________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મંખલિપુત્રને ધાર્મિક પ્રતિપ્રેરણાથી પ્રતિપ્રેરણા ન કરવી. ધાર્મિક પ્રતિસારણાથી પ્રતિસારણા ન કરવી, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચાર ન કરે. કેમ કે ગોશાલક શ્રમણ નિર્ચન્હો પ્રતિ વિશેષ મિથ્યાત્વભાવ ધારણ કરેલ છે. ત્યારે તે આનંદ સ્થવિર, શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ભગવંતને વંદન-નમસ્કાર કરી, ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થો પાસે આવ્યા, આવીને તેઓને આમંત્ર્યા. આમંત્રીને કહ્યું કે - હે આર્યો ! છઠ્ઠના પારણે ભગવંતની અનુજ્ઞા પામીને શ્રાવસ્તીનગરીના ઉચ્ચ-નીચ ઘરોમાં હું ગયો આદિ બધું પૂર્વવત્ કહેવું યાવત્ જ્ઞાતપુત્રે આ કથન કરેલ છે, તમારામાંથી કોઈએ ગોશાળા સાથે પ્રલાપ ન કરવો, યાવતુ તે મિથ્યાત્વી થયો છે. સૂત્ર-૬૪૮ જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિર્ચન્થને આ વાત કહેતા હતા, તેટલામાં તે ગોશાલક ખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘથી પરીવરીને મહા રોષને ધારણ કરેલો શીધ્ર, ત્વરિતા યાવત્ શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતની સમીપ ઊભો રહ્યો, ભગવંતને આમ કહ્યું - હે આયુષ્યમાનું કાશ્યપ ! મારે માટે સારું કહો છો ! મારે વિશે કહો છો કે ગોશાલક મારો ધર્મશિષ્ય છે . જે મંખલિપુત્ર તમારો ધર્મશિષ્ય હતો તે શુક્લ, શુક્લાભિજાત્ય થઈને કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું ઉદાયી નામે કોંડિન્યાયન ગોત્રીય છું. મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કર્યો. કરીને ગોશાલક મખલિપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો છે. મેં આ સાતમો પ્રવૃત્ત પરિહાર કરેલ છે. હે આયુષ્યમાન કાશ્યપ! અમારા સિદ્ધાંત મુજબ જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે બધા 84 લાખા મહાકલ્પ, સાત દિવ્ય, સાત સંયૂથ, સાત સંનિગર્ભ, સાત પ્રવૃત્ત પરિહાર અને પ૬૦૬૦૩ કર્મોને ભેદીને અનુક્રમે ક્ષય કરીને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિવિવૃત્ત થઈને બધા દુઃખોનો અંત કર્યો છે - કરે છે અને કરશે. જેમ ગંગા મહાનદી જ્યાંથી નીકળી છે અને જ્યાં સમાપ્ત થાય છે, તેનો માર્ગ 500 યોજન લાંબો અને અડધો. યોજન પહોળો છે, ઊંડાઈ 500 ધનુષ છે. આ ગંગાના પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા થાય છે. સાત મહાગંગા મળીને એક સાદીન ગંગા છે. સાત સાદીન ગંગા મળીને એક મૃત ગંગા થાય છે, સાત મૃત ગંગાની એક લોહિત ગંગા, સાત લોહિત ગંગા મળીને એક અવંતી ગંગા, સાત અવંતી ગંગા મળીને એક પરમાવતી ગંગા બને છે, એ પ્રમાણે સંપૂર્વાપર મળીને 170649 ગંગા થાય છે. તે ગંગા નદીનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે - સૂક્ષ્મ અને બાદર બોંદિ કલેવર. તેમાં સૂક્ષ્મ બોંદિ કલેવર ઉદ્ધાર સ્થાપ્ય છે. તેમાં બાદર બોંદિ કલેવર ઉદ્ધારમાં, સો-સો વર્ષે એક એક ગંગા વાલુકણ કાઢવામાં જેટલો કાળમાં તે કોઠા ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે એક શરપ્રમાણ છે, આ શરપ્રમાણથી ત્રણ લાખ શર પ્રમાણ કાળથી એક મહાકલ્પ થાય, 84 લાખ મહાકલ્પોનો એક મહામાનસ થાય છે. અનંત સંયૂથથી જીવ ચ્યવીને સંયૂથ દેવભવમાં ઉપરના માનસમાં સંયૂથ દેવ ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે, વિચરીને તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને પ્રથમ સંજ્ઞી ગર્ભમાં જીવરૂપે ઉપજે છે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનસ સંયૂથ દેવમાં ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવીને યાવત્ વિચરીને. તે દેવલોકથી આયુ આદિ ક્ષય થતા યાવત્ ચ્યવીને બીજા સંજ્ઞી ગર્ભમાં ઉપજે છે. અનંતર ઉદ્વર્તીને હેટ્રિલ માણસ સંયૂથ દેવપણે ઉપજે છે, તે ત્યાં દિવ્યભોગ ભોગવી યાવતુ ઍવીને ત્રીજા સંજ્ઞીગર્ભમાં જીવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી યાવતુ ઉદ્વર્તીને ઉપરના માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવતુ ચ્યવીને ચોથા સંજ્ઞી ગર્ભજીવમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મધ્યમ માનુષોત્તરમાં સંયૂથ દેવરૂપે ઉપજે છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 63