________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અરૂચી કરી, જ્યાં તલનો છોડ હતો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડી તોડીને તેને હથેલીમાં રાખીને મસળીને સાત તલ બહાર કાઢ્યા. ત્યારપછી તે ગોશાળાએ તે સાત તલને ગણતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. બધા જીવ આ પ્રકારે પરિવૃત્ય પરિહાર કરે છે અર્થાત શરીર અને સ્થાન પરિવર્તન કરે છે (તે જીવ મારીને ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! આ ગોશાલકનો પરિવર્તે છે અને હે ગૌતમ ! આ ગોશાળાનું મારી પાસેથી પોતાનું પૃથક્ વિચરણ છે. 643. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે નખસહિત એક મુઠ્ઠીમાં આવે તેટલા અડદના બાકુળા અને એક કોગળા જેટલું પાણી લઈને નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મ પૂર્વક બે હાથને ઊંચા રાખીને યાવત્ વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાળાને છ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. 64. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો, તેની પાસે આવ્યા. તે આ - શાણ આદિ પૂર્વવત્ કહેવું યાવત્ અજિન હોવા છતાં જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. હે ગૌતમ ! ખરેખર તે ગોશાળો જિન નથી, તે જિનપ્રલાપી યાવત્ જિનશબ્દને બોલતો વિચરે છે. વસ્તુતઃ ગોશાળો અજિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિન શબ્દને સ્વયં પ્રકાશતો વિચરે છે. ત્યારપછી તે મહા મોટી મહતું પર્ષદા પ્રભુને વંદન-નમસ્કાર કરી પાછી ફરી. ત્યારે શ્રાવતી નગરીના શૃંગાટકે યાવત્ ઘણા લોકો પરસ્પર યાવત્ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ગોશાળો પોતાને જિન, જિનપ્રલાપી કહેતો યાવત્ વિચરે છે, તે મિથ્યા છે. શ્રમણ ભગવન મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે કે તે ગોશાલક મંખલિપુત્રના મંખલિ નામે મંખ પિતા હતા, ઇત્યાદિ બધું પૂર્વોક્ત કથન જાણવું - કહેવું યાવત્ તે જિન નથી છતાં જિન શબ્દ બોલતો વિચરે છે. પણ તે ગોશાળો જિન નથી, માત્ર જિનપ્રલાપી થઈ વિચરે છે. શ્રમણ ભગવદ્ મહાવીર જિન છે, જિન કહેતા એવા યાવત્ જિન શબ્દને પ્રકાશતા વિચરે છે. ત્યારે તે ગોશાળાએ ઘણા લોકો પાસે આ કથન સાંભળીને અવધાર્યું. તે અતિ ક્રોધિત થયો યાવત્ દાંતા કચકચાવતો આતાપના ભૂમિથી નીચે ઊતર્યો, ઊતરીને શ્રાવસ્તી નગરી વચ્ચોવચ્ચથી હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, અતિ રોષ ધારણ કરતો ત્યાં રહ્યો. સૂત્ર-૬૪૫ થી 647 - 645. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, નિરંતર છ-છઠ્ઠના તપોકર્મ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠ તપના પારણે પ્રથમ પોરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે, તે રીતે યાવત્ ઉચ્ચનીચ-મધ્યમ યાવત્ ગૃહોમાં. ભ્રમણ કરતા હાલાહલા કુંભારણની કુંભારાપણની નજીકથી પસાર થયા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે આનંદ સ્થવિરને હાલાહલા કુંભારણની કુંભારાપણની નિકટથી પસાર થતા જોયા. જોઈને આમ કહ્યું - હે આનંદ! અહીં આવ. એક મોટું દૃષ્ટાંત સાંભળ. ત્યારે તે આનંદ સ્થવિર ગોશાળાએ આમ કહ્યું ત્યારે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં જ્યાં ગોશાળો હતો. ત્યાં આવ્યા. ત્યારે તે ગોશાલકે આનંદ સ્થવિરને કહ્યું - હે આનંદ! એ પ્રમાણે આજથી ઘણા વર્ષો પૂર્વે કેટલાક ઉચ્ચ-નીચ વણિકો અર્થીઅર્થી, અર્થલબ્ધ, અર્થગવેષી, અર્થકાંક્ષિત, અર્થપીપાસુ, અર્થની ગવેષણાર્થે વિવિધ વિપુલ કરિયાણાના વાસણાદિના ગાડા-ગાડી ભરીને અને ઘણુ જ ભોજન-પાનનું પાથેય લઈને એક મહાન અગામિક, અનૌધિક, છિન્નાપાત, લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે વણિકોએ, તે અકામિત, અનૌધિક, છિન્નાપાત દીર્ઘ માર્ગવાળી અટવીના કોઈ દેશમાં પહોંચીને તે પૂર્વ-ગૃહીત પાણી અનુક્રમે પીતા-પીતા તે પાણી પૂરું થઈ ગયું. ત્યારે તે વણિકો, પાણી ખલાસ થઈ જવાથી તૃષાથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 60