા 108, ઉપશમ શ્રેણીવાળા-પ૪ હોય છે. પૂર્વ પ્રતિપન્ન અપેક્ષાએ કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથત્વ છે. સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી 108, પૂર્વ પ્રતિપન્ન ને આશ્રીને જઘન્યથી કોડી પૃથત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથ7. ભગવન્! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા નિર્ચન્થો, પુલાકો સંખ્યાતગણા, સ્નાતકો સંખ્યાલગણા, બકુશો સંખ્યાલગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાલગણા, કષાયકુશીલ સંખ્યાતગણા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૭ “સંત” સૂત્ર-૯૩૬ થી 941 936. ભગવદ્ ! સંયતો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે-સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયત. ભગવન્સામાયિક સંયત કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - ઇત્વરિક અને યાવત્કથિત. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર. પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા. ગૌતમ ! બે ભેદે નિર્વિસમાનિક નિર્વિષ્ટકાયિક. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - સંક્નિશ્યમાનક અને વિશુદ્ધમાનક. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે -છદ્મસ્થ અને કેવલી. 937. સામાયિક ચારિત્ર સ્વીકારી, ચાતુર્યામ અનુત્તર ધર્મને જે ત્રિવિધ સ્પર્શતો તેસામાયિક સંયત કહેવાય. 938. પૂર્વ પર્યાયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે. 939. જે પાંચ મહાવ્રતરૂપ અનુત્તર ધર્મને ત્રિવિધ સ્પર્શતો વિશુદ્ધ તપને ધારણ કરે છે, તે પરિવાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. 940. જે સુક્ષ્મ લોભને વેદન કરતો, ઉપશમક કે ક્ષેપક હોય છે. તે સૂક્ષ્મ સંપરાય સંયત છે, તે યથાખ્યાતથી કિંચિત્ હીન હોય. 941. મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છદ્મસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયતા કહેવાય છે. સૂત્ર-૯૪૨, 943 942. ભગવદ્ ! સામાયિક સંયત, શું સવેદી હોય કે અવેદી ? ગૌતમ! સવેદી પણ હોય, અવેદી પણ હોય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 190
Page #191
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' જો સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત જાણવા. પરિહાર વિશુદ્ધિક સંયતને પુલાકવતુ જાણવા. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયત બંનેને નિર્ચન્થ સમાન જાણવા. ભગવન્સામાયિક સંયત, શું સરાગ હોય કે વીતરાગ હોય ? ગૌતમ ! તે સરાગ હોય, વીતરાગ નહીં. એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. યથાખ્યાત સંયતને નિર્ચન્થને સમાન કહેવા. ભગવન્! સામાયિક સંયત, શું સ્થિતકલ્પમાં હોય કે અસ્થિત કલ્પમાં હોય ? ગૌતમ! સ્થિતકલ્પમાં પણ હોય, અસ્થિતકલ્પમાં પણ હોય. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સ્થિતકલ્પમાં હોય, અસ્થિતકલ્પમાં ના હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંયતવતું જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત, શું જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય કે કલ્પાતીત હોય ? ગૌતમ ! કષાયકુશીલ માફક સંપૂર્ણ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક બકુશ માફક કહેવા. બાકીના નિર્ચન્થ માફક કહેવા. 943. ભગવદ્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ સ્નાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ યાવત્ કષાય-કુશીલ હોય, પણ નિર્ચન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીય જાણવા. પરિહારવિશુદ્ધિક સંયતા વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય પણ કષાયકુશીલ હોય, નિર્ચન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મ-સંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક યાવત્ કષાયકુશીલ ન હોય. નિર્ચન્થ કે સ્નાતક હોય. ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી ન હોય. જો પ્રતિસેવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપસ્થાપનીય સંયતને સામાયિક સંયત માફક જાણવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પ્રતિસવી ન હોય, અપ્રતિસેવી હોય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. ભગવન્! સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય ? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કષાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાએ કહેવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય કહેવા. યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાના ભજનાએ જ્ઞાનોદ્દેશક મુજબ કહેવા. ભગવન ! સામાયિક સંયત, કેટલું શ્રુત ભણે ? ગૌતમ! જઘન્યથી અષ્ટ પ્રવચન માતા, કષાયકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય કહેવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની. બીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશ પૂર્વો ભણે. સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. યથાખ્યાત સંયતનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વે કે શ્રુતવ્યતિરિક્ત હોય. ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય, કષાયકુશીલવત્ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક પુલાવત્ કહેવા. બાકીના સંયતોને સામાયિક સંયત માફક કહેવા. ભગવન્! સામાયિક સંયત, શું સ્વલિંગ હોય, અન્ય લિંગ હોય કે ગૃહી લિંગે હોય ? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. ભગવન્! પરિવાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય. બાકીના સંયતો, સામાયિક સંયતવત્ કહેવા. ભગવન્! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ. કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેવા. બાકીના સંયત પુલાકવત્ કહેવા. ભગવન્! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 191
Page #192
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને પુલાવત્ કહેવા. બાકીના સામાયિક સંયતવત્ જાણવા. સૂત્ર-૯૪ થી 947 944. ભગવદ્ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળે હોય ? ગૌતમ ! અવસર્પિણી કાળે બકુશવત્ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવુ. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ (આરા)માં હોય છે. બાકી પૂર્વવત્. પરિવાર વિશુદ્ધિમાં પ્રશ્ન? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી. કાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાકવતું જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ મુલાકવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્વવત્ છે. એ રીતે યથાખ્યાત પણ છે. 945. ભગવન્! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે ? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજ ? ગૌતમ ! ભવનપતિમાં ન ઉપજે, આદિ કષાયકુશીલ વત્ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિર્ચન્વવત્ કહેવા. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ! એ પ્રમાણે યથાખ્યાતસંયત પણ યાવત્ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્! સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઇન્દ્રપણે ઉપજે પ્રશ્ન ? ગૌતમ ! અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવુ. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. બાકીના બધાને નિર્ચન્વવત્ કહેવા. ભગવદ્ સામાયિક સંયતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને કહેવા. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી 18 સાગરોપમ. બાકી નિર્ચન્જ પ્રમાણે. 946. ભગવદ્ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે ? ગૌતમ ! અસંખ્ય સંયમસ્થાનો છે. એ રીતે યાવત્ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! અસંખ્ય અંતર્મુહૂર્ત સમય સમાન. યથાવાતા સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન. ભગવન્! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તિક સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. પરિવાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંયમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે. 947. ભગવનું ! સામાયિક સંયતના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્રપર્યવો છે. એ પ્રમાણે યાવત્ યથાખ્યાત સંયતના છે. ભગવન્! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચારિત્રપર્યવોથી શું હીન-તુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. ભગવદ્ ! સામાયિક સંયત છેદોપસ્થાપનીય પરસ્થાન સંનિકર્ષ, ચારિત્રપર્યવોથી પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. એ પ્રમાણે પરિવાર વિશુદ્ધિકના પણ જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવમાં પૃચ્છા. ગૌતમ! મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 192
Page #193
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હીન છે, તુલ્ય નથી. અધિક નથી, અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે. પરિહાર વિશુદ્ધિકને છેદોપસ્થાપનીય માફક જાણવા. ભગવન્! સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જો હીન હોય તો અનંતગુણહીન, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. સ્વસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી. ભગવન્આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સંયતોના જઘન્યઉત્કૃષ્ટ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના આ જઘન્ય ચારિત્રપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે. પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્ય-ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. ભગવદ્ ! સામાયિકસંયત શું સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી, પુલાવત્ જાણવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય સંયત કહેવા. યથાવાતને સ્તાનકવત્ જાણવા. ભગવદ્ ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ! સાકારોપયુક્ત, પુલાકવત્ છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. માત્ર સૂક્ષ્મ સંપરાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય. ભગવન્! સામાયિક સંયત શું સકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો હે ભગવન્! તે કેટલા કષાયોમાં એક જ સંજવલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિર્ચન્વવત્ કહેવા. ભગવન! સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ! સલેશ્યી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનીય કહેવા. પરિહારવિશુદ્ધિક, પુલાકવત્ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્વવત્ કહેવા. યથાવાતા સ્નાતકવતુ કહેવા. માત્ર સલેશ્યી હોય, એક શુક્લલેશ્યા હોય. સૂત્ર-૯૪૮ ભગવન્! સામાયિક સંયત, શું વર્ધમાન પરિણામી હોય કે હીયમાન પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! વર્ધમાન પરિણામ, પુલાકવતુ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવુ. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ! વર્ધમાન કે શ્રીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિર્ચન્થ માફક કહેવા. ભગવન્! સામાયિક સંયત કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાવતુ છે. એ રીતે યાવતુ પરિહારવિશુદ્ધિક પણ જાણવા. ભગવદ્ ! સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામી. એ રીતે શ્રીયમાન પરિણામી જાણવા. ભગવદ્ ! યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડી. સૂત્ર-૯૪૯ થી 951 99. ભગવદ્ ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત ભેદે બાંધે, આઠ ભેદે બાંધે આદિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 193
Page #194
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' બકુશવતુ. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મ સંપરાય સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! આયુ અને મોહનીયા વજીને છ કર્મપ્રકૃતિ બાંધે. યથાખ્યાત સંયત સ્નાતક મુજબ છે. ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે ? ગૌતમ ! નિયમા આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! સાત કે ચાર ભેદે વેદે. જો સાત ભેદે વેદે તો મોહનીયવર્જિત સાત કર્મપ્રકૃતિ વેદે, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મપ્રકૃતિઓને વેદે છે. ભગવન્! સામાયિક સંયત, કેટલી કર્મપ્રકૃતિઓ ઉદરે છે ? ગૌતમ! સાત ભેદે બકુશવત્. એ પ્રમાણે પરિહાર-વિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ ભેદે કે પાંચ ભેદે ઉદીરે. છ ને ઉદીરતો આયુ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વર્જીને પાંચ કર્મપ્રકૃતિ ઉદીરે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉદીરે. પાંચ ઉદીરતો આયુ બાકી બધું નિર્ચન્વવત્ કહેવું. 950. ભગવદ્ ! સામાયિક સંયત, સામાયિક સંયતપણાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ? ગૌતમ! સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયત, સંયતાસંયતને પામે છે. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! છેદોપસ્થાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-અસંયમ કે સંયમાસંયમ પ્રાપ્ત કરે છે. પરિહારવિશુદ્ધિ વિશે પ્રશ્ન ? ગૌતમ! પરિહારવિશુદ્ધિ સંયતત્વને છોડે છે. છેદોપસ્થાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ! સૂક્ષ્મસંપરાયત્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યથાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! યથાખ્યાત સંયતપણાને છોડે છે. સૂક્ષ્મ સંપરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે. 51. ભગવદ્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુક્ત હોય ? નોસંજ્ઞોપયુક્ત હોય ? ગૌતમ! સંજ્ઞોપયુક્ત બકુશવત્ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત, પુલાકવત્ છે. ભગવદ્ ! સામાયિક સંયત શું આહારક હોય કે અનાહારક ? પુલાકવત્ જાણવુ. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંયતને સ્નાતક મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. સૂત્ર-૯૫૨ ભગવન્! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય ? ગૌતમ! જઘન્યથી બકુશની માફક. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથત્વ. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ત્રણ. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક ઉત્કૃષ્ટથી બે. ભગવન્! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે? ગૌતમ! બકુશવતું. છેદોપસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી 900 થી ૧૦૦૦ની વચ્ચે. પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ. યથાખ્યાત સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સૂત્ર-૯૫૩ ભગવન્! સામાયિક સંયત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂના 900 વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ જાણવા. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 194
Page #195
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન 29 વર્ષ ઓછા પૂર્વકોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિર્ચન્વવત્ જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે. ભગવન્! સામાયિક સંયતો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી 250 વર્ષ, ઉત્કૃષ્ટથી 50 લાખ કરોડ સાગરોપમ. પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી દેશોના 200 વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. સૂક્ષ્મ સંપરાય સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. યથાખ્યાત સંયતોને સામાયિક સંયતો માફક જાણવા. ભગવદ્ સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી પુલાવત્. એ રીતે યથાખ્યાત સંયત સુધી જાણવુ. ભગવન ! સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે ? અંતર નથી. છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી 63,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 18 કોડાકોડી સાગરોપમ. પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી 84,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 18 કોડાકોડી સાગરોપમ. સૂક્ષ્મસંપરાય સંયતો નિર્ચન્થો મુજબ. યથાવાતો. સામાયિકસંયતો મુજબ. ભગવદ્ ! સામાયિકસંયતને કેટલા સમુઘાતો છે ? ગૌતમ! છ સમુદ્યાત, કષાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયના જાણવા. પરિહાર વિશુદ્ધિક, પુલાવત્. સૂક્ષ્મસંપરાય, નિર્ચન્થ મુજબ અને યથાખ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત ભાગમાં ન હોય. આદિ પુલાક સમાન જાણવુ. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંયતને સ્નાતકવત્ જાણવા. ભગવન્! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે ? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી. ભગવન્! સામાયિક સંયત ક્યા ભાવમાં હોય ? ગૌતમ! પથમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંપરાય સુધી જાણવુ. યથાખ્યાત સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ! ઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. ભગવન્સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને સર્વ કથના કષાયકુશીલ વત્ કહેવું. છેદોપસ્થાપનીયોનો પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથત્વ હોય. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથત્વ હોય. પરિહારવિશુદ્ધિકો, પુલાકોવત્ જાણવા. સૂક્ષ્મ સંપરાય સંયતો, નિર્ચન્થ વત્ જાણવા. યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી 162 હોય, જેમાં 108 સપક, 54 ઉપશમક હોય. પૂર્વપ્રતિપન્નને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથત્વ હોય. ભગવન્આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સયતોમાં કોણ, કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મસંપરાય સંયતો છે, પરિહાર વિશુદ્ધિકો સંખ્યાતગણા, યથાખ્યાત સંયતો સંખ્યાલગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતગણા, સામાયિક સંયતો સંખ્યાલગણા છે. સૂત્ર-૯૫૪ થી 59 54. પ્રતિસેવનાઆલોચના દોષ, આલોચનાઈ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છ દ્વાર છે.. 55. ભગવદ્ ! પ્રતિસેવના(પ્રતિકુળ આચરણ) કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે- દર્પ(અહંકાર), પ્રમાદ, અનાભોગ(અજાણતા), આતુર, આપત્તિ, સંકીર્ણ, સહસાકાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ આ દશ પ્રતિસેવના છે.. 57. આલોચના દોષ દશ કહ્યા - મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 195
Page #196
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 958. આકંપ્ય, અનુમાન્ય, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્રત, તત્સવી. (આ દશે આલોચનાની ગંભીરતા સમજી અત્રે તેના અર્થો આપેલ નથી) 59. દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - જાતિસંપન્ન, કુલ સંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, શાંત, દાંત, અમાયી, અપશ્ચાતાપી. આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાનું, વ્યવહારવાનું, અપવ્રીડક, પ્રફર્વક, અપરિસાવી, નિર્યાપક, અપાયદર્શી. સૂત્ર-૯૬૦ થી 962 960. સામાચારી દશ પ્રકારે છે, તે આ પ્રમાણે - 961. ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપૃચ્છના, પ્રતિપ્રચ્છના, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે. 962. પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે - આલોચનાર્દ, પ્રતિક્રમણાઉં, તદુભયાઈ, વિવેકાર્ડ, વ્યુત્સર્ગોહં, તપાઉં, છેદાઉં, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ડ અને પારાંચિકાઉં. સૂત્ર-૯૬૩ થી 969 963. તપ બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર. તે બાહ્ય તપ શું છે? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે - 964. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસલીનતા. આ છ બાહ્ય તપ છે. 965. તે અનશન શું છે? બે ભેદે છે - ઇત્વરિક, યાવત્કથિત. તે ઇ–રિક અનશન શું છે ? અનેક ભેદે છે, તે આ - ચતુર્થભક્ત, છઠ્ઠ ભક્ત, અઠ્ઠમભક્ત, દશમ ભક્ત, બારસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે યાવત્કથિત શું છે? બે ભેદે છે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન શું છે ? બે ભેદે - નીહરિમ, અનીર્ધારિમ. આ બંને નિયમથી અપ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે ? બે ભેદે છે - નીરિમ, અનીહરિમ, આ બંને નિયમા સપ્રતિકર્મ છે. તે આ ભક્ત પ્રત્યાખ્યાન છે, તે આ યાવત્કથિત છે, તે આ અનશન છે. તે અવમોદરિકા શું છે? બે ભેદે છે - દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. તે દ્રવ્ય અવમોદરિકા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા શું છે? એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યક્ત ઉપકરણ-સ્વદનતા અર્થાતા ગૃહસ્થપૂર્ણ ઉપયોગ કરી છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા તે . તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અલ્પાહાર, બાર કવલ૦ આદિ જેમ શતક-૭ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ યાવત્ પ્રકામરસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે. તે ભાવ-અવમોદરિકા શું છે ? તે અનેક ભેદે છે - અલ્પક્રોધ યાવત્ અલ્પલોભ, અલ્પશબ્દ, અલ્પઝંઝા, અલ્પ તું-તું, તે ભાવમોદરિકા. તે ભિક્ષાચર્યા શું છે ? તે અનેક ભેદે છે - દ્રવ્યાભિગ્રહચરક, આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તેમ યાવતું શુદ્ધ એષણીય સંવાદત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે. વિગઈ રહિતતા, પ્રણીત રસવર્જન આદિ જેમ ઉજવાઈમાં છે, તેમ ચાવત્ રક્ષાહાર કહેવું તે રસપરિત્યાગ. તે કાયક્લેશ શું છે ? તે અનેક ભેદે છે - સ્થાનાયતિગ(ઉભા રહેવું), ઉકુટુક આસનિક આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં છે તેમ કહેવું. યાવત્ શરીરના સર્વ સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો). તે આ કાયક્લેશ કહ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 196
Page #197
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે - ઇન્દ્રિય પ્રતિસલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસલીનતા, વિવિક્ત શયનાસન સેવનતા. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે -શ્રોત્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. તે કષાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવત્ લોભોય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભને વિફળ કરવો. તે કષાયપ્રતિસંલીનતા છે. તે યોગ પ્રતિસંલીનતા શું છે ? તે ત્રણ ભેદે છે - મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મના નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું તે મનયોગ પ્રતિસંલીનતા છે. વચન યોગ પ્રતિસલીનતા ? અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. કાયયોગ પ્રતિસલીનતા ? સમ્યક્ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુણેન્દ્રિયઆલીન-મલીન થઈને રહેવું. તે આ કાય પ્રતિસલીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે ? તે, જે આરામમાં, ઉદ્યાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંસ્મારક સ્વીકારીને વિચરવું. તે વિવિક્ત શયનાસન સેવનતા, પ્રતિસલીનતા, બાહ્ય તપ છે. તે અત્યંતર તપ શું છે? છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે? તે દશ ભેદે છે - આલોચનાé યાવત્ પારાંચિતાહં. તે આ પ્રાયશ્ચિત્ત છે. તે વિનય શું છે ? વિનય સાત ભેદે છે - જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય. તે જ્ઞાનવિનય શું છે પાંચ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાન વિનય યાવત્ કેવળજ્ઞાન વિનય. તે આ જ્ઞાનવિનય છે. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે - શુશ્રુષા વિનય, અનાશાતના વિનય. તે શુશ્રુષા વિનય શું છે ? અનેક પ્રકારે છે. સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશા-૩માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધનતા. - . તે અનાશાતના વિનય શું છે? તે 45 ભેદે છે. તે આ પ્રમાણે - ૧.અરિહંતોની અનાશાતના, ૨.અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, ૩.આચાર્યની અનાશાતના, 4. ઉપાધ્યાયની અનાશાતના, 5. સ્થવિરની 6. કુળની. 7. ગણની૮. સંઘની 9. ક્રિયામાં 10. સાંભોગિકની 11. આભિનિબોધિક જ્ઞાનની યાવત્ 15. કેવળજ્ઞાનની અનાશાતના. આ પંદરની 1. ભક્તિ, 2. બહુમાન, 3. ગુણકીર્તન કરવું. એટલે 15 x 3 = 45 ભેદ થયા.. તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. - તે ચારિત્રવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચારિત્રવિનય યાવતુ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચારિત્ર વિનય છે. તે મન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? સાત ભેદે છે. તે આ - અપાપક(ક્રોધાદિ પાપરહિત), અસાવદ્ય(નિરવદ્ય), અક્રિય(કાયિકી આદિ ક્રિયા રહિત), નિરૂપકલેશ(શોકાદિ કલેશ રહિત), અનાશ્રવકર(આશ્રવ રહિત), અચ્છવિકર(સ્વ પરની પીડા રહિત), અભૂતાભિશંકિત(જીવોને ભય ન કરનાર). તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપ્રશસ્ત મન વિનય શું છે ? તે સાત ભેદે છે. તે આ - પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત, તે અપ્રશસ્ત વિનય, મન વિનય છે. તે વચન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત વચન વિનય, અપ્રશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 197
Page #198
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શું છે ? સાત ભેદે છે - અપાપક યાવત્ અભૂતાભિશંકિત. - x . તે અપ્રશસ્ત વચન વિનય શું છે? સાત ભેદે છે - પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત. - - તે આ વચન વિનય છે. તે કાય વિનય શું છે ? બે ભેદે છે - પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય વિનય. તે પ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે - ઉપયોગપૂર્વક - 1. ગમન, 2. સ્થાન, 3. નિશીદન, 4. પડખું બદલું, 5. ઉલ્લંઘન, 6. પ્રલંઘન, 7. સર્વેન્દ્રિય યોગjજનતા. તે પ્રશસ્તકાય વિનય છે. તે અપ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે. અનાયુક્ત-ઉપયોગરહિત. ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ યુજનતા. - 4.x. તે લોકોપચાર વિનય શું છે? સાત ભેદે છે - અભ્યાસવૃત્તિતા, પરછંદાનવર્તિતા, કાર્ય હેતુ, કૃતપ્રતિક્રિયા, આત્મ ગવેષણા, દેશકાલજ્ઞતા અને સર્વાર્થ-અપ્રતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે. 966. તે વૈયાવચ્ચ શું છે ? તે દશ ભેદે છે - આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપસ્વી, ગ્લાન, શૈક્ષ વૈયા, કુળવૈ૦, ગણવૈ૦, સંઘવૈ૦ અને સાધર્મિક વૈયાવચ્ચ. તે આ વૈયાવચ્ચ છે. 97. તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ - વાંચના, પ્રતિપ્રચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે. 968. તે ધ્યાન શું છે? ચાર ભેદે છે, તે આ - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. 1. આર્તધ્યાન ચાર ભેદે છે - 1. અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. 2. મનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. 3. આતંક (રોગાદિ) સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. 4. પરિસેવિત કામજોગ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ - કંદનતા, શોચનતા(શોક કરવો), તપનતા(આંસુ પાડવા) અને પરિવેદનતા(વિલાપ કરવો). 2. રૌદ્રધ્યાન ચાર ભેદે છે - હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. 3. ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુપ્રત્યવતાર છે - આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાના વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે - આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ, અવગાઢરૂચિ. | ધર્મધ્યાનના ચાર આલંબન છે - વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. - એકવાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. 4. શુક્લધ્યાન ચાર ભેદે અને ચતુપ્રત્યાવતાર છે - પ્રથ_વિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે - શાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. શુક્લ ધ્યાનના ચાર આલંબન છે - અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. -અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. 969. તે વ્યુત્સર્ગ શું છે? બે ભેદે છે - દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સર્ગ. તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે –ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યત્સર્ગ. - . તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે - ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ. - 4 - તે સંસાર વ્યુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે - નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે. તે કર્મબુત્સર્ગ શું છે? તે આઠ ભેદે છે - જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મ વ્યુત્સર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. તે અત્યંતર તપ કહ્યું. ભગવદ્ ! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 198
Page #199
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૫, ઉદ્દેશો-૮ ઓઘ’ . સૂત્ર-૯૭૦ રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવન્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદતો પુરુષ, અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ કૂદક પુરુષની જેમ કૂદતા અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે. ભગવન્! તે જીવોની કેવી શીધ્રગતિ, કેવો શીધ્રગતિ વિષય છે? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧માં કહ્યું તેમ યાવત્ ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીધ્ર ગતિ છે, તેવો શીઘ્રગતિ વિષય છે. ભગવન્! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમ! અધ્યવસાય યોગ નિવર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાયુ બાંધે. ભગવન્! તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય ? ગૌતમ! આયુ-ભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય. ભગવનતે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પરઋદ્ધિથી ? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે છે - X. ભગવન્! તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કર્મોથી ? ગૌતમ! આત્મકર્મોથી ઉપજે, પરકર્મોથી નહીં. ભગવન્! તે જીવો આત્મપ્રયોગ વડે ઉપજે કે પરપ્રયોગ વડે? ગૌતમ! આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગે નહીં. ભગવન્! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું - 8. એ રીતે એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક સુધી કહેવું. એકેન્દ્રિયોમાં વિશેષ એ કે -ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. શતક-૨૫, ઉદ્દેશો-૯ થી 12 “ભવસિદ્ધિકાદિ" સૂત્ર-૯૭૧ થી 74 71. ભગવદ્ ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કોઈ કૂદતો પુરુષો બાકી પૂર્વવત્ થાવત્ વૈમાનિક. - x. 972. ભગવદ્ ! અભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કૂદતો પુરુષ પૂર્વવત્, યાવત્ વૈમાનિક. તેમજ છે. 73. ભગવદ્ ! સમ્યગદૃષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! જેમ કૂદતો પુરુષ બાકી પૂર્વવત્. એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક. ભગવન્! તે એમ જ છે 2.. 74. ભગવદ્ ! મિથ્યાષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો, બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. શતક-૨૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 199
Page #200
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૬ સૂત્ર-૭૫ મૃતદેવી ભગવતીને નમસ્કાર. આ શતકમાં 11. ઉદ્દેશકો છે. તે આ - 1. જીવો, 2. વેશ્યા, 3. પાક્ષિક, 4. દષ્ટિ, 5. અજ્ઞાન, 6. જ્ઞાન, 7. સંજ્ઞા, 8. વેદ, 9. કષાય, 10. ઉપયોગ, 11. યોગ. શતક-૨૬, ઉદ્દેશો-૧ જીવ ' ' સૂત્ર-૯૭૬, 77 976. તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! જીવે, 1. પાપકર્મ બાંધ્યું, બાંધે છે, બાંધશે ? 2. બાંધ્યું. બાંધે છે, બાંધશે નહીં ? 3. બાંધ્ય, બાંધતો નથી, બાંધશે? 4. બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. નહીં? ગૌતમ! 1. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. 2. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. 3. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. 4. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. બાંધ્યું છે, બાંધે છે, બાંધશે ? 2. બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમ! કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે ચારે ભંગ કહેવા. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્ પદ્મવેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેક્શીને સલેશ્યની જેમ ચારે ભંગ કહેવા. અલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું છે પ્રશ્ન? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં ભગવન્! કૃષ્ણ પાક્ષિક જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! કેટલાક બાંધ્યું છે, પહેલો-બીજો ભંગ કહેવો. ભગવદ્ ! શુક્લપાક્ષિક જીવે પ્રશ્ન ? ગૌતમ! ચારે ભંગ કહેવા. 77. સમદષ્ટિને ચાર ભંગો. મિથ્યાદૃષ્ટિને પહેલો-બીજો ભંગ. સમ્યમ્ મિથ્યાદષ્ટિને એ પ્રમાણે જ જાણવુ. જ્ઞાનીને ચારે ભંગો છે. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાનીને ચાર ભંગો છે. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલેશ્યી. અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા. આહાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને ચારે ભંગો જાણવા. સવેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદકને પણ તેમજ છે. અવેદકને ચારે ભંગો જાણવા. સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્ માયા કષાયીને પહેલો-બીજો ભંગ. લોભકષાયીને ચારે ભંગ. ભગવદ્ ! અકષાયી જીવે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો. સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા. અયોગીને છેલ્લો ભંગ જાણવો. સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા. સૂત્ર-૯૭૮, 79 78. ભગવદ્ ! નૈરયિકે પાપકર્મને બાંધ્ય, બાંધે છે, બાંધશે ? ગૌતમ! કેટલાક બાંધે, પહેલો-બીજો ભંગ. ભગવન્! સલેશ્યી નૈરયિક પાપકર્મ ? પૂર્વવતું. એ પ્રમાણે કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યીને જાણવા. એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકને. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવતુ લોભ-કષાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને. સાકાર-અનાકાર ઉપયુક્તને. આ બધા પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 200
