SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને પાંચમાં સંજ્ઞીગર્ભમાં જીવરૂપે જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને હેઠિલ્લા માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ચ્યવીને છઠ્ઠી સંજ્ઞી ગર્ભજીવમાં જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને બ્રહ્મલોક નામે કલ્પ દેવરૂપે ઉપજે છે. તે કલ્પ પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. જેમ સ્થાન પદમાં યાવત્ પાંચ અવતંસક કહ્યા છે. તે આ - અશોકાવતંસક યાવત્ પ્રતિરૂપ છે. તે ત્યાં દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ ભોગવી યાવત્ ચ્યવીને સાતમાં સંજ્ઞી ગર્ભજીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં નવ માસ બહુપ્રતિપૂર્ણ અને સાત રાતદિવસ યાવત્ વીત્યા પછી સુકુમાલ, ભદ્રક, મૃદુ, કુંડલ કુંચિત કેશવાળા, મૃષ્ટ ગંડસ્થલકર્ણ પીઠક, દેવકુમાર સમ બાળકને જન્મ આપ્યો. હે કાશ્યપ ! તે બાળક હું છું, તે પછી મેં, હે આયુષ્યમાન્ કાશ્યપ ! કુમારાવસ્થામાં લીધેલ પ્રવ્રજ્યાથી, કુમારાવસ્થામાં બ્રહ્મચર્યવાસથી અવિદ્ધકર્ણ હતો, મને પ્રવજ્યા લેવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પછી મેં સાત પરિવૃત્ત પરિવારમાં સંચાર કર્યો, જે આ છે - એણેયક, મલ્લરામક, મલ્લમંડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન અને ગોશાલક. તેમાં જે પહેલો પ્રવૃત્ત પરિહાર, તે રાજગૃહ નગરની બહાર મંડિક કુક્ષિ ચૈત્યમાં કડિયાયણ ગોત્રીય ઉદાયીના શરીરનો ત્યાગ કરીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 22 વર્ષો પહેલો પરિહાર કર્યો. માં જે બીજો પ્રવત્ત પરિહાર, તે ઉઠંડપર નગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર છોડીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 21 વર્ષ રહી બીજો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે ત્રીજો પ્રવૃત્ત પરિહાર, તે ચંપાનગરી બહાર અંગમંદિર ચૈત્યમાં મલ્લરામનું શરીર છોડીને મંડિતના શરીરમાં પ્રવેશ કર્યો. મલ્લમંડિતના શરીરમાં 20 વર્ષ રહી, ત્રીજો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે ચોથો પ્રવૃત્ત પરિહાર, તે વારાણસી નગરી બહાર કામ મહાવન ચૈત્યમાં મંડિતનું શરીર છોડીને રોહના શરીરમાં પ્રવેશ કર્યો. રોહમાં 19 વર્ષ રહી, ચોથો પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે પાંચમો પ્રવૃત્ત પરિહાર, તે આલભિકા નગરી બહાર પ્રાપ્ત કાલક ચૈત્યમાં રોહનું શરીર છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. ભારદ્વાજના શરીરમાં 18 વર્ષ રહી, પાંચમો પ્રવૃત્ત પરિહાર કર્યો. જે છઠ્ઠો પ્રવત્ત પરિહાર, તે વૈશાલી નગરીની બહાર કોંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજનું શરીર છોડીને ગૌતમ પુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં 17 વર્ષ રહી, છઠ્ઠો પ્રવૃત્ત પરિવાર પરિહર્યો. તેમાં સાતમો પ્રવૃત્ત પરિહાર, તે અહીં જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં ગૌતમપુત્રા અર્જુનના શરીરને છોડીને ગોશાલક મંખલિપુત્રના શરીરને પર્યાપ્ત, સ્થિર, ધ્રુવ, ધારણીય, શીત સહ, ઉષ્ણસહ, વિવિધ દંશમશક પરિષહોપસર્ગ સહ, સ્થિર સંઘયણ જાણીને તેમાં પ્રવેશ કર્યો. તેમાં 16 વર્ષથી આ સાતમો પ્રવૃત્ત પરિહાર છે પ્રમાણે હે આયુષ્યમાન કાશ્યપ ! આ 133 વર્ષોમાં મારા આ સાત પ્રવૃત્ત પરિહાર થયા છે, એમ મેં કહેલ, તે હે આયુષ્યમાન કાશ્યપ ! તમે ઠીક કહો છો કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. એ તમે ઠીક જ કહ્યું છે કે મંખલિ પુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. સૂત્ર-૬૯ થી 654 649. ત્યારે શ્રમણ ભગવદ્ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું - હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતાને લુપ્ત માને, અપલાયિત છતાં પોતાને પલાયિત માને, એ પ્રમાણે હે ગોશાલક! તું બીજો ન હોવા છતાં તને બીજો છો તેમ બતાવે છે. તેથી હે ગોશાળા! તું આવું ન કર, આ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી. 650. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 64
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy