________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ઉત્તરપ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જ્ઞાનાવરણીયના દંડક માફક અંતરાય કર્મના ભેદ કહેવા. સૂત્ર-૭૩૧ ભગવદ્ ! જીવે પાપકર્મ કર્યુ છે યાવત્ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે? હા, છે. ભગવન્! એમ કેમ કહો છો? માકંદિકપુત્ર ! જેમ કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઊભો રહે, બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઊંચે આકાશમાં ફેંકે, તો હે માકંદિપુત્ર ! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમાં ભેદ છે યાવતુ તે તે ભાવે પરિણમન કરે તેમાં ભેદ છે ? હા, ભગવન્! તેના કંપનમાં યાવત્ પરિણમનમાં પણ ભેદ છે. હે માકંદિકપુત્ર! તેથી કહ્યું કે યાવતુ તેમાં ભેદ છે. ભગવન્! નૈરયિકો જે પાપકર્મ કરે છે ઈત્યાદિ પ્રશ્ન. માકાન્દીપુત્ર! પૂર્વવત્ યાવત્ વૈમાનિકમાં જાણવું. સૂત્ર-૭૩૨ ભગવન્! નૈરયિકો, જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, ભગવન્! તે પુદ્ગલોનો કેટલો ભાગ ભાવિકાળમાં આહારરૂપે ગૃહિત થાય છે. કેટલો ભાગ નિજેરે છે ? માકંદિકપુત્ર! સંખ્યાતમો ભાગ આહારરૂપે પરિણત થાય, અનંત ભાગ નિજેરે છે-છોડે છે. ભગવન્! કોઈ જીવ તે નિર્જરા પુદ્ગલોમાં બેસવા યાવત્ સૂવા માટે સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. આ પુદ્ગલો અનાધાર રૂપ કહ્યા છે. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૪ પ્રાણાતિપાત’ સૂત્ર-૭૩૩ થી 735 33. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શન શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-શરીર રહિત જીવપરમાણુ પુદ્ગલ, શૈલેશી-પ્રતિપન્ન અણગાર અને સર્વે બાદર બોંદીધર કલેવર, આ બધા બે પ્રકારે છે - જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્! શું આ બધા જીવના પરિભોગમાં આવે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાક જીવોને પરિભોગપણે જલદી આવે છે, કેટલાક જીવોને યાવતું નથી આવતા. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, બધા બાદર બોંદીધર કલેવર, આ બધા જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી આવે છે. પણ પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ પરમાણુ પુદ્ગલ શૈલેષી પ્રતિપન્ન અણગાર. આ બધા જીવદ્રવ્ય-અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્ જલદી આવતા નથી. 734. ભગવદ્ ! કષાય કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. અહીં કષાયપદ સંપૂર્ણ કહેવું યાવત્ લોભના. વેદનથી નિર્જરશે, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. ભગવદ્ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર યુગ્મ છે - કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ, કલ્યો. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે રાશિ ચતુષ્કથી અપહાર કરતા શેષ ચાર રહે, તે કૃતયુગ્મ. જેમાં રાશિ ચતુષ્કથી અપહાર કરતા. શેષ ત્રણ રહે તે સ્ત્રોજ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા શેષ બે રહે, તે દ્વાપરયુગ્મ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 101