Page #201
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોલેશ્યા, સ્ત્રીવેદક-પુરુષવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવતુ. એ રીતે જ પહેલો-બીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. આ પ્રમાણે પૃથ્વીકાયિકને, અપ્રકાયિકને યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને, એ બધે પહેલો-બીજો ભંગ કહેવો. વિશેષ એ કે - જેને જેટલી વેશ્યા, દષ્ટિ જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવતુ તેમજ જાણવુ. મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધુ સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુરકુમાર મુજબ કહેવા. જ્યોતિષ્ક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવતું. 79. ભગવન્! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વક્તવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે - જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્. યાવત્ વૈમાનિક કહેવું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવન્! જીવે વેદનીયકર્મ શું બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ 1. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. 2. કેટલાકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. 3. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. સલેશ્યીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણલેશ્યા યાવતુ પૌલેશ્યામાં પહેલો-બીજો ભંગ. શુક્લ લેશ્યીને ત્રીજા સિવાયના ત્રણ ભંગ. અલેશ્યીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિને પણ છે. મિથ્યા દષ્ટિ, મિશ્ર દષ્ટિને પહેલો-બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્ મન:પર્યવજ્ઞાનીને પહેલો-બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજો ભંગ જાણવો. ભગવન્નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું. બાંધે છે ? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવન્! જીવે મોહનીય કર્મ બાંધ્યું? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવુ. સૂત્ર-૯૮૦ અધૂરુ.... ભગવન્જીવ આયુકર્મ બાંધ્યું. બાંધે છે ? પ્રશ્ન. ગૌતમ! કેટલાકે બાંધ્ય. ચાર ભંગ. સલેશ્યી યાવત્ શુક્લલેશ્યીને ચાર ભંગ, અશ્લીને છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્ય, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગદૃષ્ટિ, મિથ્યાષ્ટિને ચારે ભંગો છે. સમ્યગુ મિથ્યાષ્ટિની પૃચ્છા. ગૌતમ! કેટલાકે બાંધ્યું, બાંધતા નથી, બાંધશે. કેટલાકે બાંધ્ય, બાંધતો નથી, બાંધશે નહીં. જ્ઞાની યાવત્ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મન:પર્યવજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ! કેટલાકે બાંધ્યું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં. કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુક્તને બીજા ભંગ સિવાય મન:પર્યવજ્ઞાનીવતુ કહેવા. અવેદક અને અકષાયીને ત્રીજો, ચોથો સમ્યમિથ્યાદષ્ટિવત્ કહેવો. અયોગીને છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવતુ અનાકારોપયુક્ત કહેવા. સૂત્ર-૯૮૦ અધુરેથી.... ભગવદ્ ! નૈરયિકે આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યમિથ્યાત્વમાં ત્રીજો-ચોથો ભંગ. અસુરકુમારને એ પ્રમાણે જ, કૃષ્ણલેશ્યીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવતું. એ પ્રમાણે સ્વનિત-કુમારો સુધી જાણવુ. પૃથ્વીકાયિકોને સર્વત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. તેજોલેશ્યી વિશે પ્રશ્ન ? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો. એ રીતે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 201
Page #202
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અપ્રકાયિક વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેવા. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને પણ સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ, માત્ર સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-ત્રીજો ભંગ, સમ્યત્વ-મિથ્યાત્વમાં ત્રીજા-ચોથો ભંગ. સમ્યત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીના માં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યત્વ ઔધિક જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાનમાં બીજા સિવાયના ભંગો છે, બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક ત્રણે અસુરકુમારવત્ જાણવા. નામ, ગોત્ર, અંતરાય ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૨૬, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૮૧ ભગવન્! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ બાંધ્યો ? તે પ્રમાણે જ ગૌતમ ! કોઈક બાંધે. પહેલો-બીજો ભંગ. ભગવનું ! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક પાપકર્મ બાંધ૦ પ્રશ્ન ? ગૌતમ! પહેલો, બીજો ભંગ. એ રીતે સર્વત્ર પહેલો-બીજો ભંગ. વિશેષ એ - સમ્યત્વ મિથ્યાત્વ, મનોયોગ, વચનયોગ ન પૂછવો. એ રીતે સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોને પણ સમ્યત્વ મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંચ પદો ન કહેવા. મનુષ્યોમાં અલેશ્યત્વ, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાન,વિર્ભાગજ્ઞાન,નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકોવત્ કહેવા. પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલો-બીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમબીજો ભંગ કહેવા. પાપકર્મમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય કર્મનો દંડક કહેવો. એ રીતે આયુને વર્જીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા. ભગવન્અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. ભગવદ્ ! સલેક્શી અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે યાવત્. અનાકારોપયુક્ત, સર્વત્ર ત્રીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વર્જીને યાવતુ વૈમાનિક કહેવું. મનુષ્યોને સર્વત્ર ત્રીજા-ચોથો ભંગ કહેવો. માત્ર કૃષ્ણ-પાક્ષિકમાં ત્રીજો ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૩ સૂત્ર-૯૮૨ ભગવન્પરંપરાત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા૧ માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવ દંડક કહેવા. આઠ કર્મપ્રકૃતિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય તે તેને અન્યૂનાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. એમ જ છે. શતક-૨૬, ઉદ્દેશો-૪ થી 11 સૂત્ર-૯૮૩ થી 90 983. ભગવન્! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું. એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવદ્ ! તે એમ જ છે. 4. 984. ભગવન્! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે. 5. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 202
Page #203
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ 985. ભગવન્! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8.6. - 986. ભગવદ્ ! પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ. પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8. 7. - 987. ભગવન્! અનંતર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 4, 8. 988. ભગવદ્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8-9. 989. ભગવન્! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. 10. 990. ભગવન્! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલુ આદિ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું. ભગવદ્ ! અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલો પ્રશ્ન. ગૌતમ ! કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે નહીં. કેટલાકે બાંધેલુ, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ. ભગવદ્ ! સલેશ્યી અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલું ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા-1-સમાન કહેવા. વિશેષ એ કે - જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાના ત્રણ ભંગો કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ. ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવુ. ભગવદ્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલુ? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવતુ. દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું. વેદનીયમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્યી, કેવળી, અયોગી હોતા નથી. ભગવન્! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલ૦ ? ગૌતમ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું ? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. આ પ્રમાણે નૈરયિકોના. બહુવચના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સમ્યમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી, અપુ, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેલ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યત્વ, અવધિજ્ઞાન, આભિનિબો-ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં સમ્યકુ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યમિથ્યાત્વ, અવેદક, અકષાયમાં ત્રીજો ભંગ. અલેશ્યી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. વ્યંતર-જ્યોતિષ્કવૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. ભગવન્! તે એમ જ છે એમ જ છે કહી યાવત્ વિચરે છે. શતક-૨૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 203
Page #204
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૭ શતક-૨૭, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૯૧ ભગવદ્ ! જીવે પાપકર્મ કર્યું, કરે છે, કરશે ? કર્યું છે, કરે છે, કરશે નહીં ? કર્યું છે, કરતો નથી, કરશે ? કર્યું છે, કરતો નથી, કરશે નહીં? ગૌતમ! કેટલાકે કર્યું છે, કરે છે, કરશે. કેટલાકે કર્યું છે, કરે છે, કરશે નહીં. કેટલાકે કર્યું છે, કરતો નથી, કરશે. કેટલાકે કર્યું છે, કરતો નથી, કરશે નહીં. ભગવન્! સલેશ્યી જીવ પાપકર્મ એ પ્રમાણે આ આલાવાથી જેમ શતક-૨૬માં વક્તવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેવી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેવા. “કર્યુ છે'. શતક-૨૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૮ શતક-૨૮, ઉદ્દેશો-૧ સૂત્ર-૯૨ ભગવન્જીવોએ ક્યાં પાપકર્મનું સમર્થન કર્યું અને ક્યાં આચરણ કર્યું? ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિકો માં હતા.અથવા તિર્યંચયોનિ અને નૈરયિકોમાં હતા.અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા. અથવા તિર્યંચયોનિક અને દેવોમાં હતા.અથવા તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા.અથવા તિર્યંચ, મનુષ્ય અને નારકમાં હતા.અથવા તિર્યંચ, નરક, દેવોમાં હતા.અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય, દેવોમાં હતા. તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યું ભગવન્! સલેશ્યી જીવો પાપકર્મ ક્યાં સમાર્જન કરે, ક્યાં આચરે? પૂર્વવતું. એ રીતે કૃષ્ણલેશ્યી યાવત્ અલેશ્યી, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક, એ પ્રમાણે યાવત્ અનાકારોપયુક્ત કહેવા. ભગવદ્ ! નૈરયિકોએ પાપકર્મનું સમાર્જન ક્યાં કર્યુ સમાચરણ ક્યાં કર્યુ? ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિમાં હતા ઇત્યાદિ આઠ ભંગ પૂર્વવત્ કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ રીતે જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય સુધી કહેવું. આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવદ્ ! તે એમ જ છે 2. યાવત્ વિચરે છે. શતક-૨૮, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૩ ભગવદ્ ! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ ક્યાં ગ્રહણ કર્યુ ? ક્યાં આચરણ કર્યુ ? ગૌતમ! તે બધા. તિર્યંચયોનિક માં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપન્નક નૈરયિકોને જેને જે લેગ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મથી અંતરાય કર્મ સુધી બધા દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો. શતક-૨૮, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૯૪ એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તેમજ અહીં પણ આઠ અંગોમાં જાણવી. વિશેષ એ કે- જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો યાવતુ અચરમ ઉદ્દેશો. આ બધા થઈને ૧૧-ઉદ્દેશા છે. | શતક-૨૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 204
Page #205
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૯ શતક-૨૯, ઉદ્દેશો-૧ સૂત્ર-૫ ભગવન્! જીવો, પાપકર્મ શું 1. એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે? 2. એક કાળે આરંભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે ? 3. ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે ? 4. ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે ? ગૌતમ! કેટલાક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. યાવત્ કેટલાક ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો ચાર ભેદે છે - 1. કેટલાક સમાનાયુ સમાનોત્પન્ન છે. 2. કેટલાક સમાનાયુ વિષમોત્પન્નક છે. 3. કેટલાક વિષમાયુ સમાનોત્પન્ન છે. 4. કેટલાક વિષમાયુ વિષમોત્પન્નક છે. તેમાં જે સમાનાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ એક કાળે વેદવાનું આરંભી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષમોત્પન્નક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, સમકાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ વિષમોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું. ભગવન્! સલેશ્યી જીવો પાપકર્મ ? પૂર્વવતું. એ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી બધા સ્થાનોમાં બધા પદોમાં આ વક્તવ્યતા કહેવી. ભગવન્! નૈરયિકો પાપકર્મોનું વેદન સમકાળે અને અંતે પણ સમકાળે કરે ઇત્યાદિ પ્રશ્નો? ગૌતમ! કેટલાક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવત્ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું પણ જેને જે હોય, તે આ ક્રમ વડે પાપદંડકાવત્ કહેવું. આ જ ક્રમથી આઠે કર્મપ્રકૃતિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભગવન! તે એમ જ છે. શતક-૨૯, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૬ ભગવન ! અનંતરોપપત્રક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે અંત કરે. કેટલાક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવદ્ ! એમ કેમ કહ્યું - 8 - ? ગૌતમ! અનંતરોત્પન્ન નૈરયિક બે ભેદે - કેટલાક સમાનાયુ સમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાયુ, વિષમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિન્નકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું. ભગવનું ! સલેશ્યી અનંતરોપપન્ન નૈરયિક પાપ ? પૂર્વવતુ. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. માત્ર જેને જે હોય, તે તેને કહ્યું. આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેવા. ભગવન્! તે એમ જ છે 2.. શતક-૨૯, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૯૭ આ પ્રમાણે આ આલાવા વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં અચરમ ઉદ્દેશક સુધી કહેવું. અનંતર ચાર ઉદ્દેશોની એક વક્તવ્યતા અને બાકીના સાતની એક વક્તવ્યતા કહેવી. ... શતક-૨૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 205
Page #206
