SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થયો કે - શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉફૂંકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઇ યાવત્ વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી યાવત્ પર્યુપાસીને આ પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો, કરીને 4000 સામાનિક દેવોના પરિવાર સાથે સૂર્યાભદેવની માફક યાવત્ નિર્દોષનાદિત શબ્દો સહ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે દેવની દિવ્ય દેવઋદ્ધિ, દેવઘુતિ, દેવાનુભાગ, તેજલેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત પ્રશ્ન-વ્યાકરણ પૂછી સંભાતપણે યાવતું ગયો. 175. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉક્ત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલદીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવદ્ ! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાદષ્ટિ દેવે મને આમ કહ્યું - પરિણમતા પુદ્ગલો. પરિણત નથી. અપરિણત જ પરિણમે છે. કેમ કે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવને એમ કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી. કેમ કે તે પુદ્ગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં. આ કથન કેવું છે? ગંગદત્તને આમંત્રીને ભગવંતે ગંગદત્તને આમ કહ્યું - હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. પરિણમતા પુદ્ગલો યાવત્ અપરિણત નથી. આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને બહુ દૂર નહીં તે રીતે યાવત્. પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારે ભગવંતે ગંગદર દેવને અને પર્ષદાને યાવત્ ધર્મ કહ્યો યાવત્ આરાધક થયો. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન-નમન કર્યું, કરીને આમ કહ્યું - હે ભગવનું ! હું ગંગદત્ત દેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? એ પ્રમાણે સૂર્યાભવવત્ કહેવું યાવત્ બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડી, પછી યાવત્ તે જ દિશામાં પાછો ગયો. સૂત્ર-૬૭૬ ભન્ત! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ યાવતું ક્યાં અનુપ્રવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દષ્ટાંતે યાવત્ શરીરમાં અનુપ્રવેશી. ગૌતમસ્વામીએ આશ્ચર્યથી કહ્યું- અહો ! હે ભગવન્! ગંગદત્ત દેવની મહાઋદ્ધિ યાવત્ મહાસૌખ્ય! ભગવન્! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ કઈ રીતે પ્રાપ્ત કરી યાવત્ ગંગદત્ત દેવને તે કઈ રીતે અભિસન્મુખ થઈ? ગૌતમાદિને સંબોધી ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્સામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામે ગાથાપતિ રહેતો હતો, તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, જે આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી હતા. આકાશગત ચક્રસહિત યાવત્ દેવો દ્વારા લહેરાવાતા ધર્મધ્વજ યુક્ત, શિષ્યગણથી સંપરિવૃત્ત થયેલા, પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્ જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાને પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ લઇ વિચારવા લાગ્યા, પર્ષદા નીકળી. ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, આ વૃત્તાંત પ્રાપ્ત થતા હૃષ્ટ તુષ્ટ યાવત્ બલિકર્મ કરી યાવત્ અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી સહસ્સામ્રવન ઉદ્યાનમાં મુનિસુવ્રત અરહંત પાસે આવ્યો. આવીને મુનિસુવ્રત અરહંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ ત્રણ પ્રકારની પર્યુપાસનાથી પર્યાપાસે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 81
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy