________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કળશોથી નવડાવ્યા, બાકી બધું જમાલિયત જાણવું યાવત્ શિબિકામાં બેઠા, ધાવમાતાદિ પૂર્વવત્ જાણવુ. વિશેષ એ કે પદ્માવતી રાણી શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠી, બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ શિબિકાથી રાજા નીચે ઊતર્યો. ઊતરીને ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતને ત્રણ વાર વાંદી, નમીને પૂર્વ દિશામાં જઈને, આપમેળે આભરણઅલંકાર ઊતાર્યા આદિ પૂર્વવતુ. પદ્માવતીએ ગ્રહણ કર્યા. યાવત્ ઉદાયન રાજર્ષિને. આમ કહ્યું - હે સ્વામી! સંયમમાં પુરુષાર્થ કરજો યાવતુ પ્રમાદ ન કરતા. પછી કશીરાજા અને પદ્માવતી ભગવંતને વાંદી, નમી યાવતુ પાછા ગયા. ઉદાયન રાજાએ સ્વયં પંચમુષ્ટી લોચ કર્યો. બાકી ઋષભદત્ત માફક જાણવુ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. 588. ત્યારે તે અભિચિકુમાર અન્યદા કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશે હું ઉદાયનનો પુત્ર, પ્રભાવતી રાણીનો આત્મજ, છતાં ઉદાયના રાજાએ મને છોડીને નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવતુ દીક્ષા લીધી. આવા પ્રકારના મહા અપ્રીતિરૂપ મનો માનસિક દુઃખથી અભિભૂત થઈને, અંતઃપુર-પરિવારથી સંપરિવરીને, ભાંડ-માત્ર-ઉપકરણ લઈને વીતીભય નગરથી નીકળી ગયો. નીકળીને પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને કોણિક રાજાનો આશ્રય કરી રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ત્યારપછી તે અભિચિકુમાર શ્રાવક થયો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે ઉદાયન રાજર્ષિ પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો. તે કાળે, તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના પરિપાર્થમાં અસુરકુમારોના ૬૪-લાખ આવાસ છે. ત્યારે તે અભિચિકુમાર ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાય પાળીને, અર્ધમાસિક સંલેખનાથી 30 ભક્તને અનશન વડે છેદીને, પૂર્વોક્ત સ્થાનના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરક આવાસની સમીપે રહેલા 64 લાખ ‘આતપ' નામક અસુરકુમારાવાસમાં કોઈ એક આતાપમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઘણા આતાપ અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે, ત્યાં અભિચિદેવની સ્થિતિ પણ એક પલ્યોપમની થઈ. ભગવન ! તે અભિચિદેવ, તે દેવલોકથી આયુક્ષયાદિ પછી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૭ ‘ભાષા' સૂત્ર-પ૮૯ રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! ભાષા આત્મારૂપ છે કે બીજું છે ? ગૌતમ ! ભાષા આત્મા નથી. ભાષા બીજું છે. ભગવન્! ભાષા, રૂપી છે કે અરૂપી ? ગૌતમ ! ભાષા રૂપી છે, અરૂપી નથી. ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. ભગવન! ભાષા જીવ છે કે અજીવ? ગૌતમ ! ભાષા જીવ નથી, અજીવ છે. ભગવન્! ભાષા જીવોને હોય કે અજીવોને હોય ? ગૌતમ ! ભાષા જીવોને હોય, અજીવોને નહીં. ભગવન્! બોલ્યા પહેલા ભાષા છે, બોલાતી તે ભાષા છે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા છે? ગૌતમ! બોલ્યા પૂર્વે કે સમય વીત્યા પછી, તે ભાષા નથી, પણ બોલાતી હોય ત્યારે તે ભાષા છે. ભગવદ્ ! બોલ્યા પૂર્વે ભાષા ભેદાય, બોલાતી ભાષા ભેદાય કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાય ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાતી નથી, પણ બોલાતી વખતે ભાષા ભેદાય છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 40