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૦ શતક-૩૦, ઉદ્દેશો-૧ સૂત્ર-૯૮ ભગવદ્ ! સમવસરણ કેટલા છે? ગૌતમ ! ચાર - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. ભગવનજીવો ક્રિયાવાદી છે યાવત્ વિનયવાદી છે? ગૌતમ! જીવો ક્રિયાવાદી આદિ ચારે છે. સલેક્શી જીવો શું ક્રિયાવાદી છે, પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુક્લલેશ્યા સુધી કહેવું. ભગવદ્ ! અલેશ્યી જીવ વિશે પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી છે, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી નથી. ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. શુક્લપાક્ષિકોને સલેશ્યી સમાન જાણવા. સમ્યગદષ્ટિ, અલેશ્યીવતુ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિશ્રદૃષ્ટિનો પ્રશ્ન? ગૌતમ! તે ક્રિયાવાદી કે અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, અલેશ્યીવતું. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવતું. આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત, સલેશ્યીવતુ. નોસંજ્ઞોપયુક્ત, અલેશ્યીવતુ. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યીવતુ. અવેદક, અલેશ્યીવતું. સકષાયી યાવતું લોભકષાયી અલેશ્યીવતું. સાકાર-અનાકારોપયુક્ત, સલેક્શીવત્ છે. ભગવદ્ ! નૈરયિક શું ક્રિયાવાદી છે, પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી યાવત્ વિનયવાદી પણ છે. ભગવન્! સલેક્શી નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવત્. એ રીતે યાવત્ કાપોતલેશ્યી નૈરયિક જાણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વક્તવ્યતા છે, તેમજ નૈરયિકની વક્તવ્યતા અનાકારોપયુક્ત સુધી કહેવી. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. બાકી ન કહેવું. નૈરયિકવત્ સ્વનિતકુમાર સુધી કહેવુ. ભગવન્! પૃથ્વીકાયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ! તે ક્રિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, પણ છે. એ રીતે પૃથ્વીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી બધા પદોમાં બે સમોસરણ હોય. સમ્યત્વ અને જ્ઞાનમાં પણ આ બે મધ્યના. સમોસરણ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને જીવો સમાન જાણવા. માત્ર જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહેવા. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકો અસુરકુમારવત્ જાણવા. ભગવન્! ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ૦-મનુષ્ય દેવ૦ આયુને બાંધે છે? ગૌતમ ! નૈરયિક કે તિર્યંચ આયુ ન બાંધે, પણ મનુષ્યાયુ, દેવાયુને બાંધે છે. જો દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવત્ વૈમાનિક દેવાયુ બાંધે? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. - x ભગવન્! અક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે, આદિ પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિક યાવત્ દેવાયુ બાંધે. એ રીતે અંજ્ઞાન, વિનયવાદી જાણવા. ભગવદ્ ! સલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ૦ બાંધે ? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, એ રીતે જીવોની માફક સલેશ્યીને ચારે સમોસરણ કહેવા. ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે? ગૌતમ! માત્ર મનુષ્યાય બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી ત્રણે. ચારેય આયુને બાંધે. એ રીતે નીલલેશ્યી, કાપોતલેશ્યી પણ જાણવા. ભગવન ! તેજોલેશ્યી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે ? ગૌતમ ! નૈરયિક તિર્યંચ૦ આયુ ન બાંધે, મનુષ્યાય કે દેવાયુ બાંધે. જો દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવુ. ભગવન્તેજોલેશ્યી અક્રિયાવાદી જીવ શું નૈરયિકાયુ બાંધે ? ગૌતમ! નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જાણવા. તેજલેશ્યી માફક પદ્ધ, શુક્લલેશ્યી જાણવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 206
Page #207
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અલેશ્યી યાવત્ ક્રિયાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન? ગૌતમ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા. ભગવન્! સમ્યગદષ્ટિ ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ! નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયુ બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવત્ છે. ભગવદ્ ! મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકાયુ અલેશ્યીવત્ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા. જ્ઞાની, આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિ સમાન જાણવા. ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રશ્ન? ગૌતમ! માત્ર દેવાયુ બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જો દેવાયુ બાંધે તો ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય ત્રણ ભવનવાસીઆદિ ન બાંધે. કેવળજ્ઞાની, અલેશ્યીવત્ જાણવા.અજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવત્ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેક્શીવતું. નોસંજ્ઞોપયુક્ત, મન:પર્યવજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યી સમાન. અવેદક, અલેશ્યી સમાન. સકષાયી યાવત્ લોભકષાયી, સલેશ્યી સમાન છે. અકષાયી, અલેશ્યીવત્ છે. સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, અલેશ્યીવતું. સાકાર-અનાકારોપયુક્તક, સલેશ્યીવતુ જાણવા. સૂત્ર- 9 ભગવન્ક્રિયાવાદી નૈરયિક, નૈરયિકાયુ. બાંધે ? ગૌતમ! નૈરયિક-તિર્યંચ કે દેવાયુ ન બાંધે, માત્ર મનુષ્પાયુ બાંધે. ભગવન્! અક્રિયાવાદી નૈરયિક વિશે પ્રશ્ન. તિર્યંચ કે મનુષ્યાથુ બાંધે, દેવ કે નારકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન ! સલેશ્યી ક્રિયાવાદી નૈરયિક શું નૈરયિકાય બાંધે ? એ પ્રમાણે બધા જ નૈરયિકો જે ક્રિયાવાદી છે. તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધા સ્થાનોમાં નૈરયિક કે દેવાયુ ના Raa. બાંધતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવુ. ભગવદ્ ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાયુ બાંધે. એ રીતે અજ્ઞાનવાદી જાણવા. ભગવન્! સલેશ્યી પૃથ્વીકાયિકના જે જે પદ હોય છે, તેમાં - તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે બે આયુ બાંધે. માત્ર તેજોલેશ્યામાં કોઈ આયુનો બંધ ન થાય. એ રીતે અવનસ્પતિકાયિકને પણ જાણવા. તેઉ-વાયુકાયિક સર્વસ્થાનોમાં મધ્યના બે સમવસરણમાં એકમાત્ર તિર્યંચયોનિક આયુ બાંધે. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને પૃથ્વીકાયિક માફક જાણવા. માત્ર સમ્યત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે. ભગવન્ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલેક્શી, ઔધિક જીવવત્ જાણવા. ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ૦? નૈરયિક આયુનો પ્રશ્ન? ગૌતમ! નૈરયિક યાવત્ દેવ, એકે આયુ ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આયુ બાંધે. કૃષ્ણલેશ્યી માફક નીલલેશ્યી, કાપોત-લેશ્યી પણ જાણવા. તેજલેશ્યી, સલેશ્યીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પદ્મવેશ્યા પણ જાણવી. શુલ્લેશ્યા પણ કહેવી. કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુક્લપાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગદષ્ટિ મન:પર્યવજ્ઞાનીવત્ વૈમાનિક દેવાયું બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એકપણ ન બાંધે, નૈરયિક સમાન છે. જ્ઞાની યાવત્ અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિવત્ છે. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની કૃષ્ણપાક્ષિકવત્ છે. બાકીના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 207
Page #208
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનાકારોપયુક્તા સુધીના બધા સલેશ્યી માફક કહેવા. પંચેન્દ્રિયતિર્યંચ માફક મનુષ્યની પણ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુક્તને સમ્યક્દષ્ટિ તિર્યંચયોનિકની માફક કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અવેદક, અકષાયી, અયોગી આ બધાં એક પણ આયુ ન બાંધે, તેઓ ઔધિક જીવવત છે. બાકી પૂર્વવત્. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક, અસુરકુમારવત્ છે. ભગવન ! ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. ભગવન્! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે ? ગૌતમ ! બંને છે, એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. ભગવન્સલેશ્યી ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે. પ્રશ્ન ? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. એ પ્રમાણે યાવત્ શુક્લલેશ્યી જીવો સલેશ્યીવત્ જાણવા. ભગવદ્ ! અલેશ્યી ક્રિયાવાદી જીવો શું ભવ૦ પ્રશ્ન? ગૌતમ! ભવસિદ્ધિક છે, અભયસિદ્ધિક નથી. એ રીતે આ અભિશાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં ભજનાએ છે. શુક્લપાક્ષિક ચારે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યગદૃષ્ટિ, અલેશ્યી સમાન. મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિશ્રદષ્ટિ બે જ સમોસરણમાં અલેશ્યી. સમાન. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિક સમાન. ચારે સંજ્ઞામાં સલેશ્યી સમાન. નોસંજ્ઞોપયુક્ત, સમ્યગદૃષ્ટિ સમાન. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેક્શી સમાન. સકષાયી યાવત્ લોભકષાયી, સલેક્શીવત્ અકષાયી, સમ્યગદષ્ટિ સમાન, સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી. સમાન, અયોગી, સમ્યમ્ દષ્ટિ સમાન, સાકાર-અનાકારોપયુક્ત, સલેશ્યી સમાન. એ પ્રમાણે નૈરયિકો પણ કહેવા. વિશેષ એ - જે જેને હોય તે જાણવું. એ પ્રમાણે અસુરકુમારવત્ યાવત્ સ્વનિત કુમાર. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક-અભવસિદ્ધિક બંને છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવુ. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા એ પ્રમાણે જ. વિશેષ એ કે - સમ્યત્વ અવધિઆભિનિબોધિક-શ્રુતજ્ઞાનમાં આ વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકી પૂર્વવતુ. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, નૈરયિકવતું. વિશેષ એ કે જે જેટલું હોય તે જાણવુ. મનુષ્ય, ઔધિક જીવ સમાન. વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક, અસુરકુમાર સમાન. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૩૦, ઉદ્દેશો-૨ સૂત્ર–૧૦૦૦ અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી યાવતુ વૈનયિકવાદી પણ છે. ભગવન્! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવતુ. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-1-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપત્રક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ - અનંતર ઉત્પન્નકમાં જ જેને હોય, તે તેને કહેવુ. ભગવન્ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે પ્રશ્ન ? ગૌતમ ! એકે પણ આયુ ન બાંધે. આ રીતે અક્રિયા આદિ ત્રણે વાદી કહેવા. ભગવન્સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ બાંધે ? ગૌતમ ! એક પણ આયુ ના બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોત્પન્ન નૈરયિક કોઈ જ આયુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી કે જેને હોય તે તેને કહેવું. ભગવદ્ ! ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી વિશે પ્રશ્ન ? ગૌતમ! તે ભવસિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન! સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવસિદ્ધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 208
Page #209
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, અભવ નથી. એ પ્રમાણે આ અભિલાપ વડે ઔધિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વક્તવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ કે - જેને જે હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે - જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક - મિશ્રદૃષ્ટિ છે, એ બધા ભવસિદ્ધિક છે, અવસિદ્ધિક નથી. બાકીના બધા ભવસિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. ભગવન! તે એમ જ છે. શતક-૩૦, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૦૧ ભગવન્પરંપરાત્પન્ન નૈરયિક ક્રિયાવાદી ? ઔધિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરાત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધુ કહેવુ. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવુ. ભગવન્! તે એમ જ છે, અમે જ છે યાવત્ વિચરે છે. શતક-૩૦, ઉદ્દેશો-૪ થી 11 સૂરણ-૧૦૦૨ એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવતુ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે - ‘અનંતર' ચારે એક ગમવાળા છે. પરંપર ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે. વિશેષ એ કે - અલેક્શી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્. - xx. શતક-૩૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 209
Page #210
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૧ શતક-૩૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૦૩ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવન્! મુકયુગ્મ કેટલા છે ? ગૌતમ! ચાર. કૃતયુમ, ચોજ, દ્વાપરયુગ્મ, કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે ચાર મુદ્રધુમ્મ છે ? ગૌતમ! જે રાશિ ચતુષ્ક અપહારથી અપહારતા છેલ્લે ચાર શેષ વધે, તે મુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી શેષ ત્રણ વધે તે ક્ષદ્ર સ્રોજ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ - બે વધે તે મુદ્ર દ્વાપરયુગ્મ. જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષએક વધે તે મુદ્ર કલ્યોજ. ભગવન્! ક્ષદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાં ઉપજ ? શું નૈરયિકાદિથી ઉપજે, પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકથી આવીને ના ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત “વ્યુત્ક્રાંતિ' પદમાં કહ્યા મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? ગૌતમ ! ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત. ભગવન્! તે જીવો કઈ રીતે ઉપજ ? ગૌતમ ! જેમ કોઈ કૂદક પુરુષ કૂદવાના અધ્યવસાયથી. એ રીતે શતક૨૫, ઉદ્દેશા-૮માં નૈરયિક વક્તવ્યતામાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. યાવત્ આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગથી નહીં. ભગવદ્ ! રત્નપ્રભા પૃથ્વી મુદ્રકૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક નૈરયિકની વક્તવ્યતા સંપૂર્ણ અહીં રત્નપ્રભામાં પણ કહેવી યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. એ રીતે શર્કરામભા યાવત્ અધઃસપ્તમીમાં કહેવુ. એ રીતે ઉત્પાદ, વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. ક્યાં સુધી કહેવુ ?, અસંજ્ઞી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઇત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવત્ જાણવુ. ભગવન્સ્રોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? શું નૈરયિકથી આદિ ? ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધુ કૃતયુગ્મ નૈરયિક સમાન જાણવુ. એ રીતે અધઃસપ્તમી સુધી. ભગવન્! મુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? મુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. વિશેષ એ કે - પરિમાણ બે-છ-દશ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ અધઃસપ્તમી સુધી કહેવું. શુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? શુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. માત્ર પરિમાણમાં ભેદ છે - એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૦૪ ભગવન્! મુદ્રકૃતયુમ કૃષ્ણલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? ઔધિકગમ અનુસાર જાણવું યાવત્ પર-પ્રયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપપાત, વ્યુત્ક્રાંતિ પદ સમાન કહેવો. તેનો ઉપપાત ધૂમપ્રભા પૃથ્વીમાં થાય. બાકી પૂર્વવત્ જાણવુ. ધૂમપ્રભા પૃથ્વી કૃષ્ણલેશ્યી સુદ્રકૃત યુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? સંપૂર્ણ પૂર્વવત્ જાણવુ. એ રીતે તમાં અને અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવુ. વિશેષ એ કે - ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાંતિપદ મુજબ કહેવો. કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર વ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્. વિશેષ એ કે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી જાણવુ. કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્, વિશેષ એ - બે, છ, દશ, ચૌદ આદિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 210
Page #211
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૂર્વવતુ. આ પ્રમાણે ધૂમપ્રભાથી અધઃસપ્તમી સુધી જાણવુ. કૃષ્ણલેશ્યી કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્. વિશેષ એ કે - એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ધૂમપ્રભામાં, તમામાં અને અધઃસપ્તમીમાં પણ જાણવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૩૧, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૦૫ ભગવન્! મુદ્ર કૃતયુગ્મ નીલલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવુ. વિશેષ એ કે ઉપપાત વાલુકાપ્રભા સમાન જાણવો. બાકી પૂર્વવત્, વાલુકાપ્રભા પૃથ્વી નીલલેશ્યી મુદ્ર કૃતયુમ નૈરયિક ? પૂર્વવત્. એ પ્રમાણે પંકપ્રભામાં પણ જાણવુ, ધૂમપ્રભામાં પણ જાણવુ. આ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવુ. વિશેષ એ કે પરિમાણ જાણી લેવુ. પરિમાણ કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૩૧, ઉદ્દેશો-૪ સૂત્ર-૧૦૦૬ કાપોતલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ - ઉપપાત રત્નપ્રભાપૃથ્વી સમાન જાણવો. બાકી પૂર્વવત્, ઉપપાત રત્નપ્રભામાં થાય. એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવુ. વિશેષ એ કે પરિમાણ જાણવુ. પરિમાણ, કૃષ્ણલેશ્યી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવતું. ભગવન્! તે એમ જ. શતક-૩૧, ઉદ્દેશો-૫ સૂત્ર-૧૦૦૭ ભગવન્! શુદ્રકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ઔધિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષદ્ર કૃતયુગ્મ નૈરયિકઇ? સંપૂર્ણ પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ રીતે ક્ષુદ્ર વ્યાજ યાવત્ કલ્યોજ સુધી જાણવુ. પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશો-૧ મુજબ જાણવા શતક-૩૧, ઉદ્દેશો-૬ સૂત્ર-૧૦૦૮ ભગવદ્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવુ. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્ અધઃસપ્તમી પૃથ્વી કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી, આવીને ઉપજ ? પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે 2.. શતક-૩૧, ઉદ્દેશો-૭ સૂત્ર-૧૦૦૯ નીલલેશ્યી ભવસિદ્ધિકો ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્યી ઉદ્દેશક મુજબ કહેવા. ભગવદ્ ! તે એમ જ છે યાવત્ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૮ સૂત્ર–૧૦૧૦ કાપોતલેશ્યી ભવસિદ્ધિક ચારે યુમોમાં ઉત્પાદ, ઔધિક કાપોતલેશ્યી ઉદ્દેશા મુજબ કહેવો. ભગવન ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૯ થી 28 સૂત્ર-૧૦૧૧ થી 1015 1011 - ઉ૦ 9 થી 12. જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 211
