SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત ? ગૌતમ ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમાં સુખ દંડકમાં કહ્યું છે તેમ કહેવું. ભગવદ્ ! સ્વપ્નો કેટલા ભેદે છે ? ગૌતમ ! 42 ભેદે સ્વપ્નો છે. ભગવન્! મહાસ્વપ્ન કેટલા ભેદે છે ? ગૌતમ! ૩૦-ભેદે છે. ભગવન્! સર્વે સ્વપ્ના કેટલા ભેદે છે? ગૌતમ ! ૭૨–ભેદે કહેલા છે. ભગવન્! તીર્થંકરની માતા તીર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! 30 મહાસ્વપ્નોમાંથી ૧૪-મહાસ્વપ્નો જોઈને જાગે છે. તે આ - હાથી, વૃષભ, સિંહ, અભિષેક ઇત્યાદિ. ભગવન ! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! તીર્થંકર માતા સમાન જાણવુ. ભગવન્! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! વાસુદેવ માતા યાવત્ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. બલદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! બલદેવની માતા યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને લાગે છે. ભગવન્! માંડલીકની માતા. ગૌતમ ! માંડલીકની માતા યાવત્ આ ચૌદમાનું કોઈ એક સ્વપ્ન જોઈને જાગે. 679. શ્રમણ ભગવંત મહાવીર પોતાના છદ્મસ્થ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહાસ્વપ્નો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે - 1. એક મહાઘોર અને તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા. 2. એક મહાન શ્વેત પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. 3. એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. 4. એક મહાન માળાયુગલ જે સર્વરત્નમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા. 5. એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા. 6. એક મોટા પદ્મસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા. 7. હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત એક મોટો સાગર હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈને જાગ્યા. 8. પોતાના તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્યને જોઈને જાગ્યા. 9. એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિતપરિવેષ્ટિત જોઈને જાગ્યા. 10. એક મહાન સંદરપર્વતની મેરુચૂલિકા પર શ્રેષ્ઠ સિંહાસન ઉપર પોતાને સ્વપ્નમાં બેસેલા જોઈને જાગ્યા. (હવે દશ સ્વપ્નના ફળને જણાવે છે.) 1. ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહામોહનીય કર્મને મૂળથી નાશ કરશે. 2. ભગવંતે જે મોટું શુક્લ પાંખવાળુ પુંસ્કોકિલ જોયું તેથી તેઓ શુક્લ ધ્યાનવાળા થઈને વિચરશે. 3. ચિત્રવિચિત્ર પાંખાળ પુસ્કોકિલને જોયું. તેથી ભગવંત સ્વસમય-પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિપિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે, નિર્દેશશે, ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત યાવત્ દષ્ટિવાદ. 4. ભગવંતે એક મહાન માળા યુગલ જોયું. તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ - આગાર ધર્મ, અણાગાર ધર્મ, 5. ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો તેથી ભગવંતને ચાતુર્વણ શ્રમણસંઘ થશે. 6. ભગવંતે એક મહાપદ્મ સરોવર જોયું. તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક. 7. ભગવંત એક મહાસાગર તર્યા તેથી ભગવંત મહાવીર અનાદિ અનંત યાવત્ સંસાર કાંતારને તરી ગયા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 83
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy