________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કર્યો, તેના ઘરમાં આ પંચ દિવ્યો પ્રગટ થયા, તે આ - વસુધારા વૃષ્ટિ, પંચવર્તી પુષ્પોનો નિપાત, વસ્ત્રોનો ઉલ્લેપ, દેવદુંદુભિનો નાદ, તન્મધ્યે આકાશમાં “અહોદાનં-અહોદાનં” ઉદ્ઘોષણા. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટકે યાવતું માર્ગમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિને ધન્ય છે, વિજય ગાથાપતિ કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિનો આ લોક સફળ છે, વિજય ગાથાપતિનો મનુષ્ય જન્મ-જીવિત ફળ સુલબ્ધ છે કે જેના ઘરમાં તથારૂપ સાધુને સાધુરૂપ પ્રતિલાભિત કરતા આ પાંચ દિવો પ્રગટ થયા. જેમ કે - વસુધારા વૃષ્ટિ યાવત્ અહોદાનઅહોદાન ની ઉદ્ઘોષણા. તેથી તે ધન્ય, કૃતાર્થ, કૃતપુણ્ય, કૃતલક્ષણ, બંને લોક સાર્થક, સુલબ્ધ મનુષ્ય જન્મજીવિત ફળ તે વિજય ગાથાપતિના થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણા લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને સંશય ઉત્પન્ન થયો, કુતૂહલ ઉત્પન્ન થયું, જ્યાં વિજય ગાથાપતિનું ગૃહ હતું તે ત્યાં આવ્યો, આવીને વિજય ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત જોયો. મને વિજય ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, મારી પાસે આવ્યો, મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, મને વંદન-નમસ્કાર કર્યા, મને આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો ધર્મશિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રની આ વાતનો આદર ના કર્યો, સ્વીકાર ન કર્યો, પણ હું મૌન રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહનગરથી નીકળ્યો, નીકળીને નાલંદાની બહાર વચ્ચોવચ્ચથી ચાલતા જ્યાં તંતુવાયશાળા હતી, ત્યાં આવ્યો. આવીને બીજુ માસક્ષમણ સ્વીકારીને રહ્યો. પછી ગૌતમ ! હું બીજા માસક્ષમણના પારણે, તંતુવાયશાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહારથી મધ્યમાં ચાલતા જ્યાં રાજગૃહનગર યાવતું ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે આનંદ ગાથાપતિ મને આવતો જોઈને ઇત્યાદિ વિજય ગાથાપતિમાં કહ્યા મુજબ જાણવું. વિશેષ એ કે - મને વિપુલ ખાદ્યવિધિથી પ્રતિલાભશે એમ વિચારી સંતુષ્ટ થયો. બાકી બધું પૂર્વવત્. યાવત્ ત્રીજું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! હું ત્રીજા માસક્ષમણના પારણે તંતુવાયા શાળાથી નીકળ્યો. નીકળીને પૂર્વવત્ યાવત્ ભ્રમણ કરતા સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ્યો. ત્યારે સુનંદ ગાથાપતિનું વૃત્તાંત વિજય ગાથાપતિ માફક કહેવું. વિશેષ એ કે - મને સર્વકામગુણિત ભોજન વડે પ્રતિલાલ્યો. બાકી પૂર્વવત્. યાવત્ હું ચોથું માસક્ષમણ સ્વીકારીને રહ્યો. ત્યારે નાલંદા બહાર નિકટમાં એક કોલ્લાગ નામે સંનિવેશ હતું. વેશ વર્ણન કરવું). તે કોલ્લાગ સંનિવેશમાં “બહુલ' નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આલ્ય યાવત્ અપરિભૂત હતો. ઋગ્વદ યાવત્ સુપરિનિષ્ઠિત હતો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ કાર્તિક ચાતુર્માસિકના પડવે વિપુલ મધુ-બૃત સંયુક્ત પરમાત્રથી બ્રાહ્મણોને જમાડ્યા અને. આચમન કરાવ્યું. ત્યારે હે ગૌતમ ! હું ચોથા માસક્ષમણના પારણાએ તંતુવાય શાળાથી નીકળ્યો, નીકળીને નાલંદા બહાર વચ્ચોવચ્ચથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો. કોલ્લાગ સંનિવેશના ઉચ્ચનીચ યાવત્ ભ્રમણ કરતા બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે બહુલ બ્રાહ્મણ મને આવતો જોઈને... ઇત્યાદિ પૂર્વવત્ જાણવુ. યાવત્ મને વિપુલ ઘી-સાકર સંયુક્ત પરમાત્રથી પ્રતિલાભશે એમ વિચારી તુષ્ટ થયો. બાકી વર્ણન વિજય ગાથાપતિવત્ જાણવુ યાવત્ બહુલ બ્રાહ્મણને ધન્ય છે.. ત્યારે તે ગોશાળો મંખલિપુત્ર, મને તંતુવાયશાળામાં ન જોઈને રાજગૃહનગરમાં અંદર-બહાર ચોતરફ મારી માર્ગણા-ગવેષણા કરવા લાગ્યો. મારી ક્યાંય શ્રુતિ-સુતિ-પ્રવૃત્તિની જાણ ન થતા જ્યાં તંતુવાય શાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપાના ચિત્રફલક આદિ બ્રાહ્મણોને આપી દીધા, આપીને દાઢી-મૂછ સહિત મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાયશાળાની બહાર નીકળ્યો. નીકળીને નાલંદા બારિરિકાથી વચ્ચોવચ્ચ ચાલ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 57