Page #212
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કાપોતલેશ્યી ઉદ્દેશા સુધી કહેવા. 1012 - 10 13 થી 16. એ પ્રમાણે સમ્યક્દષ્ટિને વેશ્યા સહિત ચાર ઉદ્દેશા કહેવા. વિશેષ એ - સમ્યગુદષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે ઉદ્દેશામાં છે. અધઃસપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવતુ. 1013 - 10 17 થી 20. મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. 1014 - ઉ૦ 21 થી 24. એ પ્રમાણે લેશ્યા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવદ્ ! તે એમ જ છે. 1015 - 10 25 થી 28. શુક્લપાક્ષિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્ વાલુકાપ્રભા પૃથ્વી કાપોતલેશ્યી શુક્લપાક્ષિક મુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્ જ યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. ... શતક-૩૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... શતક-૩૨ શતક-૩૨, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૧૬ ભગવદ્ ! શુદ્ર કૃતયુગ્મ નૈરયિક ઉદ્વર્તિત થઈને ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? શું નૈરયિકાદિમાં ઉત્પન્ન થાય છે ? ઉદ્વર્તના, વ્યુત્ક્રાંતિ પદ મુજબ જાણવી. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજ ? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્વર્તે છે. ભગવદ્ ! તે જીવો કઈ રીતે ઉદ્વર્તે? ગૌતમ! જેમ કોઈ કૂદનારો આદિ પૂર્વવત્. એ પ્રમાણે તે ગમક યાવત્ આત્મપ્રયોગથી ઉદ્વર્તે, પરપ્રયોગથી નહીં. રત્નપ્રભા પૃથ્વી નૈરયિક ક્ષુદ્ર કૃતયુગ્મ ? રત્નપ્રભા સમાન ઉદ્વર્તના જાણવી. એ રીતે યાવત્ અધઃસપ્તમી. એ રીતે ક્ષુદ્ર સ્રોજ, ક્ષુદ્ર દ્વાપરયુગ્મ, ક્ષુદ્ર કલ્યોજ જાણવા, માત્ર પરિમાણ જાણી લેવું. શતક-૩૨, ઉદ્દેશો-૨ થી 28 સૂત્ર-૧૦૧૭ - કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ નૈરયિક ? એ પ્રમાણે આ ક્રમથી જેમ ઉપપાત શતકમાં 28 ઉદ્દેશા કહ્યા, તેમ ઉદ્વર્તનામાં ૨૮-ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. વિશેષ એ કે- ઉદ્વર્તે છે એમ કહેવું. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તેમ જ છે. ... શતક-૩૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 212
Page #213
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૩ શતક-૩૩, શતક શતક-૧, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૧૮ થી 1021 1018, ઉદ્દેશો-૧. ભગવન્! એકેન્દ્રિયો કેટલા છે ? ગૌતમ ! પાંચ ભેદે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવદ્ ! પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર૦ ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદ. પર્યાપ્તા૦ અને અપર્યાપ્તાસૂક્ષ્મપૃથ્વીકાયિક. ભગવદ્ ! બાદર પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! સૂક્ષ્મ સમાન. એ રીતે અપ્રકાયિક પણ ચાર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા. ભગવદ્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મપ્રકૃતિ છે ? ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની કેટલી કર્મપ્રકૃતિ છે ? ગૌતમ ! આઠ, પૂર્વવત્. એ પ્રમાણે અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં પણ આઠ પ્રકૃતિ જાણવી. એ રીતે આ ક્રમથી યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક છે. ભગવદ્ ! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત ભેદે પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ બાંધે. ભગવન્! પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? પૂર્વવત્. એ પ્રમાણે બધી યાવત્ હે ભગવન્ ! પર્યાપ્તા બાંદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? પૂર્વવત્, ભગવદ્ ! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ વેદે છે ? ગૌતમ ! ચૌદ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ ઇન્દ્રિય આવરણ, સ્ત્રી-પુરુષવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત યાવત્ ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? ગૌતમ ! એ પ્રમાણે જ ચૌદ કર્મપ્રકૃતિ વેદે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. 1019, ઉદ્દેશો-૨. ભગવન્! અનંતરોત્પન્ન એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવન્! અનંતરોત્પન્ન પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા. ભગવન્! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? ગૌતમ! આઠ - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. ભગવદ્ ! અનંતર ઉત્પન્ન બાદર પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ. પૂર્વવત્. એ પ્રમાણે યાવતુ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિકોની જાણવી. ભગવદ્ અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત બાંધે. એ રીતે યાવત્ અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિકની જાણવી. ભગવન્! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે ? ગૌતમ! ચૌદ. પૂર્વવત્ - જ્ઞાનાવરણીય યાવત્ પુરુષવેદાવરણ. એ પ્રમાણે અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક સુધી જાણવુ. 1020, ઉદ્દેશો-૩. ભગવન્! પરંપરોપપન્નક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે - પૃથ્વીકાયિકાદિ, ઔધિક ઉદ્દેશાનુસાર તેના ચાર-ચાર ભેદો કહેવા. ભગવન્! પરંપરાત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મ-પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિશાપથી ઔધિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું યાવત્ ચૌદને વેદે છે. ભગવનતે એમ જ છે. 1021, ઉદ્દેશા-૪ થી 11. 4. અનંતરાવગાઢ, અનંતરોત્પન્નવતુ. 5. પરંપરાવગાઢ, પરંપરાત્પન્નવતુ. 6. અનંતરાહારક, અનંતરોત્પન્નવતું. 7. પરંપરાહારક, પરંપરાત્પન્નવર્. 8. અનંતર પર્યાપ્તક, અનંતરોત્પન્નવસ્. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 213
Page #214
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' SHI, 9. પરંપરપર્યાપ્તકો, પરંપરાત્પન્નવર્. 10. ચરમો પણ પરંપરાત્પન્નવર્. 11. એ પ્રમાણે અચરમ પણ જાણવી. આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે. ભગવન્! તે એમ જ છે, યાવત્ વિચરે છે. એકેન્દ્રિય શતક પૂરુ. શતક-૩૩, શતક શતક-૨, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૨૨ ભગવન્! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઔધિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? પૂર્વવત્, ઔધિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. ભગવન્! તેમજ છે. તેમજ છે. ભગવન્અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ બે-બે ભેદો યાવત્ વનસ્પતિકાયિક કહેવા. ભગવદ્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિલાપ વડે, ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ જ ‘વેદે છે સુધી કહેવું. ભગવદ્ ! તેમ જ છે. ભગવન્! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. ભગવદ્ ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે ? એ રીતે આ અભિલાપથી ઔધિક પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ યાવત્ વેદે છે' કહેવું. એ રીતે આ અભિલાપ વડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશા કહ્યા, તેમ કૃષ્ણલેશ્યી શતક પણ અચરમ-ચરમ કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય સુધી કહેવો. શતક-૩૩, શતક શતક-૩, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૨૩ કૃષ્ણલેશ્યી માફક નીલલેશ્યી શતક પણ કહેવો. ભગવન્! તેમજ છે. તેમજ છે. શતક-૩૩, શતક શતક-૪ થી 12 સૂત્ર-૧૦૨૪ થી 1032 ૧૦૨૪-શ-૪. એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. ૧૦૨૫-શ-૫. ભગવન ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. પૃથ્વી યાવતું વનસ્પતિકાયિક. તેના ચાર-ચાર ભેદ આદિ વક્તવ્યતા વનસ્પતિકાયિક સુધી જાણવી. ભગવન્! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્ધિક શતક પણ કહેવા. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. ભગવન્! તે એમ જ છે. પાંચમું એકેન્દ્રિય શતક પૂર્ણ. ૧૦૨૬-શ-૬. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદેપૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 214
Page #215
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૃથ્વીકાયિક. ભગવન્! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ પ્રમાણે બાદર પણ જાણવા. પૂર્વવત્ ચાર ભેદો કહેવા. ભગવન્કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? આ આલાવા વડે ઔધિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. વાવ વેદે છે. ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે- પૃથ્વીકાયાદિ. ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર૦ એ રીતે બબ્બે ભેદો. ભગવદ્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે ? આ આલાવાથી ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર વેદે છે’ સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔધિકશતક મુજબ ‘અચરિમ સુધી પૂર્વવત્ કહેવા. 1027-2-7. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેશ્યી ભવસિદ્ધિક શતક કહેવો. સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ. ૧૦૨૮-શ-૮. એ રીતે કાપોતલેશ્યી ભવસિદ્ધિક કહેવું. ૧૯૨૯-શ-૯, ભગવન્! અભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, અચરમ ઉદ્દેશકો વર્જીને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ. ૧૦૩૦-શ-૧૦. એ રીતે કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક શતક છે. ૧૦૩૧-શ-૧૧. નીલલેશ્યી અભયસિદ્ધિક શતક એ રીતે જ. ૧૦૩૨-શ-૧૨. કાપોતલેશ્યી અભયસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. આ પ્રમાણે શતક-૯ થી 12 એ. ચાર અભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશા છે. એ રીતે એકેન્દ્રિય શતક-૧૨ છે. આ શતક-૩૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 215
Page #216
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૪ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૩૩ ભગવદ્ ! એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના ચરમાંતમાં સમુદ્ઘાતથી મરીને, જે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્ ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - ઋજુવાયતા, એકતોવક્રા, દુહતોવક્રા, એકતોખા, દુહતોખા, ચક્રવાલા, અર્ધચક્રવાલા શ્રેણી. તેમાં - ઋજવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવક્રા શ્રેણીએ ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે. ઉભયતોવક્રા શ્રેણી વડે ઉપજનાર ત્રિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ! એમ કહ્યું. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજે, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ! એકસમયિક બાકી પૂર્વવત્ યાવત્ તેથી કહ્યું કે યાવત્ વિગ્રહથી ઉપજે છે. આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં બાદર પૃથ્વીકાયિકમાં અપર્યાપ્તામાં ઉપજે. તે જ પૂર્વવતુ પર્યાપ્તામાં કહેવુ. એ પ્રમાણે અપ્રકાયિકમાં ચાર આલાવા કહેવા - 1. સૂક્ષ્મ અપર્યાપ્તા, 2. સૂક્ષ્મ પર્યાપ્તા, 3. બાદર અપર્યાપ્તા, 4. બાદર પર્યાપ્તાનો ઉપપાત કહેવો. એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયિકના બંને ઉપપાત કહેવા. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બાકી પૂર્વવતુ. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અપ્રકાયિકના ઉપપાત સમાના ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ કહેવું. 20 ભેદ થયા. ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીના ઈત્યાદિ? પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે આ જ વીશ સ્થાનોમાં બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉપપાત કહેવો. 40 ભેદ.. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા. 60 ભેદ. એ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પણ કહેવા 80 ભેદ.. એ પ્રમાણે અપ્રકાયિક પણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વક્તવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો 160 ભેદ.. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોનો આ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજાવ યોગ્ય હોય, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું જ પૂર્વવતું. યાવત્ તેથી આમ કહ્યું. આ પ્રમાણે ચારે પ્રકારના-પૃથ્વીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવત્ ઉપપાત કહેવો. અપર્યાપ્ત-પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં એ પ્રમાણે જ ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 216
Page #217
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવતુ. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેવો. વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે, પૃથ્વીકાયિકના ઉપપાત સમાન ચાર ભેદ વડે ઉપપાત કહેવો. એ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણ સમયક્ષેત્રમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો જેમા અપર્યાપ્તાનો કહ્યો. એ રીતે સર્વત્ર પણ બાદર તેઉકાયિક અપર્યાપ્તા અને પર્યાપ્તાનો સમયક્ષેત્રમાં ઉત્પાદ અને સમુધ્ધાત કહેવો. 240 ભેદ.. વાયુકાયિક અને વનસ્પતિકાયિકને પૃથ્વીકાયિકવત્ ભેદ ચતુષ્ક વડે ઉપપાત કહેવો થાવત્ પર્યાપ્તા. 400 ભેદ.. ભગવદ્ ! બાદર વનસ્પતિકાયિક. આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી? બધું પૂર્વવત્. ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી, આ રત્નપ્રભાના પશ્ચિમ ચરમાંતમાં સમવહત થઈ જે આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી? પૂર્વવત્. એ પ્રમાણે જેમ પૂર્વ ચરમાંતમાં સર્વે પદોમાં સહવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમાંતમાં સમવહત થઈ પૂર્વી ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચરમાં તે સમવહત થઈને ઉત્તરિલ ચરમાંતમાં સમયક્ષેત્રમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચરમાંતે અને મનુષ્યક્ષેત્રમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરામભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને શર્કરા પ્રજાના પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય ? રત્નપ્રભામાં કહ્યા મુજબ કહેવું. એ રીતે આ ક્રમ વડે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકોમાં કહેવું. ભગવદ્ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરામભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના ? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધ ચક્રવાલા. એકતોવક્રા શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે, દુહતોવક્રા શ્રેણીથી ઉપજનાર ત્રિસમયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી એ પ્રમાણે બાદરતેજસ્કાયિકમાં કહેવું. બાકી રત્નપ્રભાવતું. જે બાદ તેઉકાયિકના અપર્યાપ્તા અને પર્યાપ્તાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ અપ્રકાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુકાયિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાયિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પાદ કહેવો. પર્યાપ્ત, અપર્યાપ્ત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રત્નપ્રભા સમાન એકબે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રત્નપ્રભા મુજબ બધુ જાણવુ. શર્કરા પ્રભા માફક અધઃસપ્તમી સુધી કથન કરવું. સૂત્ર-૧૦૩૪ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમાં ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું - 4.? ગૌતમ! અપર્યાપ્ત સુક્ષ્મ પ્રથ્વી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉર્ધ્વલોક નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી એક પ્રતર અનુશ્રેણી વડે ઉપજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે. જે વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 217
Page #218
