________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યારે મુનિસુવ્રત અરહંત ગંગદત્તને તથા તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, મુનિસુવ્રતસ્વામી પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને મુનિસુવ્રત અરહંતને વંદન-નમન કરે છે. કરીને આમ કહ્યું - ભગવન્! હું નિર્ચન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્ જેમ આપ કહો છો, તેમજ છે. હે દેવાનુપ્રિય! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, પછી દેવાનુપ્રિય પાસે હું મુંડ યાવત્ પ્રવ્રજિત થવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ગંગદત્ત, મુનિસુવ્રતસ્વામીને આમ કહેતા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈ મુનિસુવ્રતસ્વામીને વાંદી-નમીને તેમની પાસેથી, સહસામ્રવન ઉદ્યાનથી નીકળે છે. નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાના ઘેર આવે છે. આવીને વિપુલ અશન, પાન યાવત્ તૈયાર, કરાવીને મિત્ર-જ્ઞાતિજનનિજકને યાવત્ આમંત્રે છે, આમંત્રીને પછી સ્નાન કર્યુ યાવત્ પૂરણશ્રેષ્ઠી સમાન મોટા પુત્રને કુટુંબ ભાર સોંપે છે. ત્યારપછી તે મિત્ર, જ્ઞાતિજન યાવત્ મોટા પુત્રને પૂછે છે, પૂછીને સરસપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થાય. છે, થઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક યાવત્ પરિજન અને મોટા પુત્રથી સમ્યક્ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્ વાદ્યોના ઘોષ પૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને સહસામ્રવન ઉદ્યાને આવે છે. આવીને છત્ર આદિ તીર્થંકર અતિશય જુએ છે. ઉદાયન રાજ માફક યાવત્ જાતે જ આભરણ ઊતારે છે, જાતે જ પંચમુષ્ટિ લોચ કરે છે. કરીને મુનિસુવ્રત અરહંત પાસે ઉદાયન માફક આવીને તે રીતે દીક્ષા લે છે. તે રીતે અગિયાર અંગોને ભણે છે. યાવતું માસિકી સંલેખનાથી 60 ભક્તને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી. કાળ માસે કાળ કરીને મહાશુક્ર કલ્પ મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભામાં દેવ શયનીયમાં યાવત્ ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. ત્યારે તે તત્કાળ ઉત્પન્ન ગંગદત્ત દેવ પંચવિધ પર્યાપ્તિ વડે પર્યાતિભાવને પામ્યો. તે આ - આહાર પર્યાપ્તિ યાવત્ ભાષામનઃ પર્યાપ્તિ વડે. હે ગૌતમ ! એ પ્રમાણે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ અભિસન્મુખ કરી. ભગવન્! ગંગદત્ત દેવની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! સાત સાગરોપમ. ભગવન્! ગંગદત્ત દેવ, તે દેવલોકથી આયુનો ક્ષય થતા યાવત્ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે શતક-૧૬, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૬ ‘સ્વપ્ન' સૂત્ર-૬૭૭ થી 179 67. ભગવન્! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - યથાતથ્ય સ્વપ્નદર્શન, પ્રતાના સ્વપ્નદર્શન, ચિંતા સ્વપ્નદર્શન, તદ્વિપરીત સ્વપ્નદર્શન, અવ્યક્ત સ્વપ્નદર્શન. ભગવદ્ ! શું સૂતા પ્રાણી સ્વપ્ન જુએ કે જાગતા પ્રાણી સ્વપ્ન જુએ કે સૂતા-જાગતા પ્રાણી સ્વપ્ન જુએ ? ગૌતમ ! સૂતા કે જાગતા સ્વપ્ન ન જુએ, સૂતા-જાગતા સ્વપ્ન જુએ છે. ભગવન્! જીવો, સૂતા છે, જાગતા છે કે સૂતા-જાગતા? ગૌતમ ! જીવો ત્રણે છે. ભગવ! નૈરયિકો સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુસજાગૃત નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં. મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકવત્ જાણવા. 678. ભગવદ્ ! સ્વપ્નને સંવૃત્ત જીવ જુએ, અસંવૃત્ત જીવ જુએ કે સંવૃતા-સંવૃત જીવ જુએ ? ગૌતમ ! ત્રણે જીવ સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવુ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 82