________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' નથી તેને બંને નથી તેમ કહેવું યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા આનાપાનુ પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? અનંતા. સૂત્ર-પ૪૦ ભગવન્! ઔદારિક પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવર્ત, એમ કેમ કહેવાય છે? ગૌતમ ! ઔદારિક શરીરમાં વર્તતા જીવે ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા, બદ્ધ-સ્પષ્ટ કર્યા છે, પોષિતપ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભસમન્વાગત-પર્યાપ્ત-પરિણામિત-નિર્જિર્ણ-નિઃસૃત-નિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ છે. વિશેષ આ - વૈક્રિય શરીરમાં વર્તમાન વૈક્રિયશરીર યોગ્ય બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ આન-પ્રાણ પુદ્ગલ પરાવર્ત કહેવું. વિશેષ આ - આનપ્રાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો. આનપ્રાણ પણાએ. બાકી પૂર્વવત્ . ભગવાન! ઔદારિક પુદ્ગલ પરાવર્તન કેટલા કાળે નિષ્પન્ન થાય? ગૌતમ ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનથી આનપ્રાણ(શ્વાસોચ્છાસ) પુદ્ગલ પરાવર્ત સુધી જાણવું. ભગવન્! આ ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ, વૈક્રિય યાવતું આનપ્રાણ પુદ્ગલ પરાવર્ત કાળમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી અલ્પ કાર્પણ પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ છે. તૈજસ પુદ્ગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, આનપ્રાણ પુદ્ગલ અનંતગુણ, મનપુદ્ગલ અનંતગુણ, વચનપુદ્ગલ અનંતગુણ, તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્ત નિર્વર્તનાકાળ અનંતગુણ જાણવો. સૂત્ર-પ૪૧ ભગવદ્ ! આ ઔદારિક પુદ્ગલ પરિવર્ત યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્તામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા વૈક્રિયપુદ્ગલ પરાવર્ત, વચનપુગલ પરાવર્ત અનંતગુણ, મન પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, આનપ્રાણ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, ઔદારિક પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, તૈજસ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ, કામણ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૨, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૫ ‘અતિપાત સૂરત-પ૪૨, પ૪૩ પ૪૨. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ છે? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્! ક્રોધ, કોપ, રોસ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, લંડન, વિવાદ આ બધાના કેટલા વર્ણ યાવત્ સ્પર્શ છે ? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્! માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, અત્યુત્ક્રોશ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ એ બધાના કેટલા વર્ણાદિ છે ? ગૌતમ ! પાંચ વર્ણ આદિ ક્રોધ પ્રમાણે છે. ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, તૂમ, કર્ક, કુરૂપા, જિહ્મતા, કિલ્શિષ, આચરણ, ગૂહનતા, વચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વર્ણાદિ છે? ગૌતમ ! પાંચ વર્ણ આદિ. ભગવદ્ ! લોભ, ઇચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. આ કેટલા વર્ણાદિના છે ? ક્રોધ મુજબ જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 16