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉપજે, તેથી એ કહ્યું. એ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી પણ જાણવુ. એ રીતે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકપણે જાણવુ. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી અધોલોક યાવત્ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કહ્યું? મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે પર્યાપ્તા. બાદર તેઉકાયિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાયમાં ભેદ ચતુષ્કથી, અકાયવત્ ઉત્પાદ કહેવો. એ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, એ પ્રમાણે બાદરપૃથ્વીકાયના અપર્યાપ્તા અને અપર્યાપ્તા પણ કહેવા. એ રીતે અપકાયના ચારે ભેદોને પણ કહેવા. સૂક્ષ્મ તેઉકાયના બંનેના પણ ગમતો. એ પ્રમાણે જ જાણવા. 200 ભેદ થયા.. ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે-ત્રણ કે ચાર. એમ કેમ કહ્યું? રત્નપ્રભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે ? બધું પૂર્વવતુ. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ? રત્નપ્રભા મુજબ જ સાત શ્રેણી સુધી બધુ કહેવુ. એ પ્રમાણે બાદર તેઉકાયિકપણે પણ ઉત્પાદ કહેવો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથ્વીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે ઉત્પાદ કહેવો. એ પ્રમાણે પર્યાપ્ત બાદર તેઉ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમાં પૃથ્વીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉર્ધ્વલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના૦ ? ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવતુ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તાનો બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તામાં ઉત્પાદ સુધી. કહેવું. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને લોકના ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતાથી અર્ધચક્રવાલા. તેમાં ઋગ્વાયતા શ્રેણીથી ઉત્પન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોવક્રા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહતોવક્રા શ્રેણીથી ઉપજતો જે એકમતર અનુશ્રેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું. એ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વચરમાંતે સમવહત થઈને લોકના પશ્ચિમ ચરમાંતે અપર્યાપ્તા, પર્યાપ્તા સૂક્ષ્મ-પૃથ્વી આયુ તેઉ. વાયુકાયિકમાં બાદરવાયુ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ ક્રમથી કહેવા. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકનો ઉપપાત એ પ્રમાણે સંપૂર્ણ બાર સ્થાનોમાં કહેવો. એ રીતે આ ગમક વડે યાવત્ પર્યાત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમાંતમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 218
Page #219
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ, દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા જે એકમતર અનુશ્રેણીથી ઉપજે, તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું. એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉત્પાદ કહેવો યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિમાં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ. ભગવદ્ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના પશ્ચિમી ચરમાંતે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પૂર્વ ચરમાંતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સર્વેનો ઉપપાત કહેવો. ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીપણે ઉપજવા યોગ્ય હોય, તે એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપપાત - 4. પણ કહેવો. ભગવન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમાંતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહ્યો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમાંતમાં ઉત્પાદ કહેવો. સ્વસ્થાનમાં તેમજ એક-બે-ત્રણ-ચાર સમયિક વિગ્રહ. પૂર્વમાં, તેમાં પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉત્પન્ન થનારને એક સમયિક વિગ્રહ નથી. બાકી પૂર્વવતુ. પૂર્વમાં, સ્વસ્થાન મુજબ, દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્, ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવતુ. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ વનસ્પતિ કાયિક પર્યાપ્તો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તામાં પૂર્વવત્ . ભગવદ્ ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવત્ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે અપર્યાપ્તા છે, તે બધા એક જ પ્રકારના અવિશેષ કે ભિન્નતા રહિત સર્વલોક પર્યાપન્ન કહ્યા છે. ભગવન ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ગૌતમ! આઠ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિ ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક કહેવું. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ વેદે છે ? ગૌતમ! ચૌદ. એકેન્દ્રિય શતકમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવત્ પુરુષવેદબધ્ય, એ રીતે યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક. ભગવન્! એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય૦ પ્રશ્નો ? વ્યુત્ક્રાંતિ પદના પૃથ્વીકાયિકના ઉત્પાદ સમાન જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 219
Page #220
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! એકેન્દ્રિયોને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! ચાર. વેદના સમુદ્યાત યાવત્ વૈક્રિયસમુધ્ધાત. ભગવદ્ ! એકેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે ? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે? ગૌતમ! કેટલાક તુલ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવત્ - x . કેટલાક ભિન્ન સ્થિતિકો ભિન્નવિશેષાધિક કર્મ બાંધે. ભગવન્એમ કેમ કહ્યું - 4 . ? ગૌતમ! એકેન્દ્રિયો ચાર ભેદે છે - 1. કેટલાક સમાનાયુ, સમાનોત્પન્ન, 2. કેટલાક સમાનાયુ, વિષમોત્પન્ન, 3. કેટલાક વિષમાયુ. સમાનોત્પન્ન, 4. કેટલાક વિષમાયુ વિષમાનોત્પન્ન. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજા છે તે તુલ્ય સ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે, ત્રીજા છે તે ભિન્નસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે ભિન્નસ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી - 4. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૩૫ ભગવદ્ ! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. બન્ને ભેદો એકેન્દ્રિય શતક મુજબ યાવત્ બાદર વનસ્પતિકાયિક. ભગવદ્ ! અનંતરોત્પન્ન બાદર પૃથ્વીકાયિક સ્થાનો ક્યાં છે? ગૌતમ! સ્વ-સ્થાનમાં આઠે પ્રથ્વીમાં રત્નપ્રભામાં જેમ સ્થાન પદે કહ્યા તેમ યાવત્ દ્વીપ-સમદ્રોમાં આ અનંતરોત્પન્ન બાદર પૃથ્વી સ્થાનો છે. ઉપપાત સર્વલોકમાં, સમુઘાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વી-કાયિક એક પ્રકારના અવિશેષ અનાનાત્વ સર્વલોકમાં હે શ્રમણાયુષ્ય! વ્યાપ્ત છે. પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પર્યાપ્તા બાદરના ઉત્પાદ, સમુદ્યાત સ્થાનો, તેના અપર્યાપ્ત મુજબ છે. બાદર અને સૂક્ષ્મ બધામાં પૃથ્વીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવત્ વનસ્પતિકાયિક જાણવુ. અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે? ગૌતમ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેવી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવત્ અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક. અનંતરોત્પન્ન એકેન્દ્રિય ક્યાં ઉપજે છે? ઔધિક ઉદ્દેશવતુ. અનંતરોત્પન્ન એકેન્દ્રિયને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! બે - વેદના અને કષાય સમુધ્ધાત. તુલ્યસ્થિતિક અનંતરોત્પન્ન એકેન્દ્રિયો શું તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે પ્રશ્નો ? પૂર્વવત્. ગૌતમ! કેટલાક તુલ્યસ્થિતિક, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે, કેટલાક તુલ્યસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે. એમ કેમ કહ્યું? ગૌતમ! અનંતરોત્પન્ન એકેન્દ્રિયો બે ભેદે - કેટલાક સમાનાયુ, સમાનોત્પન્ન છે. કેટલાક સમાનાયુ વિષમોત્પન્ન છે તેમાં જે પહેલાં છે તે તુલ્યસ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજા છે, તે તુલ્યસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મો બાંધે. તેથી એમ કહ્યું. - 4. ભગવન! તે એમ જ છે. શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૩ થી 12 સૂત્ર–૧૦૩૬, 1037 - 1036, ઉ.૩. ભગવન્! પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. ચારે ભેદો યાવત્ વનસ્પતિકાય કહેવા. ભગવન્! પરંપરાત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 220
Page #221
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' રત્નપ્રભાના યાવત્ પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આ આલાવા. વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકચરમાંત સુધી કહેવુ. ભગવન્પરંપરાત્પન્ન પૃથ્વીકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. 1037, ઉ. 4 થી 11. એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવતુ અચરમ કહેવા. વિશેષ એ - અનંતર અનંતર સદશ, પરંપર પરંપર સદશ, ચરમ અને અચરમ પૂર્વવત્ જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે. - શતક-૩૪, શતકશતક-૨ થી 12 સૂત્ર-૧૦૩૮ થી 1043 1038, શ-૨. ભગવન્! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે ભેદ ચતુષ્ક કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. ભગવદ્ ! કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના. પૂર્વ ચરમાંતથીએ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચરમાંતથી સર્વત્ર કૃષ્ણલેશ્યીના ઉપપાત સુધી કહેવું. ભગવન્કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આ આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિ સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે. આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગિયારે ઉદ્દેશા કહેવા. 1039, શ-૩. એ પ્રમાણે નીલલેશ્યીમાં પણ કહેવું. 1040, શ-૪. એ પ્રમાણે કાપોતલેશ્યીમાં પણ કહેવું. 1041, શ-૫. ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. 1042, શ-૬. અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ અને ઔધિક મુજબ કહેવું. ભગવન ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? પાંચ ભેદે. પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઔધિક ભેદચતુષ્ક યાવત્ વનસ્પતિકાયિક કહેવું. - ભગવન્! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં આ રીતે આ આલાવાથી ઔધિક ઉદ્દેશા મુજબ લોકના ચરમાંત સુધી કહેવું. સર્વત્ર કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિકમાં ઉપપાતા કહેવો. ભગવદ્ ! પરંપરાત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સ્થાનો છે ? એ રીતે આ આલાવાથી ઔધિક ઉદ્દેશા સમાન તુલ્યસ્થિતિ સુધી કહેવું. એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક એકેન્દ્રિયના પૂર્વવત્ 11 ઉદ્દેશા સહિત પૂર્ણ 1043, શ૭ થી 12. નીલલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું. કાપોતલેશ્યીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ અભવસિદ્ધિકના પણ ચાર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી. હે ભગવન !આપ કહો છો તે એમજ છે, તે એમજ છે. - શતક-૩૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 221
Page #222
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૩૫ શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦જ્જ ભગવન્! મહાયુગ્મો કેટલા કહ્યા છે ? ગૌતમ! સોળ. તે આ - 1. કૃતયુગ્મ કૃતયુગ્મ, 2. કૃતયુગ્મ ચોક, 3. કૃતયુગ્મ દ્વાપરયુગ્મ, 4. કૃતયુગ્મ કલ્યોજ, 5. ઋોજ કૃતયુગ્મ, 6. ચોર ચોજ, 7. ચોજ દ્વાપરયુગ્મ 8. વ્યોજ કલ્યોજ, 9. દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, 10. દ્વાપરયુગ્મ ચોક, 11. દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મ, 12. દ્વાપરયુગ્મ કલ્યોજ, 13. કલ્યોજ કૃતયુગ્મ, 14. કલ્યોજ ચોક, 15. કલ્યોજ દ્વાપરયુગ્મ, 16. કલ્યોજ કલ્યો. ભગવન્! એમ કેમ કહ્યું - 16 યુગ્મો છે ? ગૌતમ! જે રાશિમાં ચાર સંખ્યા અપહાર કરતા - 1. શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુગ્મ હોય તો કૃતયુગ્મ કૃતયુગ્મ. 2. શેષ ત્રણ રહે, તે રાશિના અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ ચોજ. 3. શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ દ્વાપરયુગ્મ. 4. શેષ એક રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ કલ્યોજ છે. જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ચ્યોજ હોય તેમાં - 1. શેષ ચાર વધે તો વ્યોજ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો ચોજ ચોજ, 3. શેષ બે વધે તો ચોજદ્વાપર યુગ્મ, 4. શેષ એક વધે તો સ્ત્રોજ કલ્યોજ. જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુગ્મ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરાતા - 1. શેષ ચાર વધે તો દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો દ્વાપરયુગ્મ ચોજ, 3. શેષ બે વધે તો દ્વાપરયુગ્મ-દ્વાપરયુગ્મ અને 4. શેષ એક વધે તો દ્વાપરયુગ્મ કલ્યોજ જાણવી. જે રાશિના અપહાર સમયે તે કલ્યોજ હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતા - 1. શેષ ચાર વધે તો કલ્યોજ કૃતયુગ્મ, 2. શેષ ત્રણ વધે તો કલ્યોજ ચોજ, 3. શેષ બે વધે તો કલ્યોજ દ્વાપરયુગ્મ, 4. શેષ એક વધે તો કલ્યોજ કલ્યોજ. તેથી એમ કહ્યું કે યાવતું કલ્યોજ કલ્યોજ છે. સૂત્ર-૧૦૪૫ ભગવદ્ ! કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉત્પલોદ્દેશક માફક ઉપપાત કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ! 16, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા. ભગવન્! તે જીવો સમયે સમયે પ્રશ્ન ? ગૌતમ ! અનંતા સમયે સમયે અપહાર કરાતા અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો ઉપહાર થતો નથી. તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક છે, અબંધક નથી, આયુને છોડીને બધા કર્મોમાં કહેવું. આયુકર્મના બંધક કે અબંધક હોય. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ? ગૌતમ! વેદક છે, અવેદક નથી, એ પ્રમાણે બધા કર્મોમાં જાણવુ. ભગવન્તે જીવો શું સાતા વેદક છે કે અસાતા વેદક ? ગૌતમ ! સાતવેદક છે, અસાતવેદક પણ છે. એ પ્રમાણે ઉત્પલોદ્દેશક પરિપાટી જાણવી. બધા કર્મોના ઉધ્યવાળા છે, અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીરક છે. ભગવન્! તે જીવો શું કૃષ્ણલેશ્યી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ-કાપોત કે તેજલેશ્યી છે. માત્ર મિથ્યાદૃષ્ટિ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 222
Page #223
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, માત્ર કાયયોગી છે, સાકાર-અનાકાર ઉપયુક્ત છે. ભગવન્તે જીવોના શરીરો કેટલા વર્ણના છે ? ઉત્પલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશ્ન કરવા. ગૌતમ! ઉત્પલોદ્દેશક માફક ઉચ્છવાસક કે નિઃશ્વાસક છે, કે ઉચ્છવાસ-નિઃશ્વાસક છે. આહારક કે અનાહારક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ યાવત્ લોભકષાયી છે. માત્ર નપુંસક વેદવાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઇન્દ્રિય સહિત છે. ભગવદ્ ! તે કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ. સંવેધ ન કહેવો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિર્ચાઘાતમાં છ દિશથી અને વ્યાઘાત આશ્રીને કદાચ ત્રણ-કદાચ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત્ . સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. સમુઘાત પહેલા ચાર. મારણાંતિક સમુઘાતથી સમવહત કે અસમવહત થઈને મરે છે. ઉદ્વર્તના ઉત્પલોદ્દેશક અનુસાર જાણવી. ભગવન્! સર્વે પ્રાણો યાવત્ સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર. ભગવન્! કૃતયુગ્મ ચોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત પૂર્વવતું. ભગવદ્ ! તે જીવો એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! 19, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે? બાકી બધું કૃતયુગ્મ કૃતયુગ્મ સમાન યાવત્ અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન્! કૃતયુગ્મ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત પૂર્વવતુ. ભગવન્! તે જીવો. એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! 18, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવતું. ભગવન્કૃતયુગ્મ ચ્યોજ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂર્વવત્. પરિમાણ 17, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્ યાવત્ અનંતવાર ઉપજેલ છે. ભગવન્! વ્યોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? ઉપપાત પૂર્વવતુ. પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે. વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. વ્યાજ દ્વાપર યુગ્મમાં 14, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. ચોજ કલ્યોજમાં 13, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ વ્યાજમાં અગિયાર, દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તથા આરેમાં “સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે.' તેટલું જોડવું. કલ્યોજ કૃતયુગ્મમાં ચાર, કલ્યોજ ચોકમાં સાત, કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા ‘સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે તેટલું આ ચારેમાં જોડવું. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર - ભગવદ્ ! તેમજ છે. શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૪૬ ભગવન્! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશા-૧ મુજબ ઉત્પાદ પરિમાણ સોળ વખત બીજા ઉદ્દેશામાં પણ કહેવા. બંધુ પૂર્વવત્ વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - 1. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. 2, 3. આયુકર્મના બંધક નથી, અબંધક છે. 4, 5. આયુના ઉદીરક નથી, અનુદીરક છે. 6 થી 8. ઉચ્છવાસક નથી, નિઃશ્વાસક નથી, ઉચ્છવાસક-નિઃશ્વાસક નથી. 9, 10. સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 223
