________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનુભવતો છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાળાને કહ્યું - હે ગોશાળા! હું તારા તપ-તેજથી પરાભૂત થઈને છ માસમાં યાવત્ કાળ નહીં કરું. હું હજી બીજા સોળ વર્ષ જિનપણે સુહસ્તીવત્ વિચરીશ. પણ હે ગોશાળા! તું તારા પોતાના તપ-તેજથી પરાભૂત થઈને સાત રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીર યાવત્ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ. ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગમાં ઘણા લોકો એકબીજાને આમ કહેતા યાવત્ પ્રરૂપતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરી બહાર કોષ્ટક ચૈત્યમાં બે જિનો પરસ્પર સંલાપ કરે છે - એક કહે છે - તું પહેલા કાળ કરીશ. બીજો કહે છે - તું પહેલા કાળ કરીશ. તેમાં કોણ સમ્યગુવાદી અને કોણ મિથ્યાવાદી ? તેમાં જે મુખ્ય માણસ હતો, તેણે કહ્યું કે ભગવંત સમ્યવાદી છે, ગોશાળો મિથ્યાવાદી છે. હે આર્યો! એમ શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો ! જેમ કોઈ તૃણકાષ્ઠ-પત્ર-છાલ-તુષ-ભૂસ-છાણ કે કચરાનો ઢગલો હોય તેને અગ્નિમાપિત, અગ્નિ ઝોસિત, અગ્નિ પારિણામિત થવાથી હત-તેજ, ગત-તેજ, નષ્ટ-તેજ, ભ્રષ્ટ-તેજ, લુપ્ત-તેજ, વિનષ્ટ-તેજ યાવત્ થાય તેમ મખલિપુત્ર ગોશાળાએ મારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી, તેથી તે હત-તેજ, ગત-તેજ યાવત્ વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે, હવે હે આર્યો ! તમે સ્વેચ્છાથી ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરો, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરો, ધાર્મિક પ્રત્યુપચાર વડે ઉપચાર કરો, ધાર્મિક અર્થ-હેતુ-પ્રશ્ન-વ્યાકરણ અને કારણો વડે તેને નિકૃષ્ટ પ્રશ્નવ્યાકરણ કરો. ત્યારે તે શ્રમણ નિર્ચન્થો, ભગવંત આમ કહેતા, ભગવંતને વંદન-નમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિચોદના વડે પ્રેરે છે, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરે છે, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ-હેતુ-કારણો વડે યાવત્ નિરુત્તર કરે છે. ત્યારે તે ગોશાળો શ્રમણ-નિર્ચન્થ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવત્ નિરુત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવતુ દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ-નિર્ચન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાક આજીવિક સ્થવિરોએ જોયું કે શ્રમણ નિર્ચન્થો દ્વારા સ્મારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરાતા, અર્થ-હેતુ આદિથી નિરુત્તર કરાતા યાવત્ ક્રોધિત થઈને યાવત્ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિર્ચન્થોના શરીરને કંઈપણ આબાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. કેટલાક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા. ત્યારે તે ગોશાળો. જે કાર્ય માટે શીધ્ર આવેલો, તે કાર્યને સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ઘ ઉચ્છવાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગરદન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે ! હા હા ! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયો, નીકળીને શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમ્ર ગુટલી હાથમાં લઈને મદ્યપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા. કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો. 652. હે આર્યો! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આમ કહ્યું - હે આર્યો! ગોશાલક મંખલિપુત્રે મારા વધને માટે તેના શરીરમાંથી તેજોલેશ્યા કાઢેલી. તે તેજ ૧૬-જનપદોના ઘાત-વધઉચ્છેદ-ભસ્મ કરવાને પર્યાપ્ત હતું તે ૧૬-જનપદ આ પ્રમાણે - અંગ, બંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાઢ, વજ, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુભુતર. હે આર્યો ! ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં હાથમાં આમ્રગુટલી લઈને, મદ્યપાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 66