Page #224
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નથી. ભગવદ્ ! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમુઘાત પહેલા બે, સમવહત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધુ સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવતુ અનંતવાર. શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૧૦૪૭ થી 1056 1047, 6-3, ભગવન્! અપ્રથમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશા૧ મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવુ. યાવત્ કલ્યોજ કલ્યોજપણે યાવત્ અનંતવાર. 1048, ઉ–૪. ભગવદ્ ! ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે, તેજોલેશ્યા ન પૂછવી. બાકી પૂર્વવત્. 1049, ઉ–૫. ભગવન્! અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? અપ્રથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. 1050, ઉ-૬. ભગવન્! પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા મુજબ બધુ જ સંપૂર્ણ કહેવુ. ભગવદ્ ! તેમજ છે, યાવત્ વિચરે છે. 1051, 6-7, પ્રથમ-અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ. 1052, -8, પ્રથમ-ચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - x - 1053, ઉ–૯. પ્રથમ અચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? બીજા ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x. 1054, 6-10. ચરમ ચરમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ચોથા ઉદ્દેશા 1055 ઉ–૧૧. ચરમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું. - 1056. આ પ્રમાણે આ 11 ઉશા છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો સદશ ગમો છે, બાકીના આઠ સદશ ગમો છે. વિશેષ એ - ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજોલેશ્યા નથી. શતક-૩૫, શતકશતક-૨ થી 12 સૂત્ર—૧૦૫૭ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિન્નતા છે. ભગવદ્ ! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. ભગવન્! તે કૃષ્ણલેશ્યી કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોળે યુગ્મો કહેવા. ભગવદ્ ! તેમજ છે. પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણવુ. વિશેષ એ કે - ભગવન! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવતું. ભગવન્! તેમજ છે. એ પ્રમાણે ઔધિક શતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલેશ્વીના ૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો, ત્રીજો, પાંચમો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 224
Page #225
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સમાન છે. બાકીના આઠ સમાન છે. વિશેષ એ કે - ચોથા, છઠ્ઠા, આઠમાં, દશમામાં દેવનો ઉત્પાદ નથી. - x. એ પ્રમાણે નીલલેશ્યી શતક, કૃષ્ણલેશ્યી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશો તેમજ કહેવા. ભગવન્! તે એમ જ છે. એ પ્રમાણે કાપોતલેશ્યી શતક, કૃષ્ણલેશ્યી શતક સંદશ છે. ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઔધિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે. ભગવદ્ ! સર્વે પ્રાણો યાવત્ સર્વે સત્વો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. - . કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે? એ રીતે કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક શતક બીજા કૃષ્ણલેશ્યી શતક સમાન કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. એ પ્રમાણે નીલલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો. એ પ્રમાણે કાપોતલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક-૧૧ ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ચારે શતકમાં સર્વે પ્રાણો યાવત્ પૂર્વે ઉત્પન્ન થયા છે ? ના, તે અર્થ સમર્થ નથી. - . જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચાર શતક, લેશ્યા સંયુક્ત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવત્ એ અર્થ સમર્થ નથી. એ રીતે આ બાર એકેન્દ્રિય મહાયુગ્મ શતકો છે. ભગવન્! તેમજ છે. શતક-૩૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 225
Page #226
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૬ શતક-૩૬, શતકશતક-૧, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૫૮, 1059 1058, ભગવાન ! કૃતયુગ્મ કૃતયુમ બેઇન્દ્રિયો ક્યાંથી ઉપજે છે ? પ્રજ્ઞાપાના સૂત્ર- પદ 6 વ્યુત્ક્રાંતિ મુજબ ઉપપાત જાણવો. પરિમાણ-૧૬, સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-યોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે -ત્રણ લેશ્યા દેવો ન ઉપજે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. તે કૃતયુગ્મ 2. બેઇન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમાં છ દિશાથી, ત્રણ સમુઠ્ઠાત, બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું - 4 - 1059. પ્રથમ સમય કૃતયુગ્મ 2. બેઇન્દ્રિય ક્યાંથી ઉપજે છે? એકેન્દ્રિય મહાયુગ્મના પ્રથમ સમયોદ્દેશક મુજબ કહેવું. દશ ભિન્નતા અહીં પણ તેમજ છે. ૧૧મી આ - માત્ર કાયયોગી છે. બાકી પૂર્વવત્ પ્રથમ ઉદ્દેશા મુજબ. એકેન્દ્રિય મહાયુગ્મના ૧૧-ઉદ્દેશાવત કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યત્વ અને જ્ઞાનો ના હોય. - - શેષ એકેન્દ્રિયવતું. શતક-૩૬, શતકશતક-૨ થી 12 સૂત્ર-૧૦૬૦ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ 2. બેઇન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? કૃષ્ણલેશ્યીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુક્ત શતક. માત્ર લેશ્યા, સંચિટ્ટણા, સ્થિતિ એકેન્દ્રિયકૃષ્ણ લેશ્યી સમાન છે. એ રીતે નીલલેશ્યી પણ જાણવા. એ રીતે કાપોતલેશ્યી પણ જાણવા. ભવસિદ્ધિક કૃતયુગ્મ 2. બેઇન્દ્રિય? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ - સર્વે પ્રાણો૦ના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ. આ ચાર ઔધિક શતક થયા. ભવસિદ્ધિક માફક અભવસિદ્ધિકના ચાર શતકો કહેવા. માત્ર સમ્યત્વ અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવતું. આ રીતે આ બાર બેઇન્દ્રિય મહાયુગ્મ શતક છે. શતક-૩૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 226
Page #227
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૭ સૂત્ર-૧૦૬૧ કૃતયુગ્મ૨. તેઇન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એ રીતે બેઇન્દ્રિયશતક સદશ બાર શતક તેઇન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪૯દિવસ. બાકી પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે. શતક-૩૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૩૮ સૂત્ર–૧૦૬૨ ચઉરિન્દ્રિયના એ પ્રમાણે જ બાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ, બાકી બધું બેઇન્દ્રિય મુજબ. ભ૦ તેમજ છે. શતક-૩૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૩૯ સૂત્ર–૧૦૬૩ કૃતયુગ્મ કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? બેઇન્દ્રિય માફક અસંજ્ઞીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ 1000 યોજન. સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. શતક-૩૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 227
Page #228
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૪૦ શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૬૪ કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત. વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. પરિમાણ, અપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક છે, અબંધક નથી. મોહનીયના વેદક કે અવેદક છે. બાકીની સાત પ્રકૃતિના વેદક છે, અવેદક નથી. સાતાઅસાતાના વેદક છે, મોહનીયના ઉદયી કે અનુયી, બાકીની સાતના ઉઠી છે. નામ-ગોત્રના ઉદીરક છે, અનુદીરક નથી, બાકીની છના ઉદીરક કે અનુદીરક છે. કૃષ્ણ યાવતુ શુક્લલેશ્યી છે. સમ્યકુ-મિથ્યા કે મિશ્ર દૃષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મન-વચન-કાયયોગી છે. ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિઃશ્વાસક, આહારકનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિરત-અવિરત-વિરતા વિરત છે, ક્રિયા સહિત છે. ભગવદ્ ! તે જીવો શું સપ્તવિધ બંધક છે કે અષ્ટવિધ, ષવિધ અથવા એકવિધ બંધક છે? ગૌતમ! તે ચારે છે. ભગવદ્ ! તે જીવો શું આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ગૌતમ! આહાર યાવત્ નોસંજ્ઞોપયુક્ત છે. આ પ્રમાણે બધે પ્રશ્નોત્તર યોજના કરવી. તેઓ ક્રોધકષાયી યાવત્ લોભકષાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદક કે અવેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે અબંધક હોય. સંજ્ઞી છે, ઇન્દ્રિયસહિત છે. સંચિટ્ટણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથત્વ સાતિરેક. આહાર પૂર્વવત્ યાવત્ નિયમાં છ દિશાથી. સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, આદિના છ સમુધ્ધાતો, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈને મરે. ઉદ્વર્તના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી. ભગવન્સર્વે પ્રાણો યાવતુ અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા યાવત્ અનંતરવા. પરિમાણ, બેઇન્દ્રિય સમાન. બાકી પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી 11 સૂત્ર-૧૦૬૫ પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉધ્યી, ઉદીરકા બેઇન્દ્રિયના શતક-૧ મુજબ. કૃષ્ણલેશ્યી ચાવત્ શુક્લલેશ્યી. બાકીનું બેઇન્દ્રિયના પહેલા શતક મુજબ યાવત્ અનંતવાર. વિશેષ એ - તેઓ સ્ત્રી-પુરુષનપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં. બાકી પૂર્વવત્. એ રીતે સોળે યુગ્મોમાં જાણવુ, પરિમાણ પૂર્વવત્. આ પ્રમાણે અગિયારે ઉદ્દેશા પૂર્વવતું. પહેલો, ત્રીજો, પાંચમો સદશ ગમવાળા છે, બાકી આઠે પણ સદશગમાં છે. ચોથા, છઠ્ઠી, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૦, શતકશતક-૨ સૂત્ર-૧૦૬૬ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? સંજ્ઞીના પહેલા ઉદ્દેશા મુજબ જાણવુ. વિશેષ એ કે - બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક. આ પદો બેઇન્દ્રિયો માફક જાણવા. કૃષ્ણલેશ્યી સંજ્ઞીને ત્રણે વેદ હોય, અવેદક ન હોય, સંચિટ્ટણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૩૩-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, માત્ર સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 228
Page #229
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રથમ ઉદ્દેશા માફક યાવત્ અનંતરવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. ભગવદ્ ! પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? સંજ્ઞી. પંચેન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશા મુજબ તેમજ સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે - ભગવદ્ ! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવતુ. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. ભગવદ્ ! તે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃષ્ણલેશ્યી શતકમાં છે. પહેલો-ત્રીજો-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે. ભગવન્! આપ કહો છો, તે એમજ છે, તે એમજ છે. શતક-૪૦, શતકશતક-૨, ઉદ્દેશા-૩ થી 11 સૂત્ર-૧૦૬૭ એ પ્રમાણે નીલલેશ્યી શતક છે. વિશેષ એ - સંચિઠ્ઠણા-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવતુ. - x.x. એ પ્રમાણે કાપોતલેશ્યી શતક પણ છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્. - 4. એ પ્રમાણે તેજોલેશ્યા શતક જાણવું. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનોઅસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્ર નોસંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્. ભગવન્! તેમજ છે, તેમજ છે. તેજોલેશ્યા શતક સમાન પદ્મવેશ્યા શતક છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી પૂર્વવત્. શુક્લલેશ્યા શતક, ઔધિક શતક સમાન. વિશેષ એ - સંચિટ્ટણા, સ્થિતિ કૃષ્ણલેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર. ભગવદ્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવુ. ભવસિદ્ધિકના આલાવાથી શું સર્વે પ્રાણો ? ના, તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુમ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? આ આલાવા વડે ઔધિક કૃષ્ણ લેશ્યી શતક સમાન છે. એ પ્રમાણે નીલલેશ્યી ભવસિદ્ધિક શતક જાણવુ. ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ એ - સાતે શતકમાં સર્વે પ્રાણો યાવત્ તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તેમજ છે. ભગવાન ! અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃષ્ણલેશ્યી શતક સમાન છે. તેઓ કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી હોય, માત્ર મિથ્યાષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું કૃષ્ણલેશ્યા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિકૃણા, સ્થિતિ ઔધિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્યાત છે. ઉદ્વર્તના પૂર્વવત્, અનુત્તર વિમાન ન કહેવું. સર્વે પ્રાણો ? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃષ્ણલેશ્યા શતક મુજબ યાવત્ અનંતવાર. એ પ્રમાણે સોળે યુગ્મોમાં છે. ભગવન્! પ્રથમ સમય અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજ ? સંજ્ઞીના. પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યત્વ, સમ્યમિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવત્. અહીં પણ ૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો-ત્રીજો-પાંચમો એક નમક, બાકી આઠ એક ગમક. ભગવન્! કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 229
Page #230
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક સમાન કહેવું. વિશેષ એ - તે જીવો કૃષ્ણલેશ્યી છે ? હા, છે. સ્થિતિ અને સંચિટ્ટણા કૃષ્ણલેશ્યી શતક સમાના છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તેમજ છે, તેમજ છે. એ પ્રમાણે છ લેશ્યાના છ શતકો કૃષ્ણલેશ્યી શતક સમાન કહેવા. વિશેષ એ - સંચિકૃણા અને સ્થિતિ ઔધિક શતક મુજબ કહેવી. વિશેષ એ - શુક્લતેશ્યી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૩૧-સાગરોપમ, સ્થિતિ ૩૧સાગરોપમ. જઘન્ય પૂર્વવતું. સર્વત્ર સમ્યત્વ જ્ઞાનો નથી. વિરતિ, વિરતાવિરતિ, અનુત્તર વિમાનોત્પત્તિ નથી. સર્વે પ્રાણો ? તે અર્થ સમર્થ નથી. ભગવન્! તેમજ છે. એ રીતે આ સાત અભવસિદ્ધિક મહાયુગ્મ શતક છે. ૨૧-મહાયુગ્મ શતકો થયા. બધા મળીને કુલ ૮૧-મહાયુગ્મ શતકો પૂરા થયા. શતક-૪૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 230
Page #231
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૪૧ શતક-૪૧, ઉદ્દેશો-૧ સૂરણ-૧૦૬૮ ભગવદ્ ! રાશિયુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર -કૃતયુગ્મ યાવત્ કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહાર કરતા ચાર શેષ રહે, તે રાશિયુગ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે યાવત્ જે રાશિ ચાર વડે અપહાર કરાતા શેષ એક રહે તે રાશિયુગ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે યાવત્ કલ્યોજ છે. ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજ ? ઉપપાત વ્યુત્ક્રાંતિક પદ મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયથી કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા. ઉપજે. ભગવન્! તે જીવો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને. જો સાંતર ઉપજે તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર કરીને ઉપજે. નિરંતર ઉપજનાર જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય પ્રત્યેક સમયે અવિરહિત નિરંતર ઉપજે. ભગવન્! તે જીવો જે સમયે કૃતયુગ્મ, તે સમયે ચોજ. જે સમયે ચ્યોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના તેમ નથી. જે સમયે કૃતયુગ્મ, તે સમયે દ્વાપરયુગ્મ. જે સમયે દ્વાપરયુગ્મ તે સમયે કૃતયુગ્મ હોય? ના, તેમ નથી. જે સમયે કૃતયુગ્મ, તે સમયે કલ્યોજ, જે સમયે કલ્યોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના, તેમ નથી. ભગવન્! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતો એવો, ઉપપાત શતક મુજબ યાવત્ પરપ્રયોગે ન ઉપજે. ભગવદ્ ! તે જીવો, આત્મયશથી ઉપજે કે આત્મ અયશથી ? ગૌતમ ! આત્મયશથી નહીં, આત્મ અયશથી ઉપજે. જો આત્મ અયશથી ઉપજે તો આત્મયશથી નિર્વાહ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! આત્મ યશથી નહીં પણ આત્મ અયશથી નિર્વાહ કરે. જો આત્મ અયશથી નિર્વાહ કરે તો સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ! સલેશ્યી છે, અલેશ્યી નથી. જો સલેશ્યી હોય તો સક્રિય છે કે અક્રિય ? ગૌતમ! સક્રિય છે, અક્રિય નથી. જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થઈ યાવત્ અંત કરે ? ના, તેમ નથી. ભગવદ્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમારો ક્યાંથી ઉપજે ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્ત કહેવું. વિશેષ એ - વનસ્પતિકાયિક યાવત્ અસંખ્યાતા કે અનંતા ઉપજે છે. બાકી પૂર્વવતુ. મનુષ્યો. પણ એ પ્રમાણે કહેવા યાવત્ તે આત્મ યશથી ન ઉપજે, આત્મ અયશથી ઉપજે છે. જો તે આત્મ અયશથી ઉપજે તો શું આત્મયશથી નિર્વાહ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! બંને રીતે કરે. જો આત્મયશથી નિર્વાહ કરે તો શું સલેશ્યી હોય કે અલેશ્યી? ગૌતમ! તે બંને હોય. જો અલેશ્યી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ! સક્રિય ન હોય, અક્રિય હોય. જો અક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, તેમ કરે. જો સલેશ્યી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ! સક્રિય હોય, અક્રિય નહીં. જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતુ અંત કરે? ગૌતમ! કેટલાક તે જ ભવથી સિદ્ધ થાય યાવતુ અંત કરે, કેટલાક નહીં. જો આત્મ અયશથી નિર્વાહ કરે તો શું સજેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ ! સલેશ્યી છે, અલેશ્યી નથી. જો સલેશ્યી છે તો સક્રિય છે કે અક્રિય ? ગૌતમ! સક્રિય છે, અક્રિય નથી. જો સક્રિય છે, તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? ના, તેમ નથી. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિક સમાન કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 231
Page #232
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. શતક-૪૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૬૯ રાશિયુગ્મ વ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવત્ ઉદ્દેશો કહેવો. પરિમાણ-૩,૭,૧૧,૧૫ સંખ્યાત કે અંખ્યાત ઉપજે, સાંતર પૂર્વવતુ. તે જીવો જે સમયે ચ્યોજ તે સમયે કૃતયુમ, જે સમયે કૃતયુગ્મ-તે સમયે ચોજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવતું. યાવત્ વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ વ્યુત્ક્રાંતિ મુજબ કહેવો. ભગવદ્ ! તેમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૭૦ ભગવન્રાશિમુશ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવત્. માત્ર પરિમાણ-૨,૬,૧૦, સંખ્યાત કે અસંખ્યા ઉપજે. સંવેધ જાણવો. તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃતયુમ0 - 4. પ્રશ્ન. ના, તે અર્થ સમર્થ નથી. એ રીતે વ્યાજ અને કલ્યોજ સાથે પણ જાણવુ. બાકી ઉદ્દેશા-૧ મુજબ વૈમાનિક સુધી કહેવું. ભગવન્! તે એમજ છે, એમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૪ સૂત્ર-૧૦૭૧ ભગવન્! રાશિયુગ્મ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવતુ. પરિમાણ–૧,૫,૯,૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કલ્યોજ છે, તે સમયે કૃતયુમ છે - 4. પ્રશ્ન ? ના, તેમ નથી. એ રીતે ચોજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશો-૧-મુજબ. યાવત્ વૈમાનિક. શતક-૪૧, ઉદ્દેશો-૫ થી 28 સૂત્ર-૧૦૭૨ 5. ભગવન્! કૃષ્ણલેશ્યી રાશિયુમ કૃતયુમ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉપપાત, ધૂમપ્રભા મુજબ. બાકી ઉદ્દેશા-૧૧-મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ મનુષ્યો, નૈરયિકવતુ. તે આત્મ-અયશથી નિર્વાહ કરે છે. અલેશ્યી-અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય, તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧–મુજબ. 6, 7. કૃષ્ણલેશ્યી વ્યાજ અને દ્વાપરયુગ્મ આ પ્રમાણે જ કહેવા. 8. કૃષ્ણલેશ્યી કલ્યોજ તેમજ પરિમાણ, સંવેધ ઔઘિકોદ્દેશ મુજબ, 9 થી 12. કૃષ્ણલેશ્યી સમાન નીલલેશ્વીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપપાતા વાલુકાપ્રભા સમાન. બાકી પૂર્વવત્. પૂર્વવત્. ભગવદ્ ! તે એમ જ છે. 17 થી 20. તેજલેશ્યી રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર ક્યાંથી ઉપજે છે? પૂર્વવતુ. માત્ર જેને તેજલેશ્યા હોય તેને કહેવા. એ રીતે કૃષ્ણલેશ્યી સમાન ચાર ઉદ્દેશા કહેવા. 21 થી 24. એ રીતે પલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા. પૌલેશ્યા-પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 232
Page #233
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ 25 થી 28. પદ્મલેશ્યી વત્ શુક્લલેશ્વીના ચાર ઉદ્દેશા કહેવા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાના છે. બાકી પૂર્વવત્. શતક-૪૧, ઉદ્દેશો-૨૯ થી પ૬ સૂત્ર-૧૦૭૩ ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઔધિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? કૃષ્ણલેશ્વીના ચાર ઉદ્દેશા સમાન અહીં - 4 - કહેવું. એ રીતે નીલલેશ્યી ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહેવા. એ રીતે કાપોતલેશ્યી ના ચાર ઉદ્દેશા. તેજલેશ્યીના ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. પૌલેશ્યી ચાર ઉદ્દેશા તેમજ છે. શુક્લલેશ્યી ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. એ રીતે ભવસિદ્ધિકના ૨૮-ઉદ્દેશા. શતક-૪૧, ઉદ્દેશો-પ૭ થી 84 સૂત્ર-૧૦૭૪ અભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉદ્દેશા-૧-સમાન. માત્ર મનુષ્યોને નૈરયિક સમાન કહેવા. બાકી પૂર્વવત્. એ રીતે ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકો ક્યાંથી ઉપજ ? પૂર્વવત્ ચારે ઉદ્દેશક. તે રીતે નીલલેશ્યીચાર ઉદ્દેશા. કાપોતલેશ્યીચાર ઉદ્દેશા. તેજલેશ્યીચાર ઉદ્દેશા. પદ્મલેશ્યી ચાર ઉદ્દેશા. શુક્લલેશ્યી. ચાર ઉદ્દેશા. એ રીતે આ અઠ્ઠાવીસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. ભગવન્! તેમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૮૫ થી 112 સૂત્ર-૧૦૭૫ સમ્યગદષ્ટિ રાશિમુશ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ઉદ્દેશા-૧ મુજબ. ચારે યુગ્મોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સંદશ કહેવા. કૃષ્ણલેશ્યી સમ્યગુદષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? કૃષ્ણલેશ્યી સંદેશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્દષ્ટિમાં ભવસિદ્ધિક સદશ 28 ઉદ્દેશા. શતક-૪૧, ઉદ્દેશો-૧૧૩ થી 168 સૂત્ર-૧૦૭૬, 1077 1076. મિથ્યાષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? મિથ્યાષ્ટિના આલાવાથી અભવસિદ્ધિક સદશ ૨૮-ઉદ્દેશા. 1077. કૃષ્ણપાક્ષિક નૈરયિક ક્યાંથી ઉપજે ? અભવસિદ્ધિક સદશ ૨૮-ઉદ્દેશા કહેવા. શતક-૪૧, ઉદ્દેશો-૧૬૯ થી 196 સૂત્ર—૧૦૭૮ શુક્લપાક્ષિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ભવસિદ્ધિક સમાન ૨૮-ઉદ્દેશા થાય. આ રીતે બધા મળીને 196 ઉદ્દેશા રાશિયુગ્મ શતકના થયા. યાવત્ શુક્લલેશ્યી શુલપાક્ષિક રાશિયુમ કલ્યોજ વૈમાનિક યાવતુ જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે? આ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! તે એમ જ છે. સૂત્ર-૧૦૭૯ ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને, વાંદી-નમીને આમ કહ્યું - ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઇચ્છિત છે, પ્રતિચ્છિત છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 233
Page #234
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઇચ્છિત-પ્રતિષ્ઠિત છે. ભગવાન ! આપે કહ્યો તે આ અર્થ સત્ય છે. કેમ કે અરહંત ભગવંતો અપૂતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. સૂત્ર—૧૦૮૦ થી 1087 1080. પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના 84 લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. 1081. ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમ-વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. 1082. ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ. 1083. કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અમ્લાન કોરંટની કળી સમાન ભગવતી શ્રુતદેવી મારા મતિ. અંધકારને વિનષ્ટ કરે. 1084. હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ધ દ્વારા નમંસિતા શ્રુતાધિષ્ઠાત્રિ દેવી મને બુદ્ધિ આપે. 1085. જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે મૃત દેવતાને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. 1086. મૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોચ્યા, વિદ્યા અને અંત હુંડી, લખનારને અવિપ્ન આપો. 1087. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના બબ્બે ઉદ્દેશકોને ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશ કરાય છે. નવમા શતકથી આરંભીને જેટલુ-જેટલું દિવસ વડે વીસમાં શતક સુધી ઉદ્દેશો કરાય છે. માત્ર ગોશાળો એક દિવસ વડે ઉદ્દેશાય છે. જો શેષ રહી જાય તો એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહે તો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. ૨૧થી 23 શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ૨૪મું શતક બે દિવસ વડે છ-છ ઉદ્દેશા, ૨૫મું બે દિવસે છ-છ ઉદ્દેશા વડે, બંધિશતક આદિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા ૨૧-સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક-એક દિવસ વડે અલગ-અલગ. ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિયુગ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો. શતક-૪૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ [5] ભગવતીસૂત્ર ભાગ-ર સાનુવાદ સમાપ્ત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 234
Page #235
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 235
Page #236
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 मूल आगम साहित्य મૂળ આગમ 3 પ્રકાશનોમાં 147 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 97850 પૃષ્ઠોમાં 147 07850 [2] 165 | 20050 મામ સુજ્ઞાળ-મૂર્ત (Printed) આ સંપુટમાં અમારા કુલ 49 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 3510 છે. મામ સુજ્ઞાળિ-મૂi (Net) આ સંપુટમાં અમારા કુલ 45 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2810 છે. મામ સુત્તળિ-મંજૂષા (Net) આ સંપુટમાં અમારા કુલ 53 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1530 છે. आगम अनुवाद साहित्य આગમ ભાવાનુવાદ 5 પ્રકાશનોમાં 65 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 20150 પૃષ્ઠોમાં છે. મામ સૂત્ર-ગુજરાતી અનુવા-મૂછ (Printed) આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 3400 છે. કામ સૂત્ર-હિન્દી અનુવાઃ (Net) આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2800 છે કામ સૂત્ર-ફંતિશ અનુવાઢ (Net) આ સંપુટમાં અમારા કુલ 11 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 400 છે મામ સૂત્ર-પુનરાતી અનુવાદ્ર-સરીઝ (Printed) આ સંપુટમાં અમારા કુલ 48 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 10340 છે. કામ સૂત્ર-હિન્દી અનુવાદ્ધ (Printed) આ સંપુટમાં અમારા કુલ 12 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 3110 છે आगम विवेचन साहित्य આગમ વિવેચન 7પ્રકાશનોમાં 171 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 60900 પૃષ્ઠોમાં છે મામ સૂત્ર-સટીe (Printed) આ સંપુટમાં અમારા કુલ 46 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 13800 છે બા+ામ મૂર્ત પર્વ વૃત્તિ-1 (Net) આ સંપુટમાં અમારા કુલ 51 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 17990 છે. કામ મૂci પર્વ વૃત્તિ-2 (Net) આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2560 છે [3] 2 171 60900 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 236
Page #237
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 કામ પૂર્ણ સાહિત્ય (Net). આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2670 છે. સવૃત્તિ બીમામ સૂત્રા-1 (Printed) આ સંપુટમાં અમારા કુલ 40 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 18460 છે સવૃત્તિ સામ સૂત્રાપ-2 (Printed) આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2660 છે Hylda 31TH ENOT (Printed) આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2760 છે आगम कोष साहित्य 16 | 05190 આગમ કોષ સાહિત્ય 5 પ્રકાશનોમાં 16 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 5190 પૃષ્ઠોમાં છે 31TH HECHT (Printed) આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2100 છે મામ નામ 3 pહીં-pોસો (Printed) આ સંપુટમાં અમારુ 1પ્રકાશન છે, જેના કુલ પાના આશરે 21 છે કામ સા¥IR Pોષ: (Net) આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1130 છે સામ શબ્દાદ્રિ સંગ્રહ [નં૦ ] (Printed) આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1250 છે બાપામ વૃહત્ નામ રોષ: [W0 નં૦ નુ નામ પરિવય ] (Printed) આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 500 છે आगम अन्य साहित्य 10 | 03220 આગમ અન્ય સાહિત્ય 3 પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં કુલ 1590 પૃષ્ઠોમાં છે 3114 YC4T (Printed) આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2170 છે 3TTA HTEN HIECI (Printed) આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 87 છે ઋષિમષિત સૂત્રાધિ (Printed) આ સંપુટમાં અમારુ 1 પ્રકાશન છે, જેના કુલા પાના આશરે 80 છે 31 Hallgcit (Printed) આ સંપુટમાં અમારુ 1 પ્રકાશન છે, જેના કુલા પાના આશરે 100 છે [5] મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 237
Page #238
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' [7] મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 आगम अनुक्रम साहित्य આગમઅનુક્રમસાહિત્ય પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 1590 | 9 | 1590 પૃષ્ઠોમાં છે મામ વિષયાનુમ-મૂત (Printed) આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 730 છે મામ વિષયાનુમ–સટી (Net) આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે મામ સૂત્ર-પથી અનુમ (Net) આ સંપુટમાં અમારા કુલ 3 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 430 છે. મુનિ દીપરત્નસાગર લિખિત " આગમ સિવાયનું અન્ય સાહિત્ય” 85 | 09270. આગમેતર સાહિત્ય 12 પ્રકાશનોમાં 84 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 9270 પૃષ્ઠોમાં છે તસ્વાભ્યાસ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 13 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2090 છે સૂત્રાભ્યાસ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1480 છે વ્યાકરણ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1050 છે વ્યાખ્યાન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1220 છે. જિનભક્તિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1190 છે વિધિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 300 છે. આરાધના સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 3 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 430 છે પરિચય સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 220 છે પૂજન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 100 છે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 238
Page #239
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 તીર્થકર સંક્ષિપ્ત દર્શન આ સંપુટમાં અમારા કુલ 25 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 680 છે પ્રકીર્ણ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 290 છે દીપરત્નસાગરના લઘુશોધ નિબંધ આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 220 છે મુનિ દીપરત્નસાગરનું સાહિત્ય 1 મુનિ દીપરત્નસાગરનું આગમ સાહિત્ય [કુલ પુસ્તક 518] તેના કુલ પાના [98,800] 2 મુનિ દીપરત્નસાગરનું અન્ય સાહિત્ય [કુલ પુસ્તક 85] તેના કુલ પાના [09,270]. 3 | મુનિ દીપરત્નસાગર સંકલિત ‘તત્ત્વાર્થસૂત્ર’ની વિશિષ્ટ DVD તેના કુલ પાના [27,930] અમારા પ્રકાશનો કુલ 603 + વિશિષ્ટ DVD કુલ પાનાં 1,36,000 અમારું બધું જ સાહિત્ય on-line પણ ઉપલબ્ધ છે અને 5 DVD માં પણ મળી શકે છે વેબ સાઈટ:- (1) (2) deepratnasagar.in ઈમેલ એડ્રેસ:- jainmunideepratnasagar@gmail.com મોબાઇલ 09825967397 'સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 239
Page #240
--------------------------------------------------------------------------
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नम: पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नम: આગમ- 5 | ભગવતી ભાગ-૨ આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ વેબ સાઈટ:- (1) ઈમેલ એડ્રેસ:- jainmunideepratnasagar@gmail.com (2) deepratnasagar.in મોબાઇલ 09825967397